Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ તરફ ધસ્યા અને શ્રીમતી કૈકેયીમાતાને જોઈને શ્રી રામચંદ્રજી પણ છે ઉઠીને દોડ્યા અને માતાના ચરણોમાં ઢળી પડ્યાં. આ જ વાતનું છે ? નિરુપણ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજા શ્રી R હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, રથાટુર્ય વૈવેયી, વત્સ વત્સરિ માહિ ? प्रणमन्तं रामभद्रं चुचुंबोपरि मूर्धनि ॥१॥ પઢાવોઃ પ્રમિન્ત, વૈદેહી-નહમવિધિ ? आक्रम्योपरि बाहुभ्यां तारं तारं रुरोद सा ॥२॥ રથથી ઉતરીને “હે વત્સ ! હે વત્સ !” આ પ્રમાણે બોલતાં કૈકેયીદેવી પ્રણામ કરતાં શ્રી રામચંદ્રજીને મસ્તક ઉપર ચુંબન કરવા લાગ્યા અને તે કૈકેયીદેવીને પાદકમળમાં પ્રણામ કરતાં શ્રીમતી સીતાદેવી અને શ્રી લક્ષ્મણજીને પણ પોતાની ભુજાથી આક્રમણ કરીને એટલે વળગી પડીને અતિ ઉચ્ચ સ્વરે રોવા લાગ્યા.” વિચારો કે આ જાતનું વાત્સલ્ય અને આ જાતનો સદ્ભાવ એ દરેકના હદયની કેવી અને કેટલી ઉત્તમતા વ્યક્ત કરે છે. ઓરમાન પુત્રો અને પુત્રવધૂ પ્રત્યે ઓરમાન માતાનું આવું વાત્સલ્ય તથા ઓરમાન અને વળી પાછા વનવાસમાં જવાનું નિમિત્ત ઊભું કરનારા માતા પ્રત્યે પુત્રોનો અને પૂત્રવધૂનો આવો સદ્ભાવ એ હૃદયની ઉચ્ચ કક્ષામાં આવી શકે એવી ઉત્તમતા વિના કેમ જ સંભવે ? જેઓ હદયની આવી દશા કેળવે તેઓ દુ:ખના પ્રસંગોને પણ સુખમય બનાવી શકે છે. ઉત્તમ યોગનું ઉત્તમ ફળ પોતાના પુત્રને માટે રાજ્ય માગવામાં ભૂલ થઈ છે અને એ ભૂલ જ આ બધાય ઉલ્કાપાતનું મૂળ છે.” એમ શ્રીમતી કૈકેયીદેવીને જે સમજાયું તે શાથી સમજાયું ? એ વિચારો. જો એ વસ્તુ ન ૩૨૭ સમજાઈ હોત તો આ પ્રસંગ આપણને જાણવા ન મળત. માટે ભૂલ સમજાવનાર કોણ? એ ખાસ વિચારો. વિચારને અંતે કહેવું જ પડશે ? કે એ ભૂલ સમજાવનાર અન્ય કોઈ જ ન હતું પણ એ માતાનો શ્રી ભરત નામનો નિર્મમ અને વિનીત પુત્ર હતો. જો એ પુત્ર વિનીત, નિર્લોભી અને નિર્મમ ન હોત તો માતા આ વસ્તુ ન સમજી શકત. આ વસ્તુ સાથે માતાની ઉત્તમતા અવશ્ય વિચારણીય છે. જો આ માતાના શ્રી ભરતજીનો રાજ્યાભિષેક શ્રી દશરથજીની દીક્ષા...૧૩

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358