________________
વ્યાજબી છે. એટલે તરત જ પોતાની સાસુના ચરણમાં માથું નમાવીને અને આપના ઉપરની મારી ભક્તિ, માર્ગમાં પણ મારું મ કલ્યાણકારી નીવડશે આ પ્રમાણે કહીને હૃદયમાં શ્રી રામચંદ્રજીનું જ ધ્યાન કરતાં પોતાના પતિદેવની પાછળ જવા માટે ચાલી નીકળ્યા.
ધર્મી આત્માની અનુપમ દશા
જો એ વખતે આજની સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ હોત તો શ્રી અયોધ્યાના બજારમાં ભવાઈ થાત, પણ પુણ્યાનુબંધી પુણ્યવાળા આત્માને એવી સ્ત્રી મળે જ નહીં. શ્રી શાલીભદ્રજીને બત્રીસ સ્ત્રીઓ હતી પણ માતાએ દીક્ષાની રજા આપ્યા પછી એક પણ વચ્ચે ન આવી. કારણકે સન્માર્ગે જતા પતિની વચ્ચે આવવાનો પત્નીને અધિકાર જ નથી, તેમજ ઉન્માર્ગે જતા પતિ માટે બધું જ કરવાની છૂટ છે. એમ જૈનશાસન કહે છે. આ છતાં પણ આજે કઈ દશા છે ? એ વિચારો. પતિ ઘરમાં અનંતકાય વગેરે લાવે તો પત્ની કંઈ કહે છે ? નહિ જ. પણ ઉલટું પકાવી આપે છે કારણ કે પોતે પણ ખાતી હોય ને ! કદાચ ખાતી ન હોય તો પણ ‘આ જોઈએ ને
તે જોઈએ.' એ કહેવામાંથી પરવારે ત્યારે ઉંચી આવે ને ? સ્ત્રી જો ખાતી વખતે કહે કે ‘આ અનંતકાય ન ખવાય.' તો શું અસર ન થાય ? પહેલે દિવસે નહિ તો બીજે દિવસે, ત્રીજે કે ચોથે દિવસે પણ અસર જરૂર થવાની જ. ધર્મપ્રેમી પત્ની પીરસનારી હોય એનો પતિ અભક્ષ્ય ખાય ? પણ આજની દશા કેવી છે ? પુરુષોને બજારમાં વેપારી કરડી ખાય અને ઘેર આવે ત્યાં સ્ત્રી “આ જોઈએ ને, તે જોઈએ.' એમ માંગણી કરી-કરીને કરડી ખાય. આ સંયોગોમાં શાંતિ ક્યાં છે ? તમને શાંતિ ક્યાં લાગે છે તે સમજાતું નથી. સ્મશાનમાં રહેનારને ભડકા જોવાની ટેવ પડી જાય છે, એવા માણસો ભડકાથી બીએ નહિ તેમ તમે પણ એવાં છમકલાંથી ટેવાયેલા છો એટલે તમને કંઈ લાગતું નથી. એવી જ રીતે જો તમે આત્મકલ્યાણની સાધનાની સામે થતાં મોહાંધોના ઉત્પાતોથી ટેવાઈ જાઓ તો આજે કહેવાતા દીક્ષાના ઉધમાતોની તમારા હૃદય ઉપર કશી જ અસર નહિ થાય.
શ્રી રામચન્દ્રજીનો
૨૯૭
વનવાસ...૧૨