________________
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા
૧૩
સુંદર અને સુદૃઢ હૃદયના સ્વામી શ્રીરામચન્દ્રજી બધાના પ્રેમ-સ્નેહને છોડી-તરછોડી નીકળી પડે છે. ગામનગરોના વૃદ્ધો આદિ રોકાઈ જવાની પ્રાર્થના કરે છે પણ સ્વીકારે કોણ ? હવે શ્રી ભરતજી રાજ્ય તો ગ્રહણ કરતા નથી પણ માતા ઉપરે આક્રોશ કરે છે, કૈકેયીને પણ પોતાની ભૂલ સમજાય છે. ભરતજીની સાથે શ્રી રામચન્દ્રજીને પાછા લેવા જાય છે. પણ આ તો હતા શ્રી રામ ! એ પ્રતિજ્ઞા લોપ કરે ?
શ્રી સીતાદેવીએ પત્રપુટમાં લાવેલા પાણી દ્વારા શ્રી રામચન્દ્રજી શ્રી ભરતજીનો રાજ્યાભિષેક કરી દે છે. અહીં રાજ્ય લેવાનો નહીં દેવાનો ઝઘડો છે. શ્રી જૈનશાસનને પામેલા
મહાનુભાવોનું હૈયું કેવું હોય તેને માટે આ કેવું અદ્ભૂત દૃષ્ટાંત છે ?
શ્રી ભરતજીની અખંડ આજ્ઞા પ્રવર્તાયા પછી તેઓ દ્વારા કરાયેલા મહાભિનિષ્ક્રમણ મહોત્સવપૂર્વક શ્રી દશરથ મહારાજા દીક્ષાના પંથે પ્રયાણ કરે છે. એ વાત આ પ્રકરણમાં પ્રવચનકાર મહર્ષિના શબ્દોમાં આપણે વાંચીએ.
-શ્રી
૩૧૭