Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ સત... ભાગ-૨ 20-08 X X X X X X X X X X X X X X X X 1 ડૂત: સ્થાનાભિવર્તā - મધ્ય ઝષ્ટો દ્વત: ઘરમ્ ? अस्माकं कुशलोदंतं, गत्वा तातस्य शंसत । सेवध्वं भरतं मद्धत्, तातवद्वाप्यतः परम् ॥२॥ “હવે આ સ્થાનથી તમે પાછા ફરો, કારણકે અહીંથી આગળનો માર્ગ કષ્ટકારી છે. તે અહીંથી પાછા જઈને અમારા કુશળ સમાચાર પિતાજીને કહો અને આજથી માંડીને શ્રી ભારતની મારી જેમ અથવા તો પિતાજીની જેમ સેવા કરજો." શ્રી રામચંદ્રજીની આવા પ્રકારની આજ્ઞાના શ્રવણથી ૩રર સામંતાદિની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. એ આંસુના પાણીથી સામંતો આદિના વસ્ત્રો ભીંજાઈ ગયા. તેઓ પોતાની જાતને પૂજ્ય શ્રી રામચંદ્રજી માટે અયોગ્ય એવા અમને ધિક્કાર હો.' આવા પ્રકારના શબ્દથી ધિક્કારવા લાગ્યા અને ખૂબ-ખૂબ રોવા લાગ્યા પણ થાય શું? સ્વામીની આગળ ઉપાય શું ? આજ્ઞા પ્રમાણે ચાલે પણ શું ? સખ્ત આજ્ઞાથી જવું પડતું હોવાના કારણે પોતાને ધિક્કારતા, ખૂબ રોતા અને આંસુના પાણીથી ભીંજાઈ ગયેલા વસ્ત્રોવાળા તેઓ પાછા ફર્યા. એ પછી આંસુથી સહિત અને તટ ઉપર ઉભા રહેલા તે સામંતો અને સચિવો દ્વારા જોવાતા એવા શ્રી રામચંદ્રજી, શ્રી સીતાદેવી અને શ્રી લક્ષ્મણજીની સાથે તે દુસ્તર એવી નદીને ઉતરી ગયા. એ પછી શ્રી રામચંદ્રજી દૃષ્ટિથી આગળ થયા બાદ સામંતો, સચિવો આદિ ઘણી જ મુસીબતથી અયોધ્યાનગરીમાં ગયા અને મહારાજા શ્રી દશરથની આગળ સઘળી હકીકત કહેવાપૂર્વક શ્રી રામચંદ્રજીના કુશળ સમાચાર કહા. અજ્ઞાનીઓના ઘોંઘાટની દરકાર ન હોય શું શ્રી રામચંદ્રજી પિતૃભક્ત નહોતા ? આ પ્રશ્તના ઉત્તરમાં છે કોઈથી જ ના કહી શકાય તેમ નથી. કારણકે પિતૃભક્ત માટે તો Rછે તેમણે રાજ્ય છોડ્યું છે અને વનવાસ સ્વીકાર્યો છે. જે પિતા માટે આ હું બધું કર્યું. તે જ પિતા માટે શ્રી રામચંદ્રજી પોતાની પ્રતિજ્ઞા તોડવાને તૈયાર નથી થતા. એનું કારણ જ એ છે કે મહાપુરુષો પોતે હું સ્વીકારેલી પ્રતિજ્ઞાને પોતાનું સર્વસ્વ સમજે છે. જેમાં કારમી

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358