Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 352
________________ હોય છે. અનુપમ કોટિની ઉદારતા વિના આ કાર્ય કોઈ પણ રીતે શક્ય નથી. પતિ વન વેઠે અને દેવર રાજા બને એ કંઈ સ્ત્રી સહન કરે ? શ્રી રામચંદ્રજી સમજાવવાના કાર્યમાં સફળ થયાં તો શ્રીમતી સીતાદેવીએ અભિષેક જરૂરી પાણી લાવીને રજૂ કર્યું. સમજાવવા માટે જરૂરી કથન પૂર્ણ કરીને તરત જ શ્રી રામચંદ્રજી ઉઠ્યા અને એકદમ શ્રીમતી સીતાદેવીએ લાવેલા પાણીથી સઘળાય સામંતોની હાજરીમાં પોતાના લઘુબંધુ શ્રી ભરતને રાજ્ય ઉપર અભિષિક્ત કરી દીધા. જોતજોતામાં બની ગયેલો આ બનાવ કોને આશ્ચર્ય ઉત્પન્ન ન કરે ? શ્રી રામચંદ્રજીને પાછા લાવવા માટે ઉત્સાહભેર આવેલ ૩૩૪ શ્રીમતી કૈકેયીમાતા, શ્રી ભરત અને અમાત્યો આદિ તો એકદમ વાતમાં જ બની ગયેલા આ બનાવથી ચકિત જ થઈ ગયા. સીત.... ભાગ-૨ ..........મ-લક્ષ્મણને रामः प्रणम्य कैकेयीं, संभाष्य भरतं यथा । વિસસનું વ્રતસ્થે જ્ઞ, વ્રુક્ષ્મ હાિળાં પ્રતિ રો “પિતાજીના વચન પાલન ખાતર રાજ્યથી પણ નિ:સ્પૃહ બનેલા શ્રી રામચંદ્રજીએ અભિષેક કર્યા બાદ પ્રેમપૂર્વક શ્રીમતી કૈકેયીમાતાને પ્રણામ કરીને અને શ્રી ભરતને સંભાષણ કરીને વિસર્જન કર્યા અને પોતે દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું." ભરતે સ્વીકારેલું રાજ્ય પ્રતિજ્ઞાનું પાલન કરવાની દૃઢતા આત્માને ગમે તેવા પ્રસંગમાં પણ ચલિત થવા દેતી નથી. એનું આ પ્રસંગ સુંદરમાં સુંદર પ્રતિપાદન કરે છે. પિતાની આજ્ઞાથી વનમાં જવાનો પ્રસંગ ઉભો કરનાર માતા પોતે જ બોલાવવા આવે, પિતાએ જેને રાજ્ય આપ્યું હતું તે જ ભાઈ પાછા અયોધ્યા પધારવાની ન ઠેલી શકાય એવી આજીજીભરી અભ્યર્થના કરે, પિતાજી પણ પોતાનું પાછા ફરવું હૃદયથી ઇષ્ટ ગણે અને સારીએ પ્રજા પોતાને ઝંખે એવી દશામાં પણ આ રીતે નાના ભાઈને રાજ્ય આપીને ચાલ્યા જવું એ નાનીસૂની વાત નથી જ. ભલે એ વાત નાનીસૂની ન હોય પણ શ્રી રામચંદ્રજીએ તો પોતાની વાતને તદ્દન નાનીસૂની બનાવી દીધી અને એથી નિરૂપાય બનેલા શ્રી ભરતજી પણ એ વાતનો ઇન્કાર ન કરી શક્યા. પોતાના વડીલબંધુએ ત્યાં જ કરેલા રાજ્યાભિષેકથી ययावयोध्यां भरतस्तत्र चाखंडशासनः રીવદ્રે રાક્ષાર, વિતíતુશ્વ શાસનાત્ જર ܐ

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358