Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 351
________________ W રાજ્યનો આશ્રય કેમજ કરે ? પિતાનું અને પોતાનું એમ ઉભયનું વચન ફોગટ જાય એવું વર્તન શ્રી રામચંદ્રજી જેવાથી કેમ જ થઈ શકે RA ? અને શ્રી રામચંદ્રજીના આ જવાબની સામે કુળધર્મને સમજનાર શ્રીમતી કૈકેયીદેવી અને ભરત બોલે પણ શું ? વ્યવહારમાં પણ આવું શુદ્ધ જીવન ગુજારનાર આત્માઓ અવસર આવ્યે અને ઉલ્લાસ જાગ્યે પ્રભુધર્મની આરાધનામાં કમીના પણ શું રાખે ? વ્યવહારની ઉચિત આચરણાઓ પણ આત્માને ધર્મની આરાધનામાં સહાયક છે. આવા બનાવોનું દર્શન ઉત્તમ આત્માઓના જીવનમાં જ શક્ય છે. શ્રી રામચંદ્રજીના શાંત અને સદ્ભાવભર્યા જવાબથી વાતાવરણમાં મૌન છવાઈ ગયું અને સૌ સ્તબ્ધ બની ગયા. રામચંદ્રજીનાં શુભહસ્તે રાજ્યાભિષેક આવા પ્રકારના પ્રશ્નાત્મક પ્રત્યુત્તરમાં શ્રીમતી કૈકેયી માતા પાસે બોલવાનું કંઈ જ નહિ હોવાથી તે સ્તબ્ધપણે જ ઊભા રહ્યાં. પોતાના જવાબનું ધારેલું પરિણામ આવેલું જોઈને શ્રી રામચંદ્રજીએ વધુમાં વધુ કહ્યું કે, तदस्तु भरतो राजा, व्हयोरपि निदेशतः । अस्यास्म्यहमनुल्लंघ्यो, मम तात इवाम्बिके ! ||१|| ‘હે માતાજી ! હું મારી પ્રતિજ્ઞાને ત્યજી શકું તેમ નથી. પિતાજીનાં જીવતાં અને મારા જીવતાં અમારા ઉભયની વાણી અન્યથા થઈ શકે તેમ નથી. તે કારણે અમારા બેયની આજ્ઞાથી પણ શ્રી ભરત રાજા હો, વળી હે માતાજી ! આ શ્રી ભરતને માટે મારા પિતાજીની જેમ હું અનુલ્લંઘ્ય છું. એટલે કે જેમ મારા પિતાજીની આજ્ઞા ભરત માટે ન ઉલ્લંઘી શકાય તેવી છે, તેમ મારી આજ્ઞા પણ ભરતને માટે ન ઉલ્લંઘી શકાય તેવી છે." શ્રી રામચંદ્રજીના આ જવાબનો ઉત્તર આપવાની તાકાત નહોતી માતાશ્રીમતી કૈકેયીમાં કે નહોતી બંધુ ભરતમાં. એટલે એ બંને તો સ્તબ્ધ થઈને મૌનપણે સ્થિત હતાં અને શ્રી રામચંદ્રજી પણ કરવા યોગ્ય કાર્ય એકદમ આટોપવા માગતા હતા. એટલે इत्युक्त्वोत्थाय काकुत्स्थः, सीतानीतजलैः स्वयम् । રાન્ટેડક્ષ્યબિંઘમત, સર્વસામંતસાક્ષિકૢ ૨૨} “એ પ્રમાણે કહીને શ્રી રામચંદ્રજીએ પોતે શ્રીમતી સીતાએ લાવેલા જળથી સર્વ સામંતોની સાક્ષીમાં શ્રી ભરતનો રાજ્ય ઉપર અભિષેક કર્યો.” વિચારો કે ઉત્તમ આત્માઓનાં અંતરમાં કેવા પ્રકારની ઉદારતા શ્રી ભરતજીનો રાજ્યાભિષેક ૩૩: શ્રી દશરથજીની દીક્ષા...૧૩

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358