________________
-cી) *
.રામ-લક્ષમણને
પાલન માટે વનવાસ સ્વીકારે છે. તે સમયે પોતાને પૂછતા સરખા પણ નથી.' એવો વિચાર સરખો પણ શ્રીમતી સીતાદેવીના અંત:કરણમાં નથી આવતો એટલું જ નહિ પણ ઉલ્ટાં તે પોતાની ફરજ બજાવવાને સજ્જ થાય છે. પતિ વનવાસ સ્વીકારે તો મારે પણ એ સ્વીકારવો જ જોઈએ.’ આવી ફરજ સમજનાર સ્ત્રીઓ જે કુળમાં હોય ત્યાં તે કુળમાં નાશકારક કલેશને સ્થાન જ ક્યાં મળે તેમ છે? પણ જ્યાં સ્ત્રીરાજ્યનું સામ્રાજ્ય વર્તતું હોય ત્યાં થાય શું? મહાસતીઓ આજની સ્વાર્થોધતા અને સ્વચ્છંદતાથી સર્વથા અલિપ્ત જ હતી. એના પરિણામે તેઓને સ્વપરની ફરજનું પૂરેપૂરું જ્ઞાન હતું. એ જ્ઞાનના યોગે તે મહાસતીઓ દ્વારા અછાજતું કશું બનતું જ ન હતું. પોતાની ફરજના ખ્યાલનો જ એ પ્રતાપ હતો કે શ્રીમતી સીતાદેવી કોઈપણ જાતનો બીજો વિચાર કર્યા વિના સીધા જ પોતાના શ્વસુરને નમીને સાસુની પાસે ગયા. સાસુ પાસે જઈને તે પોતાની સાસુના ચરણોમાં ઢળી પડ્યાં. અને પોતાના પતિની પાછળ જવાના આદેશની યાચના કરી.
વાત્સલ્યભરી સાસુની વાણી પોતાની દીકરી ઉપર જેટલું હેત હોય તેટલું જ પોતાની પુત્રવધૂ શ્રીમતી સીતાદેવી ઉપર શ્રીમતી અપરાજિતાદેવીને હેત હતું. પુત્રવધૂ ઉપર આ જાતનું હેત એ સુયોગ્ય સંસારમાં અસંભવિત નથી. કેવળ સ્નેહરાગ અને કામરાગથી જ ઊભરાતા સંસારમાં એવું હેત જોવામાં ન આવે એ સહજ છે. એવા સુંદર વાત્સલ્યભાવથી ભરેલા હદયવાળા શ્રીમતી અપરાજિતાદેવીએ જ્યારે શ્રીમતી સીતાદેવીને પોતાના પતિની પાછળ વનમાં જવાનો આદેશ માંગતી જોઈ કે તરત જ તેમનું
હદય ભરાઈ ગયું અને આંખોમાંથી ઉષ્ણ અશ્રુની ધારા વરસવા જ લાગી. કંઈક ઉષ્ણ એવા આંસુથી શ્રીમતી સીતાદેવીને સ્નાન R. કરાવતાં શ્રીમતી અપરાજિતાદેવી, જેમ પોતાની દીકરીને ખોળામાં
બેસાડે તેમ શ્રીમતી સીતાદેવીને પોતાના ખોળામાં બેસાડીને કહેવા લાગ્યા કે,
वत्से ! वत्सो रामभद्रो, विनयी पित्रनुज्ञया । 3 वनं प्रयाति तस्यत, नृसिंहस्य न दुष्करम् ॥