SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા ૧૩ સુંદર અને સુદૃઢ હૃદયના સ્વામી શ્રીરામચન્દ્રજી બધાના પ્રેમ-સ્નેહને છોડી-તરછોડી નીકળી પડે છે. ગામનગરોના વૃદ્ધો આદિ રોકાઈ જવાની પ્રાર્થના કરે છે પણ સ્વીકારે કોણ ? હવે શ્રી ભરતજી રાજ્ય તો ગ્રહણ કરતા નથી પણ માતા ઉપરે આક્રોશ કરે છે, કૈકેયીને પણ પોતાની ભૂલ સમજાય છે. ભરતજીની સાથે શ્રી રામચન્દ્રજીને પાછા લેવા જાય છે. પણ આ તો હતા શ્રી રામ ! એ પ્રતિજ્ઞા લોપ કરે ? શ્રી સીતાદેવીએ પત્રપુટમાં લાવેલા પાણી દ્વારા શ્રી રામચન્દ્રજી શ્રી ભરતજીનો રાજ્યાભિષેક કરી દે છે. અહીં રાજ્ય લેવાનો નહીં દેવાનો ઝઘડો છે. શ્રી જૈનશાસનને પામેલા મહાનુભાવોનું હૈયું કેવું હોય તેને માટે આ કેવું અદ્ભૂત દૃષ્ટાંત છે ? શ્રી ભરતજીની અખંડ આજ્ઞા પ્રવર્તાયા પછી તેઓ દ્વારા કરાયેલા મહાભિનિષ્ક્રમણ મહોત્સવપૂર્વક શ્રી દશરથ મહારાજા દીક્ષાના પંથે પ્રયાણ કરે છે. એ વાત આ પ્રકરણમાં પ્રવચનકાર મહર્ષિના શબ્દોમાં આપણે વાંચીએ. -શ્રી ૩૧૭
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy