Page #1
--------------------------------------------------------------------------
________________
100 ,
|
ts
1
ચા લાWણ ને કીડા
S
કામ
એ
| યા યા વ ચસ્પતિ પૂ. આચાર્યદેવ આ શ્રીમદ્દ દાજ રામરાજસૂરીશ્વરજી મહારાજા
4Tબર છે કે નિકાસુપૂ. આયાર્યદેવ
CT કરીમ રવજ ક ર્યા પ્રભસુરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણ અને અન્ય રામાયણો
જો કે અન્ય રામાયણો અને આ જૈન રામાયણો વચ્ચે ઘણું ઘણું અંતર છે, અન્ય રામાયણોમાં ઘણે ઠેકાણે રાવણને રાક્ષસ, અધમ તથા હીન તરીકે ચિતરવામાં આવે છે. તદુપરાંત પરસ્ત્રીલંપટ, દુષ્ટ અને નરાધમ રૂપે પણ રાવણની પ્રસિદ્ધિ ઇતર કથાઓમાં સ્થળે સ્થળે કરવામાં આવી છે.
પણ વાસ્તવિક સ્થિતિ તદ્દન જુદી છે. તે ગ્રંથકારો પણ પોતાના ગ્રંથોમાં એ વાતને તો કબૂલે છે કે “રાવણે મહાસતી સીતાજી પર ક્યારેય બળાત્કાર કર્યો જ નથી.” જૈન રામાયણમાં તો એવો સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે, રાવણ-દશમુખ સદાચારી તથા પરસ્ત્રીવિમુખ શીલવાન મહાપુરુષ હતા. નલકુબરની પત્ની ઉપરંભા જ્યારે રાવણના રૂપગુણથી આકર્ષાઈ રાવણ તરફ કામ રાગભરી પ્રીતિ અને આકર્ષણ ધરાવે છે ને તે માટે અજેય એવી નલકુબેરની નગરીના દ્વારા ઉઘાડી આપવા માટે વિદ્યાદાન કરવાનું પ્રલોભન આપે છે : ને તેનો જે વખતે બિભિષણ સ્વીકાર કરે છે. ત્યારે રાવણ વિભીષણ પર આક્રોશ વ્યક્ત કરે છે. આ જ ઘટના રાવણની સદાચારીતાનો પરિચય કરાવે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
Cool
&ામાયણ
રજોહરણની ખાણ
રામુ : લક્ષ્મણ ને સીતા
પ્રવચનકાર વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
સંપાદક પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. આચાર્યદેવા શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
•.ઇવયકાર,
| પ૨મા૨ાધ્યપદ
પ૨મગુરુદેવ-૫૨મોપાસ્ય શ્રી આત્મ-કમલ-વીર-દાન-પ્રેમસૂરીશ્વર
| પટ્ટધરત્ન, ગણશત્નરત્નાક૨, જૈનZસનજ્યોતિર્ધર, તપાગચ્છાધિર્માત, વ્યાખ્યાનવાચસ્પત, પ્રવચનમારુડી,
પરમગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
........સંપાદક...... સિંહગર્જનાના સ્વામી, આચાર્યદેવેદ્મ શ્રીમદ્
વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહા૨ાજાના પટ્ટવિભૂષક, પ્રશમરસપયનધિ, આચાર્યદેવ શ્રીમદ્
| વિજય જયકુંજરસૂરીશ્વરજી મહા૨ાજાના પટ્ટાલંકાર, પ્રભાવક પ્રવચનકા૨, આચાર્યદેવ શ્રીમદ્
વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધ૨૨ત્ન, પ્રસિદ્ધપ્રવચનકા૨ આચાર્યદેવ શ્રીમદ્
વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ
om ટ્રામાયણ : 00ોરાજી ખાણ-૨
રામ : લક્ષ્મણ ને સીતા વ્યાખ્યાન વાચસ્પતિ ગ્રંથમાળા-૯
પ્રકાશન
વિ.સ ૨૦૬૭ નકલ
: ૩૦૦૦ મૂલ્ય
: ૭૫/ભાગ ૧ થી ૭ : પ૦૦/- (સંપૂર્ણ સેટ) પ્રાપ્તિસ્થાન : શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન ટ્રસ્ટ
એ/૧, ઘનશ્યામ પાર્ક ફ્લેટ, ૧૭, આનંદનગર સોસાયટી, પાલડી ભઠા, અમદાવાદ. ફોન : ૨૬૬૦૫૮૬૪
Email : muktikiran99@yahoo.com પ્રકાશક : મુદ્રક : શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન, અમદાવાદ.
Page #5
--------------------------------------------------------------------------
________________
રજોહરણની
જૈન રામાયણ :
| ખાણ : પ્રવચનકાર મહર્ષિદેવ
જૈનશાસન જયોતિર્ધર વ્યાખ્યાવાચસ્પતિ પાગચ્છાધિપતિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્દુ
વિષ્ણુ ભ્રમચંદ્રસૂરીશ્વરજી મહારા
Page #6
--------------------------------------------------------------------------
________________
મહાગ્રંથ પ્રકાશન - સુકૃતના સહભાગી
શ્રાદ્ધવર્ય શ્રી લાલચંદજી છગનલાલજી
પિંડવાડા, જી. સિરોહી શ્રીપાલનગર, વાલકેશ્વર, મુંબઈ.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઋણ સ્વીકાર
૯૬ વર્ષના દીર્ઘ આયુષ્યમાં ૭૯ વર્ષનો નિર્મળ ચારિત્ર પર્યાય અને ૫૬ વર્ષનો આરાધના-રક્ષા-પ્રભાવના સભર આચાર્યપદ પર્યાય ધર નાર પરમગુરુદે વ પૂ. આચાર્યદે વેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પાર્થીવ દેહના અંતિમ સંસ્કારથી પવિત્ર-ભૂમિ પર નિમિત ‘સ્મૃતિમંદિરની પાવન પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં ‘સ્મૃતિમંદિર પ્રકાશન'ની સ્થાપના થઈ ત્યારથી પ્રકાશન કાર્યની પા પા પગલી ભરતાં અમે આજે એક ભગીરથ કાર્ય કરવા સમર્થ બની રહ્યાં છીએ. તે દેવ-ગુરુની અસીમકૃપાનું પરિણામ છે.
‘જૈન રામાયણ : રજોહરણની ખાણ' ૭ ભાગમાં પ્રકાશન કરવાનો વિચાર થયો ત્યારથી એક મોટું ટેન્શન હતું. પણ ‘કૃપા' શું કામ કરે છે તેનો
અમે અનુભવ કરી શક્યા છીએ. વ્યાખ્યાન વાચસ્પતિ પરમારાથ્યપાદ પરમગુરુદેવશ્રી જેવા સમર્થ મહાપુરુષની ભલભલાનાં હૈયાને હચમચાવી દેતી ધર્મદેશનાને સાક્ષાત્ સાંભળતા હોઈએ તેવા આ પ્રવચનોનું પ્રકાશન તેઓશ્રીની મહતકૃપા સાથે, સિહગર્જનાના સ્વામી પૂ.આ.શ્રી વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સમર્પણમૂર્તિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, પ્રશમરસપયોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા, પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની અને અમારા માર્ગદર્શક પૂ.આ.શ્રી શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની પણ અસીમ કૃપાનું ફળ છે. - સમર્થ સાહિત્યકાર પૂ. આચાર્યદેવશ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘પ્રસ્તાવના’ લખી આપીને અમારા આ કાર્યને ખૂબ જ ગૌરવ બક્ષ્ય છે.
પિંડવાડાના વતની હાલ મુંબઈ વસતા શ્રેષ્ઠિવર્ય શ્રી લાલચંદજી છગનલાલજી પરિવારે આ સાહિત્ય પ્રકાશનનો અનેરો લાભ લઈને અમારા ઉલ્લાસમાં અભિવૃદ્ધિ કરી છે. અમે તેઓના ખૂબ ખૂબ ઋણી છીએ.
-સ્મૃતિમંદિર પ્રકાશન
Page #8
--------------------------------------------------------------------------
________________
સંવાદળી
કલને.
સ્મૃતિના સથવારે ‘જૈન રામાયણ'ના પ્રવચનો દ્વારા જૈન-જૈનેતર જગતને જૈન રામાયણનો નોખો-સાવ અનોખો પરિચય કરાવનારા વ્યાખ્યાન વાચસ્પતિ પ્રવચનગારુડી સ્વર્ગીય પરમગુરુદેવ પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અપાર ઉપકારોને કોઈ શબ્દોમાં ય વર્ણવી શકાય તેમ નથી, જન્મથીગળથુથીમાંથી મળેલા તેઓશ્રીને સાધુ જીવનમાં સતત સાંભળવાનો અને માણવાનો અવસર સંસારી પિતાજી શ્રીયુત્ ચન્દ્રકાન્તભાઈ લક્ષ્મીચંદ દોશી (પછીથી મુનિરાજશ્રી ચારિત્રસુન્દરવિજયજી મ.)ની ભાવનાથી અને પરમતારક ગુરુદેવો સિહગર્જનાના સ્વામી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂર્વદેશ કલ્યાણકભૂમિતીર્થોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજા અને પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની આશીર્વાદપૂર્ણ ઉદારતાથી મળી શક્યો, તેથી જ પ્રભુશાસનના મર્મને પામવાનું યત્કિંચિત્ સામર્થ્ય પ્રગટ્યું અને એક મહાગંભીર સાગરને અવગાહવા જેવા આ સંપાદનના કાર્યો કરવા ઉલ્લસિત બની શક્યો છું. - પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં વિ.સં. ૨૦૬૨-૬૩ના ચોમાસામાં શ્રીપાલનગરની સ્થિરતા દરમ્યાન આ સંપાદન માટે તેઓશ્રીની અનુમતિ મળી તથા જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટના ટ્રસ્ટીવર્ય સુશ્રાવક શ્રી કાન્તિલાલ ચુનીલાલે પણ આ કાર્ય માટે “પૂજ્યપાદશ્રીના પ્રવચનગ્રંથો કે પ્રવચનોને આપ બધા તૈયાર કરો કે સંપાદન કરો તે ખૂબ જરુરી છે” આવી ભાવનાના શબ્દો દ્વારા આવકાર્યું તેથી સરળ ગતિએ સંપાદન શક્ય બની શક્યું.
Page #9
--------------------------------------------------------------------------
________________
| જો કે મુંબઈથી અમદાવાદ-રાજસ્થાન અને દિલ્હીના વિહારો ફરી દિલ્હીથી અમદાવાદ-મુંબઈના વિહારો અને અનેકવિધ ધર્મઉત્સવો આદિની વ્યાક્ષિપ્તતાને કારણે સંપાદન કાર્ય ખૂબ જ મંદ ગતિએ થયું, છતાંય નિશ્રાવર્તી મુનિગણ આદિનો આ કાર્યમાં રહેલો સહકાર અવિસ્મરણીય રહ્યો છે.
મારા પરમોપાસ્ય, સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજીમહારાજાએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તાવના લખી આપીને મારા આ કાર્યને ખૂબ જ હળવું બનાવ્યું છે. તેમ છતાંય મતિઅલ્પતા અને કાર્ય-અદક્ષતાને કારણે આવા ભગીરથ કાર્યમાં સ્વર્ગીય પરમગુરુદેવશ્રીના આશય વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કાંઈપણ કાર્ય બન્યું હોય તો ત્રિવિધે ક્ષમાયાચના પૂર્વક વાચકવર્ગને એટલું જ ભારપૂર્વક જણાવીશ કે “સ્વાદુ: સ્વાદુ: પુર: પુર:” ની નીતિને ધ્યાનમાં રાખીને જેમજેમ વાંચતા જશો તેમ-તેમ જૈનરામાયણનો અદ્ભુત રસાસ્વાદ માણવા દ્વારા અપૂર્વ ભાવાનુભૂતિ અને વર્ણનાતીત આનંદની અનુભૂતિ થશે એ નિ:શંક છે
સંપાદન શૈલી શ્રી વીરશાસન કાર્યાલય દ્વારા વિ.સં. ૧૯૮૯ થી ‘જેન રામાયણ’ ૭ ભાગમાં પ્રકાશિત થયા પછીની આવૃત્તિઓમાં મહદ્અંશે સંસ્કૃત શ્લોકો કાઢી નાંખવામાં આવેલાં હતાં. અહીં ફરી એ શ્લોકોને તે-તે સ્થળે ગોઠવી દીધા છે અને વાચકવર્ગની વાંચનમાં એક રસધારા ટકી રહે તે માટે એક દિવસના પ્રવચન પછી બીજા દિવસના પ્રવચનમાં ઉપદેશ આદિ રૂપે નવી-નવી આવતી વાતોને યથાવત્ જાળવી રાખીને જે પુનરાવર્તન જેવું જણાતું હતું, તે દૂર કર્યું છે અને તે વખતની જુની ભાષાને થોડી મઠારી છે.
કલિકાલસર્વજ્ઞ પરમોપકારી આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા રચિત ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રના ૭મા પર્વના ૧૦ સર્ગના આધારે આ પ્રવચનો મુખ્યતયા થયા હોવાથી પૂર્વે તે-તે સર્ગ અને પ્રવચનોના ક્રમાંક મૂકાયાં હતા તે પણ દૂર કરીને અખંડ-પ્રવચનો અહીં અવતરિત કરાયા છે.
આ નવી શૈલીમાં ‘જેતરામાયણ : રજોહરણની ખાણ' એવું ગ્રંથનું નામ રાખીને સાત ભાગોમાં મુખ્ય વિષયને ધ્યાનમાં રાખી દરેક ભાગનું નામકરણ નીચે મુજબ કર્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
નામ
सर्ग ૧-૨-૩ ૪ ૫-૬ ૭-૮/૧ ૮/૨
4 5 6 છે
રાક્ષસવંશ અને વાનરવંશ. રામ-લક્ષ્મણને સીતા સીતા અપહરણ લંકાવિજય ઓશીયાળી અયોધ્યા સીતાને કલંક રામ નિર્વાણ
૯-૧૦
--
આ મુખ્ય વિષયોને સુચવનારા નામાભિધાન છે. ઠેર-ઠેર અવાંતર વિષયોપ્રસંગો અને સાંપ્રત સમસ્યાઓના પ્રત્યાઘાતોમાં પ્રવચનકારમહર્ષિનું હદય વાંચવા મળે છે.
ભાગ-૨ ‘જૈન રામાયણ : રજોહરણની ખાણ' ગ્રન્થના ૭ ભાગમાં, નવસો વર્ષના કાળપટમાં સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીની રચના અને સમર્થ પ્રવચનકાર મહર્ષિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદશ્રીની વિવેચના કથાનુયોગના માધ્યમથી જૈનશાસનના ગંભીર ભાવો આપણા સુધી પહોંચાડે છે.
‘રામ લક્ષ્મણ ને સીતા’ નામે આ બીજા ભાગમાં શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીની ઉત્પત્તિ અને વનગમન એ ત્રિષષ્ઠિપર્વનો ચોથો સર્ગ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રભાવવંતા શ્રી વજબાહુ અને ઉદયસુંદર નામના સાળાબનેવીના રોમાંચક પ્રસંગથી પ્રારંભાય છે.
સારા કુળોની ખાનદાની અને વર્તમાનની ભયંકર પરિસ્થિતિને રજૂ કરતું વિવેચન હદયને હચમચાવી મૂકે તેવું છે. રઘુકુળમાં પૂર્વજ-પરંપરાથી ચાલી આવતી રાજનીતિ અને વૈરાગ્ય પરિણતીનો મળતો પરિચય આપણી પામરતાને પડકારે તેવો છે.
શ્રી કીર્તિધવલ રાજર્ષિ અને સુકોશલ મુનિનું દૃષ્ટાંત અને સ્વાર્થી સંસારના નગ્ન ચિત્રને પ્રગટ કરતી સહદેવીની વાત પણ હૃદયના તારને ઝણઝણાવી જાય તેવી છે. કેવો છે આ સંસાર ! - રાજા સોદાસના પ્રસંગ દ્વારા રસનાની ભયંકરતા બતાવવા ‘પુંડરિકકંડરિક' ની કહેવાયેલી કથા વિચારકોને વૈરાગ્યના પંથે ચઢાવી દે તેવી છે. આમ, શ્રી રામચન્દ્રજીના પૂર્વજોનું વર્ણન કરતાં-કરતાં બાળ દશરથને રાજા બનાવી શ્રી અનરણ્યરાજાની દીક્ષા અને મોક્ષ : મોહમસ્ત બિભિષણનો તરવરાટ : ગંભીર મત્રીઓના પ્રભાવે શ્રી દશરથની રક્ષા : રાજગૃહીમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
:
શ્રીરામ-લક્ષ્મણનો જન્મ : મિથિલામાં ભામંડલ-સીતાનો જન્મ : ભામંડલ અપહરણ : નારદજીના નારદવેડા : સ્વયંવર મંડપ : વજ્રાવર્ત-અર્ણવાવર્ત ધનુષ્યો : રામ-સીતા લગ્ન : દશરથ મહારાજાને વૈરાગ્ય : મહાસતી કૈકેયીદેવીની માંગણી : રાજા દશરથનો સ્પષ્ટ નિર્દેશ : ભરતજીનો દૃઢ નિર્ધાર : આ બધા પ્રસંગોમાં ઉત્તમકુળોની મહાનતાનું દર્શન થાય છે તો મોહની મુંઝવણો પ્રગટરુપે અનુભવાય છે.
થરા
શ્રી દશરથ મહારાજાને ભરતે આપેલી વિવેકભરી સલાહ અને પિતાપુત્રનો તથા માતા-પુત્રનો સંવાદ સ્વાર્થ અને પરમાર્થના આંતરયુદ્ધનું શબ્દચિત્ર રજૂ કરે છે.
પ્રાન્તે પિતૃભક્ત શ્રી રામચન્દ્રજીનો અડગ નિર્ધાર: વનવાસગમન, શ્રી લક્ષ્મણજી અને સીતાદેવી પણ વનના માર્ગે : રાજા-રાજ્ય અને પ્રજામાં થયેલો ખળભળાટ : કૈકેયીનું હૃદય પરિવર્તન : શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
ઉત્તમ આત્માઓની ઉત્તમતાની આલબેલ પોકારે છે.
દ્વિ.વૈશાખ વદ-૧૧, વિ.સં.૨૦૬૬, સિદ્ધાંતમહોદધિ સ્વ.પરમગુરુવર સ્વર્ગતિથિ.
સદ્ગુરુચરણ સેવાહેવાકી
આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણ : જોહરણની ખાણ
ભાગ-૧ થી ૭ એ સંપૂર્ણ ગ્રન્થરત્નનો લાભ લેનાર ધર્મપરાયણ જીવનના શ્રેષ્ઠ નિર્માતા : છ
શ્રી લાલચંદજી છગનલાલજીના
જીdળની આછી જીels
નરવીરો શૂરવીરો અને ધર્મવીરોથી શોભાયમાન રાજસ્થાનની ધીંગી ધરા પર આવેલ સિરોહી જિલ્લાના પિંડવાડામાં ૫. પિતાશ્રી છગનલાલજીના કુળમાં પૂ. માતુશ્રી છોગીબેનની કૂખે વિ.સં. ૧૯૭૨માં મહા સુદ ૩ના તેઓશ્રીનો જન્મ થયો.
- વર્ધમાન જૈન યુવક મંડળની સ્થાપના (પિંડવાડા) દ્વારા સંઘના અનેક કાર્યોમાં સાથ આપતા રહ્યા.
પિંડવાડાના પનોતા પુત્ર, પ્રેમના ઘૂઘવતા સાગરસમાં સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પરમ કૃપાપાત્ર બની ત્રીસ-ત્રીશ વર્ષો સુધી અખંડપણે કર્મ સાહિત્યના પ્રકાશાનાદિમાં કાર્યરત રહેવા દ્વારા અપૂર્વ જ્ઞાનોપાસના અને ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિની સ્થાપના કરાવી.
Page #13
--------------------------------------------------------------------------
________________
જે સલમેર -અમ૨સાગર-લોદ્રવપુ૨-ભીલડીયાજી-અજારી (પિંડવાડા)-આયડ (ઉદયપુર) આદિ અનેક મહાતીર્થોના જીર્ણોદ્ધારના કાર્યની સાથે મેવાડના અગણિત મંદિરોના પુનરુદ્ધારમાં અમૂલ્ય ફાળો આપ્યો.
| સુવિશુદ્ધ સંયમમહાનિધિ, વાત્સલ્યવારિધિ સ્વ. પુજ્યપાદ આચાર્દેવ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજાની પરમ પાવનકારી નિશ્રામાં પિંડવાડામાં ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તથા વ્યાખ્યાન વાચસ્પતિ પરમોકારી સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તથા અન્ય ગુરુભગવંતોની નિશ્રામાં અગ્રેસર રહી વિશ્વ વિખ્યાત આબુ દેલવાડા-બ્રાહ્મણવાડા-ઉદવાડા-પૂનાવાંસદા આદિ અનેક સ્થાનોમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાદિના પ્રસંગોની ઉજવણી કરી કરાવી.
- હસ્તગિરિ મહાતીર્થ, સહસાવન ગિરનાર, શ્રીપાલનગર મુંબઈ, જી.આઈ.ડી.સી. વાપી, ચંદાવરકરલેન બોરીવલી મુંબઈ આદિમાં નૂતન દેરીઓજિનાલયોના નિર્માણમાં અનુમોદનીય સહયોગ આપ્યો.
સહસાવન ગિરનાર, દેલવાડા આબુ, શ્રીપાલનગર મુંબઈ, જી.આઈ.ડી.સી. વાપી જેવા વિશ્વપ્રસિદ્ધ સ્થાનોમાં કાયમી ધજા ચઢાવવાના, મૂલબોયક તથા અન્ય જિનબિબો ભરાવવાના તથા પ્રતિષ્ઠાદિના લાભોમાં સ્વદ્રવ્યની ન્યોછાવરી કરી.
શંખેશ્વર-બ્રાહ્મણવાડામાં નવપદજીની ઓળીની આરાધના કરાવવા જેવા અનેક સુકૃતોની સમારાધના, મુકપશુઓની સુરક્ષા કાજે શિબિર-કેમ્પ અનુકંપાના કાર્યો તથા સામાજિક ક્ષેત્રોમાં અગ્રેસર રહી તન-મન-ધનથી વિવિધ સેવાઓ આપી છે.
ઉભય ગુરુદેવોના કાળધર્મ બાદ તપસ્વીસમ્રાટુ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા ગચ્છસમ્રા પૂ. આચાર્યદેવશ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની પણ એવી જ કૃપા મેળવીને શાસન પ્રભાવક અનેક કાર્યોમાં અગ્રેસર રહી, આ ઉભયની નિશ્રામાં જ સમાધિ પામીને સ્વર્ગવાસી બન્યા.
અbusી શ્રdભs. અત્રે પુન:પુન: જુમોદના
કરીએ છીએ. - શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
પણ ને સીતા
રામ : લક,
ઉત્તમકુળનો અનુપમ મહિમા ૨. જાણે સમ્યકત્વ અને ચારિત્રનો વારસો જ હશે ? ૩. વિવેકીસ્નેહીમાં સાચી હિનૈષિતા હોય છે ૪. શોક : દુર્ગાન ધર્મધ્યાનનું કારણ ૫. રે, રસના ! તારા પાપે ૬. શ્રાવકના મનનીય મનોરથો ૭. પુણ્યોદયના અભય-કવચના પ્રભાવે ૮. આનંદ અને શોકના અવસરોને સંસાર ૯. કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે. ૧૦. સુખ દુઃખની ઘટમાળ અને
વિરક્ત શ્રી દશરથ ૧૧. આદર્શ પરિવારની આદર્શ વાતો ૧૨. શ્રી રામચન્દ્રજીનો વનવાસ ૧૩. શ્રી ભરત રાજ્યાભિષેક :
શ્રી દશરથજી દીક્ષા
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃ
૧
(૧) ઉત્તમકુળનો અનુપમ મહિમા ♦ ભૂમિકા
3
• શ્રી વજ્રબાહુ શ્રી ઉદયસુંદ૨
3
• માર્ગમાં મુનિદર્શન થાય છે.
૪
• ઉત્તમ કુળનો અનુપમ મહિમા
૫
•
સાળા અને બનેવીનો પ્રેરણાદાયી સંવાદ ૮
♦ પુણ્યશાળી શ્રી વજ્રબાહુનો સુંદર સદુપદેશ
• મનુષ્ય જન્મરૂપી વૃક્ષનુ ફળ શું ? ભાગ્યશાળીને માટે હાંસી પણ કલ્યાણકારી
♦ મશ્કરી થવામાં નિમિત્ત શું ? મશ્કરી કઈ રીતે થઈ ?
આ અભ્યાસ ક૨વા જેવો છે
♦ મશ્કરી પણ આવી હોવી જોઈએ
♦ વિરક્ત આત્માની કેવી
•
ક્રમનિર્દેશ
•
ઉત્તમ મનોદશા
ભગવાન શ્રી મહાવીરદેવના જીવનનો પ્રસંગ
કલ્યાણક૨ પ્રવૃત્તિની આડે કોઈ આવી શકે જ નહિ
♦ સુંદર સદુપદેશનું સુંદર પરિણામ
♦ સાચી ધર્મપત્નીઓની ફ૨જ
• કેવો સુંદર યોગ !
११
૧૩
B
૧૮
૧૯
૨૦
૨૦
૨૪
૨૪
un
૨૮
૨૯
30
કેવી સુંદર ભાવના !
જૈન શાસનમાં આ તો સ્વાભાવિક જ છે
33
૩૫
36
♦ વિરોધને દૂર ફેંકવો એ જ રક્ષક નીતિ. ૩૩ • સુપિતાની કેવી સુંદર મનોદશા ! • સુંદર મનોદશાનું સુંદર પરિણામ ♦ ઉત્તમ વડીલનો અનુપમ પ્રભાવ (૨) જાણે સત્વ અને ચારિત્રનો વારસો જ હશે ?
36
♦ જૈન શાસનમાં ત્યાગની જ પ્રધાનતા છે.
♦ સ્વાર્થી આત્માની વિચિત્ર મનોદશા
મોહનું કારમું સ્વરૂપ
૩૧
૩૯
૪૧
૪૩
૪૬
•
•
·
માતા અને પુત્રનું દષ્ટાંત
• સુકોશલ રાજાએ ગ્રહણ કરેલી
દીક્ષા
•
♦
વિવેક વગરની વિચારણા
સુકોશલનો પ્રશ્ન અને ધાવમાતાનો ઉત્તર
દુર્ધ્યાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ
સુંદર સાધુપણાની પૂરેપૂરી કાળજી જોઈએ
♦ સહદેવી દુર્ધ્યાનમાં મરીને વાધણ બને છે
.
અનુપમ આરાધના
વાધણ બનેલી સહદેવીએ કરેલો
ઉત્કટ ઉપસર્ગ
૫૦
(૩) વિવેકીસ્નેહીમાં સાચી હિતષિતા હોય છે ૫૯ વિવેકી આત્માની વિશિષ્ટ વિવેકશીલતા ૬૧
♦ બંને મહાત્મા રાજર્ષિઓની
વર્તમાનકાળની વિષમદશા
અયોધ્યા ઉપર આકસ્મિક આપત્તિ
સતિત્વનો અનુપમ પ્રભાવ
♦ પુત્રોત્પતિ અને પરિવજ્યાનો સ્વીકા૨
•
ઉત્સવમાં ‘અ-મારી’ ની ઉદ્ઘોષણા
(૫) રે ! રસના તારા પાપે
♦
૭
રસનાની લાલસાની ભયંકરતા
રસનાની આધીનતાના પ્રતાપે પતિત થયેલા કણ્ડરીક મુનિ
• મહાપદ્મરાજાની આત્મકલ્યાણની
૪૮
સાધકતા
• યુવરાજ કણ્ડરીકની વૈરાગ્યદશા વિરકત કણ્ડરીકનું સ્પષ્ટ કથન
•કંડરીકની મક્કમતા અને
દીક્ષા સ્વીકાર
૪૯
ЧО
• કંડરીકની મક્કમતાથી દીક્ષા સ્વીકાર • કંડરીક મુનિની ૨સનાની ઉત્કટ
આધીનતા
૫૧
૫૪
·
સિંહાવલોકન પરથી મળતો બોધપાઠ
•
ઉત્કટ ઉપસર્ગ અને ‘અનુપમધીરતા’
(૪) શોક, દુર્ધ્યાન અને ધર્મધ્યાનનું કારણ ૮૫
• પિતાશ્રીના પુનિત પંથે સુપુત્રનું પ્રયાણ
૦ યોગ્ય આત્માની યોગ્ય વિચારણા
•
♦
•
૫૫
૬૬
ૐ ૐ ૐ ૐ ૐ ૭ ૨ ૪ ૪ ૪ ૪ ૭
૮૦
૧૦૦
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૪
૧૦૬
૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૧૬૩
૧૬૪
૧૬૭
કંડરીક મુનિની પતનદશા પુંડરીકની પ્રેરણા
૧૦૮ કંડરીકની દુર્દશા અને નરકગમન
૧૧૬ રાજા સોદાસ દ્વારા ધોર અન્યાયની પ્રવૃત્તિ
૧૧૨ અકાર્યના પ્રતાપે રાજા સોદાસ પદભ્રષ્ટ ૧૧૩ પુત્ર ગાદી ઉપર અને પિતા જંગલમાં સદ્ગુરુયોગ અને ધર્મપ્રરછા ૧૧૬ મહામુનિની ધર્મદેશના
૧૧૬ માંસભક્ષણના અનર્થો સોદાસ રાજાનો સુંદર દૃયપલટો
૧૧૮ યોગ્ય અને અયોગ્યની ઓળખ
૧૨૦ પુણ્યયોગે ફરી રાજ્યપ્રાપ્તિ
૧૨૪ યુદ્ધમાં વિજય અને પરિણામે દીક્ષાગ્રહણ
૧૨૫ (૬) શ્રાવકના મનનીય મનોરથો ૧૨૭
સુશ્રાવકોના મનોરથો કેવા હોય ? ૧૩૦ શ્રી સુકોશલ મહારાજાના વંશજો પણ પ્રભુપ્રણીત શ્રમણધર્મના પુનિત પંથે ૧૩૨ શ્રી અનરણ્ય મહારાજા અને તેમનો પરિવાર
૧૩૪ સત્તા સંપન્ન આત્માના અનુકરણીય ઉમદા ગુણો
૧૩૫ સુંદ૨ આત્માના સંકેત પણ સુંદર જ હોય છે શ્રી અનરણ્ય મહારાજાની પુત્ર સાથે દીક્ષા શ્રી અનરણ્ય રાજર્ષિનું મોક્ષગમન ૧૩૯ અનુપમ રાજ્યદશા કેવી હોય ? ૧૪૦ નામાંકિત બનવાના ઉપાયો
૧૪૨ અનુપમ રાજ્યનીતિને ધરનારા રાજાઓ
૧૪૩ આર્ય રમણીઓનો સાચો અલંકાર ૧૪૪ સુંદર મર્યાદાશીલતા
૧૪૬ (૭) પુસ્યોદયના અભય-ચના પ્રભાવે ૧૪૭ • ત્રિખંડ ભરતના સ્વામી રાવણનો પ્રશ્ન
૧૪૯ બિભીષણનું ભાષણ
૧૫૬ નારદજીની હાજરી
૧૫૨ નારદજી દશરથ પાસે
૧૫૨ ઉત્તમ આત્માઓની પ્રવૃત્તિ અને મનોદશા.
૧૫૪ નારદજીનું સત્કારપૂર્વક વિસર્જન զվա પુણ્યનો પ્રતાપ કેવું અજબ કાર્ય કરે છે.
૧૫૫ ત્યારે નારદજીની સદ્ભાવનાનું શું ? ૧૫૬
ધર્મી આત્માઓને માટે અનુકરણીય ૧૫૦ અવસરૉચિત કાર્યનો અમલ
૧૫૯ ક્ષુદ્ર જીવનને બચાવવા કેટકેટલો ત્યાગ
૧૬૧ મોહમસ્તતાના કારણે વિવેક વિકલતા
૧૬૬ કારમો કોલાહલ અને દોડાદોડી નિમકહલાલ મંત્રીઓની કેવી ગંભીરતા મરણનો કારમો ભય અને જીવનનો કારમો મોહ
૧૬૪ ધર્મ કેવળ આત્માની મુકિત માટે જ છે રમણીરત્નની પ્રાપ્તિ
રંગમંડપ યુદ્ધમંડપના રૂપમાં ૧૬૮ • વિજય, પાણિગ્રહણ અને વર પ્રદાન બંનેય પુન: રાજ્યારુઢ
૧oo (૮) આનંદ અને શોના અવસરો તે સંસાર ૧૧
શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીનો જન્મ
૧૦૩ આનંદ અને ઉત્સવની ઉજવણી ૧@૪ સાત સ્વપ્રોનું દર્શન
૧o૫ વિશિષ્ટ પ્રકારનો જન્મોત્સવ
૧૦૫ વયની વૃદ્ધિ સાથે સર્વ વૃદ્ધિ
૧૦૬ દશરથની નિર્ભયતા અને રાજગૃહથી અયોધ્યા
૧૦૮ ભરત અને શત્રુશ્નનો જન્મ
૧o૯ કામાતુર અધમ આત્માની કરપીણ વૃત્તિ
૧૮૦ એકની લાલસાથી અનેકો આપત્તિમાં ૧૮૧ દુ:ખીને પણ ધર્મનું જ દાન વ્રતનું અલ્પમાં અભ ફળ મોહનું કેવું મહા કા૨મું નાટક ભોગાસકિતથી અતિશય ભયંકરતા કામદેવનું કારમું નાટક
૧૮0 અંતે કુંડલમંડિત પણ ધર્મને પામ્યો ૧૮૯ સંસારની કારમી વિરસતા.
૧૯૬ સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત ૧૯૨ આવશજન્ય અજ્ઞાનનો ઉત્પાત જ્ઞાનનો સદુપયોગનો ઉત્તમલાભ ૧૯૫
કર્મની વિચિત્રતા વિચારવી જરૂરી છે ૧૯૫ • એક બાજુ આનંદ : બીજી બાજુ શોક ૧૯૬ (૯) કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે.
૧૯૯ સીતાજીની વૃદ્ધિ અને જનકરાજાનો શોક
ર૦૬
૧૩૬
૧૩૦
૧૮૧ ૧૮૨ ૧૮૪ ૧૮૬
૧૯૩
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦૨
૨૬o
ર
૨૦૬
૨૮૩
૨૮૬
અનાર્યોનો ઉપદ્રવ દશરથ મહારાજાની તૈયારી
૨૦૪ દશરથ મહારાજા પ્રત્યે રામચંદ્રજીની પ્રાર્થના
૨૦પ ધીરતાપૂર્વક વીરતાનું રામચંદ્રજીએ કરેલું પ્રદર્શન
ર00 સંસારની લાલસા હોય તો ચિંતા હોય જ.
૨૦૮ નારદજીની આવેશવશ, વિલક્ષણ વિચારણા.
૨૧૧ ભામંડલકુમારની કામાવસ્થાથી દુર્દશા કુલીનની કુલીનતા
૧૪ રાજાનો પ્રશ્ન અને નારદજીનો ઉત્તર
૨૧૫ જનકરાજાને ચંદ્રગતિએ કરાવેલી પ્રતિજ્ઞા
૨૧૬ • બની ગયેલા બનાવોનો બોધપાઠ ૨૧૮
મહારાણી વિદેહાનો વિલાપ જનકરાજાનું આશ્વાસન
૨૨૬ (૧૦) સુખ દુઃખની ઘટમાળ અને વિરક્ત શ્રી દશરથ
૨૨૩ સીતાનો સ્વયંવર મંડપ અને દ્વારપાલની ઉદ્ઘોષણા
૨૫ મહારાણી કૌશલ્યાની માનના કારણે મૂંઝવણ
૨૯ કંચુકીનું આગમન દશરથ રાજાનો પ્રશ્ન
૨૩૧ દશરથ મહારાજાની કંચુકીને જોઈને વૈરાગ્ય પામ્યા
૨૩૩ શ્રી જિનેશ્વરદેવનાં શાસનની અનુપમ મહત્તા
૨૩૪ સુંદર સુયોગની સાર્થકતા માટે સુપ્રયત્ન ૨૩૫ ભામંડલનો સંતાપ દૂર થયો. ૨૩૮ ચંદ્રગતિનો પ્રતિબોધ : દીક્ષા ગ્રહણ ૨૪૦ દશરથ મહારાજાના પૂર્વભવો
૨૪૧ • સંસા૨નુ વિચિત્ર નાટક
૨૪૪ (૧૧) આદર્શ પરિવારની આદર્શ વાતો ૨૪૫ સૂરિદેવનો મહાન ઉપકાર
૨૪ અજ્ઞાની જીવોને ત્યાગ વૈરાગ્યની કિંમત નહીં
૨૪૮ સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા
૨૪૯ સુપુત્ર ભરતની સુંદર વિચારણા પર મોહમગ્ન કૈકેયીને શોકભરી વિચારણા ૨૫૫ કૈકેયીની યાચના અને સ્વીકાર ૫૬
આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે
૫૯ રામચંદ્રજીનો ઉદાર પ્રત્યુત્તર
૨૬૧ આજ્ઞાધીનતા કોણ દર્શાવી શકે ૨૬૪ શ્રી ભરતના વ્રતના સ્વીકારના યાચના ૨૬૬ શ્રી દશરથમહારાજાની આજ્ઞા ૨૬૬ દશરથ મહારાજાને ભરતની વિવેકભરી સલાહ સંવાદ ઉપરથી સમજવા યોગ્ય વાતો. ૨૦૦ શ્રી રામચંદ્રજીની સલાહ
૨03 હક્ક અને લાલસાના પ્રતાપે
૨૦૪ ભરતની એકાંતે અનુકરણીય અનુપમ દશા પગલિક લાલસાના પાપે (૧૨) શ્રી રામચન્દ્રજીનો વનવાસ ૨૭૯ • શ્રી રામચંદ્રજીનો અપૂર્વ ત્યાગ ૨૮૧
સ્નેહાધિનતાનું કારમું પરિણામ ૨૮૨ ભક્તિ અને વિનયથી ભરેલી વિનંતી. ૨૮૩ પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા માતાની મોહવિકલતા
૨૮૪ પુત્રનુ માતાને પ્રેરણાભર્યું સાંત્વન ૨૮૫ શ્રી રામચંદ્રજીની અજબ પિતૃભકિતા મહાસતીઓની ઉત્તમતા.
૨૮૭ વાત્સલ્યભરી સાસુની વાણી ૨૮૮ પ્રભુશાસનની સુવાસનો પ્રતાપ
૨૮૯ વાત્સલ્યની અવધિ
૨૯૦ મહાસતીની વિનયશીલતા સીતાદેવીનું વનવાસગમન અને લોકોની વાણી
૨૯૨ ફરજનો ખ્યાલ હોય તો હક્ની વાત ન જ હોય.
૨૯૨ જૈનશાસનની કેવી સુંદર મર્યાદા ૨૯૫ ધર્મી આત્માની અનુપમ દશા
૨૯o હક્ની કારમી મારામારી
૨૯૯ ઉત્તમ આચારની ઉત્તમ અસર હોય છે ૩૦૧ લક્ષ્મણજીની વિચારણા
૩૦૧ • આવેશમાં પણ વિચારશીલતા
303 કુળનો ત્યાગ ધર્મથી સુવાસિત બનાવો. ૩૦૪ શ્રી લક્ષ્મણજીની પ્રાર્થના
૩૦૬ ઉત્તમ માતાનું પુત્રને પ્રોત્સાહન
રૂoo સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદૃષ્ટિ ૩૦૯ લક્ષ્મણજીનું કૌશલ્યાદેવીને આશ્વાસન ૩૧૦ ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા
૩૧૧ + અયોધ્યા નગરીના લોકોની મનોદશા ૩૧૩
પરિવાર સાથે મહારાજા પણ પાછળ ૩૧પ
૨૯૧
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૨૧
• સુંદર અને સુદઢ Æયનું ઉત્તમ કાર્ય ૩૧૬ (૧૩)શ્રી ભરત રાજ્યાભિષેક: શ્રી દશરથજી દીક્ષા
૩૧૭ ભરતજીનો આક્રોશ
૩૨૦ પ્રતિજ્ઞાની અચળતાથી નિષ્ફળતા અજ્ઞાનીઓના ધંધાટની દરકાર ન હોય ૩૨૨ ભરતજીની અપૂર્વ નિર્મમતા
૩૨૩ • રાજ્ય ન લેવાની અહીં હરિફાઈ છે ૩૨૪ પશ્ચાત્તાપપૂર્વકની યાચના.
૩૨૫ ઉત્તમ આત્માઓની ઉત્તમતા
૩૨૫ • પરસ્પરનું વાત્સલ્ય અને અપૂર્વ સભાવ ૩૨૬ ઉત્તમ યોગનું ઉત્તમ ફળ,
૩ર૦ ઉપાલંભ અને યાચના.
૩૨૯ ઉભયપક્ષની ઉત્તમતાનું સુંદર પરિણામ ૩૩૦ શાંતિ અને સદભાવભર્યો જવાબ ૩૩૨ રામચંદ્રજીના શુભહસ્તે રાજ્યાભિષેક ૩૩૩ ભરતે સ્વીકારેલું રાજ્ય
૩૩૪ દશરથ મહારાજાની દીક્ષા
૩૩૫ શ્રી રામચંદ્રજી અવંતિ દેશમાં
૩૩૫
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉત્તામફળનો અનુપમ મહિમા
જાતની ભાત પાડ્યા વિના રહેતી નથી. ઉત્તમકુળોમાં સહજ કુલીનતા પ્રાયઃ જોવા મળતી હોય છે. શ્રીરામલક્ષ્મણના પૂર્વજોની પરંપરામાં ઉત્તમકુળોનો અનુપમ મહિમા જોવા મળે છે.
અહીં શ્રી વજબાહુ અને ઉદયસુંદર આ સાળા બનેવીની એક રોમાંચક ઘટનાએ રામાયણની રમણિયતાને ચાર ચાંદ લગાડ્યા છે.
એ નરવીરોની નિર્મળ વિચાર શરણી, પરસ્પરની વિચારણા, મશ્કરીમાં કહેવાયેલા વચનોની પણ ટેક, બાલ પાસેથી પણ હિતગ્રહણની વૃત્તિ આ બધું જ અદ્ભુત અદભૂત
વર્તમાનકાળના કુલાંગાર લોકોની દયનીય દશાનો અનુભવ કરાવે તેવી આ અપૂર્વકથા કૃપાળુ પરમગુરુદેવશ્રીના શબ્દોમાં જ વાગોળવી ગમશે.
-શ્રી છું
Page #20
--------------------------------------------------------------------------
________________
C
( )
(
) (ICC
+
2
'ઉત્તમકુળનો અનુપમ મહીમા • ભૂમિકા • શ્રી વબાહુ શ્રી ઉદયસુંદર • માર્ગમાં મુનિદર્શન થાય છે.
ઉત્તમ કુળનો અનુપમ મહિમાઃ ૦ સાળા અને બનેવીનો પ્રેરણાદાયી સંવાદ • પુણ્યશાળી શ્રી વબાહુનો સુંદર સદુપદેશ • મનુષ્યજન્મરૂપી વૃક્ષનું ફળ શું ? • ભાગ્યશાળીને માટે હાંસી પણ કલ્યાણકારી • મશ્કરી થવામાં નિમિત્ત શું ? • મશ્કરી કઈ રીતે થઈ ? • આ અભ્યાસ કરવા જેવો છે • મશ્કરી પણ આવી હોવી જોઈએ • વિરક્ત આત્માની કેવી ઉત્તમ મનોદશા છે ભગવાન શ્રી મહાવીરદેવના જીવનનો પ્રસંગ | કલ્યાણકર પ્રવૃત્તિની આડે કોઈ
આવી શકે જ નહિ • સુંદર સદુપદેશનું સુંદર પરિણામ • સાચી ધર્મપત્નીઓની ફરજ • કેવો સુંદર યોગ ! કેવી સુંદર ભાવના ! • જૈન શાસનમાં આ તો સ્વાભાવિક જ છે • વિરોધને દૂર ફેંકવો એ જ રક્ષક નીતિ. • સુપિતાની કેવી સુંદર મનોદશા ! • સુંદર મનોદશાનું સુંદર પરિણામ • ઉત્તમ વડીલનો અનુપમ પ્રભાવ
Page #21
--------------------------------------------------------------------------
________________
'ઉત્તમકુળનો અનુપમ મહીમા
ભૂમિકા આ શ્રી ત્રિષષ્ઠિશલાક પુરુષ ચરિત્રમાં “શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીની ઉત્પત્તિ પરિણયન અને વનગમન" નામના ચોથા સર્ગની શરુઆતમાં સુંદરમાં સુંદર પ્રસંગ શ્રી વજબાહુ અને શ્રી ઉદયસુંદરનો આવે છે. એ ભૂમિકાને વર્ણવવા કલિકાલસર્વજ્ઞ છે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ફરમાવે છે કે, “જે ૯con અરસામાં રાવણ આદિ મહારાજાઓ પોતાના રાજ્યશાસનને # ખીલવી રહ્યા છે, તે જ અરસામાં મિથિલા નગરીમાં અને હરિવંશમાં વાસવકેતુ નામનો રાજા હતો, તે રાજાને વિપુલા નામની પ્રિયા હતી. વાસવકેતુ રાજા ને વિપુલા નામની પત્નીથી થયેલો જ્ઞક નામનો પુત્ર સંપૂર્ણ લક્ષ્મીવાળો, પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને પ્રજાને માટે પિતા સમાન એવો રાજા થયો.
શ્રી વજબાહુ શ્રી ઉદયસુંદર એજ સમયમાં અયોધ્યા નામની નગરીમાં આ અવસર્પિણીકાળના પ્રથમતીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામી પછી ઈક્વાકુ વંશમાં અંતર્ગત આદિત્યવંશ-સૂર્યવંશમાં અસંખ્યાતા રાજાઓ થઈ ગયા. એ અસંખ્યાત રાજાઓ પૈકીના કેટલાંક રાજાઓ મોક્ષપદે પધાર્યા અને કેટલાક રાજાઓ સ્વર્ગગતિને પામ્યા.
ઉત્તમ કુળનો અાયમ મહિમ.૧
Page #22
--------------------------------------------------------------------------
________________
સતત... ભગ-૨
જ
રિામ-લક્ષમણને
જે સમયે વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીનું શાસન સારી રીતે પ્રવર્તી રહ્યાં હતું, તે સમયે વિજય નામના રાજા થયા.
એમને હિમચૂલા નામની પ્રાણપ્રિયા ધર્મપત્નીથી શ્રી વજબાહુ અને ( પુરંદર નામના બે પુત્રો થયા.' ૐ એ જ વખતે નાગપુર નામના નગરમાં ઈભવાહન નામના
રાજા હતા. તે રાજાને ચૂડામણિ નામની પત્નીથી મનોરમા નામની હુ પત્રી થઈ. પોતાની પુત્રીને આ ઈભવાહન રાજાએ શ્રી વજબાહુ ને
આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી, તેથી ચંદ્રમાં જેમ રોહિણીને પરણે, તેમ શ્રી વજબાહું નાગપુર નગરમાં જઈને યૌવનને પામેલી મનોરમાને મોટા મહોત્સવથી પરગ્યા. પરણ્યા પછી શ્રી વજબાહુએ
જ્યારે પોતાની ધર્મપત્ની મનોરમાને લઈને પોતાના નગર તરફ પ્રયાણ કર્યું, ત્યારે ઉદયસુંદર નામનો મનોરમાનો ભાઈ એટલે શ્રી વજબાહુનો સાળો, ભક્તિપૂર્વક પોતાના બેન અને બનેવીને મૂકવા માટે સાથે ચાલ્યો.
માર્ગમાં મુનિદર્શન થાય છે પોતાના નગર તરફ જતા શ્રી વજબાહુએ માર્ગમાં स गच्छन्तरापश्यत्तपस्तेजोभिरीश्वरम् । वसंताद्विस्थमुढया-चलस्थमिव भास्करम् ॥ मोक्षाध्वमीक्षकमिवो-त्पश्यमातापनापरम् । गुणसागरनामानं, तपस्यन्तं महामुनिम् ॥
સૂર્યની જેમ તપરૂપ તેજથી ઝળહળતા, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર રહે છે, તેમ વસંત નામના પર્વત ઉપર રહેલા, જાણે મોક્ષમાર્ગને જોતા જ ન હોય તેમ ઉંચે જોતા, આતાપના લેવામાં તત્પર અને તપશ્ચર્યા કરતા , , ગુણસાગર નામના મહામુનિને જોયા. * મહામુનિઓના વર્ણનો, ખરેખર જ વિચારમાં ગરકાવ કરી દે
તેવા આવે છે. આવા વર્ણનોનો મુનિપણાના અર્થીઓએ ખાસ વિચાર કરવો જોઈએ. આ વિચાર, મુનિપણાના અર્થીઓમાં કોઈ ૯ નવું જ ચૈતન્ય સ્કુરાવશે. મુતિપણાના સ્વીકાર માત્રથી .
Page #23
--------------------------------------------------------------------------
________________
ઇતિકર્તવ્યતા માનનારાઓ માટે આવા વર્ણનો એમ કહે છે કે ‘મુનિવરોએ દિનપ્રતિદિન તપશક્તિમાં વધવા માટે અવિરત 9 પ્રયત્નો આદરવા જોઈએ, અને આતાપના આદિથી પૂર્વકાળની સુકોમળતાનો ત્યાગ કરવા માટે સઘળી જ શક્તિઓ ખરચવી જોઈએ. સુકોમળતા એ સંયમની સાધનામાં મોટામાં મોટું વિઘ્ન છે અને તપની બેદરકારી, એ જ્ઞાતના ફળની બેદરકારી છે.
રાજા મહારાજા જ્વાઓ, કે જેઓએ પૂર્વાવસ્થામાં સુખસાહાબીમાં, લીન થઈ સુકોમળતાને કેળવવામાં કશી જ કમી નથી રાખી, તેવાઓ પણ જ્યારથી ઘરબાર ત્યજી અણગાર બને છે, ત્યારથી સુખસાહાબીને હૃદયમાંથી પણ કાઢી નાંખે છે અને ઉગ્રવિહારી બની સુકોમળતાની જગ્યાએ અજબ કઠોરતાને કેળવે છે, એટલે કે પૂર્વાવસ્થાની સુકોમળતાનો કદિ જ વિચાર ન કરતાં, તેઓ જેટલી તકલીફ અધિક વેઠાય તેટલી તકલીફ અધિક વેઠે છે. શું આ વસ્તુને વિચારથી પણ અલગ કરવી એ મુનિપણા પ્રત્યેની બેદરકારી નથી ? છે જ. માટે મહાપુણ્યોદયે અને ઘણી જ કર્મલઘુતાના યોગે મળેલા મુનિપણાની બેદરકારી કરવી એ મુક્તિરમણીના કામીતે ન જ પાલવવી જોઈએ.
ઉત્તમ કુળનો અનુપમ મહિમા આવા મહામુનિવરના દર્શનથી ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી વજ્રબાહુને અપૂર્વ આનંદ થયો અને અપૂર્વ ઉત્સાહ આવ્યો.
ખરેખર, જે આત્માઓના હૃદયમાં સંયમ પ્રત્યે અખંડ અનુરાગ બેઠો છે, તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓને તો આ પ્રસંગે તો ઠીક, કિંતુ ચોરીમાં બેઠાં ત્યાંયે મુનિનું દર્શન અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહ પેદા કરે છે. મોક્ષની સાધના માટે જ્યારે શ્રી સર્વજ્ઞદેવો એક સમ્યક્ સંયમને જ ઉત્તમ સાધન માને છે, ત્યારે મુમુક્ષુ આત્માઓના હૈયાં સંયમીનાં દર્શન માત્ર થતાંય પુલકિત થાય, તેમાં કાંઈ જ આશ્ચર્ય પામવાં જેવું નથી.
ઉત્તમ કુળનાં
અનુપમ મહિમા...૧
Page #24
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૩)
........રામ-લક્ષ્મણને
શ્રી વજ્રબાહુને થયેલા એ આનંદ અને ઉત્સાહનો ખ્યાલ આપવા માટે, મુનિવરના દર્શનથી મહાપુણ્યશાળી શ્રી વજ્રબાહુને શું થયું ? તે શું બોલ્યા ? અને કેવી રીતે બોલ્યા ? તેનું વર્ણન કરતાં લખ્યું છે કે –
?
मयूर इव जीमूतं तं दृष्टवा जातसंमदः । कुमार इदमाह स्म, धृत्वा सपदि वाहनम् ॥ अहो महात्मा कोप्येष, वंद्य एव महामुनिः । ચિંતામિિવ મયા, દૃષ્ટઃ પુજ્યેન ટ્યૂના 22 ‘મેઘનાં દર્શનથી જેમ મયૂર આનંદ પામે, તેમ તે મહામુનિવરનાં દર્શનથી હર્ષને પામેલા કુમાર શ્રી વજ્બાહુ, એકદમ વાહનને પકડી, એટલે કે ઉભું રખાવીને, આ પ્રમાણે કહેવા લાગ્યા કે, ‘અહો ! આ કોઈપણ મહાત્મા છે. આ મહામુનિ વંદન કરવા યોગ્ય છે. ખરેખર જચિંતામણિરત્ન જેવા આ મહર્ષિને મેં મારા ઘણા પુણ્યના યોગે જ જોયા છે.'
ભાગ્યશાળીઓ ! વિચારો ! ઉત્તમકુળના આ મહિમાને શ્રાવકકુળમાં જ્મેલા આત્માઓની મનોદશા કેવી હોય છે ? એ ખાસ આ પ્રસંગ ઉપરથી એકે એક પુણ્યાત્મા માટે વિચારણીય છે. ઉત્તમ આત્મા માટે પ્રભુમાર્ગમાં વિહરતા મુનિવરનું દર્શન એ કેવું અને કેટલું આનંદપ્રદ છે, એ આજ્ઞા સુવિહિત મુનિદર્શનથી ઈરાદાપૂર્વક બેદરકાર બનીને વિમુખ બનેલા આત્માઓએ આ ઉપરથી ખૂબખૂબ સમજ્જાનું છે. તાજો પરણીને આવેલ છે, દેવાંગના જેવી ધર્મપત્ની સાથે જ બેઠેલ છે અને આનંદપૂર્વક પોતાના નગર તરફ પ્રયાણ કરી રહેલ છે : એટલે કે ભરયુવાની છે. દેવાંગના જેવી ભાર્યા પાસે જ બેઠેલી છે, સંસારીને માટે તો ખાસ આ આનંદનો સમય છે,
તેવા સમયમાં મુનિ દૃષ્ટિએ આવ્યા કે તરત જ શ્રી વજ્રબાહુને મેઘ ક દેખાવાથી મયૂરને જેવો હર્ષ ઉત્પન્ન થાય તેવો હર્ષ ઉત્પન્ન થયો, વંદન
કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. ખરેખર, ઉત્તમકુળની પ્રાપ્તિ અને તે કુળના શુદ્ધ આચારોની જે સેવા, એ વસ્તુ જ કોઈ જુદી ચીજ છે. મુતિ સામે મળે તો વંદન વિના શ્રાવક ન જ જાય. રસ્તામાં મંદિર આવે તો શ્રાવક દર્શન કર્યા વિના જાય નહિ.
Page #25
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ કુળ અને તે કુળના શુદ્ધ આચારોની સેવાના યોગે જ છે મેઘને જોઈને જેવો મયૂરને આનંદ થાય તેવો આનંદ મુનિના દર્શનથી (1) શ્રી વજબાહુને થયો, તરત ઉદયસુંદર પાસે રથને ઉભો રખાવીને શ્રી રે વજબાહુએ કહ્યું કે, “ખરેખર જ આ કોઈ પણ મહાત્મા છે, મહામુનિ વંદન કરવાને યોગ્ય જ છે અને ચિંતામણિરત્ન જેમ મહાપુણ્ય વિના છું. અલભ્ય છે, તેમ આવા મહાત્માનું દર્શન પણ મહાપુણ્ય વિના - અલભ્ય છે માટે મહાપુણ્યના યોગે જ મને આવા મહામુનિનું દર્શન થયું છે.”
શું કુળદિપક તરીકેની નામના કાઢવા ઈચ્છનારાઓ શ્રી વજબાહુની આ દશા અને તેમણે કહેલા આ ઉદ્ગારો ઉપર વિચાર કરવાની પણ ફુરસદ લેશે કે? જૈનકુળના કુળદિપક બનવા માટે તો આવી દશા અને આવા જ ઉદ્ગારો જોઈએ, પણ બીજા નહિ જ. મુનિ તરફ કુદૃષ્ટિ, એ પોતાના કુળને કલંકિત કરનારી દૃષ્ટિ છે અને મુનિઓ માટે યદ્વા-તદ્દા ઉદ્ગારો એ પોતાની જાતને લજાવવા બરાબર છે. શ્રી જૈનશાસનના મુનિઓ તો જીવનનૌકાને સુખપૂર્વક ? સંસારસાગરના કિનારે પહોંચાડનારા સાચા કર્ણધારો છે. તેવા તારકો સામે ઉલટા વિચારો કરવા એ વિના કારણે આ અમૂલ્ય માનવ જીંદગી બરબાદ કરવા જેવું છે. શ્રાવકકુળમાં માનવ જન્મ પામવા છતાં પણ સંસારસાગર પરથી તરવાનો ઉપદેશ આપનારા નહિ ગમે, તો પછી ક્યાં અને ક્યારે ગમશે ? શ્રાવકકુળની મહત્તા મોક્ષમાર્ગની આરાધનાને જ આભારી છે. આ વાત ખાસ ખ્યાલ રાખવા જેવી છે. શ્રાવકકુળમાં જન્મ્યા પછી મોક્ષમાર્ગ આરાધવાની અરુચિ, એ ખરેખર જ ભયંકર પાપોદય છે. એવા ભયંકર પાપોદયથી બચવા માટે આવા દૃષ્ટાંતો શ્રી જિનેશ્વરદેવના કથાસાહિત્યમાં થોકબંધ છે, માટે એવા પરમ ઉપકારક દૃષ્ટાંતોનું શ્રવણ, ચિંતન-અનુકરણ કરી તેવા ભયંકર પાપોદયથી બચવું એ જ આ શ્રાવકકુળ પાયાની સાચી સાર્થકતા છે.
ઉત્તમ કુળનો
અનુયમ મહિમ....૧
Page #26
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
८
........રામ-લક્ષ્મણને
××
પરંતુ આજે તો શ્રાવકકુળની પ્રાપ્તિની સાર્થકતા પણ બીજી જ વસ્તુઓની પ્રાપ્તિમાં કેટલાકોએ માની લીધી છે, અન્યથા, જ્યાં કેવળ ત્યાગનાં જ વહેણ વહેવા જોઈએ અને જ્યાં આવીને શ્રાવકો કેવળ ત્યાગ સરિતામાં ઝીલવા ઈચ્છે, ત્યાંથી અર્થ-કામના ઉપદેશ સાંભળવાની એક સ્ફુરણા સરખીય કેમ થાય ? અને આવી શ્રી વીતરાગ ભગવંતની પાટ પર બેસીને ત્યાગમાર્ગને બદલે એના નાશક એવા અર્થ-કામનો ઉપદેશ પણ કેમ અપાય ? માટે ભાગ્યવાનો! સમજો કે શ્રાવક જીવનની મહત્તા વિરતિની ઉપાસનામાં રહેલી છે, અને તેમાં શ્રી વજ્રબાહુ જેવાના દૃષ્ટાંતો આદર્શરૂપ રાખી વિચારણીય છે.
પરંતુ આ બધુંય તે જ પુણ્યાત્માઓને માટે છે કે જેઓ પોતાના શ્રાવકપણાને સફળ કરવા ઇચ્છે છે અને શ્રી જ્ઞેિશ્વર દેવની આજ્ઞામાં જ દૃઢ શ્રદ્ધા ધરાવે છે.
સાળા અને બનેવીનો પ્રેરણાદાયી સંવાદ
આપણે જોઈ ગયા શ્રી વજ્રબાહુ મનોરમાને પરણીને પોતાની તે પત્નીના ભાઈ ઉદયસુંદર આદિની સાથે પોતાની તે પત્નીને લઈને, પોતાના નગર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રયાણ કરતાં માર્ગમાં આવેલા વસંત પર્વત ઉપર મોક્ષમાર્ગનું નિરીક્ષણ કરતા હોય તેમ ઉંચે જોતા, આતાપના લેવામાં તત્પર અને તપશ્ચર્યા કરતા શ્રીગુણસાગર નામના મહામુનિને જોયા અને તેથી મયૂર જેમ મેધના દર્શનથી નાચી ઉઠે, તેમ શ્રી વજ્રબાહુ કુમાર નાચી ઉઠ્યા અને એકદમ વાહનને અટકાવી બોલ્યા કે ‘ખરેખર જ આ કોઈ મહાત્મા છે, આ મહામુનિ વંદ્ય જ છે અને ચિંતામણિ જેવા આ મહર્ષિનું દર્શન મહાપુણ્યોદયના યોગે જ થયું છે.' આવું કથન શ્રી વજ્રબાહુના મુખથી શ્રવણ કરીને, શ્રી ઉદયસુંદરે શ્રી વજ્રબાહુને પ્રશ્ન કર્યો કે, ભાર ! વં માહિલ્સસે પરિવ્રન્યાં ! “કુમાર ! શું આપ દીક્ષાને ગ્રહણ કરવા ઇચ્છો છો ?”
Page #27
--------------------------------------------------------------------------
________________
ભાગ્યવાનો ! આ પ્રસંગ ઘણો જ વિચારણીય છે. કારણકે જે ? સમયે શ્રી વજબાહુ ખરેખર જ આ કોઈ મહાત્મા છે, મહામુનિ વંઘ લો કે જ છે અને આવા ચિંતામણિ જેવા આ મહર્ષિનું દર્શન મહાપુણ્યોદયે તે થયું છે. આ પ્રમાણે બોલ્યા, તે સમયે શ્રી વજબાહુના અંતરમાં દીક્ષા લેવાના પરિણામ ન હતા, પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા આત્માના અંતરમાં દીક્ષાની ભાવના તો અહર્નિશ જીવતી ને જાગતી જ હોય છે. આ ભાવનાના જ પ્રભાવે, શ્રી ઉદયસુંદરનો ઉપરનો પ્રશ્ન સાંભળતાંની સાથે જ શ્રી વજબાહુએ એકદમ ઉત્તર આપતા ઘણી જ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે,
“મિતિ ને ?” તે પરમતારક પરિવ્રજ્યાને સ્વીકારવાનું મારું ચિત્ત છે." આ ઉત્તર સાંભળીને હાંસીમાં ચઢેલા શ્રી ઉદયસુંદર હાંસીમાં ફરીને કહ્યું उढयो नर्मणा भूयः, प्रोचे यद्यस्ति ते मनः । तदद्य मा विलंबस्व, सहायोऽहमस्मीह ते ।।
જો એ દીક્ષા લેવાનું આપનું મન છે, તો તે આજે જ સ્વીકારો વિલંબ ન કરો કારણકે હું પણ એ કામમાં આપનો સહાયક છું."
આ સાંભળીને એક મશ્કરીના વચનમાત્રથી જ વૈરાગ્યસંગથી રંગાઈ ગયેલા શ્રી વજબાહુકુમારે શ્રી ઉદયસુંદરને કહ્યું કે, "मर्यादाभिव वारिधिः, मा त्याक्षीः स्वामिमां संधां"
‘જેમ સાગર પોતાની મર્યાદાને તજતો નથી, તેમ તું પણ આ પોતાની પ્રતિજ્ઞાને તજતો નહિ. આવા સ્પષ્ટ કથનના ભાવને પણ નહિ સમજતા શ્રી ઉદયસુંદરે ઉપહાસમાં તે ઉપહાસમાં કહી દૌધું કે, મારેવ.“ઘણું જ સારું."
આ ઉત્તરથી અતિશય પ્રસન્ન થયેલા શ્રી વજબાહુકુમાર જેમ મોહને ત્યજે, તેમ વાહન ઉપરથી ઉતરીને વસંત નામના પર્વત ઉપર ચઢવા લાગ્યા, તેમની સાથે શ્રી ઉદયસુંદર આદિએ પણ ચઢવા માંડયું, શ્રી ઉદયસુંદરે આ સઘળી પ્રવૃત્તિનું ઘણી જ કાળજીપૂર્વક અવલોકન કર્યું અને એ અવલોકનથી શ્રી ઉદયસુંદર સમજી શક્યા છે કે, હું તો મશ્કરી કરું છું. પણ આ તો સાચું જ કરી રહ્યા છે.
ઉત્તમ કુળનો
અનુમ મહિમા...૧
Page #28
--------------------------------------------------------------------------
________________
સ૮૮. ભ૮-૨
10
રિમ-લ
વાહનમાંથી આમની ઉતરવાની ક્રિયા અને પહાડ ચઢવાની ક્રિયા જોતા જરૂર જ શ્રી વજબાહુકુમાર ઉપર જઈને દીક્ષા અંગીકાર કરશે જ. એમ શ્રી ઉદયસુંદરને લાગ્યું.
આથી મોહમગ્ન શ્રી ઉદયસુંદર શ્રી વજબાહુને એકદમ સમજાવી લેવાના હેતુથી કહેવા લાગ્યા કે, વઘાડું મથાવાઢી - ઢીમવાહનનંઢનઃ ? स्वामिन ! मापताजीरद्य, धिङमे नर्माभिभाषिणम् ॥ नर्मोक्तिरावयोरासीत्, को ढोषस्तव्यतिक्रमे । नर्मोक्तिर्न हि सत्यैव, प्रायो धवलगीतवत् ॥ भविष्यसि सहायस्त्वं, व्यसनेष्वखिलेष्वपि । કૃત્યdiાંદેડ મા માં-રમપુનમનોરથાર્ ૪ इदमद्यापि मांगल्यं, तव हस्तेऽस्ति कंकणम् । तद्धिवाहफलं भोगान्, सहसा कथमुज्झसि ।। सांसारिक सुखास्वाद-वंचितेयं मनोरमा । जीविष्यति कथं नाथ !, त्वया तृणवदुज्झिता ॥
“હે સ્વામિન્ ! આપ ઘક્ષા અંગીકાર ન કરો અને મારા ઉપહાસભર્યા કથનને ધિક્કાર હો ! ખરેખર, હે સ્વામિન્ ! આપણી પરસ્પર થયેલી વાતો એ સાચી વાતો ન હતી. પણ આપણી વચ્ચે થયેલી એ નર્મોક્તિ એટલે કુતૂહલની વાતો હતી, માટે તેવી કુતૂહલની વાતોનું ઉલ્લંઘન કરવામાં ઘેષ શું છે ? ઘણું કરીને કુતૂહલની વાતો ધવલગીતની જેમ સત્ય જ હોય એમ નથી હોતું અર્થાત્ જેમ ધવલગીતમાં ગવાતી વાતો ઘણું કરીને સાચી જ હોય છે એમ નથી હોતું. તેમ કુતૂહલની વાતોમાં પણ કહેવાયેલી વસ્તુ સાચી જ હોય એમ નથી હોતું. માટે આપણી વચ્ચે થયેલી વાતોએ સાચી વાતો ન હતી, પણ માત્ર કુતૂહલવી જ વાતો હતી, માટે એ વાતોને સત્ય માનીને તેનો અમલ કરવાની જરૂર નથી. તેથી આપ સઘળાં સંકટોમાં અમને સહાયક થશો. આ પ્રમાણેના અમારા કુળના મનોરથોને પણ આપ અકાળે ન ભાંગી નાખો. વિશેષમાં હે સ્વામિન્ ! હજુ મંગળના ચિહ્નરૂપ આ કંકણ તો આપના હાથમાં જ છે, તે કારણથી વિવાહના ફળરૂપ ભોગોને આપ એકદમ કેમ ત્યજી ઘો છો ? તેમજ હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત અને આપે તરણાની જેમ ત્યજી શૈધેલી મારી બેન આ મનોરમા કેવી રીતે જીવી શકશે?"
દઈ ના
Page #29
--------------------------------------------------------------------------
________________
2200000
આ સંવાદ ઘણો જ વિચારણીય છે. દીક્ષાની વાત જ્યાં સુધી જી કુતૂહલરૂપે ચાલતી હતી, ત્યાં સુધી મોહમગ્ન શ્રી ઉદયસુંદરે આનંદ હતી અનુભવ્યો, પણ જ્યારે એ કુતૂહલની વાતને વાસ્તવિક રીતે સત્યરૂપે છે પરિણમતી જોઈ, ત્યારે મોહમગ્ન શ્રી ઉદયસુંદર મોહના પ્રતાપે કેન્દ્રો મુંઝાઈ જાય છે ? આ ખાસ વિચારવા યોગ્ય છે. ખરેખર જ મોહનો પ્રતાપ કોઈ અજબ જ હોય છે. એ મોહના જ પ્રતાપે આખું ગત મુંઝાઈ ગયેલું છે. મોહના “મહું મમ્' “હું અને મારૂં' આ મંત્રમાં મુંઝાયેલી દુનિયા ખરેખર, અવસરે પીછેહઠ કર્યા વિના રહેતી જ નથી.
આ વસ્તુનો અનુભવ આપણને આ શ્રી ઉદયસુંદરે કરાવ્યો. પણ મોહના વિજ્ય માટે “નાટું- મમ' હું નહિ અને મારું નહિ.' આ મંત્રના જાપને જ કરનારા ગમે તેવા મોહક પ્રસંગની સામે પણ કેવી રીતે ધીર રહી શકે છે અને પોતાની ધીરતા દ્વારા પોતાના નિશ્ચયમાં દઢ રહેવા સાથે સામેના આત્માઓ પણ જો યોગ્ય હોય તો તેઓને પણ પોતાના સાથી કેવી રીતે બનાવે છે, એ વગેરે જોવા છે માટે શ્રી વજબાહુ, શ્રી ઉદયસુંદરે કરેલી દલીલોના પ્રતિકાર સાથે cop કેવો ઉપદેશ આપે છે તે અને તેનું પરિણામ કેવું સુંદર આવે છે, તે 2 ખાસ સમજવું અને જાણવું જરૂરી છે.
પુણ્યશાળી શ્રીવાજબાહુનો સુંદર સદુપદેશ આ પ્રકારે બોલતા અને મોહથી મુંઝાઈ ગયેલા પોતાના સાળાને શાંત કરવા અને વસ્તુસ્વરૂપનો સત્ય ખ્યાલ આપવા માટે પરમ વિરાગી શ્રી વજબાહુ, સુંદર સદુપદેશ આપતા હોય તેમ કહેવા લાગ્યા કે,
સુન્દરં મર્યાદ્ધિો , ને ચારિત્રનલમ્ ”
મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ચારિત્રલક્ષણ સુંદર ફળ છે, એટલે કે આ મનુષ્યભવરૂપી વૃક્ષનું સુંદરમાં સુંદર કોઈ ફળ હોય તો તે ચારિત્ર જ છે."
જૈન કુળમાં જન્મવા છતાં પણ ચારિત્રથી ઉભગી ગયેલાઓએ શ્રી વજબાહુના આ કથનને ખાસ યાદ રાખવા જેવું છે. મનુષ્ય જન્મ
ઉત્તમ કુળનો ર અનુયમ મહિમા...૧
Page #30
--------------------------------------------------------------------------
________________
સંત.... ભાગ-૨
.........રામ-લક્ષ્મણ
પામીને શુ મેળવવા યોગ્ય છે ? એ આ મહાપુરુષના કથનથી ઘણું જ સ્પષ્ટ થઈ જાય છે. અર્થ-કામના ઉપાસકો જો તેઓ સજ્જનતાભર્યું માનવહૃદય ધરાવતા હોય તો તેમને આ કથન ઘણું જ ચાનક લગાડનારું છે.
પણ એટલું જ કહીને આ મહાપુરુષ અટકતા નથી. આગળ વધીને એ મહાપુરુષ તો કહે છે કે
નર્દેશિરવિ, તેમાાસુ, ઘવ પરમાર્થસાત્ । શ્રુત્તિષુ સ્વાતિનીભૂત - વાર મૌત્તિસાહિવ !! त्वत्स्वसा च कुलीना चेत्, तत् प्रव्रज्यां ग्रहीष्यति । નો ચેહસ્યા શિવઃવંયા, મોની પુનરનું મમ तद्व्रतायानुमन्यस्व, मां त्वमप्यनुयाहि नः । कुलधर्मः क्षत्रियाणां, स्व-संधापालनं खलु ॥
“સ્વાતિ નામના નક્ષત્રમાં મેઘનું પાણી છીપોમાં જેમ મોતીરૂપ થાય છે, તેમ તારી નર્મોક્તિ એટલે મશ્કરીની વાણી પણ મારે માટે સર્વ પરમાર્થરૂપ એટલે સર્વ પ્રકારે આત્મકલ્યાણના કારણરૂપ થઈ છે. વળી જો તારી બહેન કુલીન હશે, તો તે મારી પાછળ દીક્ષા અંગીકાર કરશે અને જો તે કુલીન ન હોય તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ, પણ મારે તો હવે ભોગોએ કરીને સર્યુ. એટલે કે મારે તો હવે ભોગો કોઈ પણ રીતે ભોગવવા જ નથી. માટે જ તું હવે મને વ્રત લેવાની અનુમતિ આપ ને તું પણ અમારી પાછળ વ્રતોનો સ્વીકાર કર, કારણકે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુલધર્મ છે."
ભાગ્યશાળીઓ ! વિચારો ! આ એક સુંદર સદુપદેશની ગરજ સારનારા વચનો છે. વિરક્ત આત્માની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? એ આ વચનો સારામાં સારી રીતે આપણને સમજાવે છે. આ વચનો દ્વારા એ સાર નીકળે છે કે.
(૧) મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ શું ?
(૨) સજ્જ આત્માઓની મશ્કરી પણ કેવી હોય. તથા તે સફળ હોય કે નિષ્ફળ ? અને –
(૩) પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા શી ?
Page #31
--------------------------------------------------------------------------
________________
તેમજ(૪) શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ વસ્તુ ઉભી હતી!
થઈ શકે છે. યા કેમ? આ ચારે પ્રશ્નોનો ખુલાસો ઘણી સુંદરમાં સુંદર રીતે થઈ શકે છે.
મનુષ્યજન્મરૂપી વૃક્ષનું ફળ શું? ? પરમ વૈરાગ્યથી વાસિત હયવાળા શ્રી વજબાહુકુમારે જે કહ્યું કે,
“સુન્દર મન્મોઃ પન્ન ઘારમનસામ્ ?”
મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ચારિત્ર લક્ષણ સુંદર ફળ છે, એટલે કે ચારિત્રની પ્રાપ્તિ એ જ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ છે પણ બીજું
નથી."
ઉત્તમ કુળનો
પુણ્યશાળી શ્રી વજબાહુના આ કથનથી મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ શું ? આ પ્રશ્ન હવે ટકી જ શકતો નથી, કારણકે જૈનકુળમાં આત્માનો એ જ એક નિશ્ચય હોય છે કે આ અતિશય દુર્લભ એવા માનવજન્મરૂપી વૃક્ષની પ્રાપ્તિનું સુંદરમાં સુંદર ફળ એજ 8 છે કે, પ્રાપ્ત અગર તો અપ્રાપ્ત એવા ભોગસુખોને લાત મારીને પણ અનંતા શ્રી ક્લેિશ્વરદેવોએ અને તે તારકોની આજ્ઞામાં વિચરતા = પરમમહર્ષિઓએ સેવેલી અને ઉપદેશેલી ભાગવતી દક્ષાનો સ્વીકાર કરવો. અને વિચારવામાં આવે તો એ જ યોગ્ય છે, કારણકે શ્રી ૧૩ | જિનેશ્વરદેવ જેવા પરમ વીતરાગ પરમાત્માના ધર્મથી વાસિત થયેલા હુ જૈન કુળ જેવા કુળને પામીને પણ જીવનને અર્થ-કામની ઉપાસનામાં 8 વેડફી દેવું એના જેવી એક પણ ભયંકર અજ્ઞાનતા નથી. ઉપકારી પુરુષો તો સામાન્ય રીતે મનુષ્ય જન્મને પામીને પણ અર્થ-કામના છે, ઉપાસક બનવું એને અયોગ્ય અને ભયંકર કહે છે, તો પછી તે જન્મ આર્યદેશમાં, આર્ય જાતિમાં અને આર્યકુળ, એમાં પણ શ્રી વીતરાગ પરમાત્માનો પરમત્યાગમય ધર્મ જે કુળમાં ઘણી જ સહેલાઈથી પામી શકાય તેવા જૈનકુળને પામ્યા છતાં પણ જો તે જન્મ અર્થ-કામની જ ઉપાસનામાં વેડફાઈ જાય તો તેની અયોગ્યતા અને ભયંકરતા માટે તો પૂછવું જ શું?
અનુદમ મહિમા..૧
Page #32
--------------------------------------------------------------------------
________________
એવી અયોગ્યતા અને ભયંકરતામાં ફસી પડેલા આત્માઓનું વર્ણન કરતા પરમઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે :
बाल्ये मूत्रपुरीषाभ्यां यौवने रतचेष्टितैः । वार्द्धक्ये श्वासकासाद्यै-र्जनो जातु न लज्जते ॥ ११ ॥ ॥ पुरीषशूकरः पूर्व, ततो मदनर्गदभः जराजरद्गवः पश्चात्, कदापि न पुमान् पुमान् ॥२॥ स्याच्छैशवे मातृमुख - स्तारुण्ये तरुणीमुखः । वृद्धभावे सुतमुखो, मूर्खो नान्तर्मुखः क्वचित् ॥३॥ सेवाकर्षणवाणिज्य पाशुपाल्यादिकर्मभिः । क्षपयत्यफलं जन्म, धनाशाविह्वलो जनः ॥ २४ ॥ ॥ सुखित्वे कामललितै - दुखित्वे दैन्यरोदनैः । नयन्ति जन्म मोहान्धा, न पुनर्धर्मकर्मभिः ॥७॥ अनन्तकर्मप्रचय क्षयक्षममिदं क्षणात् । मानुषत्वमपि प्राप्ताः, पापाः पापानि कुर्वते ॥६॥ झानदशनचारि रत्नमितय भाजने मनुजत्वे पापकर्म, स्वर्णपात्रे सुरोपमम् ॥७॥ लब्धे मनुष्यके स्वर्ग - मोक्षप्राप्तिनिबन्धने । हा ! नरकाप्त्युपायेषु, कर्मसुत्तिष्ठते जनः ॥१८॥ आशास्यते यत् प्रयत्ना दनुत्तर सुरैरपि । तत् सम्प्राप्तं मनुष्यत्वं, पापैः पापेषु योज्यते ॥ ९ ॥
બાલ્યવયમાં પેશાબ અને વિષ્ટા દ્વારા, યૌવનવયમાં કામચેષ્ટાઓ દ્વારા અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને ખાંસી આદિ દ્વારા એ રીતે લોક પોતાની 39 જીંદગીને પસાર કરતા કી લાજતો નથી. પુરુષ પૂર્વાવસ્થામાં પુરીષશ્કર
એટલે જેમ ભૂંડ વિષ્ટામાં જ આનંદ પામે છે તેમ વિષ્ટા ચુંથવામાં જ આનંદ માલે છે, તે પછી મદનગર્દભ એટલે કે કામક્રીડામાં ગધેડા જેવી આચરણા કરે છે. અને તે પછી જરાજરદ્ગવ એટલે વૃદ્ધાવસ્થાએ કરીને જર્જરિત થઈ ગયેલા બળદની જેમ આચરણ કરે છે. આ રીતે પુરુષ (સંસારી જીવ) પૂર્વ અવસ્થામાં
सीता... लाग-२
૧૪
..........राम-लक्ष्मएाने
-
-
,
ܐ
ܐ
Page #33
--------------------------------------------------------------------------
________________
છે.
ilities
ભૂંડ જેવો બને છે. તે પછી ગર્દભ જેવો બને છે અને પછી ઘરડા બળદ જેવો બને છે, પણ કદીય તે પુરુષ નથી બનતો.”
મૂર્ખ મનુષ્ય બાળકપણામાં માતૃમુખ એટલે માતાનું મુખ જોનારો બને છે. તરૂણપણામાં તરૂણીમુખ એટલે સ્ત્રીનું મુખ જોનારો બને છે અને વૃદ્ધાવસ્થામાં સુતપુખ એટલે પુત્રનું મુખ જોનારો બને છે, પણ કદી જ તે અંતર્મુખ એટલે આત્મા તરફ મુખ કરનારો બનતો નથી. અર્થાત્ - મુર્ખ મનુષ્ય બાલ્ય અવસ્થામાં માતાના મુખ સામે જોયા કરે છે. યુવાન અવસ્થામાં સ્ત્રીના મુખ સામે જોયા કરે છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રના મુખ તરફ જોયા કરે છે, પણ તે કદી જ આત્મા તરફ જોતો નથી.”
ધનની આશાથી વિહ્વલ બનેલો માણસ સેવા-નોકરી, કર્ષણ-ખેતી, વાણિજ્ય-વ્યાપાર અને પશુપાલનપણું આદિ કર્મો દ્વારા મનુષ્યન્મને અફલપણે ગુમાવી નાંખે છે. મોહે કરીને અંધ બનેલા આત્માઓ, સુખીપણામાં કામની ચેષ્ટાઓ દ્વારા અને દુઃખીપણામાં દીનતા ભરેલા રૂદનોએ કરીને જન્મ ગુમાવે છે, પણ ધર્મ કર્મો દ્વારા તો નહિ જ. એક ક્ષણવારમાં અનંત કર્મોના સમુહને ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પામેલા છતાં પણ પાપી આત્માઓ પાપોને કરે છે."
“જ્ઞાન, દર્શન અને ચારિત્ર-રૂપી ત્રણ રત્નોના ભાજન રૂપો મનુષ્યપણામાં પાપકર્મની આચરણા, એ સુવર્ણના ભાજનમાં મદિરાપાન બરાબર છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ મનુષ્યપણાને મેળવ્યા છતાં પણ લોક નરકપ્રાપ્તિના ઉપાયરૂપ કાર્યોમાં જ ઉદ્યમશીલ થાય છે. મનુષ્યપણાની પ્રાપ્તિ માટે અનુત્તરસુરો પણ પ્રયત્નપૂર્વક આશા કરે છે, તે સંપ્રાપ્ત થયેલા મનુષ્યપણાને, પાપી આત્માઓ પાપોની આચરણાઓમાં યોજે છે!”
શ્રી જિનેશ્વરદેવના શાસનના પરમપ્રભાવક અને કલિકાળમાં સર્વજ્ઞ સમા આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આ કથનથી સમજી શકાશે કે,
ઉત્તમ કુળનો ર અનુયમ મહિમ...૧
Page #34
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૧૬
........રામ-લક્ષ્મણને
2
૧. કિંમતી માનવજીવન, અવસ્થાને અનુરૂપ ચેષ્ટાઓમાં જ વેડફી નાખવું એ ખરેખર જવિવેકી આત્માઓ માટે લજ્જાસ્પદ છે. ૨. જે પુરુષ બાલ્યકાળમાં વિષ્ટા જેવી માટીમાં રમે છે, તરૂણ અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરે છે અને વૃદ્ધ અવસ્થામાં અનેક જાતિની દુર્બળતાઓથી રીબાય છે, તે પુરુષ કોઈ પણ અવસ્થામાં પુરુષ નથી, પણ તે બાલ્યાવસ્થામાં ભૂંડ છે, યુવાન અવસ્થામાં રાસભ છે અને વૃદ્ધ અવસ્થામાં અતિશય ઘરડો બળદ છે.
૩. મનુષ્ય જન્મને પામ્યા છતાં પણ અંતમુર્ખ નહિ થતા બાળભાવમાં માતાની સામે જોયા કરવું, તરૂણપણામાં યુવાન સ્ત્રીનું મુખ જોયા કરવું અને વૃદ્ધ અવસ્થામાં પુત્રનું મુખ જોયા કરવું એ ડહાપણ નથી પણ મૂર્ખતા છે. ૪. જે લોકો ધનની આશાથી વિહ્વળ બનીને પોતાના જન્મને પરની સેવાઓમાં, કૃષિકર્મમાં તથા અનેક આરંભોથી ભરેલા વ્યાપારોમાં અને પશુપાલનના કર્મમાં વીતાવે છે, તે લોકો પોતાના જન્મને અફ્ળપણે ખપાવી દેનારા છે.
૫. જેઓ પોતાના જન્મને ધર્મકર્મો દ્વારા પસાર કરવાને બદલે સુખીપણામાં કામલલિતો દ્વારા અને દુઃખીપણામાં દીનતાભર્યા રુદનો દ્વારા પસાર કરે છે તેઓ મોહથી અંધ બનેલા છે.
૬. અનંત કર્મોના સમૂહને એક ક્ષણવારમાં ક્ષીણ કરી નાંખે તેવા મનુષ્યપણાને પામવા છતાં પણ જેઓ પાપ કર્મોની આચરણા કરે છે તેઓ પાપાત્માઓ છે.
૭. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના પાત્રરૂપ મનુષ્યપણાને પામવાં છતાં પણ જે આત્માઓ પાપકર્મોને સેવે છે, તે આત્માઓ સુવર્ણના પાત્રમાં મદિરાને ભરનારા છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૮. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ એવા મનુષ્યપણાને છે
પામ્યા છતાં પણ જે લોકો નરકની પ્રાપ્તિના ઉપાયોરૂપ વાત કર્મોમાં ઉદ્યમશીલ થાય છે, તે લોકો ખરેખર જ ખેદ ઉત્પન્ન કરનાર લોકો છે, કારણ કે એવી કાર્યવાહી કરનાર લોકને
જોવાથી હિતચિંતક સત્ત્વોને સાચે જ દુઃખ પેદા થાય છે. ૯. જે મનુષ્યપણાની, અનુત્તર સુરો પણ પ્રયત્નપૂર્વક આશા
કરે છે, તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપકર્મોમાં યોજવું, એ પુણ્યશાળી આત્માઓનું કામ નથી, પણ પાપી આત્માઓનું જ કામ છે.
આ સ્પષ્ટ છે કે દશ દૃષ્ટાંતોથી દુર્લભ એવા માનવભવને પામીને બાળ ચેષ્ટાઓ કરવી, વિષયોને વિવશ બનવું માતા, પત્ની કે પુત્રાદિ પ્રત્યે પ્રેમમગ્ન થવું, લક્ષ્મીને પેદા કરવા માટે અનેક જાતના આરંભાદિમાં ઉધમશીલ બનવું અને નરકની પ્રાપ્તિમાં કારણભૂત એવા અનેક પાપોની આચરણાઓ કર્યા કરવી એ પરમપુણ્યોદયના પ્રતાપે પ્રાપ્ત થયેલા માનવજીવનરૂપ વૃક્ષને સફળ કરવાના ઉપાયો X નથી. પણ તેને નિષ્ફળ બનાવીને ખેદાનમેદાન કરી નાંખવાના જ ઉપાયો છે. એ માનવજીવનરૂપ વૃક્ષને સફળ કરવાના ઉપાયો, તો એ છે કે જીવનને પામી સદ્ગુરુઓના યોગે અંતર્મુખ, એટલે અન્યકોઈના મુખ સામે જોવું એ એક ભયંકરમાં ભયંકર મૂર્ખતા છે એમ માની એક આત્મા અને તેના સ્વરૂપની જ સન્મુખ જોતા થઈ, મુક્તિને જ એક ધ્યેય બનાવી, અર્થ અને કામની આસક્તિથી બચવું, એ અર્થની અને કામની આસક્તિથી બચાવવા માટે જ 8, ધર્મતીર્થની સ્થાપના કરનારા એ જ કારણે પરમઉપકારી એવા શ્રી ? જિનેશ્વરદેવોની સેવામાં જ આનંદ માનવો, એ પરમતારકોની આજ્ઞા મુજબ વર્તવાનો યથાશક્તિ પ્રયત્ન કરનારા એ જ કારણે પાંચ મહાવ્રતોને ધરનારા અને ધીરતાપૂર્વક પાળનારા, સદાય સામાયિકમાં જ એટલે સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનામાં રક્ત રહેનારા અને મહાવ્રતાદિના પાલન
ઉત્તમ કુળો ? અતુમ મહિમા....૧
Page #36
--------------------------------------------------------------------------
________________
સતત ભાગ-૨
રામ-લક્ષ્મણને
માટે જરૂરી એવી જે ભિક્ષાવૃત્તિ તેવી ભિક્ષાવૃત્તિથી જ પોતાની આજીવિકા ચલાવનારા તથા સધળી આરાધનામાં જ રક્ત હોવા છતાં ઉપકાર કરવાની તીવ્રતર ભાવનાના ઉપાસક હોવાથી કલ્યાણના અર્થી થઈને પોતાની પાસે આવતા ભવ્ય આત્માઓને દુર્ગતિથી બચાવી શકે અને સુગતિમાં સ્થાપી શકે તેવા ધર્મનો જ ઉપદેશ આપનારા એવા જે સદ્ગુરુઓ તેઓની સેવામાં રહેવું અને તેઓની કૃપાથી પ્રાપ્ત થતા શ્રી વીતરાગ પરમાત્માના ધર્મની આરાધનામાં
અખંડિત યત્ન કરવો, એટલે કે અનુકંપાદાન અને સુપાત્રદાન ૧૮ સદ્ભાવપૂર્વક દેવું, શીલ અને સદાચારોના નિર્મલ સેવક બનવું,
તૃષ્ણા માત્રનો નાશ કરનાર તપના તપનારા થવું અને પોતાના આત્મા સાથે પરનું પણ ભલું થાય એવી જે મૈત્રી' આદિ ચાર અને ‘અનિત્ય' આદિ બાર તેમજ તેવી પણ બીજી જે સુંદર ભાવનાઓ છે, તે ભાવનાઓના સાચા હદયપૂર્વક્ના ઉપાસક બનવું.
આ ઉપાયોના પ્રભાવે અવશ્ય મનુષ્યજન્મરૂપ વૃક્ષના સુંદર ફળરૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે અને તે દ્વારા મનુષ્ય જન્મરૂપ વૃક્ષને સફળ બનાવ્યા પછી, તે ફળનો અનુપમ આસ્વાદ જ્યાં સદાને માટે કોઈ પણ જાતના ઉપદ્રવ વિના ભોગવી શકાય છે તેવા શાશ્વતપદની પ્રાપ્તિ પણ સહજ છે.
આ સઘળાં ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે, મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ જો કોઈ હોય તો તે એક શ્રી વીતરાગ પરમાત્માએ સેવીને ઉપદેશેલું ચારિત્ર જ છે, તે સિવાય બીજું એક પણ નથી. માટે સઘળાંય મુમુક્ષુઓએ તે એક ચારિત્રની પ્રાપ્તિ અને તે પ્રાપ્ત થયા પછી તેના અખંડિત પાલન માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ભાગ્યશાળીને માટે હાંસી પણ કલ્યાણકારી મોહથી મુંઝાઈ ગયેલા પોતાના સાળા શ્રી ઉદયસુંદરને સદુપદેશ આપતાં પરમવિરાગી શ્રી વજબાહુએ ૧. મનુષ્યન્મરૂપ હું વૃક્ષનું ફળ શું? ૨. સક્ત આત્માઓની મશ્કરી પણ કેવી હોય
તથા તે સફળ હોય કે નિષ્ફળ? ૩. પત્ની હોય તો તેના માટે પણ
Page #37
--------------------------------------------------------------------------
________________
વિરક્ત આત્માની વિચારણા શી ? અને શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ વસ્તુ ઉભી રહી શકે છે યા કેમ?' આ ચારે પ્રશ્નોનો ત સારામાં સારો ખુલાસો કરી દીધો.
તેમાંથી પ્રથમ વાતને આપણે ઘણા જ વિસ્તારથી વિચારી ગયા છીએ અને એના યોગે આપણે એ વસ્તુ સ્પષ્ટ કથનથી સાબિત કરી દીધી છે કે, મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ જો કોઈ હોય તો તે એક શ્રી વીતરાગ પરમાત્માએ સેવીને ઉપદેશેલું ચારિત્ર જ છે, તે સિવાય બીજું એક પણ નથી, માટે સઘળાંય મુમુક્ષુઓએ તે એક ચારિત્રની પ્રાપ્તિ અને તે પ્રાપ્ત થયા પછી તેના અખંડિત પાલન માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
એટલે હવે આપણા માટે ‘મનુષ્યજ્મરૂપ વૃક્ષનું ફળ શું ?’ એ પ્રથમ વાત સિવાયની બાકીની ત્રણ બાબતો જ વિચારવાની રહે છે. આથી હવે આપણે એ જ વિચારીએ કે, ‘સજ્જ આત્માઓની મશ્કરી પણ કેવી હોય તથા તે સફળ હોય કે નિષ્ફળ ?' આ બાબત આપણે શ્રી વજ્રબાહુના સદુપદેશ દ્વારા કઈ રીતે સમજી શકાય છે ? તે જોઈએ.
આ બીજી બાબત સમજવા માટે પ્રથમતો આપણે એજ ફરીથી જોવું જોઈશે, આ બંને પુણ્ય પુરુષોની વચમાં ૧-નર્મોક્તિ એટલે મશ્કરી થવામાં નિમિત્ત શું ? અને ૨-તે થઈ કેવા પ્રકારે ? કારણકે આ જોવાથી જ આપણે એ બાબત સારામાં સારી રીતે સમજી શકીશું.
મશ્કરી થવામાં નિમિત્ત શું ? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે મશ્કરી થવામાં બીજું કશું જ ખાસ નિમિત્ત ન હતું, પણ એક મહાતપસ્વી મુનિવરનું દર્શન-એ જ એ બંને પુણ્યાત્માઓની વચમાં મશ્કરી શરૂ થવાનું નિમિત્ત હતું, કારણકે શ્રી વજ્રબાહુકુમાર ઇભવાહન રાજાની યૌવનમાં પ્રવેશ કરી ચુકેલી પુત્રી શ્રી મનોરમા સાથે પાણિગ્રહણ કરીને પોતાના સાળા શ્રી ઉદયસુંદરની સાથે પોતાના નગર તરફ ચાલ્યા જતા હતા, ત્યાં
ઉત્તમ કુળનો છે અનુપમ મહિમા...૧
Page #38
--------------------------------------------------------------------------
________________
-)cD).
૨0
મિ-લક્ષ્મણને
માર્ગમાં જ વસંત નામના પર્વત ઉપર રહેલા પરમ તપસ્વી શ્રી ગુણસાગર નામના મહામુનિ શ્રી વજબાહુના દૃષ્ટિપથમાં આવ્યા અને એવા મહામુનિ દ્રષ્ટિપથમાં આવતાની સાથે જ મેઘના દર્શનથી જેમ મયૂર આનંદમાં આવી જાય, તેમ આનંદમાં આવી ગયેલા શ્રી વજુબાહુ રથને રોકાવીને એકદમ બોલી ઉઠ્યા કે “અહો ! આ કોઈ પણ મહાત્મા છે, જરૂર આ મહામુનિ વંદન કરવાને યોગ્ય જ છે. ખરેખર, ચિંતામણી જેવા આ મહામુનિનું દર્શન મને મહાપુણ્યના ઉદયથી જ થયું છે.”
મશ્કરી કઈ રીતે થઈ ? શ્રી વજુબાહુના મુખેથી નીકળી રહેલા આવા ઉદ્દગારોથી તેમના સાળા શ્રી ઉદયસુંદરને મશ્કરી કરવાનું મન થઈ આવ્યું અને એથી બોલી ઉઠ્યા કે, “કુમાર ! શું આપ દીક્ષા અંગીકાર કરશો ?” આ પ્રશ્નનો ઉત્તર શ્રી વજબાહુ તરફથી હકારમાં મળતાં જ મશ્કરીના તાનમાં ચઢેલા શ્રી ઉદયસુંદર તાનમાં ને તાનમાં જ બોલી ઉઠયા કે, “કુમાર ! જો આપનું મન એવું જ છે તો એ કામ આજે જ કરો, જરા પણ વિલંબ ન કરો અને એ કાર્યમાં હું આપનો સહાયક છું.”
આવું કથન પોતાના સાળા શ્રી ઉદયસુંદરે કર્યું કે તરત જ પરમ વૈરાગ્યભાવથી વાસિત થયેલા શ્રી વજબાહુ પણ એકદમ બોલ્યા કે, “મહાનુભાવ! ઘણું સારું, જેમ સાગર પોતાની મર્યાદાનો કદી પણ ત્યાગ નથી કરતો, તેમ તું પણ તારી આ પ્રતિજ્ઞાને તજતો નહિ.” મશ્કરીમાં મસ્ત બનેલા શ્રી ઉદયસંદરે શ્રી વજબાહુની આ વાત સામે પણ ભારપૂર્વક હા જ પાડી.
આ અભ્યાસ કરવા જેવો છે મશ્કરીનું આ નિમિત્ત અને મશ્કરીનો આ પ્રકાર, એ ખરેખર જ વિચારણીય છે, કારણકે મશ્કરી માટે આવું નિમિત્ત અને આવો
પ્રકાર સજ્જનો માટે જ સંભવિત છે સામે મળતાં મુનિવરના પણ હું સામે નહિ જેનારા આજના આ જમાનામાં તો આ વસ્તુ
સંભવિત જ નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
ખરેખર, દુનિયા ને અપૂર્વ સુખનું સાધન માને તે રમણીરત્ન છે પોતાની પાસે હોય, એટલું જ નહિ પણ જેની સાથે તાજો જ યોગ હરિ છે થયો હોય તેની હાજરીમાં પર્વત ઉપર રહેલા એક મુનિવરના દર્શન * માત્રથી જેને તે મુનિવરના ચરણકમલમાં શિર ઝુકાવવાનું મન થાય, તે આત્મા કેવો ઉચ્ચ કોટિનો હોવો જોઈએ ? એ વિચારો ! અને હું સાથે-સાથે એ પણ વિચારો કે મશ્કરીમાં પણ “શું આપનું મન દીક્ષા છે લેવાનું છે ? અને જો એમ જ હોય તો તે કાર્ય આજે જ કરો, પણ વિલંબ ન કરો ! કારણકે એ કાર્યમાં હું સહાયક છું.' આ પ્રમાણેના ઉદ્ગારો કેવા આત્માના અંતરમાંથી નીકળે !
આજે તો પ્રાય: આવો પ્રસંગ કર્મબંધનું જ કારણ થઈ પડે, કારણ કે પ્રથમતો આવા પ્રસંગે સામે આવતા મુનિવર તરફ દૃષ્ટિ જાય જ નહિ અને કદાચ અચાનક દૃષ્ટિ મુનિવર તરફ પહોંચી જાય અથવા તો મુનિવર જ દૃષ્ટિ સામે આવી જાય તો પણ અંતરમાં દર્શન કે વંદન કરી લેવાની ભાવના જ પ્રાયઃ નહીં થાય, પણ ઉલટું એમ જ થશે કે આ તો સંસારીઓના ઘર ભેગાવનારા અને લોકોને મુંડી- ૨ મુંડીને વસતિ ઘટાડનારા. ખરેખર, આ સાધુઓ જ દુનિયામાં ઉપદ્રવ ? મચાવનારા છે અને આમ થવાથી હદયમાં રહેલા અને વચન દ્વારા છે, બહાર નીકળી પડતાં ભયંકર ઉદ્ગારોના પરિણામે આજુ-બાજુની જનતામાં કેવળ મુનિનિંદાનું જ કારમું વાતાવરણ પ્રસરી જશે, ત્યાં પછી મુનિદર્શન, દીક્ષા ગ્રહણ અને તેમાં સહાય વગેરેની વાતો તો છે. સાંભળવાની નીકળે જ શાની ?
સાચે જ શ્રી વજુબાહુ અને શ્રી ઉદયસુંદર જેવા પુણ્યશાળીઓની વચમાં ઉપસ્થિત થયેલા મશ્કરીના નિમિત્તનો અને થયેલી મશ્કરીના પ્રકારનો આજના ભણેલા ગણાતાઓએ ખાસ અભ્યાસ કરવા જેવો છે, અને એ અભ્યાસ દ્વારા પોતાની જબાન ઉપર અને લેખિની ઉપર ભારેમાં ભારે અંકુશ મૂકવા જેવો છે, અન્યથા એ બિચારાઓ ચારિત્રભેદિની' વિકથા કરી-કરીને આ અતિશય દુર્લભ એવા માનવજીવનને કારમી રીતે હારી જવાના છે,
ઉત્તમ કુળ
જ અનુપમ મહિમા....૧
Page #40
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
રામ-લક્ષ્મણને
કારણકે સંસારતારક મુનિવરો માટે અઘટિત અને અસંભવિત બોલીબોલીને અને લખી-લખીને અજ્ઞાત જનતાને સન્માર્ગથી ઉભગાવી દેવી એના જેવું એક પણ ઘોર પાપકર્મ નથી.
બાકી એ વાત તો તદ્ન સાચી જ છે કે, સાધુઓ સંસારીઓના ઘર મંડાવનારા નથી જ, એ પુણ્યપુરુષો તો નાશવંતા ઘરોને પોતાના માની લઈને જીંદગીને બરબાદ કરી રહેલા આત્માઓમાં જે જે યોગ્ય આત્માઓ છે, તે-તે, યોગ્ય આત્માઓને આખાએ સંસારની અસારતાનું સાચું ભાન કરાવી જ્યાં આત્માનો શાશ્વત સુખમય વાસ થઈ શકે તેમ છે, ત્યાં પહોંચાડનારા એકના એક અનુપમ અને અજોડ એવા મુનિપણાના માર્ગે જ ચઢાવનારા છે. એથી જ એ પુણ્યપુરુષો સંસારની વસતિને ઘટાડનારા છે એ વાત તદ્ન સાચી જ છે, પણ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, પુણ્યપુરુષો મુમુક્ષુઓની વસતિમાં એકાંતે વધારો જ કરનારા છે, કારણ કે તે પુણ્યપુરુષોની ભાવના તો એ પ્રકારની છે કે,
“શિવમસ્તુ સર્વ નવતર,ઘરહિતનિસ્તા Aવસ્તુતા ? ઢોષ પ્રયાકાશ, સર્વત્ર સુરતી વસ્તુ નોdo: ”
સારાએ જગતનું કલ્યાણ થાઓ, સઘળાંએ પ્રાણીસમૂહ (ભૂતગણો) પરનું હિત કરવામાં અતિશય રક્ત બનો, દોષમાત્ર નાશ પામો અને સર્વત્ર લોકો સુખી છે."
આ જ એક પવિત્રમાં પવિત્ર ભાવના છે. આ ભાવનાના યોગે જગતભરનું અકલ્યાણ કરવામાં જ મચી પડેલી દુનિયામાં, પોતાની સાથે અન્યને પણ પરનું અહિત કરવાના પ્રયત્નમાં જ જોડવાનું કાર્ય કરનારી દુનિયામાં, દોષોને શાશ્વત સ્થાયી બનાવવાના જ કાર્યમાં
મશગુલ બનેલી દુનિયામાં અને સુખાભાસમાં મુંઝવીને ભયંકર હતી. દુઃખના ખાડામાં જ ધકેલી દેવાનો ધંધો કરતી દુનિયામાં, આની સામે
સાધુઓથી ભયંકરમાં ભયંકર ઉપદ્રવો મચતા હોય, તો એમાં એક લેશ પણ શંકા નથી કારણકે સાધુઓ દ્વારા તેમ થવું એ તદ્દન સ્વાભાવિક જ છે અને હોવું જોઈએ, કેમ કે એમ થયા વિના કદી જ
us
Page #41
--------------------------------------------------------------------------
________________
યોગ્ય આત્માઓનો પણ ઉદ્ધાર થયો નથી, થાય પણ નહિ અને થશે પણ નહિ.
આ ઉપરથી તમે એ વાત જરૂર સમજી શક્યા હશો કે, દુર્જનોની દુનિયા અને સજ્જ્ઞોની દુનિયા વચ્ચે આસમાન જમીન જેટલું અંતર હોય છે : એથી સજ્જ્ઞોની મશ્કરી પણ સન્માર્ગે જ ચઢાવનારી હોય પણ ઉન્માર્ગે લઈ જ્વારી ન જ હોય : એજ કારણે દુનિયામાં પણ એક એવી કહેવત પ્રચલિત છે કે
‘જ્ઞાની સે જ્ઞાતી મીલે, કરે તત્ત્વ કી બાત; ગધ્ધેસે ગધ્ધા મિલે, કરે લાતમલાત.'
તો પછી શ્રી વજ્રબાહુ અને શ્રી ઉદયસુંદર જેવા પરમ પુણ્યશાળી પુરુષસિંહો વચ્ચેની મશ્કરીમાં પણ આવી ઉત્તમ વાતો થાય એમાં આશ્ચર્ય શું ? કહેવું જ પડશે કે, કશું જ નહિ.
વધુમાં સામાન્ય સજ્જ આત્માઓ વચ્ચે થયેલી સારી પણ મશ્કરીની વાત કદાચ નિષ્ફળ પણ જાય, પણ વિશિષ્ટ પ્રકારના સજ્જન પુરુષોની વચમાં મશ્કરીરૂપે થયેલી પણ સારી વાત કદી જ પ્રાય: નિષ્ફળ જતી નથી, એનું કારણ એ જ છે કે તે આત્માઓ પોતાનું સાચું બોલેલું અવશ્ય પાળનારા જ હોય છે, એ જ કારણે પુણ્યશાળી શ્રી વજ્રબાહુએ પોતાના ઉપદેશમાં ‘મનુષ્ય જન્મરૂપ ૨૩ વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર છે,' – એમ કહીને: તરત જ એ મહાપુરુષ, પોતાના સાળાને કહ્યું ને સૂચવ્યું કે, “મહાનુભાવ ! સ્વાતિ નક્ષત્રમાં શુક્તિમાં પડેલું, મેઘનું પાણી જેમ મોતીરૂપ થાય છે, તેમ મારા પ્રત્યેની તારી મશ્કરીની વાણી પણ મારા માટે સર્વ પરમાર્થને પમાડનારી થઈ છે, એટલે કે તારી મશ્કરીની ટકોર અને કબૂલાત મારા માટે કલ્યાણકારી શ્રીમતી ભાગવતી દીક્ષાનો સુયોગ કરાવનારી જ નીવડી છે, અર્થાત્ હવે એની વિરૂદ્ધ તારી એક પણ દલીલ કામ આવી શકે તેમ નથી. કારણકે સજ્જ્ઞોની મશ્કરી પણ નિષ્ફળ નથી હોતી પરંતુ સર્વ પ્રકારે સફળ જ હોય છે અને એમાં જ તેઓની સાચી સજ્જનતા છે.”
ઉત્તમ કુળનો
અનુયમ
મહિમ...૧
Page #42
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
રામ-લક્ષ્મણને
મશ્કરી પણ આવી હોવી જોઈએ આ રીતે વિચારતા એ સ્પષ્ટ થઈ જાય છે કે, સજ્જ આત્માઓ પ્રથમ તો મશ્કરી કરનારા જ નથી હોતા અને કદાચ કોઈ પ્રસંગવશ તે પુણ્યાત્માઓ મશ્કરીમાં પ્રવૃત થઈ જાય છે, તો પણ તે પુણ્યાત્માઓની મશ્કરી કોઈને પણ ઉન્માર્ગે ચઢાવનારી નથી હોતી, એટલું જ નહિ પણ સન્માર્ગે ચઢાવનારી હોય છે અને તે પોતાના માટે પણ નિષ્ફળ ન જતા પરિપૂર્ણ રીતે સફળ થઈ, પોતાનો પણ સંસારસાગરથી વિસ્તાર કરનારી જ નીવડે છે અને એ વાત આગળ ચાલતાં આપણને સારામાં સારી રીતે સમજાઈ જશે.
આથી પોતાની જાતને સજ્જનમાં ખપાવવા ઈચ્છનારા પુણ્યાત્માઓએ પોતાના અંતરમાં નિશ્ચય જ કરી લેવો જોઈએ કે, આપણે કદીપણ મશ્કરીની કાર્યવાહીમાં પડવું જ ન જોઈએ અને કદાચ એવો પ્રસંગ આવી જ જાય, તો પણ એવી મશ્કરી તો પ્રાણજો પણ ન જ કરવી કે જેના પ્રતાપે પોતાના આત્માનું અકલ્યાણ થવા સાથે અન્ય આત્માઓ પણ ઉન્માર્ગના મુસાફર બની જાય, એટલે કે મશ્કરી કરવી તો પણ એવી જ કરવી કે જેથી પોતાનો આત્મા નિર્મળ થવા સાથે અન્ય આત્માઓ પણ સન્માર્ગના જ મુસાફર બને.
વિરક્ત આત્માની કેવી ઉત્તમ મનોદશા પરમવૈરાગ્ય રંગમાં ઝીલતા શ્રી વજબાહુના સુંદર સદુપદેશમાંથી ચાર વાતો પૈકીની બે વાતો તો આપણે વિચારીને સુનિશ્ચિત કરી આવ્યા અને હવે, ૩. પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા
શી ? અને ૪. શુદ્ધપ્રતિજ્ઞાના પાલનની સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકે
છે યા કેમ?
આ બે વાતો આપણે વિસ્તારથી વિચારવાની રહી છે. તો હવે હું આપણે જોઈએ કે પત્ની હોય તો પણ વિરક્ત આત્માની વિચારણા
હશી હોય છે?
Page #43
--------------------------------------------------------------------------
________________
આપણે જાણીએ છીએ કે પરમ વિરક્ત શ્રી વજબાહુને શું છે પ્રવ્રજ્યા ગ્રહણના તેમના નિશ્ચયથી ચલિત કરવા માટે છેલ્લામાં હતી છેલ્લા ઉપાય તરીકે શ્રી ઉદયસુંદરે પોતાની બેનને જ, એટલે કે શ્રી 8 વજબાહુની ધર્મપત્નીને જ આગળ કરી છે અને સ્પષ્ટ અક્ષરોમાં કહાં કે, “હે સ્વામીન્ ! આપથી તરણાની જેમ ત્યજાયેલી અને એ જ ઉં કારણે સાંસારિક સુખાસ્વાદથી વંચિત થયેલી આ મારી ભગિની અને ૨ આપની પત્ની મનોરમા કેવી રીતે જીવી શકશે?"
આ પ્રમાણે તેમની પત્નીને સામે ધરીને કહેવા છતાં પણ અજ્ઞાન દયાળુઓ માટે કરૂણ અને વિષયાસક્ત આત્માઓ માટે હૃદયવેધક એવા આ શબ્દોની શ્રી વજબાહુ ઉપર કશી જ અસર થતી નથી એટલું જ નહિ પણ શ્રી વજબાહુ પોતાની તે ધર્મપત્ની સામે જોયા વિના જ એક પરમવૈરાગી આત્માને છાજતી રીતે જ, તદ્દન નિર્મમપણે અલ્પ શબ્દોમાં પણ સુંદરમાં સુંદર જવાબ આપે છે.
એ જવાબ ઉપરથી જ સમજાઈ જશે કે પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા શી હોય છે ? કારણકે તે પોતાની બેનને આગળ કરીને બોલતા શ્રી ઉદયસુંદરને શ્રી વજબાહુએ જવાબ આપતા કહ્યું છે કે, “હે મહાનુભાવ ! જો તારી બહેન કુલીન હશે તો તે દીક્ષા અંગીકાર કરશે અને જો તે તેવી નહ. હોય તો તેનો માર્ગ કલ્યાણકારી હો, પણ હવે મારે તો ભોગોથી સર્યું જ.”
મહાનુભવો ! વિચારો કે આ ઉત્તરમાં કેવી ઉત્તમ મનોદશા છે? વિચારશો તો સમજાશે કે સાચા વિરક્ત આત્માઓની મનોદશા જ કોઈ અજબ પ્રકારની હોય છે અને એના યોગે તે આત્માઓ ગમે તેવા પ્રસંગોમાં પણ રાગીઓના રાગથી રંગાઈ પોતાના પરિણામમાંથી ચલાયમાન થતા નથી. એ જ કારણે શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકે યા નહિ? આ પ્રશ્નનું સ્પષ્ટીકરણ પણ થઈ જાય છે અને એ વાત નિશ્ચિત થઈ જાય છે કે શુદ્ધ પ્રતિજ્ઞાના પાલન સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકતી નથી.
ઉત્તમ કુળનો જ અજુથમ મહિમા....૧
Page #44
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
૨૬
રામ-લક્ષ્મણને
શુદ્ધ પ્રતિજ્ઞાનું પાલન એજ પરમધર્મ છે. આ વાતની સાબિતી માટે આ દુનિયામાં પણ અનેક દૃષ્ટાંત છે. શ્રી ક્લેિશ્વરદેવનું શાસન
તો એ દૃષ્ટાંતોની કદિપણ ન ખૂટે તેવી ખાણ છે અને એ ખાણમાનું " જ આ પણ એક દૃષ્ટાંત છે. શુધ્ધ પ્રતિજ્ઞાતા પાલનમાં ખુદ ભગવા
શ્રી મહાવીરદેવના જીવનમાંથી પણ અનેકાનેક પ્રસંગો મળી શકે તેમ છે. તેમાંનો એક જ પ્રસંગ આપણે લઈએ.
ભગવાન શ્રી મહાવીરદેવના જીવનનો પ્રસંગ પ્રાય: તમે જાણતા જ હશો કે પોતાની સુધર્મા નામની સભામાં પોતાના પરિવારથી પરિવરેલ અને સિંહાસન ઉપર વિરાજેલા ઇંદ્રમહારાજાએ અવધિજ્ઞાનના યોગે એક રાત્રિની મહાપ્રતિમામાં ઉભેલા ભગવાન્ શ્રી મહાવીરદેવને જોયા અને જોઈને પ્રસન્ન થયેલા ઇંદ્ર મહારાજાએ વિધિ મુજબ વંદના-સ્તવના કરી અને એ પછી આખીએ સભાને ઉદ્દેશીને કહયું કે
મો મોઃ સર્વેઓ સૌઘર્મ - વાસિનસ્મિઢશોત્તમા ' श्रुणुत श्री महावीर - स्वामिनो महिमादभूतम् ।।१।। दधानः पञ्च समिती - गुप्तित्रयपविनितः । શોઘમાનમાથાનોમાં - નમસૂતો નિરાશ્રવઃ ૨? ઢળે ક્ષેત્રે વાને , ભાવે પ્રતિબંઢથ: रुक्षकपुढ्गलन्यस्त - नयनो ध्यानमास्थितः ॥३॥ મમરસુરેઈઢ - રક્ષા મૌર્નર: સેનોવના શવયેત, ધ્યાનાઘનયતું ન ૪ રસ
“હે સઘળાં સૌધર્મમાં વસનારા ઉત્તમ દેવો ! તમે શ્રી મહાવીરસ્વામી ? ભગવંતના અદ્ભૂત મહિમાને સાંભળો. “પાંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ - ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ-માન-માયા અને લોભથી પરાભવ નહિ પામેલા, 9 પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આશ્રવોથી રહિત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને (ાં ભાવમાં અપ્રતિબદ્ધ બુદ્ધિને ધારણ કરનાર ભગવાન્ શ્રી મહાવીરદેવ એક રૂક્ષ
પુદ્ગલ ઉપર પોતાના નેત્રોને સ્થાપીને ધ્યાનમાં સ્થિર રહ્યાા છે. આ રીતે ધ્યાનમાં સ્થિર રહેલા ભગવાનને ચલાવવા એ નથી તો દેવોથી શક્ય કે નથી તો
Page #45
--------------------------------------------------------------------------
________________
અસુરોથી શક્ય, નથી તો યક્ષોથી શક્ય નથી તો રાક્ષસોથી શક્ય, નથી તો છે નાગકુમારોથી શક્ય, કે નથી તો મનુષ્યોથી શક્ય : અર્થાત્ ત્રણેય લોક ભેગા 0 થાય તો પણ ધ્યાનમાં સ્થિર રહેલા પ્રભુને ચલાયમાન કરવા એ શક્ય નથી."*
આ પ્રકારની સ્તવના સાંભળીને સુધર્મા ઇંદ્રનો એક સામાજિક સંગમ નામનો દેવ કે જે અભવ્ય હતો તે ભગવાન્ શ્રી મહાવીરદેવ જેવાની ઈંદ્ર મહારાજા જેવાએ કરેલી પ્રશંસાને પણ ન સહી શક્યો અને એ કારણે કોપાણ થઈને તે પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવા માટે એકદમ જયાં ભગવાન હતા ત્યાં આવ્યો અને એક રાત્રિમાં તેણે ભગવાન ઉપર વીસ ઘોર ઉપસર્ગો કર્યા. તેમાંના એક ઉપસર્ગમાં તે સુરાધમે ભગવાનના પિતા સિદ્ધાર્થમહારાજા અને માતા ત્રિશલાદેવીને તેમનું રૂપ વિકુવને તે રૂપ દ્વારા દીનસ્વરે વિલાપપૂર્વક કહેવરાવ્યું કે
किमेतद्भवता तात! प्रक्रान्तमतिदुष्करम् । प्रव्रज्यां मुञ्च मास्माकं, प्रार्थनामवजीगणः ॥ वृद्धावशरणावावा, त्यक्तवानन्दिवर्धनः । त्रायस्वेति स्वरैर्दीन-दीनै =लपतां च तौ ।।
“હે વત્સ ! તે અતિ દુષ્કર એવું આ શું આરંભ્ય છે? દીક્ષાને તું મૂકી દે ! અમારી પ્રાર્થનાની અવગણના તું ન કર ! વૃદ્ધ અને અશરણ એવા અમારો નંદીવર્ધને ત્યાગ કર્યો છે માટે તું અમારું રક્ષણ કર !" આ પ્રમાણે તે માતાપિતા હીન-ઘનસ્વરે વિલાપ કરવા લાગ્યા.
આ પ્રમાણે વિલાપ કરવા છતાં પણ ભગવાન્ એક લેશ પણ ચલિત થયા નથી પણ પોતાના ધ્યાનમાં સ્થિર જ રહ્યાા છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે શુદ્ધ પ્રતિજ્ઞાની સામે માતાપિતાના વિલાપની પણ કિંમત ગણવામાં નથી આવતી. આવાઆવા અનુપમ પ્રસંગો એ તો શ્રી જિનેશ્વરદેવોના જીવનમાંથી અનેક મળી શકે છે અને પરમતારકોનું શાસન તો એવા પ્રસંગોથી જ ઉભરાતું હોય છે એટલે એ શાસનને પામેલા આત્માઓ શુધ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ તુચ્છ વસ્તુને ઉભી ન રહેવા દે !
ઉત્તમ કુળનો અનયમ મહિમત....૧
Page #46
--------------------------------------------------------------------------
________________
. ભcગ-૨
સી
રામ-લક્ષમણને
કલ્યાણકર પ્રવૃત્તિની આડે કોઈ આવી શકે જ નહિ
શ્રી વજુબાહુ પણ પ્રભુશાસનને પામેલા જ છે અને એથી જ મનોરમાના સંબંધમાં ઉચિત ઉત્તર આપીને પોતાનો વિચાર હવે કોઈ પણ રીતે ભોગોને આધીન થવાનો નથી એમ જણાવી દઈને સાફ સાફ શબ્દોમાં શ્રી ઉદયસુંદરને જણાવી દે છે કે મેં કહેલા બીજા સઘળાં જ અયોગ્ય વિચારોનો ત્યાગ કરીને દીક્ષા માટે તું મને અનુમતિ આપ અને તું પણ મારો અનુયાયી થા, એટલે કે મારી સાથે
દીક્ષા અંગીકાર કર, કારણકે ક્ષત્રિયોનો એ કુલધર્મ છે કે પોતાની ૨૮, પ્રતિજ્ઞાનું નિશ્ચયપૂર્વક પાલન કરવું.'
આથી સમજાઈ જશે કે વિરક્ત આત્માઓ જો સાચા વૈરાગી બન્યા હોય, તો તેઓ પોતાની પત્ની ખાતર પોતાના વૈરાગ્યને હાનિ નથી પહોંચાડતા પણ પોતાના તે ગુણને સાર્થક કરવામાં સજ્જ રહે છે અને એમ જ વિચારે છે કે તે જો કુલીન હશે તો જરૂર મેં અંગીકાર કરેલા કલ્યાણકારી માર્ગનો આશ્રય કરશે અને પોતાનું પણ કલ્યાણ સાધશે અને જો તે અકુલીન હશે તો તેનો વિચાર કરવો એ પણ અયોગ્ય છે કારણકે કુલીન માટે જેમ ખોટાની આશા રાખવી ખોટી છે તેમ અકુલીન માટે સારાની આશા રાખવી એ પણ ખોટી છે. મોટાભાગે એવું હોવાથી વૈરાગ્યના સ્વરૂપને, ફળને અને પરિણામને જાણનારા પુણ્યાત્માઓ કદી જ પત્નીઓ ખાતર પોતાના આત્મહિતને જતું કરતા નથી, કારણકે ક્લેિશ્વરદેવોએ ફરમાવેલા એ આત્મહિતકર માર્ગનો આશ્રય કરવાથી સામાન્ય રીતે એ અનંતાનંત આત્માઓને અભયદાન મળવા સાથે જેમ વિશેષરૂપે પોતાનું હિત
થાય છે તેમ અનેક અન્ય આત્માઓનું પણ હિત થાય છે, એ જ ?િ કારણે એવા સ્વ-પરનું કલ્યાણ કરનારા માર્ગની આડે કોઈને પણ 8 આવવા દે એવી મનોદશા વૈરાગી આત્માઓની હોતી જ નથી.
અને એવી ઉત્તમ મનોદશામાં વિહરતા તે પુણ્યાત્માઓ પોતાની શુદ્ધ એટલે કે પ્રભુ માર્ગને અનુસરતી જે પ્રતિજ્ઞા, તેના પાલનની આડે કોઈપણ તુચ્છ વસ્તુને ઉભી રહેવા દેતા જ નથી, એ કારણે
2000 amTDO)
Page #47
--------------------------------------------------------------------------
________________
એવાઓની સામે અજ્ઞાનીઓના અજ્ઞાન ઉધમાતો કારમી રીતે નિષ્ફળ જવાને જ સરજાયેલા હોય છે. જો અજ્ઞાનીઓના અજ્ઞાન હરિ ઉધમાતથી પુણ્યાત્માઓ શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનમાં પામર બને તો ? સમજી જ લેવું જોઈએ કે વિશ્વમાં સત્ય જીવી શકે જ નહિ પણ એ કોઈ કાળે જેમ બન્યું નથી તેમ બનતુંય નથી અને બનશે પણ નહિ.
એ વાત એવી સુનિશ્ચિત છે કે એને કોઈ જ કશી પણ અસર : નિપજાવી શકે તેમ નથી. આથી દરેકે મને કે કમને માની લેવાની જરૂર છે કે ધર્માત્મા સજ્જનોની શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે વિશ્વની કોઈપણ વસ્તુ કદી ઉભી રહી શકીય નથી અને ઉભી રહી શકવાની પણ નથી.
સુંદર સદુપદેશનું સુંદર પરિણામ આપણે જોઈ ગયા કે શ્રી વજબાહુએ ઘણો જ સુંદર સદુપદેશ શ્રી ઉદયસુંદરને ઉદ્દેશીને આપ્યો અને શ્રી વજબાહુની યુક્તિસંગત વચનોથી શ્રી ઉદયસુંદર તો મૌન જ થઈ ગયા. શ્રી ઉદયસુંદરને બોલતા નહોતું આવડતું એમ ન હતું પણ એ સમયે આજનો કહેવાતો વિજ્ઞાનવાદ નહોતો અને આજના જેવો ઉન્મત્ત બનાવનારો યુક્તિઓનો સમુહ ઉત્તમકુળની મહત્તા સમજનારાઓમાં નહોતો કે 2, જેથી મનુષ્યપણું નિષ્ફળ ચાલી જાય, અ શ્રી ઉદયસુંદરમાં મનુષ્યપણું વિકસિત હતું, એના યોગે એ પુણ્યશાળીમાં સામાવા ભાવ સમજવાની શક્તિ પણ હતી, એટલે એવા મહાપુરુષો ખોટી રીતે આડાઈ ન જ કરે, સામાની દલીલ તોડી શકાય તેવો ઉત્તર દે, પણ વિતંડાવાદ કરી વિગ્રહને વધારે નહિ.
વળી આ બધું મનોરમાએ પણ સાંભળ્યું છે, છતાં તે તો બોલતી જ નથી. વિચારો કે વૈરાગ્યની વાત છે, છેવટની અણીની વાત છે છતાં પણ તે બોલતી નથી, કારણકે તે કુળવધૂ હતી અને કોઈપણ કુળવધૂ મોટે ભાગે આવા પ્રસંગે સામે બોલે જ નહિ. કુળવધૂતા પહેરવેશની મર્યાદા પણ એવી જ હોય કે એવુ મુખ પણ કોઈ પુરુષ ન જોઈ શકે, એ જેવી–તેની સાથે વાત પણ ન કરે,
ઉત્તમ કુળનો જ અનુયમ મહિમ....૧
Page #48
--------------------------------------------------------------------------
________________
સ૮૮. ભાગ-૨
એવી યોગ્ય મર્યાદાના પાલનમાં જ આત્માનું શ્રેય: છે. જમાનાના બહાને ઉત્તમ મર્યાદાને પણ ગાંડી કહેનારાઓ ખરેખર જ ગાંડા છે, કારણકે ઉત્તમ મર્યાઘએ તો ઘણાય યોગ્ય આત્માઓને બચાવ્યા છે, અને એવી મર્યાદામાં બચાવવાનો ગુણ પણ છે. શ્રી વજબાહુની દલીલોમાં પોતાના માટેની થયેલી કુલનપણાની અને અકુલીનપણાની વાતથી મનોરમાના અંતરમાં એક શલ્ય ઉભું થયું, પણ એથી તે મૂંઝાતી નથી કે પતિ મને પૂછે કેમ નહિ ?' એવો અકુલીનપણાને
છાો હક્ક પણ કરવાને તે લલચાતી નથી, એટલું જ નહિ પણ ૩પોતાના પતિને પોતાના તુચ્છ સ્વાર્થની ખાતર હિતકર પ્રવૃત્તિના
નિશ્ચયમાંથી પાછા પાડવાનો ઈરાદો પણ તે નથી કરતી. ઉલટું પોતે પતિના માર્ગનો આશ્રય લેવાનું જ વિચારે છે.
સાચી ધર્મપત્નીઓની ફરજ ખરેખર, પતિ જો ઉન્માર્ગે જ સ્તો હોય તો ઉન્માર્ગે જતા પતિને બચાવવા માટે સાચી ધર્મપત્ની સિહણ જ થાય, પણ જ્યારે પોતાનો પતિ સન્માર્ગે જ જાય ત્યારે સાચી ધર્મપત્ની પોતાના પતિની અનુયાયિની જ થાય. આ શિષ્યવચનને ખરેખર જ મનોરમા સાચી પાડવાને ઈચ્છે છે અને ઈચ્છે જ, કારણકે સતીઓનો તે પરમધર્મ જ છે.
પિતાના વચનની ખાતર જ્યારે શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે કંઈ તે સીતાજીને પૂછવા નહોતા ગયા કે હું વનવાસ જાઉં કે નહિ ? કારણકે સીતાજી ના પાડે તો પણ કંઈ શ્રી રામચંદ્રજી પિતાજીના વચનને પાળવામાં પાછા પડે તેમ ન હતા, કેમકે શ્રી રામચંદ્રજી જેવા પિતાજીના હતા, તેવા પત્નીના ન હતા. જો કે વાત
આજના જમાનાવાદીઓને ખટકશે ખરી, પણ એથી કાંઈ એ સત્ય જ છૂપાવાય તેમ નથી જ. વળી સીતાજીને પણ “પતિ વનવાસ જાય
છે” એવા સમાચાર મળ્યા કે તરત જ તે પતિની પાછળ વનવાસે
ચાલી નીકળે છે, પણ મને પૂછ્યા વિના એમને જવાનો હક્ક જ શો?' હું એવો વાંધો લેવામાં સીતાજીએ ડહાપણ નહોતું માન્યું, કારણકે એ
મહાસતી હતા.
Page #49
--------------------------------------------------------------------------
________________
એ જ રીતે મહાસતી મનોરમા પણ એ જ વિચારે છે કે મારા $ પતિ મને સંયમ લેવાનું નથી કહેતા, પણ એ પોતે સન્માર્ગે જઈ મને હરિ એ સન્માર્ગે જવાનું સૂચવે છે. આથી શ્રીમતી મનોરમાને ખોટું નથી હું લાગતું, કારણ કે સાચા સતીધર્મને પીછાણનારી ધર્મપત્નીઓની ફરજ જ એ છે કે પતિના સન્માર્ગમાં વિધ્વરૂપ ન થતાં અનુયાયિની થઈને સહાયક થવું અને ઉન્માર્ગે જ્યા પતિને ઉન્માર્ગે જતાં જ અટકાવવાના ઈરાદાથી સિંહણ જેવું બનવું.
પણ આજની દશા તો એથી તદ્દન વિચિત્ર છે. જો એમ ન હોય તો કહો કે ઉન્માર્ગે જતા પતિને આજે કેટલી સ્ત્રી રોકે છે ? શાની રોકે? કારણકે ઉન્માર્ગે જવામાં જ જ્યાં આનંદ મનાય, ત્યાં રોકે કોણ ? એટલે આજે તો સન્માર્ગે જાય ત્યાં જ બધી પંચાતો ઉભી થાય છે.
પરમતારક શ્રી જૈનશાસનને જેઓ માનતા હોય તેઓને માટે જ આ બધી વાતો છે. હો, જેઓ ન માનતા હોય તેઓને માટે નહિ, કારણકે જેઓને પ્રભુશાસન ન ગમે તેઓને માટે આવી વાતો રસદાયક નથી જ કારણકે જેને શ્રી જિનેશ્વરદેવ ન ગમે, પરમતારક શ્રી જિનશાસન ન ગમે, એ અનુપમ શાસનની અનુપમતાનું સમર્થન કરતા શ્રી જિનાગમો ન ગમે તેને મહામુસીબતે શુદ્ધ છે આગમોમાંથી મેળવીને કાંઈક-કાંઈક કહેવાય તે પણ કેમ જ ગમે? ૩૧ અને જેને શી જિનાગમ વગેરે ન ગમે, તેઓને અમે ઝમીએ કે હું અમારા વચનો ગમે, એમાં અમારી કિંમત કે પ્રતિષ્ઠા પણ શી બળી છે ? અમારા વચનોથી કે અમારાથી તેઓને પ્રભુશાસન પ્રત્યે પ્રેમ થાય તો જ અમારી કે અમારા વચનની કિંમત ખરી બાકી તો અમારી 2, કે અમારા વચનોની એક ફૂટી કોડીની કિંમત નહિ.
કેવો સુંદર યોગ ! કેવી સુંદર ભાવના ! આ તો એક પ્રાસંગિક જરૂરી વાત કહી. હવે અહીં તો શ્રીમતી મનોરમાએ એવો નિર્ણય જ કર્યો કે પતિ મુકુટ ઉતારે એટલી જ વાર. શ્રીવાજબાહુએ મુનિ પાસે જઈ મુકુટ જેવો ઉતાર્યો કે શ્રીમતી મનોરમાએ પણ પોતાના કંકણ આદિ ઉતાર્યા.
ઉત્તમ કુળ
અનુપમ મહિમ....૧
Page #50
--------------------------------------------------------------------------
________________
સાત ભાગ-૨
તે વખતે શ્રી ઉદયસુંદર પણ વિચારે છે કે બેન જાય, બનેવી જાય, ત્યારે મારાથી કેમ જ રહેવાય ? સાથેના પચીસ રાજકુમારો પણ વિચારે છે કે આપણાથી પણ કેમ જ પાછા જવાય ?
ધ્યાનમાં રાખજો કે સાથેના યુવાન રાજપુત્રો પરમ ૐ ભાગ્યશાળી હોવાથી, આજના ઉન્મત્ત યુવાનોની જેમ મારામારી કરતા નહોતી જ આવડતી !
આ મુનિ વચ્ચે કયાંથી આવ્યા કે આવી ધમાલ થઈ ! અપમંગલીયા મુનિને અહીં માર્ગમાં ઉભા રહેવાનો હક્ક જ શો ? આવું બોલતાં પણ એ પુણ્યશાળી યુવાનોને નહોતું જ આવડતું, કારણકે યુવાનો સર્વોત્તમ પ્રકારના કુળવાન હતા, વસ્તુસ્વરૂપના સારી રીતે જ્ઞાતા હતા, એટલે તેઓ સઘળાંય પરમતારક મુનિવરની ચરણ સેવામાં ઝુકી પડ્યા.
આ આખીયે વસ્તુને પરિમિત શોમાં રજુ કરતાં ફરમાવ્યું છે
છ
રામ-લક્ષમણને
"उदयं प्रतिबोध्यैवं, वज्रबाडुरुपाययौ । સાવાર મુળરાનાં, મહર્ષિ ગુણસાગરમ્ રાજ तत्पाढते वज्रबाहुः परिव्रज्यामुपाढढे ।
યો મનોરમા ઘ, મારા: iવિશતિ : ૨
શ્રી વજુબાહુ શ્રી ઉદયસુંદરને આ પ્રમાણે પ્રતિબોધ પમાડીને ગુણરત્નોના સાગરસમાં ગુણસાગર નામના મહર્ષિ પાસે ગયા અને તે ગુરુની પાસે શ્રી વજબાહુએ દીક્ષા અંગીકાર કરી અને તે જ વખતે શ્રી ઉદયસુંદર, શ્રીમતી મનોરમાએ અને સાથેના પચીસ કુમારોએ પણ તે જ મહિષની પાસે દીક્ષા અંગીકાર કરી.”
ભાગ્યશાળીઓ ! વિચારો કે આ કેવો યોગ ! કેવી ભાવના ! કેવી મનોદશા ! કેવી મશ્કરી ! મશ્કરીનું કેવું પરિણામ! કેવી વૈરાગ્યની સ્થિરતા! કેવો સુંદર સદુપદેશ ! કેવી ધર્મપત્ની ! કેવો સાળો ! અને કેવા સાથીઓ ! આ સઘળું જ વિચારણીય છે. માટે ખૂબ-ખૂબ વિચારજો ! આવા પુણ્યશાળીઓના જીવનનો વિચાર કરવો એ પણ કલ્યાણકારી છે.
6
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનમાં આ તો સ્વાભાવિક જ છે શું આ બધાય કુટુંબ વિનાના, ઘરબાર વિનાના, વાલી કે પરિવાર વિનાના હશે? નહિ જ, પણ શ્રી જૈનશાસનમાં આ કાર્ય તો સ્વાભાવિક જ મનાતું અને માનવું જોઈએ, એટલે કે સાચો વૈરાગ્ય આવ્યા પછી બીજા કોઈ જ વિચારનું પ્રાધાન્ય નથી હોઈ શકતું અને હું હોવું જોઈએ પણ નહિ.
વળી કોઈને એવો પણ પ્રશ્ન થાય કે શું આ બધાય પ્રથમથી વૈરાગ્યવાસિત જ હતા ? તો એનો ઉત્તર શ્રી જૈનશાસનમાં ઘણો જ સ્પષ્ટ સરળ અને સહેલો છે, કારણકે જનશાસન સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે,
“સભ્યઢનપૂતાત્મા, સ્મતે ન કવોઢથી ?” “સમ્યગદર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રમે
નહિ.”
ઉત્તમ કુળ
વિરોધને દૂર ફેંકવો એજ રક્ષક નીતિ. આથી એ વાત સ્પષ્ટ જ છે કે પ્રભુશાસનને પામેલા આત્મામાં સંસાર ઉપરનો વૈરાગ્ય તો બેઠેલો જ છે, એટલે જે સમયે એની સામે ભયંકર આડી દિવાલો ઉભી કરનારા ઘોર પાપાત્માઓ ન હોય તે સમયે તો એ વૈરાગ્યનો પ્રવાહ હેજે-હેજે જેમ વહેતો હોય તેમ વહા જ કરે છે, કારણ કે શ્રી જૈનશાસનમાં તો વૈરાગ્યના પૂર વહેતા ) જ હોય છે. આથી સ્પષ્ટ છે કે સ્વાભાવિક રીતે શ્રી જૈનશાસનમાં રહેલા વૈરાગ્યના પૂર રોકવા માટે દિવાલો ચણવાની ભાવનાવાળાઓ 8 સામાન્ય પાપાત્માઓ નહિ પણ ઘોર પાપાઓ છે, એટલે જે સમયે એવા પાપાત્માઓ જોરશોરથી ઘૂમી રહ્યા હોય તેવા સમયે તો પ્રભુશાસનના એકાંત પૂજારીઓએ વૈરાગ્યની નોબતો એવી રીતે ગડગડાવવી જાઈએ કે એના ગડગડાટથી જ પાપાત્માઓ તેવી દિવાલો ચણી શકે નહિ અને ચણી દીધી હોય તો એની એકે એક કાંકરી ખરી પડે, કારણકે તેમ કરવું એ પ્રભુશાસનના એકાંત પૂજારીઓનો પરમધર્મ છે અને તે અનિવાર્ય છે.
અજુથમ મહિમા....૧
Page #52
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૩૪
..........મ-લક્ષ્મણને
B
તમે એ તો નજરે જોઈ શકો છો કે જનસુખાકારી માટે સડકના બાંધનારાઓ સડકમાં પથરા ઉંચા થાય તો તરત જ એન્જીન લાવી તેને દબાવી દેવાના પ્રયત્નો આચરે છે, કારણકે તેમ કરવામાં ન આવે તો મોટર ભાંગે અને ઘોડા વગેરેને વાગે-આથી પણ સ્પષ્ટ છે કે જયારે આડખીલી આવે ત્યારે તો શાણાઓએ તેને દૂર કરવાના પ્રયત્નો કરવા જ જોઈએ તો વિરોધ થાય ત્યારે હાલ શાસનને આધું મૂકો-એમ કહેનારા જ નીકળે તો શાસન એકવીશ હજાર વરસ ન જ ચાલે, પણ વિરોધને ઉંચકીને આઘો ફેંકી દેનારા નીકળે તો શાસન ચાલે. રક્ષકનીતિ જ એ છે કે વિરોધને દૂર ફેંકવો. એ જ કારણે રેલ્વે કંપનીમાં પણ ડ્રાઈવરનું કામ જ એ કે લાઈન જોયા કરે અને પોર્ટ કે લારી માસ્તર વગેરે વચમાં આવતા પથરા વગેરે દૂર કરે તથા લાઈન ન તૂટે તેની કાળજી રાખ્યા કરે.
સભા પણ સાહેબ ! આજે તો માર્ગમાં પથરા મૂકનારા અને ચાલે તો માર્ગને ઉખેડી નાંખનાર પાક્યા છે ! તેનું કેમ ?
પૂજ્યશ્રી : માન્યું કે એવા પાક્યા છે, પણ એ તો માર્ગના દુશ્મનો છે એટલે એમની પાસે બીજી આશા રાખવી એ ફોગટ છે, પણ જેઓ માર્ગના રક્ષક હોવાનો દાવો કરે છે તેઓની ફરજ શી છે ? એ જ વાત વિચારવાની છે. જેમ રેલ્વેના રક્ષકો એ રક્ષા માટે સાવધ થઈ રેલ્વેના પાટાને હથોડા મારીને સીધા રાખનારા માણસો પણ કાયમ માટે રોક્યા છે કે નહિ ? એ રીતે શાસનના રક્ષકોએ પણ સાવધ થઇને એ જ રીતના સઘળાં સુપ્રયત્નો કરવા જોઇએ કે નહિ? સભા : જરૂર કરવા જ જોઈએ.
તમને ખબર જ હશે કે તોફાન વખતે કંઈક લોકો રેલના પાટા ઉખેડતા, પણ રેલવાળા કામ ચાલુ જ રાખતા એટલે નવા પાટા નંખાવાતા, પણ એમ નહિ કે વાત પડતી મૂકો, કારણકે એમ કરે તો કામ જ ન ચાલે. એ જ રીતે શાસનના પૂજારીઓએ પણ ગભરાયા
Page #53
--------------------------------------------------------------------------
________________
કે મુંઝાયા વિના માનાપમાનની ચિંતા છોડી પ્રભુ આજ્ઞા મુજબ છે પ્રભુમાર્ગની રક્ષાના પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખવા જોઈએ. આ જાત છે બધું કહીને આપણે એ જ કહેવા માંગીએ છીએ કે ક્લેિશ્વરદેવના શાસનમાં વૈરાગ્ય એ કોઈ નવી ઉપજાવી કાઢેલી વસ્તુ નથી પણ સ્વાભાવિક જ વસ્તુ છે.
| સુપિતાની કેવી સુંદર મનોદશા ! શ્રી વજુબાહુના પિતા વિજયરાજાની વિચારણાથી આપણે એ વસ્તુ પણ સારામાં સારી રીતે સમજીએ છીએ કે પિતાપણાની ફરને સમજનારા સુપિતાઓની શ્રી નશાસનની પ્રાપ્તિના પ્રતાપે કેવી સુંદર મનોદશા હોય છે ! એ સમજવા માટે આપણે જોઈએ કે શ્રી વજુબાહુની દીક્ષાના સમાચાર સાંભળીને તે પુણ્યશાળીના પરમપુણ્યશાળી પિતા કેવી જાતની વિચારણા કરે છે !
એ વિચારણાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આ પ્રસંગે જણાવે છે કે
वज्रबाटुं प्रव्रजितं, श्रुत्वा विजयभूपतिः । વરં લીનોવો નહિં,-મિત વૈરાથમાસન્ ?.
પોતાના પુત્ર શ્રી વબાહુને પ્રવ્રજિત થયેલ સાંભળીને વિજય ભૂપતિબાળ એવો પણ આ સારો પણ હું સારો વહિ-આ પ્રમાણે વિચારી વૈરાગ્ય રૂપ
પામ્યા.
ઉત્તમ કુળનો જે અજુમ મહિમ....૧
ભાગ્યવાનો ! શ્રી જૈનશાસનને પામવાથી પિતાપણાની 8 ફરજો સમક્વારા સુપિતાઓની કેવી સુંદર મનોદશા હોવી જોઈએ એ વાતને ખૂબ-ખૂબ વિચારો ! પોતાનો બાળપુત્ર, કે જેને પોતે પરણવા મોકલેલ અને પરણીને પાછો ક્યારે આવે એની રાહ જોઈને બેઠેલા પિતા - 'પરણવા ગયેલા પુત્રે પરણીને પાછા આવતા રસ્તામાં જ મુનિવરનો યોગ પામીને દીક્ષા લીધી'- આવા પ્રકારની વાત સાંભળે અને સાંભળીને ‘આ બાળ પણ સારો પણ હું સારો નહિ. એ પ્રમાણે વિચારે તથા એ પ્રમાણે વિચારીને વૈરાગ્ય પામે એ શું ઓછી વિચારણીય વસ્તુ છે?
Page #54
--------------------------------------------------------------------------
________________
સતા.. ભાગ-૨
રિામ-લક્ષ્મણો
કહેવું પડશે કે – નહિ જ, પણ વસ્તુત: શ્રી જૈનશાસનમાં તો એ વસ્તુ કંઈ જ ખાસ વિચારણીય નથી, કારણકે એવી વસ્તુઓથી શ્રી જૈનશાસન ઓતપ્રોત છે. જે શાસનમાં વીતરાગતા એ જ સાધ્ય હોય, તે શાસનમાં વૈરાગ્ય વાતે-વાતે હોય એમાં આશ્ચર્ય પણ શું છે ? પણ આજે વૈરાગ્યના વૈરી જેવા બનેલા વેષધારીઓ અને નામધારી જેનોના પ્રતાપે એ વસ્તુ ખાસ વિચારણીય થઈ પડી છે, કારણકે આના લોકોના સહવાસમાં આવેલા બાપને, દીકરો સંયમ લીધાની ખબર મળે, તો તે એમ જ વિચારે કે મને હજુ વૈરાગ્ય આવતો નથી અને એને કેમ જ આવે ?" અને એમ વિચારીને એ એકદમ વૈરાગ્યનો વૈરી બનીને ઉઠે તે સંયમધરને સંયમથી પતિત કરવાને જ દોડે ! આવી દશા રાખવી અને પોષવી, તે છતાંય પોતાની જાતને જેન તરીકે ઓળખાવવાના કોડ કરવા કે રાખવા એ યોગ્ય છે.?
એ દશાનો જેમ-જેમ વિચાર કરવામાં આવશે તેમ-તેમ શ્રી ક્નિશાસનને પામનાર આત્માની સુંદર મનોદશાનો ખ્યાલ આપો આપ જ આવશે અને એ ખ્યાલ આવવાથી પોતાની પામર અને વિષયાસક્ત તથા સ્વાર્થોધ દશાનો ખ્યાલ પણ આપોઆપ જ આવશે. પરિણામે સઘળી અયોગ્ય કાર્યવાહીનો ભોગ થતાં બચી જવાશે એ આ જીવનની સાર્થક્તા માટે કંઈ નાનીસુની વાત નથી. માટે જ હું કહું છું કે ભાગ્યશાળીઓ ! આ પ્રસંગને ખૂબ વિચારો અને તમારી પોતાની જાતને તેવી બનાવવાના સઘળાય પ્રયત્નો એવો ! છે કારણકે વેષધારીઓ તથા નામથી જૈન પણ કાર્યવાહીથી તો કરપીણો તારી કરતા પણ ભૂંડા એવા લોકો દ્વારા કારમી રીતે કાળા થઈ રહેલા આ
ભાવપ્રાણોના નાશક વાતાવરણમાં તેમ કર્યા વિના એવી મનોદશા
થવી, થાય તો સચવાઈ રહેવી અને છેવટ સુધી વૃદ્ધિ જ પામ્યા છું કરવી, એમ થવું એ ઘણું જ મુશ્કેલ છે. એ જ કારણે શ્રી
Page #55
--------------------------------------------------------------------------
________________
વિજયરાજાની સુંદર મનોદશાનો ખૂબ જ વિચાર કરો અને એવી છે સુંદર મનોદશાને પામવાના જેટલા શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો હાર, આદરો.
સુંદર મનોદશાનું સુંદર પરિણામ વધુમાં એ વાત પણ જાણવા જેવી છે કે શ્રી વિજયરાજાની સુંદર મનોદશા એવી ઉક્ટ કોટિની હતી કે માત્ર ભાવનારૂપે જ અટકે તેવી ન હતી, પણ જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ લાવ્યા વિના રહે તેવી ન હતી, એ જ કારણે સફળ ભાવનાના સ્વામી શ્રી વિજયરાજા - “આ બાળક પણ સારો પણ હું સારો નહિ.” આટલા વિચારથી અટક્યા નહિ, પણ એ વિચારણાના યોગે વૈરાગ્ય પામ્યા અને,
ततश्च विजयः पुत्रं, राज्ये न्यस्य पुरंदरम् । निर्वाणमोहस्य मुनेः, पार्चे व्रतमुपाढढे १११॥
તે પછી શ્રી વિજયરાજાએ પોતાના પુરંદર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપના કરીને શ્રી નિર્વાણ મોહ નામના મુનિવરની પાસે દક્ષાને 8 અંગીકાર કરી.
ઉત્તમ વડીલનો અનુપમ પ્રભાવ છે, આ રીતે સુંદર ભાવનાને સુંદર પરિણામ સુધી પહોંચાડનારા- ૩૭ મહાપુરુષના યોગ્ય વારસદાર પણ કમ ન જ નીવડે, કારણકે ઉત્તમ હુ વડીલના ઉત્તમ સંસ્કાર યોગ્ય આત્મામાં ઉતર્યા સિવાય રહેતા જ નથી, એ જ વ્યાયે
पुरंदरोऽपि स्वे राज्ये, पृथिवीकुक्षिजं सुतम् । न्यस्य कीर्तिधर, क्षेमंकरर्ण्यन्तेऽभवद्यतिः ॥
પુરંદર રાજા પણ પોતાની પૃથિવી નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ કીર્તિધર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને ક્ષેમંકર ઋષિની પાસે ધક્ષા લઈને સાધુ થયા.
આથી જ હું તમને કહું છું વડીલ બનો તો ઉત્તમ બનો, કે જેથી તમારી પાછળ તમારા વારસદારો પણ પ્રભુધર્મને આરાધનારા
ઉત્તમ કુળનો અનુયમ મહિમ....૧
Page #56
--------------------------------------------------------------------------
________________
અને દીપાવનારા થાય. આવા-આવા પ્રસંગો રામાયણમાં અનેક આવે છે, એથી જ રામાયણને દીક્ષાની ખાણ કહી શકાય તેમ છે, કારણકે રામાયણના આવતા પ્રસંગોમાં અનેક આત્માઓ એવા છે કે જેઓ સામાન્ય નિમિત્તને પામીને સંયમધર એટલે દિક્ષિત બન્યા છે.
ભાગ-૨
સતત
o
૨૮મ-લક્ષ્મણને
Page #57
--------------------------------------------------------------------------
________________
જાણો સભ્યત્વ અવી ચારિત્રનો
વારસો. જ હશે ?
શ્રી રામચન્દ્રજી આદિ જે પૂર્વજ પરંપરામાં થયા છે તેનું વર્ણન અતિરોમાંચક છે. પ્રભુશાસન આમ તો ત્યાગપ્રધાન છે જ એટલે આ શાસનને પામેલા આત્માઓને ત્યાગની નવાઈ ન હોય અને તેથી તેના મૂળમાં રહેલાં વૈરાગ્ય કે સમ્યક્ત્વની પણ નવાઈ ન હોય. પણ અહીં તો જે વાતો વાંચીએ છીએ તેમાં સમ્યક્ત્વ અને ચારિત્રનો વારસો હોય તેવું દેખાય છે.
પછી એ રાજા કીતિધવલની વાત હોય, સુકોશલની વાત હોય કે એ જ પરંપરામાં થયેલા રાજા નઘુષની વાત હોય.
જો કે સહદેવી જેવા કેટલાક આત્માઓ આશ્ચર્યરુપ હોય છે પણ એ તો મોહનું સામ્રાજ્ય જ એવુ છે કે એમાં બહુ આશ્ચર્ય ન થાય છતાંય, આ વારસાનું શ્રવણ અને એ ય કૃપાળુપરમગુરુદેવશ્રીના શબ્દોમાં મળે ત્યારે તો શું પૂછવાનું હોય ?
-શ્રી
૩૯
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૦
જાણે સમ્યક્ત્વ અને ચારિત્રનો વારસો જ હશે ? • જૈન શાસનમાં ત્યાગની જ પ્રધાનતા છે. • સ્વાર્થી આત્માની વિચિત્ર મનોદશા. • મોહનું કારમું સ્વરૂપ • વિવેક વગરની વિચારણા • સુકોશલનો પ્રશ્ન અને ધાવમાતાનો ઉત્તર • માતા અને પુત્રનું દષ્ટાંત
સુકોશલ રાજાએ ગ્રહણ કરેલી દીક્ષા • દુર્ગાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ • સુંદર સાધુપણાની પૂરેપૂરી કાળજી જોઈએ • સહદેવી દુર્ગાનમાં મરીને વાધણ બને છે
Page #59
--------------------------------------------------------------------------
________________
I જાણે સમ્યકત્વ અને ચારિત્રનો વારસો જ હશે ?
જૈન શાસનમાં ત્યાગની જ પ્રધાનતા છે. | વિચારો કે આ આખોય બનાવ કેવો ઉત્તમ અને અનુપમ છે? જો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો આ ઉત્તમ અને અનુપમ બનાવોની ખોટ નથી જ, પણ ઈતર દર્શનોની દૃષ્ટિએ તો આવો બનાવ ખરેખર જ હેરત પમાડે તેવો છે અને ભવાભિનંદીઓને હૈ, દુનિયામાં ઉત્પાત મચાવે એવો પણ આ બનાવ છે. કારણકે ત્યાગ, આ જેવું અને જેટલું પ્રધાનપદ શ્રી જૈનદર્શનમાં ભોગવે છે તેવું અને છે તેટલું ઈતર દર્શનોમાં નથી જ ભોગવતો, એટલું જ નહિ પણ થોડી છે ઘણી ત્યાગની પૂજા જો ઈતર દર્શનોમાં થતી હોય, તો તે પણ શ્રી હૈં, વીતરાગ પરમાત્માના શાસનનો જ પ્રભાવ છે, અને ભવાભિનંદી ૪ આત્માઓને ત્યાગની સાથે વૈર જ છે, કારણકે ત્યાગ એ એમની $ ભવાભિનંદિતાનો સમૂળ નાશ કરનાર છે. એટલે એ બિચારાઓને તો ત્યાગ શબ્દથી પણ ધ્રુજારી છૂટે એમાં કશું જ આશ્ચર્ય નથી!
બાકી પ્રભુશાસનની આરાધનામાં જ મનુષ્ય જન્મની સફળતા અને સાર્થકતા સમજતા પિતાના પુત્રો ગમે તેવા મોહક પ્રસંગોને લાત મારીને પણ પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવોએ &િ પ્રરૂપેલા પરમત્યાગના પુનિત પંથે વિચરે એમાં નવાઈ પામવા જેવું શું છે? પરણવા મોકલેલો પુત્ર વિના મુદ્દે પણ માર્ગમાં જ સંયમધર
જાણે સમ્યક્ત્વ અને શત્રનો વારસો જ હશે ?...૨
Page #60
--------------------------------------------------------------------------
________________
જ સતા. ભાગ-૨
.રામ-લક્ષમણને
બને, એ બનાવથી મોહવશ બની ઉકળી ઉઠવાને બદલે જે પિતા, પુત્ર કરતા પોતાને ઉતરતો માની એકદમ જાગૃત થાય અને તરત જ અઢળક રાજઋદ્ધિનો ત્યાગ કરી સંયમધર બને, તેના પિતાના પુત્રનું અંતર આવું અનુપમ હોય જ ને ? એ જ રીતે જે પિતાનો પુત્ર તાજી પરણી લાવેલી સુરસુંદરી જેવી રમણીના સહવાસમાં પણ મુનિદર્શનથી નાચી ઉઠે અને વંદન કર્યા સિવાય આગળ ન જ વધાય એવી પોતાની પવિત્ર ફરજ સમજે તથા તે ફરળે અદા કરવામાં કોઈની પણ હાંસી-મશ્કરીથી ન લેવાઈ જાય, તે પુત્રનો પિતા વિશ્વને, અનુપમ દષ્ટાંત પુરૂ પાડનારો ન હોય, તો કેવા પુત્રનો પિતા તેવો હોય ? એ જ રીતે એવા ધીર પતિની ધર્મપત્ની, એવા વીર નરના સંબંધીઓ અને સાથીઓ તથા એવા ધીર તરોની પંરપરામાં ઉતરી આવતા આત્માઓ પ્રભુશાસનને દીપાવનારા કેમ જ ન હોય ?
હવે આવો, આપણે શ્રી પુરંદર રાજાના રાજ્ય ઉપર આવેલા કીર્તિધર રાજાના પ્રસંગ ઉપર. ધ્યાનમાં રાખો કે કીર્તિધર રાજા પણ કોઈ સામાન્ય આત્માની પંરપરામાં ઉતરી આવેલા નથી, તેમજ કોઈ સામાન્ય આત્માના પુત્રરત્ન નથી, પણ શ્રી વજબાહુ જેવા પરમ પુણ્યશાળીના પિતા શ્રી વિજય રાજાની પુણ્ય પરંપરામાં ઉતરી આવેલા છે, અને શ્રી પુરંદર રાજા કે જેઓ મહર્ષિ બન્યા છે, તેઓના પુત્રરત્ન છે, એટલે એવા પુણ્યપુરુષનો આત્મા તો વૈરાગ્યવાસિત હોય જ એમાં શંકાને અવકાશ જ નથી અને છે પણ તેમ જ.
अथ कीर्तिधरो राजा - भुक्त वैषयिकं सुखम् । सहदेव्या समं पत्ल्या, पौलोम्येव पुरंदरः ॥
प्रविवाजिषुरन्येद्युः, स मंत्रिभिरभण्यत । (R) તવાનુuપુમન્ચ, જ વ્રતાનમર્તલિ ૨૦
શ્રી કીર્તિધર રાજા. ઈંદ્ર જેમ ઈંદ્રાણીની સાથે વૈષયિક સુખનો ઉપભોગ કરે, તેમ પોતાની પત્ની સહદેવી સાથે વૈષયિક સુખ ભોગવવા લાગ્યા. અને એ રીતે ભોગો ભોગવવા છતાં પણ શ્રી કીર્તિધર રાજા વારસામાંથી વૈરાગ્યને પામેલા હોવાથી એક ઘવસ ધક્ષાની
Edy
*
*
Page #61
--------------------------------------------------------------------------
________________
અભિલાષાવાળા થયા, પણ એ અવસરે દીક્ષાની અભિલાષાવાળા છે શ્રી કીતિધર રાજાને તેમના મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! પુત્ર વિનાના છે આપને વ્રતોનો સ્વીકાર કરવો એ યોગ્ય નથી, કારણકે
વચ્ચપુ વ્રતમાન, ઉજાયેયં વસ્થર ? तत्प्रतीक्षस्व यावत्ते, स्वामिन्जुत्पद्यते सुतः ॥
પુત્ર ઉત્પન્ન થયા પહેલા જો આપ વ્રતને ભજનારા થશો તો આ પૃથ્વી કે નાથ વિનાની થઈ જશે. એથી હે સ્વામી! જ્યાં સુધી આપને પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી આપ રાહ જુઓ," અને મંત્રીઓની વિનંતીથી
ततः कीर्तिधरस्यापि, तथैव गृहवासिनः । काले गच्छत्यभूत्पुत्रः, सहदेव्यां सुकोशल: ॥
મહારાજા શ્રી કીર્તિધર પણ તે જ રીતે એટલે કે પોતાના વૈરાગ્યવાસિત હદયના યોગે ક્યારે હું સંયમધર બનું એ જ એક ભાવનામાં રક્તપણે ગૃહવાસમાં રહ્યા અને અમુક કાળ ગયા પછી સહદેવી રાણીની કુક્ષિથી સુકોશલ નામનો પુત્ર થયો."
| સ્વાર્થી આત્માની વિચિત્ર મનોદશા પણ તમે જાણો જ કે આ સ્વાર્થી દુનિયામાં રહેલા સ્વાથધ આત્માઓ આત્મહિતનાશક પૌદ્ગલિક સ્વાર્થમાં એવા રક્ત હોય છે કે એની સાધના કરવામાં તેઓ પોતાનો કે પારકાનો પરમ કલ્યાણસાધક જે આત્મિક સ્વાર્થ, તેને જોતાય નથી અને વિચારતાય છે નથી. ઉલટું એવા અનુપમ અને ઉપાદેય તથા ઉચ્ચ કોટિના સ્વાર્થનો ? વિધ્વંસ કરવામાં જ પ્રયત્નશીલ હોય છે. એ જ કારણે સુખની અર્થી એવી આખીય દુનિયા અમુક અપવાદને બાદ કરતા સુખ પામવાને બદલે કેવળ દુઃખમાં જ રીબાય છે. ખરેખર, જો દુનિયામાં એવા ભંયકર અને કૂટ પાપાત્માઓની વિદ્યમાનતા ન હોત તો દુનિયાની , આવી ભયંકર દુઃખમય દશા ન જ હોત, પણ એ બને જ કેમ કે આ દુઃખમય સંસારમાં એવા આત્માઓ અસ્તિત્વ ન જ ધરાવતા હોય ? 2,
એવા આત્માઓ કેવા હોય છે ? એ જાણવા માટે મહારાજા છે શ્રી કીર્તિધરની ધર્મપત્ની ગણાતી સહદેવી ઠીક-ઠીક દૃષ્ટાંતરૂપ થઈ શકે તેમ છે. કારણકે તે જાણતી જ હતી કે વૈરાગ્યરંગમાં રમતા મારા :
૪૩
જાણે સમ્યક્ત્વ અને જે ચરો વારસો જ હશે ?...૨
Page #62
--------------------------------------------------------------------------
________________
સતત૮. ભાગ-૨
.રામ-લક્ષમણને
પતિ, ‘મને પુત્ર થયો' એમ જાણશે કે તરત જ મારો, મારા પુત્રનો, આ સઘળી રાજઋદ્ધિ આદિનો પરિત્યાગ કરીને દીક્ષિત થશે. આથી તેણે પોતાના પતિને પોતાનું અને પરનું આત્મહિત કરનારી પ્રવૃત્તિ કરતાં અટકાવવાના ઈરાદાથી જ પોતાના તે પુત્રને ઉત્પન્ન થતાની સાથે જ છુપાવી દીધો. એટલે,
ત્રિા નામમાં ઘીન, પતિનેં પ્રવ્રષ્યિતિ ? सहदेवीति बुद्धया तं, जातमात्रमगोपयत् ।।
“આ બાળક ઉત્પન્ન થયો જાણીને મારા પતિ પ્રવજ્યા દક્ષા અંગીકાર કરશે. આ પ્રમાણેની બુદ્ધિથી સહદેવી રાણીએ પોતાના તે બાળકને ઉત્પન્ન થતાંની સાથે જ છૂપાવી ઘધો."
વૈરાગ્યરંગથી રંગિત થયેલા અને એકાંતે સ્વ-પરનું જેમાં કલ્યાણ સમાયેલું છે, એવી ઉમદામાં ઉમદા પ્રવૃત્તિરૂપ જે પારમેશ્વરી પ્રવ્રજ્યા તેના સ્વીકાર માટે તલસી રહેલા પતિને આ રીતે અટકાવવાની પ્રવૃત્તિ, એ ઘણી જ ભયંકર પાપ પ્રવૃત્તિ છે. એવી પાપપ્રવૃત્તિથી પરનું અહિત તો થશે ત્યારે થશે, પણ પોતાનું અહિત તો નિયમાં સમાયેલું છે એમ આવા આત્માઓને કોણ સમજાવે ? અને કદાચ સમજાવવા કોઈ પ્રયત્ન કરે તો પણ દુર્ગતિમાં જ જવાને સરજાયેલા આત્માઓ સમજે પણ શાના?
પણ જે રીતે પૌગલિક સ્વાર્થમાં જ અંધ બનેલા એ સ્વાર્થની સાધનામાં સજ્જ હોય છે, તે જ રીતે આત્મિક સ્વાર્થની સાધના માટે ઉજમાળ થયેલા આત્માઓ પણ એ સ્વાર્થની સાધના માટે પૂરેપૂરા ઉદ્યમશીલ હોય છે.
એ જ કારણે સહદેવીએ એ રીતે સુકોશલકુમારને છુપાવ્યો હતો, તે છતાં પણ
विवेद मेदिनीनाथस्तं गुप्तमपि बालकम् ।
प्राप्तोदयं हि तरणिं, तिरोधातुं क इश्वरः ।। છે તે ગુપ્ત એવા પણ બાળકને શ્રી કીર્તિધર મહારાજાએ જાણી લીધો, કારણકે ઉદય પામેલા સૂર્યને છૂપાવવાને કોણ શક્તિસંપન્ન છે? અર્થાત્ કોઈ જ નથી." એટલે જ પુત્ર જન્મ પામ્યાની ખબર પડતાં જ
राजाय स्वार्थकुशलो, राज्ये न्यस्य सुकोशलम् । सूरे विजयसेनस्य, पादान्ते व्रतमाहे ॥
Sિ-IIIBISS)
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વાર્થ કે જેમાં એકાંતે સ્વ-પરવું હિત સમાયેલું છે, તેમાં કુશળ એવા શ્રી કીર્તિધર, મહારાજાએ, તે સુકોશલ નામના પુત્રને જે અવસ્થામાં જાણ્યો તે જ અવસ્થામાં રાજ્ય ઉપર સ્થાપન કરીને શ્રી વિજયસેન નામના સૂરિવરની પાસે દીક્ષા અંગીકાર કરી, અને ત્યારબાદ
तप्यमानस्तपस्तीव्रं, सहमान: परीषहान् । स्वगुर्वनुज्ञयैकाकी - विहारेणान्यतो ययौ ||
“તીવ્ર તપને તપતા અને પરિષહોને સહતા એવા તે કીર્તિધર નામના મહર્ષિ, પોતાના ગુરુદેવની અનુજ્ઞાથી એકાકી વિહારને અંગીકાર કરી વિહરતા એવા તે રાજર્ષિ અન્યત્ર વિહાર કરી ગયા.
એક ઉત્તમ કોટિના આત્મા માટે અમુક સમય સુધી ગૃહવાસમાં રહ્યા, એ કારણે તેઓમાં કાચો વૈરાગ્ય હતો અગર તો તેઓ સંસારમાં આસક્ત હતા એવી કલ્પના કરવી એ પણ એક જાતનું ભયંકર પાપ છે, કારણકે એ ઉત્તમ કોટિના આત્માની પ્રવૃત્તિ જ એવી કલ્પના સામે મજ્બુત કિલ્લો ઉભો કરે છે, પણ આજ્ના અજ્ઞાન આત્માઓ એ હકીકતનો દુરૂપયોગ ન કરે એ કારણે એક વાત જણાવી દેવી જરૂરી છે કે શ્રી જૈનશાસનમાં રાજ્ય માટે પણ પુત્ર થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ એવી આજ્ઞા નથી; કારણકે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાતમાં અંતિમરાજર્ષિ તરીકે સુપ્રસિદ્ધ શ્રી ઉદાયન રાજાએ, પુત્રની વિદ્યમાનતામાં પણ કેશી નામના ભાણેજ્જે રાજ્ય સોંપ્યું છે અને દીક્ષા લીધી છે, માટે રાજ્ય ખાતર પણ વિરાગી રાજાએ પુત્ર થાય ત્યાં સુધી થોભવું જોઈએ, એવી પરમ વીતરાગ શ્રી જ્ઞેિશ્વરદેવના શાસનમાં આજ્ઞા નથી જ. કેમકે એ શાસનમાં તો એક ક્ષણ પણ પ્રમાદ કરવાની મનાઈ છે, અને એ વાત ભગવાન શ્રી ગૌતમસ્વામીજીમહારાજા જેવા પ્રત્યે પણ પરમાત્મા શ્રી મહાવીર દેવના,
“સમાં નોયમ! મા પમાય ''
હે ગૌતમ! એક સમય માત્ર પણ તું પ્રમાદ ન કર !" આ પ્રકારના ઉપદેશથી સુપ્રસિદ્ધ છે.
5000
જાણે સમ્યકૃત્વ અને ચારિત્રનો વારો જ હશે ...૨
Page #64
--------------------------------------------------------------------------
________________
-)cD.
૪૬ શ
રામ-લક્ષ્મણને
મોહનું કારમું સ્વરૂપ આપણે જોઈ ગયા કે મહારાજા શ્રી કીર્તિધર, એક પ્રભુ શાસનના પરમ અનુયાયીને છાજે તે રીતે, પુત્રના મોહમાં એક લેશ પણ મૂંઝાયા વિના, પોતાના નાના પણ બાળકને રાજ્ય ઉપર
સ્થાપન કરીને, પોતે આચાર્ય ભગવાન્ શ્રી વિજયસેનસૂરિજી મહારાજા પાસે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષા અંગીકાર કર્યા પછી તીવ્ર તપને તપતા અને પરિષહોને સહન કરતા તે મહર્ષિ પોતાના ગુરુની અનુજ્ઞાથી એકાકી વિહાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શક્યા. એ યોગ્યતાના પ્રભાવે કર્મક્ષય માટે શૂર બનેલા તે રાજર્ષિ, એકાકી વિહાર કરતા માસક્ષમણના પારણાની ઈચ્છાથી એક દિવસે સાકેત નગર કે જ્યાંના પોતે રાજા હતા, તે નગરમાં પધાર્યા અને ભિક્ષા માટે મધ્યાહ્નકાળે તે રાજર્ષિ નગરમાં ભ્રમણ કરવા લાગ્યા.
ભિક્ષા માટે ભ્રમણ કરતા તે માસક્ષમણના તપસ્વી મહામુનિને સહદેવી કે જે પોતાના પ્રાસાદના અગ્રભાગ ઉપર રહેલી છે, તેણે જોયા. આ સહદેવી બીજી કોઈ જ નથી, પણ જેણે આ મહામુનિને મુનિ થવામાં અંતરાય કરવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે શ્રી કીર્તિધર મહારાજાની એ પત્ની છે, અને સુકોશલ કે જેને પોતાના પિતાએ બાલ્યકાળમાં જ રાજ્યગાદી ઉપર અભિષિક્ત કર્યો છે, તેની માતા છે.
પૂર્વાવસ્થાના પોતાના પતિદેવને અને વર્તમાન સમયના એક સમર્થ રાજર્ષિને પણ પોતાના નગરમાં પરિભ્રમણ કરતા જોઈને સંસારના તુચ્છ સ્વાર્થની સાધનામાં સજ્જ બનેલી તે સહદેવી પોતાના હદયમાં ચિંતવવા લાગી કે पत्यौ प्रव्रजितेऽमुष्मिन्, पतिहीना पुराऽभवम् ॥१॥ वत्स सुकोशलोऽप्यद्य, दृष्ट्वैनं प्रव्रजेद्यदि । तदा पुत्रोऽपि मे न स्या-निराि स्यां ततः परम् ॥२॥
તાનિરપરાધોડવ, મર્તા વ્રતથાઈહિ ? - નિર્વાણ્યો નારા સૂનો - રાવશ્યમદ્વિર્ષિયા રૂટ
"
(Eી
III (CIAL
Page #65
--------------------------------------------------------------------------
________________
“આ મારા પતિએ પ્રવ્રજ્યા અંગીકાર કરી એ કારણે હું પ્રથમ પતિહીન છે તો થઈ જ છું, પણ જો આજે આને જોઈને મારો પુત્ર સુકોશલ પણ પ્રવ્રજ્યા R 4 અંગીકાર કરે તો તે મારો પુત્ર ન રહે, અને જો એમ બને તો ત્યારથી જ આરંભીને જીવનભર હું વીરપુત્ર વિનાની જ બની જાઉં; એટલે કે વીરપત્ની તો મટી જ ગઈ છું પણ વીરમાતા પણ મટી જ જાઉં !” તે કારણથી આ નિરપરાધી પતિ હોવા છતાં પણ અને વ્રતધારી હોવા છતાં પણ પુત્ર અને રાજ્યની સ્થિરતા ? કરવાની ઇચ્છાથી આ નગરીમાંથી બહાર કઢાવવા યોગ્ય જ છે, એટલે કે આ = ગમે તેવો સારો હોવા છતાં પણ મારા નગરમાં રહે એ યોગ્ય નથી, પણ નગરીની બહાર કઢાવવો એ જ યોગ્ય છે.'
ભાગ્યશાળી ! વિચારો કે સ્વાર્થવિવશ બનેલી સહદેવીની વિચારણા કેવી અને કેટલી વિવેક વગરની છે ? પોતે જાણે છે કે નગરમાં ભ્રમણ કરતા આ મહામુનિ બીજા કોઈ નથી પણ મારા પોતાના પતિ છે, પતિ છે એટલું જ નહિ પણ નિરપરાધી છે, અને વધારામાં વ્રતોને ધરનારા છે, એ છતાં પણ પાપાત્મા સહદેવીની પોતાના તુચ્છ સ્વાર્થના કારણે ભક્તિ પણ કરવા યોગ્ય મુનિને નગરની બહાર કઢાવવાના મનોરથ સેવે છે, એ શું જેવી તેવી વિવેક હીનતા છે ? પત્નીનાં મોહમાં ફસાયેલાઓએ મોહના સ્વરૂપને 9 સમજવા જેવું છે. મોહવશ આત્મા મોહવિવશતાથી કેવી-કેવી મનોદશા સેવે છે એ અવશ્ય વિચારણીય છે. જે સહદેવી એક વખત તે પોતાના પતિ ચાલ્યા ન જાય એવા પ્રયત્નો કરતી હતી, તે જ છે સહદેવી આજે પોતાના પતિ કે જે રાજા મટીને રાજર્ષિ બન્યા છે. $ તેમને પણ પોતાના નગરની બહાર કઢાવવાના પ્રયત્નો સેવે છે, એ મોહનું કેવું કારમું સ્વરૂપ સૂચવે છે ! ખરેખર, મોહનો સ્વભાવ જ એવો છે કે તેને આધીન બનેલા આત્માઓ, આજે અમુકની ખાતર અમુકને મારવા તૈયાર થાય છે, તો કાલે વળી જેની રક્ષાનો પ્રયત્ન કરતા હતા તેનો જ નાશ કરવાના પ્રયત્ન કરે છે. મોહવશ બનેલા 8 આત્માઓ કોઈના થયા પણ નથી અને થવાના પણ નથી, માટે મોહાંધોની મોહમગ્નતામાં મૂંઝાવું, એ ખરેખર જ ભયંકર મૂર્ખતા છે, કારણકે મોહાંધોનું જીવન એક રીતે ક્રૂર હોય છે. એવા ક્રૂર જીવનની છે, સાધનામાં પડેલા તે આત્માઓ વિવેકવિકળ વિચારોથી જ નથી
જાણે સમ્યક્ત્વ અને રિનો વારસો જ હશે ?
Page #66
--------------------------------------------------------------------------
________________
સ૮૮. ભાગ-૨
રામ-લક્ષ્મણને
વિરમતા પણ એ વિચારોનો અમલ કરવા પોતાની સઘળી શક્તિ ખર્ચે છે.
વિવેક વગરની વિચારણા એ જ નીતિએ મોહાંધ સહદેવીએ શુભાશુભનો સ્ટેજ પણ વિચાર ર્યા વિના પોતાની સઘળી જ સત્તાનો દુરૂપયોગ કર્યો અને તે રાણીએ અન્ય લિંગીઓની સાથે રાજા મટીને રાજર્ષિ બનેલા પોતાના પતિદેવ શ્રી કીર્તિધર રાજષિને પણ નગરમાંથી બહાર
કઢાવ્યા. આ દુષ્ટ કાર્યને ફીટકાર આપતા કલિકાલસર્વજ્ઞ આચાર્ય (૪૮ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
“નોકામસૂતેમનસાં, વિવેવ : સ્થાત્વિજયશ્ચિમ્ ?”
જેઓનું મન લોભથી અભિભૂત થયું છે તેવા આત્માઓમાં વિવેક કેટલો કાળ ટકી શકે તેમ છે? અર્થાત્ તેવા આત્માઓમાં ચિરકાળ સુધી વિવેક ટકી શક્તો જ નથી.
ખરેખર, લોભ એ એવી ભયંકર વસ્તુ કે ભલભલા આત્માઓ પાસે એ નહિ કરવાનું કાર્ય કરાવી નાખે છે, એ લોભનો જ પ્રભાવ છે કે પ્રથમ સહદેવીએ પતિના મોક્ષમાર્ગના પ્રમાણમાં વિઘ્ન નાખ્યું, અને બીજી વખત નિરપરાધી અને વ્રતધારી એવા પતિમુનિને પોતાના નગરમાંથી કારમી રીતે બહાર કઢાવ્યા. માસક્ષમણના પારણા માટે ભિક્ષાર્થે ભ્રમણ કરતા મુનિની ભક્તિ કરવાને બદલે આવું ક્રૂર કાર્ય કરાવનાર કોઈ હોય તો સહદેવીના હૃદયમાં રહેલો લોભ જ હતો. એ લોભના યોગે એવું ક્રૂર કાર્ય કર્યા છતાં પણ સહદેવીનું હદય ન દ્રવ્યું, પણ સુકોશલની ધાવમાતાનું હદય તો ઘણું
જ ઘવાયું, કારણકે તેનું હદય એવા દુષ્ટ લોભથી અભિભવને પામેલું છે ન હતું દુષ્ટ લોભથી અલિપ્ત રહેલા સુકોશલની ધાવમાતાને આવો પર ક્રૂર બનાવ બનવાથી અતિશય દુ:ખ થયું
धात्री सुकोशलस्याथ, स्वामिनं व्रतधारिणम् । पुराग्निर्वासितं ज्ञात्वा, रोदिति स्म निरर्गलम् ।।
| "વ્રતધારી સ્વામિને નગરમાંથી બહાર કાઢી મૂક્યા એમ જાણીને કે સુકોશલની ધાવમાતા અતિશય રુદન કરવા લાગી."
I-IBITE DESIDDT)
Page #67
--------------------------------------------------------------------------
________________
સુકોશલનો પ્રશ્ન અને ધાવમાતાનો ઉત્તર જી. પોતાની ધાવમાતાને ખૂબ-ખૂબ રૂદન કરતી જોઈને બાળ () એવા શ્રી સુકોશલ રાજાએ પણ પોતાની ધાવમાતાને પ્રશ્ન ક્ય
“á» રોઢિહિ ?” તું કેમ રૂદન કરે છે?"
આ પ્રશ્નનો ઉત્તર આપતાં તેણે શોકથી ગદ્ગદ્ બની ગયેલા શબ્દો દ્વારા કહેવા માંડયું કે,
राज्ये त्वां बालकं न्यस्य, तव कीर्तिधरः पिता । प्रावाजीत् सोऽद्य भिक्षार्थ, प्राविक्षदिह पत्तने । तदर्शनातवाप्टाद्य, व्रतवाहणशंकटमा । નિર્વાસિત સ તે મામ, ટુરિનનેન રોઢિમિ કે
“હે વત્સ ! તારા પિતા શ્રી કીર્તિધર મહારાજાએ બાળક એવા તને રાજ્ય ઉપર સ્થાપન કરીને ધક્ષા અંગીકાર કરી હતી, તે રાજર્ષિએ આજે ભિક્ષા માટે આ પત્તામાં પ્રવેશ કર્યો હતો. તે મહર્ષિના દર્શનથી તું પણ કાચ આજે વ્રતને ગ્રહણ કરી લે એવી શંકાથી તારી માતાએ તે મહાત્માને નગરની બહાર કાઢી મૂકાવ્યા, એ દુઃખના યોગે હું રૂદન કરું છું.'
ધાવમાતાના આ કથનથી સુકોશલ રાજા તો સ્તબ્ધ જ બની ? ગયા. તે પુણ્યાત્માને પોતાની માતાનું આ ઘણું જ હદયદ્રાવક છે નિવડ્યું, માતાના એ ત્યે સુકોશલ રાજાના હદયમાં સંસારની જ ભયંકરતાનું આબાદ ચિત્ર ખડું કરી દીધું, એના યોગે જે સંસાર એમને જેવો ભાસવો જોઈએ તેવો અસુંદર નહોતો ભાસ્યો, તે અત્યારે કારમો ભાસવા લાગ્યો. આ બનાવના શ્રવણ પછી તે પુણ્યાત્માને એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું એ ભયંકર લાગવા માંડ્યું. પોતાની માતાના આ ભયંકર ત્યથી એકદમ વિરક્ત બનેલા સુકોશલ રાજાને મન એક ક્ષણ પણ આ સંસારમાં કાઢવી એ કારમી લાગવા માંડ. તે પુણ્યાત્માને એ જ વિચાર આવવા લાગ્યો કે સંસારનો સ્વાર્થ અને તુચ્છ લાલસાઓનો લોભ, એ ખરેખર, ભયંકર છે અને કારમો જ છે.
X
જાણે સમ્યક્ત્વ અને ૨ ચરિત્રનો વારસો જ હશે. ૨.૨
Page #68
--------------------------------------------------------------------------
________________
સત૮. ભાગ-૨
દૂ
.રામ-લક્ષમણને
આથી એકદમ જે સુકોશલને સહદેવી માતા રાખવા માંગતી હતી, તે સુકોશલ રાજા પણ તે બનાવ પોતાની ધાવમાતાના મુખેથી સાંભળતાની સાથે જ, પોતાના પિતાની પાસે પહોચ્યાં અને પિતાની પાસે પહોંચીને વિરક્ત બનેલા શ્રીસુકોશલ રાજાએ અંજલિ જોડીને રાજધિ બનેલા પોતાના પિતાની પાસે વ્રતની એટલે દીક્ષાની યાચના કરી.
માતા અને પુત્રનું દર્શત ભાગ્યવાનો ! વિચારો કે બહુલ સંસારી આત્માઓની 0 મનોદશા અને અલ્પ સંસારી આત્માઓની મનોદશામાં કેટલો ફરક
હોય છે? ખરેખર, બહુલ સંસારી આત્માઓની મનોદશા જ્યારે ભયંકર હોય છે, ત્યારે અલ્પ સંસારી આત્માઓની મનોદશા ઘણી જ સુંદર હોય છે. પોતાની તીવ્ર સંસાર લાલસાના યોગે સહદેવીએ
જ્યારે પ્રથમવાર પતિને મોક્ષમાર્ગના મુસાફર બનવામાં અંતરાય કરવાની કાર્યવાહી કરી અને બીજીવાર રાજર્ષિ બનેલા પતિદેવની ભયંકર આશાતના કરી ઘોર પાપકર્મનો બંધ કર્યો ત્યારે સુકોશલ રાજા કે ના આત્મા ઉપર સંસારની લાલસાએ તેવી સત્તા નહોતી જમાવી, તેણે પોતાના સંસારને સુસ્થિત બનાવવા ઇચ્છતી અને એ ઇચ્છાના યોગે દરેક રીતે પૂજ્ય એવા રાજર્ષિ મહામુનિની પણ ઘોર આશાતના કરનારી માતા એ માતા નથી પણ ભયંકર શત્રુની ગરજ સારનારી મહારાક્ષસી છે, એમ માનીને એવી ભયંકર માતાના મુખનું દર્શન પણ કર્યા વિના તેનો દૂરથી જ ત્યાગ કર્યો અને પોતાના આત્માનું સર્વ રીતે શ્રેય કરનાર એવા પિતામુનિનું શરણ સ્વીકાર્યું? અધમ આત્માઓની અને ઉત્તમ આત્માઓની મનોદશાનો ખ્યાલ લાવવા માટે આ માતા અને પુત્રનું દૃષ્ટાંત ઘણું જ સુંદર છે.
આજના સંસારમાં આવી માતાઓના દર્શન સહજ છે, પણ આવા પુત્રનું દર્શન દુર્લભ છે. આ માતાના દૃષ્ટાંતથી આજની માતાઓએ મહારાક્ષસીનું રૂપ નહિ ધરતાં મહાદેવીનું રૂપ ધરતા શીખવું જોઈએ, અને આ પુત્રના દૃષ્ટાંતથી પુત્રોએ પણ માતાઓના
Page #69
--------------------------------------------------------------------------
________________
LO(OICE
મોહમાં ફસી તેઓની આજ્ઞા એ જ ધર્મ છે એમ માનીને સંસારરસિક છે થઈ વિષયના કીડા બનતા અટકી જવું જોઈએ અને વિવેકી બની જાય છે સદ્ગુરુઓનું શરણ સ્વીકારતા શીખવું જોઈએ. એજ આ દૃષ્ટાંત શ્રવણનું સાચું ફળ છે.
સુકોશલ રાજાએ ગ્રહણ કરેલી દીક્ષા આ પ્રસંગ ઉપરથી પણ જેઓ આજે શાસવદ્રોહીઓની પીઠ થાબડી રહ્યા છે. તેઓ ઘણું-ઘણું વિચારી શકે તેમ છે. પણ માન-પાનની લાલસામાં મરી રહેલાઓને એવું વિચારવાની ફુરસદ જ ક્યાં છે?
પોતાના ભોગે પણ પુત્રને રાજ્ય ભોગવતો રાખવા માટે પ્રયત્ન કરી રહેલી માતાએ, પુત્રમોહને અંગે જ એક મુનિને નગર બહાર કઢાવવાનું પાપ આચરણ કર્યું. એ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસનથી સુવાસિત એવા શ્રી સુકોશલ રાજાએ, સંસારની દૃષ્ટિએ માતા જેવી માતાનું મુખ પણ ન જોયું અને પૂછ્યા કે ગાડ્યા વિના ચાલી નીકળ્યા.
ત્યારે આજે જેઓ દીક્ષિત થનારના નથી થતા બાપ કે નથી થતા કાકા, નથી થતા સ્નેહી કે નથી થતાં સંબંધી અને દિક્ષિત છે, થનારને નથી સહાય કરતા જીવતા કે નથી સહાય કરતા મરતાં, તે $ છતાંય દીક્ષિત થનારના માર્ગમાં એકાંતે કાંટા વેરવાનું જ ભયંકરમાં છે ભયંકર પાપ આચરી રહ્યા છે. સમગ્ર સુવિહિત સાધુ સંસ્થાને છે સતાવવાનું શેતાનીયત ભરેલું યંત્ર રચી રહ્યા છે. સન્માર્ગના રક્ષક અને ધર્મના ધોરી મહાપુરુષોને ઉતારી પાડવા માટે તદ્દન ખોટું તથા ઈતરોને પ્રભુ-ધર્મથી વિમુખ કરે એવું તદ્દન બનાવટી પ્રચારકાર્ય ૬. કરી રહ્યા છે, તેવાઓને પોતાની પાસે બેસાડવામાં ડહાપણ મનાવનારા, તેવાઓ પણ માત્ર પોતાને માને-પૂજે અને પ્રશંસે એ જ કારણે તેવાઓ પણ સારા છે, એમ સ્વમુખે જાહેર કરનારા અને અમુક વર્ગમાં તેવા ભયંકર પાપાત્માઓની કીર્તિ વધારનારા પોતાને સાધુ જ નહિ, પણ સૌથી મોટા ધર્માચાર્ય મનાવવાના કોડ રાખે, એ કેવું અને કેટલું શ્રાપરૂપ છે એ શું વિચારણીય નથી ?
જાણે અમ્યક્ત્વ અને ચરનો વારસો જ હશે ?..૨
Page #70
--------------------------------------------------------------------------
________________
સત.. ભાગ-૨
V
રામ-લક્ષમણને
ખરેખર, આવા પ્રસંગે એ વાત જાહેર કરી દેવી ઘણી જ જરૂરી છે કે, જેઓ આજે પોતાની જાતને સર્વમાન્ય બનાવવાના મોહમાં
પડીને શાસ્ત્રદષ્ટિએ જેઓનું મુખ જોવું કે નામ દેવું એ પણ પાપરૂપ જ છે, તેવાઓને વાત-વાતમાં આગળ લાવવા મથે છે, અગર તેવાઓનો
પણ ખોટો બચાવ કરવામાં ડહાપણ અને હોંશિયારી સમજે છે, તથા તેવાઓને શાસનના હિત ખાતર તેમના સ્વરૂપમાં ખુલ્લા પાડનાર પુણ્યપુરુષોને કજીયાખોર અગર તો અશાંતિપ્રિય કે અશાંતિના ઉત્પાદક તરીકે ઓળખાવવામાં મગરૂરી સમજે છે, તેઓ પોતાની જાતને પ્રભુશાસનમાં સર્વમાન્ય તો નથી જ કરી શકતા, પણ ઉલટી પ્રભુશાસનથી બહાર જ કાઢી દે છે.
વધુમાં તેવાઓને આપણે એ પણ સંભળાવી જ દેવું જોઈએ કે જાતની પ્રભાવનાને ભૂલ્યા વિના તમે કદી જ શાસનની પ્રભાવના કરી શકવાના નથી ! શાસનની પ્રભાવનાના નામે જાતની પ્રભાવનામાં મચી પડવું, એ પ્રભુશાસન પ્રત્યેની ભયંકરમાં ભયંકર અને ન માફ કરી શકાય તેવી નિમકહરામી છે ! શાસનના પ્રતાપે મેળવેલી મોટાઈ અને ડામવાનો ઉપયોગ જાતની પ્રભાવનામાં કરવો, એના જેવી ભયંકર નફટાઈ બીજી એક પણ નથી. જે શાસનનાં યોગે ઉંચું સ્થાન મેળવ્યું હોય, તે શાસનના દ્રોહીઓને-એ-દ્રોહીઓ તરફથી પોતાની જાતને જ માન-પાન આદિ મળે એ કારણે પંપાળવા કે પોષવા એ પણ પ્રભુશાસનનો ભયંકરમાં ભયંકર દ્રોહ કરવા જેવું છે. અને પ્રભુશાસનના મર્મને અમે જાણનારા છીએ, એવો દાવો કરવા છતાં ઉઘાડી રીતે સાચા અને ખોટા તરીકે ઓળખાઈ શકે તેવા પક્ષોની વચ્ચે પણ મધ્યસ્થ અને તટસ્થ
હોવાનો દંભ કે આડંબર કરવો, એ ભદ્રિક જનતાના ધર્મધનને લૂંટાવી હર દેવાની નિંદનીય પ્રવૃત્તિ આદરી વિશ્વાસઘાતનું ભયંકર પાપ આચરવા
જેવું છે.
આ કથન તેવાઓને કડવું લાગશે કે મીઠું લાગશે, એનો હું વિચાર આપણે કરવાનો નથી, કારણ કે ઉપકાર બુદ્ધિથી કડવું પણ - હિતકર કહી દેવાની પરમપુરુષોની આપણને આજ્ઞા છે અને ગમે તેવું
Page #71
--------------------------------------------------------------------------
________________
અને ગમે તેટલું જોખમ વેઠીને પણ જો આપણામાં શક્તિ હોય તો તે છે પરમપુરુષોની એ પરમતારક આજ્ઞાપાલન કરવું, એ આપણી છે આવશ્યક અને અનિવાર્ય ફરજ છે.
હવે આવો, આપણે આપણા કથાવિષય ઉપર. સુકોશલ મહારાજા પોતાના પિતામુનિ પાસે પહોંચી ગયાં, એ વાતની જાણ છું થતાની સાથે જ શું થયું તે જણાવતાં લખ્યું છે કે દિમમાના ૪ તત્વની, મુન્હેં– સહ મંત્રિ: Jવવિવામિiઠું સ્વામ-જા રાન્ચે ત્યજીમહંસ
સુકોશલ મહારાજાની ચિત્રમાલા નામની ગર્ભવતી પત્ની, મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી કે હે સ્વામિન્ ! સ્વામી વિનાના રાજ્યનો ત્યાગ કરવો એ આપના માટે યોગ્ય નથી."
પોતાની માતાના જ દૃષ્ટાંતથી સંસારની ભયંકરતા પૂરેપૂરી જોઈ લેવાના કારણે, પરમવિરક્ત બનેલા સુકોશલ મહારાજાને, મંત્રીઓ સાથે આવી પહોંચેલી પોતાની પત્નીના કથનની કશી જ અસર થતી નથી. તે પુણ્યાત્મા તો પોતાની ભાવનામાં દઢ જ રહા અને એ દઢતાના યોગે પોતાની પત્નીને તે પુણ્યાત્માએ સ્પષ્ટ અક્ષરોમાં કહી દીધું કે,
राजाप्यवोचढ्गर्भस्थोऽपि हि सुनुर्मया तव । राज्येऽभिषिक्तो भावि-न्युपचारो हि भूतवत् ॥
‘ગર્ભમાં રહેલાં એવા પણ તારા પુત્રને હું રાજ્ય ઉપર અભિષિક્ત કરું 8 છું. કારણકે ભાવિ ઉપર ભૂતના જેવો ઉપચાર થઈ શકે છે. એટલે કે ભવિષ્યમાં . જે રાજા થવાનો હોય છે તેને ભૂતકાળની જેમ રાજા તરીકે ઓળખાવી શકાય , છે, માટે ગર્ભમાં હોવા છતાં પણ તારો દીકરો આજથી જ રાજા તરીકે ઓળખાશે એમ હું જાહેર કરૂ છું.
આ પ્રમાણે પોતાની પત્નીને કહીને તથા અન્ય લોકોની સાથે ઘટતું અને જરૂરી સંભાષણ કરીને,
“વિતુરક્તિ સુdaોશનઃ પ્રવાન ?
તપ ર ટુસ્તપમ્ ” સુકોશલ મહારાજાએ પિતા પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને દુઃખ કરીને તપી શકાય તેવા તપને તેઓ તપવા લાગ્યા."
જાણે સમ્યક્ત્વ અને
રિનો વારસો જ હશે ...૨
Page #72
--------------------------------------------------------------------------
________________
ભગ-૨
03 )
વિચારો કે પરમવિરક્ત પુણ્યાત્માઓની દશા કેવી અને કેટલી પવિત્ર તથા નિર્મોહ હોય છે? વિરક્ત દશા અને દુનિયાદારીની દશાને પરસ્પર મેળ હોઈ જ નથી શકતો એ ખાસ ધ્યાનમાં રાખો. મોહમગ્ન આત્માઓની વિચારણા કરતા વિરક્ત આત્માઓની વિચારણા જુદી જ હોય છે અને હોવી જ જોઈએ એમ હૃદયપૂર્વક સ્વીકારો. જો વિરક્ત આત્માઓની અને મોહમગ્ન આત્માઓની વિચારણા એક
સરખી જ સ્વીકારવામાં આવી હોત તો વિશ્વમાં શ્રી તીર્થપતિનું હું શાસન હોત જ નહિ અને વિશ્વમાં જે થોડાંપણ સુખ કે શાંતિ દૃષ્ટિગોચર થઈ રહી છે, એ પણ ન હોત, એ વાતને બરાબર સમજો.
આવી વસ્તુઓ પ્રભુશાસનને પામેલા ન સમજે એ કેમ જ બને ? અને પ્રભુશાસનને પામવાની મનોભાવનાવાળાઓ, એ વસ્તુઓ સમજવાની કાળજી ન કરે એ પણ કેમ જ ચાલે ? જેઓ આ વસ્તુઓ સમજ્યા નથી કે ઉપકારીઓના કથનથી સદહતા નથી, તેઓ પ્રભુશાસનને પામ્યા જ નથી અને તે વસ્તુઓને સમજવા કે સદણવા જેઓ ઈચ્છતા નથી, તેઓ પ્રભુશાસનને પામવાને પણ લાયક નથી, એ વાત સહદય આત્માઓ ઘણી જ સહેલાઈથી સમજી શકે તેમ છે.
| દુર્ગાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ રાજા મટીને રાજર્ષિ બનવાની ભાવનાની આડે આવનારી પત્ની કે માતાની એક લેશ પણ પરવા કર્યા વિના, બંનેય પરમ પુણ્યશાળી રાજાઓ, રાજા મટીને રાજર્ષિ બન્યા. એ રીતે રાજર્ષિ બન્યા પછી પણ એ પુણ્યાત્માઓ, દુનિયાની કોઈપણ પ્રવૃત્તિમાં લેપાયા વિના મોક્ષમાર્ગની આરાધનામાં જ રક્ત બન્યાને એ આરાધનાની પ્રવૃત્તિનું વર્ણન કરતાં ઘણાં જ ટૂંકા શબ્દોમાં લખ્યું છે કે
निर्ममौ निष्कषायौ तौ, पितापुत्रौ महामुनी। જી વિનૌતુતાવેવ, પવિયંતી મહંતનમ ?
નિર્મમ અને નિષ્કષાય એવા તે બંનેય પિતાપુત્ર મહામુનિઓ સાથે જ ઉં પૃથ્વીતલને પાવન કરતા વિહરવા લાગ્યા,
આ વર્ણન ઉપરથી એ વાત સારી રીતે સમજી શકાય તેમ છે કે ઉં દેખાવમાં મુનિ થઈ જવા માત્રથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી,
પણ મુનિપણાને દીપાવનારી નિર્મમતા અને નિષ્કષાયતા કેળવી
Page #73
--------------------------------------------------------------------------
________________
એવી રીતે વિહરવું જોઈએ કે જ્યાં-જ્યાં પોતાનો વિહાર થાય ત્યાં છે ત્યાં યોગ્ય આત્માઓ પવિત્ર થઈ સહેજે-સ્ટેજે મોક્ષમાર્ગના રસિયા તેલ બને. એ રીતે વિહરવામાં જ સાચું મુનિપણું છે, એ વસ્તુ ખૂબ લક્ષ્યમાં રાખવા જેવી છે. મુનિપણું પામ્યા પછી પણ આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં બાધ કરનારી વસ્તુઓ ઉપર હું મારાપણું બન્યું રહે અને એની ખાતર આત્મા કષાયોથી ધમધમતો રહે, તો ખરેખર જમુનિપણાની પ્રાપ્તિથી આત્માને જલાભ થવો જોઈએ તે નથી થતો.
સર્વોત્તમ શ્રી જિનેશ્વરદેવોનું મુનિપણું પામીને પણ જો આત્માની એવી ને એવી દશા રહે તો માનવું જોઈએ કે આત્મા ઘણો જ ભારેકર્મી છે. અન્યથા જે મુતિપણાએ રાજા મહારાજાઓને પણ સાચા ભિક્ષુક બનાવ્યા છે, તે મુનિપણાને પામવા છતાં પણ આત્મા દીન કે પગલાનંદી કેમ જ બને ? અનંત ઉપકારી પરમવીતરાગ શ્રી ક્લેિશ્વરદેવોનું મુનિપણું પામ્યા પછી પણ યથેચ્છચારિતા, દીનતા
અને પુદ્ગલાનંદિપણું બન્યું રહે એ આત્માની અધોગતિ સૂચવનારી વસ્તુ છે. યથેચ્છચારિતા, દીનતા કે પુદ્ગલાનંદિતા સાથે શ્રી ક્લેિશ્વરદેવના મુકિપણાનો મેળ કરવા ઇચ્છનાર આત્માઓ શ્રી જિનેશ્વરદેવના મનિપણાને દીપાવનારા નથી કિધુ કલંકિત કરનારા છે કે, એ વાત કદી વિસરી જવા જેવી નથી !
સુંદર સાધુપણાની પૂરેપૂરી કાળજી જોઈએ પ્રભુ-શાસનના મુનિપણાને પામવા છતાં પણ તુચ્છ છે પદાર્થોની આશા બની રહે એ કાંઈ નાનીસુની વિડમ્બના નથી, એ વાત દર્શાવતા એક પરમોપકારી પરમમહર્ષિ સ્પષ્ટ-સ્પષ્ટ | શબ્દોમાં ફરમાવે છે કે, ગૃહીતનJસ્થ વેલ્થકાશા, ગૃહતોિ વિષયમનાવી છે गृहीतलिङ्गो सलोलुपश्चेद, विडम्बनं नास्ति ततोऽधिकं हि ॥१॥"
મુનિલિંગને ધરનાર આત્મામાં જો ધનની આશા ોય, મુનિલિગને ધરનારો જો વિષયોનો અભિલાષી હોય, અને મુકિલિંગને ધરનાર જો રસલોલુપ હોય, તો ખરેખર તેથી અધિક વિડળના બીજી કોઈ જ નથી,
અર્થાત્ મુનિ અને ધનનો અર્થી, મુનિ અને વિષયાભિલાષી
જાણે સમ્યક્ત્વ અને ચરિત્રનો વારસો જ હશે .૨
Page #74
--------------------------------------------------------------------------
________________
ર. સા. ભાગ-૨
રામ-લક્ષ્મણને
તથા મુનિ અને રસનો લોલુપી એ જ ખરેખર વિડંબના છે. પ્રભુશાસનના મુનિપણા સાથે એ વસ્તુઓ ઘણી જ ભયંકર ગણાય છે. ધનનો અર્થી, વિષયોનો અભિલાષી અને રસોમાં લોલુપ બનેલો મુનિ, પ્રભુશાસનના મુનિપણાને કોઈ પણ રીતે સાચવવું જોઈએ તે
રીતે સાચવી શકતો નથી, પણ ઉલટો એ પરમતારક મુનિપણાને તે લજવે છે. એવા આત્માને નથી ગમતી ગુરુનિશ્રા કે નથી ગમતી
આગમરસિકતા. એવા આત્માઓને તો તેવો જ સહવાસ રુચે છે કે જે પોતાની લાલસાઓનું પોષણ કરે અગર તો તેની આડે ન આવે,
એના પરિણામે તેવા વેષવિડંબક આત્માઓ એકાકી વિહાર, કે જેનો - શાસ્ત્ર આજ કાલ સર્વથા નિષેધ કરેલો છે, તેનો આશ્રય કરે છે,
અગર તો કોઈ તેવા જ રખડતા અને પોતાની જેમ સ્વચ્છેદી બનીને વિહરતાનો સાથ કરે છે, અને આગમપ્રણીત સન્માર્ગની કિંમત ઘટાડવાની પ્રવૃત્તિ પણ એવાઓ ચાલાકીપૂર્વક આદરે છે.
એ જ કારણે એવા અધમ આત્માઓને ઘંભિક તરીકે, વેષધર તરીકે, ધૂર્ત તરીકે અને માત્ર જનરંજક તરીકે ઓળખાવતા એ જ પરમોપકારી પરમમહર્ષિ ફરમાવે છે કે – "ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदिबद्धरागाः। ते हाभिकर वेषधराश्च धूर्ताः, मनांसि लोकस्य तु रञ्जयन्ति ।"
જેઓનું ચિત્ત વિષયાર્થભોગમાં લુબ્ધ છે અને જેઓ બહારથી વૈરાગી દેખાવા છતાં હદયમાં બધ્ધરાગ છે, તે વધારી ધૂર્તા ઘંભિક હોઈને માત્ર લોકના મનને જ પંક્તિ કરે છે.
પણ વૈરાગ્યરંગથી પોતાના આત્માને તે કનિષ્ટ કોટિના આત્માઓ કદી જ રંગી શકતા નથી, કારણકે એવા આત્માઓને વૈરાગ્યના રંગ સાથે રંગ જ નથી હોતો, તેવા આત્માઓએ તો માત્ર વેષના યોગે એક જ વસ્તુના ઈચ્છનારા હોય છે કે ગમે તે ભોગે પણ
આપણી લાલસાઓ પૂર્ણ થવી જોઈએ. એવી તુચ્છ લાલસાઓની પતિ સાધનામાં પડેલા પામરોને માત્ર પોતાના જ ખાનપાનની પડેલી હોય
છે. તેઓને નથી મુનિપણાની પરવા હોતી કે નથી પ્રભુપ્રણીત
માર્ગની પરવા હોતી. ઉં સુંદર સાધુપણાને પામીને પણ એવી દુર્દશા ન થઈ જાય, તેની
કાળજી કલ્યાણના અર્થી આત્માઓએ પૂરેપૂરી રાખવી જોઈએ. એવી
Page #75
--------------------------------------------------------------------------
________________
કાળજી ઉત્પન્ન કરવા માટે આવા, એટલે કે શ્રી કીર્તિધર અને શ્રી છે સુકોશલ જેવા મહામુનિવરોના દષ્ટાંતો કલ્યાણના અથી હાર, આત્માઓમાં વૈરાગ્યરંગની રેલમછેલ કરી શકે છે.
એવા ઉત્તમ મુનિવરનાં દૃષ્ટાંતો ઉપરથી જોઈ શકાય છે કે તે આ પુણ્યાત્માઓ સિંહની જેમ નીકળતા અને સિંહની જેમ મુનિપણાનું પાલન કરતા. એવા મુનિપણાના પાલન માટે ગુરુનિશ્રા સાથે પરીષહોના સહવાની અને બારે પ્રકારના તપના પરિશીલનની અતિશય આવશ્યકતા છે. ગુરુનિશ્રામાં નહિ રહી શકનારા, પરીષહોથી ભાગતા ફરનારા અને તપ તપવાથી કાયર બનનારા આત્માઓએ આવા મહામુનિઓને પોતાના આદર્શરૂપ બનાવવા જોઈએ, એમ કરીને પોતાના જીવનને ગુરુનિશ્રાથી નિયંત્રિત બનાવવું જોઈએ અને જીવનને ગુરુનિશ્રામાં નિયંત્રિત બનાવીને ભગવાન્ શ્રી ઉમાસ્વાતિજી વાચકના - "मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्या: परीषहाः"
(તત્વાર્થ સૂત્ર) સમ્યગદર્શનાદિ જ મોક્ષમાર્ગ, તેનાથી પોતાનો આત્મા ચલિત ન થાય એ કારણે અને કર્મોની નિર્જરાને અર્થે પરીષહો સારી રીતે સહન કરવા યોગ્ય છે.
આ સૂત્રને નિરંતર દૃષ્ટિપથમાં રાખીને પરીષહોને પ્રસન્નતાપૂર્વક સહન કરવા જોઈએ અને કર્મનિર્જરા અર્થે જ છે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા બારે પ્રકારના તપને તપવામાં રક્ત થઈ છે. જવું જોઈએ એમ કરવામાં જ આત્માનો સાચો નિર્મમભાવ કેળવાશે . અને એના જ પરિણામે જ જાતનો નિષ્કષાય ભાવ આત્માને થવો
૫૭ જોઈએ તે અનાયાસે થશે.
સહદેવી દુર્ગાનમાં મરીને વાઘણ બને છે Sિ શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ નામના પિતાપુત્ર મહામુનિઓ, એ અનંતજ્ઞાનીઓએ પ્રથમ નંબરે ઉપદેશેલી ગુરુનિશ્રામાં રહીને, સદાય સહન કરવા યોગ્ય પરીષહોને સહન કરીને, અવશ્ય આચરણીય, તપશ્ચરણને આચરીને, અને પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની નિર્મમતા-નિષ્કષાયતા કેળવીને, નિર્મમ અને નિષ્કષાય બન્યા અને સાથે જ પૃથ્વીતલને પાવન કરતા જ વિહરવા લાગ્યા.
જાણે અમ્ય અને ? ચારનો વારસો જ હશે ?.૨
Page #76
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રામ-લક્ષ્મણને
ત્યારે રાજરાણી અને રાજમાતા બનવાનો મોહના કારણે ઘોર પાપને આચરનારી
તનવચ વિયોગોન, બ્રેઢમા સહવ્યા ? आर्तध्यानपरा मृत्वा, व्याय्यभूद गिरिगहवरे ॥
સહદેવી પુત્રના વિયોગથી ખેદને ભજનારી બનીને આર્તધ્યાનમાં મરીને ગિરિગુફામાં વાઘણ થઈ.”
આ પ્રસંગ આજની ચર્ચાના અનેક મુદ્દાઓ ઉપર સારામાં સારો પ્રકાશ પાડી શકે તેમ છે.
આજનાઓ કહે છે કે સંયમ લેનારાઓને પત્નીનું અને માતાનું શું થશે એ ખાસ જોવું જ જોઈએ, અન્યથા પત્ની ઉન્માર્ગે જાય અને માતા દુર્ગાન કરે, તેનું પાપ અવશ્ય સંયમધર થયેલા પતિને અને પુત્રને લાગે !
પણ આની સામે આ પ્રસંગ કહે છે કે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વિધિ મુજબ સંયમનો સ્વીકાર કરનારા આત્માઓએ એ વિચારવાનું જ નથી કે મોહમાં જ મસ્ત બનેલ અને ધર્મથી પરમુખ થયેલ પત્નીનું કે માતાનું શું થશે ! કારણકે સદાને માટે વિરક્ત આત્માઓ કરતા સંસારરક્ત આત્માઓની દશા જુદી જ હોય છે!
સંસારરક્ત આત્માઓની રાગદશાને પોષવાની ફરજ વિરક્ત આત્માઓ ઉપર અનંતજ્ઞાની ઉપકારીઓએ નાખી જ નથી, એ જ કારણે સંયમધરની પત્ની કે માતા પાછળથી સંસારસિકતાના કારણે આર્તધ્યાનાદિને વશ બનીને દુર્ગતિમાં જવા છતાં પણ સંયમધર પતિ કે પુત્ર સારામાં સારી રીતના આરાધક બનીને મુક્તિપદને પામી શક્યા છે. પામી શકે છે અને પામી શકશે, એમાં શંકાને અવકાશ જ
છે નથી,
Page #77
--------------------------------------------------------------------------
________________
વિવેકીસ્નેહીમાં સાચી હિતેષીતા
હોય છે
શ્રીકીર્તિધવલ અને શ્રી સુકોશલ એ પિતા-પુત્ર મુનિવરો માત્ર પરસ્પર પિતા-પુત્ર તરીકે સ્નેહી જ નથી, પણ વિવેકી સ્નેહી છે તેથી હિતૈષીતા છે,
જ્યારે માતા સહદેવી સ્નેહી હોવા છતાં મોહની ઘેલછા હોવાથી હિતેષીપણું ગુમાવી બેઠી છે. તેથી એ જે રીતનો જુલમ ગુજારે છે તે કયા વિવેકીને વિચારમાં ન મૂકે ?
કૃપાળુનાથ પ્રવચનકારશ્રીએ ‘શ્રી ઉપમિતિકથાગ્રંથ’ અને ‘શ્રી પઉમચરિયમ્' આદિના આધારે વિવેકીસ્નેહીને જે રીતે વિવેચ્યો તે છે તે અને બંને પિતા-પુત્રોની અપૂર્વસાધના, ઉપસર્ગ, નિશ્ચળતા, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ તથા વાઘણ બનેલી માતા સહદેવીને પણ જાતિસ્મરણના પ્રભાવે ઉપકાર અને વળી મદનરેખાયુગબાહુનો પ્રસંગ આદિ આ પ્રકરણમાં જે વર્ણવાયું છે તે ભલભલાના હૃદયના તારને ઝંકૃત કરે તેવું છે. ચાલો,
આપણે સ્વયં અનુભવીએ...
પહ
Page #78
--------------------------------------------------------------------------
________________
'વિવેકીસ્નેહીમાં સાચી હિતેષીતા હોય છે,
• વિવેકી આત્માની વિશિષ્ટ વિવેકશીલતા • બન્ને મહાત્મા રાજર્ષિઓની.
અનુપમ આરાધના • વાઘણ બનેલી સહદેવીએ કરેલો
ઉત્કટ ઉપસર્ગ • સિંહાવલોકન પરથી મળતો બોધપાઠ • ઉત્કટ ઉપસર્ગ અને ‘અનુપમધીરતા'
Page #79
--------------------------------------------------------------------------
________________
વિવેકીસ્નેહીમાં સાચી હિતેષીતા હોય છે
વિવેકી આત્માની વિશિષ્ટ વિવેકશીલતા રાજા મટીને રાજર્ષિ બનેલા શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ નામના પિતાપુત્ર મુનિપુંગવો, સંયમની વિશિષ્ટ આરાધના કરે છે તથા એવી આરાધક દશામાં વિચરતા એ મુનિવરો ઉપર પણ, વાઘણ બનેલી સહદેવી, કે જે એકની પત્ની થાય છે અને એકની માતા થાય છે, તે પોતાના જ ઉત્પન્ન કરેલા વૈરના યોગે કેવી જીતનો જુલમ ગુજારવા ઇચ્છે છે અને એક સુકોશલ મહર્ષિ ઉપર તો કેવો જુલમ ગુજારે છે, એ સઘળું જોતા પૂર્વે આપણે એ જોઈએ કે અવિવેકી સ્નેહી અને વિવેકી સ્નેહી ઉભયની વચ્ચે કેટલું અંતર હોય છે ? તથા સુવિવેકી આત્માઓમાં કેવી જાતની વિશિષ્ટ વિવેકશીલતા હોઈ શકે છે?
સહદેવી, એ શ્રી કીર્તિધર મહારાજાની પત્ની હતી અને શ્રી સુકોશલ મહારાજાની સગી માતા હતી, એટલે તે એ બંનેય મહારાજાઓ ઉપર પરમ સ્નેહવતી હતી એમ ગણાય, પણ સુકોશલ મહારાજાની ધાવમાતા, એ કંઈ શ્રી કીર્તિધર મહારાજાની પત્ની ન હતી, અને શ્રી સુકોશલ મહારાજાની સગી માતા ન હતી, કે જેથી ઉભય ઉપર પરમ સ્નેહવતી હતી એમ ગણાય, પણ આપણે કંઈ એવા સ્વાર્થી સ્નેહની કિંમત નથી આંકતા કે જેથી એ સ્નેહની ઓછાશ કે અધિકતા ઉપર વિચાર કરીએ. આપણે તો એ જ વિચારવા માંગીએ છીએ કે રહી હોવા છતાં પણ જે આત્મા વિવેકી
વિવેકહીમાં સાચી જ હિતેષતા હોય છે..
Page #80
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિઅમ-લક્ષ્મણને
હોય છે, એની દશા કેવી અને કેટલી ઉત્તમ હોય છે ? કારણકે વિવેકી સ્નેહીમાં સાચી હિતૈષીતા હોય છે અને તેનામાં જેટલો સ્નેહ
હોય તેટલો પણ સાચો જ હોય છે, પણ કૃત્રિમ, બનાવટી કે સ્વાર્થી જ નથી હોતો, એ જ કારણે પરમ સ્નેહવતી ગણાતી પણ સહદેવી
પત્નીએ પુત્ર ઉપરના સ્નેહ ખાતર મહાવ્રતધારી અને માસક્ષમણના પારણે પોતાના નગરમાં ભિક્ષાર્થે ફરતા પોતાના જ પતિ મુનિને પોતાના નગરમાંથી નોકરો દ્વારા અક્ષમ્ય રીતે કાઢી મૂકાવ્યા. જ્યારે સાચો સ્નેહ ધરાવતી શ્રી સુકોશલ મહારાજાની ધાવમાતા હતી તે કૃપાળુ હદયવાળી હોઈ, પોતાના સ્વામી શ્રી કીર્તિધર મહારાજાના
ગુણનું સ્મરણ કરતી રોવા લાગી. પોતાની ધાવમાતાને રોતી જોઈને હું જ્યારે શ્રી સુકોશલ મહારાજાએ પોતાની ધાવમાતાને રોવાનું કારણ
પૂછ્યું ત્યારે હિતૈષીહૃદયને ધરનારી તે વસંતલતા નામની ધાવમાતાએ રોવાનું કારણ કહેવા સાથે, બીજી અનેક જરૂરી અને હિત કરનારી વાતો કહીને શ્રી સુકોશલ મહારાજાના હિત માટે જે-જે કહેવું જરૂરી હતુ તે સઘળુંય પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર કર્યા વિના સ્પષ્ટસ્પષ્ટ અક્ષરોમાં સુણાવી દીધું.
સાચો અને વિવેકી સ્નેહી તે જ કહેવાય છે કે જે પોતાના સ્વાર્થ માટે સત્ય વાતને સમજાવતા આંચકો ન ખાય, એ જ કારણે પરમઉપકારી શ્રી સિદ્ધગિણીજી પણ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામના એક અનુપમ કથા ગ્રંથમાં ફરમાવે છે કે,
"घोरसंसार कान्तार - चारनि:सारकाम्यया । प्रवर्तमानं जैनेन्द्रे, धर्मे जीवं जगद्धिते ॥१॥ मनसा वचसा सम्यक, क्रियया च कृतोद्यमः । प्रोत्साहयति यस्तस्य, स बन्धुः स्नेहनिर्भरः ॥२॥ अलीकस्नेहमोहेन, यस्तु तं वारयेज्जनः । त तस्याहितकारित्वात्, परमार्थेन वैरिकः ।।३॥"
ભયંકર સંસારમાંથી નીકળવાની કામનાએ જગહિતકારી શ્રી હું જિનેન્દ્રોએ ફરમાવેલા ધર્મમાં પ્રવૃત્તિ કરતા જીવને જે મનથી, વચનથી અને ઈસમ્યક્ ક્રિયાથી ઉદ્યમશીલ થઈને પ્રોત્સાહન આપે છે, તે તેનો ગાઢ સ્નેહથી
Page #81
--------------------------------------------------------------------------
________________
||COACHIE
ભરેલો બંધુ છે. પણ જે આત્મા તેવા આત્માને એટલે કે ભયંકર સંસારમાંથી છે નીકળવાની કામનાએ વિશ્વહિતકર શ્રી જિનેન્દ્રદેવોએ ફરમાવેલા ધર્મમાં પ્રવૃત્તિ કરી કરતા આત્માને ખોટા સ્નેહ-મોહથી અટકાવે છે, તે આત્માનું અહિત કરનારો | હોવાથી પરમાર્થે કરીને વૈરી છે.
ઉપકારીઓના આ કથન મુજબ શ્રી વસંતલતા જે સુકોશલ મહારાજાની ધાવમાતા છે, તે વૈરિણી ન હતી પણ સાચા એટલે કે હિતકર સ્નેહથી ભરેલી હતી. તેણે પ્રથમ રોવાનું કારણ જણાવતા પઉમચરિયમૂમાં કહયું છે કે
જો તમfમrrers ૨ ને ? ठविऊण य पव्वडओ, सो तुज्छा पिया इह पविट्ठो ॥ भिक्खट्टे विहरन्तो, जणणीए तुज्झ टुलपुरिसेहिं । धाडविओ य अज्जं पुत्तय तेणं मए रुण्णं ॥
હે પુત્ર ! જે તારા પિતા કીર્તિધર મહારાજા તને રાજ્ય ઉપર અભિષિક્ત કરીને શૈક્ષિત થયા હતા, તેમણે આ આપણા નગરમાં પ્રવેશ કર્યો. અને તે પછી ભિક્ષા માટે વિહરતા એવા એ તારા પિતા મુનિને તારી માતા સહદેવીએ આજે દુષ્ટ પુરુષો દ્વારા નગરની બહાર ત્રાસપૂર્વક કાઢી મૂકાવ્યા, તે જ કારણે તે પુત્ર ! હું રોઉં છું.'
આ પ્રમાણે રોવાનું કારણ કહા બાદ એ કાઢી મૂકવાનું કારણ શું છે? એ સમજાવતા તે પરમહિતચિંતિકા ધાવમાતાએ કહ્યું
ढगुण पासंडे, मा निव्वेओ य होहिड़ सुयस्स । तण चिय नयराओ, निच्छूढा लिंगिणो सव्वे ॥ उज्जाणकाणणाडं, पुक्खरिणीवाहियालिमाईणि । नयरस्स ब्भिन्तरओ, तुज्झ कयाडं च जणणीए ॥
વ્રતધારીઓને જોઈને મારા દિકરાને નિર્વેદ ન થઈ જાય તે જ કારણે નગરમાંથી સઘળાંય લિંગીઓને એટલે સઘળાંય મતના સાધુઓને તેણે નગરની બહાર કઢાવ્યા. એટલું જ નહિ પણ તે તારી માતાએ તું બહાર ન જાય તે માટે તારા માટે હરવા-ફરવા અને રમવાનાં ઉદ્યાનો, કાનનો, વાવડીઓ અને ખેલવાની જગ્યાઓ વગેરે નગરની અંદર જ કરાવેલ છે. કારણકે
મરે તુક્ત વંસે, પુરણ ને નરવ૬ પ્રકૃવત્તા ? ते वि य भोत्तूण महिं पव्वज्जमुवागया सव्वे ॥ एएण कारणेणं, न देड नयरस्स निग्गमं तुज्डा ॥ मा निसुणीऊण धम्म, निवखमेही जायसंवेगो ॥
વિવેકહીમાં સાચી 9 હિતેષતા હોય છે...૩
Page #82
--------------------------------------------------------------------------
________________
8-0¢00 **p???
૩૪
........રામ-લક્ષ્મણને
ગયા,
“હે પુત્ર ! તારા પિતાની જેમ તારા વંશમાં બીજા પણ જે રાજાઓ થઈ પણ સઘળાંય રાજાઓએ પૃથ્વીને ભોગવીને પ્રવ્રજ્યા જ અંગીકાર કરી છે. એ જ કારણે તારી માતા તને બહાર નથી નીકળવા દેતી, કારણકે રખેને તું પણ ધર્મને સાંભળીને અને સંવેગને પામીને સંસાર ત્યજી નીકળી જાય-એટલે કે દીક્ષા લઈ લે.”
આ વૃત્તાંત ઉપરથી તમે સમજી શકશો કે વિવેકી સ્નેહી અને અવિવેકી સ્નેહી વચ્ચે કેટલું અંતર હોય છે. સુકોશલ મહારાજા ઉપર બંનેય-એક જન્મદાત્રી માતા અને બીજી ધાવમાતા-સ્નેહ ધરાવતી હતી, પણ એ બેયના સ્નેહમાં આકાશ અને પૃથ્વીની વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર હતું કારણકે જન્માત્રી માતાએ, સ્નેહના કારણે પુત્ર કોઈપણ રીતે મુક્તિમાર્ગની સાધનામાં ન યોજાઈ જાય, એ માટેની જ કાર્યવાહી કરી, જ્યારે ધાવમાતાએ પુત્ર પોતાના કલ્યાણમાર્ગથી વંચિત ન થઈ જાય, એવી વસ્તુસ્થિતિનું સાચું દર્શન કરાવ્યું. પત્ની હોવા છતાં સહદેવીએ પુત્રમોહના કારણે મહાવ્રતધારી એવા પણ પોતાના પતિ ઉપર ભયંકર ત્રાસ વર્તાવ્યો, જ્યારે શ્રીમતી વસંતલતા એ ત્રાસને નહિ ખમી શકી, એટલું જ નહિ પણ એ ત્રાસને જોઈને કંપી ઉઠી અને રોઈ ઉઠી.
આવા ઉત્તમ કોટિના હિતૈષીનો યોગ છતાં પણ નિર્વિવેકી આત્માઓ કશું જ સાધી શકતા નથી, ત્યારે ‘વિવેકી આત્માઓ સાધ્યની સિદ્ધિ કર્યા વિના રહેતા જ નથી' એ વાતનો આપણને શ્રી સુકોશલ મહારાજાએ પૂરેપૂરો સાક્ષાત્કાર કરાવ્યો, કારણકે ધાવમાતા દ્વારા એ વાતને અને સાચી વસ્તુ સ્થિતિને જાણી કે તરત જ તે પુણ્યાત્મા, પાપિણી એવી પોતાની માતાનું મુખ પણ જોયા વિના એકદમ નગરમાંથી બહાર નીકળ્યા અને પિતામુનિવર પાસે પહોંચ્યા અને પરમ વિનયપૂર્વક વંદન કરીને તે પુણ્યાત્મા પોતાના પિતામુનિવર પાસે બેઠા અને ધર્મનો પરમાર્થ સાંભળીને તરત જ તે પુણ્યાત્મા શ્રી સુકોશલ મહારાજાએ ‘હે ભગવાન ! આપ મારા વચનને સાંભળો.' આ પ્રમાણે કહીને વિનંતી કરતાં જણાવ્યું કે -
“આભિત્તે નિયયરે, નળો યેસ્તૂળ પુત્તમજાઇ अवहरडु तूरमाणो, सो ताण हियं विचिन्तन्तो ॥ ११ ॥ ॥” ‘મોહનિસંવભિત્તે, નયનોયઘરે મહ વોર્તુળ નિવવન્તો નાહ તુમ, ન ય નુત્ત સિ નોઇ ''
Page #83
--------------------------------------------------------------------------
________________
‘તન્હા ાહ પસાય, મોહાળનહીવિણ સરીરઘરે નિવ્રમમાસ મહં, હત્થાનનું વવાહિş'
‘પોતાનું ઘર સળગવા માંડે ત્યારે પિતા ઉતાવળ કરીને અને પોતાના પુત્રોનું હિત ચિંતવીને પુત્ર આદિને ગ્રહણ કરીને ચાલ્યો જાય છે. જ્યારે હે નાથ ! આપ તો મોહરૂપી અગ્નિથી સળગી રહેલા જીવલોકરૂપ ઘરમાં મને મૂકીને નીકળી ગયા. એ રીતે કરવું એ લોકમાં કોઈપણ રીતે ઉચિત ન ગણાય. એ કારણથી હે નાથ ! આપ કૃપા કરો અને મોહરૂપ અગ્નિથી શરીરરૂપ ઘર સળગી હે રહ્યું છે, એ કારણે નીકળતા એવા મને આપ હસ્તાવલંબન આપો.'
પોતાના વિવેકી પુત્રની આવી ચિત્તવૃત્તિ જોઈને શ્રી કીર્તિધર રાજર્ષિએ પણ તેના હૃદયોલ્લાસને ઉત્તેજન મળે તેવા શબ્દોમાં કહ્યું કે ‘“હોટ મવિન્થ તુહં ઘન્ને”
“ધર્મને વિશે તને અવિઘ્ન હો."
ભાગ્યવાનો ! વિચારો કે સુવિવેકી આત્માઓની વિવેકશીલતા કેટલી અને કેવી વિશિષ્ટ હોય છે ? પરમ વિવેકવતી ધાવમાતા પણ પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર હિતકર વસ્તુ જણાવવાની આડે નથી આવવા દેતી. શ્રી સુકોશલ મહારાજા પણ વાસ્તવિક હિતનો માર્ગ કયો છે ? એમ જાણ્યા પછી અન્ય તુચ્છ વિચારો કરવામાં કે પૌદ્ગલિક પંચાત કરવામાં એક ક્ષણ ગુમાવતા નથી અને રાજર્ષિ કીર્તિધર નામના મુનિપુંગવ પણ ઉલ્લાસભેર આવી પહોંચેલા પોતાના પુત્રને બીજું કશું જ આડું-અવળું કહ્યા કે પૂછ્યા વિના માત્ર એક જ આશીર્વાદ આપે છે કે “ધર્મને વિષે તને અવિઘ્ન હો !”
ધ્યાન રાખજો કે શ્રી સુકોશલ મહારાજા કાંઈ એકલાવા ન હતા પણ એક મોટા રાજવી હતા, તેની માતા તો ધર્મમાં વિઘ્ન કરનારી હતી જ અને તે પુણ્યાત્માની પત્ની પણ ગર્ભવતી હતી. આ પ્રમાણે છતાં પણ રાજર્ષિ શ્રી કીર્તિધર નામના મુનિપુંગવ એ બધી વાતોના સંબંધમાં કશું જ પૂછતા નથી કે કહેતા નથી, એ જ સૂચવે છે કે એકાંત કલ્યાણકર માર્ગે જવાની આડે આવતી કોઈ પણ વસ્તુ શ્રી જૈનશાસનમાં કિંમતી ગણાતી નથી.” માટે એનો વિચાર કરવો વ્યર્થ છે, એ જ કારણે પાછળથી ગર્ભવતી એવી પણ પોતાની પત્ની પરિવારની સાથે આવી પહોંચી, તે છતાં પણ નહિ મૂંઝાતા સુકોશલ મહારાજા ગર્ભસ્થ પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરીને તરત જ પિતા
DOD
વિવેકીસ્નેહીમાં સાચી
૬૫
હિષતા હોય છે...૩
Page #84
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ સુકોશલ મુનિપુંગવ પણ પોતાના પિતા મુનિપુંગવની જેમ ઘોર તપશ્ચર્યા કરવામાં ઉગ્ર બન્યા અને એકાગ્રતાના યોગે તે મુનિપુંગવે પણ અનેકવિધ તપોને ઉગ્રપણે તપ્યાં. એના યોગે એ બંને રાજર્ષિ મુનિપુંગવો સમાન સ્તુતિપાત્ર બન્યા છે. એ બંનેય રાજર્ષિ મુનિપુંગવોનું સ્વરૂપ આલેખતા જેમ કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સમાન રીતે સ્તવ્યા છે. તે જ રીતે સ્તવના કરતાં શ્રી ‘પઉમચરિયમ્' ના કર્તા મહાપુરુષે ૬૬ ફરમાવ્યું છે કે -
"ते दोवि पियापुत्ता- तवसंजमनियमसोसियसरीरा વિહરતિ વૃધિડુવા, ગામાન મયં વસુદં ર’
તપ, સંયમ અને નિયમથી શોષવી નાખ્યું છે શરીર જેઓએ તેવા દૃઢ ધીરજવાળા તે બંનેય પિતા-પુત્ર મુનિપુંગવો ગામ અને આકરથી મંડિત એવી પૃથ્વી પર વિહરે છે.
સંત.... ભાગ-૨
મુનિપુંગવ પાસે દીક્ષા અંગીકાર કરી, અને મુનિપણાના પાલન માટે પ્રયત્નશીલ થયા.
........રામ-લક્ષ્મણને
આપણે જાણી ગયા છીએ કે આ રીતે પિતા-પુત્ર મુનિ જ્યારે આરાધનામાં રક્ત છે, ત્યારે પુત્રના વિયોગે આર્તધ્યાન ધ્યાવવામાં તત્પર બનવાથી સહદેવી શ્રી કીર્તિધર જેવા પુણ્ય પુરુષની ધર્મપત્ની બનવા છતાં અને સુકોશલ જેવા સુજાત પુત્રની માતા બનવા છતાં મરીને ગિરિગુફામાં વાઘણ બની.
બન્ને મહાત્મા રાજધિઓની અનુપમ આરાધના આથી સમજાશે કે પોત-પોતાના કર્મના યોગે પ્રાણીઓ આ સંસારરૂપ ભયંકર અટવીમાં અથડાયા કરે છે. એમાંથી પ્રાણીઓને બચાવવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મ સિવાય બીજું કોઈપણ સમર્થ નથી. એ ધર્મની સામગ્રી નહિ પામનારા અને પામ્યા છતાં પણ નહિ આરાધનારા આત્માઓ R સુખના અર્થો છતાં આ દુ:ખમય સંસાર રૂપ અટવીમાં રખડ્યા જ કરે છે અને દુર્લભ એવા એકના એક સર્વોત્તમ ધર્મની ઘોર વિરાધના કરનારા તો અનંતકાળ સુધી આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખપરંપરક અટવીમાં કારમી રીતે રીબાય છે. આથી કલ્યાણના
Page #85
--------------------------------------------------------------------------
________________
(CIAL
અર્થી આત્માઓએ તો સર્વસ્વના ભોગે પણ એ પરમકલ્યાણમય છે ધર્મની આરાધનામાં જ રક્ત બનવું જોઈએ, પણ જેઓથી થતી આરાધના ન થઈ શકે તેઓએ પણ વિરાધનાથી અવશ્ય બચવું છું જોઈએ, કારણકે એમ કર્યા વિના આ સંસારનો અંત કદી જ આવે તેમ નથી.
એ જ કારણે વિરાધના ન થઈ જાય એની કાળજી રાખવા-હ પૂર્વક બંનેય રાજર્ષિઓ, એ પરમતારક ધર્મની આરાધનામાં એકતાન બન્યા છે અને એ એકતાનતામાં રક્ત બનેલા રાજર્ષિઓને નથી નડતા પરીષહો કે નથી નડતા ઉપસર્ગો, ઊલટા એ પરિષહો અને ઉપસર્ગો તો એ પુરુષસિંહોને મોક્ષમાર્ગની આરાધનામાં પરમ સહાયરૂપ થાય છે. એથી જ એ પુરુષસિંહો એ પરિષદો અને ઉપસર્ગોની પરવા કર્યા વિના આરાધનાનાં માર્ગમાં અનુપમ રીતે આગળ વધ્યે જ જાય છે. મુક્તિમાર્ગના આરાધકોને તો પરીષહો અને ઉપસર્ગોની સામે સંગ્રામ ખેલવામાં જ આનંદ હોય છે.
એ જ હેતુથી તીર્થપતિના આત્માઓ, કે જે આત્માઓનો આ દુનિયામાં જોટો નથી, તેઓ પોતાના અંતિમ ભાવમાં પણ પ્રશમામૃતની તૃપ્તિ શાના યોગે પામે છે ? એ દર્શાવતા મહિમસ્તવ' નામના પ્રકાશ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માના માહાભ્યની સ્તવના કરતાં કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સ્તવે છે કે. “પરીષહૈદ્ય, મુપસનું પ્રતિલિમ્િ ? प्राप्तोऽसि शमसौहित्यं, महतां कापि वैदुषी ॥१॥"
હે સ્વામિન્ ! પરીષહસેનાનો વિનાશ કરતા અને ઉપસર્ગોનો પ્રતિક્ષેપ કરતા આપ શમસૌહિત્યને પામ્યા છો તે કારણથી જણાય છે કે હે નાથ ! મહાપુરુષોની વિદ્વતા કોઈ અલૌકિક હોય છે !”
આ ઉપરથી એ પરમતારકના શાસનમાં અલંકાર સમા મુનિવરોએ સમજવું જોઈએ, કે ઉપસર્ગોનું સહન અને તપશ્ચર્યાનું તપન, એ તો મુનિપણાના અનુપમ અલંકારો છે. એ અલંકારો
વિવેકહીમાં સાચી 9 હિતેષતા હોય છે...૩
Page #86
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
શ્ન
રામ-લહમણને
સજવામાં જ મુનિવરોની સાચી શોભા છે. એ બે વિનાનું મુનિપણું ખરેખર જ લખું લાગે છે. એ જ કારણે નિર્યુકિતકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન્ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિ દ્વારા ભગવાન્ શ્રી તીર્થંકરદેવોના દૃષ્ટાંતથી મુનિવરોને ઉત્સાહિત કરવા ફરમાવે છે કે, "तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्जियव्वयधुवम्मि । अणिगृहिय बलविरिओ, तवोविहाणंमि उज्जमड़ ॥१॥" किं पुण अवसेसेहिं, दुवखवखयकारणा सुविहिएहिं । होई न उज्जभियव्वं, सपच्चवायंमि माणुस्से १२॥"
“ચાર ચાર જ્ઞાનના ઘણી, દેવોથી પૂજિત અને નિશ્ચિતપણે જેની મુક્તિ થવાની છે, તેવા શ્રી તીર્થકર મહારાજા પણ બળ અને વીર્ય ગોપવ્યા વિના તપોવિધાનમાં ઉદ્યમશીલ થાય છે. તો પછી પ્રત્યપાયોથી સહિત એવા મનુષ્યપણામાં દુ:ખક્ષયના કારણે અન્ય સુવિહિત મહર્ષિઓએ શા માટે ઉઘમ ન કરવો જોઈએ ?
૨ વા ઉત્તમ પ્રકારના ઉપદેશામૃતનું નિરંતર પાન કરવા છતાં પણ જે મુનિઓ બારે પ્રકારના તપનું યથાશક્તિ સેવન કરવામાં અને માર્ગમાં ટકી રહેવા માટે તથા કર્મની નિર્જરા માટે નિરંતર સહવા યોગ્ય પરીષહોને સહવામાં પોતાના સામર્થ્યનો ઉપયોગ નથી કરતા, તે ખરે જ મુનિપણાના આસ્વાદથી વંચિત રહે છે, જે આત્માઓને મુનિપણાનો આસ્વાદ લેવાની ભાવના હોય તે આત્માઓએ તો ગુરુનિશ્રામાં રહી, પરીષહો આવે ત્યારે એને ખૂબ સમતાપૂર્વક સહન કરવાની શક્તિ કેળવી લઈને, એ પરીષહોને અને બારે પ્રકારના તપને પોતાના સાથી જ બનાવી લેવા જોઈએ. સાચો
આનંદ એ બે સાથીઓની આરાધનામાં જ રહેલો છે અને એ જ [ કારણે પ્રભુમાર્ગની આરાધનામાં રક્ત મુનિપુંગવો જ્યારે કોઈ જુએ Rછે ત્યારે એવીને એવી પ્રવૃત્તિમાં રક્ત દેખાય, કારણકે એ સિવાયની - પ્રવૃત્તિ તે આત્મા માટે હોઈ જ નથી શકતી.
એ જ કારણે જ્યારે ધન નામના સાર્થવાહ કે જે પહેલા ઉં ભવમાં ઋષભદેવસ્વામીનો આત્મા છે, તે પોતાના સાર્થમાં આવેલા
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષ નામના આચાર્ય ભગવંતની ખબર લેવા ગયા છે, તે વખતે તે પુણ્યાત્માએ આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ મહારાજનીR સેવામાં રહેતા મુનિવરોને કેવા સ્વરૂપમાં જોયા, એનું વર્ણન કરતા કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે,
ધ્યાનાથીનાત્મનઃ વાંશ્વિત્ વૈશ્વિઞૌનાવનવિનઃ । कायोत्सर्गस्थितान्कांश्चित् पठतः कश्चिदागमम् ॥ वाचनां ददतः कांश्चित्, कांश्चिद् भूमिं प्रमार्जतः । ચંદ્રમાનાત્ ગુરુાંશ્વિત્ - ઘિર્મયાનુષ: {{ श्रुतमुद्दिशतः काश्चित् कांश्चित्तदनुजानतः ॥
-
तत्त्वानि वदतः कांश्चित् - तत्राद्राक्षीन्मुनीनपि ॥
જેમાંના કેટલાક તો પોતાના આત્માને ધ્યાનાધીન કરીને રહેલા હતા, કેટલાક મૌનનું અવલંબન કરી રહ્યા હતા, કેટલાક કાયોત્સર્ગમાં સ્થિત હતા, કેટલાક આગમને ભણતા હતા, કેટલાક વાચનાને આપતા હતા, કેટલાક
ભૂમિનું પ્રમાર્જન કરતા હતા, કેટલાક ગુરુને વંદન કરતા હતા, કેટલાક ધર્મ કથાને કરતા હતા, કેટલાક શ્રુતનો ઉપદેશ કરતા હતા, કેટલાક શ્રુતની અનુજ્ઞા કરતા હતા અને કેટલાક તત્ત્વોને કહેતા હતા
વિચારશો તો સમજાશે કે આ આખાયે વર્ણનમાં બાહ્ય અને અત્યંતર તપના આસેવન સિવાય બીજું કશું જ નહિ દેખાય અને આવી રીતે બાહ્યા અને અત્યંતર તપના સાચા ઉપાસકો પરીષહોથી ડરનારા હોય એવી કલ્પના પણ પાપરૂપ કાં ન
ગણાય ?
આવા વર્ણનો મુનિપણાના અર્થીઓએ પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવા જોઈએ. મુનિપણું લેવા માત્રથી જ આત્માનું શ્રેય નથી, પણ લીધા પછી તેની આ રીતે આરાધના કરવામાં જ કલ્યાણ છે, એ વાત કલ્યાણના અર્થી આત્માઓએ કદી જ વિસરવા જેવી નથી. જેમ-જેમ દિવસ જાય તેમ-તેમ મુનિ એવી પ્રવૃત્તિમાં આગળ ને આગળ વધતો જ જવો જોઈએ અને ન વધાય તેનું સાચા કલ્યાણના અર્થીને દુ:ખ થવું જોઈએ. કારણકે આવી સર્વોત્તમ સામગ્રી મળ્યા પછી પણ આરાધના ન થાય એ ભયંકરમાં ભયંકર કમનસીબી છે, એ જ કારણે રાજા-મહારાજાઓ પણ અમે પૂર્વે
વિવેકીસ્નેહીમાં સાથી ૭/ હિતષીતા હોય છે...૩
Page #88
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
કોણ હતા ? એ વાતને સર્વથા ભૂલી જાય છે, અને સઘળીએ પૂર્વાવસ્થાને ભૂલી, ખોટું માન તથા ખોટી મોટાઈનો ત્યાગ કરી, સદ્ગુરુની નિશ્રામાં જીવન સમર્પી દઈ, આજ્ઞા લઈ, આજ્ઞા મુજબની આરાધના કરવામાં જ રક્ત બની જાય છે. એમાંના જ આ બે રાજર્ષિઓ છે.
આપણે આ બંનેય રાજર્ષિઓની જીવન ચર્યા જોઈ રહ્યા છીએ. તેમાં તે પૂર્વે રાજા હતા. આ જાતના વર્તનની સ્હેજ ગંધ સરખી પણ આવે છે ? નહિ જ. અને એવા મુનિપણામાં ઓતપ્રોત થઈ ગયેલા આત્માઓમાં આવે પણ શાની ? એક મોટા રાજ્યને ૭૦ ત્યજીને ચાલી નીકળેલા મહર્ષિઓ બાળકની જેમ સદ્ગુરુની નિશ્રા સેવી, પરીષહોને સુંદરમાં સુંદર રીતે સહી ઘોર તપશ્ચર્યા તપી રહ્યા છે, એ જ સૂચવે છે કે મુનિજીવન એ એક આ મનુષ્યલોકમાં દિવ્ય જીવન છે, અને એવું જીવન ધાર્યે સમયે મુક્તિ આપે એમાં આશ્ચર્ય શું છે ? એવું મુનિજીવન મેળવવા માટે ખોટી મમતાના ત્યાગની અને સાચી મમતાના સ્વીકારની અનિવાર્ય આવશ્યકતા છે.
........રામ-લક્ષ્મણને
ખોટી મમતાના ત્યાગપૂર્વકની સાચી મમતા મેળવવાનો રાજમાર્ગ દર્શાવતા ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર માવે છે કે - "आत्मप्रवृत्तावतिजागरूकः परप्रवृतौ बधिरांधमूकः । सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥१॥" જે આત્મ કલ્યાણકર પ્રવૃત્તિમાં અતિ અપ્રમાદી હોય, પરપ્રવૃત્તિ પૌદ્ગલિક પ્રવૃત્તિને સાંભળવા માટે બધિર, જોવા માટે અંધ અને તેનો ઉપદેશ કરવા માટે મુંગો હોય તથા સદાય ચિદાનંદપદનો એટલે મુક્તિપદનો ઉપયોગી હોય, તે યોગી લોકોત્તર સામ્યને પામે છે.
અપૂર્વ આરાધનાના યોગે લોકોત્તર સામ્યને પામી ચૂકેલા આ બંને રાજર્ષિઓ, એક મોક્ષપદની સાધનામાં રક્ત બનેલા અને એ જ કારણે ૫૨-એટલે પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર બનેલા અને આત્મિક પ્રવૃત્તિમાં અપ્રમત્ત બનેલા હોઈ, પ્રભુમાર્ગની આરાધનામાં એવા રક્ત બન્યા છે કે જેઓને પોતાના શરીરની પણ પરવા નથી રહી. પરીષહના સહનને પ્રતાપે અને તપશ્ચર્યા તપવાને લઈને આત્મા
પ્રભુમાર્ગનો કેવો આરાધક બની શકે છે, એ વાત આપણને આ બંનેય રાજર્ષિઓની જીવનચર્યાથી સારામાં સારી રીતે સમજી શકાય
Page #89
--------------------------------------------------------------------------
________________
છે
છે. એ મહાપુરુષોએ પોતાનું જીવન એવું તો બનાવી દીધું કે મહિલાઓના મહિના સુધી આહાર કે પાણી વિના સ્વાધ્યાય અને ધ્યાનમાં મશગુલ રહી શકે.
इतश्च तौ कीर्तिधर - सुकोशलमहामुनी । પ્રવૃતિ ચાતુર્માસ - મત્યેનું ટ્રાન્તમાન સૌ જિ:સ્પૃહી સ્વશરીરેડ, સ્વાધ્યાય-ધ્યાનતત્વરી ? गिरेर्नुहायामेकस्य, तस्थतुः सुस्थिताकृती ॥
“જ્યારે એકબાજુ સહદેવી આર્તધ્યાનના યોગે ગિરિગુફામાં વાઘણ બની, ત્યારે બીજી બાજુ દમી નાખ્યું છે મન જેઓએ તેવા સુસ્થિત આકૃતિવાળા શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ બંનેય મહામુનિઓ ચોમાસાની ચાતુર્માસી પસાર કરવા માટે પોતાના શરીરને વિષે પણ નિ:સ્પૃહ બની અને સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર થઈને એક ગિરિની ગુફામાં રહ્યાં છે.
ભાગ્યવાનો ! વિચારો કે શ્રેષ્ઠ રાજ્યસંપત્તિના ભોકતા, કે જેઓએ ગૃહસ્થાવાસમાં દુ:ખ કોને કહેવાય ? તે ભાળ્યું નથી એમ કહેવાય તેવા આત્માઓ આજે કંઈ રીતે પ્રભુમાર્ગની આરાધના કરી રહા છે ? ધર્મની આવી અનુપમ આરાધના કરનારા આત્માઓને સંસાર કેમ સંઘરે ? અને એવા આત્માઓને વરવા માટે મુક્તિરમણી પણ કેમ ન તલસે ? મોક્ષલક્ષ્મી આવા આત્માઓના કરકમળમાં હોય, એમાં આશ્ચર્ય પણ શું?
જેઓને આત્મકલ્યાણ સિવાયની બીજી કોઈપણ પ્રકારની પરવા જ નથી રહી ! એ જ કારણે એ બંનેય મહામુનિઓ ચોમાસાના ચાર મહિનાનો સમય વ્યતીત કરવા માટે એક પર્વતની ગુફામાં આવીને વસ્યા, અને પોતાના શરીર ઉપર પણ નિ:સ્પૃહ બનેલા તે રાજષિ મુનિઓએ ચારેય મહિના ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી સ્વાધ્યાય અને ધ્યાનમાં તત્પર બનીને પસાર કર્યા.”
વાઘણ બનેલી સહદેવીએ કરેલો ઉત્કટ ઉપસર્ગ એ રીતે ચારેય મહિના પસાર થયા અને કાર્તિક મહિનો આવ્યો એટલે એ બંનેય રાજર્ષિ મહામુનિઓ પારણા માટે બહાર નીકળ્યા. પારણા માટે જતા એવા એ બંનેય રાજર્ષિ મહામુનિઓને માર્ગમાં યમની દૂતી જેવી દુષ્ટ એવી તે વાઘણે જોયા. જોતાની સાથે
વિવેકીસ્નેહીમાં સાથ
( હિતેષતા હોય છે..૩
Page #90
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૭૨
.........મ-લક્ષ્મણન
જ તેણે પોતાનું મુખ પહોળું કર્યું અને ઉતાવળી તે મુનિપુંગવો તરફ દોડી.
‘ઉતાવળે દોડી આવવું’ એ વસ્તુ મિત્ર અને શત્રુ એ ઉભય માટે સરખી છે, એનો ખ્યાલ આપતાં કલિકાળસર્વજ્ઞ શ્રી ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
‘‘દૂરાજથાનમન્તુભ્યો, ઉદ્ઘતાં સુદ્ધ¢ામવિ ’’ “દૂરથી આગમન દુશ્મનો અને મિત્રોનું પણ સરખું હોય છે.” કારણકે મિત્રો જેમ મળવા માટે ઉતાવળે આવે છે, તેમ દુશ્મનો મારવા માટે ઉતાવળે આવે છે, એટલે દૂરથી ઉતાવળે આવવામાં મિત્રો અને શત્રુઓ બંનેય એક સરખા જ હોય છે, કારણકે એકમાં ઉતાવળે આવવાનું કારણ રાગ હોય છે, જ્યારે બીજામાં દ્વેષ હોય છે.
આથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાઘણ પૂર્વભવના વૈરવાળી એટલે કે વૈરવૃત્તિના યોગે જ આવા મહામુનિઓના દર્શનની સાથે જ તેના અંતરમાં એકદમ દ્વેષની આગ સળગી ઉઠે છે અને દ્વેષની આગના યોગે તે એકદમ એ બંનેય મહામુનિઓ તરફ મુખ ફાડીને ઉતાવળે દોડી આવી. આ સ્થિતિમાં પણ એટલે કે,
आपतन्त्यामपि व्याघ्यां, तौ क्षमाश्रमणोत्तमौ । ધર્મથ્થાનું પ્રવેટ્ટાનો, વાયોત્સર્ગોળ તત્ત્વતુઃ શ્
વાઘણ એકદમ આપણી ઉપર પડવાને જ આવી રહી છે, એમ જાણવા છતાં પણ ક્ષમાશ્રમણોમાં ઉત્તમ એવા તે બંનેય રાજર્ષિ મહામુનિઓ કાર્યોત્સર્ગ કરીને ઉભા રહ્યા.
30_
વિચારો કે આ કેવી અને કેટલી ધીરતા ? આવી અને આટલી ધીરતા તે જ આત્માઓ રાખી શકે છે કે જે આત્માઓ કેવળ મુક્તિરમણીના જ રસિયા હોય. અન્ય પદાર્થોમાં આસક્ત અને એ આસક્તિના યોગે અન્ય આરાધનામાં જ ઉદ્યમશીલ આત્માઓ આવે સમયે આવી ધીરતા કદી જ ધરી નથી શકતા. અનંત ઉપકારી સંયમધર મહર્ષિઓ માટે પણ પરિષહોને સહન કરવાની અને બારે પ્રકારના તપની આરાધનામાં જ રક્ત રહેવાની જે વિધિ બાંધી છે, તેનો હેતુ પણ એ જ છે કે આવા સમયે પણ તે આત્માઓ ધૈર્યશીલ રહે. અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ વિધાનનું જો યથાસ્થિત
Page #91
--------------------------------------------------------------------------
________________
પાલન થાય, તો એ વિધાનમાં એ સામર્થ્ય છે કે આત્માને ગમે તેવા છે પ્રસંગોમાં મૂંઝાવા ન દે, પણ અનંત ઉપકારીઓના એ વિધાન પ્રત્યે તુ છે કે સાચો સદ્ભાવ અને એને આરાધવાનો અપૂર્વ ઉત્સાહ તે જ કે આત્માઓને આવે છે કે જે આત્માઓની ભવસ્થિતિ પરિપક્વ થઈ S. હોય, એવા આત્માઓ કદાચ અશક્તિ આદિના યોગે એ વિધાનની ઉં યથાશક્તિ આરાધના ન કરી શકે, તો પણ તેની આરાધના માટેની ભાવના અખંડતિપણે એવા આત્માઓના અંતરમાં નિરંતર ઉદ્ભવ્યા જ કરે છે અને યથાસ્થિત આરાધના ન થઈ શકે તેનો પશ્ચાત્તાપ પણ સતત રહ્યા કરે છે.
ખરેખર, આ બે રાજર્ષિ મહામુનિઓ આવા સમયે પણ આવી ધીરતા રાખી શક્યા છે, - એ પ્રતાપ અનંત ઉપકારીઓએ વિહિત કરેલા કલ્યાણકારી એ વિધાનના પાલનનો જ છે. આથી જે આત્માઓ, એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઈચ્છે છે તે આત્માઓએ અનંત ઉપકારીઓએ એકાંત કલ્યાણના હેતુથી જ વિહિત કરેલા એ વિધાનનું યથાશક્તિ પાલન કરવામાં જ રક્ત બની જવું જોઈએ. વળી એકાંત મુક્તિમાર્ગના આરાધકો માટે એ સિવાય બીજું કરવાનું પણ શું છે ? એ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઇચ્છતા આત્માઓએ કરવાની જ નથી, એ છતાં પણ એ કલ્યાણકર વિધાનના પાલનમાં જે આત્માઓને રસ ન જાગે, તે આત્માઓ ખરેખર, શોચનીય ગણાય. એવા શોચનીય આત્માઓ, પ્રભુશાસનના સારને અને તેના રસને વાસ્તવિક રીતે નથી પામી શકતા અને એથી એ બિચારાઓ તેના અનુપમ આસ્વાદથી સાચે જ વંચિત રહે છે.
પણ આ બંને રાજર્ષિ મહામુનિઓ તો અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ કલ્યાણકારી વિધાનના યથાસ્થિત પાલનના પરિણામે, શ્રી જિનેશ્વરદેવોના શાસનના સારને અને તેના રસને પામી શકેલા હોવાથી તથા એ સર્વોત્તમ રસનો આસ્વાદથી સઘળાંય પૌગલિક સુખને વિસરી ગયેલા હોવાથી આવા વિકટ પ્રસંગે પણ અન્ય કોઈપણ જાતના વિકલ્પો નહિ કરતાં, ધર્મધ્યાનનો આશ્રય કરીને કાયાનો ત્યાગ કર્યો અને સ્થિર થઈને ઉભા રહ્યા. મહાપુરુષો
વિવેકહીમાં સાથી 9 હિતેષતા હોય છે...૩
Page #92
--------------------------------------------------------------------------
________________
- સંતા. ભાગ-૨
રામ-લક્ષ્મણો
સ્થિર થઈને ઉભા રહે, એથી પાપાત્માઓનો રોષ ઓછો જ ઊતરી જાય ?
વૈરવૃત્તિનો પ્રભાવ જ એવો છે કે સામો આત્મા ગમે તેવો સારો હોય અગર તો શાંત થઈને વર્તે, તો પણ વૈરવૃત્તિના સ્વામીની વૈરવૃત્તિ પ્રાય: શમતી નથી. એવી જ દશા પ્રાય: બહુલકર્મી આત્માની પણ હોય છે, પણ આ સ્થળે એવા આત્માનો પ્રસંગ નથી, કારણકે આ સ્થળે તો વૈરવૃત્તિથી જ ધમધમતો આત્મા છે, એટલે વૈરવૃત્તિથી ધમ-ધમતી તે વાઘણને વધુ રોષ સુકોશલ ઉપર હોવાથી પ્રથમ તે વાઘણ વીજળીની જેમ સુકોશલ નામના રાજર્ષિ મહામુનિ ઉપર તુટી પડી અને દૂરથી દોડી-દોડીને પ્રહાર દ્વારા તેણે તે મહામુનિને પૃથ્વી ઉપર પાડી નાંખ્યા. ત્યાર પછી ધર્મધ્યાન મગ્ન મહર્ષિ ઉપર ગુજારેલા જુલમનું વર્ણન કરતાં લખ્યું છે કે
चटच्चटिति तच्चर्म, दारं हारं नखांकुशैः । पापा सापाढतृप्ताभ, वारीव मरुपांथिका ॥ भोटयित्वा नोटयित्वा, घटत् टिति सा रदैः । जनसे मांसमपि हि, वालुकमिव रंकिका । दंतयंत्रातिथीचक्रे, कर्कशा कीकसान्यपि। कटत्कटिति, कुर्वन्ती, सेसूमिव मतंगजी ॥
પાપિણી એવી તે વાઘણે પોતાના નખરૂપી અંકુશો વડે તે મહામુનિના ચર્મને ‘ચટ-ચટ’ એવા શબ્દ થાય તે રીતે ફાડી-ફાડીને મારવાડ દેશની મુસાફર સ્ત્રી જેમ તૃષાર્તપણે પાણી પીએ, તેમ અતૃપ્ત એવી તે, મહામુનિના લોહીને પીવા લાગી અને ગરીબ સ્ત્રી જેમ વાલુંક નામની કોઈ તુચ્છ વસ્તુ વિશેષ ખાય, તેમ તે દાંતોથી તત’ એ પ્રમાણે તોડી-તોડીને મહામુનિના માંસને
ખાવા લાગી, તેમજ હાથીણી જેમ શેરડીને પીલી નાખે તેમ કઠોર અને ‘કટછે ક’ એ પ્રમાણે કરતી તે, તે મહામુનિના હાડકાને વ્રતરૂપ યંત્રના અતિથિ કરવા 3 લાગી -- અર્થાત્ ચાવવા લાગી.
ભાગ્યવાનો ! વિચારો કે રોષવશ આત્માઓની દશા કેવી હોય \ છે ? પૂર્વાવસ્થાની માતા પોતાના જ પુત્રને આવી દશામાં જોવાથી હું આનંદ પામવાને બદલે વિપરીત વિચારણાના યોગે આવી ભયંકર છે અને નિર્ઘણ દશાને પામે છે, એ વાત કલ્યાણના અર્થી આત્માઓએ
Page #93
--------------------------------------------------------------------------
________________
III0KE
અવશ્ય વિચારણા યોગ્ય છે. સંસારની અસારતા અને તુચ્છતા તથા છે મોહના વિલાસને જાણવા માટે આ પ્રસંગ કાંઈ નાનોસુનો નથી. જો કે
આ પ્રસંગ પામીને ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા - પણ શ્રી શ્રેણિક મહારાજાને સંબોધીને મોહના વિલાસનો ખ્યાલ આપતા પઉમચરિયમાં ફરમાવે છે કે
इय पेच्छसु संसारे, सेणिय ! मोहस्स विलसियं एयं। जणणी खायडु मंसं, जत्थ सुट्ठस्स पुत्तस्स ११११॥
હે શ્રેણિક ! આ પ્રમાણે તું સંસારમાં આ મોહના વિલાસને જો, કે જે સંસારમાં સારી રીતે ઈષ્ટ એટલે વ્હાલામાં વ્હાલા એવા પુત્રના માંસને માતા ખાય છે !
સંસારનો આ મોહવિલાસ અવશ્ય વિચારણીય છે. આ ભયંકર સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં મોહમગ્ન આત્માઓ અનેક જાતના સુરૂપો અને કુપો ધરે છે, એક ભવનો સ્નેહી જ્યારે બીજા ભવમાં શત્રુ બને છે ત્યારે શત્રુ, સ્નેહી બને છે, પુત્ર, પિતા થાય છે, માતા, પુત્રી થાય છે અને પુત્રી, માતા થાય છે, પતિ, પત્ની થાય છે અને પત્ની, પતિ થાય છે, રાજા, રંક થાય છે તો રંક, રાજા થાય છે. શેઠ, નોકર થાય છે, તો નોકર, શેઠ થાય છે, અર્થાત્ સૌ, સો કંઈ થાય છે.
એ જ કારણે સંસારભાવના'નું સ્વરૂપ દર્શાવતા પરમોપકારી પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
श्रोत्रियः श्वपचः स्वामी, पतिर्बह्मा कृमिश्च सः । संसारनाटके नटवत्, संसारी हन्त ! चेष्टते ॥१॥ न याति कतमां योनि, कतमां वा न मुञ्चति । संसारी कर्मसम्बन्धा-ढवक्रयकुटिभिव ॥२॥ સમસ્તનોdaldhશેડ, નાના વૈઃ સ્વāર્મતઃ ? वालाग्रमपि तन्नास्ति, यन्त्र स्पृष्टं शरीरिभिः ॥३॥
સંસારરૂપ જે નટકર્મ, તેમાં નાટકીઆની જેમ સંસારી આત્મા વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે, એટલે કે જેમ નાટકમાં વિવિધ વર્ણક આદિના યોગે નાટકીઆઓ ભિન્ન-ભિન્ન ભૂમિકાને અંગીકાર કરે છે, તેમ વિવિધ પ્રકારના
વિવેકહીમાં સી 8 હિતેષતિ હોય છે..૩
Page #94
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
| છ
રિમ-લક્ષ્મણને
કર્મરૂપ ઉપાધિથી ઘેરાયેલો આત્મા વેદ પારગામી હોવા છતાં ચંડાળ થાય છે, સ્વામી, સેવક થાય છે અને બ્રહ્મા, કૃમિ થાય છે. વળી સંસારી જીવ ચોરાશી લાખ યોનિઓ પૈકીની કંઈ યોનિમાં જતો નથી અને કંઈ યોનિને મૂકતો નથી? અર્થાત્ સઘળી યોનિઓમાં જાય છે અને સઘળી યોનિઓને મૂકે છે, એટલે કે જેમ કોઈ ગૃહસ્થ કોઈ કારણસર એક ભાડાની કોટડીમાં પેસે છે. અને કારણ ન હોય ત્યારે તેને મૂકી દે છે. અને વળી બીજા કારણસર બીજી કોટડીનો સ્વીકાર કરે છે અને કારણ પૂર્ણ થયે તે બીજીનો પણ ત્યાગ કરે છે, તેમ સંસારી આત્મા પણ નિયત કર્મોના ભોગ માટે એક યોનિમાં પ્રવેશ કરે છે અને તે યોનિને યોગ્ય એવા કર્મોનો ઉપભોગ થઈ ગયા પછી તે યોનિને મૂકી દે છે, એ જ રીતે બીજી યોનિમાં પ્રવેશ કરે છે અને ફરી તેને મૂકી દે છે, પરંતુ સંસારી આત્માઓને કોઈ પણ યોનિનો નિયત સ્વીકાર નથી, કારણ કે-સંસારી આત્માનો યોનિનો સ્વીકાર કે ત્યાગ તેને સ્વાધીન નથી, પણ તેના કર્મને આધીન છે. એ જ હેતુથી સમસ્ત લોકાકાશને વિષે એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થાન એવું નથી કે જે સ્થાનને પોતાના કર્મના પ્રતાપે સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક અને સાધારણ એકૅન્દ્રિય તથા બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય ભેદથી નાના પ્રકારના રૂપોને ધરી-ધરીને ઉત્પન્ન થતા તથા મરતા એવા જીવોએ ન સ્પર્યું હોય !
આ ઉપરથી તમે સમજી શકશો કે સંસારની સ્થિતિ જ ભયંકર છે અને તેમાં મોહમગ્ન થઈને પડેલા આત્માઓ જે-જે અને જેટલા-જેટલા અનર્થો ન કરે, તે-તે અને તેટલા-તેટલા ઓછાં છે, માટે સગી અને પ્રેમવતી માતા પણ મોહના યોગે મોહને છાજતું પોતાનું ઈષ્ટ ન થવાથી, આર્તધ્યાનવશ બને એ પણ સંભવે, આર્તધ્યાનના યોગે વાઘણ બને એ પણ સંભવે, અને એક તો જાતિસિદ્ધ ક્રૂરતા અને બીજી વૈર વૃત્તિજનિત ક્રૂરતા, એ બેયના યોગે આવા મહામુનિઓનાં દર્શન માત્રથી મારી નાખવા માટે ધસી આવે, આપણે જોઈ ગયા તેવો જુલમ ગુજારે એ પણ સંભવે, છતાં એમાં કશું જ આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય તો એ છે કે ઉત્કટ ઉપસર્ગના પ્રસંગે પણ આ રાજર્ષિ મુનિઓ પોતાની આરાધનાના માર્ગથી સ્ટેજ પણ ચસકતા નથી.
સિંહાવલોકન પરથી મળતો બોધપાઠ ' આપણે જોઈ ગયા કે શ્રી કીર્તિધર મહારાજાએ દૂધ પીતા પોતાના બાળકને ગાદી ઉપર બેસાડી દીક્ષા લીધી અને પોતાની માતા
સહદેવીના અનેક પ્રયત્નો છતાં પણ પોતાની ગર્ભવતી પત્નીનો પણ 8 પરિત્યાગ કરી, શ્રી સુકોશલ મહારાજાએ પણ દીક્ષા લીધી. આમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
કાંઈ પણ અયોગ્ય ઘટના હોત તો શાસ્ત્રકાર મહર્ષિ અવશ્ય લખત, છે પણ શાસ્ત્રકાર પરમમહર્ષિ કંઈ લખતા નથી, ઉલટું એ R 2 3 પુણ્યાત્માઓને માટે ધાંધલ કરનાર સહદેવી માટે જ લખે છે અને જે દુર્ગતિ પણ સહદેવીની જ થાય છે. શ્રી સુકોશલ મહારાજા જેવા પુત્રના વિયોગથી આર્તધ્યાનમાં મગ્ન બનીને માતા સહદેવી મરીને પર્વતની ગુફામાં વાઘણ થઈ એ પણ આપણે જોયું.
કોઈ પૂછે કે એ બધો વિચાર શ્રીસુકોશલ મહારાજાએ કેમ ન કર્યો?
આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે વૈરાગ્ય જન્મ પછી બધી વૈરાગ્યઘાતક ભાવનાઓ આપોઆપ જ નષ્ટ થાય છે. શુભ વૈરાગ્યના યોગે મમતા છોડી કોઈ આત્મા વિધિપૂર્વક સન્માર્ગને અંગીકાર કરે, એની પાછળ અજ્ઞાનીઓ મોહવશ થઈ ગમે તેમ વર્તે એની સાથે વિરાગીને કંઈક જ લાગતું વળગતું નથી.
પોતાનો પુત્ર સુકોશલ સાધુ ન થાય, એ માટે સહદેવીએ પોતાના પતિ કીર્તિધર મુનિને પણ પોતાના નગરમાંથી હાંકી કઢાવ્યા હતા. શ્રી કીર્તિધર મહારાજા પોતાના પતિ હતા, મુનિ હતા અને બિન ગુનેગાર હતા, છતાં પણ પુત્રમોહના યોગે હાંકી કઢાવ્યા. વિચારો કે કેવો મોહવિલાસ ! એણે તો મોહના યોગે ઘોર પાપ આચર્યું, પણ જે પુત્રને માટે એ માતાએ ઘોર પાપ આચર્યું તે જ પુત્રને સ્ટેજે જ એવો વિચાર આવે કે હું સાધુ થઈ જાઉં એ ભયથી જે મારી માતાએ પોતાના પ્રાણપ્રિય પતિને, મુનિ છતાં અને નિરપરાધી છતાં પણ કદર્થના પમાડી તથા કારમો કેર વર્તાવ્યો તે જ મારી માતાનો પ્રેમ જો ૭૭ કાલે બીજે થાય તો મારા ઉપર પણ શું ન કરે?'
આ રીતે દુનિયાના સ્વરૂપને વિચારો ! દુનિયાના બધા જ સંબંધીઓને પરમાર્થી ન માનો ! શું પરમાર્થી આવું કરે ? શ્રી સુકોશલ મહારાજા સંયમ લે એમાં સહદેવીને શું વાંધો હતો ? શું એના ખાવા-પીવામાં કે પહેરવા ઓઢવામાં વાંધો હતો ? નહિ જ અને કદાચ કર્મના યોગે એમાં વાંધો હોય તો પણ ઉત્તમ મા-બાપ આદિ સ્નેહીઓ પોતાનું ચાલે ત્યાં સુધી કદી જ અંતરાય ન કરે. દીક્ષા લેનારની ફરજ પણ શાસ્ત્ર કહી છે, પણ એ તો દીક્ષા લેનાર જુએ,
વિવેકહીમાં સાથ 8 હિતેષતા હોય છે...૩
Page #96
--------------------------------------------------------------------------
________________
સતત... ભગ-૨
છે
રિમ-લક્ષ્મણ
પણ હિતેષી માતા-પિતા આદિ તો કહી જ દે કે જો તારી ભાવના કલ્યાણ માર્ગે જવાની હોય તો અમારા માટે રોકાતો ના !'
ખરેખર, આવી ભાવનાવાળા માતા અને પિતા વગેરે પણ મરતા બાળકને નિર્ધામણા કરાવી શકે, બાકી આવી ભાવના વગરના માતા અને પિતા વગેરે તો મરતા બાળક પાસે આવીને ઉલટી ચિંતારૂપી અગ્નિ મૂકે અને રૂએ તથા રોતા રોતા બોલે ‘અમારું શું થશે?' આ પ્રમાણે બોલતા-બોલતા એવું દયામણું કરે કે પેલો યાદ આવેલા નવકારને પણ ભૂલી જાય. ખરેખર, સ્વાર્થી હોય તે સુખે મરવા ન દે તો સુખે જીવવા તો ક્યાંથી જ દે ?
જ્યાં કોરો સ્વાર્થ છે ત્યાં વ્યવહાર પણ કદરૂપો બને છે. તુચ્છ વ્યવહારીઓ તરફથી તો જ્યાંથી વાડકી આવે ત્યાં જ વાડકી દેવાય છે અને ન આવે ત્યાં તો પાણીનું ટીપું પણ નથી દેવાતું, તુચ્છ સ્વાર્થીઓથી વ્યવહારશુદ્ધિ પણ થઈ શકતી નથી, આ જ કારણે સાચા સેવક પણ સ્વાર્થ મૂકનારા જ બની શકે છે, બાકી સ્વાર્થી સેવકો તો નખ્ખોદ જ વાળે, આથી સ્પષ્ટ છે કે જેટલા અંશમાં વાસ્તવિક પરમાર્થશુદ્ધિ તેટલા જ અંશમાં કલ્યાણ. વાસ્તવિક પરમાર્થબુદ્ધિને ધરનાર ઉત્તમ માતા-પિતા તો અવશ્ય કહી જ દે કે ‘કલ્યાણનો માર્ગ તો આ છે, અમે તો સ્વાર્થી છીએ, સ્વાર્થના માર્યા ના પાડીએ છીએ ક્રૂર મોહ ન છોડે તો નરમાશથી કહેવા જોગ બધું જ કહે, પણ માર્ગને તો કદી જ ખોટો ન કહે.
વાઘણ થયેલી માતા પણ પૂર્વના કષાયના યોગે પોતાના પુત્ર અને પતિમુનિને જોઈને આનંદ પામવાને બદલે રોષાવેશમાં આવી જાય છે અને એ મહામુનિઓ ઉપર ધસી જાય છે. એ રીતે કારમાં રોષથી ધસી આવતી વાઘણને જોઈને એ મહામુનિઓ તો
ઘર્મધ્યાનમાં મગ્ન બની કાયોત્સર્ગ કરીને ઉભા. આ છતાંપણ રોષમાં “ી આવેલી વાઘણ તો પ્રથમ પુત્રમુનિ ઉપર પડી અને એ મહામુનિને
પૃથ્વી ઉપર પટક્યા. ધ્યાનમાં રાખજો કે વાઘણ એ માતાનો જીવ છે અને સુકોશલ પુત્રનો જીવ છે, વાઘણ બનેલી માતા પોતાના પુત્ર એવા શ્રી સુકોશલ મહામુનિની ચામડીને નખથી ઉખેડે છે, અંદરથી લોહીની શેરો ફૂટે છે મારવાડ દેશમાં મુસાફરી કરનાર, તરસ લાગે છે જેમ પાણી પીએ તે રીતે આ વાઘણ પ્રેમથી પોતાના પુત્રમુનિનું લોહી પીએ
HOLIC
Page #97
--------------------------------------------------------------------------
________________
illnIT
છે, કોણ લોહી પીએ છે? મા ! વાઘણ થઈ છે એ? ખરેખર, હિતૈષી છે માતા ભવોભવ હિત કરે પણ અહિતેષી સંબંધી તો નિકંદન જ વાળે. ( 9.
આજ કારણે શાસ્ત્રકાર કહે છે કે, પુણ્યવાને માંગણી તો મોક્ષની જ કરવી, પણ મોક્ષ ન મળે ત્યાં સુધી સંબંધી મળો તો છે તે પણ ધર્મી મળો એમ જ માંગવું. મોક્ષના અર્થીને ગામ, નગર, કુટુંબી એકેની જરૂર નથી, પણ મળવાનું જ હોય તો એવી જ ઈચ્છા હો રહેવી જોઈએ કે, મળો તો ધર્મી મળો. દુર્ભાગ્યના યોગે ધર્મી ન મળે તો તેનાથી કળથી ખસવાનો પ્રયત્ન કરવો જોઈએ અને કળથી ન બને તો બળથી પણ છૂટી જવું જોઈએ. કલ્યાણનો અર્થી બાળક તો માબાપને રોજ કહે છે, “આપ તો પાલક અને રક્ષક, આપ જો અમને સન્માર્ગે નહિ મોકલો તો કોણ મોકલશે ?” ઉત્તમ મા-બાપ પણ સંતાનને કહે છે, “તમે સન્માર્ગે જાઓ તો જ અમારું માતા-પિતાપણું
ળે’
આવું પરસ્પર આજે કહેનારા કેટલા ? જીવનમાં અંતે સમાધિ આપનાર કુટુંબમાં કેમ કોઈ ન હોય? સુસંસ્કારનું પોષણ ચાલું હોય તો કુટુંબમાં જ સમાધિ સમર્પનાર અવશ્ય પાકે.
શ્રીમતી મદનરેખા ભરયુવાનીએ ચઢતી અને પરમશીલવતી એવી રાજપુત્રી અને રાજપુત્રની વધુ હતી. તેણે પોતાના માતા પતિને નિર્ધામણા કરાવી. પોતાના પતિ જે શ્રી યુગબાહુ તેના મોટાભાઈએ શ્રીમતી મદનરેખા ઉપર કામાંધ બની શ્રી યુગબાહુનું ખૂન કરવા તલવાર ફેરવી, એ સ્થિતિમાં હજી જીવ છે એ વખતે શ્રીમતી મદનરેખા રોતી નથી. વ્યવહારદૃષ્ટિએ વિચારે તો એને તો આપત્તિનો પ્રસંગ છે, કારણકે ઉદરમાં ગર્ભ પણ છે, પતિ મરે છે અને જેઠ કામી છે. કહો છે કાંઈ કમીના ? છતાંય શ્રીમતી મદનરેખા વિચારે છે કે, મારો પતિ આમને આમ મરી જાય તો કઈ ગતિએ જાય !' તરત બધાને ખસેડીને પોતે પતિ પાસે આવે છે. પતિની આંખમાં લાલાશ છે. એવી ભાવના એ છે કે બસ ભાઈને મારી નાખું, પણ શ્રીમતી મદનરેખા કહે છે કે, 'મરેલા પ્રત્યે ગુસ્સો કરવો ક્ષત્રિયને ન શોભે. તમે સુભટ છો, ધીર છો, પડેલા ઉપર પાટું મારવાની ભાવના ક્ષત્રિયની ન હોય, એ તો મરેલા છે અને આપ જીવતા છો.'
વિવેકહીમાં સાથી ૪ હિતેષતા હોય છે...૩
Page #98
--------------------------------------------------------------------------
________________
... ભાગ-૨
સી
20
રામ-લક્ષમણને
સભા : એનો જેઠ જીવે છે કે મરી ગયો ?
જો કે એને પણ બહાર નીકળતા સર્પ કરડે છે અને મરી જાય છે, પણ મદનરેખા એ નથી જાણતી. એ તો એને ભાવથી મરેલો માને છે. આવી નિર્ધામણા કરાવનાર ઘરમાં છે કોઈ ? ચોર ઘરમાં આવે, તિજોરી ફાડે, ગળે તલવાર ફેરવતા જાય, એવે અવસરે સંબંધી પેલા વેરાયેલા પૈસા વીણે કે નવકાર સંભળાવે ? સંબંધી કેવા છે? એ વિચારો ! અને સંબંધી એવા તૈયાર કરો કે જે ગમે તેવા પ્રસંગે સમાધિ આપે અને કલ્યાણના માર્ગે યોજે. શ્રી યુગબાહુ તો શાંત થઈ ગયા.
શ્રીમતી મદનરેખા આગળ બોલે છે કે,
“જેનું જેનું ખરાબ ચિંતવ્યું હોય તે સર્વની માફી માંગો, અપરાધીને પણ ક્ષમા આપો, પાપમાત્રનો પશ્ચાત્તાપ કરો, શુભકાર્યની અનુમોદના કરો અને ચારે આહારનો ત્યાગ કરો તથા અમને બધાને ભૂલી જાઓ તથા શ્રી અરિહંત પરમાત્માદિનું શરણ સ્વીકારો.”
શ્રી યુગબાહુ પણ વિચારે છે કે, 'આ તે સ્ત્રી કે ધર્મગુરુ ?” સ્ત્રીને ધર્મગુરુની બુદ્ધિએ પોતે હાથ જોડે છે, અભિગ્રહ પચ્ચખાણ વગેરે કરે છે અને કષાયમાં ચઢેલો શ્રી યુગબાહુ સમતાનો સાગર બની પાંચમાં દેવલોકે જાય છે.
આથી જ કહું છું કે કુટુંબમાં સુસંસ્કાર નાંખતાં શીખો, કુટુંબમાં પરસ્પર ધર્મની વાત કરતા શીખો, પણ ‘હાય પૈસો ! હાય અમુક !” એમ જ ન કર્યા કરો, અન્યથા ડૂબી જશો અને કોઈ ખબર-અંતર પણ નહિ પૂછે. પૈસા વગેરે જવાનું હશે તો જશે જ, પણ રોક્યું રહેશે નહિ, માટે એવી ખોટી ચિંતામાં પડી આત્મહિતનો નાશ ન કરવો એ જ શ્રેયસ્કર છે.
ઉત્કટ ઉપસર્ગ અને 'અનુપમધીરતા' મોહના કારણે કલ્યાણમાર્ગે વિહરતા પુત્રના નિમિત્તે પણ આર્તધ્યાનને વશ બનીને વાઘણ થયેલી માતાએ ઉત્તમકોટિના પુત્રને પુત્રમુનિ ઉપર ક્રોધાવેશમાં આવી કેવો ઉત્કટ ઉપસર્ગ કર્યો ? એ તો
આપણે જોઈ ગયા. એક માતા જેવી માતાનો આત્મા, ક્રોધાવેશમાં છે છે મહામુનિ એટલે સ્વ-પરમાં સમદશા ભોગવતા, એકાંતે, એક
મુક્તિમાર્ગની આરાધનામાં જ રક્ત બનેલા અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો"आत्मप्रवृत्तावतिजागरुकः, परप्रवृतौ बधिरांधमूकः । સઢા દઢાનન્દ્રપઢાવોની, XXXXXXXX /?”
g
Page #99
--------------------------------------------------------------------------
________________
ADDD.
“આત્મહિતકર પ્રવૃત્તિમાં અતિશય અપ્રમત બનેલા, પૌદ્ગલિક છે. પ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા થયેલા તથા સદાય એક શિવપદના જ R. ઉપયોગમાં રક્ત બનેલા એવા"
એકના એક પુત્રમુનિ પર તૂટી પડે, અને ધ્યાન દશામાં સ્થિર થઈ ઊભેલા પત્રમુનિને ભૂમિ ઉપર પટકે, તથા પટકીને તે મહામુનિના અંગની ચામડીને નખરૂપ અંકુશો દ્વારા ચીરી નાંખે, અને ચામડી ચીરાઈ જવાના યોગે શરીરમાંથી નીકળી રહેલા લોહીને, મારવાડની મુસાફર સ્ત્રીની જેમ તૃષાર્તપણે પીએ, એ શું મોહરાજાનો જેવો તેવો વિલાસ છે ? કહેવું જ પડશે કે જેવો તેવો નહીં, પણ ન વર્ણવી શકાય તેવો વિલાસ છે.
પણ એય વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મોહરાજા જેમ પોતાને આધીન બનેલા આત્માઓને યથેચ્છ નચાવવાનું કૌવત ધરાવે છે, તેમ ધર્મરાજા પણ પોતાના શરણે આવેલા કેવળ કલ્યાણકાંક્ષી આત્માઓને સર્વોત્તમ કોટીના ધીર બનાવવાનું સારામાં સારું સામર્થ્ય ધરાવે છે. ધર્મરાજાના એ સામર્થ્ય આગળ સદાય મોહરાજાનું કૌવત હાર્યું છે. હારે છે અને હારશે. એમાં લેશપણ શંકા નથી. એનો જ પ્રતાપ છે કે મોહરાજાના ભયંકરમાં ભયંકર પંજામાં સપડાયેલા આત્માઓ, એક-બે નહિં પણ આજ સુધીમાં અનંતા આત્માઓ આ સંસાર કારાગારને તોડી-તોડીને 3 સિદ્ધિપદે પહોંચી ગયા છે. વર્તમાન કાળમાં સંખ્યાબંધ આત્માઓ એ જ રીતે સંસાર કારાગારને તોડી તોડીને સિદ્ધિપદે પહોંચી રહ્યા છે, છે. અને ભવિષ્યકાળમાં અનંતા આત્માઓ પહોંચી જશે. મોહરાજાનું કૌવત તે જ આત્માઓ પર ચાલી શકે છે કે જે આત્માઓએ આત્મસમર્પણપૂર્વક શ્રી ધર્મરાજાનું કાયમી શરણ નથી સ્વીકાર્યું.
એટલે આપણે તે વાતમાં કોઈપણ રીતે મૂંઝાવાનું નથી કે, વાઘણના આવા ઉત્કટ ઉપસર્ગ પ્રસંગે રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ કઈ રીતે પોતાનું ધ્યાન ટકાવી શકશે ? કારણકે જે રીતે સહદેવી મોહરાજાને આધીન થઈ આત્માનું ભાન ભૂલી સ્વ-પરનો 6 નાશ કરવામાં સજ્જ બની છે, તે જ રીતે રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ, આત્માના સ્વરૂપમાં રક્ત બનીને સ્વ-પરનું શ્રેય સાધવામાં
વિવેકીસ્નેહીમાં સાથ : હિતેષતા હોય છે..૩
Page #100
--------------------------------------------------------------------------
________________
સતત ભાગ-૨
1
.
.
રિમ-લક્ષ્મણને
સજ્જ બન્યાં છે. અર્થા-સહદેવી જેમ મોહરાજાને આધીન થયેલી છે, તેમ રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ પણ સર્વ રીતે આત્મસમર્પણપૂર્વક ધર્મરાજાના શરણે થયેલા છે, અન્યથા વાઘણને રોષથી વેગપૂર્વક ઉપર ધસી આવતી જોવા છતાં પણ, ધર્મધ્યાનમાં રત બનીને કાયાના ઉત્સર્ગ-ત્યાગપૂર્વક સ્થિરપણે ઉભા રહેવા જેટલી સ્થિરતાનું દર્શન આપણને તે મહામુનિમાં થયું, તે ન થાત.
ધર્મરાજાની સેવામાં સંપૂર્ણ રીતે સમર્પાઈ ગયેલા શ્રી સુકોશલ રાજર્ષિ મહામુનિ, એવા તો શુભધ્યાનમાં મગ્ન બની ગયા છે કે એવા પ્રકારનો ઉત્કટ ઉપસર્ગ કરનારી વાઘણ “આ કરે છે એવો વિચાર સરખો પણ એ મહામુનિના અંતરમાં નથી ઉદ્ભવતો, એટલું જ નહિ પણ એ મહામુનિ તો ઉલટું એ વાઘણને પોતાના કર્મક્ષયમાં સહાયક માની પોતાની સાધનામાં વધુને વધુ ઉલ્લાસપૂર્વક સજ્જ થાય છે.
એ જ દશાનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
कर्मक्षय सहायेय-मिति मम्लौ मुनि ने सः । विशेषतस्त्वभूदुच्चा - वचरोमांच कंचुकः । વ્યાÁવં બ્રાઈમનોવિ, શુcoધ્યાનકુવેયવાનું, તે तत्कालोत्केवलो मोक्षं सुकोशलमुनिर्ययौ ॥
તે શ્રી સકોશલ મહામાન, વાઘણનો એવો ઉત્કટ ઉપસર્ગ છતાં વણ “આ મારા કર્મક્ષયમાં સહાય કરનારી છે. આ પ્રમાણેના વિચારથી ગ્લાનિ ન પામ્યા પણ ઉલ્ટા વિશેષ પ્રકારે ઊંચા-નીચા રોમાંચ કંચકને ધારણ કરનારા થયા, એટલે કે કુરપણે અને કરપીણ રીતે ઉત્કટ ઉપસર્ગ કરનારી વાઘણને કર્મક્ષયમાં સહાય કરનારી મારીને શ્રી સુકોશલ મહામુનિ ગ્લાનિ નહીં પામ્યા. પણ વીર્ષોલ્લાસના યોગે તે મહામુનિની રોમરાજી ઉલ્ટી વિશેષ પ્રકારે વિકસ્વર થઈ. એટલે જ એ પ્રમાણે વાઘણ દ્વારા ખવાતા એવા પણ શ્રી સુકોશલ
નામના રાજર્ષિ મહામુનિ, શુક્લધ્યાનને પામ્યા અને કેવળજ્ઞાન પામી મોક્ષમાં જે પધાર્યા.' હતી આ પ્રસંગને ધ્યાનમાં લઈ વિચારો કે ધર્મરાજાનાં શરણે સર્વ E પ્રકારે સમર્પિત થઈ ગયેલા પુણ્યાત્માઓની પોતાના અંગત વૈરીઓ
ઉપરની મનોદશા કેવી વિશિષ્ટ અને સદ્ભાવોથી ભરેલી હોય છે ? હું પોતાના ઉપર ક્રૂરતાભર્યા હુમલા કરનારા ભયંકર વૈરીઓ પ્રત્યે પણ
આ પ્રકારની મનોદશા, એ જૈનશાસનને પામેલા પુણ્યાત્માઓને
Page #101
--------------------------------------------------------------------------
________________
વરેલી છે. એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી, એ તો સર્વ પ્રકારે વિવાદ વિનાની વાત છે. આવી સર્વોત્તમ મનોદશાની છાયા, જો દુશ્મનનો આત્મા યોગ્ય હોય તો એની ઉપર પણ સુંદર છાપ પાડ્યા વિના રહેતી નથી. સ્વ-પરનું હિત કરવાની મન:કામના ધરનારાઓએ સ્વ-પરના શ્રેય માટે પોતાના દુશ્મનો ઉપર તો આવી મનોદશા જ કેળવવાની આવશ્યકતા છે. આવી મનોદશાના યોગે, જો સમય, સંયોગો અને સહવાસમાં આવનારા આત્માઓ યોગ્ય હોય તો અવશ્ય એવો આત્મા, સ્વ-પરનું શ્રેય ઘણી જ સહેલાઈથી સાધી શકે.
શ્રી સુકોશલ રાજર્ષિની જેમ પૂર્વાવસ્થાના પિતા અને મુનિ અવસ્થાના ગુરુ એવા શ્રી કીર્તિધર રાજર્ષિએ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાન પામીને કેવળજ્ઞાન ઉપાર્જ્યું. અને ક્રમે કરીને અદ્વૈત સુખના સ્થાનરૂપ સિદ્ધિપદને સાધ્યું.
ત્યારબાદ
વં સહહેવી, વોસનપ્રકાર્ડ સ્વાયમાનીઃ । जायं जाईसरणं, पुत्तयदन्ताई ફૂળ ૨૫
સા પચ્છાયાàળ, તિન્તિ = વિસા, અળસળ ૐ । વવજ્ઞા હિવ્વનો, વથી મરિન સોહમ્ને
આ પ્રમાણે શ્રી સુકોશલ રાજર્ષિના અંગોને ખાતી સહદેવી કે જે વાઘણ બનેલી છે, તેને પુત્રના દાંતો જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ જ્ઞાનના ઉત્તમયોગે ઉત્તમપુત્ર પ્રત્યે આચરેલી પોતાની અધમતાનો તેને પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના પ્રતાપે તેણે ત્રણ દિવસ સુધીનું અનશન કર્યું. એ અનશનના પરિણામે તે વાઘણ મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ.
શ્રી સુકોશલ રાજર્ષિ મહામુનિનો પ્રસંગ અનેક વાતો ઉપર સુંદરમાં સુંદર પ્રકાશ નાંખે છે. અને એ પ્રકાશ દ્વારા કલ્યાણના અર્થી આત્માઓ સમક્ષ એ બોધ આપે છે કે
૧. સંસારના સ્નેહીઓનાં સ્નેહમાં ફ્સાવું, એ આત્મસ્વરૂપ વિસરીને પરની સાધના કરવા જેવું છે. અને પરિણામે.
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिषेवते ધ્રુવાનિ તસ્ય નશ્યન્તિ, મધ્રુવં નષ્ટમેવ =
જે આત્મા ધ્રુવ વસ્તુનો પરિત્યાગ કરીને અધ્રુવની સેવા કરે છે, તેની
ܐ
વિવેકહીમાં સાચી છુ
હિષીતા હોય છે...૩
Page #102
--------------------------------------------------------------------------
________________
સતત ભાગ-૨
ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે એને અધ્રુવ તો નાશ પામેલ જ છે. આ કથનના ભોગ અવશ્ય થવું પડે છે.
૨. સાંસારિક સ્નેહની સ્થિતિ, સ્વાર્થ સરવાનો સંભવ હોય ત્યાં સુધીની જ પ્રાય: હોય છે. એ કારણે સ્વાર્થ સરવાનો સંભવ
ટળી જાય ત્યારે જે ભૂંડુ કરવા કેટલીકવાર દુશ્મનો પણ તૈયાર ન થઈ ૐ શકે તે ભૂંડુ કરવા તે સ્નેહીઓ જ તૈયાર થાય છે અને તેમ કરવા માટે પોતાના તરફથી કરવા યોગ્ય સઘળું જ કરી છૂટે છે.
૩. સાંસારિક સ્નેહ કૃત્રિમ અને ભયંકર હોવાને કારણે, એનો ત્યાગ કરવામાં જ સ્વ-પરનું શ્રેય સમાયેલું છે. એ સ્નેહનો ત્યાગ ૮૪ કરતાં સ્વાર્થમગ્ન બનેલા સ્નેહીઓને ફલેશ થતો દેખાય છે પણ એ ફલેશનું ફળ સાચા ત્યાગીને સ્ટેજ પણ નથી ભોગવવું પડતું.
૪. ધર્મરાજાનું શરણ આત્માને ગમે તેવી આપત્તિમાં કે સંપત્તિમાં અનુપમ ધીરતાનો ઉપાસક બનાવે છે. એ ધીરતાના પ્રતાપે આત્મા સંપત્તિના ભોગવટામાં રસિક કે અભિમાનયુક્ત નથી થતો અને આપત્તિના ભોગવટાનો સમય આવે ત્યારે તે મૂંઝવણમાં નથી પડતો કે હાવરો નથી બનતો.
૫. ધર્મરાજાનું શરણ પામેલા આત્માઓના સ્નેહીઓ, જો તેઓમાં થોડીઘણી પણ યોગ્યતાનો આવિર્ભાવ થયો હોય તો જરૂર તેઓ એવા ઉત્તમ સ્નેહીના સંસર્ગને પામીને અનાયાસે અતકિત લાભ મેળવી શકે છે. અને પોતાના જીવનને ધર્મરાજાની સેવામાં યોજી તેની સાચી સફળતા સાધી શકે છે.
રિમ-લઢમણને
Page #103
--------------------------------------------------------------------------
________________
શોક, દુનિ અને ધર્મધ્યાનનું કારણ
૪
શ્રી સુકોશલ મહારાજાએ દીક્ષાનો સ્વીકાર કરતાં પૂર્વે પોતાના ગર્ભસ્થશિશુને રાજા બનાવવાનું સૂચન કર્યું હતું. તે હિરણ્યગર્ભ રાજા થયા, તેઓ એકવાર માથા ઉપરના સફેદવાળને જોતાં જ શોકાકુળ બન્યાં.
મિથ્યાદૃષ્ટિને દુર્ધ્યાનનું કારણ બનનાર શોક, સમ્યક્ત્વીને ધર્મધ્યાનનું કારણ બને છે શ્રી હિરણ્યગર્ભ રાજા સુંદર વિચારોના પરિણામે વિરક્તભાવ પામીને દીક્ષાનો સ્વીકાર કરે છે અને મોક્ષપદને પામે છે.
તેમના પુત્ર નઘુષરાજા અને સિંહિકાદેવીના પ્રસંગમાં સત્ત્વ આદિનું વર્ણન કરીને જે રીતે સતીત્વનો પ્રભાવ વર્ણવાયો છે તે શીલના સૌન્દર્યરુપ છે. છેલ્લે તેઓના પુત્ર સોદાસ રાજા બને છે એ અતિશય માંસ લોલુપ છે અને તેના રાજ્યમાં શ્રી અરિહંતદેવના અષ્ટાહિનકા મહોત્સવમાં અમારિની ઉદ્ઘોષણા થાય છે વિગેરે વિસ્તૃત પ્રકરણ દ્વારા પૂર્વકાળ અને આજની તુલના માટે ઉપયોગી છે.
-શ્રી
૮૫
Page #104
--------------------------------------------------------------------------
________________
'શોક, દુર્બાન અને ધર્મધ્યાનનું કારણ
• પિતાશ્રીના પુનિત પંથે સુપુત્રનું પ્રયાણ • યોગ્ય આત્માની યોગ્ય વિચારણા • વર્તમાનકાળની વિષમદશા • અયોધ્યા ઉપર આકસ્મિક આપત્તિ • સતીત્વનો અનુપમ પ્રભાવ • પુત્રોત્પત્તિ અને પરિવ્રજ્યાનો સ્વીકાર • ઉત્સવમાં “અ-મારિ' ની ઉદ્ઘોષણા
Page #105
--------------------------------------------------------------------------
________________
શોક, દુર્બાન અને ધર્મધ્યાનનું કારણ
| પિતાશ્રીના પુનિત પંથે સુપુત્રનું પ્રયાણ શ્રીસુકોશલ મહારાજા પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ કરીને દીક્ષિત થયા પછી શ્રી સુકોશલ મહારાજાની પ્રિયા ચિત્રમાલાએ પણ કુળમાં આનંદ કરનાર હિરણ્યગર્ભ નામના નંદનને જન્મ આપ્યો. ગર્ભાવાસથી જ રાજા બનેલા તે હિરણ્યગર્ભ પણ
જ્યારે યૌવન પામ્યા ત્યારે મૃગાવતી સાથે તેમનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું અને તેને આકારથી પોતાના જેવો જ નઘુષ નામનો દિકરો થયો.
આ પછી એક દિવસે હિરણ્યગર્ભ રાજાએ પોતાના મસ્તક ઉપર એકદમ ધસારાબંધ આવતી વૃદ્ધાવસ્થાના કોલ જેવો સફેદ વાળ જોયો. અને શ્રી હિરણ્યગર્ભ મહારાજા શોકાકુળ થયા.
યોગ્ય આત્માની યોગ્ય વિચારણા ૮૭ પણ ધ્યાનમાં રાખજો કે મિથ્યાદૃષ્ટિ આત્માઓ અને સમ્યદૃષ્ટિ આત્માઓનો શોક પણ ભિન્ન-ભિન્ન પ્રકારનો હોય છે. જે શોક મિથ્યાદષ્ટિ આત્માને દુર્ગાનનું કારણ બને છે. તે જ શોક સમ્યગદૃષ્ટિ આત્માને શુભધ્યાનનું કારણ બને છે મિથ્યાષ્ટિ 2 આત્માઓ વૃદ્ધાવસ્થાના સમાચારથી ઉદ્વિગ્ન બની આત્મભાન ભૂલે છે. ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માઓનું આત્મભાવ તેવા સમાચારથી એકદમ જાગૃત થાય છે.
સમ્યગૃદૃષ્ટિ આત્માનો, આત્મભાનને જાગૃત કરનારો શોક કેવા પ્રકારનો હોય છે ? એ વસ્તુને દર્શાવતાં શ્રી હિરણ્યગર્ભ
ક, દુર્થ્યન અને , | ધર્મધ્યાનું કારણ....૪
Page #106
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
રામ-લક્ષ્મણો
મહારાજાના અંતરમાં કેવા પ્રકારનો શોક થયો એ વસ્તુનું વર્ણન કરતાં પઉમચરિયમ્'ના પ્રણેતા જણાવે છે કે,
अह सोडळ पवत्तो, मच्चूणा पेसिओ महं दूओ । વન-સરિ- ઋત્તિરહિમો, હોહામ ન લ્થ સંશ્લેટો / विसएसु वञ्चिओहं, कालं अडदारुणं सुहपसत्तो ।
ન્દવનેહવિકિમો, ઘમઘુર નેવ પાવજો જ
“મૃત્યુએ, મારી પાસે દૂત મોકલ્યો છે, અર્થાત્ આ પલિત નથી, પણ મૃત્યુનો દૂત છે ખરેખર, હવે એ વાતમાં સંદેહ નથી જ કે હવે હું બળ, શક્તિ અને કાંતિથી રહિત થઈ જઈશ. કારણકે વૃદ્ધાવસ્થાનો એ ગુણ છે કે, તે બળ, શક્તિ અને કાંતિથી રહિત બનાવી દે છે. વિષયસુખમાં પ્રસક્ત બનેલો, હું, અતિ ભયંકરપણે ચિર સમય સુધી વિષયોથી ઠગાઈ ગયો છું. અને બંધુઓના સ્નેહથી વિલક્ષણ કોટિના નટ જેવો બનેલો હું, ધર્મધુરાને જ ન પામ્યો."
ભાગ્યવાનો ! વિચારો કે પુણ્યશાળી આત્માઓને માત્ર એક જ સફેદ વાળનાં દર્શનથી કેવી વિચારણા ઉત્પન્ન થાય છે ? શું આજે જેઓના મસ્તક ઉપર એક પણ વાળ કાળો ન દેખાય એવા માનવીઓ પણ આપણી દૃષ્ટિ સમક્ષ નથી ? છતાંય આપણે એમની ભાવનાઓમાં કોઈપણ જાતનું સુંદર પરિવર્તન જોઈ શકીએ છીએ ખરા ?
જો નહિ, તો એનું કારણ શું? એ વિચારો. આજના કારમાં વાતાવરણે પણ ધર્મભાવના ઉપર કેવો કારમો ઘા કર્યો છે. એ પણ વિચારો. ‘જૈનકુળોમાંથી, કહો કે, ધર્મીકુળોમાંથી ઉત્તમ જાતના આચારો નાશ પામ્યા, એનું જ આ અનિષ્ટ પરિણામ છે. એમ એક પણ વિચક્ષણ આત્માને જો તે વિચારે તો તેને સમજાયા વિના નહિ જ રહે. આજે ઉછીના વિચારોથી વિચારક બનેલાઓએ શુદ્ધ આચારોની મર્યાદા સામે કાળું વાતાવરણ કેળવીને જ આવી નિધૃણ દશાને ઉત્પન્ન કરી છે. અન્યથા, આર્યદેશમાં, આર્યજાતિમાં અને
આર્યકુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓમાં આવી નિર્ઘણ દશા ઉત્પન્ન ?િ થવી એ અસંભવિત જેવી બીના છે. આર્યજાતિ અને આર્ય(f) કુળોમાંથી પરલોકનો ખ્યાલ સરખોય ભૂંસાઈ જાય, એ શું
આધ્યાત્મિક દૃષ્ટિએ નાની-સુની નુકશાની છે ? આ વસ્તુને આર્યો
જો પોતાની આર્યતાને દૃષ્ટિ સન્મુખ રાખીને સહજ પણ વિચારે તો હું જરૂર તેઓ પોતે જ પોતાની થયેલી નિર્ગુણ દશાથી કંપી ઊઠે. પણ
વાત આ છે કે આ બધું વિચારે કોણ?
Page #107
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાળની વિષમદશા છે. આવી વિચારણાને અભાવે વર્તમાન વ્યવહારમાં પણ એવો કે છે કલુષિતભાવ પ્રવર્યો છે કે જેના પ્રતાપે શાંતિએ દેશવટો લીધો છે. અને અશાંતિએ અડ્ડો જમાવ્યો છે. આજના શાંતિના પ્રયત્નો પણ એવી જાતના થઈ રહ્યા છે કે શાંતિના નામે જ વિશ્વમાં એવી અશાંતિ પ્રવર્તાવે કે જેના પરિણામે જનતા પોતાનું આત્મભાન જ 9 વિસરી જાય ! આજની જનતાનો મોટો ભાગ અર્થ-કામની ઉપાસનામાં જ એવો અનુરક્ત બની ગયો છે કે એને અર્થ-કામની કારમી વેદી ઉપર પોતાની ધર્મભાવનાનું બલિદાન આપવામાં પણ અરેરાટી થાય તેમ નથી. આજે અહિંસા, સત્ય, સંયમ કે તપ પણ તે જ સાચા મનાય છે કે જે આજની દુનિયા માગે છે, તેવી જ સાધનામાં ઉપયોગી થતાં હોય ! આજે ધર્મની સાધના પણ પ્રાય: દુનિયાદારીની સાધનામાં જ મનાઈ રહી છે ! આજની મોટાભાગની જનતાને જેટલી ચિંતા પોતાના ઐહિક ઉદયની છે તેના અસંખ્યાતમાં ભાગ જેટલી પણ ચિંતા પોતાના સુદેવની, સુગુરુની કે સુધર્મની નથી, એટલું જ નહિ પણ આજની દુનિયાનો મોટોભાગ દેવ, ગુરુ અને ધર્મની શાસ્ત્રનિર્દિષ્ટ આરાધનામાં પ્રાય: માનતો પણ નથી !
જે વર્ગ દેવ, ગુરુ અને ધર્મની શાસ્ત્રનિર્દિષ્ટ આરાધનામાં માનનારો નથી, તે વર્ગ તો આજે એટલી બધી અધમદશામાં ઉતરી પડેલો છે કે એ આરાધ્ય તત્ત્વત્રયી, તેની આરાધના અને તેના આરાધક, એ ત્રણેની થાય તેટલી નિંદા કરવામાં, કરાવવામાં અને કરતા હોય તેઓને ઉત્તેજન આપવામાં જ પોતાના આ દુર્લભ ગણાતા માનવજીવનની ઇતિકર્તવ્યતા સમજે છે !
એ જ કારણે એવા વર્ગને આજે આદર્શ નાયકો? પણ અનાયાસે એવા જ મળી ગયા છે કે એમના કહેવાતા અહિંસાના નામે, બળીઆ સામે નમી પડવાનો અને નિરાધાર નિર્બળો સામે પીસ્તોલ ધરવાનો ઉપદેશ આપે છે સત્યના નામે દેવ અને ગુરુની આજ્ઞાથી પરાક્ખ બની મતિકલ્પના અને અંતર અવાજ ઉપર મુસ્તાક બનવાનું તથા શાસ્ત્રો અને શાસ્ત્રકારો પ્રત્યે વિના અભ્યાસે પણ યથેચ્છ આક્ષેપો કરવાનું શીખવે છે સંયમના નામે, અનંત ઉપકારીઓએ બાંધેલી સુંદરમાં સુંદર મર્યાદાઓ ઉલટાવી નાખી, વિના રોક-ટોકે અધમાધમ અનાચારો સહેલાઈથી પ્રવર્તે, એવા પ્રકારના બોધપાઠો સમર્પે છે. અને તપના નામે સાચા ત્યાગમાર્ગ તરફથી જનતા ઉભગી જાય અને પોતાના કલ્પિત ત્યાગમાર્ગે વળી
શહેક, દુર્થ્ય અને
ધર્મધ્યાનું કારણ
Page #108
--------------------------------------------------------------------------
________________
- સત... ભાગ-૨
.રામ-લક્ષમણને
સાચા મુક્તિમાર્ગની ઉપાસનાથી વંચિત રહી જાય એવી જ જાતનું સાહિત્ય ફેલાવે છે ! તથા વિશ્વમાં કોઈ એવો વિષય નથી કે જે વિષયમાં વિના અભ્યાસે પણ પોતાનું દોઢ ડહાપણ ડોળ્યા વિના તેઓ રહેતા હોય. શું આ બધું ઓછી કમકમાટી ઉપજાવે એવું છે ?
આ જ કારણે આજના કારમા વાતાવરણની વાયડી વાતોથી નહિ દોરાતાં, એકાંતે ઉપકારક એવા શ્રી વીતરાગ પરમાત્માના શાસનને અને તેના આરાધકોને બરાબર સમજો આ શ્રી હિરણ્યગર્ભ મહારાજા પણ પ્રભુશાસનના અનુપમ આરાધકો પૈકીના એક છે, અન્યથા એક જ ધોળા વાળ માત્રના દર્શનથી આવા પ્રકારના ઉત્કટ વૈરાગ્યને પોષતી વિચારણા આવવી સહેલી નથી. ઉત્કટ વૈરાગ્યને પોષતી વિચારણાના પ્રતાપે એકદમ તે શ્રી હિરણ્યગર્ભ મહારાજા કે જેને
तदैव जातवैराग्यः, स राजा नघुषं सुतं । स्वे राज्ये न्यस्य विमलमुन्यंते व्रतमग्रहीत् ॥११॥
તે જ સમયે એટલે ધોળાવાળવા દર્શન માત્રથી જ ઉત્પન્ન થયો છે વૈરાગ એવા શ્રી હિરણ્યગર્ભ મહારાજાએ પોતાના નઘુષ નામના પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને વિમલ નામના મુનિની પાસે દક્ષા અંગીકાર કરી.
અયોધ્યા ઉપર આકસ્મિક આપત્તિ શ્રી નઘુષ મહારાજાને સિંહિકા નામની પત્ની હતી. તેની સાથે રમણ કરતાં નઘુષ મહારાજા પિતાએ સમર્પેલા રાજ્યનું અનુશાસન કરતા હતા. એ અરસામાં એક દિવસે ઉત્તરાપથના ભૂપાલોને જીતવા માટે શ્રી નઘુષ મહારાજાએ પ્રયાણ કર્યું અને પોતાની સિંહિકા નામની દેવીને પોતાના રાજ્ય ઉપર સ્થાપના કરી. આ અવસરનો લાભ દક્ષિણાપથના રાજાઓએ લીધો. અયોધ્યા નગરીમાં શ્રી નઘુષ મહારાજા નથી, એમ જાણીને દક્ષિણાપથના રાજાઓએ તે જ સમયે અયોધ્યા નગરીને ઘેરી લીધી. કારણકે વૈરીઓ, છલનિષ્ઠ જ હોય છે.
છલનિષ્ઠ વૈરીઓએ આવી રીતે અવસર જોઈને શ્રી નઘુષ જે મહારાજાની ગેરહાજરીનો લાભ લઈને અયોધ્યા ઉપર અકસ્માત્ હતી આફત ઊભી કરી. છે પણ ક્ષત્રિયાણીઓ કંઈ ક્ષત્રિયોથી અવસરે ઓછી ઉતરે તેવી
નથી હોતી. અવસર આવ્યું ક્ષત્રિયોની જેમ ક્ષત્રિયાણીઓ પણ હું શત્રુઓને હંફાવ્યા વિના નથી રહેતી. ક્ષત્રિય જાતિનો જ એ ગુણ છે છે કે અવસરે તેનામાં એવું શૌર્ય આવે છે કે જેના બળે તે ભલભલાના
UDD
DDDDDD
Page #109
--------------------------------------------------------------------------
________________
ગર્વ ઉતારી નાંખે છે. એ જાતિગુણના પ્રતાપે શ્રી નઘુષ મહારાજાની પટરાણી સિંહિકા મહાદેવીએ આવી આકસ્મિક આફતના સમયે ફ્ક્ત પોતાનું શૌર્ય પ્રગટ કર્યું અને પરાસ્ત કર્યા તેનું વર્ણન કરતાં ફરમાવે છે કે
2
तदा च सिंहिकादेवी, पुंवत्तानभ्यषेणयत् । ભિનાયાનાશયાŽાશુ, હિંસિંહો હંત ન હિવાન શ્રી
“તે શ્રીમતી સિંહિકાદેવીએ પુરુષની જેમ તેઓની સામે ધસીને વિજય પ્રાપ્ત કર્યો અને દુશ્મોનોનો એકદમ નાશ કર્યો. શું સિંહણ હસ્તિઓને ન હણે? અર્થાત્ હણે જ. એ જ રીતે સિંહણ સમી સિંહિકા દેવીએ હસ્તિસમા શત્રુઓ ઉપર પોતાના પરાક્રમના પ્રતાપે ધાર્યો વિજય જોતજોતામાં મેળવી લીધો.”
આ બાજુએ શ્રીમતી સિંહિકાદેવીએ દક્ષિણાપથના રાજાઓ ઉપર વિજય મેળવ્યો ત્યારે બીજી બાજુથી નઘુષ મહારાજા પણ ઉત્તરાપથને જીતીને કોઈ એક દિવસે પાછા પોતાની રાજધાનીમાં પધાર્યા. મહારાજાએ પોતાની રાજધાનીમાં પધારતાની સાથે જ પોતાની પત્નીના જયના સમચાર સાંભળ્યા અને એથી તો મહારાજા વિચારવા લાગ્યા કે
स्पष्टधाष्टर्यमिदं कर्म, दुष्करं मादृशामपि ।
મહાપ્રસૂતાનાં, મહિનાનાં ન યુન્યતે ૧૨ “આ કર્મ એ સ્પષ્ટપણે ધૃષ્ટતા છે અને મારા જેવાઓ માટે પણ દુષ્કર છે, આ કારણે મહલ્કુલમાં ઉત્પન્ન થયેલી મહિલાઓ માટે આ જાતનું કર્મ એ
યોગ્ય નથી."
આવા વિચારથી શ્રી નઘુષ મહારાજાએ પોતાના ચિત્તમાં નિશ્ચય કર્યો કે,
तन्नूनमसती सेयं, सत्यो हि पतिदेवताः । પતિસેવાં વિના નાન્યત્ નાનતે વેદશં પુનઃ રોજર
“જે કારણે આ સ્રીએ મારા જેવાઓ માટે પણ દુષ્કર એવું પણ કર્મ કરીને ધૃષ્ટતા આચરી તે કારણથી એ વાત નિશ્ચિત છે કે આ સ્ત્રી અસતી છે. અન્યથા, સતીઓ તો પતિને દેવતા તરીકે સ્વીકારનારી હોય છે, એટલે તેઓ પતિની સેવા વિના બીજું કશું જ જાણનારી હોતી નથી. તો પછી આવા પ્રકારનું કર્મ તો તે કેમ જ જાણી શકે અને આચરી શકે ?" આ પ્રમાણેનો
શોક, દુર્ધ્યાન અને
૯૧
ઘર્મધ્યાનનું કારણ...૪
Page #110
--------------------------------------------------------------------------
________________
સેત૮. ભગ-૨
9
રામ-લક્ષમણને
ચિત્તમાં નિશ્ચય કરીને પોતાને પ્રિય એવી પણ સિંહિકાદેવીનો ખંડિત પ્રતિમાની જેમ એકદમ નઘુષ મહારાજાએ પરિત્યાગ કર્યો. અર્થાત્ પૂજારી કેમ ખંડિત પ્રતિમાનો ત્યાગ કરે છે. તેમ નઘુષ મહારાજાએ કાલ્પનિક નિશ્ચયથી મહાસતી સિંહિકાદેવીનો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના એકદમ પરિત્યાગ કર્યો.
સતીત્વનો અનુપમ પ્રભાવ આ પછી એક દિવસે નઘુષ મહારાજાને દાહવર ઉત્પન્ન થયો. અને તે એવો ભારે થયો કે દુષ્ટ શત્રુની જેમ સેંકડો ઉપચારો કરવા છતાં પણ તે શમ્યો નહિ. દુષ્ટ શત્રુમાં એવી કારમી શત્રુતા વસેલી હોય છે કે એને કાઢવાના સેંકડો પ્રયત્નો કરવામાં આવે તો પણ તે શમે નહિ. તેવી જ રીતે આ મહારાજાને પણ એવો ભયંકર દાહવર થયો હતો કે જે સેંકડો ઉપચારો કરવા છતાં પણ ન જ શમ્યો. પોતાના પતિને એવો ભયંકર ઘણજ્વર ઉત્પન્ન થયો છે અને તે કોઈ પણ પ્રકારે શમતો નથી. એ સમાચાર જાણીને મહાસતી સિંહિકાદેવી પોતાના સતીપણાને જણાવવા માટે અને પતિની પીડાને છેદવા માટે પણ તે જ સમયે પાણી લઈને પોતાના પતિની પાસે આવી, આવીને તે મહાસતીએ સત્યનું શ્રવણ કરાવતાં સ્પષ્ટ શબ્દોમાં પોતાના પતિને ઉદ્દેશીને કહયું કે,
"XXXXXXXXX, ત્વાં વિના નાથ યા ? पुमानैक्षि कदाप्यन्यो, ज्वरस्तढपयातु ते ॥१॥"
“હે નાથ ! જો મેં આપના વિના અન્ય પુરુષ કઈ પણ ન જોયો હોય તો આપનો આ જ્વર નાશ પામો.”
આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં સત્યનું શ્રવણ કરાવીને મહાસતી સિંહિકાદેવીએ પોતે આણેલા તે પાણીથી પોતાના પતિ ઉપર પર અભિષેક કર્યો. એ પાણીનો અભિષેક જે સમયે તે મહાસતીએ કર્યો તો તે જ સમયે અમૃતના સિચનની જેમ તે મહારાજા એકદમ જ્વરથી B સર્વ રીતે મૂકાઈ ગયા. અર્થાત્ જેમ અમૃતનું સિંચન શાંતિ સમર્પે, છું તેમ મહાસતીએ કરેલા જળના અભિષેકથી મહારાજાનો ઘણજ્વર છું એકદમ શમી ગયો, અને આ રીતે મહારાજાને પોતાની પટ્ટરાણીના જે સતીપણાનો પૂરેપૂરો સાક્ષાત્કાર થયો. સતીપણાના પ્રભાવે એકલો
Page #111
--------------------------------------------------------------------------
________________
પતિનો દાહજવર શમ્યો, એટલું જ નહિ પણ તે મહાસતીના ઇ મહાસતીપણાથી તુષ્ટમાન થયેલા દેવો શું કરે છે આનું વર્ણન કરતાં ફરમાવે છે કે,
सिंहिकाया उपरिष्टात्, पुष्पवृष्टिं सुरा व्यधुः । તે સિંહિકા મહારાણી ઉપર પુષ્પોની વૃષ્ટિ વરસાવી.
સતીપણાના સાક્ષાત્કારથી અને પોતાની પત્નીના સતીપણાનો પ્રભાવ પ્રત્યક્ષપણે નિહાળીને શ્રી નઘુષ મહારાજા પણ ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યારથી આરંભીને પૂર્વની જેમ જ પોતાની તે પટ્ટદેવીનું તેમણે બહુમાન કરવા માંડ્યું.
સુંદર શીલનું પાલન શું શું કરે છે? એ અનિર્વચનીય વસ્તુ છે, સતીઓનું જીવન શીલના પ્રતાપે જ વિશ્વમાં નામાંકિત છે એ કદી જ ભૂલવા જેવું નથી. એક શીલના પ્રતાપે આત્મા આલોક અને પરલોક એમ ઉભયલોકને સુધારી પરંપરાએ સિદ્ધિસુખનો ભોક્તા કઈ રીતે થઈ શકે છે ? એનું વર્ણન અનંતજ્ઞાનીઓના અનુપમ શાસનમાં અનુપમ રીતે કરવામાં આવ્યું છે. શિવસુખના અર્થી આત્માઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કદાચ ન બની શકે તેમ હોય તો પણ આવું શીલપાલન તો અતિશય આવશ્યક વસ્તુ છે. સર્વથા શીલહીન આત્માઓ માટે ધર્મનું આરાધન પણ પ્રાય: દુષ્કર છે. માટે જીવનનું સાચું સૌંદર્ય સુંદર શીલનું પાલન છે. એ વાત એકે એક કલ્યાણકાંક્ષી આત્માએ પોતાના હૃદયપટ ઉપર અવશ્ય કોતરી રાખવા જેવી છે.
પુત્રોત્પત્તિ અને પરિવ્રજ્યાનો સ્વીકાર હવે શ્રી નઘુષ મહારાજા અને મહાસતી સિંહિકાદેવી ઉભય આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. કેટલોક કાળ વીત્યા પછી તેમને સોદાસ નામનો પુત્ર થયો.અને ત્યાર પછી નઘુષ મહારાજા પણ પોતાના આત્મકલ્યાણની સાધના માટે વધુ ઉઘુક્ત બન્યા. એના યોગે સંવેગમાં પરાયણ બનેલા તે મહારાજાએ શું કરીને શ્રી સિદ્ધિપદની સાધના માટે એકના એક જ ઉપાય સમી શ્રી ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
શક, દુર્ઘન અને 9 ધર્મધ્યાનું કારણ...૪
Page #112
--------------------------------------------------------------------------
________________
આ જ સતત ભ૮-૨
9)
-22
सोदासे राज्यमारोप्या - परेधुर्नयुषो नृपः । एकमौपयिकं सिद्धेः, परिव्रज्यामुपाढढे ॥१॥
રાજ્યનો ભાર સોદાસ પુત્ર ઉપર સ્થાપન કરીને શ્રી નઘુષ મહારાજાએ સિદ્ધિ પદના એક ઉપાયરુપ દીક્ષા અંગીકાર કરી.
આ હકીકતનું પ્રતિપાદન કરતાં પઉમચરિયા પ્રણેતા મહાપુરુષ પણ ફરમાવે છે કે
नयुषो परिठवेठ, सोढासं सीढीयासुयं रज्जे । निवखन्तो नरवसभो, परिचत्त परिग्गहारम्भो ॥१॥
નઘુષ મહારાજા સિંહિકાદેવીના પુત્ર સોઘસને રાજ્ય ઉપર સ્થાપન | ૯૪ કરીને પુરુષોમાં વૃષભ સમા તે, પરિગ્રહ અને આરંભનો પરિત્યાગ કરીને સંસારની બહાર નીકળી ગયા. અર્થા—અણગાર બન્યા.
ઉત્સવમાં “અ-મારિ’ની ઉદ્ઘોષણા રાજ્યના માલિક બનેલા શ્રી સોદાસ મહારાજા ઘણા જ માંસલોલુપ હતા. પોતાની માંસલોલુપતાના કારણે સોદાસ રાજા કઈ-કઈ જાતના અનર્થો કરે છે ? અને કેવી-કેવી દશામાં આવી પડે છે ? તથા પુણ્યવાન હોવાના કારણે ઉત્તમ સંસર્ગને પામી અંતે કેવી રીતે પ્રભુ પ્રણીત શ્રમણધર્મના પુનિતપંથને પામી શકે છે, એ વસ્તુ ખાસ જાણવા જેવી છે.
સોદાસ નામના રાજાના રાજ્યમાં, કોઈ એક સુંદર અવસર ઉપર શ્રી અરિહંત પરમાત્માનો અષ્ટાદ્ધિક ઉત્સવ આરંભાયો, ત્યારે આખાયે રાજ્યમાં ‘અ-મારિ'ની ઉદ્ઘોષણા કરવામાં આવતી હતી, એ જ રીતે આ અવસરે પણ મંત્રીઓએ રાજ્યમાં, અ-મારિ'ની ઘોષણા કરાવી. અ-મારિની ઘોષણા કરાવનાર મંત્રીઓએ પોતાના રાજા સોદાસને પણ કહયું હતું કે
“અર્ધદ્રષ્ટર્લિંdaોવે, નારદ્રાઢિમાં ત્વચૂર્વેઃ ? રાદ્વીત્ત્વમવિ મા ક્ષ્મ તત, XXXXXXX?”
શ્રી અરિહંત પરમાત્માઓના અષ્ટાદ્ધિક ઉત્સવમાં આપના પૂર્વજોએ ર માંસ ખાધું નથી તે કારણથી આ ઉત્સવમાં આપ પણ માંસ ખાતા નહિ,” રાજ્યમાં “અ-મારિ'ની ઘોષણા થવા છતાં અને મંત્રીઓએ પોતાના પૂર્વજોની સ્થિતિને જણાવવા છતાં પણ માંસભોજનના પ્રેમી એવા સોઘસે, મંત્રીઓના કથનને વચનથી સ્વીકાર્યું પણ હૃદયથી સ્વીકાર્યું નહીં.
હજી (હ) (જી.
w)
Page #113
--------------------------------------------------------------------------
________________
હૈ, રસવા ! તારા પાપે
પાંચ ઇન્દ્રિયોની દુર્જયતા અને પરિણામ દારુણતા શાસ્ત્રોએ ડંકાની ટોચે વર્ણવી છે. તેમાં રસના સૌથી વધુ ખતરનાક ગણાવી છે. રસનાના પાપે કાળો ઇતિહાસ લખાયો છે.
સ્વનામધન્ય પરમગુરુદેવશ્રીએ સોદાસરાજાની માંસ લોલુપતાના પ્રસંગનું વર્ણન કરતાં પુંડરિક-કંડરિકના પ્રસંગને વિસ્તારપૂર્વક વર્ણવીને રસનાની પાપલીલાને એકદમ સ્પષ્ટપણે આ પ્રકરણમાં વર્ણવી છે, જે અત્યંત મનનીય છે.
સોદાસરાજાએ જે અનર્થ મચાવ્યો, તેથી તે રાજ્યભ્રષ્ટ થયાં, જંગલમાં મુનિયોગ, ધર્મશ્રવણ, માંસભક્ષણની અનર્થની જાણ, પુનઃ રાજ્યપ્રાપ્તિ, દીક્ષા સ્વીકાર આદિ વાતથી સમૃદ્ધ બનેલા આ પ્રકરણમાં ‘રવાદુઃ રવાડું: પુર: પુર:' નો અનુભવ કરવા જેવો છે.
૯૫
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૬
રે, રસના... ! તારા પાપે
0 રસનાની લાલસાની ભયંકરતા • રસનાની આધીનતાના પ્રતાપે પતિત થયેલા
કંડરીક મુનિ • મહાપદ્મરાજાની આત્મકલ્યાણની સાધકતા • યુવરાજ કંડરીકની વૈરાગ્યદશા • વિરક્ત કંડરીકનું સ્પષ્ટ કથના • કંડરીકની મક્કમતા અને દીક્ષા સ્વીકાર • કંડરીક મુનિની રસનાની ઉત્કટ આધીનતા • કંડરીક મુનિની પતનદશા : પુંડરીકની પ્રેરણા • કંડરીકની દુર્દશા અને નરકગમન • રાજા સોદાસ દ્વારા ઘોર અન્યાયની પ્રવૃત્તિ • અકાર્યના પ્રતાપે રાજા સોદાસ પદભ્રષ્ટ
પુત્ર ગાદી ઉપર અને પિતા જંગલમાં • સગુરુયોગ અને ધર્મપૃચ્છા • મહામુનિની ધર્મદેશના
માંસભક્ષણના અનર્થો : • સોદાસ રાજાનો સુંદર હૃદય પલટો.
યોગ્ય અને અયોગ્યની ઓળખ • પુણ્યયોગે ફરી રાજ્યપ્રાપ્તિ ૦ યુદ્ધમાં વિજય અને પરિણામે દીક્ષા ગ્રહણ
Page #115
--------------------------------------------------------------------------
________________
રે, રસના... ! તારા પાપે
૫
રસનાની લાલસાની ભયંકરતા
ખરેખર, રસનાની લાલસા ઘણી જ ભયંકર હોય છે. હરેક ઇન્દ્રિયોની લાલસા ભયંકર હોય છે, છતાં પણ તેમાં રસના એટલે જીહ્વા ઇન્દ્રિયની લાલસા અતિશય ભયંકર હોય છે. એને આધીન થયેલા આત્માઓ એક ક્ષણવારમાં વિવેકને વિસરી જાય છે. રસનાને આધીન થયેલા આત્માઓ ભવિષ્યમાં પોતાનું પણ શું થશે? એ પણ નથી વિચારી શકતા. રસનાની તૃપ્તિના કારણે અનેક કનિષ્ટમાં કનિષ્ટ આચરણા પણ રસનાને શરણ થયેલ આત્માઓ કરે છે. રસનાની આજ્ઞાને તાબે થયેલા આત્માઓ સંયમને પામી શકતા નથી. અને કદાચ પામી જાય છે તો પણ જે રીતે આરાધવું જોઈએ તે રીતે આરાધી શકતા નથી અને તેઓ માટે પતનનું એ પ્રબળમાં પ્રબળ કારણ બને છે. આ કારણે કલ્યાણના અર્થીઓએ રસનાનો વિજય કરવા માટે સદાય સજ્જ રહેવું જોઈએ.
રસનાને પરવશ થયેલા સોદાસ રાજાએ મંત્રીઓની વાતને વચનથી સ્વીકારવા છતાં પણ પોતાના રાજ્યમાં પોતાના જ નામથી કરવામાં આવેલી ‘અ-મારિ'ની ઘોષણાનો કારમી રીતે ભંગ કર્યો. મંત્રીઓની સમક્ષ “મારે માંસ ખાધા વિના નહીં જ ચાલી શકે.” એમ નહિ કહી શકનાર સોદાસે પોતાના રસોઈઆને આજ્ઞા કરી કે,
હૈ ! રસા
૯૭
તારા યાયે...પ
Page #116
--------------------------------------------------------------------------
________________
સંત.... ભાગ-૨
૯૮
..........મ-લક્ષ્મણને
प्रच्छन्नं मांसमादेयं, त्वयावश्यमतः परम् । “આજથી આરંભીને તારે ગુપ્તપણે માંસને ગ્રહણ કરવું એ યોગ્ય છે. અર્થાત્- આજથી તું ગુપ્તપણે માંસ લાવજે અને મારા માટે પકાવજે.”
સોદાસ રાજાની આજ્ઞાને પામીને રસોઈઓ ગુપ્તપણે માંસને લઈ આવવા માટે નીકળ્યો. પણ આખાએ રાજ્યમાં ‘અ-મારિ’ની ઉદ્ઘોષણા થઈ ગયેલી હોવાને કારણે કોઈપણ સ્થાને માંસને મેળવી શક્યો નહિ : કારણકે
नासत्प्राप्यते क्वापि, केनाप्याकाशपुष्पवत् ।
“આકાશપુષ્પની જેમ અવિદ્યમાન વસ્તુ કોઈ સ્થાને કોઈપણ માણસ દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી.
અર્થાત્ આકાશપુષ્પ એ અવિદ્યમાન વસ્તુ છે. એ કારણે કોઈ પણ માણસ ગમે તે સ્થળે જાય અને ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ આકાશપુષ્પને મેળવી શકતો નથી. એવી જ રીતે ‘અ-મારિ’ની ઘોષણાના પ્રતાપે આકાશપુષ્પની જેમ આખાયે રાજ્યમાં માંસ અવિદ્યમાન વસ્તુરૂપ બની ગયું હતું. એટલે રસોઈયો માંસની શોધ માટે ધ્ણુંએ ભટક્યો તે છતાં પણ, કોઈ પણ સ્થાનેથી તે માંસ મેળવી શક્યો નહીં.
માંસાપ્રાપ્તિતિ ડુતો, રાનાના વાધતે ઘ મામ્
રોમિ
એ કારણે એક બાજુથી ‘મને માંસની પ્રાપ્તિ નથી થઈ શકતી અને બીજી બાજુથી રાજાની આજ્ઞા માંસ લાવવા માટે મને બાધિત કરે છે, માટે હવે હું શું કરું ?’
આ પ્રકારના વિચારમાં રસોઈયો પડી ગયો. એ પ્રકારના વિચાર કરતાં રસોઈયાએ રખડતાં-રખડતાં એક મરેલા બાળકને જોયું. તે જ મરેલા બાળકના માંસને ગ્રહણ કરીને રસોઈયાએ તે-તે વિજ્ઞાનો દ્વારા તેના ઉપર સંસ્કાર કર્યો. એટલે કે હોંશિયાર એવા 09 રસોઇયાએ તે મરેલા બાળકના માંસ ઉપર પણ તે-તે જાતની ક્રિયાઓ કરીને તેને સારામાં સારી રીતે સંસ્કારિત કર્યું. અને એ રીતે તે મરેલા બાળકના માંસને સંસ્કારિત કરીને રસોઇયાએ તે માંસ સોદાસ રાજાને આપ્યું.
Page #117
--------------------------------------------------------------------------
________________
છે
છે
)
એ માંસને પામીને સોદાસ રાજા પણ તે માંસનું ભોજન કરતાં-કરતાં તે માંસનું વર્ણન કરવા લાગ્યો કે અહો, अहो ! अमुष्य मांसस्य, कोऽप्यतिप्रीणको रसः ।।
આ માંસનો કોઈપણ અતિશય પ્રસન્ન કરનારો રસ છે. અર્થાત્ આ માંસનો આસ્વાદ કોઈ અપૂર્વ પ્રકારનો જ છે.
મરેલા બાળકના માંસના આસ્વાદની પ્રશંસા આ રીતે કરીને જ સોદાસ ન અટક્યા, પણ અતિશય આનંદમાં આવી ગયેલા તેમણે પોતાના રસોઇયાને કહાં કે,
“સુવdાર ઘ gવચ્છ, નન્નાપૂર્વમä મમ ? कस्य जीवविशेषस्य, मांसमाख्याहि सर्वथा ॥"
આ જન્મમાં મારા માટે આ માંસ અપૂર્વ છે. અર્થાત્ આવા પ્રકારનું માંસ મેં મારી જિંદગીમાં આજ સુધી નથી ખાધું, તો સર્વ પ્રકારે કહે કે, આ માંસ કયા જીવ વિશેષનું છે?' આ પ્રશ્નનો ઉત્તર આપતાં રસોઈયાએ સ્પષ્ટ શબ્બેમાં કહ્યું કે,
“નૃમાંસમિતિ ” “આ માંસ મનુષ્યનું છે. આ પ્રકારનો ઉત્તર સાંભળીને ખુશ થઈ ગયેલા સોદાસ રાજાએ ફરમાવ્યું કે, “પ્રતા પર અધેવ હૃદ્યા, સંસ્કૃત્ય પ્રત્યä જૂનં મમ ”
આજથી આરંભીને દરરોજ આજની જેમ સંસ્કારિત કરીને તું મને આ રીતે મનુષ્યનું માંસ આપજે.' | વિચારો કે એક રસનાને આધીન બનેલા રાજાને પોતાના નામે જ થયેલી અ-મારિ’ની ઘોષણાનો કેવી કારમી ત ભંગ કર્યો અને કરાવ્યો ? ખરેખર, રસનાને આધીન બનેલો ૨ ભા જેટલું ન કરે તેટલું ઓછું જ છે ! અન્યથા આવી જાતનું કાર્ય શું રાજા માટે ઘટિત હતું? નહિ જ. પણ રસનાવશ આત્માઓ ઘટિત કે અઘટિત વસ્તુનો વિચાર ક્યારે કરે છે ? શું આજે પણ રસનાવશ આત્માઓ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા ભક્ષ્યાભઢ્યના વિવેકનો ઉપહાસ નથી કરતા ?
સભા: હવે તો છાનો નહિ પણ છડે ચોક કરે છે ! તો સમજો કે એમાં અશ્રદ્ધા સાથે રસનાની લાલસાનો પણ
1992 i ?
તારા થયે...
Page #118
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રામ-લક્ષમણને
હિસ્સો છે જ. રસવાની લાલસાને આધીન થયેલા પામર આત્માઓ સુદેવને, સુગુરુ અને સુધર્મને પણ સમય આવ્યે નિંદવાનું નથી ચૂકતા ! રસનાવશ આત્માઓ શ્રી જિનેશ્વર પ્રણીત આગમો કે જે ભક્ષ્યાભઢ્ય આદિનું સારામાં સારી રીતનું વિવેચન કરનારાં છે, તેની પણ અવગણના કરે એમાં પણ કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી ! અર્થાત્ રસનાવશ આત્માઓ રસનાથી અતિશય આધીનતાના પ્રતાપે જે-જે ન કરે તે ઓછું જ છે.
રસતાની આધીનતાના પ્રતાપે પતિત ૧૦૦
થયેલા કંડરીક મુનિ એક રસના ઇન્દ્રિયની આધીનતાના પ્રતાપે મહાત્ વિરાગી અને મહાત્ સંયમી આત્માનું કેવી કારમી રીતે પતન થાય છે? અને એ પતનના પરિણામે ઉત્તમ આત્મા પણ ધર્મ-ધ્યાનને ચૂકી કેવા ભયંકર રૌદ્રધ્યાનને પામે છે? તથા આવા રૌદ્ર પરિણામના પ્રતાપે એક મોક્ષગામી અથવા સ્વર્ગગામી ગણાતો આત્મા થોડા જ કાળમાં કેવી ભયંકર દુર્ગતિમાં ચાલ્યો જાય છે? એ સઘળીય વસ્તુને સ્કુટ રીતે સમજાવતું કંડરીક મુનિનું દૃષ્ટાંત શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે, એ ખાસ આ પ્રસંગે જાણવા જેવું છે. | મહાવિદેહની પૃથ્વીમાં મંડનભૂત પુષ્કલાવતી નામની વિજયમાં આવેલી પુંડરીકિણી નગરીમાં મહાપા નામના એક રાજા હતા. એ રાજાને પદ્માવતી નામની રાણી હતી. એ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે રાજાને હતા. જેમાંના મોટા પુત્રનું નામ પુંડરિક હતું અને નાનાનું નામ કંડરીક હતું. આથી સમજાશે કે કંડરીક એ મહાપદ્મ રાજા અને પદ્માવતી રાણીનો નાનો પુત્ર હતો.
મહાપદ્મરાજાની આત્મકલ્યાણની સાધકતા (IT) મહાપદ્મ રાજાની શાસન કરાતી તે પુંડરીકિણી નગરીમાં એક
દિવસે તે નગરીની બહારના ભાગમાં આવેલા નલિનવન નામના
ઉદ્યાનમાં સ્થવિર મુનિપુંગવો સમવસર્યા. પોતાની નગરીના _ઉદ્યાનમાં જ સ્થવિર મુનિપુંગવો પધાર્યા છે. એ વાતને જાણીને શ્રી
Page #119
--------------------------------------------------------------------------
________________
મહાપદ્મ રાજા ઉલ્લાસભેર તે મુનિઓને વંદન કરવા માટે નલિનવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં જઈને રાજા તે મહામુનિઓને વંદન કરી કરીને ઉચિત સ્થાને બેઠા. પ્રભુ પ્રણીત પરોપકાર કરવામાં રક્ત છે એવા તે પરમમહર્ષિઓએ રાજાને પ્રભુપ્રણીત ધર્મ સંભળાવ્યો. ધર્મનું છે શ્રવણ કરીને રાજા એકદમ રક્ત બુદ્ધિવાળા મટીને વિરક્ત છું બુદ્ધિવાળા થયા. વિરક્ત બુદ્ધિવાળા બનેલા શ્રી મહાપદ મહારાજાએ, એકદમ પોતાની નગરીમાં જઈને મોટા મહોત્સવપૂર્વક પુંડરીક નામના પોતાના મોટા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને કંડરીક નામના પોતાના નાના પુત્રને યુવરાજ પદે સ્થાપન કર્યો. રાજ્યગાદી ઉપર આરુઢ થયેલા પુંડરીક મહારાજાએ, પોતાના પિતાશ્રીનો દીક્ષા મહોત્સવ કર્યો. અને મહાપદ્મ મહારાજાએ તે
સ્થવિર મહર્ષિઓ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષિત થયા પછી શ્રી મહાપદ્મ નામના રાજર્ષિ મહામુનિએ સઘળાંય પૂર્વોનો અભ્યાસ કર્યો અને રત્નત્રયીની આરાધનાના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા તથા એક માસનું અણસન કરીને તે રાજર્ષિ પરમપદને પણ પામ્યા.
યુવરાજ કંડરીકની વૈરાગ્યદશા મહાપદ્મ રાજર્ષિ મોક્ષપદે પધાર્યા પછી એક દિવસે પાદરેણુથી પૃથ્વીતલને પાવન કરતાં તે જ સ્થવિર ઋષિપુંગવો પોતાની નગરીમાં પધાર્યા છે. એમ સાંભળીને હર્ષ પામેલા શ્રી પુંડરીક મહારાજા એકદમ તે ઋષિપુંગવોની સેવામાં ઉપસ્થિત થયા. સેવામાં ઉપસ્થિત થયેલા શ્રી પુંડરીક મહારાજાને સ્થવિર ઋષિપુંગવોએ દેશના સંભળાવી. ધર્મદેશનાના શ્રવણથી પ્રતિબોધ પામેલા પુંડરીક મહારાજાએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. પોતાના મોટા ભ્રાતાએ 2
જ્યારે શ્રાવકધર્મનો જ સ્વીકાર કર્યો ત્યારે શ્રી કંડરીકની મનોદશા તો ખૂબ જ આગળ વધી. ધર્મદેશનાના શ્રવણથી એકદમ વિરક્તદશાને પામી ગયેલ યુવરાજ શ્રીકંડરીકે તો તે ઋષિપુંગવોને પ્રણામ કરીને પ્રાર્થના કરતાં કહ્યું કે,
आदास्येऽहं भवोद्धिग्नो, प्रव्रज्यां युष्मदन्तिके । तद्यावद्भुपमापृच्छया - गच्छाम्यहमिह प्रभो ! ।
રે ! રસન
(૧૦૧
તારા વ...૫
Page #120
--------------------------------------------------------------------------
________________
સત.. ભાગ-૨
રિામ-લક્ષ્મણને
तावत्पूज्यैरिह स्थेयं, कुर्वाणैर्मय्यनुग्रहम् ।।
“સંસારથી ઉદ્વિગ્ન થયેલો હું આપની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તે કારણથી હે પ્રભો ! જ્યાં સુધીમાં હું રાજાને પૂછીને અહીં આવું છું ત્યાં સુધી મારા ઉપર અનુગ્રહ કરતા એવા આપ પૂજ્યોને અહીં રહેવું એ યોગ્ય છે."
આ પ્રમાણે કહેતા યુવરાજ શ્રી કંડરીકને પ્રભુશાસનના રહસ્યવેદી તે સ્થવિર પરમમહર્ષિઓએ ફરમાવ્યું કે,
પ્રતિવર્ધા મા થાત્ત્વમ્'
આ કથન ઉપરથી સમજી શકાશે કે પ્રભુશાસનના રહસ્યવેદી ૧૦ પરમમહર્ષિઓની વિરક્ત આત્મા પ્રત્યે કેવા પ્રકારની સલાહ હોઈ
શકે છે? ઉપકારી પરમમહર્ષિઓ પૂછવા જનાર આત્માને પણ એક જ સલાહ આપે છે કે જેને પૂછવા જાય છે તેનો પ્રતિબંધ ન કરવો.' કારણકે આનાથી વિપરીત સલાહ તો વિરક્ત આત્માના વિરાગનો નાશ કરનારી જ નિવડે છે અને એવી વિરાગનાશક સલાહ વૈરાગ્યના માર્ગે જ વિહરી રહેલા પરમમહર્ષિઓ કયા હદયથી આપી શકે ? અર્થાત્ ન જ આપી શકે. એ વસ્તુ વિચારક માત્ર સમજી શકે તેમ છે. માત્ર વિચારક વિવેકહીન ન હોવો જોઈએ. કારણકે વિવેકહીન વિચારક કોઈપણ સારી વસ્તુના સુંદર મર્મને સમજી શકતો જ નથી.
વિરક્ત કંડરીકનું સ્પષ્ટ કથન ગુરુદેવોની ઉત્તમ અને સન્માર્ગની પ્રવૃત્તિ માટે સારામાં સારી રીતની સહાય સમર્પનાર સલાહ પામીને પોતાના વડીલ બંધુ કે જે રાજા છે તેમની પાસે જઈને શ્રી કંડરીકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,
मया गुरोजिनवचो, लब्धमब्धेरिवामृतम् । आरोग्यमिव वैराग्यं, तत्प्रभावान्ममाभवत् ॥ तयुष्माभिरनुज्ञातो, व्रतमाढातुमुत्सहे । नृजन्म हारयेत्को हि, प्रमादेन धुरत्नवत् ॥
“સમુદ્રમાં જેમ અમૃતની પ્રાપ્તિ થાય તેમ મને ગુરુદેવ પાસેથી શ્રી હું જિનવચનની પ્રાપ્તિ થઈ છે. અને અમૃતના પ્રભાવથી જેમ આરોગ્યની પ્રાપ્તિ
થાય તેમ મને શ્રી જિનવચનના પ્રભાવથી વૈરાગ્ય થયો છે, તે કારણથી આપ
Page #121
--------------------------------------------------------------------------
________________
(CILLI
તરફથી અનુજ્ઞા પામેલો હું દીક્ષા લેવાનો ઉત્સાહ ધરાવું છું. કારણકે આ છે વિશ્વમાં એવો મૂર્ખ કોણ હોય કે જે પ્રમાદથી ચિંતામણી રત્ન જેવા મનુષ્ય R 4 જન્મને હારી જાય ?"
ભાગ્યશાળીઓ ! વિચારો કે સદ્ગુરુ પાસેથી શ્રીજિનેશ્વરદેવના વચનને પામેલા આત્માઓની મનોદશા કેવી ઘડાઈ જાય છે? દુનિયામાં અમૃતની ઉત્પત્તિ સાગરમાંથી મનાય છે. તેમ શ્રી જિનવચનની પ્રાપ્તિ ભવ્યજીવોને સદ્ગુરુઓ પાસેથી જ થાય છે. અમૃત જેમ આરોગ્યનું કારણ મનાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવોનું વચન વૈરાગ્યનું કારણ મનાય છે. શ્રીજિનેશ્વરદેવના વચનને પામીને વૈરાગ્યયુક્ત બનેલો આત્મા, મનુષ્યભવને ચિંતામણિરત્ન સમાન સમજે છે. તેથી તેને પ્રમાદમાં વિતાવી દેવો એમાં એ મૂર્ખતા માનનારો હોય છે.
આ ઉપરથી જેઓ ધર્મગુરુપદના સ્થાને હોવા છતાં પણ જગતના જીવોને શ્રી જિનેશ્વરદેવના વચનરૂપ અમૃતનું ઘન દેવાને બદલે અજ્ઞાન આત્માઓને વચનવિષનું દાન કરે છે, તેઓએ કાં તો તેમ કરતા અટકવું જોઈએ અગર તો સ્વ-પર ઉભયના શ્રેય માટે પણ તેવા પરમતારક ગુરુપદનો વિના વિલંબે અને વિના સંકોચે ત્યાગ કરી દેવો જોઈએ. એવી જ રીતે પરમ વીતરાગી શ્રીજિનેશ્વરદેવોના વચનને પામેલા આત્માઓએ પણ શ્રીજિતવચનરૂપ અમૃતના યોગે પોતાના આત્મામાં અનાદિકાળથી ભરાઈ ગયેલા રાગ- દ્વેષરૂપ રોગનો નાશ કરી વૈરાગ્યરૂપ આરોગ્યને મેળવવા સતત પ્રયત્નો કરવા જોઈએ અને અમૂલ્ય માનવજીવનરૂપ ચિંતામણિરત્નને પ્રમાદમાં પડી ગુમાવી દેવા જેવી કારમી મૂર્ખાઈ કરતાં અવશ્ય અટકી જવું જોઈએ.
પ્રમાદ એ આત્માનો મોટામાં મોટો શત્રુ છે. મધુર રસોના સ્વાદની ઈચ્છા એ પણ પ્રમાદ જ છે. પ્રમાદની પરવશતાથી ? ચિંતામણી રત્નને ગુમાવી દેનારા આત્માઓ કરતાં વિષયકષાયાદિ પ્રમાદને આધીન થઈને ચિંતામણીથી પણ કંઈ ગણા કિંમતી મનુષ્યભવને ગુમાવી દેનારા આત્માઓ ઘણા જ ભયંકર છે, કારણકે
રે ! રસ
8
તાર ..૫
Page #122
--------------------------------------------------------------------------
________________
-
રિમ-લક્ષમણને
ચિંતામણી રત્નના નાશથી નુકશાન મનાતું હોય તો પણ તે નુકશાન કેવળ આ લોક સંબંધી જ હોય છે, જ્યારે મનુષ્યભવને હારી જવાથી તો આલોક અને પરલોક એમ ઉભયલોક સંબંધી પારાવાર નુકશાન થાય છે. એમ અનંત ઉપકારી પરમમહર્ષિઓ ફરમાવે છે. આ કારણે સદ્ગુરુ દ્વારા શ્રી જિનેશ્વરદેવના વચનરૂપ અમૃતને પામેલા પુણ્યાત્માઓએ વિષય-કષાયરૂપ પ્રમાદને આધીન થઈ મનુષ્યભવને હારી જવા પૂર્વે ઘણું ઘણું વિચારવું જોઈએ.
આ રીતે શ્રી કંડરીકનું સ્પષ્ટ કથન આજે સૌ કોઈએ વિચારવા લાયક છે. આવા કથનો શ્રી જિનેશ્વરદેવના વચનોથી ભરેલા જૈન સાહિત્યમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થઈ શકે છે. પરંતુ હીનકર્મી અથવા તો ગુરુકર્મી આત્માઓના અંતરમાં એની સારી અસર થવાને બદલે ઘણીવાર ઉલટી અસર થાય છે. આ કારણે મારી ભલામણ છે કે આવા વચનો વાંચતા કે સાંભળતા કલ્યાણકારી આત્માઓએ હદયમાં રહેલી સાંસારિક લાલસાઓને હદયમાંથી દૂર કરી દેવી જોઈએ. કારણકે હૃદયમાં રહેલી એ કારમી લાલસાઓ, આત્મા ઉપર એ અનુપમ કથનોની સુંદર અસર થવા દેતી જ નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સાંસારિક લાલસાઓ, આત્માને પાગલ બનાવી દે છે અને પાગલ આત્માઓ ઉપર હિતશિક્ષાની સુંદર અસર ન થાય, એ તદ્દન સ્વાભાવિક જ છે.
સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા માટે આ રીતે અનુજ્ઞા માંગતા શ્રી કંડરીકને શ્રી પુંડરીક મહારાજાએ કહયું કે,
पुण्डरीकोऽब्रवीन मास्मा - धुनाकार्षीव्रताग्रहम् । राज्यं ददामि ते भुंक्च, भोगान्गृणाम्यहं व्रतम् ॥
“હાલમાં તું વ્રતને ગ્રહણ ન કર. હું તને રાજ્ય આપું છું તેથી તું ભોગોને ભોગવ અને હું વ્રતને ગ્રહણ કરું છું.”
કંડરીકની મક્કમતા અને દીક્ષા સ્વીકાર હતી પોતાના લઘુબંધુ વ્રતનું પાલન નહિ કરી શકે એમ માનીને ઉં પુંડરીક મારાજા પોતે દીક્ષા લેવા તૈયાર થયા અને નાનાભાઈને કીધું છે કે હું રાજ્ય તને આપું છું અને તું ભોગોને ભોગવ.' પણ એ વસ્તુનો ઉં અસ્વીકાર કરતાં શ્રી કંડરીકે પોતાના મોટાભાઈને મક્કમપણે
જણાવ્યું કે,
Page #123
--------------------------------------------------------------------------
________________
ઠરીોડક્ષ્યઘામોૌ, રાજ્યેન ઘ તં મન વ્રતમેવ હિ મેડમી, ઘુમુક્ષોરિવ મોનનમ્
“ભોગોને કરીને અને રાજ્યે કરીને મારે સર્યું, અર્થાત્ મારે નથી પ્રયોજન ભોગોનું કે નથી પ્રયોજન રાજ્યનું, કારણકે ભૂખ્યાને જેમ ભોજન અતિપ્રિય હોય છે તેમ મને દીક્ષા જ અતિશય પ્રિય છે.”
આ પ્રકારના ઉત્તરથી પોતાના લઘુબંધુને દીક્ષાગ્રહણના વિચારમાં ખૂબ મક્કમ જાણીને શ્રી પુંડરીક મહારાજાએ, સાધુધર્મની દુષ્કરતા દર્શાવવાપૂર્વક તુરંતમાં દીક્ષા નહિ લેવાનું સમજાવતાં જણાવ્યું કે,
पुण्डरीकोऽवदद्वत्स ! साधुधर्मोऽतिदुष्करः । ત્યાખ્યાતિ પ્રતિનાં પાપ-સ્થાનાન્વષ્ટાદ્રશ ધ્રુવન્ રી ब्रह्मव्रतं च धर्तव्यं, दुर्धरं सुरशैलवत् । मनो निधेयं सन्तोषे, विधेयं च गुरोर्वच ॥२॥ बाहुभ्यां वार्च्छितरण-मिव तददुष्करं व्रतम् । ત્વશ્વાતિસુવુમારોડસ, શીતોળાવ્યિથાસહઃ }}}} दीक्षादानं ततो वत्स ! साम्प्रतं साम्प्रतं न ते । भुक्तभोगो व्रताभोग-मङ्गीकुर्या यथासुखम् ॥४॥
“હે વત્સ ! સાધુધર્મ અતિશય દુષ્કર છે, કારણકે વ્રીઓને એટલે સાધુઓને નિશ્ચયપૂર્વક અઢારે પાપસ્થાનો તજવા યોગ્ય હોય છે, સુરશૈલમેરૂની જેમ દુ:ખે કરીને ધરી શકાય તેવું બ્રહ્મચર્યવ્રત ધરવા યોગ્ય હોય છે. મનને સંતોષમાં સ્થાપન કરવાનું હોય છે અને ગુરુઓનું વચન કરવા યોગ્ય હોય છે. અર્થાત્ સાધુપણું એટલે અઢારે પાપસ્થાનકોનો ત્યાગ કરવો, મેરૂપર્વતના જેવું દુર્ધર ચતુર્થ વ્રત ધારણ કરવું, પૌદ્ગલિક લોભનો પરિત્યાગ કરી મનને સંતોષમાં સ્થાપન કરવું અને નિરંતર સદ્ગુરુની આજ્ઞાતા પાલનમાં જ રક્ત રહેવું એટલે પરમતારક ગુરુદેવની આજ્ઞા મુજબ જ જિંદગીભર વિહરવું. તે કારણથી દીક્ષાનું પાલન એ બાહુથી સાગર તરવા જેવું દુષ્કર છે. અર્થાત્ ભુજાથી સાગર તરવો જેમ દુષ્કર છે, તેમ દીક્ષાનું પાલન દુષ્કર છે. અને તું શીત, ઉષ્ણ આદિની વ્યથાઓને ન સહન કરી શકે તેવો સુકુમાર છો, માટે હે વત્સ ! હાલ દીક્ષાનો સ્વીકાર કરવો એ તારા માટે યોગ્ય નથી, માટે તું ભુક્તભોગી થયા પછી તને જે રીતે સુખ ઉપજે તે રીતે ીક્ષાના
યત્નને અંગીકાર કરજે.”
રે ! રસના
૧૦૫
તારા યાયે....
Page #124
--------------------------------------------------------------------------
________________
--)
પોતાના વડીલબંધુ શ્રી પુંડરીક મહારાજાએ દીક્ષાની દર્શાવેલી દુષ્કરતાનો પ્રતિકાર કરી મક્કમતાપૂર્વક દીક્ષાની અનુજ્ઞા માંગતા શ્રી કંડરીકે જવાબમાં જણાવ્યું કે
कंडरीकोऽलपत् वलीब - नराणां दुष्करं व्रतम् । परलोकार्थिनां धीर-पुंसां तन्नैव दुष्करम् ॥
“દીક્ષા એ દુષ્કર વસ્તુ છે. એ વાત સાચી પણ તે તામર્દકાયર માટે દુષ્કર છે. પરલોકના અર્થી એવા ધીર પુરુષો માટે તે
દુષ્કર નથી જ, તે કારણથી આપ મને વ્રતની એટલે કે દીક્ષા લેવાની ૧૦૭ અનુજ્ઞા આપો.'
કંડરીકનો મક્કમતાથી દીક્ષા સ્વીકાર પોતાના લઘુબંધુની પૂરેપૂરી મક્કમતા જોઈને શ્રી પુંડરીક મહારાજાએ મુસીબતે પણ દીક્ષા લેવાની અનુજ્ઞા આપી. અનુજ્ઞા પામીને શ્રી કંડરીકે ઉત્તમ ઉત્સવપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો. અને પછી દીક્ષાનો સ્વીકાર કર્યા પછી તે પુણ્યાત્માએ અગીયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું અને દુષ્કર તપને આચરવા માંડ્યો.
તપસ્વી મુનિવરો પ્રાય: અન્ત-પ્રાન્ત આહારને જ લેનારા હોય છે. કારણકે એ પણ મહાતપ છે. એટલે ઉગ્રતપણે કરતા શ્રી કંડરીક મહર્ષિ પણ અન્ત- પ્રાન્ત આહારનો જ સ્વીકાર કરતા અને અન્ય પણ આકરી કસોટીઓમાંથી પોતાનું જીવન પસાર કરતા. એ બધા નિમિત્તોને પામીને તે મહર્ષિના શરીરમાં અતિ દુઃખે કરીને સહી શકાય તેવા દાહજવર આદિ રોગો ઉત્પન્ન થયા અનાચારોથી જેમ યશ મલિન થાય, તેમ પીડામય રોગોના પ્રતાપે તે મહર્ષિનું શરીર, દિવસનો ચંદ્ર જેમ વિવર્ણતાને ભજે છે તેમ તનુતાને ભજવા લાગ્યું. ? અર્થાત્ પીડાકારી રોગોના પ્રતાપે તે મહર્ષિનું શરીર એકદમ ક્ષીણ થઈ (RT 8 ગયું. અતિ દુઃસહ રોગોથી ક્ષીણ થઈ ગયેલા શ્રી કંડરીકની સાથે તે
જ સ્થવિર મહર્ષિઓ પણ હજારો વર્ષો બાદ એક દિવસે તે નગરીમાં પધાર્યા. મહર્ષિ બનેલા પોતાના લઘુબંધુ શ્રી કંડરીકની સાથે તે જ Wવીર મહર્ષિઓ પોતાની નગરીમાં પધાર્યા છે, એમ સાંભળીને શ્રી
Page #125
--------------------------------------------------------------------------
________________
=
પુંડરીક મહારાજા તે ઋષિપુંગવોના વંદન માટે આવ્યા. વંદન કરીને દેશનાનું શ્રવણ કર્યું અને તે પછી શ્રી કંડરીક મહર્ષિને નમન કરતાં શ્રી પુંડરીક મહારાજાએ ઘણા રોગોથી ભરેલું તે મહર્ષિનું શરીર જોયું.
શ્રી કંડરીક મહર્ષિનું શરીર રોગોથી રીબાતું જોઈને, શ્રી પુંડરીક મહારાજાએ સ્થવિર મહર્ષિઓને વિનંતી કરતાં કહયું કે, “હે પૂજ્યો ! પ્રાસુક ઔષધ આદિથી કંડરીક મહામુનિની હું ચિકિત્સા કરાવીશ, તે કારણથી આપ મારી યાનશાળાને અલંકૃત કરો.” શ્રી પુંડરીક મહારાજાની આ પ્રકારની વિનંતીથી સ્થવિર મહર્ષિઓ પણ શ્રી પુંડરીક મહારાજાની યાનશાળામાં પધાર્યા અને રહા. મહારાજા શ્રી પુંડરીકની આજ્ઞાને પામેલા ચિકિત્સકોએ વિવિધ પ્રકારના ઔષધ આદિથી ક્રમે કરીને શ્રી કંડરીક મહામુનિને રોગરહિત શરીરવાળા બનાવી દીધા. કંડરીક રોગરહિત થઈ ગયા પછી રાજાને પૂછીને સ્થવિર મહર્ષિઓ ત્યાંથી વિહાર કરી ગયા. કારણકે
श्रमणनां हि नैकत्र, स्थितिरायतिशोभना ।
શ્રમણોની એક સ્થાનમાં સ્થિતિ ઉત્તરકાળમાં ભાવિકાળ માટે સારી નથી નિવડતી.”
અર્થાત્ સાધુઓ માટે એક સ્થાનમાં રહેવું એ સુંદર ભવિષ્યને સૂચવનાર નથી, પણ અશુભ ભવિષ્યને સૂચવનારું છે.
વિવેકપૂર્વક વિચારવામાં આવે તો સમજી શકાય તેવું છે કે સાધુઓ માટે એક સ્થાનમાં સ્થિતિ એ ઘણું જ ભયંકર છે. એક સ્થાનમાં જ વિના કારણે કાયમ પડી રહેનારા સાધુઓ પોતાનું હિત ગુમાવવા સાથે પરનું આત્મહિત હણનારા પણ અવશ્ય થાય છે. એટલે જ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્થવિર મહર્ષિઓ તો શ્રી કંડરીક મુનિ નિરોગી થયા કે તરત જ અન્યત્ર વિહાર કરી ગયા.
કંડરીક મુનિની રસવાની ઉત્કટ આધીનતા પણ રસનાની આધીનતાના પ્રતાપે શ્રી કંડરીક મુનિની હાલત શી થઈ તે આપણે જોઈએ. સ્થવિર મહર્ષિઓ વિહાર કરી ગયા, abhસ્તુ નાવાની – ઢીનમોજે ગૃદ્ધિમાનું ? जीड्वेन्द्रियं हि जीवानां, मनोवढ्दुर्जयं स्मृतम् ॥
રે ! રજત
8
તરત .૫.
Page #126
--------------------------------------------------------------------------
________________
સંતા... ભાગ-૨
રામ-લક્ષ્મણને
“પણ રાજભોજ્યોમાં ગૃદ્ધિમાન બનેલો શ્રી કંડરીક ત્યાંથી ચાલ્યા નહિ. કારણકે ‘જીવોને મનની જેમ જિહ્વા ઇન્દ્રિય પણ દુર્જય છે.”
એમ ઉપકારીઓએ ફરમાવ્યું છે. રસના ઇન્દ્રિયની લોલુપતાના પ્રતાપે અતિશય ભોગોમાં ગૃદ્ધિમાન બની ગયેલા શ્રી કંડરીકે પોતાના પરમતારક પરમમહર્ષિઓની સાથે વિહાર ન કર્યો, એ વાતને જાણીને શ્રી પુંડરીક મહારાજા એકદમ શ્રીકંડરીક મુનિ પાસે આવ્યા અને પોતાનું મસ્તક નમાવ્યું. માર્ગમાં સ્થિર કરવાના ઇરાદાથી શ્રી પુંડરીક મહારાજાએ શ્રીકંડરીક મુનિને ત્રણ પ્રદક્ષિણા દીધી અને હસ્તયોજનપૂર્વક કહેવા માંડ્યું કે,
धन्यस्त्वं कृत्यकृत्यस्त्वं, त्वया सफलितं जनुः । सन्त्यज्य राज्यभार्यादि, सर्वं यत्स्वीकृतं त्वया ॥ अहं त्वधन्यो निःसारं, भूरिढुःखजलार्णवम् । रिपु-तस्कर-दायादा-धीनं विद्युल्लताचलम् ॥ विपाककटुकानित्यं, विषयास्वादसुन्दरम् । अप्यवश्यं परित्याज्यं, राज्यं न त्यत्तुमीश्वरः ॥
“જે કારણથી આપે, રાજ્ય અને ભાર્યા આદિ સઘળું ય તજીને વ્રતને સ્વીકાર્યું અને જન્મને સફલ કર્યો છે, તે કારણથી આપ ધન્ય છો અને કૃતકૃત્ય છો. જ્યારે હું તો ખરેખર અધન્ય છું. કારણ કે સાર વિનાનું, ઘણા દુ:ખરૂપ પાણીથી ભરેલા સાગરસમું શત્રુ-ચોર અને લેણદારને આધીન, વિજળીની જેમ ચંચળ, વિષયોના આસ્વાદથી સુંદર પણ વિપાકે કરીને કટુક અને અનિત્ય તથા અવશ્ય કરીને તજવા યોગ્ય એવા રાજ્યનો ત્યાગ કરવા માટે હું સમર્થ નથી.”
આ પ્રમાણે એકવાર શ્રી પુંડરીક મહારાજાએ કહ્યું, ત્યાં સુધી તો રસનાધીન બનેલા શ્રીકંડરીકે ધૃષ્ટતાપૂર્વક મૌનનો જ આશ્રય * કર્યો. પણ જ્યારે શ્રી પુંડરીક મહારાજાએ એની એ જ વાત બે ofઈ ત્રણવાર કહી. એટલે લજ્જાથી વિલક્ષ બનેલા શ્રી કંડરીકે ત્યાંથી ર વિહાર કર્યો.
કંડરીક મુનિની પતરદશા પુંડરીકની પ્રેરણા શ્રી પુંડરીક મહારાજાની ઉત્તમ પ્રકારની પ્રેરણાથી વિહાર કરીને
Page #127
--------------------------------------------------------------------------
________________
E
IITE
શ્રી કંડરીક પોતાના ગુરુદેવની સાથે મળી ગયા અને સમ્રાંત છે મનવાળા તેણે થોડાકાળ સુધી ગુરુદેવોની સાથે વિહાર કર્યો, કારણકે
दुरावेश इवासाध्यः प्राणिनां हि दुराशयः । “ખરાબ આવેશની જેમ પ્રાણીઓનો ખરાબ આશય અસાધ્ય ધ્યેય છે.”
દુરાશયને આધીન થયેલા શ્રી કંડરીક એક દિવસે દીક્ષાથી હું ઉદ્વિગ્ન બન્યા અને તેમનો શુભ આશય સર્વથા નાશ પામ્યો, આ કારણથી તે પોતાના ગુરુદેવને મૂકીને પોતાની નગરી પ્રત્યે પહોંચી ગયા. પોતાની નગરીમાં જઈને રાજાના ઘરની પાસે રહેલા અશોક વૃક્ષની નીચે સેંકડો ચિંતાઓથી આકુળ એવા તે એવી રીતે બેઠા કે જાણે પોતાનું સર્વસ્વ ચાલ્યું ગયું હોય. તે સમયે શ્રીપુંડરીક મહારાજાની ધાવમાતા ત્યાં આવી અને તેણે શોકસાગરમાં ડૂબેલા તેમને જોયો. એવી દુઃખદ અવસ્થામાં બેઠેલા તેમને જોઈ તે ધાવમાતાએ તે વાત શ્રીપુંડરીક મહારાજાને કહી. આથી ગુણ પણ ઘેષને માટે થયો. આ પ્રમાણે નિશ્ચય કરીને અન્ત:પુરના પરિવાર સાથે શ્રી પુંડરીક મહારાજા એકદમ ત્યાં આવ્યા. આવીને શ્રીકંડરીક મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી અને નમીને પૂર્વની જેમ કીધું કે,
“આપ ધન્ય અને કૃતકૃત્ય છો કે રાજ્યાદિક સર્વનો ત્યાગ કરીને વ્રતના સ્વીકાર દ્વારા આપે આપના જીવનને સફળ કર્યું અને હું અધન્ય છું કે સાર વિનાના, દુ:ખમય, પરાધીન, ચંચળ, અનિત્ય, અવશ્ય તજવા યોગ્ય અને વિપાકે કરીને ભયંકર એવા રાજ્યનો હું પરિત્યાગ કરી શકતો નથી.”
પરંતુ શ્રી કંડરીકે તો દુષ્ટ ગ્રહથી ગ્રહિત થયેલાની જેમ એક મૌનનો જ સ્વીકાર કર્યો. આટલું આટલું કહેવા છતાં પણ શ્રી કંડરીકને મૌન રહેલા જોઈને શ્રી પુંડરીક મહારાજાએ પુનઃ પુન: કહેવા માંડ્યું કે,
भूयो भूयोऽभ्यधात्कोहि, हित्वा स्वर्नरकं श्रयेत् । काचखण्डमुपाढत्ते, को वा त्यक्त्वा मरुन्मणिम् ॥
રે !
રસદ
તાર થળે...૫
Page #128
--------------------------------------------------------------------------
________________
2 સીતા... ભાગ-૨
રિમ-લક્ષમણને
प्राज्यं साम्राज्यमृत्सृज्य, को वा वांछति नि:स्वताम् । को वा मुक्त्वा व्रतं भोगान्, कांक्षति क्षणभंगुरान् ।। सत्यप्येवं यदि स्यात्ते, भोगेच्छा तर्हि कथ्यताम् ।।
ત્યનુદ્યત વસ્તુ, પ્રાર્થનામન્તરા હૈ : ?
સ્વર્ગ છોડી નરકનો આશ્રય કોણ કરે ? દેવમણિને ત્યજી કાચના ટુકડાનો સ્વીકાર કોણ કરે ? ઉત્તમ સામ્રાજ્યનો ત્યાગ કરીને દરિદ્રતાને કોણ વાંછે ? વ્રતને મૂકીને ક્ષણભંગુર એવા ભોગોને કોણ ઈચ્છે ? અર્થાત્ વ્રતને
મૂકી ક્ષણવિનાશી ભોગોની ઈચ્છા એ સ્વર્ગને છોડીને નરકનો આશ્રય કરવા ૧૧૦
જેવું છે. દેવમણિને તજી કાચના ટુકડાનો સ્વીકાર કરવા જેવું છે. અને પ્રાજ્ય સામ્રાજ્યનો પરિત્યાગ કરીને દરિદ્રતા ઇચ્છવા જેવું છે. એટલે કોઈ પણ વિચક્ષણ આત્મા વ્રતને મૂકી ક્ષણવિનાશી ભોગોને ન જ ઇચ્છે. આમ છતાંયે જો તમને ભોગોની ઈચ્છા હોય તો પણ કહી દો, કારણકે અનુચિત વસ્તુને પ્રાર્થના વિના કોણ આપે.”
શ્રી પુંડરીક મહારાજાએ આવી સુંદર અને અનુપમ રીતે સમજાવ્યા તે છતાં પણ નિર્લજ્જ બનીને કંડરીક મુનિએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે,
“મોઢવાચ્છા મમસ્ત ”
મને ભોગોની વાંચ્છા છે.” આ કથનથી શ્રી પુંડરીક મહારાજાએ પાપનો ભાર જેમ સમર્પો તેમ તે શ્રી કંડરીકને પોતાનું રાજ્ય સમપ્યું અને પોતે,
लोचं कृत्वा चतुर्यामं, धर्मं च प्रतिपद्य सः । कण्डरीकात् साधुलिंग, सुखपिण्डभिवाढढे ॥ गुरुप्रान्ते परिव्रज्य, भोक्ष्येऽहमिति निश्चयी । सोऽचालीद् दिशमुद्दिश्य, तत्पादाम्भोजपाविताम् ॥
લોચ કરી અને ચાતુર્યામ ધર્મને (ચાર મહાવ્રતને) અંગીકાર કરીને જેમ સુખનો પિંડ ગ્રહણ કરે તેમ કંડરીકની પાસે રહેલું સાધુનું લિંગ ગ્રહણ કરી ૧ લીધું. ગુરુદેવની પાસે પરિવ્રજ્યા દીક્ષા અંગીકાર કર્યા બાદ હું ભોજન કરીશ.
આ પ્રકારના નિશ્ચય કરનારા શ્રી પુંડરીક મહર્ષિ ગુરુદેવના પદકમળથી હુ પવિત્ર થયેલી દિશાને ઉદ્દેશીને ચાલ્યા અર્થાત્ જે દિશામાં ગુરુમહારાજા હું વિહરતા હતા તે દિશામાં શ્રી પુંડરીક મહારાજાએ, દીક્ષાનો સ્વીકાર કરવા માટે કે ભોજન કે પાણીનો પણ સ્વીકાર કર્યા વિના પ્રયાણ આરંભ્ય.”
Page #129
--------------------------------------------------------------------------
________________
કંડરીકની દુર્દશા અને નરકગમન
જ્યારે શ્રી પુંડરીક મહારાજાએ, એક ક્ષણવારમાં રાજ્ય સમર્પીને અને સાધુલિંગનો સ્વીકાર કરીને ‘દીક્ષાનો સ્વીકાર કર્યા વિના ભોજન પણ ન લઉં' આવો નિશ્ચય કરીને ગુરુદેવના પાદકમળથી પાવિત થયેલી દિશા તરફ પ્રયાણ કર્યું. ત્યારે પતિત થયેલા ‘અદૃષ્ટ કલ્યાણ' જેવા બનેલા અને અતિશય ગૃદ્ધિને ધરતા ‘કંડરીકે' તે જ દિવસે ઘણું જ ભોજન કર્યું. અતિ રસમય એવું તે ભોજન ખૂબ-ખૂબ ખાવાથી મંદ અગ્નિવાળા કંડરીકને પચ્યું નહિ અને નહિ પાચન થતા એવા તે ભોજને તેને અતિશય ભયંકર વેદના કરી, સુખની ખાતર સંયમને તજી સામ્રાજ્યને સ્વીકારનાર કંડરીક સુખ પામવાને બદલે ભયંકર વેદનાનો ભોક્તા બન્યો.
રસનાની આધીનતાના પ્રતાપે પતિત થયેલ અને સુખની ઇચ્છાથી ભાનભૂલો બની ખૂબ-ખૂબ ખાનાર કંડરીક ભયંકર રીતે રીબાવા લાગ્યો. તે છતાં પણ ‘આ પાપી છે.' એવા પ્રકારના વિચારથી નીરાગી બની ગયેલા મંત્રી આદિએ તેની ઉપેક્ષા કરી, મંત્રી આદિની ઉપેક્ષાથી કોઈપણ પ્રકારના ઉપચાર નહિ થઈ શક્યા. અને એના પરિણામે પીડારૂપ નદીના પુરમાં તણાતા કંડરીકે ચિંતવ્યું કે, सम्प्राप्तव्यसनं नाथ-मुपेक्षन्तेऽत्र ये जहाः । विपक्षेभ्यो ऽतिरिच्यन्ते, सेवका अपि ते ध्रुवम् ततोऽहं यदि जीवामि, तदोपेक्षाविधायिनः । સપુત્રપૌત્રાન્ મજ્ગ્યાહીત્ યાતયામ્યવિનાનવિ ૨
“જે જડ સેવકો, દુ:ખને સંપ્રાપ્ત થયેલા પોતાના સ્વામીની ઉપેક્ષા કરે છે, તે સેવકો હોવા છતાં પણ દુશ્મનો કરતાંય ઘણા ભયંકર છે. એ વાત નિશ્ચિત છે. તે કારણથી જો હું જીવું તો ઉપેક્ષા કરનારા સઘળાં પણ મંત્રી આદિને તેમના પુત્રોને પૌત્રો સાથે મારી નાખું.”
આ પ્રમાણે ક્રૂર કંડરીકે, તબ્દુલીઆ મત્સ્યની જેમ ભયંકરમાં ભયંકર દુર્ધ્યાન કર્યું અને એ દુર્ધ્યાનના પરિણામે ભૂંડ જેમ વિષ્ટામાં મૂર્છિત હોય તેમ રાજ્યાદિમાં મૂછિત બનેલો કંડરીક નરકના ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરીને મરણ પામ્યો અને સાતમી નરકમાં તેત્રીસ
ܐܐ
હૈ ! રસના
૧૧૧
તારા થાયૈ...પ
Page #130
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
૧૧૨
રામ-લક્ષમણને
સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. કારણકે અંતે જેવી બુદ્ધિ હોય તેવી જ ગતિ થાય.
આ દૃષ્ટાંત ઉપરથી વિચક્ષણ આત્માઓ સહેલાઈથી સમજી જ શકશે કે રસનાની આસક્તિ ઘણી જ ભયંકર છે એને આધીન
બનેલા આત્માઓ નહિ આચરવાનું આચરે છે. અને આ લોકમાં પણ સિંઘ બની પોતાનો પરલોક એક ક્ષણવારમાં બગાડી નાંખે છે. રસનાવશ બનેલા કંડરીક જેવા પરમ વિરાગીની આ દશા થાય, તો પછી સોદાસ જેવા રાજવી, કે જે વિષયોમાં આસક્ત છે તે રસનાની આધીનતાના કારણે પોતાના જ નામે પ્રવર્તેલી અ-મારિ'ની ઘોષણાનો કારમી રીતે ભંગ કરે એમાં આશ્ચર્ય પણ શું છે?
રાજા સોદાસ દ્વારા ઘોર અત્યાયની પ્રવૃત્તિ સોદાસ રાજા માંસના ભોજનમાં અતિશય આસક્ત હતા. એ કારણે પોતાના પૂર્વજો તરથી ચાલી આવતી ઉત્તમ મર્યાદાનો પણ તેમણે ગુપ્તપણે ભંગ કર્યો અને કરાવ્યો. એ વાત તો આપણે જોઈ આવ્યા. એ વાતને જોતાં આપણે રસના ઇન્દ્રિયની લાલસા એ કેટલી ભયંકર છે? અને એના પ્રતાપે ઉત્તમ આત્માનો પણ કેવો કારમો પાત થાય છે એ વસ્તુ આપણે દષ્ટાંત સાથે વિચારીએ.
દૃષ્ટાંત તરીકે વિચારેલા કંડરીક માટે કોણ એમ કહી શકશે કે તે ઉચ્ચ કુળના, ઉચ્ચ જાતિના કે ઉચ્ચ કોટિના વિરાગી ન હતા ? ઉત્તમ કુળના, ઉત્તમ જાતિના અને ઉત્તમવિરાગી હોવા છતાં પણ મોટાભાઈનો અતિશય આગ્રહ છતાંપણ વિશાલ રાજ્ય સંપત્તિને તજી દઈને દીક્ષિત થયેલા હતા, તે છતાંપણ અને અગીયાર અંગના પાઠી હોવા સાથે દુસ્તપને તપનારા હોવા છતાંપણ, પ્રસંગવશાત્ રસનાએ તેમને 'આધીન બનાવ્યા. રસનાની આધીનતાના યોગે જ સઘળુંય ભૂલ્યા અને નિર્લજ્જ બન્યા. નિર્લજ્જપણે મુનિપણું કર્યું
અને રાજ્ય સ્વીકાર્યું. રાજ્ય સ્વીકારના પહેલાં જ દિવસે હરુખવાય એટલું ખાધું અને સાજા થયેલા પાછા પુન: ભયંકર
ll (OIL
Page #131
--------------------------------------------------------------------------
________________
બિમારીના બિછાનામાં પટકાયા. પતિત જાણીને મંત્રી આદિ સેવકોએ પણ તેમની ઉપેક્ષા કરી. એ ઉપેક્ષાથી તે રૌદ્ર પરિણામી બન્યા અને એ રૌદ્ર પરિણામમાં જ મરણ પામીને સાતમી નરકમાં ઉત્કટ આયુષ્યવાળા નારકી તરીકે ઉત્પન્ન થયા.
જે રસના મોટા મોટા મહર્ષિઓની પણ દુર્દશા કરી શકે છે તે રસના સોદાસ જેવા એક રાજાને ઉન્માર્ગે દોરી જાય એમાં આશ્ચર્ય પણ શું છે ? રસનાની લાલસાને પ્રતાપે ઉન્માર્ગે ચઢી ગયેલા સોદાસ રાજાએ ‘અ-મારિ’નો કારમો ભંગ કર્યો અને કરાવ્યો એમ કરતાં એક દિવસ મનુષ્યનું માંસ ખાવાને નહોતું મળ્યું તે મળ્યું. એથી તો રાજાની રસના ઉલ્ટી વકરી અને એના યોગે આપણે જોઈ ગયા કે રાજાએ, પોતાના રસોઈઆને એ પ્રકારની કારમી આજ્ઞા કરી કે
अद्येव दधाः संस्कृत्य, प्रत्यहं नृ-पलं मम
તારે આજની જેમ દરરોજ મનુષ્યના માંસને સંસ્કારિત કરીને મને
આપવું.
डिंभान् सूदोऽप्यथाहार्षी - तदर्थं प्रत्यहं पुरे । નહિ મીરાનયા રાજ્ઞા - અન્યાયનેવિ હિ
રાજાની આ પ્રકારની કારમી આજ્ઞાને પામ્યા પછી રસોઈઆએ પોતાના રાજાની ખાતર દરરોજ નગરની અંદર બાળકોનું હરણ કરવા માંડ્યું. કારણકે રાજ નોકરોને રાજાની આજ્ઞાથી અન્યાય કરવામાં પણ ભીતી રહેતી નથી.
આ કથન ઉપરથી સમજી શકાશે કે રસનાલોલુપ રાજાની આજ્ઞાથી રાજાની રાજધાનીમાં ઘોર અન્યાયની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. કારણકે પ્રજાના બાળકોનું હરણ રાજાની આજ્ઞાથી થાય છે. એ શું જેવો તેવો અન્યાય ગણાય ? ખરેખર, કોઈ પણ અકાર્ય એવું નથી કે જે અકાર્ય કરતાં રસના આધીન આત્માઓ અચકાય.
અકાર્યના પ્રતાપે રાજા સોદાસ પદભ્રષ્ટ પણ એક રાજા માટે પોતાની જ પ્રજાના બચ્ચાંઓનું હરણ કરાવવું એ એક ભયંકરમાં ભયંકર ગુનો ગણાય. જે પ્રજા જે રાજાથી પોતાનું, પોતાની સંપત્તિનું અને સંતતિનું રક્ષણ માને, તે પ્રજાની સંતતિનું તે રાજા આવી રીતે ભક્ષણ કરે. તે રાજાનું તે પ્રજા
રે
ویه
! રસના
૧૧
તાર થાય...પ
Page #132
--------------------------------------------------------------------------
________________
-2:00 0
22
રામ-લક્ષ્મણને
પ્રત્યે કારમું વિશ્વાસઘાતીપણું જ ગણાય. એવા પ્રજાનાશક રાજાઓ રાજ્ય કરવા માટે લાયક ન જ મનાય એ તો દીવા જેવી જ વાત છે. એવા પ્રજાનાશક રાજાને નીતિસંપન્ન મંત્રીઓ સહાય કરવાને બદલે પદભ્રષ્ટ કરે એમાં જ સાચા મંત્રીઓનું મંત્રીપણું છે.
રાજા સોદાસના મંત્રીઓ ઉત્તમકોટિના જ છે, એ તો આપણે જાણીએ જ છીએ, કારણકે, પરાપૂર્વની રાજનીતિ મુજબ શ્રીઅરિહંત પરમાત્માના અષ્ટાદ્ધિક ઉત્સવ પ્રસંગે “અ-મારિની
ઉદ્ઘોષણા કરાવી અને પોતાના રાજાને પણ પૂર્વની રીત સમજાવી. ૧૧છે કેવી રીતે વર્તવું એની સૂચના પણ મંત્રીઓએ જ કરી હતી. અને
સૂચના કરતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે “શ્રી અરિહંત પરમાત્માઓના અષ્ટાહ્નિકા ઉત્સવમાં આપના પૂર્વજોએ પણ માંસ ખાધું નથી. તે કારણથી આ ઉત્સવમાં આપ પણ માંસને ખાતા નહિ.'
પોતાના સ્વામીને સમય પર આવી હિતકર સૂચનાને કરનારા કુલીન મંત્રીઓ, રાજાની એવી કારમી પ્રવૃત્તિને જાણ્યા છતાં પણ સહી લે અને ચાલવા દે, એ કોઈપણ રીતે બની શકે જ નહિ. બન્યું પણ એમ જ એટલે જ તે સમયે મંત્રીઓએ વિચાર્યું કે
इति दारुणकर्माणं, नृपं विज्ञाय मन्त्रिणः । धृत्वात्यजन्नरण्यांत - ग्रॅहोत्पन्नमिवोरगम् ।।
“અમારો રાજા શ્રી સોદાસ આવા પ્રકારનું ભયંકર કર્મ કરી રહ્યો છે. એ પ્રમાણે જાણીને મંત્રીઓએ, એકદમ ઘરમાં ઉત્પન્ન થયેલા સર્પને જેમ પકીને અરણ્યમાં મૂકી દે તેમ રાજાને પકડીને અરણ્યની અંદર છોડ ઘધો અર્થાત્ લોકો જેમ સર્પને ભયંકર માનીને ઘરમાં જો તે નીકળે તો તરત જ પકડીને ગામની બહાર મૂકી આવે છે, તેમ મંત્રીઓએ પણ આવું ભયંકર કર્મ
કરનારા રાજાને ઘણો જ ભયંકર માન્યો. અને એકદમ એને ગાદી ઉપરથી $ ઉઠાવ મૂક્યો. તથા પકડીને અરણ્યમાં તજી દીધો.”
પુત્ર ગાદી ઉપર અને પિતા જંગલમાં પણ આ સ્થળે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સોદાસ રાજાને પદભ્રષ્ટ કરનારા મંત્રીઓ સ્વાર્થમગ્ન કે પ્રપંચ પરાયણ ન É હતા. કોઈપણ નિમિત્ત કાઢી આ રાજા રાજગાદી માટે યોગ્ય નથીછે એમ કહીને રાજગાદીને પચાવી પાડવાની દુષ્ટ દાનત ધરાવનારા
Page #133
--------------------------------------------------------------------------
________________
મંત્રીઓને એ બહાને પોતાને કોઈ પણ પ્રકારનો અન્યાય કરવાનો છે કશો જ અધિકાર નથી. સત્તાના લોલુપી આત્માઓ સત્તાધારી કરતાં પણ ભયંકર છે એ વાત કદી વીસરી જવા જેવી નથી. સોદાસ છે રાજાને પદભ્રષ્ટ કરનારા મંત્રીઓ સત્તાલોલુપ ન હતા, એ જ કારણે તેઓની પદભ્રષ્ટ કરવાની કારવાઈ યોગ્ય મનાઈ છે. અને આપણને કું પણ તેઓની એ કારવાઈ સાંભળતાં આનંદ થાય છે. તેઓ છે સત્તાલોલુપ ન હતા, એનું એ જ પ્રમાણ છે કે ,
तैश्च सोढाससूः सिंह-रथो राज्येऽभ्यषिच्यत । सोदासोऽप्याट वसुधां, मांसं खादन्निरर्गल: ॥
“સોદાસ રાજાને પદભ્રષ્ટ કરી પોતે ગાદીપતિ નથી બન્યા કે નથી પોતાના પુત્ર આદિ સંબંધીઓને ગાદીપતિ બનાવ્યા. પરંતુ તેઓએ સોઘસ રાજાના સિંહરથ નામના પુત્રને જ ગાદીપતિ બનાવેલ છે. જ્યારે પુત્ર ગાદીપતિ બને છે ત્યારે પિતા રાજા મટી યથેચ્છ રીતે માંસનું ભક્ષણ કરતો પૃથ્વી ઉપર ભટકે છે.”
ખરેખર, ઉગ્ર પાપીઓનું ઉગ્ર પાપ આ લોકમાં જ ફળે છે. પણ એથી એવા પાપાત્માઓ ચેતી જવાને બદલે વધુને વધુ પાપપરાયણ બને છે. પાપરક્ત આત્માઓ આપત્તિમાં આવે ત્યારે આપત્તિનું કારણ પાપ છે, એમ માનવાને બદલે આપત્તિના કારણ તરીકે અન્ય-અન્ય વસ્તુઓની કલ્પના જ કરે છે અને એ રીતે કલ્પનાવાદના પ્રતાપે પરિણામે તેઓ એવા નાસ્તિક બની જાય છે કે જેની કશીએ મર્યાદા નહીં. નાસ્તિક બની ગયેલા પાપાત્માઓને મન આપત્તિ આણનાર તરીકે એક ધર્મ જ જણાય છે. અને એથી તેઓની પ્રવૃત્તિ, ધર્મપ્રચારક ધર્મગુરુઓ અને ધર્મપ્રકાશક ધર્મશાસ્ત્રોની અવહેલના કરવામાં જ પર્યાપ્ત થાય છે. એકે-એક ધર્મપ્રવૃત્તિને નાબુદ કરવામાં જ તેઓ વિશ્વનું કલ્યાણ સમજે છે. ગમે તેવી ધર્મપ્રવૃત્તિ ઉપર તેઓ કોઈને કોઈ પ્રકારનું કલ્પિત કલંક કલ્પીને તેને હલકી પાડવાની કારમી પ્રવૃત્તિ કર્યા વિના જીવી પણ ન શકે, એવી જાતનો કારમો ઉન્માદ તેઓને થાય છે. એ ઉન્માદના યોગે તેઓ એવા તો લેખકો અને વક્તાઓ બની જાય છે કે
તારા પ્ર...પ.
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્રોત.... ભાગ-૨
૧૧૩
..........મ-લક્ષ્મણને
કુદર્શનવાદીઓની કલ્પનાજાળ પણ તેઓની કલ્પનાજાળ આગળ હારી જાય ! એવી કુત્સિત કલ્પનાજાળ વિસ્તારીને તે બિચારાઓને પોતે તેમાં ફસાય છે અને અન્યને ફ્સાવે છે. એ રીતે સ્વયં ફસાય અને અન્યને ફસાવી તેઓ સ્વપરહિતના ઘોર ઘાતકી બને છે. સ્વપરહિતના ઘોર ઘાતકી બનેલા તેઓ કસાઈ કરતાં પણ કારમા બનીને અનંતકાળ સુધી આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખ પરંપરક સંસારમાં પોતે રૂલે છે. અને અન્ય ભદ્રિક આત્માઓને પણ પોતાનું ચાલે ત્યાં સુધી રૂલાવે છે.
સદ્ગુરુયોગ અને ધર્મપૃચ્છા પણ એવા આત્માઓમાં પણ કોઈ-કોઈ એવા લઘુકર્મી આત્માઓ હોઈ શકે છે કે જેઓને સદ્ગુરુઓ યોગ મળે છે અને ફળે છે. સોદાસ રાજા પણ તેવા આત્માઓ પૈકીનો જ એક આત્મા છે. એમ આપણે આગળ ચાલતાં જોઈ શકીશું.
सोदासेनापि चान्येद्यु - भ्रमता दक्षिणापथे । મહર્ષિઃ વોડાવ દૃદ્દો, સોડથ ઘર્મમવૃઘ્ધવત
“આમ માંસનું ભક્ષણ કરતા અને દક્ષિણાપથમાં સ્વચ્છંદપણે ભ્રમણ કરતા સોદાસે પણ કોઈ એક દિવસે કોઈ એક મહર્ષિને જોયા. મુનિને જોવાની સાથે સોદાસે પણ મુનિની પાસે જઈને તેમને ધર્મનું સ્વરૂપ પૂછ્યું.”
મુનિનું દર્શન સોદાસ રાજાને ધર્મ પૂછવાની ભાવના પેદા કરે છે. એ જ સોાસ રાજાનો પરમ પુણ્યોદય સૂચવે છે. પુણ્યહીન આત્માઓને કાં તો મુનિનો યોગ થતો નથી અને કદાચ થઈ જાય છે તો તેઓ કોઈ અનેરી જ કાર્યવાહી કરે છે. એક માંસભક્ષણની લાલસના પ્રતાપે પદભ્રષ્ટ થવા છતાં છૂટથી માંસનું ભક્ષણ કરવાપૂર્વક કોઈપણ જાતના અંકુશ વિના યથેચ્છપણે ભટકનાર આત્મા, મુનિના દર્શનથી પ્રસન્ન થાય અને એવી દુ:ખદ અવસ્થામાં પણ અન્ય જાતના વિચિત્ર પ્રશ્નો નહિ પૂછતાં ધર્મની જ પૃચ્છા કરે છે એ કોઈ સામાન્ય વાત નથી.
મહામુનિની ધર્મદેશના એ જ કારણે આગળ ચાલતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય
Page #135
--------------------------------------------------------------------------
________________
છે
D
DિEI
ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, ધર્મની પૃચ્છા કરતો આ સોઘસ તે મહષિને કેવો લાગ્યો ? અને એ મહર્ષિએ શું કર્યું ? એ વસ્તુનું વર્ણન કરતાં ફરમાવે છે કે
ઘોઘાર્ડ ડ્રતિ « જ્ઞાત્વિા, ન ત મહામુલા मद्य-मांस परिहार-प्रधानं धर्ममार्हतम् ॥
તે સોઘસ બોધને માટે યોગ્ય છે. એ પ્રમાણે જાણીને મહામુનિએ તેને મઘ માંસના પરિવારની પ્રધાનતા છે જેમાં એવા પ્રકારનો અહંન્દુ ધર્મ કહો. અર્થાત્ આવી સ્થિતિમાં પણ ધર્મની પૃચ્છા કરનાર હોવાથી આ આત્મા બોધ પામવાને યોગ્ય છે. એમ જાણીને તે મહામુનિએ, તેને શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ સંભળાવ્યો અને તેમાં મધ અને માંસના પરિહારરૂપ ધર્મને પ્રધાન રાખ્યો. કારણકે સોદાસ જેવા આત્મા માટે એ વસ્તુને પ્રધાનતા આપવાની ખાસ આવશ્યકતા હતી.”
સોઘસને બોધ માટે યોગ્ય જાણીને મહામુનિએ ધર્મદેશના કેવા પ્રકારની આપી ? એનો ખ્યાલ આપતાં પઉમચરિયમના રચયિતા વિમલસૂરિ ફરમાવે છે કે अह भणड़ मुणिवरिन्हो, निसुणसु धम्मं जिणेहिं पकहियं । जेट्ठो य समणधम्मो, सावयधम्मो य अणुजेट्ठो ॥ पञ्चय महव्वयाडं, समिईओ चेव पञ्च मणियाओ । तिण्ण य गुत्तिनिओगो, एसो धम्मो मुणिवराणं ॥ हिंसालियचोरिवका, परदारपरिग्गहस्स य नियत्ति । तिणि य गुणव्वयाई, महमंसविवज्जणं भणियं ॥
શ્રી જિનેશ્વરદેવોએ સુવિશદ રીતે કહેલા ધર્મને તું સાંભળ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરુપેલા ધર્મના પ્રકાર બે છે. તેમાં જ્યેષ્ઠ એટલે મુખ્ય શ્રમણધર્મ છે અને અનુયેષ્ઠ એટલે શ્રમણધર્મથી બીજે નંબરે શ્રાવક ધર્મ છે.
૧. પાંચ મહાવ્રતો એટલે-હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ આ પાંચે મહાપાપોનો મનથી, વચનથી અને કાયાથી કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો પણ ત્યાગ. તેનું યથાસ્થિત પાલન, એ પાંચેય મહાવ્રતોની રક્ષા માટે ૧-ઇર્યાસમિતિ-જંતુરક્ષા માટે ઉપયોગપૂર્વક ચાલવું, ૨-ભાષાસમિતિ
982 ટુ
૧ ૧૭
ત૨ વધે...૫
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉન્માર્ગનું ઉન્મૂલન કરનારી અને સન્માર્ગનું સ્થાપન કરનારી વાણીનો વિધિ મુજબ વ્યાપાર, ૩-એષણા સમિતિ-નિરંતર બેંતાલીસ દોષોથી રહિત ભિક્ષાનો સ્વીકાર, ૪. આદાન સમિતિ લેવા મૂકવાની કોઈ પણ વસ્તુને પુંજી પ્રમાર્જીને જ લેવી અને પુંજી પ્રમાર્જીને જ મૂકવી અને ૫-પારિષ્ઠાપનિકાસમિતિ-તજવા યોગ્ય કોઈ પણ વસ્તુનો યોગ્ય સ્થાને વિધિપૂર્વક ત્યાગ. આ પાંચે સમિતિઓનું સેવન કરવું અને ત્રણેય ગુપ્તિઓનો નિયોગ એટલે મન, વચન તથા કાયા એ ત્રણેયને અશુભ વ્યાપારોમાંથી અટકાવી શુભ વ્યાપારોમાં યોજવા. આ ધર્મ એ મુખ્ય શ્રમણધર્મ છે. અને એ સંસારત્યાગી મુનિવરો માટે છે.
૨-સ્થૂલ હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહથી નિવૃત્તિ, ૧૧૧ દિશા પરિમાણ-ચાર દિશા, ચાર વિદિશા અને અધોદિશા તથા ઉર્ધ્વદિશામાં જવા આવવાનું નિયમન, ૨-ભોગોપભોગ પરિણામ-એક જ વખત ભોગવી શકાતી અશન આદિ ભોગ્ય વસ્તુઓ અને વારંવાર ભોગવી શકાતી સ્ત્રી આદિ ઉપભોગ્ય વસ્તુઓનું પરિમાણ અને ૩-અનર્થદંડવિરમણ આર્ત-રૌદ્રરૂપ અપધ્યાન, પાપકર્મનો ઉપદેશ હિંસાને મદદ કરનારી વસ્તુઓનું દાન અને કુતુહલાદિનું નિરીક્ષણ તથા કામશાસ્ત્રની પ્રસક્તિ આદિરૂપ જે પ્રમાદાચરણ તેનો ત્યાગ. આ ત્રણે ગુણવ્રતોનું સેવન અને મધુ તથા માંસનું વિવર્જન. આ બીજો ધર્મ, મુખ્ય ધર્મનો સ્વીકાર કરવા માટે અશક્ત એવા ગૃહસ્થોને માટે છે.
માંસભક્ષણના અનર્થો સોદાસ રાજાનો સુંદર હૃદયપલટો
મુનિવરેન્દ્રે રમાવેલા ધર્મને સાંભળીને સોાસના અંતરમાં બહુમાન તો ઘણું જ પેદા થયું પણ પોતાની આસક્તિના પ્રતાપે પોતે જે વસ્તુનો સ્વીકાર કરી શકે તેમન હતો, તેનો સ્પષ્ટ એકરાર કરતાં તેને પ્રાર્થનાના રૂપમાં કહ્યું કે,
મતં નેહામિ વયં, તં ળસિ ઞામુનિ વય-સેળ ૨ एक्कं पुण हिययडुठं, नवरि य मंसं न छड्डेमि ॥
“હે ભગવન્ ! આપ મહામુનિ જે વ્રતને પ્રયત્નપૂર્વક કહો છો તે વ્રતને
હું ગ્રહણ કરુ છું. પણ એક વાત તો મારે આપને કહેવાની જ છે અને તે એ કે મારા હૃદયને ઇષ્ટ એવું એક માંસ, એ તો હું નહિ છોડું”
આ પ્રકારની પ્રાર્થના કરતો પણ સોાસ માંસનો ત્યાગી બને >એ જ ઇરાદાથી તે,
સંત.... ભાગ-૨
..........મ-લક્ષ્મણન
Page #137
--------------------------------------------------------------------------
________________
भणिओ तहेव, मुणिणा, भुञ्जसि मंसं अणाणओ तंसि । તહ પઠે િસિ સંસારે, તિભિગિની નહ નો નયં गिद्धा सुणयसियाला, मंसं रवायन्ति असणतण्हाए । जे वि हु खायन्ति नरा, ते तेहि समा न संदेहो ॥ जो खाडुउण मंसं, मज्जड़ तित्थेसु कुणड़ वयनियमं । तं तस्स किलेसयरं अयालकुसुमं व फलरहियं ॥ जो भुञ्जड़ मूढमई, मंसं चिय सुक्करुहिरसंभूयं । सो पावकम्मगरुओ, सुईरं परिभमड़ संसारे ॥ मंसासायणनिरओ, जीवाण वहं करेई तिरवृत्तं । जीववहम्मि य पावं, पावेण य दोवाई जाइ ॥ जो मारिऊण जीवे, मंसं भुञ्जन्ति जीहदोसेणं । તે મહિવઠન્તિ, નર, દુસહસ્સાઝને ભીમે ते तत्थ समुप्पन्ना, नरए बहुवेयणे निययकालं । છિન્નતિ ય મિન્નતિ થ, વૈરવતસિવત્તનન્ત્સુ
મુનિવરેન્દ્રે પુનઃ પણ પ્રથમની જેમ કહેવા માંડ્યું. કે માંસનું ભોજન કરે છે. માટે તું અજ્ઞાન છે, કારણકે માંસના ભક્ષણથી તિમિંગિલી જેમ નરકમાં ગયો તેમ તું સંસારમાં પડશે. ભોજનની તૃષ્ણાથી ગીધો, કૂતરાં, અને શિયાળો માંસને ખાય છે, એ જ રીતે આસક્ત જે પુરુષો માંસ ખાય છે, તે પુરુષો તેઓના સરખાં જ છે. એ વાતમાં કોઈ પણ જાતનો સંદેહ નથી. માંસનું ભક્ષણ કરીને જે તીર્થોમાં સ્નાન કરે છે અને વ્રત-નિયમ કરે છે આત્માને તે તીર્થસ્થાન અને વ્રત નિયમ કલેશ કરાવનારું છે અથવા આકાશકુસુમની જેમ ફળરહિત છે. મૂઢમતિ શુક્ર અને રુધિરથી ઉત્પન્ન થયેલા માંસનું ભોજન કરે છે. તે પાપકર્મથી ભારે થઈને અતિશય લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માંસનો આસ્વાદ કરવામાં અતિશય રક્ત બનેલો આત્મા ત્રણે પ્રકારે જીવોનો વધ કરે છે અને જીવોનો વધ કરવામાં પાપ લાગે છે અને પાપના પ્રતાપે પાપી આત્મા દુર્ગતિમાં જાય છે. જે આત્માઓ જીહ્વાના દોષથી જીવોને મારી માંસનું ભોજન કરે છે. તે આત્માઓ હજારો દુઃખોથી આકુળ અને એ જ કારણે ભયંકર એવી નરકમાં પડે છે. તેવી નરકમાં ઉત્પન્ન થયેલા તે આત્માઓ, બહુ વેદનાઓથી ભરેલી નરકમાં નિયત કાળ સુધી એટલે પોતે જેટલું આયુષ્ય બાંધ્યું હોય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવતો તથા અસિપત્રોથી છેદાય છે અને યંત્રોથી ભેાય છે.”
|==0000001
રૂ! રસના
૧૧૯
તારા યા...પ
Page #138
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૧૨૦
........રામ-લમણને
138300
પરમોપકારી, નિ:સ્પૃહ એવા તે મહામુનિના આ પ્રકારનાં કથનથી સોદાસનો સુંદરમાં સુંદર હૃદયપલટો થયો અને એના પરિણામે તે
सोदासोऽपि तं धर्म माकर्ण्यचकितोऽभवत् । प्रसन्नहृदयो भूत्वा, श्रावकः परमोऽभवत् ॥ સોદાસ પણ તે મહામુનિએ ફરમાવેલા ધર્મને સાંભળીને ચકિત થઈ ગયો. ચકિત થઈ ગયેલો તે પ્રસન્ન હૃદયવાળો થઈને પરમશ્રાવક બની ગયો. યોગ્ય અને અયોગ્યની ઓળખ
ખરેખર, અધર્મ માર્ગે ચઢી ગયેલા એવા પણ યોગ્ય આત્માઓની આ વિશ્વમાં બલિહારી જ છે. યોગ્ય આત્માઓ કર્મની પરવશતા આદિના કારણે ઉન્માર્ગે ચઢી ગયા હોવા છતાં પણ ઉત્તમ સહવાસની સુંદર અસર તેવા આત્માઓ ઉપર થયા વિના રહેતી જ નથી. યોગ્ય આત્માઓ ઉત્તમ આત્માઓના યોગનો ઉચિત લાભ લીધા વિના રહી શકતા જ નથી. ઉત્તમ આત્માઓના કટુ કથન પણ યોગ્ય આત્માઓને મધુર તરીકે જ પરિણમે છે. ઉત્તમ આત્માઓના હિતકર કથનને વિપરીત રૂપે ગ્રહણ કરવા જેવું હૃદય જ ઉત્તમ આત્માઓ પાસે નથી હોતું. મહાપુરુષોનું કટુ કથન હિતને માટે જ હોય છે એવો યોગ્ય આત્માઓનો સ્વાભાવિક નિર્ણય હોય છે.
ન
જો એમ ન હોય તો વિચારો કે, “મારાથી મારા હૃદયને ઇષ્ટ એવું માંસ નહિ છોડી શકાય, એટલે કે હૃદયને ઇષ્ટ એવું એક માંસ હું નહિ છોડી શકું.” આ પ્રમાણે કહેનાર સોદાસને પરમોપકારી મુનિપુંગવે શું-શું કટુ અને હૃદયવેધક નથી કહ્યું ? ”તું માંસ ખાય છે એ માટે અજ્ઞાન છે અને જેમ તિમિંગલી નરકમાં ગયો તેમ તું સંસારમાં પડશે.” આ પ્રમાણે સ્પષ્ટ-સ્પષ્ટ કહેવા સાથે ‘માંસભોજી આત્માઓ ગીધ જેવા છે, કુતરા જેવા છે, શિયાળ જેવા છે, મૂઢમતિ છે, ગુરુપાપકર્મી છે, બહુલસંસારી છે, હિંસક છે, દુર્ગતિગામી છે, નરકગામી છે અને ભયંકરમાં ભયંકર દુ:ખોનો અધિકારી છે. આવા મર્મને પણ વિંધી નાખે તેવા શબ્દો શું સોદાસને તે મહામુનિએ નથી સંભળાવ્યા ? એવા-એવા કટુ અને હૃદયને વિંધી નાખે તેવા શબ્દોને
Page #139
--------------------------------------------------------------------------
________________
સાંભળવા છતાં પણ સોદાસ ચકિત થાય છે. હદયથી પ્રસન્ન થાય છે ? અને સદ્ગુરુના એવા કથનને પણ અનુપમ હિતશિક્ષા તરીકે કરી છે. સ્વીકારી પોતાની જીવનભરની માંસરૂપ વ્યસનની આસક્તિ- 8 પદભ્રષ્ટ થવા છતાં પણ નહોતી તજી, તેનો એકદમ ત્યાગ કરી પરમશ્રાવક બને છે, એ શી રીતે બને ?
આજના કેટલાક આત્માઓ, કે જેઓ પોતાની જાતને જ છે સર્વ કાંઈ સમજીને વાત-વાતમાં ધર્મો સમાજને અંધશ્રદ્ધાળુ તરીકે ઓળખાવવાની કારમી ધૃષ્ટતા કરે છે, બુદ્ધિને બેસે તે જ શાસ્ત્ર' આવી અજ્ઞાની શેખરોએ કલ્પેલી શાસ્ત્રવ્યાખ્યાને સ્વીકારી “તમેવ સä tતરસંd, i finહં પવેડ્રયં” તે જ એક સાચું અને શંકા વિનાનું છે કે જે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે. આવી સુંદર અને સૌ કોઈ માટે એકી અવાજે સ્વીકારવા યોગ્ય સર્વોત્તમ માન્યતાને જેઓ “વૈવિવિવિયં પ્રમા " ના જમાના વહી ગયા” આ પ્રમાણે કહીને હસી કાઢે છે. “શ્રી જિનેશ્વરદેવોના સાધુઓથી અર્થકામનો ઉપદેશ ન જ આપી શકાય” એવા શાસ્ત્રસિદ્ધિ અને ન્યાયનીતિથી પણ સિદ્ધ સિદ્ધાંતની સામે પણ કારમો કોલાહલ મચાવી સૂત્રસિદ્ધાંતના નામે અર્થ-કામનો ઉઘાડો ઉપદેશ આપનારા એ જ કારણે ઉન્માર્ગગામી એવા કુસાધુઓને જેઓ ઉઘાડું ઉત્તેજન આપવાની પાપી કારવાઈ કરી રહ્યાા છે. સર્વત્યાગ એ જ શ્રી વીતરાગપરમાત્માનો પ્રરૂપેલો મુખ્ય માર્ગ છે. અને તે બાળ, યુવાન કે વૃદ્ધ સૌ કોઈ ગીતાર્થ ગુરુદેવોની નિશ્રામાં રહીને આરાધી શકે છે. ૧૨૧ આવા પ્રાણી માત્ર માટે એકાંતે હિતકારી સિદ્ધાંતની સામે પણ જેઓ ગંદુ વાતાવરણ લાવે છે, એટલું જ નહિ પણ તેઓ આર્યદેશમાંથી પણ નાશ થાય એવી જાતના કુટિલ પ્રયત્નો પ્રતિદિન ઉલ્લાસપૂર્વક આચર્યા જ કરે છે, શ્રી વીતરાગ પરમાત્માઓએ પ્રરૂપેલ એકે-એક ધર્માનુષ્ઠાનનો કુતર્કો દ્વારા ઉપહાસ કરી એના આરાધકોની ઠેકડી મારવામાં જ જેઓ પોતાનું જીવનશ્રેય સમજે છે અને ઐતિહાસિક દૃષ્ટિ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિ આદિના નામે જેઓ શાસ્ત્રની અવિરુદ્ધ નિરવઘ અને સઘળાય ગીતાર્થોએ માન્ય
રે ! રાત |
તારા વધે...૫
Page #140
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
રાખેલી તથા સ્વભાવથી પણ સુંદર એવી પ્રણાલીકાઓનો પ્રલય કરવા માંગે છે. તેઓને યથાર્થ રીતે લાગુ પડે તેવા પરમોપકારી પરમ મહર્ષિઓએ કહેલા અને શાસ્ત્રોમાં ગુંથાયેલા-અજ્ઞાન શ્રદ્ધાભ્રષ્ટ, મોક્ષમાર્ગના ચોર, દુર્લભબોધિ, બહુલસંસારી, ઉન્માર્ગગામી, ઘોર મિથ્યાદૃષ્ટિ અને અદૃષ્ટ કલ્યાણકર આવા શબ્દો સાંભળીને તેવાઓ કેવા અને કેટલા છંછેડાઈ ઉઠે છે એ ક્યાં આપણી જાણ બહાર છે?
વળી એકાંતે ઉપકાર બુદ્ધિથી જ પરોપકાર પરાયણ ૧૨ પરમમહર્ષિઓએ ફરમાવેલી અને એ જ દૃષ્ટિએ વસ્તુસ્વરૂપને સ્પષ્ટ કરવા માટે વર્તમાનમાં પણ કહેવાતી આ બધી વાતો જેવી કે,
૧. જે મનુષ્યો બાલ્યકાળ વિષ્ટા અને મૂત્ર આદિ સાથે ખેલવામાં જ પસાર કરે છે, યૌવનકાળ કામચેષ્ટાઓમાં વેડફી નાંખે છે અને વૃદ્ધાવસ્થા શ્વાસકાસાદિ રોગને આધીન થઈને અથવા તો ભયંકર પ્રકારની માયા મમતામાં પડીને વીતાવે છે તે મનુષ્યો ખરેખર નિર્લજ્જ છે.
.........રામ-લક્ષ્મણને
૨. સંસાર-રસિક પુરુષો કોઈપણ કાળમાં પુરુષ નથી બનતા પણ પ્રથમ અવસ્થામાં ભૂંડ જેવા બને છે. બીજી યૌવન અવસ્થામાં રાક્ષસ જેવા બને છે અને ત્રીજી વૃદ્ધાવસ્થામાં બુઢા બેલ જેવા બને
છે.
૩. જે મનુષ્યો બાલ્યકાળમાં માતૃમુખ બને છે તરુણકાળમાં તરૂણીમુખ બને છે અને વૃદ્ધકાળમાં પુત્રમુખ બને છે, તે મનુષ્યો ખરેખર મૂર્ખ છે.
૪. જે મનુષ્યો સુખી અવસ્થામાં કામચેષ્ટાઓથી અને દુ:ખી અવસ્થામાં દીનતા ભરેલા રૂદનથી પોતાનો જન્મ ગુમાવે છે, તેઓ 17) મોહના પ્રતાપે અંધ બનેલા હોવાથી મોહાંધ મનુષ્યો છે.
_m
૫. અનંતકર્મોના ક્ષય માટે સમર્થ એવા પણ મનુષ્યપણાને પામીને જે મનુષ્યો અર્થ-કામની ઉપાસનામાં પડીને પાપકર્મોની આચરણાઓ કર્યા કરે છે, તે મનુષ્યો પાપાત્માઓ છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૬. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-રૂપ છે રત્નત્રયીના ભાજલરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા (R કરનારાઓ સોનાના ભાવમાં મદિરા ભરવા જેવી ભયંકર મૂર્ખતાનું શું સેવન કરનારા હોઈ મૂર્ખ નહિ પણ મૂર્ખાના એ શિરોમણી છે.
૭. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા ઉં મનુષ્યપણાને પામીને જે આત્માઓ બહુ આરંભ કરે છે, બહુ આ પરિગ્રહમાં રાચે છે. માંસનું ભક્ષણ કરે છે અને પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે, તે આત્માઓ ખરે જ નરકગામી આત્માઓ છે.
૮. પરલોકને ભૂલાવનારું અને આ લોકને જ ઉપયોગી એવું સઘળુંય જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. માટે આ જ્ઞાનનો પ્રચાર કરનારા સમ્યજ્ઞાનના પ્રચારક નથી પણ મિથ્યાજ્ઞાનના જ પ્રચારકો છે.
૯. જેઓ પ્રભુશાસનને પામવાનો દાવો કરનારા હોવા છતાં પણ સંસારની સાધનામાં જ આનંદ માનતા હોય તેઓ સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદૃષ્ટિ છે.
૧૦. અહિંસા આદિ મોક્ષસાધક સાધનોનો કેવળ સંસારની સાધનામાં જ ઉપયોગ કરનારા અને એમ કરવું એ વ્યાજબી છે, એમ ઉપદેશસારા મિથ્યામાર્ગના પ્રચારક હોઈ ઘોર મિથ્યાદૃષ્ટિ છે.
૧૧. કેવળ આ લોકની સાધનામાં જ સ્વશ્રેય સમજનારાઓ આસ્તિક હોવાનો દાવો કરવા છતાં પણ આસ્તિક નથી કિંતુ નાસ્તિક
રે ! રસના
કેવળ હદયના કરુણાભાવથીને કલ્યાણની કામનાથી ૨૩ કહેવાતી આવી આવી વાતો સાંભળીને આજના કેટલાક આત્માઓ અકળાઈ જાય છે. અને અકળામણમાં ને અકળામણમાં જ બોલી ઊઠે છે કે “સાધુઓથી આવું આવું બોલી જ કેમ શકાય?' આ શું તે આત્માઓની અયોગ્યતાનો જેવો-તેવો નાનો સૂનો પૂરાવો છે?
તમે સમજી શકશો કે અધર્મ માર્ગે ચઢી ગયેલા એવા પણ યોગ્ય આત્માઓની આ વિશ્વમાં જેમ બલિહારી છે. તેમ ઉત્તમ માર્ગે ચાલવાનો ઘવો કરનારા એવા પણ અયોગ્ય આત્માઓથી જગતને ત્રાસ છે, કારણકે એવા આત્માઓ કોઈને કોઈ દુન્યવી સ્વાર્થના
૧pp eP
Page #142
--------------------------------------------------------------------------
________________
સીત... ભાગ-૨
૧૨૪
9)àR2-R18'
કારણે જ પ્રાય: ધર્મની ઉપાસના કરનારા હોય છે, એટલે તેવા આત્માઓ ઉપર ગમે તેવા ઉત્તમ સહવાસની પણ ભાગ્યે જ અસર થાય છે, ઉત્તમ આત્માઓનાં હિતકર કથન પણ તેવા આત્માઓને અહિતકર તરીકે જ પરિણામ પામે છે, તેવા આત્માઓનું હૃદય જ એવું ઘડાયેલું હોય છે. કોઈપણ વસ્તુ તેવા આત્માઓના હૃદયમાં વસ્તુરૂપે પરિણામ પામે, એ જ કારણે તેવા આત્માઓ પોતાના પ્રશંસકના જ પૂજારી બને છે. પણ સાચા ઉપકારીઓના કદિ પૂજક બની શકતાં નથી.
દુર્ભવ્ય આત્માઓ જ્યારે સમષ્ટિગત હિતશિક્ષાનું પણ શ્રવણ નથી કરી શકતા ત્યારે અલ્પસંસારી આત્માઓ પોતાની જાતને ઉદ્દેશીને અપાતી કટુ પણ હિતશિક્ષાને પ્રેમપૂર્વક સાંભળે છે. એટલું જ નહિ પણ ઉપકારી મહાપુરુષો તરફથી અપાતી એવી પણ હિતશિક્ષાનો જીવનમાં અમલ કરવાનો પોતાની શક્તિને અનુરૂપ એવો પૂરતો પ્રયત્ન કરે છે. શ્રી સોદાસ પણ એવા આત્માઓ પૈકીના જ એક છે. એ યોગ્યતાના પ્રતાપે જ જીવનભરની વ્યસનાસક્તિનો એક ક્ષણમાં ત્યાગ કરીને તે પુણ્યાત્મા પરમશ્રાવક બની ગયા. પુણ્યયોગે ફરી રાજ્યપ્રાપ્તિ
એ જ અરસામાં મહાપુર નામના નગરમાં કોઈપણ અપુત્રીઓ રાજા મરણ પામતો ત્યારે પ્રથમ પંચ દિવ્યો કરવામાં આવતાં અને એ દિવ્યો જેને ફળે તે મરેલા રાજાની ગાદી પર આવે એવી રીત ચાલતી હતી. એ રીત મુજબ મહાપુર નગરના રાજાના મરણ બાદ પંચદિવ્યો કરવામાં આવ્યા અને એ પંચદિવ્યો દ્વારા સોદાસ જ રાજ્ય પર અભિષિક્ત થયા. એટલે અટવીમાં આથડનારા મટીને સોદાસ પુણ્યોદયે મહાપુર નગરના મહારાજા બન્યા.
ધ્યાનમાં રાખજો ! પુણ્યોદય વિના આ વિશ્વની એક પણ માની લીધેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વિશ્વની કોઈ પણ ઇષ્ટ વસ્તુ તેને જ પ્રાપ્ત થાય છે કે જેનો પુણ્યોદય જાગૃત હોય અગર થાય, આ કારણે ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ માટે અનીતિ આદિને
Page #143
--------------------------------------------------------------------------
________________
I[LI[LL
આચરતાં અટકી જવું જોઈએ, અન્યથા એ અનીતિ આદિના પ્રતાપે જ છે પ્રાપ્ત થયેલા પુણ્યોદયને કારમી રીતે વેડફી નાંખી એવા પાયમાલ હતી બની જશો કે આ ભવના બગાડા સાથે અનેક ભવોનો બગાડો થઈ છે જશે. પુગ્યોદયના પ્રતાપે ઈષ્ટ વસ્તુઓને પામેલાઓની ઈર્ષ્યા કરવી એ પણ એક જાતની મૂર્ખતા જ છે. ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિના અર્થીએ પણ અન્યની ઈર્ષ્યા, કોઈનું પડાવી લેવાની પ્રવૃત્તિ અને અનીતિ આદિ પાપાચરણોનું સેવન નહિ કરતાં જેની સેવાથી પાપ ટળે તેની સેવા કરવી જોઈએ, પણ શરત એટલી કે એવી ઉત્તમ વસ્તુની સેવા કરતાં પૌદ્ગલિક વસ્તુઓની લાલસા રાખવી જોઈએ નહિ. એવી કોઈ પણ જાતની આશંસા વિના જો આત્મહિત સાધક પ્રવૃત્તિ કરવામાં આવે તો એના પ્રતાપે મુક્તિસુખની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે અને પૌદ્ગલિક સુખ વિના પરિશ્રમ પ્રાપ્ત થાય છે.
સુંદર પુણ્યોદયના પ્રતાપે સોદાસ અરણ્યમાં આથડતા મટી ગયા અને મહાપુર નામના નગરના મહારાજા બન્યા. મહારાજા બન્યા પછી તેમણે પોતાના પુત્ર સિંહરથ કે જેને મંત્રીઓએ પોતાને પદભ્રષ્ટ કર્યા પછી પોતાની ગાદી ઉપર સ્થાપન કર્યો હતો તેની પાસે પોતાનો એક દૂત મોકલ્યો તે દૂતે જઈને સિંહરથ રાજાને કહાં કે
સોઢાસ0 શુષ્પમ્િ ? સોદસ મહારાજાની આજ્ઞાનો આપ સ્વીકાર કરો.
યુદ્ધમાં વિજય અને પરિણામે દીક્ષા ગ્રહણ સોઘસની આજ્ઞા માનવાનું કહેનાર દૂતનો સિંહરથ રાજાએ ખૂબ તિરસ્કાર કર્યો અને કાઢી મૂક્યો. સિંહરથ રાજાએ પોતાની કેવી હલત કરી, એ વાત દૂતે સોદાસ મહારાજા સમક્ષ યથાસ્થિત રૂપે કહી.
પરિણામે સોદાસ મહારાજા સિંહરથ રાજાની સામે અને સિંહરથ સોદાસ મહારાજાની સામે યુદ્ધ કરવાને ગયા અને બંને રાજાઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતાં સોદાસ મહારાજાએ
રે રસના
૧૨પ
તા૨ થળે...૫
Page #144
--------------------------------------------------------------------------
________________
8-200
સિંહરથ રાજાને જીતીને હાથથી પકડી લીધો. વિજય પામેલા સોદાસ મહારાજાએ બંને રાજ્યોનો ભોગવટો નહિ કરતાં તે બંને રાજ્ય સિંહરથ રાજાને જ સમર્પણ કર્યા અને પોતે તો એ બંને રાજ્યોનો પરિત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી.
આ ઉપરથી સમજી શકાશે કે સોદાસ મહારાજાએ પરમશ્રાવક બન્યા પછી રાજ્યગાદી ઉપર આવીને પોતાના પુત્ર સિંહરથ રાજા પાસે પોતાની આજ્ઞા મનાવવા માટે જે દૂત મોકલ્યો હતો તે ઉભય રાજ્યના માલિક બનવાની જ અભિલાષાથી નહિ પણ કોઈ ઉત્તમ
અભિલાષાથી જ મોકલ્યો હતો અન્યથા આજ્ઞા નહિ માનનારા પુત્ર રાજા ઉપર પરાક્રમપૂર્વક વિજય મેળવ્યા બાદ તરત જ પ્રવજ્યાનો સ્વીકાર કરવા જેવી દશા એકદમ ન આવી હોત.
રામ-લક્ષ્મણને
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની માનનીય
મનોરથો,
પુત્રરાજા સિહરથ પર વિજય મેળવીને પ્રવ્રજ્યાના માર્ગે પ્રયાણ કરનારા શ્રીસોદાસરાજાના વિવેચનમાં પ્રવચનકાર પરમગુરુદેવશ્રી કલિકાલ સર્વજ્ઞા શ્રી-પ્રણિત શ્રી યોગશાસ્ત્રમાં વર્ણવાયેલી શ્રાવકની મનોરથમાળા અહીં પ્રસ્તુત કરે છે.
- જિન જેવા દેવ, કૃપા રુપ ધર્મ અને સાધુપુરુષો જ્યાં ગુરુ તરીકે મળતાં હોય તેવા શ્રાવકપણાની સ્લાધા કોણ ન કરે? અર્થાત્ એવા સુંદર શ્રાવકપણાની પણ પ્રશંસા કરતાં જેને શરમ આવે તેની બુદ્ધિમાં સુંદરતા છે એમ માને પણ કોણ? આમ કહીને સુશ્રાવકોના મનોરથોનું વર્ણન કરાયું છે અને પછી શ્રી રઘુરાજા સુધીની શ્રેષ્ઠ પરંપરા વર્ણવાઈ છે, જેમાં કેટલાક મોક્ષમાં ને કેટલાક રાજાઓ
સ્વર્ગગતિ પામ્યા છે તે બતાવી અનરણ્ય રાજાની પુત્ર સાથે દીક્ષા, બાળવયસ્ક દશરથનું રાજ્યારોહણ યુવાવયલગ્ન અને મર્યાદાશીલ જીવનનું વર્ણન આ પ્રકરણમાં પ્રસ્તુત છે.
-શ્રી
૧૨૭.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રાવકના મનનીય મનોરથો
• સુશ્રાવકના મનોરથો કેવા હોય ?
• શ્રી સુકોશલ મહારાજાના વંશજો પણ
પ્રભુપ્રણીત શ્રમણધર્મના પુનિત પંથે • શ્રી અનરણ્ય મહારાજા અને
તેમનો પરિવાર • સત્તા સંપન્ન આત્માના
અનુકરણીય ઉમદા ગુણો સુંદર આત્માના સંકેત પણ સુંદર જ હોય છે
• શ્રી અનરણ્ય મહારાજાની પુત્ર સાથે દીક્ષા
• શ્રી અનરણ્ય રાજર્ષિનું મોક્ષગમના
• અનુપમ રાજ્યદશા કેવી હોય ?
• નામાંકિત બનવાના ઉપાયો
૦ અનુપમ રાજનીતિને ધરનારા રાજાઓ • આર્ય રમણીઓનો સાચો અલંકાર • સુંદર મર્યાદાશીલતા
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના મનનીય મનોરથો
ખરેખર, પરમ શ્રાવકપણાને પામેલો આત્મા સંસારના કોઈપણ પદાર્થનો અભિલાષી હોતો નથી. એવા આત્મા માટે જો ચારિત્ર મોહનીયનો ઉદય તીવ્ર ન હોય તો સાધુપણાની પ્રાપ્તિ પણ સહજ હોય છે, કારણકે તેવા આત્માઓના મનોરથો જ સદાને માટે સંસારથી પરાભુખ હોય છે અને સાધુપણાની પ્રાપ્તિના હોય છે. એ જ કારણે કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
जिनो देवः कृपा धर्मो, गुरवो यत्र साधवः । શ્રાવસ્વાદ વસ્તમૈ, જ્ઞાઘેતાવિમુઢ0?
કોણ એવો સુંદર બુદ્ધિનો આત્મા છે કે જે તેવા પ્રકારના શ્રાવકપણાની સ્લાધા ન કરે કે, જે શ્રાવકપણામાં-જિન એટલે રાગાદિ શત્રુઓના સંપૂર્ણ વિજેતા અર્થાત્ અઢારે ઘેષોથી રહિત અને વિશ્વના કલ્યાણ માટે મોક્ષપ્રાપક ધર્મતીર્થના સ્થાપક શ્રી વીતરાગ પરમાત્મા દેવ મનાય છે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા એ ધર્મ મનાય છે અને બાહા તથા અત્યંતર પરિગ્રહના ત્યાગી સાધુઓ જ ગુરુ મનાય છે.
અર્થાત્ શ્રાવકપણું જેને તેને દેવ માનવામાં, જેને તેને ગુરુ માનવામાં કે જે તે વસ્તુને ધર્મ માનવામાં નથી ટકતું પણ તેને પામવા માટે કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરવો પડે છે. અને સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસના કરવી પડે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્યાગથી અને સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસનાથી શોભતા શ્રાવકપણાની પ્રશંસા હરકોઈ સુંદર બુદ્ધિનો
શ્રાવક છે માય મનોરથg
Page #148
--------------------------------------------------------------------------
________________
2-0c0.
રામ-લક્ષ્મણને
સ્વામી કરે જ એમાં શંકા પણ શી ? અને એવા સુંદર શ્રાવકપણાની પણ પ્રશંસા કરતાં જેને શરમ આવે તેની બુદ્ધિમાં સુંદરતા છે એમ માને પણ કોણ? સભા કોઈ પણ નહિ
સુશ્રાવકના મનોરથો કેવા હોય ? સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસનાથી, એના ઉપાસક આત્માની મનોવૃત્તિ આખી જ પલટાઈ જાય છે. એ મનોવૃત્તિના પલટાના પરિણામે તે આત્માને સંસાર આકરો લાગે છે, એટલે એ આત્મા પરમવીતરાગ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મની આગળ ચક્રવર્તીપણાની કિંમત પણ કશી જ નથી આંકતો. એ કારણે સદાય એની ભાવના એ જ હોય છે કે શ્રી વીતરાગદેવ, શ્રી વીતરાગદેવની જ આજ્ઞામાં જીવનશ્રેય જોનારા નિર્ગથ ગુરુદેવ અને અહિંસા, સંયમ અને પરૂપ શ્રી વીતરાગ પ્રરૂપિત ધર્મની ઉપાસનાથી મારા આત્મામાં એવી યોગ્યતા પ્રાપ્ત થાઓ કે જે યોગ્યતાના પ્રતાપે મારો આત્મા સદાય ઈચ્છે કે
“જિનવનિર્ભરો, મા મૂર્વ વવ ? સ્થ રેટોડલ રોકવિ, નઘર્માધિવાસિત રાજા”
શ્રી જિનેશ્વર દેવના ધર્મથી અધિવાસિત એવો હું ઘસ પણ થાઉં અને રિદ્ર પણ થાઉં એની હરકત નહિ, પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મથી રહિત બની ગયેલો હું ચક્રવર્તી પણ ન થાઉં તો સારું. ' અર્થાત્ મને કોઈ એમ કહે કે “બોલ ! તારે ચકવર્તીતા જોઈએ છે કે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જોઈએ છે. તો જો શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જોઈતો હોય તો આ ચક્રવર્તીપણાને બદલે તને ઘસપણું અને
દરિદ્રપણું મળશે. માટે વિચાર કરીને ઉત્તર આપજે. આ કથનના છે ઉત્તરમાં આનંદપૂર્વક હું એમ કહી શકું કે જો એક શ્રી જિનેશ્વરદેવનો _ ધર્મ મારી પાસે રહી શકતો હોય તો મને ઘસપણું અને દરિદ્રપણું
કબુલ છે, પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મનો ત્યાગ કરવાથી IS ચક્રવર્તીપણું મળતું હોય તો મારે એ ચક્રવર્તીતાને સ્વપ્ન પણ ન
જોઈએ. કારણકે ચક્રવર્તીપણાની એ મારે મન કશી જ કિંમત નથી. &છે અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એ મારે મન સર્વસ્વ છે. એનું કારણ એ
Page #149
--------------------------------------------------------------------------
________________
છે કે ચક્રવર્તીતા એ આત્માને સંસારમાં રુલાવનાર છે. ત્યારે ધર્મ એ છે સંસારના બંધનથી છોડાવીને મુક્તિને આપનાર છે. માટે મને તો ત્રણ છે ચક્રવર્તીપણાને ભોગે પણ એક શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જ યાવત્ ૨ મારા આત્માની મુક્તિ ન થાય ત્યાં સુધી મળો, એ સિવાય મારે પોતાને કશું જ ન જોઈએ.
શ્રાવક આવા પ્રકારની ભાવનામાં જ રક્ત રહે. આવા - પ્રકારની ભાવનાના યોગે એ આત્માના અંત:કરણમાં અહર્નિશ એવા જ મનોરથોની ઊર્મિઓ ઊડ્યા કરે છે કે,
त्यक्तसंगो जीर्णवासा, मलक्लिन्नकलेवरः । भजन माधुकरी वृत्ति, मुनिचर्या कहा श्रये ॥१॥ જયન્ ટુશનસંસ, ગુરુપદ્રવ: કૃશાનું ? कदाहं योगमभ्यस्यन्प्रभवेयं भवच्छिढे ॥२॥ महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराढ्बहिः । स्तंभवत्स्कन्धकर्षणं, वृषाः कुर्युःकदा मयि ११३॥ વને પદ્માસનસન, ઇસ્થિતમૃardoન્ ? कदा प्रास्यन्ति वको मां, चरन्तो मृगयूथपाः ॥४॥ शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ॥७॥
ક્યારે એવો સમય આવે કે દુનિયાઘરીના સઘળાય સંસર્ગોનો ત્યાગ કરી, જીર્ણ વસ્ત્રોનું પરિધાન કરી, મલથી વ્યાપ્ત શરીરને ધરનારો થઈ અને ૧૩૧ માધુકરી વૃત્તિને ભજનારો હું મુનિચર્ચાનો આશ્રય કરું દુ:શીલ આત્માઓના સંસર્ગને ત્યાગ કરતો અને સદ્ગુરુઓની પાદરજને સ્પર્શ કરતો હું યોગનો અભ્યાસ કરીને વિષય કષાયરૂપ સંસારનો છેદ કરનારો થાઉં બળશે જેમ સ્તંભ સાથે પોતાના સ્કંધનું સંઘર્ષણ કરે છે, તેમ મહારાત્રિમાં નગરની બહાર કાર્યોત્સર્ગમાં રહેલા મારી સાથે પણ બળદો પોતાના સ્કંધનું સંઘર્ષણ કરે તે છતાં પણ સ્તંભની જેમ હું સ્થિર રહી શકું. વનમાં પદ્માસન લગાવીને બેઠેલા મારા ખોળામાં આવીને હરણીયાનાં બચ્ચાંઓ બેસે અને ચરતા મૃગયુથના પાલક હરણીયાઓ મને સૂંઘે તે છતાં પણ હું સમભાવમાં રહી શકું અને શત્રુ તથા મિત્ર ઉપર, તૃણ તથા સ્ત્રીઓના સમૂહ ઉપર, સુવર્ણ અને પત્થર ઉપર, મણિ અને માટી ઉપર તથા ભવ અને મોક્ષ ઉપર સમાન મતિવાળો હું થાઉં.
શ્રાવકના 3 મનનીય મનોરથ....૬
Page #150
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સત
૧ ૩૨
રામ-લહમણો
આવી ઊર્મિઓના પ્રતાપે એવા આત્માઓ માટે કઠીન એવો પણ સંસારનો ત્યાગ સહેલો અને એમાં આશ્ચર્ય જેવું શું છે ? પૂર્વની આરાધના, સુકુળના સંસ્કારો અને હિતેષી માતા-પિતાદિની હિતકર પ્રેરણા આદિના પ્રતાપે બાળકો, જેમ સંસારના પ્રેમથી રહિત બની સંયમના રંગથી રંગાઈને સાધુ ધર્મને બાલ્યકાળમાં જ પામી શકે છે. તેમ પરમ સુશ્રાવકો સંસારની જાળમાં ફસાએલા હોવા છતાં પણ અહર્નિશ અંતઃકરણમાં ઉડ્યા કરતા ઉત્તમ-ઉત્તમ મનોરથો તથા ઉમિઓના પ્રતાપે એકદમ શ્રમણ ધર્મને પામી શકે છે. - આ હેતુથી સોદાસ મહારાજા, પૂર્વે ગમે તેવા ખરાબ વ્યસની હોવા છતાં પણ કુલીનતા અને લઘુકમિતાના પ્રતાપે સદ્ગુરુના યોગે
પરમશ્રાવકપણું પામ્યા પછી અલ્પ સમયમાં જ પ્રભુપ્રણીત 3 શ્રમણધર્મના પુનિત પંથે વિહરવાને સજ્જ થાય એમાં કશું જ આશ્ચર્ય નથી.
પ્રભુશાસનમાં એવો કાયદો છે જ નહિ કે કાલનો પાપી આજે ધર્માત્મા ન થઈ શકે. પ્રભુશાસનમાં તો ગમે તેવો પાપાત્મા પણ પુણ્યોદયે સદ્ગુરુનો યોગ પામીને તે જો પાપભીરુ બને તો ધર્મનો અધિકારી બની શકે છે અને પાપભીરુ બન્યા પછી જો પાપનો ત્યાગ કરવા અને પ્રભુપ્રણીત ધર્મનો સ્વીકાર કરવા માટે ઉત્સાહિત થાય તો પોતાની ઘોર પાપ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી ખુશીની સાથે પ્રભુપ્રણીત ધર્મનો સ્વીકાર કરવા દ્વારા પરમ ધર્માત્મા એટલે સુશ્રાવક અને સુસાધુ બની શકે છે એનું જ પરિણામ છે કે ઘોર પાપાત્માઓ પણ સદ્ગુરુના યોગે પરમ ધર્માત્મા બનીને સામાન્ય જીવોને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી રીતે અલ્પકાળમાં પરમપદના ભોક્તા બની શક્યા છે. શ્રી સુકોશલ મહારાજાના વંશજો પણ પ્રભુપ્રણીત
શ્રમણધર્મના પુનિત પંથે શ્રી સુકોશલ મહારાજાના પુત્ર શ્રી હિરણ્યગર્ભ, શ્રી હિરણ્યગર્ભના પુત્ર શ્રી નઘુષ અને શ્રી નઘુષના પુત્ર શ્રી સોદાસે જેમ ઉં પ્રભુપ્રણીત શ્રમણધર્મના પંથે વિહરીને પોતાનું કલ્યાણ સાધી ગયા
તેમ શ્રી સોદાસના પુત્ર શ્રી સિંહરથ અને
Page #151
--------------------------------------------------------------------------
________________
सुनुः सिंहरथस्याभू चतुर्मुखस्ततो हेम- रथः
रथ
अथोदयपृथुर्वारि आदित्यरथमान्धातृ - वीरसेनास्ततः क्रमात् । प्रतिमन्युनृपस्तस्मात्, प्रतिबन्धुनृपस्ततः रविमन्युनृपस्तस्मा બ્રુસંતતિનવસ્તુતઃ ।। कुबेरदत्तोऽथ कुंथु - शरभ - द्विरदाः क्रमात् । તતÆ સિંહદ્દશનો, હિરન્થ શિપુસ્તતઃ ।। पुंजस्थलः ककुस्थोऽथ रघुरेवं नृपेषु तु । केषुचिन्मोक्षमाप्तेषु, स्वर्गमाप्तेषु केषुचित् ॥
શ્રી સિંહરથ રાજાના પુત્ર શ્રી બ્રહ્મરથ થયા, શ્રી બ્રહ્મરથના પુત્ર શ્રી ચતુર્મુખ થયા, શ્રી ચતુર્મુખના પુત્ર શ્રી હેમરથ થયા, શ્રી હેમરથના પુત્ર શ્રી શતરથ થયા, શ્રી શતરથના પુત્ર શ્રી ઉદયપૃથ થયા, શ્રી ઉદયપૃથના પુત્ર શ્રી વારિરથ થયા, શ્રીવારિથના પુત્ર શ્રી ઇંદુરથ થયા, શ્રી ઇંદુરથના પુત્ર શ્રી આદિત્યરથ થયા, શ્રી આદિત્યરથના પુત્ર શ્રી માન્ધાતા થયા, શ્રી માન્ધાતાના પુત્ર શ્રી વીરસેન થયા, શ્રી વીરસેનના પુત્ર શ્રી પ્રતિમત્યુ થયા, શ્રી પ્રતિમન્યુના પુત્ર શ્રી પ્રતિબંધુ થયા, શ્રી પ્રતિબંધુ રાજાના પુત્ર શ્રી રવિમન્યુ થયા, શ્રી રવિમન્યુ રાજાના પુત્ર શ્રી વસંતતિલક થયા, શ્રી વસંતતિલકના પુત્ર શ્રી કુબેરદત્ત થયા, શ્રી કુબેરદત્તના પુત્ર શ્રી કુંથુ થયા, શ્રી કુંથુ રાજાના પુત્ર શ્રી શરભ થયા, શ્રી શરભ રાજાના પુત્ર શ્રી જિરદ થયા, શ્રી જિરદ રાજાના પુત્ર શ્રી સિંહદર્શન થયા, શ્રી સિંહદર્શનના પુત્ર શ્રી હિરણ્યકશિપુ થયા, શ્રી હિરણ્યકશિપુના પુત્ર શ્રી પુંજસ્થલ થયા, શ્રી પુંજસ્થલના પુત્ર શ્રી કકુસ્થ થયા, અને શ્રી કકુસ્થ રાજાના પુત્ર શ્રી રઘુ થયા આ રાજાઓ પૈકીના કેટલાક
રાજાઓ મોક્ષ પામ્યા અને કેટલાક રાજાઓ સ્વર્ગગતિને પામ્યા.
-
-
-
દ્રાના પ્રહારથસ્તતઃ
शतरथस्ततः
इन्दुरथस्ततः
ܐܐ
ܐ
ܐ
વિચારો કે આ પુણ્યાત્માઓની પરંપરા પણ કેવી પવિત્ર છે. કે જેમાંનો એકપણ આત્મા એવો નહિ કે જેણે પ્રભુધર્મની આરાધના કરીને સ્વશ્રેય ન સાધ્યું હોય,. આવી પરંપરા ઉત્પન્ન કરવી હોય તો જીવનની છેલ્લી ક્ષણ સુધી વિષયસુખમાં રક્ત રહેવું નહિ પાલવે. પૂર્વની આરાધનાના અભાવે અગર સુંદર સંસર્ગોના અભાવે બાલ્યવયમાં શ્રમણધર્મને ન પામી શક્યા એ વાત જુદી છે. પણ
105830
===9000
009gpř
૧૩૩
મનનીય મનોરથો...
Page #152
--------------------------------------------------------------------------
________________
2-0:00
'સીત૮.
રામ-લક્ષમણને
અનેક વખત ઉત્તમ ઉપદેશનું શ્રવણ કરવા છતાં પણ જીવનની છેલ્લામાં છેલ્લી ક્ષણ સુધી સંસારની આસક્તિ ન તજવી અથવા તો તજવાની ભાવના પણ ન કેળવવી એ કાંઈ સ્વ-પરનું સુંદર જીવન ઘડવાની દશા ઓછી જ ગણાય ? આવી દશામાં પવિત્ર પરંપરાના ઉત્પાદક ઓછું જ બની શકાય તેમ છે ? પોતાના જીવનમાં ઉત્તમતા કેળવ્યા સિવાય પરંપરાના વંશવારા જીવનમાં ઉત્તમતા શી રીતે કેળવી શકાશે? પરંપરાના જીવનમાં ઉત્તમતા કેળવવાની અભિલાષા ધરનારાઓએ પોતાની જીવનદશાને સુધારવી જ જોઈશે.
કલ્યાણના અર્થી આત્માઓએ પુણ્યપુરુષોની પરંપરાને સાંભળવાનો પણ એ જ હેતુ છે, આવી ઉત્તમ પરંપરાઓના શ્રવણથી પોતાનું જીવન એવું સુંદર બનાવવું જોઈએ કે, જેના પરિણામે પોતાની પરંપરાનું અર્થાત્ પોતાના વંશવારસોનું જીવન પણ સુંદર ઘડાય. પોતાના અને પરંપરાના જીવનની સુંદરતા એટલે કે મોક્ષમાર્ગને આરાધવાની ઉત્કટ પ્રવૃત્તિ અને આરાધવાની શક્તિના અભાવમાં આરાધવાની ઉત્કટ આંકાક્ષા. એ સિવાયની સુંદરતા એ પ્રભુશાસનની સુંદરતા નથી. પ્રભુશાસનની સુંદરતા તો જીવનને મોક્ષમાર્ગની આરાધનામાં વહેતું મૂકી દેવામાં છે અને વહેતું ન મૂકી દેવાય તો વહેતું મૂકી દેવાની ઉત્કટ અભિલાષામાં જ છે. આ વાત પોતાની જાતને પ્રભુશાસનમાં મનાવવા ઈચ્છનારાઓએ એક ક્ષણ પણ વિસરી જવા જેવી નથી. જેઓ આ વાતને વિસારીને બેઠા છે. તેઓએ પોતાની જાતને પોતાના જ હાથથી પ્રભુશાસનની બહાર રાખી છે, એ સાબિત કરવાની કશી જ જરૂર નથી.
શ્રી અનરણ્ય મહારાજા અને તેમનો પરિવાર હમણાં કહી ગયા તે પ્રમાણે મોક્ષમાર્ગને આરાધનારી * શ્રી સુકોશલ મહારાજાની પરંપરામાં શ્રી રઘુરાજાના પુત્ર તરીકે શ્રી અનરણ્ય ઉત્પન્ન થયા. ત્યાર પછી
અનરળ્યો નમિ રન, શરષ્ણ: શરાધનામ્ ? મનુષ્યurfથના - મસૂત્સવેતપત્તને तस्याभूतामुभौ पुत्रौ, पृथ्व्यादेव्याश्च कुक्षिजौ । Udaોડનંતરથોનાના, તથા ઢશરથોડવર: ૪
Page #153
--------------------------------------------------------------------------
________________
જે શ્રી અનરણ્ય મહારાજા ખરેખર શરણના અર્થીઓ માટે શરણરૂપ છે હતા. અને તેના પર અનુરાગ રાખનારાઓને ઋણ રહિત બનાવનારા હતા. તે 8. રાજાને પૃથ્વીદેવી નામની રાણી હતી. તે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો છે તે રાજાને હતા. બે પુત્રો પૈકીના મોટા પુત્રનું નામ અનંતરથ હતું અને નાના પુત્રનું નામ દશરથ હતું.”
સત્તા સંપન્ન આત્માના અનુકરણીય ઉમદા ગુણો છું શ્રી અનરણ્ય રાજા કેવા હતા એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર બે જ વિશેષણોથી કર્યું છે, પણ એ બે વિશેષણો દ્વારા એક સત્તાસંપન્ન આત્માની દશા કેવી હોવી જોઈએ ? એનું સુંદરમાં સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સત્તાસંપન્ન આત્માઓની દશા મોટે ભાગે એવી હોય છે કે પોતાના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે પણ તેનું વર્તન તોછડાઈ ભર્યું હોય છે. અને શરણાગત આત્માઓ પ્રત્યે તો તિરસ્કાર વૃત્તિથી છલકાતું જ હોય છે, પણ એવી જાતના વર્તનમાં નથી દર્શન થતું સત્તાશીલતાનું કે નથી દર્શન થતું સાચી ક્ષાત્રવટનું. રાજાની સત્તાશીલતા એવી હોવી જોઈએ કે નિર્મળ પ્રેમ ધરાવનારાઓનું સ્થાન તેની પાસે શુદ્ધ પ્રેમથી ઉભરાતું હોવું જોઈએ અને સાચા રાજાની ક્ષત્રિયવટ એવી હોવી જોઈએ કે એના પ્રતાપે શરણાગત આત્માઓ એની છાયામાં પ્રસન્ન ચિત્તે રહી શકે.
આવી દશા તે જ રાજામાં હોઈ શકે છે કે જે રાજા, હું રાજા છું એવા મદથી રહિત હોય અને રાજ્ય એ મારું નથી એટલું જ નહિ પણ અસાર, અનિત્ય અને અસ્થિર છે તથા એ સંસારવૃદ્ધિનું કારણ છે, એ કારણે એનો જેમ વહેલો ત્યાગ થાય તેમ સારું અને જ્યાં સુધી ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી તેનો ઉપયોગ, પોતાનું અહિત ન થાય તેવા પ્રકારના પ્રજાહિતના કાર્યમાં કરવો તથા રાજ્યસત્તાના બળે અધર્મનું જેટલું ઉભૂલન થઈ શકે તેટલું ઉભૂલન કરીને પ્રજાને સન્માર્ગ ઉપર સ્થિર કરવી. આવી ભાવનાથી રંગાયેલ હોય. આવી ભાવનાથી રંગાયેલા રાજાઓ શ્રી વીતરાગ પરમાત્માના, શ્રી વીતરાગ છે, પરમાત્માના પંથે વિચરી વિશ્વમાં વૈરાગ્ય ભાવનાને રેલાવતા સાધુપુરુષોના અને શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા તથા શ્રી
શ્રાવકન ! માય મનોરથ...
Page #154
--------------------------------------------------------------------------
________________
વીતરાગમાર્ગના પ્રચારક મહર્ષિઓ દ્વારા એક મુક્તિની સાધના માટેજ ઉપદેશાતા અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મના વિરોધી તેઓ કોઈપણ કાળે હોતા જ નથી. એવી ઉત્તમ ભાવનાઓથી સહજ પણ વાસિત થયેલા રાજાઓ, શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધર્મના અનુયાયી ન હોય તે કદાચ બને પણ શ્રીવીતરાગ માર્ગના વિરોધી હોય એ તો સર્વથા અસંભવિત પ્રાય: જ હોય છે. એ જ કારણે એવા રાજાઓ રાજ્યના માલિક હોઈ મહાઆરંભી અને મહાપરિગ્રહી હોવા છતાં પણ એ મહારંભ અને મહાપરિગ્રહના પરિણામે અવશ્ય પ્રાપ્ત ૧૩૭ થતા રૌદ્ર પરિણામના ઉપાસક નથી બનતા પણ સૌમ્ય પરિણામી બન્યા રહે છે. સૌમ્ય પરિણામના પરિણામે આત્મઘાતક પ્રવૃત્તિઓથી પોતેય બચે છે અને પોતાની પ્રજા માટે પણ આશીર્વાદરૂપ બને છે. સુંદર આત્માના સંકેત પણ સુંદર જ હોય છે. આ શ્રી અનરણ્ય મહારાજા તે જ છે કે જેમને પોતાના મિત્ર રાજા સહસ્ત્રકિરણની સાથે એવો સંકેત હતો કે “જો આપ દીક્ષા અંગીકાર કરો તો મારે દીક્ષા અંગીકાર કરવી.”
સંત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
આવો પરસ્પર સંકેત કરનારા મહારાજા શ્રીવીતરાગશાસનની સુંદરતર અને સર્વશ્રેષ્ઠ સદ્ભાવનાઓથી સુવાસિત હોય એમાં તો આશ્ચર્ય પણ શું છે ? ભાગ્યશાળીઓ ! વિચારો કે ધર્મનિષ્ઠ એવા રાજા મિત્રોના પણ પરસ્પર આવા સંકેતો હોય તો અન્ય સુમિત્રોના સંકેતો કેવા હોવા જોઈએ ? ભાગ્યવાનો ! આજના હોટલીયા મિત્રો તથા નાટક-ચેટકીયા મિત્રોથી અવશ્ય બચવા જેવું છે. આજના એવા નામધારી મિત્રો પોતાની જાતનું નિકંદન કાઢવા સાથે એવા સાથીઓનું પણ નિકંદન કાઢવામાં જ મિત્રતાનો ઉપયોગ કરનારા હોય છે. એ જ કારણે કલ્યાણના અર્થ આત્માઓ માટે 1 કલ્યાણમિત્રનો યોગ સાધવાનું જ શાસ્ત્રીય વિધાન છે. પણ અકલ્યાણ મિત્રોના યોગથી બચ્યા વિના કલ્યાણમિત્રોનો યોગ થવો એ અસંભવિત છે. એ કારણે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે વર્તમાન સમયે
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીમહાવિદેહ ક્ષેત્રમાં રહેલા પરમ વીતરાગ શ્રી સીમંધરસ્વામી નામના તીર્થપતિની સ્તવના કરતાં ગુજરાતી ભાષામાં આ ગાથા 39 ગાયેલી
’લોકસન્ના થકી લોક બહુ બાઉલો,
રાઉલો દાસ તે સવિ ઉવેખે,
એક તુજ આણસું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે.”
(સાડા ત્રણસો ગાથાનું સ્તવન કાળ ૧૭ : ગા.પ.) જે કલ્યાણમિત્રનો યોગ સાધવાના અર્થી આત્માઓએ પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવા જેવી છે. આ ગાથાનો હૃદયપૂર્વક અભ્યાસ કરવામાં આવે અને એમાં કહ્યા મુજબ લોકસંજ્ઞાનો ત્યાગ કરવાપૂર્વક શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞામાં જ રક્ત રહેતા આત્માઓની સાથે જ મિત્રતાનો આદર કરવામાં આવે તો જરૂર જીવનમાં કોઈ અજબ પલટો થાય. એ અજબ પલટાના પ્રતાપે જે મિત્રતાનો ઉપયોગ સંસારની સાધનામાં થાય છે તે અટકી જશે અને શ્રી અનરણ્ય રાજા અને શ્રી સહસ્ત્રકિરણ રાજાએ કર્યો તેવો મોક્ષસાધક સદુપયોગ થશે. આ ઉપરથી તમે સમજી શકશો કે સુંદર આત્માઓના પરસ્પર સંકેત પણ સુંદર જ હોવા જોઈએ.
શ્રી અનરણ્ય મહારાજાની પુત્ર સાથે દીક્ષા સુંદર સંકેતના પરિણામે પોતાના મિત્ર શ્રી સહસ્ત્રકિરણ રાજાએ શ્રી રાવણ સાથેના યુદ્ધમાં પરાજય પામવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી એવા સમાચારથી શ્રી અનરણ્ય મહારાજા
કેવી રીતે દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થાય છે અને કેવી રીતે દીક્ષાનો સ્વીકાર કરે છે એ વસ્તુ બરાબર જાણવા જેવી છે. જો કે એ વસ્તુ આપણે આ જ રામાયણના બીજા સર્ગમાં જોઈ આવ્યા છીએ છતાં પણ આ સ્થળે એનું કાંઈક સ્મરણ કરાવવાની ખાસ જરૂર છે એકની એક પુણ્યકથા વારંવાર કરવામાં આવે એથી હાનિ નથી પણ એકાંતે લાભ જ છે. એ જ કારણે પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચક, શ્રી પ્રશમરતિ પ્રકરણમાં માવે છે કે
શ્રાવકના
૧૩૭
મનનીય મનોરથ...s
Page #156
--------------------------------------------------------------------------
________________
સતત. ભાગ-૨
રિમ-લહમણો
પદ્ધષિયાતાર્થ, મંત્રપ ન પુનરુwઢોવડત ? तहागातिहरं, पुनरुक्तमढुष्टमर्थपदम् ।।१।। वृत्यर्थ कर्म यथा, तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ता-हेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥२॥
(પ્રશમરતિ : ગાથા ૧૩-૧૫) જેમ વિષના ઘાત માટે એકનું એક મંત્રાક્ષનું પદ પુન:-પુન: બોલવામાં આવે તે છતાં પણ પુનરુક્તિનો દોષ નથી લાગતો. તેમ રાગરૂપ પીડાને હણનાર એકનું એક અર્થપદ પુન:પુન: કહેવામાં આવે તે છતાં પણ તે દોષરૂપ નથી, તેમજ જેવી રીતે લોક આજીવિકા માટે તેનું તે જ કર્મ ફરી-ફરીને કર્યા કરે છે, તેવી રીતે વિરાગની વાર્તાનો હેતુ પણ પુન:-પૂન ચિંતવવો એ યોગ્ય છે.
- આ ઉપરથી એ વસ્તુ તદ્દન સ્પષ્ટ છે કે ઉપદેશમાં એક વસ્તુ
બીજીવાર કહેવાય એમાં દોષ નથી કારણકે એમાં તો એક જ આશય હું છે કે શ્રોતા કોઈપણ પ્રકારે વૈરાગ્ય પામે એ કારણે શ્રોતા વૈરાગ્ય
પામે એ હેતુથી એકની એક વૈરાગ્યજનક વસ્તુ અનેકવાર કહેવામાં કોઈ ઘેષ નથી. વિષનો ઘાત કરવા માટે એકનું એક મંત્રપદ જેમ પુનઃ પુનઃ વારંવાર બોલાય છે. આજીવિકા માટે એકનું એક જ કાર્ય જેમ લોક પુન: પુન: આચરે છે અને રોગના નાશ માટે એકનું એક ઔષધ પણ જેમ પુનઃ પુન: લેવાય છે, તેમ એકની એક વૈરાગ્યજનક વાર્તા પુનઃ પુનઃ કહેવામાં કશી જ હરકત નથી.
આપણે જાણીએ છીએ કે શ્રી સહસ્ત્રકિરણ રાજા પોતાના એક હજારના સંખ્યાવાળા અંત:પુરની સાથે જે નદીમાં જળક્રીડા કરતાં હતા, તે જ નદીના કિનારા ઉપર યુદ્ધ માટે નીકળેલા શ્રી રાવણ શ્રી વીતરાગ પરમાત્માની પૂજા કરવા બિરાજ્યા હતા. શ્રી સહસ્ત્રકિરણ રાજાની જળક્રીડાથી નદીમાં પૂર ચઢ્યું એ પૂરના
પરિણામે શ્રીરાવણની જિનપૂજા મલિન થઈ, પરિણામે ઉભયની આજે વચમાં પરસ્પર યુદ્ધ થયું.
इतोऽनरण्यस्य सुहृत्, सहसकिरणो नृपः । रावणेन जितो युद्धे, वैराग्याद् व्रतमाढढे ११॥ तत्सख्याढनरण्योऽपि, श्रियं न्यस्य लयौ सुते । मासजातेऽनंतरथ, सहितो व्रतमाढढे ॥२॥
Page #157
--------------------------------------------------------------------------
________________
(IST
શ્રી રાવણ સાથેના એ યુદ્ધમાં શ્રી અનરણ્ય મહારાજાના મિત્ર શ્રી છે સહસ્ત્રકિરણ રાજા રાવણ દ્વારા જીતાયા. જીતાઈ જવાના પરિણામે શ્રી , સહસ્ત્રકિરણ મહારાજાના અંતઃકરણમાં આ અસાર સંસાર ઉપર વૈરાગ્ય T જમ્યો અને જન્મ પામેલા એ ઉત્કટ વૈરાગ્યના પ્રતાપે, પધારેલા પિતામુનિ પાસે ત્યાં ને ત્યાં જ શ્રીસહસ્ત્રકિરણ મહારાજાએ ધક્ષાનો સ્વીકાર કર્યો. શ્રી સહસ્ત્રકિરણ મહારાજાની સાથે મૈત્રીથી શ્રી અનરણ્ય મહારાજા પણ દીક્ષા લેવા માટે સજ્જ થયા. દીક્ષા લેવા માટે સજ્જ થયેલા શ્રી અનરણ્ય ) મહારાજાએ પોતાના પુત્ર શ્રી અનંતરથને રાજ્ય લેવાનું કહાં, પણ શ્રી અનંતરથે રાજ્ય લેવાનો ઈન્કાર કરીને પોતાના પિતાશ્રીને કહાં, કે હું તો આપ પૂજ્યની સાથે ઘક્ષા લેવાને જ ઈચ્છું છું.' આ કારણથી શ્રી અનરણ્ય મહારાજાએ પોતાના લઘુપુત્ર શ્રી દશરથ કે જેની ઉંમર તે સમયે માત્ર એક મહિનાની જ હતી. તેના ઉપર રાજ્યલક્ષ્મીનું સ્થાપન કરીને એટલે કે એક મહિનાના બાળકને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને પોતાના મોટાપુત્ર શ્રી અનંતરથની સાથે દીક્ષાનો સ્વીકાર કર્યો.”
વિચારો કે ઉત્કટ વૈરાગ્યવાન્ આત્માઓની દશા સંસાર ઉપર કેવા પ્રકારની હોય છે ? સંસારની વ્યવસ્થા વગેરેમાં તેવા પુણ્યાત્માઓ એવા રક્ત નથી જ બનતા, કે જેના પરિણામે પોતાની આત્મસાધનાનું કાર્ય વિપ્નમાં પડી જાય. પોતાનું આત્મસાધનાનું કાર્ય વિધ્યમાં પડી જાય એની કાળજી જો ન હોત તો શ્રી અનરણ્ય મહારાજા, એક મહિનાની જ ઉંમરના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને ન જ ચાલી નીકળત. ખરેખર ઉત્કટ વૈરાગ્યને પામેલા પુણ્યાત્માઓની દશા કલ્યાણના અર્થી આત્માઓએ ખૂબ ખૂબ વિચારવા જેવી હોય છે અને યથાશક્તિ અનુકરણીય પણ હોય છે જ.
શ્રી અનરણ્ય રાજષિનું મોક્ષગમન શ્રી અનરણ્ય મહારાજા, મહારાજ મટી મિત્રરાજાની દીક્ષાના સમાચારની સાથે જ રાજર્ષિ બન્યા. એક વિશાલ રાજ્યઋદ્ધિનો એક ક્ષણમાં ત્યાગ કરનારા મહારાજાઓ, રાજર્ષિ બન્યા પછી પોતે એક મોટા રાજા હતા એ વાતને સ્મરણમાં નથી આવવા દેતા અને એવી દશાના પ્રતાપે તેઓ એવા પ્રકારના આરાધક બને છે કે હરકોઈ આરાધક આત્મા માટે આદર્શરૂપ નીવડે. એવી આદર્શરૂપ આરાધનાના પ્રતાપે એ પુણ્યાત્માઓ ઘણા જ અલ્પ સમયમાં દુર્લભ મનુષ્ય જીવનના સાધ્યને સાધી લે છે અને સાધ્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી તેની સાધનામાં સદાય સુસજ્જ રહે છે. આ વસ્તુ આ બંનેય પિતા-પુત્ર મુનિની
શ્રાવક
છે માય મનોરથ...૬
Page #158
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
अनरण्योडगमन्मोक्ष - मधानंतरथो मुनिः । तप्यमानस्तपस्तीव्रं, विजहार वसुंधराम् ॥
“શ્રી અનરણ્ય નામના રાજર્ષિ મહામુનિ મોક્ષે પધાર્યા અને તીવ્ર તપશ્ચર્યાને તપતાં અનંતરથ નામના મહામુનિ પૃથ્વી ઉપર વિહરવા લાગ્યા.” આ ઉપરથી સમજી શકાશે કે પિતામુનિ એટલે શ્રી ૧૪૦ અનરણ્ય નામના રાજર્ષિ મહામુનિ શ્રમણધર્મની ઉત્કટ આરાધના કરીને આયુ:ક્ષયે સિદ્ધિપદે સિધાવી ગયા અને પુત્રમુનિ એટલે શ્રી અનંતરથ નામના મહામુનિ પોતે રાજપુત્ર છે માટે તપશ્ચર્યા વગેરે કેમ થઈ શકે એવી જાતના વિચારને વશ થયા વિના ઉત્કટ આરાધનાના રસિયા બનીને ઘોર તપશ્ચર્યાને તપવાપૂર્વક ઉગ્ર વિહાર કરવા લાગ્યાં.
........રામ-લક્ષ્મણને
જીવનચર્યામાંથી આપણને મળી શકે છે. ીક્ષિત થયા પછી એ પિતામુનિએ શું કર્યું અને પુત્રમુનિ શું કરે છે, એવુ વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે :
_30_
અનુપમ રાજ્યદશા કેવી હોય ?
માત્ર એક માસની ઉંમરથી મહારાજા બનેલા દશરથ, રાજ્યનું પાલન સુંદરમાં સુંદર રીતે કરવા સાથે ધર્મની આરાધના પણ અપ્રમત્તપણે કરતા. મહારાજા શ્રી દશરથ કેવી રીતે વૃદ્ધિ પામ્યા. કેવા નામાંકિત બન્યા, કેવા પ્રજાપાલક થયા, કેવા પ્રજાપ્રિય નિવડ્યા અને કેવા ધર્મના ધારક થયા એ બધાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે,
રાખ્યનૃત્શીરોડ, રાના શથઃ પુનઃ । वयसा विक्रमेणेव, वृद्धिमासादयत् क्रमात् ॥ राजा राजसु सोऽराजद् - द्विजराज इवोडुषु । ग्रहेष्विव ग्रहराजः, सुमेरु पर्वतेष्विव ॥ तत्र स्वामिनि लोकस्य, परचक्रादि संभवः । अदृष्टपूर्व एवासीत रवपुष्पवदुपद्रवः स वित्ताभरणादीनि यथेच्छं दददर्थिनाम् । લ્પદ્રુમાળાં માંના - હિનાને હૃશોડવત્
ܐܐ
Page #159
--------------------------------------------------------------------------
________________
#
જિનવંશશશ્નમથિતં, તામ્રાજ્યfમવાનઘF ? स ढधावाहतं धर्म, सर्वदाप्यप्रमहरः ॥
રાજ્યને ધરનારા અને ક્ષીરકઠ એટલે દુધ પિતા એવા પણ શ્રી દશરથ રાજા ક્રમે ક્રમે પરાક્રમ કરીને જ વયથી વધવા લાગ્યા. પુણ્યશાલી આત્માઓને પરાક્રમની શોધ માટે નથી જ નીકળવું પડતું. પરાક્રમની શોધ માટે તેઓએ જ નીકળવું પડે છે જેઓ પાપ કરીને આવ્યા હોય છે. વિક્રમે કરીને જ વયથી વૃદ્ધિ પામેલા શ્રી દશરથ મહારાજા નક્ષત્રોમાં જેમ ચંદ્રમા શોભે, ગ્રહોમાં જેમ સૂર્ય શોભે અને પર્વતોમાં જેમ સુમેરૂ શોભે તેમ રાજાઓમાં શોભવા લાગ્યા. આવા નામાંકિત શ્રી દશરથ મહારાજા જેવા સ્વામીની હયાતિમાં, તેમના સ્વામિપણાની સુરમ્ય છાયામાં રહેતા લોકને પરચક્ર આદિથી સંભવિત ઉપદ્રવ આકાશ-પુષ્પની જેમ અદૃષ્ટપૂર્વજ હતો. અર્થાત્ શ્રી દશરથ મહારાજાની શાસન કરાતી રાજધાનીમાં વસતા લોકોને આકાશ પુષ્પનું દર્શન જેટલું અશક્ય હતું. તેટલું જ અશક્ય પરચક્ર આદિથી ઉત્પન્ન થતા ઉપદ્રવોનું દર્શન હતું. આકાશપુષ્પની હયાતિ વિશ્વમાં નથી હોતી તેમ પરચક્ર આદિથી ઉત્પન્ન થતો ઉપદ્રવ શ્રી દશરથ મહારાજાની રાજધાનીમાં ન હતો. એટલે શ્રી દશરથ મહારાજાની રાજધાનીમાં વસતી પ્રજા નિરુપદ્રવપણે પોતાનું ઈષ્ટ સાધી શકતી હતી. તેમજ વિશ્વમાં મઘાંગ આદિ દશ પ્રકારના કલ્પવૃક્ષો છે, જ્યારે શ્રી દશરથ મહારાજા અગીયારમાં કલ્પવૃક્ષ હતા. કારણકે તે ઉદાર હૃદયી મહારાજા અર્થીઓને ધન અને આભરણ આદિ ઇચ્છા મુજબ અર્પણ કરતા હતા. અર્થાત્ કલ્પવૃક્ષોની પાસે અર્થી જેમ માંગ્યું મેળવી શકતા હતા. તેમ શ્રી દશરથ મહારાજાની પાસે પણ અર્થીઓ માંગ્યું મેળવી શકતા હતા. વિશેષમાં શ્રી દશરથ મહારાજાને જેમ સામ્રાજ્ય પોતાના વંશની પરંપરાથી જ પ્રાપ્ત થયું હતું તેમ ઘેષરહિત શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ પણ પોતાના વંશની પરંપરાથી પ્રાપ્ત થયો હતો પોતાની વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ સામ્રાજ્યને જેમ તેઓ અપ્રમત્તપણે ધારણ કરતા હતા તેમ પોતાની વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ અને શેષરહિત એવા અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને પણ અપ્રમોમાં શિરોમણી એવા તે શ્રી દશરથ મહારાજા સઘય ધારણ કરતા હતા.
આ વર્ણન ઉપરથી સહજમાં સમજી શકાશે કે શ્રી દશરથ મહારાજા રાજ્ય અને ધર્મ એ ઉભયનું પાલન સારામાં સારી રીતે કરતા. રાજ્યસુખમાં મગ્ન બનીને શ્રી દશરથ મહારાજા પોતાની ફરજને સહજ પણ ચૂક્યા ન હતા. એ જ આ વર્ણનનો ધ્વનિ છે. રાજ્યસુખના ઉપભોગમાં પડીને રાજાઓ પોતાના ધર્મને અને પ્રજા પ્રત્યેના ધર્મને મોટેભાગે વિસરી જાય છે. તેવું શ્રી દશરથ મહારાજાએ પોતાના પૂર્વજોની નીતિરીતિને અનુસરીને બનવા દીધું ન હતું.
શ્રાવકન મદય મનોરથ..
Page #160
--------------------------------------------------------------------------
________________
(સત... ભાગ-૨
રામ-લઢમણને
રાજાઓનો રાજધર્મ એ જ છે કે રાજ્યના માલિક બનવા છતાં પણ પોતાની પ્રજાનું હિત સાચવવા સાથે પોતાનું આત્મહિત પણ કદી જ ન ચૂકવું. આવા અનુપમ રાજધર્મનું અખંડિત પાલન કરનાર પુણ્યશાળી રાજા મહારાજાઓ પોતાનું અને પ્રજાનું એમ ઊભયનું શ્રેય સાધી શકે છે. આવા રાજાઓનું હદય સદાય સંસારત્યાગની ભાવનાથી ભરેલું હોય છે. આવા રાજાઓ જીવનભર રાજા તરીકે પ્રાય: કદી જ નથી રહેતા. ઘોર અવિરતિના ઉદયથી
કાચ એવા રાજાઓને સંસારમાં રહેવું પડે એ વાત જુદી છે, પણ ૧૪. હૃદયપૂર્વક એવા રાજાઓ સમગ્ર જીવન પ્રાય: કદ જ રાજ્યાવસ્થામાં
પસાર નથી કરતા. એવા રાજાઓની રાજદશા પણ અનુપમ હોય છે. રાજદશામાં રહેલાં પણ એવા રાજાઓ ત્રાસરૂપ નથી નીવડતા. એવા રાજાઓ મોટેભાગે ધર્મપ્રચારનું જ કાર્ય કરનારા હોય છે. એવા રાજાઓની રાજ્યસત્તા ધર્મનાશક નથી નીવડતી, એટલું જ નહિ પણ ધર્મની પોષક અને પ્રચારક નીવડે છે. એવા રાજાઓ રાજસત્તાની મદે નથી ચડતા એટલે સ્વયં ધર્મ રક્ત બનવા સાથે પ્રજાને પણ ધર્મમાર્ગની મુસાફર બનાવે છે.
નામાંકિત બનવાના ઉપાયો શ્રી દશરથ મહારાજા કેવા નામાંકિત થયા હતા ? એ તો આપણને એક જ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું. શ્રી દશરથ મહારાજાની નામાંકિતતા વર્ણવવા તેમને ચંદ્રમાં, સૂર્ય અને સુમેરૂની ઉપમા આપવામાં આવી. એટલે કે અન્ય રાજાઓ જ્યારે નક્ષત્ર જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા ચંદ્ર જેવા હતા. અન્ય રાજાઓ જ્યારે ગ્રહો જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા સૂર્ય જેવા હતા. અન્ય રાજાઓ જ્યારે પર્વત જેવા હતા ત્યારે શ્રી દશરથ મહારાજા સુમેરુ જેવા હતા. ચંદ્ર જેવા બનવા માટે ઉત્તમ આત્માઓએ આફ્લાદક બનવું જોઈએ. સૂર્ય જેવા બનવા માટે અધમ આત્માઓ
પ્રત્યે પ્રચંડ બનવું જોઈએ અને સુમેરૂ જેવા બનવા માટે સ્વ અને પર હું શત્રુ અને મિત્ર વગેરે પ્રત્યે સમવર્તનવાળા બનવું જોઈએ. જે 8 રાજાઓ ઉત્તમ આત્માઓ પ્રત્યે આસ્લાદક નથી બની શકતા અધમ
CALE-ECI ગામ
Page #161
--------------------------------------------------------------------------
________________
છે ?
=
પ્રત્યે પ્રચંડ નથી બની શકતા અને સ્વ પર આદિ પ્રત્યે સમાન પણ નથી વર્તી શકતા. તે રાજાઓ કદી ચંદ્ર આદિની ઉપમાઓ નથી પામી શકતા.
માટે જ સાચી નામાંકિતતાના અર્થી રાજાઓએ (૧) ઉત્તમ આત્માઓ પ્રત્યે આફ્લાદક બનવા માટે સ્વયં અહિંસા આદિ ઉત્તમ ધર્મના ઉપાસક પોષક અને પ્રચારક બનવું જોઈએ. (૨) અધમ આત્માઓ પ્રત્યે પ્રચંડ બનવા માટે સ્વયં હિંસા આદિ અધમ પ્રવૃત્તિના કટ્ટરવેરી બનીને તેના ઉચ્છેદ માટે સદાય પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. (૩) સુમેરૂની જેમ શોભાન્વિત થવા માટે સ્વપરના પક્ષપાત વિના પૂરેપૂરા પ્રમાણિક બનવું જોઈએ.
આ ત્રણે ઉપાયો એવા અનુપમ છે કે એનું સેવન કરનારા રાજાઓ વિના પ્રયત્ન પોતાની પ્રજામાં નામાંકિત બનવા સાથે અન્યત્ર પણ નામાંકિત થાય છે. અને એવા રાજાઓના નામો શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પણ સુવર્ણાક્ષરે આલેખાય છે.
અનુપમ રાજનીતિને ધરનારા રાજાઓ આવા પુણ્યનામધેય મહારાજાઓ સ્વયં લોભથી રહિત હોવાને કારણે કોઈની પણ સાથે રાજ્યલિપ્સાથી યુદ્ધમાં ઉતરતા નથી. અને એથી એવા અનુપમ રાજનીતિને ધરનારા રાજાઓનો પ્રતાપ જ એવો હોય છે કે પ્રતાપના તાપથી જ એવા રાજાની પ્રજાને પરચક્ર એટલે કે પ્રતિપક્ષી રાજાઓના હુમલા આદિથી ઉત્પન્ન થતાં ઉપદ્રવોનું દર્શન નથી કરવું પડતું, જે રાજાઓ રાજ્યલિપ્સાથી પર - હોય છે. તેવા રાજાઓના દુશમન પ્રાય: હોતા નથી. આવા રાજાઓમાં અનાયાસે જ પ્રજાપાલકતાદિ ગુણોનો આર્વિભાવ થઈ જાય છે. પ્રજાપાલક રાજા અર્થીઓ પ્રત્યે ઉદાર હોય એમાં કશું જ આશ્ચર્ય નથી. અને એ જ કારણે અનેક રાજગુણોના પ્રતાપે પ્રજાપાલક આદિ ગુણોથી સુવિશિષ્ટ બનેલા શ્રી દશરથ મહારાજાની ઉઘરતાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીમહારાજાએ એ મહારાજાની સાચી એટલે કે અર્થસંપન્ન ઉપમાનું સ્મરણ કરાવતાં તે મહારાજાને અગ્યારમા કલ્પતરૂ તરીકે ઓળખાવ્યાં. પછી મઘાંગ આદિ દશે પ્રકારના કલ્પતરૂઓ, મધ આદિ
શ્રાવકo માય મનોરથ..૬
Page #162
--------------------------------------------------------------------------
________________
સતત... ભદ-૨
રિમ-લફમણને
પોતાના નિયત પદાર્થોને આપવા સાથે અનિયત પદાર્થોનું પણ અર્થીઓને પ્રદાન કરે છે, તેમ શ્રી દશરથ મહારાજા પણ અર્થીઓને ઇચ્છા મુજબ વિત્ત અને આભરણ આદિનું દાન આપતા હતા. આવા
મહારાજાઓ પ્રજાપ્રિય હોય એમાં શું આશ્ચર્ય છે ? આવા હું રાજાઓની છત્રછાયામાં આનંદપૂર્વક રહેતી પ્રજા અન્યાય આદિથી
દૂર રહેવા સાથે સાચી ઉદારતાની ઉપાસક પણ કેમ ન હોય ? અને આવી પ્રજાના માલિક પોતાના મોક્ષપ્રાપક ધર્મનું અખંડિત આરાધન કરી શકે એ કંઈ કઠિન નથી. આથી સ્પષ્ટ છે કે સૌ જો પોતપોતાની
ફરજ સમજે અને શક્તિ મુજબ પોતાની ફરજ અદા કરે તો દુનિયામાં ૧૪૪
ઉત્પન્ન થતા અનેક પ્રકારના ઉપદ્રવો આપોઆપ જ શમી જાય. પણ ભાગ્યહીન બહુલકંસારી આત્માઓને માટે એવી દશા અને એવી સામગ્રી પ્રાય: અપ્રાપ્ય જ હોય છે.
આર્ય રમણીઓનો સાચો અલંકાર ઉંમરલાયક થયેલ શ્રી દશરથ રાજાએ ત્રણ પવિત્ર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જે રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું તે રાજકન્યાઓ કોણ અને કેવી હતી એ વગેરેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કેढधस्थलपुरेशस्य, सुकोशलमहीपतेः । कन्यां पवित्राममृत - प्रभाकुक्षिसमुद्भवाम् ।। નાનાઠવરાજિતાં વાર - પીવાનનમ્ ? उढुवाह स भूपालो, जयश्रियमिवाहवे ॥ सुबन्धुतिलकस्याथ, पुरे कमलसंकुले । मित्रादेवीकुक्षीजातां कैकेयीमादिनामतः ॥ मिन्नाभूः सुशीला चेति, सुमित्रेत्यपराभिधाम् । पर्यणैषीदशरथः शशांक इव रोहिणीम् ॥ પુષ્પના વષસૌર્ય - વર્ષો સુપ્રભામવાન્ ? अन्यामप्युपयेमे स - राजपुत्रीमनिहिताम् ।।
Page #163
--------------------------------------------------------------------------
________________
“એક તો શ્રી દશરથરાજા યુદ્ધમાં જેમ જયલક્ષ્મીને પરણે, તેમ છે. અપરાજિતા નામની પવિત્ર રાજકન્યાને પરણ્યા, તે રાજકન્યા દભ્રસ્થલપુરના હૈ છે સ્વામી સુકોશલ નામના મહિપતિની કન્યા હતી. અમૃતપ્રભા નામની સુકોશલ S રાજાની પત્નીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી હતી અને સુંદર રૂપ તથા લાવણ્યથી સુશોભિત હતી. અર્થાત્ પ્રથમ શ્રી દશરથ રાજા જે રાજકન્યા સાથે પરણ્યા તે રાજકન્યાનું નામ અપરાજિતા હતું. તેનું નગર દભ્રસ્થલ હતું. તેના પિતા દભસ્થલના સ્વામી સુકોશલ નામના નરપતિ હતા. તેની માતા અમૃતપ્રભા નામની હતી અને તે સુંદર રૂપ અને લાવણ્યથી સુંદર હતી. અને બીજી કૈકેયી અપર નામ સુમિત્રા નામની રાજકન્યા સાથે શ્રી દશરથ મહારાજા ચંદ્ર જેમ રોહિણી સાથે પરણે તેમ પરણ્યા. એ રાજકન્યાનું પ્રથમ નામ કૈકેયી હતું. અને તે મિત્રા નામની માતાની દીકરી હોવાની સાથે સુશીલા હોવાથી તેનું બીજું નામ સુમિત્રા હતું. તેનું નગર કમલસંકુલ નામનું હતું. તેના પિતાનું નામ સુબન્ધતિલક હતું અને તેની માતાનું નામ મિત્રાદેવી હતું. તથા ત્રીજી સુપ્રભા નામની અન્ય પણ અનિંદિત રાજપુત્રી સાથે શ્રી દશરથ મહારાજાએ પાણિગ્રહણ કર્યું. તે રાજપુત્રી પણ પવિત્ર લાવણ્ય અને સૌંદર્યે કરીને શ્રેષ્ઠ અંગોને ધારણ કરવાવાળી હતી.”
આર્યરમણીઓનો સાચો અલંકાર શીલ ગણાય છે. એ અલંકાર વિનાની રમણી રમણીય હોવા છતાં અને અન્ય અલંકારોથી અલંકૃત હોવા છતાં અરમણીય અને અદર્શનીય જ ગણાય છે. એવી રમણીઓ એ આર્યદેશનું ભૂષણ નથી પણ કલંક છે. એટલે કોઈપણ રાજકન્યા કે રાજ-રમણી શીલથી અલંકૃત હોવી જ જોઈએ.
અને એ મુજબ શ્રી દશરથ રાજા જે ત્રણ રાજકન્યાઓ સાથે પરણ્યા તે રાજકન્યાઓ શીલરૂપ અનુપમ અલંકારથી અલંકૃત હતી. એ વસ્તુ એ ત્રણેના વર્ણનમાં રહેલાં પવિમમ્િ સુનાબૂ, મસિંહિતામ્ આ ત્રણ વિશેષણોથી ધ્વનિત થાય છે.
આર્યકન્યા અને આર્યરમણી માટે વાપરવામાં આવતા આવાં વિશેષણો સ્ત્રીની જાતિને તેવી બનવાની સુંદર અને હિતકર ચેતવણી આપે છે. જે સ્ત્રીવર્ગને પ્રતિદિન એવાં સુંદર વિશેષણોવાળી સ્ત્રીઓને સંભારવાનું અને સાંભળવાનું મળ્યું છે, તે સ્ત્રીવર્ગના સદ્ભાગ્યની કોઈ અવધિ જ નથી. એવો સ્ત્રીવર્ગ આદર્શ નીવડવો જ જોઈએ.
શ્રાવકન
મનનીય મનોરથ....
Page #164
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
સુંદર મર્યાદાશીલતા આ રીતે શ્રી દશરથ મહારાજા એક સુંદર સામ્રાજ્યના અને આવા સુંદર રમણીરત્નોના સ્વામી છતાં પણ વિષયસુખના ભોગવટામાં કેવા મર્યાદાશીલ હતા ? એનો ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
सुखं वैषयिकं ताभि र्बुभुजे भूभुजां वरः ।
अबाधमानो धर्मार्थी, स विवेकिशिरोमणिः । ૧૪૩ “ભૂમિને ભોગવનારાઓમાં શ્રેષ્ઠ અને તેમ છતાં પણ વિવેકીઓમાં
શિરોમણી સમા શ્રી દશરથ મહારાજા તે ત્રણેય રમણીઓ સાથે વિષય સંબંધી સુખને એવી રીતે ભોગવતા હતા કે જેનો ભોગવટો કરતા ધર્મ અને અર્થને બાધા ન પહોંચે.”
આથી સમજી શકાશે કે ભોગનો ત્યાગ ન જ કરી શકાય અને ભોગોને ભોગવવા જ પડે, તો ભોગોના ભોક્તાએ ધર્મ અને અર્થને બાધ ન જ થવા દેવો જોઈએ. જે આત્માઓ ભોગાસક્ત બનીને અર્થના ઉપાસક અને ધર્મના ઘાતક બને છે તે આત્માઓ સભ્ય દુનિયામાં પણ ફીટકાર પાત્ર બને છે. વિવેકી આત્માઓ માટે ભોગોનો ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, છતાં પણ જો કર્મની પરાધીનતા આદિના કારણે ભોગોનો ત્યાગ ન જ બની શકે તો મર્યાદાશીલ તો અવશ્ય બનવું જ જોઈએ. મર્યાદાહીન ભોગીઓ પ્રભુશાસનમાં નિર્વિવેકી ગણાય છે. અને એવા વિવિવેકી આત્માઓ પ્રાય: ધર્મને પામવા માટે પણ અધિકારી ગણાય છે. ભોગોના ભોગવટામાં અર્થ અને કામને બાધ નહિ લગાડવારૂપ મર્યાદાશીલતા
એ ધર્મના અધિકારીપણાના ગુણો પૈકીનો એક ગુણ છે. એ ગુણ છે. પ્રત્યેક ધર્મના અર્થીએ અવશ્ય આદરવો જોઈએ.
રામ-લક્ષમણને
Page #165
--------------------------------------------------------------------------
________________
પુણ્યોદયના
અભયકવચના
પ્રભાવે
૭
ત્રિખંડાધિપતિ રાજા રાવણ નિર્મળ સમ્યગ્
દર્શનના પ્રભાવે પ્રભુ વચનથી ભાવિત છે, તેથી જ એક નૈમિત્તિકને તેમણે જે પ્રશ્ન કર્યો છે તે તેઓના વિવેકને છાજતો પ્રશ્ન છે. પણ તેનો જવાબ સાંભળીને બંધુસ્નેહથી મોહિત બિભીષણે જે પ્રલાપ કર્યો, જે પ્રતિજ્ઞા કરી અને જે કારમું કૃત્ય કર્યું છે તે નર્યો મોહનો વિલાસ છે એમ સ્વીકાર્યા સિવાય ક્યાંથી ચાલે ?
જો કે રાવણની સભામાં બનેલી આ આખી જ ઘટના ત્યાં હાજર શ્રીનારદજીએ જાણી, તેઓ સાધર્મિક એવા શ્રી દશરથ અને શ્રી જનકરાજાને ચેતવી ગયા, તેઓ ગૂઢમત્રણાકુશળ મન્ત્રીઓના બુદ્ધિબળે બાલ-બાલ બચી ગયાં. બિભીષણની પ્રતિજ્ઞા-પ્રવૃત્તિ નિષ્ફળ જ રહી. પુણ્યોદયનું અભયકવચ શું કામ કરે છે તેનું પ્રત્યક્ષદર્શન અને મોહવિલાસની વિવશતા આ ઘટનામાં જોવા મળે છે. અયોધ્યાપતિ શ્રી દશરથરાજાના રાજગૃહીમાં નિવાસ સુધીની વાત આ પ્રકરણમાં પૂજ્યપાદશ્રીના શબ્દોમાં આપણે જોઈએ.
-શ્રી
૧૪૭
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૮
'પગ્યોદયના અભય-કવચના પ્રભાવે
• ત્રિખંડ ભરતના સ્વામી રાવણનો પ્રશ્ન • બિભીષણનું ભાષણ • નારદજીની હાજરી • નારદજી દશરથ પાસે • ઉત્તમ આત્માની પ્રવૃત્તિ અને મનોદશા. • નારદજીનું સત્કારપૂર્વક વિસર્જન • પુણ્યનો પ્રતાપ કેવું અજબ કાર્ય કરે છે. છે ત્યારે નારદજીની સભાવનાનું શું ? • ધર્મી આત્માઓને માટે અનુકરણીય • અવસરોચિત કાર્યનો અમલ • શુદ્ર જીવનને બચાવવા કેટકેટલો ત્યાગ • મોહમસ્તતાના કારણે વિવેક વિકલતા છે કારમો કોલાહલ અને દોડાદોડી • નિમકહલાલ મંત્રીઓની કેવી ગંભીરતા. • મરણનો કારમો ભય અને જીવનનો
કારમો મોહ • ધર્મ કેવળ આત્માની મુક્તિ માટે જ છે • રમણીરત્નની પ્રાપ્તિ છ રંગમંડપ-યુદ્ધમંડપના રૂપમાં • વિજય, પાણિગ્રહણ અને વરપ્રદાના ૦ બંનેય પુનઃ રાજ્યારૂઢ
Page #167
--------------------------------------------------------------------------
________________
'પુણ્યોદયના અભય-કવચના પ્રભાવે
ત્રિખંડ ભારતના સ્વામી રાવણનો પ્રશ્ન દિગ્વિજયી બનેલા શ્રી રાવણ ત્રણ ખંડના સામ્રાજ્યને ભોગવી રહ્યા છે એ વસ્તુ તો આપણે જાણીએ જ છીએ. ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલો છે. તેના અર્ધા ભાગને એટલે ત્રણ ખંડને ભોગવી રહેલા શ્રી રાવણ પોતાને એક મોટામાં મોટા મહારાજા તરીકે માને છે, પણ તે એક સમ્યગ્દષ્ટિ મહારાજા છે એ વાતને કદી પણ ન ભૂલતાં. સમ્યગ્દષ્ટિ આત્મા તીવ્ર મોહને આધીન ન થાય ત્યાં સુધી ગમે તેવી દશામાં પણ તેના અંત:કરણની અંદર વિવેકરૂપી દીપક સળગતો જ રહે છે. એના પ્રતાપે તે આત્માની દરેક પ્રવૃત્તિમાં સાચી વસ્તુસ્થિતિનું દર્શન થયા વિના રહેતું જ નથી. એ જ હેતુથી કોઈ એક દિવસે સભામાં રહેલા શ્રી રાવણ મહારાજા એક નૈમિત્તિકોમાં શિરોમણી સમા નૈમિત્તિકને પોતાના મૃત્યુને લગતો પ્રશ્ન કરે છે. તેમાં પણ વાસ્તવિક સુખના અર્થી માટે અહર્નિશ યાદ રાખવા જેવી એક વાત શ્રી રાવણ મારાજાના મુખેથી નીકળે છે. એ વાત કઈ છે? એ આપણે શ્રી રાવણ મહારાજાના સ્વમુખે થયેલો પ્રશ્ન સાંભળીશું એટલે આપોઆપ જ સમજાઈ જશે.
શ્રી રાવણ મહારાજાએ એક સર્વશ્રેષ્ઠ નૈમિત્તિક પ્રત્યે ભર સભામાં પોતાના શ્રીમુખે પૂછ્યું કે,
પૂણ્યદયt૮ અભય-કવચન પ્રભવે..૭
Page #168
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
2-
-02
अमरा अपि नाम्नैवा - मरा न परमार्थतः । માવ્યવયં તુ સર્વસ્થ, મૃત્યુ - સંસારવર્તિન: 27 तत्कि मे स्वपरिणामा - द्विपत्तिः परतोऽथवा । તમારહત્વ નિ:શંd - માતા હિ સ્થgટમાળ:
‘અમરો પણ નામના જ અમરો છે. પણ પરમાર્થથી અમર નથી, કારણકે સંસારવર્તી સર્વ કોઈનું મૃત્યુ અવયંભાવી છે, તે કારણથી એ વાતનો તો મને નિશ્ચય જ છે કે મરણ સૌ કોઈનું થાય છે તેમ મારું પણ મરણ થવાનું
જ છે. એમ છતાં પણ હું એ જાણવા ઇચ્છું છું કે મારું મરણ પોતાના જ ૧પ૦ પરિણામે થવાનું છે. કે કોઈ અન્યના હસ્તે થવાનું છે ? માટે તે વાત મને
શંકારહિતપણે કહો, કારણકે જે જે આખ પુરુષો હોય છે તે તે અવશ્ય કરીને સ્પષ્ટ ભાષણ કરનારા હોય છે.'
આ પ્રશ્નમાં રહેલી ધીરતા અને વસ્તુસ્થિતિનો નિશ્ચય બરાબર જોઈ શકાય છે. પ્રશ્ન કરવામાં શ્રી રાવણ મહારાજાનો હેતુ માત્ર પોતાનું મરણ પોતાના પરિણામે થવાનું છે કે પરથી થવાનું છે. એટલું જ જાણવાનો છે. અને એ જ હેતુથી શ્રી રાવણ મહારાજા એ જાણવા માટે પ્રશ્ન કરતાં સ્પષ્ટતાથી અને નિચળતા પૂર્વક કહે છે કે “મરણ એ સંસારવર્તી સર્વ પ્રાણી માટે અવયંભાવી વસ્તુ છે. દેવો અમર તરીકે ઓળખાય છે. પણ તે વાસ્તવિક રીતે અમર નથી. કારણકે તેઓનું મરણ પણ નિશ્ચિત જ છે. એટલે મરણ એ કોઈ અસંભવિત અગર નવી વસ્તુ નથી. પણ અવશ્ય બનનારી અને સૌ જાણી શકે તેવી વસ્તુ છે. એટલે તેનો મને ડર નથી. પણ મારે તો માત્ર એટલું જ જાણવું છે કે મારું મરણ સ્વયં જ થવાનું છે કે કોઈના યોગે થવાનું છે?”
શ્રી રાવણ મહારાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્પષ્ટભાષી ૨ નૈમિત્તિકોત્તમે પણ સ્પષ્ટપણે કહ્યું કે,
સોશષ્યાવરગ્રી મહિષ્યા , નાનાdવા વરણે તે ટ भविष्यतो दशरथ - पुत्रान्मृत्युभविष्यति ।।
“હે મહારાજા !” ભવિષ્યકાલમાં થનારી શ્રી જનકરાજાની પુત્રી શ્રીમતી સીતાજીના કારણે ભવિષ્યકાલમાં થનાર શ્રી દશરથ મહારાજાના પુત્રથી આપનું
મૃત્યુ થશે.
Page #169
--------------------------------------------------------------------------
________________
બિભીષણનું ભાષણ શરૂ સત્યવક્તા અને સર્વશ્રેષ્ઠ એવા નૈમિત્તિકના સ્પષ્ટ કથનને તરત સાંભળતાની સાથે જ શ્રી રાવણ મહારાજાના લઘુભ્રાતા બિભીષણ એકદમ ચોંક્યા અને નૈમિત્તિક શિરોમણિનું વચન સદા સત્ય જ નીવડે છે એમ જાણવા છતાં પણ તે બોલ્યાં કે,
ઘિtષો વાપેડથ, વઢવ્યસ્ય સ તન્ ? वचस्तथापि ढ्यनृतीकरिष्यामि तदाश्वहम् । जनकं दशरथं च, कन्यातनययोस्तयोः । अनर्थयो/जभूतं, हनिष्याम्यस्तु नः शिवम् ॥ ઉત્પત્તિવ હિ તયો ઉfપદ્ધ વાનનાશતઃ ? वचो नैमित्तिकस्यातो, मिथ्यैव हि भविष्यति ।
જો કે આ નૈમિત્તિક શિરોરત્નનું વચન સઘય સત્ય જ હોય છે તો પણ હું એકદમ આ વચનને અસત્ય બનાવવા માટે અનર્થરૂપ તે કન્યા અને પુત્રના બીજરૂપ જનકને અને દશરથને હું હણી નાંખીશ. માટે હે વડીલ બંધુ ! આપનું કલ્યાણ હો. બીજરૂપ જનકરાજા અને દશરથરાજાનો નાશ કરવાથી, તે બેથી સીતારૂપ કન્યા અને પુત્રરૂપ રામની ઉત્પત્તિનો જ નિષેધ થઈ જવાનો. એટલે કે સીતા અને રામની ઉત્પત્તિ નહિ જ થવાની. એ કારણે આપોઆપ નૈમિત્તિકનું સાચું પણ કથન મિથ્યારૂપ થઈ જ જશે.”
ભાગ્યવાનો ! વિચારો કે મોહાધીનતા કેવી અને કેટલી ભયંકર વસ્તુ છે ? મોહાધીનતાના પ્રતાપે બિભીષણ એટલું પણ નથી વિચારી શકતાં કે વૈમિત્તિકનું કથન અસત્ય કઈ રીતે બની શકે? -. પણ મોહાધીન આત્માઓને એવા સદ્વિચારો આવે પણ શાના ? ૧૫૧ સવિચાર આવે તો મિથ્યાભાષણ કરતાં પૂર્વે સવિચારશીલ આત્મા અવશ્ય રોકાય અને કારમો પ્રલાપ કરવા પૂર્વે ખૂબ ગંભીરતાપૂર્વક હૈં વસ્તુતત્વનો વિચાર કરે વસ્તુતત્વનો વિચાર આત્માને અન્યના નાશ તરફ કદી જ નથી ધસી જવા દેતો. પણ યોજે તો પ્રામાણિક ) પ્રયત્નોમાં જ યોજે છે. પ્રામાણિક પ્રયત્ન અશુભ કર્મના ઉદય આગળ કદાચ સફળ ન થાય એ બને. પણ આત્મા એ પ્રયત્નના પરિણામે નવીન અશુભ કર્મના બંધથી તો અવશ્ય બચી જાય છે.
પણ મોહાધીનતા એ આત્માને તેવો પ્રયત્ન કરવાજોગો ધીર રહેવા દેતી જ નથી અને તદ્દન ભાનભૂલો જ બનાવી દે છે. એ
પુણ્યોદયના
અભય-કવચન પ્રભાવ...૭
Page #170
--------------------------------------------------------------------------
________________
8-0¢00 ``P??
૧૫૨
........રામ-લક્ષ્મણને
42 01101
ભાનભૂલી દશાના પરિણામે શ્રી બિભીષણ નિરપરાધી એવા બંનેય ઉત્તમરાજાઓના નાશ કરવાની ભાવના ભરસભામાં સ્પષ્ટપણે વ્યક્ત કરે છે અને એ વાતથી વિચારશીલ શ્રી રાવણ મહારાજા પણ પોતાના પ્રિય જીવનની રક્ષા માટે શ્રી જનક મહારાજા અને શ્રી દશરથ મહારાજા જેવા પુણ્યશાળી મહારાજાઓના પ્રિય જીવનનો નાશ કરવાની વાતમાં અનુમતિ આપે છે. પોતાના વડીલબંધુની અનુમતિ પામીને શ્રી બિભીષણ રાજ્યસભામાંથી ઉઠીને પોતાના આવાસે ગયા.
નારદજીની હાજરી પણ વિધિવશાત્ આ બનાવ જે સમયે રાવણ મહારાજાની રાજસભામાં બન્યો, તે સમયે શ્રી નારદજીની હાજરી રાજસભામાં જ હતી. શ્રી નારદજી એટલે પ્રભુશાસનના પરમ શ્રધ્ધાળુ અને શુદ્ધ શીલસંપન્ન તથા આકાશગામિની વિદ્યાના બળે તીર્થયાત્રાદિ પવિત્ર હેતુઓથી સદાય ઇચ્છા મુજબ પર્યટન કરનારો એક ઉત્તમ આત્મા.
એવા ઉત્તમ આત્મા પોતાના સાચા સાધર્મિક ભાઈઓ ઉપર નિષ્કારણ આપત્તિ આવી પડવાની છે. એમ જાણ્યા પછી કેમ જ સ્થિર બેસી શકે ? સાચો ધર્મી ધર્મી ઉપરની આપત્તિને ટાળવાના ઉચિત પ્રયત્નો કર્યા વિના રહે જ નહિ. સાચા ધર્મોથી ધર્મી ઉપરની આપત્તિઓ ટાળવાના પ્રયત્નો કર્યા વિના રહી શકાય જ નહિ. સાચા ધર્મી સાચા ધર્મી માટે પોતાનું જીવન આપવા માટે પણ આતુર જ હોય, ધર્મની કે ધર્મીની ગ્લાનિ તેનાથી જોઈ શકાય જ નહિ. એવે સમયે મૌન કે મધ્યસ્થ રહેવા કરતાં એને મરણ વધુ પસંદ પડે. ધર્મ કે ધર્મીની ગ્લાનિને પ્રસન્ન હૃદયે જોઈ રહેનારો આત્મા ધર્મી જ નથી ધર્મ અને ધર્મીની ગ્લાનિ થઈ રહી છે એમ જાણવા છતાં પણ જે પ્રસન્નચિત્તે રહી શકે છે અને નિઘૃણપણે હસ્યા કરે છે તે ખરે જ એક ભયંકર રીતે ધર્મ અને ધર્મીના નાશની જ કારવાઈ કરનાર છે. એમાં શંકાના એક લેશને પણ અવકાશ નથી.
નારદજી દશરથ પાસે
શ્રી નારદજી એવા કરપીણ કે નિઘૃણ ધર્મી ન હતા પણ સાચા
Page #171
--------------------------------------------------------------------------
________________
ધર્મી હતા. એટલે તેઓએ પોતાના સાધર્મિકો ઉપર કારમી આપત્તિ આવી પડવાની છે એમ સાંભળ્યું કે તરત જ કોઈની પ્રેરણાની પણ રાહ જોયા વિના એવી વાત સાંભળતાની સાથે જ શ્રી રાવણની રાજસભામાંથી ઊઠ્યા અને ત્યાંથી અન્યત્ર કોઈ પણ સ્થાને ગયા વિના સીધા શ્રી દશરથ મહારાજા પાસે પહોંચ્યા.
દેવર્ષિ નારદજીને પોતાની પાસે દૂરથી આવતા જોઈને શ્રી દશરથ મહારાજા એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયેલા શ્રી દશરથ મહારાજાએ નમસ્કાર કરીને શ્રી નારદજી નામના દેવર્ષિને ગુરુની જેમ ગૌરવપૂર્વક આસન ઉપર બેસાડ્યા. સત્કારપૂર્વક પ્રશ્ન કર્યો કે
ત્વમાવાસી: તઃ સ્થાનાત્
‘આપ કયા સ્થાનથી અત્રે પધાર્યા.’
શ્રી દશરથ મહારાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી નારદજીએ કહ્યું કે,
आख्यत् पूर्वविदेहेषु, गतोऽहं पुंडरीकिणीम् । श्रीसीमंधरनाथस्य, दृष्टुं निष्क्रमणोत्सवम् ॥ सुरासुरकृतं तं च दृष्ट्वा मेरुमगामहम् । તમામવંદ્ય તીર્થશાત્, નાયાં ગતવાનહમ્ तस्यां शांतिगृहे शांतिं, नत्वागां रावणालयम् । રાવળસ્ય વધસ્તમ, નાનજ્યર્થે ત્યહૃાત્મનાત્ ॥ नैमित्तिकेन केनापि, कथ्यमानः श्रुतो मया । श्रुत्वा बिभीषणस्तच्च, हंतुं त्वां जनकं तथा ॥ कृतप्रतिज्ञो न चिरा - दिहैष्यति महाभुजः । एतत्सर्वं परिज्ञाय, लंकापुर्याः ससंभ्रमः ॥ साधर्मिक इति प्रीत्या, तव शंसितुमागमम् ॥
‘શ્રી સીમંધર નામના તીર્થનાથનો નિષ્ક્રમણ મહોત્સવ એટલે દીક્ષા મહોત્સવ જોવા માટે હું પૂર્વવિદેહમાં આવેલી પુંડરીકિણી નામની નગરીમાં ગયો હતો. તે નગરીમાં સુરોએ અને અસુરોએ કરેલો તે દીક્ષા મહોત્સવને જોઈને હું
COW:0 €
પુણ્યોદયના
૧૫૩
અભય-વચના પ્રભાવે...૭
Page #172
--------------------------------------------------------------------------
________________
- cછે.
રામ-લક્ષ્મણને
શ્રી મેરૂપર્વત ઉપર ગયો હતો. શ્રી મેરૂપર્વત ઉપર રહેલા શ્રી તીર્થકર ભગવંતોને વંદન કરીને હું લંકાનગરીમાં ગયો હતો. લંકાનગરીમાં પણ શ્રી શાંતિનાથ સ્વામીનું મંદિર છે. તે મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ સ્વામી કે જે આ અવસર્પિણી કાળમાં સોળમા તીર્થપતિ થયા છે. તે તારક તીર્થપતિને નમસ્કાર કરીને હું શ્રી રાવણના મકાને ગયો હતો. શ્રી રાવણના મકાને મેં કોઈપણ વૈમિત્તિક દ્વારા એમ સાંભળ્યું કે જનકની પુત્રી સીતાના અર્થે આપના પુત્રના હસ્તે શ્રી રાવણનો વધ થશે. તે વાતને સાંભળીને શ્રી બિભીષણે આપને અને શ્રી જનકરાજાને હણવાની પ્રતિજ્ઞા કરી છે. આપને અને શ્રી જનકરાજાને મારવાની પ્રતિજ્ઞા કરનાર તે મહા પરાક્રમી અલ્પકાળમાં અહીં આવશે, આ
સઘળું સારી રીતે જાણીને હું સાધર્મિકપણાની પ્રીતિથી આપને આ બધી વાત ૧૫ ' કહેવા માટે સંભ્રમપૂર્વક લંકા નગરીથી અહીં આવ્યો છું.
ઉત્તમ આત્માની પ્રવૃતિ અને મનોદશા શ્રી નારદજીએ પોતાના ઉત્તરમાં જણાવેલી હકીકત ઉપરથી ઉત્તમ આત્માની પ્રવૃતિ અને મનોદશા કેવી અને કેટલી સુંદર તથા અનુકરણીય હોય છે ? એ વાત સારી રીતે સમજી શકાય તેમ છે. ઉત્તમ આત્માને મળેલી ઉત્તમ સામગ્રીનો ઉપયોગ પ્રાય: પ્રભુમાર્ગની આરાધનામાં જ થાય છે. જ્યારે વિલાસી આત્માઓને મળેલી સારી સામગ્રીનો ઉપયોગ હિતકર પ્રવૃત્તિઓમાં થવાને બદલે અહિતકર પ્રવૃત્તિમાં થાય છે. યાત્રા માટે પર્યટન કરતા તથા યાત્રાર્થે જ લંકા નગરીમાં ગયેલા શ્રી નારદજીએ પોતાના સાધર્મિકો ઉપર આપત્તિ આવવાની છે, એમ જાણ્યું કે તરત જ સાધર્મિક ઉપરના પ્રેમના યોગે સાધર્મિકોને સાવચેત કરવા દોડી ગયા. ધર્મીનું હદય માપવા માટે આ વસ્તુ ઓછી નથી. ધર્મીનું હૃદય ધર્મ અને ધર્મની સેવા માટે સદાય તલસતું હોય છે. એની આ સાબિતી છે. કલ્યાણકાંક્ષી છે આત્માઓએ આવું હદય કેળવવાની અતિશય આવશ્યકતા છે. છે. એવી કેળવણીના પ્રતાપે એકપણ વસ્તુ આત્માનું અહિત કરવા
માટે સમર્થ નહીં નીવડી શકે. ખરાબ વસ્તુનો સદુપયોગ કરવાનું સામર્થ્ય પણ એ કેળવણીના પ્રતાપે ઘણી જ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સાચી કેળવણી જ એ છે કે જેના યોગે હદય ધર્મ અને ધર્મની સેવા માટે સદાય તલસતું રહે.
Page #173
--------------------------------------------------------------------------
________________
હદયને એવું બનાવવા માટે આવા દૃષ્ટાંતોનો સારામાં સારો અભ્યાસ કરવો જોઈએ.
નારદજીનું સત્કારપૂર્વક વિસર્જન तच्छुत्वा भूभुजाभ्यर्च्य, विसृष्टो नारदो द्रुतम् । तथैव कथयामास, जनकायापि भूभुजे ॥
ત્યારબાદ શ્રી નારદજીએ કહેલા તે સમાચાર સાંભળીને શ્રી દશરથ મહારાજાએ શ્રી નારદજીની સારામાં સારી પૂજા કરી અને પૂજાપૂર્વક શ્રી નારદજીને વિસર્જન કર્યા. શ્રી દશરથ મહારાજા દ્વારા વિસર્જન કરાયેલા શ્રી નારદજી એકદમ ત્યાંથી રવાના થયા અને શ્રી જનકરાજાની નગરીમાં ગયા. તેમની નગરીમાં જઈને શ્રી નારદજીએ જેવા સમાચાર શ્રી દશરથરાજાને કહા હતા તેવા જ સમાચાર શ્રી જનક નામના રાજાને પણ કહા.”
| વિચારો કે હદય કેવું સાધર્મિક પ્રત્યેની ભક્તિથી ભરેલું ! અન્યથા આ સમાચાર શ્રી જનકરાજાને પણ પહોંચાડજો એમ શ્રી દશરથરાજાને કહીને ચાલ્યા જવામાં શ્રી નારદજીને શું હરકત હતી? કશી જ નહિ, પણ ભક્તિથી ભરેલું હૃદય એ રીતે અન્ય પાસે કાર્ય કરાવીને સંતોષ પામતું જ નથી. ભક્તિથી ભરેલા હદયનો એ સ્વભાવ જ છે કે ભક્તિવાળો પોતાના પૂજ્યની ભક્તિનું દરેક કાર્ય તે પોતે જ કરે અને કરાવે. ભક્તિનું કાર્ય કરવામાં ભક્તિથી ભરેલા હદયવાળાને કદી જ કંટાળો નથી આવતો. પણ ઉલટો ઉત્સાહ વધે છે. જે સમયે આવા શાસન સેવકો જીવતા હોય તે સમયે શાસન વિશ્વમાં ઝળહળતું હોય એમાં આશ્ચર્ય પણ શું છે?
પુણ્યનો પ્રતાપ કેવું અજબ કાર્ય કરે છે શ્રી રાવણ મહારાજાનો પ્રશ્ન નૈમિત્તિકનો ઉત્તર, બિભીષણની પ્રતિજ્ઞા અને એ કારમી પ્રતિજ્ઞાના અમલમાં શ્રી રાવણ મહારાજાની સંપૂર્ણ સંમતિ આ બધી વસ્તુઓ બને છે. એમાં શ્રી નારદજીની હાજરી એ શ્રી દશરથ મહારાજાનો પુણ્ય પ્રતાપ જ સૂચવે છે. ખરેખર પુણ્યનો પ્રતાપ એ કાર્ય કરનારો છે વિશ્વની આબાદી એ પુણ્યના પ્રતાપને જ આભારી છે. દુનિયાદારીની આબાદીને ઇચ્છનારાઓને પણ પાપની પ્રવૃત્તિથી અટકી જવું જોઈએ. પાપની પ્રવૃત્તિથી આબાદી ઇચ્છનારાઓ તો કાલકૂટતા
પુણ્યોદય
'૧પપ
અભય-કવચ૮ પ્રભાવ..૭
Page #174
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૧૫૩૭
........રામ-લક્ષ્મણન
ભક્ષણથી જીવવાની આશા રાખનારા છે. પુણ્યનો પ્રતાપ વિના પ્રયત્ને આપત્તિથી બચવાનાં સાધનો ઉભા કરે છે. એ વસ્તુનો સાક્ષાત્કાર આપણને શ્રી રાવણની રાજસભામાં શ્રી નારદજીની હાજરી કરાવે છે. વિચારકને એમ લાગે કે આવા સમયે શ્રીરાવણની રાજસભામાં શ્રી નારદજીની હાજરી રાખનાર, શ્રી દશરથ અને શ્રી જનકનો પુણ્ય પ્રતાપ જ હોવો જોઈએ. આ ઉપરથી એમ પણ સમજી શકાય તેમ છે કે પુણ્યવાન્ આત્માઓનો નાશ કરવા ઇચ્છનારાઓ વિના કારણ પોતાના નાશની જ તૈયારી કરનારા છે, કારણકે તેઓની ઇચ્છા ફળતી નથી અને પાપનો બંધ અવશ્ય થાય છે. સામાનું બૂરું કરવા ઇચ્છનારાઓ જો સામાનું પુણ્ય જાગતું હોય તો કદી જ બૂરું કરી શકતાં નથી પણ એ બૂરી ભાવનાના યોગે પાપકર્મ તો જરૂર બાંધે જ છે. કોઈના પણ પુણ્ય પ્રતાપની સામે કરડી દૃષ્ટિએ જોનારા ફોગટ જ પોતાની દૃષ્ટિને મલિન કરે છે. પુણ્યશાળીઓના પુણ્યપ્રતાપને નહિ સહી શકનારા નિરર્થક જ હૃદયમાં બળ્યા કરે છે અને પોતાને મળેલી સારી સામગ્રીઓનો પણ સદુપયોગ નહિ કરતાં કારમો દુરુપયોગ કરે છે, એ બિચારાઓ એટલું બધું કરે છે તે છતાં પણ સામાનો પુણ્ય પ્રતાપ જ તેઓને કોઈપણ રીતે ફાવવા દેતો નથી. એટલું નહિ પણ ભયંકર નિષ્ફળતા સમર્પે છે. એ વસ્તુ પણ આપણે શ્રી નારદજીની પ્રવૃત્તિથી જોઈ શકીએ છીએ. કારણકે પોતાની પ્રતિજ્ઞાને સફળ કરવા માટે બિભીષણ પહોંચી જાય તે પહેલાં તો એ કારમી પ્રતિજ્ઞા માત્ર પ્રતિજ્ઞારૂપે જ રહે એમ કરવા માટે એ બંનેય મહારાજાનો પુણ્યપ્રતાપ શ્રી નારદજી પાસે દોડાદોડી કરાવે છે.
ત્યારે નારદજીની સદ્ભાવનાનું શું ?
સભા : જ્યારે શ્રી નારદજીની દોડાદોડમાં શ્રી દશરથ મહારાજાનો અને શ્રી જનક મહારાજાનો પુણ્યપ્રતાપ જ કાર્ય કરે છે. તો પછી શ્રીનારદજીની સદ્ભાવનાનું શું ?
પુણ્યશાળીના પુણ્યપ્રતાપનું વર્ણન કરવાથી પુણ્યપ્રવૃત્તિ કરનાર પુણ્યાત્માની કિંમત એક સ્હેજ પણ ઘટતી નથી. એ વાત પણ જો ધ્યાનમાં રાખવામાં આવશે તો આપોઆપ જ આ પ્રશ્નનો
Page #175
--------------------------------------------------------------------------
________________
ઉત્તર સમજાઈ જશે. જો સામાના પુણ્યપ્રતાપની પ્રશંસાથી સામાની ? પુણ્યપ્રવૃત્તિ નિષ્ફળ બની જતી હોય તો તો પાપના ઉદયવાળા 4 R. આત્માઓને પીડનારા પાપાત્માઓને પાપ પણ ન લાગવું જોઈએ. 8 પણ એમ બની શકે જ નહિ, અને જો એમ બને તો પુણ્ય અને પાપની આખી વ્યવસ્થા જ ઊડી જાય તથા આપોઆપ જ નાસ્તિકતા પ્રસરી જાય.
હવે સમજી શકાશે કે શ્રી નારદજીની હાજરી અને શ્રી નારદજીની દોડાદોડ, એમાં શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક મહારાજાનો પુણ્યપ્રતાપ કામ કરે છે એમાં કશી જ શંકા નથી. પરંતુ એથી શ્રી નારદજીની સાધર્મિક ભક્તિનું મૂલ્ય કોઈપણ રીતે ઓછું આંકી શકાય તેમ નથી. શ્રી નારદજીની સદ્ભાવના, નારદજીના આત્માનું શ્રેય સાધવા સાથે શાસનરસિક આત્માઓ માટે આદર્શરૂપ નીવડે તેમ છે. શ્રી તીર્થંકરદેવોના પુણ્યપ્રતાપથી ઈન્દ્રાદિ દેવોને પણ દોડાદોડ કરવી પડે છે. પણ જે જે એમાં ભક્તિભર હદયે કાર્ય કરે છે તેઓ જે આત્મશ્રેય સાધી જાય છે, તેની કોઈપણ વસ્તુ સાથે સરખામણી થઈ શકે તેમ નથી. એક સાધર્મિકપણાની પ્રિતીથી દોરાઈને શ્રી નારદજી બીજી કોઈપણ પોતાની પ્રવૃત્તિમાં સમય નહિ વિતાવતા સીધા શ્રી દશરથ મહારાજા પાસે અને શ્રી જનક મહારાજા પાસે પહોંચી ગયા એ કાંઈ સામાન્ય વાત નથી.
ધર્મી આત્માઓને માટે અનુકરણીય શ્રી નારદજી શ્રી રાવણની રાજસભામાંથી ઊઠીને સીધા શ્રી દશરથ મહારાજાની પાસે પહોંચી ગયા અને ત્યાં જઈને જણાવવાના સમાચાર જણાવતાં શું શું જણાવી ગયા એ તો આપણે જોઈ ગયા. છતાં શ્રી નારદજીની શ્રેયસ્કર પ્રવૃત્તિનું પુનઃ પુનઃ સ્મરણ કરવાનું મન થાય તેમ છે. શ્રી નારદજીની જિંદગી જ મોટેભાગે આત્મહિત સાધક પ્રવૃત્તિઓ માટે નિર્ણાયેલી હોય એવી છે. પોતાને મળેલી શક્તિઓના ઉપયોગ મોટેભાગે એ પુણ્યાત્મા તરફથી પુણ્યપ્રવૃત્તિઓમાં જ થાય છે.
થયોદય
રે અભય-કવચન પ્રભ૭
Page #176
--------------------------------------------------------------------------
________________
પોતે ક્યાંથી આવે છે ? એ જણાવતાં નારદજીએ જે જે વાતો કહી એ સઘળી જ ધર્મી આત્માઓને આનંદ આપનારી છે. (૧) પ્રથમ તો એ પુણ્યપુરુષ આ શ્રી જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં આવેલી શ્રી પુંડરીકિણી નામની નગરીમાં ગયા. તે પણ અન્ય કોઈ હેતુથી નહિ પણ તે નગરીની અંદર હાલમાં પણ ભાવતીર્થંકર તરીકે ભવ્યજીવોને મોક્ષમાર્ગ પ્રબોધી રહેલા શ્રી સીમંધર નામના તીર્થપતિનો દીક્ષા મહોત્સવ જોવા માટે જ. સુરો અને અસુરો દ્વારા કરાયેલો શ્રી સીમંધર નામના તીર્થપતિનો ૧૫૮ દીક્ષામહોત્સવ જોઈને પ્રસન્નહૃદય બનેલા તે પુણ્યાત્મા ત્યાંથી શ્રી મેરૂપર્વત ઉપર ગયા. (૨) શ્રી મેરૂપર્વત ઉપર ગયા તે પણ શ્રી મેરૂપર્વત સુવર્ણમય છે. એને જ જોવા માટે નહિ પણ ત્યાં રહેલા તીર્થંકરદેવોને વંદન કરવા માટે (૩) ત્યાંથી શ્રીલંકા નામની નગરીમાં ગયા અને ત્યાં જઈને પણ પ્રથમ અન્ય કોઈ સ્થળે નહિ જતાં સીધા જ એ નગરીમાં આવેલા શ્રી શાંતિનાથ સ્વામીજીના મંદિરમાં જ જાય છે. એ મંદિરમાં જઈને એ મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ સ્વામિજીની પ્રતિમાના દર્શન કર્યા બાદ શ્રી રાવણના આવાસે ગયા. (૪) શ્રી રાવણના આવાસમાં પણ પોતાના સાધર્મિકો ઉપર આપત્તિ આવવાની છે એમ સાંભળ્યું, એટલે ત્યાં કોઈ પણ જાતની વાતચીતમાં અગર તો કોઈને પણ મળવા કરવાની પરવા કર્યા વિના સીધા જ શ્રી દશરથ મહારાજા પાસે પહોંચ્યા. (૫) શ્રી દશરથ મહારાજાને પણ કહેવા યોગ્ય વાત કહીને સીધા જ શ્રી જનક મહારાજા પાસે પહોંચ્યા. અને ત્યાં પણ તે જ વાત જણાવવા જેવી હતી તે જણાવ્યા પછી જ શ્રી નારદજીને શાંતિ થઈ.
શ્રી નારદજીની આ સઘળી જ પ્રવૃત્તિઓ એક સમ્યગ્દષ્ટિ આત્મા માટે દર્શનીય શું હોય, વંદનીય શું હોય, કરણીય શું હોય, અને કથનીય શું હોય એનો સારામાં સારો ખ્યાલ આપે છે. આજે નાટકચેટક આદિનાં દર્શનમાં, અર્થકામની પ્રવૃત્તિઓના જ પ્રચારકોના વંદનમાં, અર્થકામની પ્રવૃત્તિઓને જ કરવામાં અને દેશકથા આદિ પાપકથાઓના કથનમાં પડેલા આત્માઓ માટે શ્રી
8-c05 ''P???
........રામ-લક્ષ્મણને
Page #177
--------------------------------------------------------------------------
________________
નારદજીની આ પ્રવૃત્તિઓ ઓછી વિચારણીય નથી ! પોતાની જાતને છે ધર્મી મનાવવા ઇચ્છનારાઓએ આવી પ્રવૃત્તિઓનો ખાસ અભ્યાસ ( _ કરવો જોઈએ અને જીવનને એવું કેળવવું જોઈએ કે જેથી હું અદર્શનીયના દર્શન પ્રત્યે, અવંદનીયના વંદન તરફ, અકરણીયને કરવા માટે અને અકથનીય વસ્તુનું કથન કરવામાં કદી જ આત્મા છું દોરાય નહિ. દર્શનીય અને અદર્શનીય, વંદનીય અને અવંદનીય, કરણીય અને અકરણીય તથા કથનીય અને અકથનીયનો વિવેક આજે ઘોર મિથ્યાત્વના પ્રચારથી લુપ્ત બનતો જાય છે. આવું પરિણામ આવવાનો પૂરતો સંભવ હોવાને કારણે જ અનંત ઉપકારી પરમ મહર્ષિઓએ શંકા, કાંક્ષા અને વિચિકિત્સાની સાથેમિથ્યામતિના ગુણવર્ણનને અને મિથ્યામતિના પરિચયને પણ સમ્યકત્વના ચોથા અને પાંચમા દૂષણ તરીકે જણાવી સમ્યગ્દષ્ટિ આત્માને મિથ્યામતિના ગુણોની પ્રશંસાથી અને મિથ્યામતિઓના પરિચયથી બચવાનું ભારપૂર્વક સૂચન કર્યું છે પણ અમુક આત્માઓએ પોતાની માન્યતા મુજબ પોતાની જાતને સ્વતંત્ર માની એ સૂચનની દરકાર ન કરી એના જ પરિણામે તેઓ વિવેકવિકળ બન્યા છે અને પોતાની જાતને સમ્યગ્દષ્ટિ બનાવવાનો દાવો કરવા છતાં પણ ઘોર મિથ્યામાર્ગનો પ્રચારક બનાવી રહ્યા છે. આ પ્રકારની દુર્દશાથી જેઓએ બચવું હોય તેઓએ શ્રી નારદજી જેવા પુણ્યાત્માઓની પ્રવૃત્તિઓનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ. અને પોતાના જીવનને તેવી જ પ્રવૃત્તિઓમાં વહેતુ મૂકી દેવું જોઈએ. જે જે આત્માઓ પોતાના જીવનને પુણ્ય પ્રવૃત્તિઓમાં જ વહેતું મૂકવા ઇચ્છતા હોય તે આત્માઓ માટે આવી આવી પ્રવૃત્તિઓનું પુનઃ પુન: સ્મરણ ઘણું જ શ્રેયસ્કર છે.
અવસરોચિત કાર્યનો અમલ શુદ્ધ શીલસંપન્ન શ્રી નારદજીને સત્કારપૂર્વક વિસર્જન કર્યા બાદ શ્રી દશરથ મહારાજાએ, શ્રી જનક મહારાજાએ તેઓના મંત્રીઓએ અવસરોચિત કાર્યનો એકદમ અમલ કેવો કર્યો ? તે આપણે જોઈએ.
૧પ૯
અભય-કવચન પ્રભાવે.
Page #178
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
રામ-લક્ષમણને
मंमिणां तत्समाख्याय, राजा राज्यं समर्प्य च । निर्ययौ योगविहिव, चिकीर्षुः कालवंचनाम् ॥ मूर्ति दाशरथीं लेप्य-मयीमन्तर्नृपालयम् । न्यधुश्च मन्त्रिणो ध्वान्ते, विहिषन्मोहहेतवे । जनकोऽपि यथा चक्रे, तथा तन्मंत्रिणोऽपि हि । तौ त्वलक्ष्यौ दशरथ - जनकौ भ्रमतुर्महीम् ॥
શ્રી નારદજી દ્વારા સમાચાર મળ્યા બાદ શ્રી દશરથ મહારાજાએ વિચાર્યું કે શ્રી બિભીષણ જેવા નિષ્કારણ શત્રુની સામે ટકવું એ સહેલું નથી. માટે એવા શત્રુના પ્રયત્નને નિષ્ફળ કરવા માટે એક જ કાર્ય કરવું જોઈએ અને તે કાલવંચના સિવાય બીજું કશું જ નહિ. આ અવસરને ઉચિત કાર્ય એ એક જ છે અને જે એકદમ જ થવું જોઈએ. આ વિચારણાના પરિણામે શ્રી દશરથ મહારાજાએ નારદજીને કહેલા સમાચાર પોતાના મંત્રીઓને કહા અને રાજ્ય પણ મંત્રીઓને સમપ્યું અને પોતે જાણે યોગના જાણકાર જ ન હોય તેવા બનીને એક કાળવંચના કરવાના હેતુથી જ રાજ્ય ત્યજીને ચાલી નીકળ્યા. અને શ્રી દશરથ મહારાજાના મંત્રીઓએ દુશ્મનને મૂંઝવવાના એટલે ભૂલમાં નાંખવાના હેતુથી શ્રી દશરથ મહારાજાની લેપ્યમાન મૂર્તિ બનાવીને રાજાના મહેલની અંદર અંધકારમાં સ્થાપન કરી.
તેમજ શ્રી જનક મહારાજાએ પણ શ્રી દશરથ મહારાજાનું અને શ્રી જનક મહારાજાના મંત્રીઓએ પણ શ્રી દશરથ મહારાજાના મંત્રીઓનું અનુકરણ કર્યું. અર્થાત્ શ્રી જનક મહારાજાએ પણ શ્રી નારદજીએ કહેવા સમાચાર પોતાના મંત્રીઓને કહી. અને પોતાનું રાજ્ય મંત્રીઓને સમપ્યું. તથા પોતે કાળવચના કરવાના હેતુથી શ્રી દશરથ મહારાજાની જેમ રાજ્ય ત્યજીને ચાલી નીકળ્યા.” અને શ્રી જનક મહારાજાના મંત્રીઓએ પણ શ્રી દશરથ મહારાજાના મંત્રીઓની જેમ પોતાના માલિક શ્રી જનક રાજાની લેપ્યમાન
મૂર્તિ બનાવી દુશ્મનને મૂંઝવવાના હેતુથી રાજમહેલની અંદર અંધકારમાં છે સ્થાપન કરી આ રીતે શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક મહારાજા બંનેય 9 અલક્ષ બની ગયા અને અલક્ષ થઈને પૃથ્વી ઉપર ભમવા લાગ્યા.
આ બંનેય વિચક્ષણ મહારાજાઓએ અને સ્વામિભક્ત મંત્રીઓએ કરેલું અવસરોચિત કાર્ય ઘણું જ વિચારણીય છે. આ સમયે જો વિચક્ષણતા ન હોય અને સેવકો સ્વામિભક્ત ન હોય તો જરૂર પરિણામ વિપરીત આવ્યા વિના રહે જ નહિ. આવા પ્રસંગો
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રભુશાસનના સેવકોએ પ્રભુશાસનની આરાધનાના હેતુથી ખૂબ ખૂબ વિચારવા જોઈએ. પ્રભુશાસનમાં વર્ણવાયેલી જ્ઞેય વસ્તુઓનો અભ્યાસ પણ વિવેકી આત્માને બહુ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે. પણ સ્થિરચિત્તે અને એક શાસનસેવાની દૃષ્ટિથી જ તે વિચારવા જોઈએ. આવા પ્રસંગોની વિચારણામાં તુચ્છ સ્વાર્થ કે પોતાના માનઅપમાનની એક લેશ પણ દરકાર હોવી જોઈએ નહી. અન્યથા તો આવા પ્રસંગો આત્માને ઘણા જ ભયંકર નીવડે તેમ છે.
ક્ષુદ્ર જીવનને બચાવવા કેટકેટલો ત્યાગ
આવા ગંભીર પ્રસંગને રાજાઓએ અને મંત્રીઓએ કેટલી વારમાં અને કેવી રીતે ઉકેલી નાંખ્યો ? એ અવશ્ય વિચારણીય છે. એક ક્ષુદ્ર જીવનને બચાવવા માટે આવી ગંભીરતા અને ત્યાગ સ્વીકારવો પડે, તો આત્માના સુવિશુદ્ધ જીવનની રક્ષા માટે અનુપમ ગંભીરતા અને અનુપમ ત્યાગ કેમ જ ન સ્વીકારવો પડે ? બંનેય મહારાજાઓ એ સમાચાર અને રાજ્ય ત્યાગની પોતાની ઇચ્છા. હિતને સમજી શકતા મંત્રીઓ સિવાય અન્ય કોઈને પણ જણાવવી યોગ્ય નથી સમજતાં. એ શું સૂચવે છે ? એ ખૂબ વિચારો. મોહ અને પ્રેમમાં પડેલાઓ જો આ વાતને જાણતા તો જીવનરક્ષાનો જે ઉપાય એ બંનેય મહારાજાઓ યોજી શક્યા તે કદી જ ન યોજી શકત. મહારાજાઓએ અને મહારાજાના હિતૈષી મંત્રીઓએ જીવનરક્ષાનો આ ઉપાય જેમ દુશ્મનથી ગુપ્ત રાખ્યો તેમ મિત્રોથી પણ ગુપ્ત જ
રાખ્યો.
વળી એક મરણનો ભય જો આત્માને આવી રીતે મૂંઝવે છે અને આવી જાતનો ત્યાગ કરવાને પ્રેરે છે. તો જે આત્માઓ અનંતજ્ઞાનીઓના વચનથી અનંત મરણોથી બચવા ખાતર ગમે તેવી સારી વસ્તુઓ પણ ત્યાગ કરવાને સજ્જ થાય એમાં શું આશ્ચર્ય છે ? પણ આવી બધી વસ્તુઓ વિચારવાની આજના જડવાદીઓને ક્યાં ફુરસદ છે ?
મોહ મસ્તતાના કારણે વિવેક વિકળતા
જ્યારે આ બાજુ શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક
પુણ્યોદયના
૧૬૧
અભય-વચના પ્રભાવે...૭
Page #180
--------------------------------------------------------------------------
________________
મહારાજા તથા તે બંનેય મહારાજાના નીમકહલાલ મંત્રીઓ તેઓની જીવનરક્ષાની પૂરતી યોજના કરી ચૂક્યા. તે પછી મોહમસ્તતાના પ્રતાપે તદ્દન વિચારવિકલ બની ગયેલ શ્રી બિભીષણ એકદમ અયોધ્યા તરફ દોડી જાય છે.
નૈમિત્તિક જ્ઞાનીના વચનને અસત્ય કરવા સજ્જ થયેલા બુદ્ધિશાળીની બુદ્ધિ બુઠ્ઠી બની જાય એ તદ્દન સંભવિત વસ્તુ છે. કારણકે પોતાના સ્વાર્થના કારણે જ્ઞાનીના વચનને મિથ્યા બનાવવાની ભાવના એ જ પ્રથમ તો બુદ્ધિનો વિપર્યાસ છે. તો પછી ૧૬૨ એ ભાવનાનું પ્રકાશન કરનાર અને એ ભાવનાનો અમલ કરવા સજ્જ થનારની બુદ્ધિમાં કારમો વિપર્યાસ થઈ જાય એમાં અસંભવિતતા હોય જ શાની ?
સીત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણ
_R
મોહમસ્ત બનેલા શ્રી બિભીષણ, જ્ઞાનીના સત્ય વચનને અસત્ય કરવાનો પ્રયાસ કરતાં શત્રુની બિછાવેલી જાળમાં કેવી રીતે આબાદ ફસાઈ જાય છે. અને પોતાના બંધુ ઉપરનો ભય કેવો અચળ બનાવે છે એ આપણે જોઈએ.
बिभीषणश्च संरंभादेत्य सन्तमसेऽसिना ।
लेपमय्या दशरथ - मूत्तेश्चिच्छेद मस्तकम् ॥
બિભીષણે એકદમ આવીને ગાઢ અંધકારમાં રહેલી દશરથ મહારાજાની લેપ્યમયી મૂર્તિના મસ્તકને તલવાર દ્વારા છેદી નાખ્યું.”
એક બુદ્ધિશાળી માણસ આવી ભૂલ કરીને આનંદ પામે એ શું ઓછી મોહમસ્તતા છે ? જીવતા માણસનું મસ્તક છેદે કે લેપ્યમયી મૂર્તિનું મસ્તક છેદે છે, એ પણ એક પરાક્રમી ન સમજી શકે. એમાં મોહમસ્તતાના પ્રતાપ સિવાય હોય પણ શું ?
કારમો કોલાહલ અને દોડાદોડી
મોહમસ્તતાના પ્રતાપે લેપ્યમયી મૂર્તિનું મસ્તક છેદવા જતા પણ શ્રી બિભીષણે માન્યું કે મેં દશરથનું મસ્તક છેલ્લું અને એથી એ આનંદ પામ્યા. એજ રીતે અજ્ઞાનતાના યોગે નગરના લોકોએ અને શ્રી દશરથ મહારાજાના અંત:પુરે પણ એમ જ માન્યું કે અમારા માલિકનો નાશ થઈ ગયો. એના પરિણામે તે
Page #181
--------------------------------------------------------------------------
________________
DJEI
=
जो कलकलस्तत्र, नगरे सकलेऽपि हि । આશ્ચર્ધ્વનિત્તસ્થા - વન્તરન્તપુરં મહાત્ જ હતી સાંદ્ય સમઘાર્વજો, સામંતા: સનરક્ષdat: 2
“આખીયે શ્રી અયોધ્યાનગરીની અંદર કોલાહલ થઈ ગયો અને એ અંતઃપુરની અંદર આક્રંદનો મોટો ધ્વનિ ઉત્પન્ન થયો તથા સામંતો સજ્જ હૈં થઈને અંગરક્ષકોની સાથે એકદમ દોડ્યા.”
નિમકહલાલ મંત્રીઓની કેવી ગંભીરતા આખીએ શ્રી અયોધ્યામાં શોકજન્ય કોલાહલ મચવા છતાં અંત:પુરની અંદર ઉત્કટ આકંદનો ધ્વનિ ઉઠવા છતાં અને અંગરક્ષકોની સાથે સજ્જ થઈને શત્રુનાં સંહાર માટે સામંતો દોડી ગયા તે છતાં પણ મંત્રીઓ, રહસ્યનો સ્ફોટ થઈ જાય તેવું કશું જ વર્તન પોતાના તરફથી નથી થવા દેતા. વિચારો કે આ કેવી અને કેટલી ગંભીરતા ! એક રાજ્યતંત્રને સુસ્થિત રાખવા અને દુશ્મનથી માલિકને બચાવી લેવા ખાતર મંત્રીઓ કેવા અને કેટલા ગંભીર બની શકે છે એ પણ વિચારો. અન્યથા આવો કારમો ઉત્પાત મચી જવા છતાં હદયનો ભાવ મુખ ઉપર આવી ગયા વિના કેમ જ રહી શકે ? હદયનો ભાવ તો બહાર ન આવવા દીધો પણ અધિકમાં એ ગંભીર મંત્રીઓએ શું કર્યું એનું વર્ણન કરતાં અને એ વર્ણન સાથે મંત્રીઓનું ૪ સ્વરૂપ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જ મહારાજા વર્ણવે છે કે
विदधु म॒तकार्याणि, गूढमन्त्राश्च मंत्रिणः ।
તે મંત્રીઓએ ખરેખર શ્રી દશરથ મહારાજાના મૃત્યુ સંબંધના સઘળાં જ કાર્યો કર્યા. કારણકે મંત્રીઓ ખરેખર જ ગૂઢ મંત્રવાળા હોય છે.
આ બધી કારવાઈ જોવાથી શ્રી બિભીષણે જાણ્યું કે જરૂર શ્રી દશરથ રાજા માર્યા ગયા છે. આથી એણે શ્રી મિથિલા નગરીના રાજા શ્રી જનકને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. શ્રી દશરથના મરવા પછી જનક એકલો અકિંચિકર છે. એમ માનીને એણે મિથિલેશ્વર શ્રી જનકનો વધ ન કર્યો. અને સીધા અયોધ્યાથી જ પોતાની લંકા નામની નગરી તરફ પ્રયાણ કર્યું અને પહોંચી પણ
પુણ્યોદય
અભય-કવચન પ્રભાવ..૭
ગયા.
Page #182
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિમ-લક્ષમણને
મરણનો કારમો ભય અને જીવનનો કારમો મોહ આપણે જોઈ ગયા કે મંત્રીઓની નિમકહલાલ વૃત્તિ અને ગૂઢમંત્રતાની સહાયથી પુણ્યશાળી શ્રી દશરથ મહારાજા અને શ્રી
જનક મહારાજા ઉભય, પ્રાણનાશક આપત્તિથી આબાદ બચી ગયા હું અને જીવનરક્ષાના હેતુથી બંનેય મહારાજાઓએ એક લેશ પણ
આનાકાની કર્યા વિના કાર્પેટિકનો વેષ ધરીને રાજ્યનો પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા.
આ ઉપરથી વિચારશીલ આત્માઓ, એક નરકમાં પડેલા ૧૯૪ આત્માઓ સિવાયના આત્માઓને મરણનો ભય અને જીવનનો મોહ
કેટલો હોય છે. એ સારામાં સારી રીતે વિચારી શકે છે. આ વિશ્વમાં એક નરકગતિમાં પડેલા આત્માઓને જ મરણનો ભય અને જીવનનો મોહ નથી હોતો. કારણકે એ બિચારાઓને નારકીનું જીવન જીવવું પ્રિય જ નથી હોતું. પણ એ જીવન ક્યારે નષ્ટ થાય ? અને કેમ વહેલું મરણ થાય ? એ જ એક ઈષ્ટ હોય છે. બાકી એ સિવાયના સઘળા જ આત્માઓને મરણનો કારમો ભય અને જીવનનો કારમો મોહ હોય છે. જીવનના મોહમાં પડેલા આત્માઓ મરણના ભયથી બચવા માટે સઘળું જ કરવાને સજ્જ હોય છે. જીવનના મોહમાં પડેલા આત્માઓ મરણના ભયથી બચવા માટે જેના ઉપર મમત્વ માંડીને બેઠેલા હોય છે તેવા પ્રેમાળ કુટુંબનો, મોહક મહેલાતોનો એક સુંદર સાહાબીનો પણ એક ક્ષણમાં પરિત્યાગ કરે છે. જીવનના કારમા મોહમાં પડેલાઓને એક મરણનો ભય બતાવીને તેઓની પાસે જે કાંઈ કરાવવું હોય તે સઘળું જ કરાવી શકાય છે. એવા આત્માઓ રોગીઓ, વૈદ્યો, અને ડૉકટરોની
આધીનતા ભોગવે છે, તે મરણથી બચવા માટે જ. મરણના ભયથી સ, પ્રિયમાં પ્રિય વસ્તુનો પણ ત્યાગ જીવન મોહીઓને ભારે નથી પડતો.
ધર્મ કેવળ આત્માની મુક્તિ માટે જ છે પણ એ ત્યાગને જોતાં જ એવો પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત હું થાય કે એ તે ત્યાગ કે રાગ ? પણ આનો ઉત્તર વિવેકી આત્માઓ
તો વિના વિલંબે આપી દે છે કે એ ત્યાગ નહિ પણ રાગ અને રાગ
mane Dong ||
Page #183
--------------------------------------------------------------------------
________________
પણ સામાન્ય નહિ કિંતુ કારમો. કારણકે એ ત્યાગ સંસારથી મુક્તિ છે? અપાવનાર નથી પણ આત્માને ઉલટો સંસારમાં વધુને વધુ હતો ભટકાવનાર છે. એ જ કારણે રાજ્ય તજીને કાપેટિકના વેષમાં 8 પરિભ્રમણ કરતાં શ્રી દશરથ અને શ્રી જનક માટે પણ કોઈ એવા પ્રશ્ન કરે કે એ ત્યાગી કે રાગી ? તો કહેવું જ પડે કે દુશ્મનના હાથે અકાળે મરી ન જવાય, રાજ્ય ચાલ્યું ન જાય અને અધિક સમય = સુધી રાજ્ય ભોગવાય એ જ માટે ત્યાગી થયા છે, એ કારણે તેઓ ત્યાગી ન કહેવાય પણ રાગી જ કહેવાય. આ સ્થળે આ પણ એક વસ્તુ સમજી લેવા જેવી છે. અને તે એ જ કે વ્યાજ લેવા માટે બેંકમાં મૂડી મૂકો તે ઘન ન કહેવાય. એવી જ રીતે દુન્યવી સુખ મેળવવા માટે જ કરાતી ધર્મક્રિયા એ વાસ્તવિક રીતે ધર્મક્રિયા નથી. કારણકે ધર્મક્રિયા દુનિયાના સંબંધથી છૂટવા માટે છે. જેની પ્રાપ્તિમાં ઘોર આરંભ અને ઘોર પરિગ્રહનો પ્રચાર બેઠો છે. તેવા રાજ્યની પ્રાપ્તિ માટે જ અહિંસા પાળવી તે વસ્તુતઃ હિંસા જ છે. પ્રતિષ્ઠા સાચવવા જ અને એને લઈને વેપાર વધારવા જ સાચું બોલવું તે વસ્તુતઃ ખોટું છે દુનિયામાં પૂજાવા અને પરલોકમાં પૌદ્ગલિક સંપત્તિ મેળવવા જ સંયમ પાળવું એ વસ્તુત: અસંયમ છે. આ બધી વસ્તુઓ પણ આવા પ્રસંગે સમજવી હોય તો સમજી શકાય.
ધર્મ એ આત્માની મુક્તિ માટે છે. માટે એના દુરુપયોગનું અનુમોદન ન જ થાય. દુનિયાના સ્વાર્થ માટે સેવાતી અહિંસાથી આત્મિક લાભ ન થાય એવું માનનારે પણ એ જોઈને એવું વિચારવું ઘટે કે દુનિયાના સ્વાર્થ માટે સ્વાર્થીઓ આટલું સહે તો આત્માના લાભ માટે આપણે તો અધિક સહેવું જોઈએ અને રાજ્ય માટે આટલું લડવામાં આવે છે તો મુક્તિરાજ્યની પ્રાપ્તિ માટે કર્મ સાથે આપણે ખૂબ જ લડવું જોઈએ. પણ આ પ્રમાણે વિચારનારે દુનિયાના કોઈ પણ પદાર્થ માટે કરાતો ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી એ ગુણ ગુણ નથી પણ ગુણાભાસ છે. એ જ કારણે એની પ્રશંસામાં મૂળ વસ્તુનો ઘાત છે. આ વસ્તુ કદી જ ન ભૂલવી જોઈએ. આથી જ તેના ગુણ ન ગવાય પણ મોક્ષમાર્ગે ચાલનારા અને મોક્ષમાર્ગના
પુણ્યદયન
અભય-ક અભય-કવચન પ્રભાવે...૭
Page #184
--------------------------------------------------------------------------
________________
સિત... ભાગ-૨
રિમ-લહમણો
અવિરોધી આત્માના જિન વચનાનુસારી ગુણ ગવાય. આ ઉપરથી ગુણરાગી આત્માઓએ ગુણ અને ગુણાભાસનો વિવેક કરતાં શીખવું જોઈએ જેઓ ગુણ અને ગુણાભાસનો વિવેક નથી કરી શકતાં તેઓ ગુણાનુરાગી કદી જ નથી બની શકતાં. એવા તો ગુણાનુરાગી કહેવરાવીને ગુણના ઘાતક બને છે અને ગુણાભાસના પોષક બની જાય છે, કારણકે એવાઓ વસ્તુ સ્વરૂપનો વિચાર કરવાને બદલે આડંબર આદિમાં જ તણાઈ જાય છે. માટે કલ્યાણના અર્થીએ દરેક
વસ્તુમાં સારાસારના વિવેચક બનવું જોઈએ ૧૯ એ જ કારણે આપણે આ સ્થળે એ વાત કહીએ છીએ કે શ્રી - દશરથ મહારાજાએ અને શ્રી જનક મહારાજાએ રાજ્યનો ત્યાગ કર્યો
છે. એ વાત સાચી, પણ એથી તેઓ રાજ્યના ત્યાગી નથી, એટલું નહિ પણ તેઓના ત્યાગ રાગને માટે જ થયેલો છે. અને રાગ માટે ત્યાગ કરનાર વાસ્તવિક ત્યાગી ગણી શકાતો નથી. ડોકટર ઓપરેશન કરે અને ખાવાની ના પાડે એથી આઠ દિવસ ન ખાય એથી શું અઠ્ઠાઈ કરી કહેવાય ? કહેવું જ પડશે કે નહિ જ. કારણકે પ્રભુની આજ્ઞાના પાલન ખાતર, તપના ઇરાદે આઠ દિવસના ઉપવાસ કરે તો જ અઠ્ઠાઈ કરી કહેવાય એ જ રીતે વેપારમાં બે કલાક ભૂખ્યા રહો એ તપમાં ન ગણાય, ત્યાં બાર કલાક તડકો વેઠો એની પણ કિંમત નથી. પણ ધર્મના કામમાં ઊભા રહો તો જ લેખે ગણાય. એ ધર્મક્રિયા પણ જો કેવળ નામના જાળવવા કરાતી હોય તો તેની પણ તેની કિંમત નથી અને એથી પોતાની જાળમાં કોઈને ફસાવવા ધર્મક્રિયા કરાતી હોય તો એની કિંમત નથી, એટલું નહિ પણ એ ઘણી જ ભયંકર હાનિ કરનારી વસ્તુ છે. આ વસ્તુ પણ
ખૂબ ખ્યાલ રાખવા જેવી છે. * રાગની રક્ષા માટે જ ધરેલો ત્યાગનો વેશ આત્માને ઘસડીને હતી રાગના ઘરમાં લઈ જાય છે એમાં કશી જ શંકા નથી. શ્રી દશરથ છે અને શ્રી જનક ત્યાગના વેષમાં ફરવા છતાં પોતે રાજા છે એ કદી જ
ભૂલ્યા ન હતા અને એ એમને ભૂલવું ય ન હતું. એમને તો માત્ર એક જ રાહ જોવાતી હતી કે આગંતુક ઉપાધિ ક્યારે ટળી જાય ? વધુમાં
Page #185
--------------------------------------------------------------------------
________________
ર
આ વેષમાં પણ જો રાજ્યસુખના ભોગવટામાં ઉપયોગી વસ્તુ મળી છે જાય તો મેળવી લેવાને માટે પણ તેઓ આતુર જ હતા. એ જ કારણે ત્યાગીના વેષમાં ભૂતલ ઉપર ભ્રમણ કરતાં એ બંનેય પરસ્પર ભેગા થઈ ગયાં. અને ભેગા થઈ ગયેલાં તથા એક અવસ્થામાં આવી પડેલા IS તે બંનેય મિત્રો ઉત્તરાપથ તરફ ગયા ત્યાં તેઓએ સાંભળ્યું કે કૌતુકમંગલ નામના નગરમાં શુભમતિ રાજાની પૃથ્વી શ્રી નામની છે રાણીની કુક્ષિથી જન્મ પામેલી દીકરી અને દ્રોણમેઘની ભગિની તથા ચોસઠ કળાની ભંડાર એવી કૈકેયી નામની રાજકન્યાનો સ્વયંવર થાય છે. એ સાંભળીને તેઓ બંનેય હરિવાહન આદિ રાજાઓની મધ્યમાં હંસો જેમ કમળ ઉપર બેસે તેમ મંચો ઉપર બેઠા.
રમણીરત્નની પ્રાપ્તિ પોતાની કન્યા ઈચ્છિત વરને વરી શકે એ કારણે કન્યાનો પ્રેમી પિતા સ્વયંવર મંડપની રચના કરે છે અને અનેક રાજાઓને રાજપુત્રોની સાથે આમંત્રે છે એમાં શરતો એવી હોય છે કે કન્યા જેને વરે તેને જ કન્યા આપવાની પણ અન્યને નહિ. એ શરત મુજબ રચાયેલા મંડપમાં સઘળા આમંત્રિત રાજાઓ આવી ગયા બાદ ક્રમસર ખાસ ગોઠવવામાં આવેલા મંચાઓ ઉપર બિરાજી ગયા. પછી રત્નના અલંકારોથી વિભૂષિત થયેલું શુભમતિ રાજાનું કન્યારત્ન સાક્ષાત્ લક્ષ્મીનું જેમ આગમન થાય તેમ સ્વયંવર મંડપમાં આવ્યું, અર્થાત્ રત્નાલંકારથી અલંકૃત કરાયેલી કૈકેયી સ્વયંવર મંડપમાં આવી. પ્રતિહારિણીના હાથનું અવલંબન કરીને સ્વયંવર મંડપમાં ફરતી અને રાજાઓને જોતી તેણે કમસર ચંદ્રલેખા જેમ નક્ષત્રોને લંઘે તેમ ઘણા રાજાઓને લંધ્યા, અર્થાત્ અનેક રાજાઓને જોતી જોતી અને પસંદ નહિ કરતી એવી તે કન્યા ઘણીજ આગળ વધી. આવા સમયે રાજાઓની અધીરાઈનો પાર નથી હોતો કારણકે કન્યા એક અને અર્થી ઘણાં. સઘળાય ઈચ્છે કે મને વરે તો ઠીક, એટલે જેની પાસે તે ન આવે ત્યાં સુધી ક્યારે આવે ? એવી ઈચ્છા અને આવીને ચાલી જાય એટલે પારાવાર નિરાશા. એ રીતે અનેકને ઇચ્છાના વેગમાં ઝૂલાવતી અનેકને નિરાશાના સાગરમાં ડૂબાડતી તે
પુણ્યોદય
૧ ફી
અભય-કવચ૮ પ્રભાવે...૭
Page #186
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
રામ-લક્ષ્મણને
કૈકેયી સ્વયંવર મંડપમાં ક્રમસર રાજાઓને જોતી આગળ ચાલે છે. એ રીતે અનેકને નિરાશાના સાગરમાં ડૂબાડ્યા બાદ તે ક્રમસર ફરતી
ક્રતી શ્રી દશરથની પાસે આવી. ત્યાં આવતાની સાથે જ, ગંગા જેમ " સાગરને પામીને ઉભી રહે અને લંગર નાંખેલી નાવ જેમ પાણીમાં
ઊભી રહે તેમ તે ત્યાં જ ઊભી રહી. અતિશય હર્ષના યોગે તે એકદમ : રોમાંચિત શરીરવાળી થઈ ગઈ. અને શ્રી દશરથ રાજાના કંઠમાં જ હું પોતાની ભજલતા જેવી વરમાળાને આરોપી, કૈકેયી જેવા કન્યારત્ન
કોઈ પણ ઉત્તમ રાજાના કંઠમાં વરમાળા નહિ આરોપતાં એકાકી અને કાપેટિકના વેષમાં રહેલાના કંઠમાં વરમાળા આરોપી. એથી હરિવહાણ વગેરે રાજાઓએ એમ માન્યું કે આ કન્યાએ ખરે જ અમારો તિરસ્કાર કર્યો છે. આથી તે માની રાજાઓને પોતાનું અપમાન થયેલું ભાસ્યું. વાસ્તવિક રીતે જો વિચારવામાં આવે તો આમાં કશું જ અપમાન નથી, કારણકે કોને વરવું એ કન્યાની પસંદગીની જ વાત હતી. પણ સ્વાર્થી આત્માઓ વસ્તુસ્વરૂપનો વિચાર કરી શકતા જ નથી. એ જ કારણે હરવાહણ આદિ રાજાઓને એમાં અપમાન ભાસ્યું. અને એથી એમ માની રાજાઓ ક્રોધથી એકદમ સળગતા અગ્નિ જેમ બળી ઉઠ્યા તથા ોધના આવેશમાં ને આવેશમાં તેઓ એકદમ બોલી ઊઠ્યા કે,
अयं वराक एकाकी, वने कार्पटिकोऽनया । આદિશામાનબસ્માતમ - મિત્તot સાચતે વથમ્ ?
“આ કન્યાએ એકાકી અને ગરીબ એવા આ કાર્પેટિકને વર્યો છે. એથી આ ગરીબડો અમારી દ્વારા પઢવી લેવાતી આની રક્ષા કેવી રીતે કરી શકવાનો છે ? અર્થાત્ આની પાસેથી આ કન્યાને પડાવી લેવી એ સહેલી છે, કારણકે
આ એકાકી અને ગરીબો હોવાથી આવામાં રક્ષણ કરવાની શક્તિ નથી.” ?િ એ પ્રમાણે આરોપપૂર્વક ઘણું ઘણું બોલતાં તે રાજાઓ (2 એકદમ પોતાની છાવણીઓમાં ગયા અને ત્યાં જઈને તેઓ સઘળાય સર્વ પ્રકારે યુદ્ધ કરવાને સજ્જ થયા.
રંગમંડપ યુદ્ધમંડપના રૂપમાં છે. આ ખોટા અભિમાનના કારણે સ્વયંવરમંડપ એ દુનિયાની
Page #187
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિએ એક જાતનો રંગમંડપ ગણાય. પણ એ રંગમંડપ, રંગમંડપ છે મટીને યુદ્ધમંડપ બની ગયો. હરિયાણ આદિ રાજાઓ વિના કારણે તેની ક્રોધાવેશમાં આવી જઈને યુદ્ધ માટે તૈયાર થવા લાગ્યા. એટલે હું શ્રીમતી કૈકેયી કન્યારત્નના પિતા તે શુભમતિ મહીપતિ પણ શ્રી છે દશરથના પક્ષમાં મહાન ઉત્સાહને ધરનાર થઈને ચાર અંગવાળી ઉં સેનાથી સજ્જ થયા. જ્યારે આવો બનાવ બનતાં જોયો ત્યારે – એકાકી એવા રઘુવંશી શ્રી દશરથે પણ શ્રીમતી કૈકેયીને કહ્યું કે, कुरु प्रिये ! सारथित्वं यथा मथ्नाम्यमून द्विषः ।
“હે પ્રિયે ! તું મારું સારથિપણું કર કે જેથી હું આ દુમનોનું મથન કરી નાંખું !”
પોતાના પતિની આવા પ્રકારની આજ્ઞાનું શ્રવણ કરતાંની સાથે જ શ્રીમતી કૈકેયી એકદમ ઘોડાનો દોર પકડીને મહારથ ઉપર આરુઢ થઈ ગઈ. કારણકે તે બુદ્ધિશાલિની ચોસઠ કલાઓમાં હોંશિયાર હતી. પોતાની પ્રિયા શ્રીમતી કેકેયીએ આજ્ઞા મુજબ સારથિપણું સ્વીકાર્યું કે તરત જ ધવી, નિષગી અને સત્તાહી એવો શ્રી દશરથ પણ પોતે એકલો હતો તે છતાં પણ દુશ્મનોને તૃણની જેમ ગણતો તે રથ ઉપર આરુઢ થઈ ગયો. શ્રીમતી કૈકેયી એકલી પોતાની સારથિપણાની કળાના પ્રતાપે હરિયાણ આદિ રાજાઓના રથોની સાથે વેગથી પોતાના રથને એકી સાથે યોજતી હોય તેમ 6 પ્રત્યેકની સાથે યોજવા લાગી. શીઘવેધી અને અખંડ પરાક્રમી બીજા ઈન્દ્રના જેવા શ્રી દશરથે પણ એક એક કરીને તેઓના રથને ખંડિત ૧૯૯ કરી નાંખ્યા.
વિજય, પાણિગ્રહણ અને વર પ્રદાન આ પ્રકારના પરાક્રમ દ્વારા સઘળાય રાજાઓને ભગાડ્યા. અને જંગમ જગતી જેવી શ્રીમતી કૈકેયી સાથે પાણિગ્રહણ કર્યું. પરાક્રમી એક હોવા છતાં પણ પરાક્રમ દ્વારા હજારો દુશ્મનોને હરાવી શકે છે. સમર્થ પરાક્રમીને સારો સારથિ મળી જાય પછી પૂછવું જ શું? કલાસંપન્ન સ્ત્રી, પરાક્રમી રાજા માટે જંગમ પૃથ્વીની ઉપમાને પામે એમાં પણ આશ્ચર્ય શું?
પુણ્યોદયના
અભય-કવચન, પ્રભવે...૭
Page #188
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૧૭૦
........રામ-લક્ષ્મણને
__0
શ્રીમતી કૈકેયીના સારથિપણાથી રંજિત થયેલા અને રથી એવા શ્રી દશરથ રાજાએ પોતાની તે નવોઢા પત્ની કૈકેયીને કહ્યું કે वरं याचस्व देवि ! त्वत्सारथ्येनास्मि रंजितः । याचिष्ये समये स्वामि- न्न्यासीभूतोऽस्तु मे वरः ॥
‘હે દેવી ! હું તારા સારથિપણાથી રંજિત થયો છું. માટે તું વરદાનની માંગણી કર.' આના ઉત્તરમાં હોંશિયાર એવી શ્રીમતી કૈકેયીએ પણ માત્ર એટલું જ કહ્યું કે, ‘હે સ્વામિન્ ! આપ આપો છો એ વરદાન હાલમાં આપની પાસે થાપણ રૂપે રહો. હું એ વરદાનને યોગ્ય સમયે આપની પાસેથી યાચીશ.' બંનેય પુનઃ રાજ્યારૂઢ પોતાની પ્રિયાના આ કથનનો રાજાએ આનંદપૂર્વક સ્વીકાર કર્યો. આ પછી બળાત્કારથી આણેલા પારકા સૈન્યોથી અસંખ્યાત પરિવારવાળા બનેલા શ્રી દશરથ રાજા લક્ષ્મીના જેવી શ્રીમતી કૈકેયીની સાથે રાજગૃહ નગરમાં ગયા. જનક રાજા પણ તે પછી પોતાની નગરીમાં ગયા કારણકે સમયને જાણનારા બુદ્ધિશાળીઓ જેમ તેમ રહેતા નથી. શ્રી દશરથ રાજા તો ત્યાં મગધેશ્વર ઉપર વિજય મેળવીને રાજગૃહ નગરમાં જ રહ્યા. પણ શ્રી બિભીષણ આવે અને કદાચ ઉપદ્રવ મચાવે તેવી શંકાથી અયોધ્યામાં ગયા નહી. રાજગૃહ નગરમાં જ રહેલા શ્રી દશરથ પૃથિવીપતિએ અપરાજિતા આદિ સ્ત્રીપરિવારવાળા અંત:પુરને રાજગૃહમાં જ બોલાવી દીધું. કારણકે પરાક્રમીઓનું રાજ્ય સર્વત્ર હોય છે. રાણીઓની સાથે રમતા દશરથ મહારાજા તે રાજગૃહ નગરમાં ચિર સમય સુધી રહ્યાં. કારણકે સ્વયં પ્રાપ્ત કરેલી પૃથ્વી રાજાઓને વિશેષ પ્રીતિ માટે થાય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
આનંદ અને શોકના અવસરો તે સંસાર
८
સંસારનું સ્વરુપ અનેક દૃષ્ટિએ વિચારી શકાય, તેમાં એમ પણ કહેવાય કે એકબાજુ આનંદની છોળો ઉછળતી હોય અને બીજી બાજુ શોકનું સામ્રાજ્ય છવાયું હોય તેવું અહીં બન્યા જ કરે.
શ્રી દશરથ મહારાજાએ રાજગૃહીમાં પોતાના અંતપુરને બોલાવી લીધું ત્યાં સ્વપ્નસૂચિત રામ-લક્ષ્મણનો જન્મ, પછી અયોધ્યામાં ગયા બાદ, ભરત-શત્રુઘ્નનો જન્મ થયો તેથી શ્રી દશરથ રાજાને ત્યાં આનંદમય વાતાવરણ છે.
તો બીજી બાજુ જનકરાજાને ત્યાં વિદેહાની કુક્ષીથી પુત્રપુત્રી યુગલનો જન્મ થતાં જ, પુત્રનું અપહરણ થાય છે. પુત્રી જન્મથી આનંદ, અને પુત્રના અપહરણથી શોકમય વાતાવરણ બને છે.
ત્યાં
વૈતાઢ્યગિરિના ચન્દ્રગતિ વિદ્યાધરને અપહૃત પુત્રના આગમનથી આનંદ છવાયો છે. આ સ્થિતિ છે સંસારની ! આ પ્રકરણમાં આ બધાના ચિત્ર-વિચિત્ર પૂર્વભવોનું વર્ણન છે.
-શ્રી
૧૭૧
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આનંદ અને શોકના અવસરો તે સંસાર
• શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીનો જન્મ
આનંદ અને ઉત્સવની ઉજવણી • સાત સ્વપ્રોનું દર્શના • વિશિષ્ટ પ્રકારનો જન્મોત્સવ • વયની વૃદ્ધિ સાથે સર્વ વૃદ્ધિ • દશરથની નિર્ભયતા અને
રાજગૃહથી અયોધ્યા. • ભરત અને શત્રુઘ્નનો જન્મ ૦ કામાતુર અધમાં
આત્માની કરપીણ વૃત્તિ • એકની લાલસાથી અનેકો આપત્તિમાં જ દુ:ખીને પણ ધર્મનું જ દાન • વ્રતનું અલ્પમાં અલ્પ ફળ • મોહનું કેવું મહાકારમું નાટક » ભોગાસક્તિની અતિશય ભયંકરતા
કામદેવનું કારમું નાટક • અંતે કુંડલમંડિત પણ ધર્મને પામ્યો ૦ સંસારની કારમી વિરસતા • સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત • આવેલજન્ય અજ્ઞાનનો ઉત્પાત છે જ્ઞાનના સદુપયોગનો ઉત્તમ લાભ 0 કર્મની વિચિત્રતા વિચારવી જરૂરી છે જ એક બાજુ રમાનંદ : બીજી બાજુ શોક
Page #191
--------------------------------------------------------------------------
________________
८
આનંદ અને શોકના અવસરો તે સંસાર
શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીનો જન્મ રાજગૃહીમાં રાજધાની સ્થાપીને આનંદ કરતા શ્રી દશરથ મહારાજાની મુખ્ય પટ્ટરાણી શ્રીમતી અપરાજિતા-કૌશલ્યાદેવીએ એક દિવસે રાત્રી બાકી હતી ત્યારે એક સ્વપ્ન નિશાશેષમાં જોયું એ સ્વપ્નમાં બળદેવના જન્મને સૂચવનાર ૧-હાથી, ૨-સિંહ, ૩-ચંદ્ર, ૪-સૂર્ય, આ ચાર જોયા. કારણકે તે સમયે પુષ્કરિણીંમાં જેમ મરાલ એટલે હંસ ઉતરે તેમ તે અપરાજિતા દેવીની કુક્ષિમાં બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકથી ચ્યવીને એક મહર્ધિક દેવ અવતર્યો હતો. શ્રી બળદેવનો આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા સ્વપ્નમાં ચાર વસ્તુ જુએ છે. અને એથી શાસ્ત્ર એમ ફરમાવે છે કે શ્રી બળદેવની માતા ચાર સ્વપ્નો જુએ છે. બ્રહ્મલોકથી આવીને જે એક મહદ્ધિક દેવ શ્રીમતી અપરાજિતા દેવીની કુક્ષિમાં અવતર્યો, તે શ્રી બલદેવ થનારો હોવાથી શ્રીમતી અપરાજિતા દેવીએ પણ ચાર સ્વપ્નો જોયા. તેમાં પ્રથમ હતો હસ્તિ. બીજામાં હતો સિંહ, ત્રીજામાં હતો ચંદ્ર, અને ચોથામાં હતો સૂર્ય.
ચાર સુંદર સ્વપ્નોનાં દર્શનથી શ્રી બળદેવ ગર્ભમાં આવેલ છે. એમ જાણીને આનંદ પામતી શ્રીમતી અપરાજિતા માતાએ ગર્ભનું સુંદર રીતે પાલન કરતી અપરાજિતા માતાએ વર્ષે કરીને
આનંદ અને
૧૭૩
શોકના અવસરો તે સંસાર...૮
Page #192
--------------------------------------------------------------------------
________________
સતત. ભાગ-૨
રિમ-લક્ષમણને
પુંડરીકકમળની પણ વિડંબના કરનાર નરપુંડરીક પુત્રને જન્મ આપ્યો. એ શ્રીમતી અપરાજિતા માતાથી જન્મ પામેલો પુત્ર લોકોમાં પુંડરિક સમો હતો અને લક્ષણોથી સંપૂર્ણ હતો. કમળોમાં જેમ પુંડરીક શ્રેષ્ઠ ગણાય છે તેમ આ પુત્ર પણ લોકોમાં પુંડરિકની જેમ શ્રેષ્ઠ ગણાતો.
આનંદ અને ઉત્સવની ઉજવણી મનુષ્યોમાં પુંડરીક સમા વર્ણથી પુંડરીક કમલની વિડંબના કરનાર અને લક્ષણોથી સંપૂર્ણ એવા તે પ્રથમ પુત્રરત્નના મુખકમળને જોવાથી શ્રી દશરથ મહારાજા પૂર્ણિમાના ચંદ્રના દર્શનથી સાગર જેમ આનંદ પામે તેમ અતિશય આનંદ પામ્યા. અતિશય આનંદ પામેલા શ્રી દશરથ મહારાજાએ તે સમયે અર્થીઓને ચિંતામણીની જેમ માગ્યું દાન આપ્યું. કારણકે,
“નોdhથતિ નાતે નંહને ઢીનમહાયમ્ ”
“આ લોકની સ્થિતિ છે કે પુત્રની ઉત્પત્તિ થયે છતે ક્ષય ન પામે એવું ઘન દેવું જોઈએ.”
જેમ દશરથ મહારાજાએ અઢળક દાન દઈને પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો તેમ તે સમયે લોકોએ પણ પોતાની મેળે જ મોટો ઉત્સવ ઉજવ્યો. કારણકે બળદેવના જન્મથી શ્રી દશરથ મહારાજા કરતાં પણ લોકો અતિશય આનંદિત થયા હતા. અતિશય આનંદનો એ સ્વભાવ છે કે એના પ્રતાપે લોકો વિના પ્રેરણાએ જ મોટા ઉત્સવને ઉજવે. ઉત્સવ ઉજવવામાં ઉદ્યમશીલ થયેલા નગરના
લોકો દુર્વા, પુષ્પો, અને ફળ આદિથી અલંકૃત કરેલાં કલ્યાણપાત્રો, છે પૂર્ણપાત્રો રાજાના ઘરે લઈ ગયા અને તે વખતે આખાએ નગરમાં 4 લોકોએ સર્વત્ર સુંદર ગીતો ગાવા માંડ્યા. સર્વત્ર કુંકુમના છાંટણા કર્યા અને સર્વત્ર તોરણોથી શ્રેણીઓ બાંધી દીધી. તે પુણ્યશાળી પુત્રના પ્રભાવથી તે સમયે શ્રી દશરથ મહારાજા પાસે અચિતિતપણે રાજાઓનાં ભેટણાં આવ્યાં.
(
IિBILE
DOID
Page #193
--------------------------------------------------------------------------
________________
bacmd000
આ પ્રકારના આનંદભર્યા ઉત્સવને ઉજવવામાં રક્ત બનેલા છે? શ્રી દશરથ મહારાજાએ લક્ષ્મીના નિવાસને માટે કમળસમા પોતાના હાથR તે પુત્રનું ‘પદ્મ એવું નામ પાડ્યું. તે શ્રી દશરથ મહારાજાના પુત્ર જેમ 'પદ્મ' નામથી પણ પ્રસિદ્ધિને પામ્યા, તેમ ‘રામ' નામથી પણ પ્રસિદ્ધિને પામ્યા.
સાત સ્વપ્નોનું દર્શન શ્રી દશરથ મહારાજાની બીજી ધર્મપત્ની સુમિત્રાએ પણ સ્વપ્નમાં વિષ્ણુના જન્મનું સૂચન કરાવનારા ૧-હાથી, ૨-સિંહ, ૩સૂર્ય, ૪-ચંદ્ર, પ-અગ્નિ, ૬-લક્ષ્મીદેવી અને ૭-સમુદ્ર. આ સાત પદાર્થોને રાત્રિના અંતે જોયા કારણકે તે સમયે સુમિત્રાદેવીના ઉદરમાં દેવલોકથી આવીને એક પરમઋદ્ધિવાળા દેવ અવતર્યા હતા. જેમ બળદેવની માતા બલદેવ ગર્ભમાં આવવાથી ચાર સ્વપ્ન જુએ છે તેમ વિષ્ણુની માતા વિષ્ણુ ગર્ભમાં આવે ત્યારે સાત સુંદર સ્વપ્નોનું દર્શન કરે છે.
સાત સ્વપ્નોનાં દર્શનથી મારો પુત્ર વિષ્ણુ થશે.” એમ માનતી અને આનંદ પામતી સુમિત્રા નામની માતાએ પણ સમયે વર્ષાઋતુના મેઘ જેવા વર્ણવાળા સંપૂર્ણ લક્ષણને ધરનારા અને જગન્ના મિત્ર સમા ૧૭૫ પુત્રરત્નને જન્મ આપ્યો. શ્રી રામચન્દ્રજી જ્યારે વર્ણથી શ્વેત હતા ત્યારે આ વર્ણથી શ્યામ હતા અને શ્રી રામચંદ્રજી જેમ સંપૂર્ણ લક્ષણોને ધરનારા હતા તેમ આ શ્રીમતી સુમિત્રા માતાથી જન્મ પામેલા પુત્રરત્ન પણ સંપૂર્ણ લક્ષણોને ધરનારા હતા.
વિશિષ્ટ પ્રકારનો જન્મોત્સવ શ્રીમતી સુમિત્રાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બીજા પુત્રરત્નની ઉત્પત્તિથી આનંદમગ્ન બની ગયેલા શ્રી દશરથ મારાજાએ કેવા પ્રકારનો જન્મોત્સવ ઉજવ્યો, એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે,
આનંદ અને
શકા અવસરો તે સંસદ૨.૮
Page #194
--------------------------------------------------------------------------
________________
-)))
૨
-)
पुरचैत्येषु सर्वेषु, श्रीमतामर्हतां तदा । Qિશેષાષ્ટિદા પૂનાં, સિપૂર્વ વ્યથાનૂપઃ नृपतिर्मोचयामास, धृतान् बंदिरिपूनपि । को वा न जीवति सुखं, पुरुषोत्तमजन्मनि ॥ सोच्छ्वासः सप्रजो राजा, न केवलमभूत्तदा । वसुमत्यपि देवी हा - गुच्छ्वासं प्रत्यपद्यत ।। रामजन्मनि भूपालो, यथाकृत महोत्सवम् । तथा तमधिकं चक्रे, हर्ष को नाम तृप्यति ॥
શ્રીમતી સુમિત્રા રાણીથી જન્મ પામેલા પુત્રરત્નના જન્મ સમયે શ્રી દશરથ મહારાજાએ પોતાના પુરમાં રહેલા સઘળાય શ્રી જિનચૈત્યમાં
સ્નાત્રપૂર્વક શ્રી અરિહંત પરમાત્માઓની વિશેષ કરીને આઠ પ્રકારે પૂજા કરી. વધુમાં શ્રી દશરથ મહારાજાએ પકડી રાખેલા દુશ્મન કેદીઓને પણ મૂકાવી દીધા. કારણકે પુરુષોત્તમના જન્મ સમયે કોણ સુખપૂર્વક ના જીવે ? અર્થાત્ પુરુષોત્તમના જન્મ થવાના પ્રતાપે સૌ કોઈ સુખપૂર્વક જીવે એમાં કશું જ આશ્ચર્ય નથી. તે સમયે પ્રજા સાથે કેવલ એકલા શ્રી દશરથ મહારાજા જ સોચ્છવાસ થયા હતા એમ ન હતું. કિંતુ પૃથિવીદેવી પણ તે સમયે એકદમ ઉચ્છવાસને પામી હતી. જે રીતે શ્રી દશરથ મહારાજાએ શ્રી રામચંદ્રજીના જન્મ સમયે જેવો જન્મ મહોત્સવ ઉજવ્યો હતો તે રીતે શ્રી સુમિત્રા દેવીથી ઉત્પન્ન થયેલા પોતાના બીજા પુત્રરત્નનો પણ તે મહોત્સવ અધિકપણે ઉજવ્યો હતો. કારણકે હર્ષમાં તૃપ્તિને કોણ પામે છે ? અર્થાત્ હર્ષનો સ્વભાવ જ એવો છે કે પ્રથમ કરતાં પણ અધિક જ ઉઘાપન કરાવે.
શ્રી સુમિત્રાદેવીથી ઉત્પન્ન થયેલા પોતાના તે બીજા પુત્રનું નામ શ્રી દશરથ મહારાજાએ ‘નારાયણ' પાડ્યું. પણ તે ભૂમિ ઉપર ખ્યાતિ
તો પોતાના લક્ષ્મણ' એવા બીજા નામથી પામ્યા. આ રીતે P અપરાજિતાદેવીથી ઉત્પન્ન થયેલા પદ્મ નામના પ્રથમ પુત્ર, રામ હARનામથી પ્રસિદ્ધિને પામ્યા. ત્યારે સુમિત્રાદેવીથી ઉત્પન્ન થયેલ નારાયણ નામના બીજા પુત્ર લક્ષ્મણ નામથી ખ્યાતિ પામ્યા.
વયની વૃદ્ધિ સાથે સર્વ વૃદ્ધિ રામ અને લક્ષ્મણ નામથી પ્રસિદ્ધિને પામેલા તે બંનેય
Page #195
--------------------------------------------------------------------------
________________
દૂધપાન કરતાં પુત્રરત્નો, ક્રમે કરીને પિતાની ઘઢી-મૂછના કેશનું છે ખેંચવાની ક્રીડામાં શિક્ષક સમા એ જ કારણે વિશિષ્ટ પ્રકારના એવા બાલપણાને પામ્યા. શરૂઆતમાં બાળપણ જ્યારે કેવળ દૂધપાનમાં હું જ પર્યાપ્ત થાય છે ત્યારે તે પછીના બાળપણમાં કંઈક વિશિષ્ટતા આવે છે. એ ન્યાયે રામ અને લક્ષ્મણ નામના બાળકોમાં પણ વિશિષ્ટ પ્રકારનું બાળપણ આવ્યું. એ બાળપણના પ્રતાપે તેઓ પિતાની દાઢી-મૂછના વાળોનું આકર્ષણ કરવા લાગ્યા. પોતાના બાળકો જ્યારે દાઢી-મૂછના વાળોને ખેંચે છે ત્યારે મોહમગ્ન પિતાને ઘણો જ આનંદ થાય છે. એ ન્યાયે પોતાના પુત્રરત્નોની એવા પ્રકારની બાળક્રીડાના પ્રતાપે આનંદ પામતા શ્રી દશરથ મહારાજા, ધાત્રીઓ દ્વારા લાલનપાલન કરાતા તે બંને બાળકોને જાણે તે પોતાના બીજા બે ઘેદંડો હોય તેની જેમ અતિશય આનંદથી વારંવાર જોતા, અર્થાત્ શ્રી દશરથ મહારાજા તે પુત્રરત્નોને પોતાના ભુજાદંડ જેવા માનતા અને હર્ષભર્યા હદયે વારંવાર નીહાળતાં. તે પુણ્યશાળી બાળકો પણ સભામાં બીરાજનારા રાજાઓના અંગો ઉપર સ્પર્શ દ્વારા સુધાને જ જાણે ન વર્ષાવતા હોય તેમ આનંદ આપતા છતા તે રાજાઓના ખોળા ઉપરથી સંચરવા લાગ્યા. અર્થાત્ એ પુણ્યશાળી બાળકો સભામાં બિરાજતા રાજાઓના ખોળાઓમાં એકથી બીજામાં અને બીજાથી ત્રીજામાં એમ સંચરતા અને એ બાળકોના સ્પર્શથી રાજાઓને પણ પોતા ઉપર અમૃતની વૃષ્ટિ થતી હોય એમ લાગતું અને એથી એ રાજાઓ પણ આનંદપૂર્વક એ રીતે એ બાળકોને ખેલાવતા. આવી આનંદમય રીતે ક્રમસર વૃદ્ધિને પામતા તે બંનેય બાળકો નીલ અને પીત વસ્ત્રોને ધરતા થઈને પાદપાતથી પૃથ્વીતલને કંપાવતા થકા સઘય વિચરવા લાગ્યા. અર્થાત્ એ બાળકો પૈકીના રામ નીલ વસ્ત્રો ધારણ કરતા અને લક્ષ્મણ પીત વસ્ત્રો ધારણ કરતા અને એ ઉભય જ્યારે ચાલતા ત્યારે તેઓના પાદપાતથી ધરણી ધ્રુજતી.
આનંદ અને
કઈ અવસર તે સંસર...૮
Page #196
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૧૭૮
........રામ-લક્ષ્મણને
આવા પ્રકારના પરાક્રમી એવા તે બંનેય સાક્ષાત્ અંગધારી પુણ્યના પુંજ જેવા શ્રી દશરથ પુત્રો, કલાચાર્યને માત્ર સાક્ષીરૂપ જ બનાવીને ક્રમસર સઘળી જ કલાઓને શીખી ગયા. અર્થાત્ તે બાળકો એવા પુણ્યશાળી હતા કે જેથી કલાભ્યાસ કરવામાં તેઓને કશી જ મુશ્કેલી ન પડી અને કલાભ્યાસ કરાવવામાં કલાચાર્યને પણ કશી જ મુશ્કેલી ન નડી. કિંતુ કલાચાર્ય તો માત્ર એક સાક્ષીરૂપ જ રહ્યા અને કલાચાર્યના સાક્ષીપણામાં વિના પ્રયાસે પણ પોતાની પૂર્વની આરાધનાના પ્રતાપે સકળ કળાઓના તે બંનેય પારગામી થયા. કલાના પારગામી બનવા સાથે તેઓ બળવાન પણ એવા જ બન્યા કે મહાપરાક્રમી એવા તે બંનેય જેમ લીલામુષ્ટિના પ્રહારથી જેમ લીલામાત્રથી હિમના કર્પરને ભાંગી નાખે તેમ પર્વતોને પણ દળી નાંખતા હતા. અર્થાત્ જેમ હિમપાત્રોને લીલાપૂર્વક એક સામાન્ય મુષ્ટિના પ્રહારથી ભેદી નખાય તેમ તે પરાક્રમી બાળકો મુષ્ટિના પ્રહારથી પર્વતોને પણ લીલાપૂર્વક દળી નાખતા હતા. શ્રમના સ્થાનમાં પણ જ્યારે તેઓ બાણને ધનુષ્ય ઉપર ચઢાવતા ત્યારે સૂર્ય પણ ખૂબ કંપતો અને બિચારો તે વિંધાઈ જવાની શંકાથી ઉંચે જ રહેવા લાગ્યો. પરાક્રમી એવા પણ દુશ્મનોના બળને તેઓ તૃણના જેવું માનતા અને પોતાના શસ્ત્ર કૌશલ્યને તેઓ કૌતુકને માટે જ હોય તેમ માનતા. અર્થાત્ દુશ્મનોને જીતવા એ પણ એ પરાક્રમીઓને મન સરળ હતું. અને શાસ્ત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી એ પણ એ બુદ્ધિશાળીઓને મન સહેલું હતું.
દશરથની નિર્ભયતા અને રાજગૃહથી અયોધ્યા આવા પ્રકારે સર્વ રીતે વૃદ્ધિને પામતા પોતાના તે બાળકોના શસ્ત્ર અને અસ્ત્રના કૌશલ્યથી અને ઉંચામાં ઊંચી કોટીના ભુજાબળથી શ્રી દશરથ મહારાજા પોતાને દેવો અને અસુરોથી પણ અજય્ય માનવા લાગ્યા. પોતાના પુત્રોની શસ્ત્રો અને અસ્ત્રોની કુશળતાથી અને અજોડ ભુજાબળથી દશરથ મહારાજાને ખાત્રી થઈ ગઈ કે હવે
Page #197
--------------------------------------------------------------------------
________________
મને દેવો પણ જીતી શકે તેમ નથી. અને અસુરો પણ જીતી શકે તેમ છે નથી. આવા પ્રકારની ખાત્રી થવાથી ભયભીત મટીને શ્રી દશરથ થી છે મહારાજા હવે સંપૂર્ણ નિર્ભય બન્યા, અને જે ભયથી અયોધ્યા કે જે પોતાની મૂળ રાજધાની છે ત્યાં નહોતા જતા તે હવે પોતાના કુમારોના પરાક્રમથી તે ભય ચાલ્યો જવાથી ધીરતાનું અવલંબન કરીને શ્રી દશરથ મહારાજા ઇક્વાકુઓની રાજધાનીરૂપ અયોધ્યામાં પધાર્યા. અને મેઘો વિખરાઈ ગયા પછી પ્રતાપથી દીપતો સૂર્ય જેમ તપે, તેમ દુર્દશાનો નાશ થયા પછી પ્રતાપથી દીપતા શ્રી દશરથ મહારાજા પણ પૃથ્વી ઉપર અનુશાસન કરવા લાગ્યા.
ભરત અને શત્રુઘ્નનો જન્મ અયોધ્યામાં રાજધાનીને કરતા દશરથ મહારાજાની ધર્મપત્ની શ્રી કૈકેયીએ એક દિવસે શુભ સ્વપ્નોથી સૂચિત થયેલા અને શ્રી ભરતના ભૂષણ સમા શ્રી ભરત નામના પુત્રને જન્મ આપ્યો અને શ્રી સુપ્રભા નામની ધર્મપત્નીએ પણ શત્રુઓને હણનારું છે ભુજાઓનું પરાક્રમ જેનું. અને કુલને આનંદ આપનાર, શ્રી શત્રુધ્ધ નામના પુત્રને જન્મ આપ્યો.
અર્થાત્ શ્રી દશરથ મહારાજાને બીજા પણ બે પુત્ર થયા. ૯ તેમાંના એક શ્રી કૈકેયી નામની રાણીથી અને બીજો સુપ્રભા નામની રાણીથી. કૈકેયી નામની રાણીથી ઉત્પન્ન થયેલા ભરત ભૂષણરૂપ પુત્રનું નામ ભરત પાડ્યું અને સુપ્રભા નામની રાણીથી ઉત્પન્ન થયેલા પુત્રનું નામ શત્રુધ્ધ રાખ્યું.
અને એ બંને બાળકો પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ જ ન હોય એવા દીપવા લાગ્યા. અર્થાત્ એ બંને બાળકો લોકોને બળદેવ અને વાસુદેવની ભ્રાંતિ કરાવતા, જેમ સ્નેહના પ્રતાપે બળદેવ અને વાસુદેવ એકબીજાથી અલગ નહોતા રહેતા તેમ ભરત અને શત્રુઘ્ન પણ સ્નેહથી રાત્રિ અને દિવસ સાથે જ રહેતા અને,
આનંદ અને
કન અવસરો તે સંસાર...૮
Page #198
--------------------------------------------------------------------------
________________
સીત. ભાગ-૨
રામ-લક્ષમણને
रेजे राजा दशरथ - श्चतुभिरपि तैः सुत्तैः । गजढन्ताकृतिनगै - रिव मेरुमहीधरः ॥
“ગજદૂતોની આકૃતિવાળા પર્વતોથી જેમ શ્રી મેરુ નામનો મહિધર શોભે છે તેમ તે ચારે પણ પુત્રોથી શ્રી દશરથ મહારાજા શોભે છે. અર્થાત્ શ્રી દશરથ મહારાજા શ્રી મેરુ પર્વતની જેમ દીપે છે.”
કામાતુર અધમ આત્માની કરપીણ વૃત્તિ આ શ્રી જંબુદ્વિપમાં આવેલા આ જ ભરતક્ષેત્રમાં એક ઘરૂ નામનું ગામ હતું. એ ગામમાં વસુભૂતિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે | ૧૮૦
બ્રાહ્મણને અનુકોશા નામની પત્ની હતી. અનુકોશા નામની પત્નીથી વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામનો પુત્ર થયો. એ અતિભૂતિ અને સરસા નામની પત્ની થઈ. અતિભૂતિની પત્ની સરસાની ઉપર કયા નામના એક બ્રાહ્મણને રાગ ઉત્પન્ન થયો એ રાગના પ્રતાપે તેણે છળથી એક દિવસે તેનું અપહરણ કર્યું. આ બનાવને ઉદ્દેશીને જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે, 'હિં ન Qર્થાત્ ઐરતુર” કામદેવથી પીડાતો આત્મા શું ન કરે? અર્થાત્ કામદેવથી પીડાતો આત્મા સઘળાંય પાપો કરવા માટે નિર્લજ્જ હોય છે.
કામાતુર આત્માની આવી પ્રવૃત્તિથી સમજી શકાશે કે કામાતુર આત્માની વૃત્તિને કરપીણ થતાં વાર નથી લાગતી. કામાતુર આત્માઓ પોતાની કામ લાલસાઓને સંપૂર્ણ કરવા માટે સામાં આત્માનું શું થશે? તેની એક લેશ પણ ચિંતા નથી કરતા. એ
ચિંતાના અભાવે તેઓને અકરણીય કરવામાં કશો જ સંકોચ નથી જી થતો. અન્યથા પરસ્ત્રીઓનું હરણ એ શું ઓછી ભયંકર વસ્તુ છે ? હતીએ ગમે તેવી ભયંકર વસ્તુ હોય પણ કામાતુર આત્માઓ પોતાની
તેવી વૃત્તિને યોગે એક ક્ષણમાં અકાર્ય કરી નાંખે છે. એ જ રીતે કયા નામના બ્રાહ્મણે અતિભૂતિની સરસા નામની પત્નીનું છળપૂર્વક અપહરણ કર્યું.
Page #199
--------------------------------------------------------------------------
________________
એકની લાલસાથી અનેકો આપત્તિમાં
કામાતુર કયાનકે સરસાનું હરણ કર્યું તે પછી અતિભૂતિ છ નામનો તેનો પતિ દુ:ખિત હૃદયે તેને શોધવા નીકળ્યો. અને તેની શોધ માટે તે બિચારો એક ભૂત ભમે તેની જેમ પૃથ્વી ઉપર ખૂબ જ ભટક્યો. પણ તેને તેનો કશોજ પત્તો મળ્યો નહીં. સરસા નામની પત્નીને પોતાના ઘરમાં નહિ જોવાથી તેની શોધમાં જેમ અતિભૂતિ નીકળ્યો તેમ અતિભૂતિ નામના પુત્રને અને સરસા નામની પુત્રવધુને નહિ જોવાથી એ ઉભયની શોધ માટે અતિભૂતિની માતા અનુકોશા અને પિતા વસુભૂતિ એ બંને પણ પૃથ્વી ઉપર ખૂબ જ ફર્યા.
વિચારો કે એક આત્માને કામ લાલસાએ અનેક આત્માઓને કેવી અને કેટલી આપત્તિમાં મૂક્યાં ? પત્નીની પાછળ પતિ ભટકે, અને પુત્ર તથા પુત્રવધુ માટે માતા-પિતા પણ આથડે અને એ રીતે ત્રણે આત્માઓ કારમી વિયોગ વેદના સહે એ સઘળાયમાં હેતુ એ કયાનની કામલાલસા જ છે કે બીજું કંઈ છે અર્થ અને કામની આસક્તિનો એ પ્રભાવ જ છે કે એના ઉપાસક આત્માઓ અનેકને આફતમાં મૂક્યા જ કરે છે.
પુણ્યશાળી આત્માઓને અચાનક હિતકર વસ્તુનો યોગ થઈ જાય છે. પુત્ર અને પુત્રવધૂની શોધ માટે નીકળેલ વસુભૂતિ અને અનુકોશા ખૂબ જ ભટક્યા. પણ તેઓને પુત્ર કે પુત્રવધૂ ઉભયમાંથી
એકનું પણ દર્શન થયું નહીં. આથી ઉદ્વિગ્ન હૃદયે ભટકતાં તેઓને કોઈ એક દિવસ સાધુમહારાજાનું દર્શન થયું. સાધુના દર્શનથી તે બંને પુણ્યાત્માઓને અંત:કરણમાં ભક્તિ જાગી. હૃદયમાં જાગેલી ભક્તિના યોગે તે બંને પુણ્યાત્માઓએ સાધુ મહારાજને વંદન કર્યું.
દુઃખીને પણ ધર્મનું જ દાન આપણે જાણીએ છીએ કે આ વસુભૂતિ અને અનુકોશા બંને દુ:ખી અવસ્થામાં ભટકે છે. અને તેઓના મુખ ઉપર છવાયેલી ઉદ્વિગ્નતાના દર્શનથી સાધુ મહારાજા પણ આત્માઓ દુ:ખી છે તેમ
આનંદ અને
૧૮૧/
શોકના અવસરો તે સંસાર...૮
Page #200
--------------------------------------------------------------------------
________________
ખુશીથી મળી શકે છે. તે છતાં પણ એ પરમ ઉપકારી સાધુ મહારાજાએ તેઓને તેઓના દુ:ખને લગતી પ્રશ્ન પરંપરા નહિ કરતાં ધર્મનું જ દાન કર્યું.
સિત.... ભાગ-૨
રમ-લક્ષમણને
____ "श्रुतधर्मों च तत्पाचे, तौ द्वौ जगृहतुर्बतम् ।
गुर्वादिष्टानुकोशागा - दार्यिकां कमलश्रियम् ॥"
કારણે વસુભૂતિ અને અનુકોશા એ બંનેય જણે તે સાધુમહારાજા પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. ધર્મશ્રવણના પ્રતાપે તે બંને જણે દીક્ષા અંગીકાર કરી, પછી વસુભૂતિ ગુરુદેવની સેવામાં રહ્યા. અને ગુરુદેવની આજ્ઞાથી અનુકોશા કમલશ્રી નામની આર્થિકા એટલે સાધ્વીની સેવામાં ગઈ.
વ્રતનું અલ્પમાં અલ્પ ફળ વિચારો કે સદ્ગુરુનો પ્રતાપ આત્માને કેવી રીતે ફળે છે ? સદ્ગુરુના યોગને સફળ કરવાનો પ્રયત્ન કરનારા આત્માઓ જરૂર તે યોગને સુંદરમાં સુંદર રીતે સફળ કરે છે. જો એમ ન બનતું હોત તો પુત્ર અને પુત્રવધૂની શોધ માટે નીકળેલા આત્માઓને એકદમ વૈરાગ્ય કેમ જ થાય ? પ્રભુશાસન ફરમાવે છે કે યોગ્ય આત્માને સુંદર યોગ મળવો જોઈએ. સુંદર યોગ મળતાંની સાથે જ યોગ્ય આત્માઓની પરિણતિનો પલટો થઈ જાય છે. મોહમગ્ન હોઈ પુત્ર તથા પુત્રવધૂની શોધ માટે નીકળેલ વસુભૂતિ અને અનુકશાનું અંતઃકરણ સાધુનાં દર્શનથી એકદમ પલટાયું એના પરિણામે એ બંનેય પુણ્યાત્માઓએ સંસાર તજ્યો અને સાધુતાનો સ્વીકાર કર્યો. સાધુતાના સ્વીકાર પછી સદ્ગુરુની નિશ્રામાં રહીને એ બંને પુણ્યાત્માઓએ સાધુતાનું સેવન સારામાં સારી રીતે કર્યું. સાધુતાના પાલનમાં જ રક્ત બનેલ તે બંનેય કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
આ પ્રસંગે વ્રતનું અલ્પમાં અલ્પ ળ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞા આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“તે ટ્યવાહમાડ, ન સ્વ ચતો યાતિઃ ?”
(
Page #201
--------------------------------------------------------------------------
________________
BJEIR) DID
એક દિવસના પણ વ્રતના પાલનથી આત્માને સ્વર્ગગતિ સિવાય અન્ય છે ગતિ થતી નથી.
વ્રતની આરાધનાના પ્રતાપે वसुभूतिस्ततश्च्युत्वा-त्रैव वैताद्वयपर्वते । રજૂહુરે ઇમૂના- દાક્રાઈવર તતડુત્વાનુaોrs, તસ્ય વિદ્યા પ્રમોટ ? અમૂત્યુપ્પવતી નામ, મર્યારિતા સતી ?
સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલા શ્રી વસુભૂતિ અને શ્રી અનુકોશા ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં આવેલ વૈતાઢ્ય પર્વત ઉપર પ્રતિષ્ઠિત થયેલ રથનૂપુર નામના નગરના નાથ તરીકે શ્રી ચંદ્રગતિ નામના રાજા થયા. એ શ્રી અતુકોશા પણ તે દેવલોકમાંથી ચ્યવીને તે જ એટલે રથનૂપુર નગરના નાથ શ્રી ચંદ્રગતિ નામના વિદ્યાધરપ્રભુની પત્ની તરીકે થઈ. તેનું નામ શ્રી પુષ્પવતિ હતું અને તે સતી હોવા સાથે આર્ય ચારિત્ર્યવાળી હતી.”
અતિભૂતિની પત્ની જે સરસા કે જેનું કયા નામના બ્રાહ્મણે હરણ કર્યું હતું તેને પણ પુણ્યોદયે એક સાધ્વીનો સુયોગ મળ્યો. તે પણ કોઈપણ એક સુસાધ્વીના યોગથી વિરાગીણી બનેલી સરસાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને પાળી. એના પરિણામે તે પણ કાળધર્મ પામીને ઈશાન નામના બીજા દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ.
પોતાની પત્ની સરસાની શોધમાં નીકળેલો અતિભૂતી પોતાની પત્ની નહીં શોધી શકવાથી તેના વિરહથી ખૂબ જ પીડિત કિ થયો. તેના વિરહની પીડામાં ને પીડામાં તે મરણ પામ્યો, સંસારમાં ભટક્યો, અને ચિરકાળ સુધી મોહાધિનતાના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં ભ્રમણ કરીને તે કોઈક સમયે હંસના બાળ તરીકે ઉત્પન્ન થયો. હંસના બચ્ચાં તરીકે ઉત્પન્ન થયેલાં અતિભૂતિને કોઈ એક દિવસે શ્યન નામના પક્ષીએ પકડ્યો. શ્યન પક્ષીથી ભક્ષણ કરાતો તે સાધુની પાસે પડ્યો. કંઠે આવ્યા છે પ્રાણ જેને, એવા તે હંસબાળને સાધુએ નમસ્કાર મંત્ર આપ્યો. અતિશય મોટા નમસ્કાર મહામંત્રના પ્રભાવથી તે હંસબાળ મરીને કીત્તરોના દશ હજાર
આનંદ અને
૧૮૩
કરા અવસરો તે સંસાર...૮
Page #202
--------------------------------------------------------------------------
________________
રિામ-લક્ષ્મણને
આયુષ્યવાળો દેવ થયો. એ કીલર દેવપણામાંથી ઍવીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ નામના રાજાને પ્રવરાવલી નામની પત્નીથી કંડલમંડિત નામના પુત્ર તરીકે તે ઉત્પન્ન થયો. અર્થાત્ અતિભૂતિ મોહાસક્તિના પ્રતાપે સંસારમાં રૂલ્યો. અને હંસબાળ તરીકે ઉત્પન્ન થયો તથા ત્યાંથી નમસ્કાર મંત્રના મહાપ્રતાપે કિતરસુર તરીકે થયો. અને ત્યાંથી ચ્યવીને કુંડલમંડિત નામના રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયો.
ભોગોમાં અતિશય આસક્ત એવો કયાન પણ પોતાની 'ભોગાસક્તિના પ્રતાપે ભવાટવીમાં ખૂબ જ ભટક્યો. ભવાટવીમાં ઘણું ભ્રમણ કર્યા પછી તે ચક્રપુર નામના નગરમાં ચક્રધ્વજ નામના રાજાના ધૂમકેશ નામના પુરોહિતની સ્વાહા નામની પત્નીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. અને ત્યાં તેનું નામ પિંગલ પાડવામાં આવ્યું.
મોહતું કેવું મહાકારમું નાટક આ આખોએ બનાવ સંસારની કારમી દશાનું ખરેખરું ભાન કરાવે છે. કારણકે કયા નામનો વિષયાસક્ત બ્રાહ્મણ અતિભૂતિની સરસા નામની પત્નીનું છળપૂર્વક હરણ કરી જાય છે, અને સરસા નામની પત્નીના હરણથી વિહ્વલ બનેલો અતિભૂતિ પણ પોતાના માતા-પિતાનો ત્યાગ કરીને તેની શોધમાં ચાલી નીકળે છે. તથા મોહમગ્ન બનેલાં માતા-પિતા વળી એ બંનેયની શોધમાં નીકળી પડે છે.
| વિચારો કે આ બધાય બનાવોમાં એક મોહના જ નાટક સિવાય અન્ય શું છે? અન્ય પુરુષ અન્યની સ્ત્રી ઉપાડી જાય, પતિ એ પત્ની ખાતર માતા-પિતાને વિસરી જાય અને ઉંમરલાયક પુત્ર અને જી પુત્રવધૂની શોધમાં માતા-પિતા રખડે, આ બધુંય મોહરાજાનું એક કારમું નાટક નહિ તો બીજું છે પણ શું?
આ ઉપરથી એ પણ વિચારો કે મોહરાજા પોતાને આધીન પાસે શું-શું કરાવે છે ? આવું કારમું મોહનું નાટક પ્રાય: સદા અને
:) INDUID )
Page #203
--------------------------------------------------------------------------
________________
સર્વત્ર થતું જોવાય છે. અને સંભળાય છે, તે છતાં પણ આત્માઓ તેનાથી ઉદ્વિગ્ન બનવાને બદલે ઉલટું વધુને વધુ જ મોહની કારવાઈમાં આસક્ત બને છે, એ શું ઓછું વિચારણીય છે ? અતિભૂતિ અને કયાન તો અંત સુધી મોહમગ્ન જ બન્યા રહ્યા. પત્નીની પ્રાપ્તિ ન થઈ તે છતાંપણ અતિભૂતિએ એની ઝંખનામાં પોતાના પ્રાણ ત્યજ્યા. અર્થાત્ પ્રાણ જતાં સુધી પત્નીની ઝંખના ન તજી અને કયાન પણ અંત સુધી આસક્તને આસક્ત જ રહ્યો. આવી દશા ઘણાં આત્માઓની હોય છે. જીવન બરબાદ કરે તે હા, પણ જીવનને બરબાદ કરનારી વસ્તુને ન તજે. મોહરાજાના આવા કારમા નાટકમાં ફસાઈ જવું એ કોઈપણ રીતે હિતના અર્થી માટે યોગ્ય નથી.
આવા પ્રસંગે જો અતિભૂતિના માતા-પિતાને અને પત્નીને સાધુમહારાજા તથા સાધ્વીઓનો યોગ ન થયો હોત તો તેઓ પણ પોતાના જીવનને કદી જ ન સુધારી શકત, કારણકે તેઓ સિવાય
તદ્દન શુદ્ધ સલાહ આપનાર હિતેષી આ વિશ્વમાં અન્ય કોઈ જ નથી. એ જ કારણે પંડિત શ્રી વીરવિજયજી મ. પણ પૂજામાં તદ્દન સ્પષ્ટપણે ફરમાવે છે કે
“શીતલ નહિ છાયા રે આ સંસારની, કુડી છે માયા રે આ સંસારની,
કાચની કાયા રે છેવટે છારની,
સાચી એક માયા રે જિન અણગારતી.”
બાર વ્રતની પૂજા : ૧૨મી પુજા મોહની પરવશતાથી ભટકી રહેલા અતિભૂતિને પણ જો કોઈએ બચાવ્યો હોય તો તે એક જિન અણગારે જ. અને એવા ઉપકારી સિવાય તિર્યંચ ગતિમાં અને તે પણ મરણ દશાએ પહોંચેલા
આત્માને પણ અન્ય કોણ બચાવે ? અને બચાવવા ધારે તો બચાવે પણ શાથી ? શ્રી જિનના અણગાર પાસે તો એક એવો
D
આનંદ અને
૧૮૫
શોકના અવસરો તે સંસાર...૮
Page #204
--------------------------------------------------------------------------
________________
મહાપ્રભાવશાળી મંત્ર છે કે જે મંત્રના પ્રભાવે તે એક અશક્ત આત્માની જેમ અશક્ત આત્માને પણ જો તે યોગ્ય હોય તો બચાવી શકે છે. મરણદશાએ પહોંચેલા હંસ પોતાને દેવ બનાવનાર કોઈ હોય તો તે એક શ્રી જિનના અણગાર જ હતા. એ આપણે જોઈ આવ્યા. એવી દશામાં પડેલા તિર્યંચ ઉપર પણ દયાર્દ્ર તેવા અણગાર જ અગર તો તેવા અણગારના અનુયાયી જ બને. એ પરમ કરૂણાથી ભરેલા અણગારે મરણની અણીએ પહોંચેલા હંસને નમસ્કાર મહામંત્રનું દાન કર્યું અને સાચા ઘતારના દાનનો જો એ હંસે પોતે સ્વીકાર કર્યો ૧૮ તો તેની દુર્ગતિ અટકી ગઈ અને સદ્ગતિ થઈ ગઈ.
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણન
આવી-આવી વસ્તુઓ આવા-આવા બનાવો ઉપરથી ખૂબખૂબ વિચારવી જોઈએ. એવી-એવી વસ્તુઓની વિચારણાથી સંસારની અસારતા અને ધર્મની શ્રેયસાધકતા સહેલાઈથી સમજી શકાય છે.
ભોગાસક્તિની અતિશય ભયંકરતા
અનંત ઉપકારી મહાપુરુષો ભોગાસક્તિની જે ભયંકરતા વર્ણવે છે તેનો સાક્ષાત્કાર આપણને આ પિંગલ કરાવે છે. આ પિંગલ કોણ છે એ તો આપણે જાણીએ છીએ. તેણે પોતાના કયાન તરીકેના ભવમાં પણ ભોગાસક્તિના પ્રતાપે અતિભૂતિની પત્ની સરસાનું છળપૂર્વક અપહરણ કર્યું હતું. અને આ પિંગલ તરીકેના ભવમાં પણ એ જ કારમી ભોગાસક્તિના પ્રતાપે તે શું કરે છે એવું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
राज्ञश्चक्रध्वजस्याति सुंदरीनामया सह । पुत्र्या पपाठैकगुरो - रन्तिके स तु पिंगलः ॥ પ્લેન છતા નાતે, ત્વનુરાને પરસ્પરમ્ | તાં નાત્ પિંગનો હત્યા, વિદૃન્દનન થવી विज्ञानरहितस्तत्र, तृणकाष्ठादिविक्रयात् । आत्मानमजिजीवत्स, निर्गुणस्योचितं हादः ॥
-
Page #205
--------------------------------------------------------------------------
________________
I[C(IME
તે પિંગલ નામનો પુરોહિતપુત્ર, રાજા ચક્રધ્વજની અતિસુંદરી નામની છે પુત્રીની સાથે એક જ ગુરુની પાસે ભણતો હતો. સાથે ભણતાં કેટલોક કાળ છે. વિત્યા બાદ એ બંનેયને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયો. એ અનુરાગના રે પરિણામે પિંગલે છળથી તેનું અપહરણ કર્યું. એ રીતે અપહરણ કરીને તે વિદગ્ધ નામના નગરે ગયો. વિજ્ઞાનથી રહિત એવો તે, તે નગરની અંદર ઘાસ અને હું લાકડાં આદિને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો. આ કારવાઈને અનુલક્ષીને કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભાવે છે કે "નિર્ગુણી આત્મા માટે આ જ ઉચિત છે.”
વિચારો કે આના જેવી બીજી ભોગાસક્તિની ભયંકરતા આલોકમાં શી હોઈ શકે ? કારમી ભોગાસક્તિના પરિણામે પિંગલ, પોતાના પિતા જે રાજાના પુરોહિત છે. તે જ રાજાની પુત્રી ઉપર અનુરાગી બને છે, અને છળપૂર્વક તેને ઉપાડી પણ જાય છે. આનું પરિણામ અશુભોદય હોય તો આ ભવમાં પણ કારમું આવે, અન્યથા પરભવમાં તો કારમું છે જ. પણ આ બધો વિચાર ભોગાસક્તિની ભયંકરતામાં ફસાયેલા આત્માને નથી જ આવી શકતો. એક છુ પોતાની ભગિની-બેન જેવી ગણાતી રાજપુત્રી ઉપર અનુરાગી બની 2. જવું એ નાની સુની ભોગાસક્તિ ન જ ગણાય. એ કારમી ભોગાસક્તિના પ્રતાપે તેણે ભણવું ગણવું માંડી વાળ્યું. અને તેને ઉપાડીને ભાગ્યો અને વિદગ્ધપુરમાં જઈને ઘાસ તથા કાષ્ટ આદિને વેચીને તે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. આ શું ઓછી અધમતા છે ? પણ ભોગાસક્ત આત્માઓને તો એવી-એવી અધમતાઓમાં જ આનંદ આવે છે.
કામદેવનું કારમું નાટક આ પ્રસંગમાં આગળનો બનાવ તમે સાંભળશો ત્યારે તમને પણ એમ લાગશે કે ખરેખર, આ સંસારમાં કામદેવનું નાટક પણ કારમું છે. કામદેવ ભલભલા આત્માઓને પાયમાલ કરી નાંખવાનું સામર્થ્ય ધરાવે છે. કામદેવના પ્રતાપે પાગલ બની રાજપુત્રી ઉઠાવી લાવનાર પિંગલ કંઈ દશા ભોગવે છે ? એ તો આપણે જોઈ ગયા. જેની ખાતર પિંગલ પાગલ બનીને જે નગરમાં કારમી દશા ભોગવે
આનંદ અને
ર શકના અવસરો તે સંસર...૮
Page #206
--------------------------------------------------------------------------
________________
2-0))
*
રિમ-લઢમણને
છે તેને તે જ નગરના પ્રકાશસિંહ નામના રાજાનો પુત્ર કુંડલમંડિત જુએ છે, જેમ કંડલમંડિત નામના રાજપુત્રે અતિસુંદરીને જોઈ તેવી
જ રીતે રાજપુત્રીએ તે રાજપુત્રને જોયો. જોતાંની સાથે જ તે બેને જે પરસ્પર અનુરાગ ઉત્પન્ન થઈ ગયો. એ અનુરાગના પ્રતાપે પિંગલે
હરીને આણેલી તે રાજપુત્રીનું કુંડલમંડિત નામના રાજપુત્રે અપહરણ કર્યું અને પિતાના ભયથી તે રાજપુત્ર દુર્ગદેશમાં પલ્લી બનાવીને રહો. અનુરાગને વશ બનેલી અતિસુંદરી તો પોતાની ખાતર દુર્દશાને
ભોગવતા પિંગલને તજીને પોતાના પ્રેમપાત્ર કુંડલામંડિત નામના ૧૮) રાજપુત્ર સાથે આનંદ ભોગવે છે. ત્યારે પિંગલ અતિસુંદરીના વિરહથી
ઉન્મત્ત બનીને પૃથિવી ઉપર પરિભ્રમણ કરે છે. | વિચારો કે કામદેવનું સામ્રાજ્ય પ્રાણીઓ ઉપર કેવું ચાલે છે?
જે કામદેવના પ્રતાપે પુરોહિતનો પુત્ર કુલમર્યાદા આદિ ભૂલીને જે રાજપુત્રીને ઉપાડી જાય છે અને કારમી દુર્દશા ભોગવે છે તે જ રાજપુત્રી વળી નવાની સાથે અનુરાગવાળી બને છે. તેની ઉપરના અનુરાગને યોગે રાજપુત્ર પણ કુલમર્યાદા તજે છે અને પિતા આદિનો પણ પરિત્યાગ કરીને લૂંટારો બને છે. અન્યની ઉપર અનુરાગવતી બનેલી અતિસુંદરી આનંદનો ઉપભોગ કરી રહી છે, ત્યારે તેની ઉપરના પ્રેમને લઈને પિંગલ ઉન્મત્ત બને છે. આ સંસારમાં પ્રાય: આવી જ રીતનું કામદેવનું સામ્રાજ્ય પ્રવર્તી રહેલું છે. ભાગ્યે જ કોઈ એની અસરથી મુક્ત રહી શકે છે. એની અસરથી મુક્ત બનવા માટે જ ધર્મસામ્રાજ્યને સ્વીકારવાની જરૂર છે.
ધર્મના સામ્રાજ્યને નહીં પામેલો એ જ કારણે કારમી રીતે . કામદેવને આધીન થઈને ઉન્મત્ત બનેલો પિંગલ પૃથ્વી ઉપર ભટકી
રહો છે. ઉન્મત્ત બનીને પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતા તેણે એક દિવસ ધર્મસામ્રાજ્યના સમ્રાટુ તરીકે પૃથ્વી ઉપર વિચરતાં શ્રી આર્યગુપ્ત નામના એક આચાર્ય મહારાજાને જોયા. એ ઉપકારી આચાર્ય મહારાજાએ એવા ઉન્મત્તને પણ ધર્મનું શ્રવણ કરાવ્યું. ઉન્મત્ત બનેલો પિંગલ પણ એ ધર્મનું શ્રવણ કરીને સ્વસ્થ બન્યો.
: 00 DID
Page #207
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થ બનેલા તેને શ્રી આચાર્ય ભગવાનના ઉપદેશથી સંસારની જી અસારતા સમજાણી, સંસારની અસારતા સમજાઈ જવાના પ્રતાપે તો પિંગલે એ શ્રી આચાર્ય ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. ' દીક્ષાનો સ્વીકાર કરવા છતાં અને એ ઉત્તમ દીક્ષાનું પાલન કરવા છતાંપણ અતિસુંદરી ઉપરનો પ્રેમ એના હૃદયમાંથી ખસ્યો ન હતો. હું એ વસ્તુને જણાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી - હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે જણાવે છે કે,
__ परं प्रेमातिसुंढाँ, न मुमोच कदाचन ।
દીક્ષાનો સ્વીકાર કર્યો તેની હા, અને દક્ષાનું પાલન કરતો હતો તેની પણ હા, “પરંતુ તેણે અતિસુંદરી ઉપરના પ્રેમનો પણ ત્યાગ નહોતો કર્યો. અર્થાત્ એ છેક છેવટ સુધી અતિસુંદરીના પ્રેમને હદયમાં રાખી રહ્યો હતો.”
આવી વસ્તુને પણ ઉપકારીઓ છૂપાવતા નથી. પણ સ્પષ્ટ કહી દે છે, એટલું જ નહિ પણ એથી પિંગલે સ્વીકારેલી દીક્ષાને વખોડતા પણ નથી, કારણકે એ ઉપકારી મહાપુરુષો કર્મની વિચિત્રતાને સારી રીતે સમજતા. સાતિચાર સંયમના પાલનથી પણ નિરતિચાર સંયમના પાલનનું સામર્થ્ય આવે છે. એમ સમજનારા આત્માઓ સારી વસ્તુના સ્વીકારની અને પાલનની મહત્તા કેમ જ ઉડાવે ? જેમ ખરાબ સંસ્કાર આત્માને ખરાબ કરવાનું કામ કરે છે તેમ સારા સંસ્કાર આત્માને સુધારવાનું કાર્ય પણ કરે જ છે. એ વસ્તુને પણ ઉપકારી આત્માઓ વિસરી નથી જતા. અજ્ઞાનીઓના પ્રલાપ સાથે જ્ઞાનીઓના કથનનો જરા પણ મેળ મળી શકે તેમ નથી. એ વાત આ વાત ઉપરથી પણ સમજવા ધારે તેનાથી સમજી છુ શકાય તેમ છે અને ન સમજવા ધારે તેને તો આ વિશ્વમાં કોઈ જ છે સમજાવી શકે તેમ નથી.
અંતે કુંડલમંડિત પણ ધર્મને પામ્યો. શ્રી આર્યગુપ્ત નામના આચાર્ય ભગવાનના પ્રતાપે પિંગલ ઉન્મત્ત મટીને સ્વસ્થ બન્યો અને સંયમ પામ્યો ત્યારે કુંડલમંડિત નામનો રાજપુત્ર અતિસુંદરીના યોગે રાજ્યપાટ તજીને લૂંટારો બન્યો.
આનંદ અને
અવસરે તે સંસ૨.૮
Page #208
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિમ-લક્ષ્મણને
કારણકે રાજપુત્રીનું હરણ કરીને પિતાના ભયથી દુર્ગદેશમાં પલ્લી બનાવીને રહેલા તેણે ત્યાં રહ્યો-રહ્યો શ્રી દશરથ મહારાજાની પૃથ્વીને છળથી કુતરાની જેમ લૂંટવાનો જ હંમેશને માટે ધંધો શરૂ કર્યો હતો. કારણકે એ ધંધા વિના વિષયભોગોને ભોગવવાની તેનામાં બીજી શક્તિ જ ન હતી. એ લૂંટના ધંધાના પરિણામે શ્રી દશરથ મહારાજાએ પોતાના બાલચંદ્ર નામના સામંતને એવી આજ્ઞા કરી કે લૂંટારાને કોઈ પણ રીતે પકડીને મારી પાસે હાજર કરો. એ આજ્ઞાના
પ્રતાપે તે સામંતે તેને સૂતેલો પકડ્યો અને બાંધીને તે શ્રી દશરથ ૧૯ મહારાજાની પાસે લઈ ગયો. શ્રી દશરથ મહારાજાએ તેને કારાગારમાં
નાંખ્યો અને કેટલોક કાળ વીત્યા બાદ કોપ શાંત થવાથી શ્રી દશરથ મહારાજાએ તે કુંડલમંડિતને પોતાના કારાગારમાંથી છોડ્યો. કારણકે મોટા આત્માઓનો કોપ એવો જ હોય છે કે તે દીન અને ક્ષીણ બની ગયેલા શત્રુ ઉપર ટકી શકતો નથી. અર્થાત્ શત્રુને પણ દીન અને ક્ષીણ જુએ કે તરત જ શત્રુ ઉપરનો ગુસ્સો પણ મોટાઓના અંતરમાં રહી શકતો નથી પણ શમી જાય છે. શત્રુને દુર્દશામાં રીબાતો જોવા છતાં પણ જેઓ ક્રોધથી સળગ્યા કરે છે, તે દુનિયાની દૃષ્ટિએ પણ મોટા આત્માઓ નથી કિંતુ સુદ્ર આત્માઓ છે. શ્રી દશરથ મહારાજાની મોટાઈના પ્રતાપે છુટી શકેલો કુંડલમંડિત એક જ વિચારમાં પડ્યો કે હવે કોઈપણ રીતે પોતાના રાજ્યને મેળવવું એ ઈચ્છાથી પૃથ્વી ઉપર ભ્રમણ કરતાં તેને મુનિચંદ્ર નામના મુનિનો મેળાપ થયો. એ મુનિ પાસે ધર્મનું શ્રવણ કરીને તે રાજપુત્ર પણ શ્રાવક બન્યો. એટલે કે તેણે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
શ્રાવકપણાનો સ્વીકાર કરવા છતાં પણ તેની રાજ્ય 9િ મેળવવાની ઇચ્છા શમી નહીં. ઇચ્છા ગમે તેટલી કરવામાં આવે તો (2 પણ ભાગ્ય વિના ઈચ્છેલું નથી મળી શકતું એ નિશ્ચિત છે. આ
આગમસિદ્ધ સાથે યુક્તિસિદ્ધ સિદ્ધાંતનો પણ સ્વીકાર નહિ કરી શકનારા આત્માઓ નિષ્કારણ આધિથી પીડાયા જ કરે છે. વ્યાધિ કરતાંય વિશ્વના પ્રાણીઓને આધિ બહુ રીબાવે છે. વ્યાધિ આવે છે
Page #209
--------------------------------------------------------------------------
________________
અને જાય છે પણ આધિ તો સદાની થઈને રહે છે. એ આધિને ટાળવા માટે આ સિદ્ધાંત એક અમોઘ ઉપાય છે. પણ એ સિદ્ધાંતને 109 સદાય સૃષ્ટિ સમક્ષ તે જ રાખી શકે છે કે જે નિરંતર અનંતજ્ઞાનીઓની આજ્ઞાનું જ ચિંત્વન કર્યા કરે છે. અનંતજ્ઞાનીઓની આજ્ઞાના અખંડિત ચિંત્વન સિવાય આધિનો વિનાશ થતો જ નથી, એ જ કારણે શ્રાવકપણું પામવા છતાં પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞાના અખંડિત ચિંતવનના અભાવે કુંડલમંડિત પિતાના રાજ્યને મેળવવાની આધિથી મુક્ત છેક છેવટની ઘડી સુધી ન બન્યો તે ન જ બન્યો. એટલે એ ઇચ્છામાંને ઇચ્છામાં જ તે મરણ પામ્યો અને મરણ પામીને તે મિથિલા નામની મહાપુરીમાં જનક રાજાની વિદેહા નામની ભાર્યાના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો.
અતિભૂતિની પત્ની સરસા કે જે સાધ્વીના સુયોગને પામીને દીક્ષાની આરાધનાના પ્રતાપે ઇશાન દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ હતી, તે પણ ભવમાં ભ્રમણ કરીને વેગવતી નામની પુરોહિત પુત્રી થઈ. એ અવસ્થામાં પણ પુણ્યોદયે તેને સદ્ગુરુનો યોગ થયો. સદ્ગુરુના પ્રતાપે તે વિરાગિણી બની. વૈરાગ્યના યોગે તેણે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષાનું પાલન કરતી ત કાળધર્મને પામીને બ્રહ્મલોક નામના દેવલોકમાં ગઈ. તે દેવલોકમાંથી ચ્યવીને તે, જે વખતે કુંડલમંડિતનો જીવ વિદેહાના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે વખતે વિદેહાના ઉદરમાં કુંડલમંડિત જીવના યુગ્મપણાએ કરીને ઉત્પન્ન
થઈ.
સંસારની કારમી વિરસતા
સંસાર એ કેવો વિરસ છે, એ વસ્તુ સાથે આપણે શ્રી ભામંડલ અને શ્રી સીતાદેવીની ઉત્પત્તિના ઉપક્રમમાં જોઈ આવ્યા. સંસારની આવી વિરસતા જોયા પછી, એવા વિરસ સંસારમાં મોહાંધ આત્મા સિવાય અન્ય કોણ રાચે ? સંસારમાં એકનો એક આત્મા મોહવશ થઈને કેવું કારમું નાટક ભજવે છે ? એ શું આ પ્રસંગ
આનંદ અને ૐ શોકના અવસરું તે સંસાર...૮
Page #210
--------------------------------------------------------------------------
________________
સિત.... ભાગ-૨
રિમ-લક્ષમણને
ઉપરથી નથી સમજી શકાતું ? સમજાવવા છતાં પણ મોહમગ્ન આત્માઓને એવું નાટક ભજવવામાં જ આનંદ આવે છે, એ જ આ સંસારની કારમી વિરસતા છે. આવી કારમી વિરસતામાં રસમયતા માનનારાઓને એ વિરસતાનું ભાન નથી જ થતું, અન્યથા શું પિંગલ
એ વાત સમજી શકે તેમ ન હતો કે જે અતિસુંદરી મારી ખાતર : પોતાના માતા-પિતા અને રાજ્યઋદ્ધિને ત્યજી શકી હતી, તે મારા
કરતા અધિક વિષયસુખ આપનારો મળે તો તેની ખાતર મારો પણ
ત્યાગ અવશ્ય અને સહેલાઈથી કરી શકે ! પણ સંસારની ૧૯૨ વિરસતામાં રસમયના માનનારાઓ એ વસ્તુ ન સમજી શકે એ તદ્દન
બનવાજોગ છે. એના જ પરિણામે સાધુપણું પામવા છતાં પણ કુલટા અતિસુંદરી ઉપરના પ્રેમને તો ન જ ત્યજી શક્યો. સાધુપણાના પાલનમાં એનું સ્મરણ ન ભૂલાય એ વિરસતામાં પણ કેવી રસમય માનીતા ? વિરસતામાં પણ રસમયમાનીતા એ પણ સંસારની વિરસતાનું જ પરિણામ છે.
સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત આ ઉપરથી સમજી શકાશે કે અતિભૂતિ અને સરસા પતિપત્ની મટીને ભાઈ-બહેન તરીકે એક જ સાથે આવીને ગર્ભમાં ઉત્પન્ન થયા છે. ખરેખર, આ સંસારમાં ભટકતા આત્માઓ કોઈ અજબ રીતે મોહરાજાની આજ્ઞા મુજબનું અજબ જ નાટક ભજવે છે. એ જ કારણે સંસારભાવનાનું સ્વરૂપ દર્શાવતાં ઉપકારીઓ પણ એમજ ફરમાવે છે કે,
"माता भूत्वा दुहिता, भगिनी भार्या च भवति संसारे। व्रजति सुतः पितृतां, भ्रातृतां पुनः शत्रुतां चैव ॥१॥"
પ્રશમરતિ : ગાથા ૧૫૬ આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓની જે માતા બની હોય છે. તે 2 જ પુન: માતા મટીને ઘેકરી થાય છે, ઘેકરી મટીને ભગિની થાય છે, અને ભગીની મટીને ભાર્યા થાય છે તેવી જ રીતે પુત્ર પિતાપણાને પામે છે, ભાઈપણાને પામે છે અને પુન:શત્રુપણાને પણ એ જ પામે છે.
આવા કારમા સંસારમાં અજ્ઞાન આત્માઓ સિવાય અન્ય કે કોણ રાચે ? એક અજ્ઞાન જ વસ્તુ એવી છે કે જે પોતાને આધીન
Page #211
--------------------------------------------------------------------------
________________
થયેલા આત્માઓને આ અસાર સંસારમાં રૂલાવે, અજ્ઞાનવશ છે આત્માઓ સત્ય વસ્તુને સત્યસ્વરૂપે સમજી શકતા નથી. એ Q R 3 અજ્ઞાનને દૂર કરવા માટે દૂર ન થાય ત્યાં સુધી તેના યોગે R અનિચ્છાએ પણ થઈ જતી અહિતકર પ્રવૃત્તિઓથી બચવા કલ્યાણના અર્થીઓએ પોતાની સ્વેચ્છાચારિતા તજવી જોઈએ. અને જ્ઞાનીઓની નિશ્રામાં રહેવું જોઈએ જેઓ હે સ્વેચ્છાચારિતાના ત્યાગપૂર્વક જ્ઞાનીઓની નિશ્રામાં રહેવાને તૈયાર નથી, તેઓ કોઈ પણ કાળે પોતાનું આત્મશ્રેય સાધી શકવાના જ નથી.
અજ્ઞાન એ કેવી રીતે આત્માને ઉન્માર્ગે દોરી જાય છે એ પણ આપણને આ પ્રસંગમાંથી જાણવા મળી શકે તેમ છે. આવેશ એ જ્ઞાની આત્માને પણ એક ક્ષણમાં અજ્ઞાન બનાવી દે છે. અને છેવટ સુધી જો જ્ઞાનીની નિશ્રા ન મળી જાય કે જ્ઞાનીની આજ્ઞાનું સ્મરણ ન થઈ જાય તો જરૂર આત્મા અનર્થ કર્યા વિના નથી રહેતો. એ અનર્થના પરિણામ આત્માને અનેક રીતે ભોગવવાં પડે છે, કારણકે અજ્ઞાન અવસ્થામાં પણ બંધાયેલા કર્મો આત્માનું છોડી દેતાં નથી. 2.
આવેશજવ્ય અજ્ઞાનનો ઉત્પાત આવેશથી જન્મેલું અજ્ઞાન જ્ઞાનનો પણ કેવો દુરુપયોગ કરાવે છે એ વસ્તુ પણ આપણને આ શ્રી ભામંડલ અને શ્રી સીતાદેવીની ઉત્પત્તિ અને એ ઉત્પત્તિના સમયે જ થયેલો ઉત્પાતનો પ્રસંગ સમજાવે છે. એ ઉભયની ઉત્પત્તિ અને એ ઉત્પત્તિ પ્રસંગે ઉત્પન્ન થયેલા ઉત્પાતનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે विदेहा समयेऽसूत, युगपत्पुत्रकन्यके ।
मृत्वा तदा पिंगलर्षिः, सौधर्मे त्रिदशोऽभवत् ।। પ્રાન્માંવધનાશg, as jઠનમંઠિતમ્ ? तदा जनकपुत्रत्वे - नोत्पन्नं स उदैक्षत् ॥ सप्राग्वैराज्जातरोषो, जातमानं जहार तम् । ढध्यौ च किं निहन्म्येन-भास्फल्याशु शिलातले।।
આનંદ અને
આ
કબ૮ અવસરો તે સંસાર..૮
Page #212
--------------------------------------------------------------------------
________________
-)cD).
૧૯
રિમ-લઢમણને
જનક મહારાજાની વિદેહા નામની ભાર્યાએ, યોગ્ય સમયે એકી સાથે પુત્ર અને કન્યા ઉભયને જન્મ આપ્યો. જે સમયે શ્રીમતી વિદેહા દેવીએ પુત્ર અને કન્યાને જન્મ આપ્યો તે સમયે સાધુપણાને પામવા છતાં અને પાળવા છતાં પણ અતિસુંદરી ઉપરના પ્રેમને નહિ તજી શકેલા પિંગલ નામના ઋષિ મરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાંની સાથે જ તે દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ જોયો. પૂર્વજન્મમાં પોતે પોતાના દુશ્મન તરીકે માનેલા કુંડલમંડિતને તે સમયે શ્રી જનક રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયેલો જોયો. પોતાના વૈરીને રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયેલો જોઈને પૂર્વના વૈરથી તે દેવને એકદમ રોષ ઉત્પન્ન થયો. એ રોષના પ્રતાપે તે દેવે તેને જન્મ પામતાંની સાથે જ હરી લીધો. અને હરી લીધા પછી તેણે વિચાર કર્યો કે શું આને હું શિલાના તલ ઉપર અફાળીને એકદમ મારી નાંખ્યું?
ભાગ્યવાનો ! વિચારો આ અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણવાનું પરિણામ? કુંડલમંડિતને શત્રુ તરીકે જાણનાર એ અવધિજ્ઞાની દેવ, પોતાની જાતને શત્રુ તરીકે ન જોઈ શક્યો, સંયમમાં સેવાયેલી દુર્ભાવનાને પણ ન જોઈ શક્યો, અને એક કંડલમંડિતને શત્રુ તરીકે જોઈને તેને શિક્ષા કરવા જતાં એના માતાપિતા આદિ અનેકને શિક્ષા થઈ જાય છે. એનું ભાન પણ તેને ન રહો. આ બધાયમાં આપણને આવેશજન્ય અજ્ઞાનના ઉત્પાત વિના બીજું શું દેખાય છે ? એવા કારમા અજ્ઞાનના પરિણામે જ્ઞાન પણ અકાર્યના ઉપયોગમાં ઉપયોગી થઈ જાય છે, એવી દુર્દશા ન થઈ જાય એ કારણે પ્રતિસમય જ્ઞાનના ફળને લક્ષ્યમાં રાખવું જોઈએ.
આવેશથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનના પરિણામે અવધિજ્ઞાની દેવમાં દુર્બુદ્ધિ જાગી અને અકાર્ય કરી પણ દીધું પણ દેવને પોતાના જ્ઞાનનો સદુપયોગ કરવાનું મન થઈ આવ્યું. એના પરિણામે એ દેવના હદયમાં એવા પ્રકારની સભાવના જન્મી કે જેથી આખીએ દશા જ ફરી ગઈ. એવી શુદ્ધ દશાનો આર્વિભાવ થવાના કારણે શુદ્ધ
અને શાન્તહદયી બનેલા તે દેવે વિચાર્યું કે “પૂર્વભવમાં મેં જે દુષ્કર્મને SIP આચર્યું હતું તેનું ફળ તો મેં ઘણા કાળ સુધી ઘણા ભવોમાં અનુભવ્યું I અને દેવયોગે શ્રમણપણાને પામીને આ ભવમાં આટલી ભૂમિને હું
પામ્યો છું. તો હવે ફરીને આ બાળકને હણવાનું પાપકર્મ કરીને શા માટે હું અનંતભવ કરનારો થાઉં?"
SAID)
Page #213
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વિચાર કરીને મારી નાંખવા લાવેલા બાળકને છે મારી નાખવાનું માંડી વાળ્યું એટલું જ નહિ પણ પડતી જ્યોતિનો ભ્રમ કરાવે એવા તે તેજસ્વી બાળકને તે દેવે કુંડલ આદિ ભૂષણોથી ૬ ભૂષિત કર્યા અને વૈતાદ્યપર્વતની દક્ષિણ શ્રેણિમાં આવેલા રથનૂપુર છે નામના નગરના નંદન નામના ઉદ્યાનમાં ધીમે રહીને શય્યામાં મૂકે હું તેમ તેણે તે બાળકને મૂક્યો.
જ્ઞાનના સદુપયોગનો ઉત્તમલાભ જ્ઞાનના સદુપયોગે દેવને દુશ્મન દાવાથી બચાવી લેવા સાથે પોતે કરેલા પાપનો ખ્યાલ કરાવ્યો અને શ્રમણપણાની દુર્લભતાનો ખ્યાલ કરાવવા સાથે ભયંકર પાપથી બચાવવાનું પણ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરાવ્યું એના પરિણામે તે દેવ નિર્દય મટીને દયાળુ બન્યો. એથી મારવા આણેલા બાળકને જરાપણ તકલીફ ન પડે તે રીતે તેણે યોગ્ય સ્થાનમાં સ્થાપ્યો.
આ સ્થળે એક પ્રશ્ન ઉઠશે કે એ દેવે દયાળુ બનીને જેમ તે ? બાળકને બચાવી લીધો અને યોગ્ય સ્થાને સ્થાપ્યો. તેમ તે બાળકનાં માતા-પિતા આદિને પુત્રવિરહના દુઃખથી બચાવી લેવા માટે તે બાળકને અન્ય સ્થાને મૂકવાને બદલે જનકરાજાના અંતઃપુરમાં જે મૂકવાની જ સબુદ્ધિ કેમ ન વાપરી ? પણ આના ઉત્તરમાંય એ જ સમજવાનું છે કે આમાં પણ કર્મરાજાનું જ નાટક છે અને એ આગળ ચાલતાં સ્પષ્ટ થઈ જ જશે.
કર્મની વિચિત્રતા વિચારવી જરૂરી છે ભામંડલ અને સીતાદેવીની ઉત્પત્તિની સાથે જ ઉત્પાત થયો એ આપણે જોઈ આવ્યા. એ ઉત્પાતના પરિણામે અન્ય સ્થાને આનંદ અને સ્વસ્થાને શોક આ ઉભય વસ્તુ બને છે અને એ ઉપરથી વિચારક આત્મા કર્મની વિચિત્રતા ઘણી જ સારી રીતે વિચારી શકે છે.
વિવેકી આત્માને માટે એકે એક પ્રસંગ વૈરાગ્યજનક બની શકે છે. વિવેકી આત્મા વસ્તુ માત્રને ઉપલક દૃષ્ટિએ નથી વિચારતો
આનંદ અને
છે
ક
અવસર તે સંસાર..૮
Page #214
--------------------------------------------------------------------------
________________
પણ એના ઊંડાણમાં જેટલું ઉતરવું જરૂરી હોય તેટલું ઊંડુ ઉતરીને વિચારે છે કારણકે કોઈપણ વસ્તુ આકસ્મિક જ હોય છે એમ નથી હોતું. વૈરવૃત્તિના પ્રતાપે ક્રૂર બનેલો દેવતા એકદમ શુભ વિચારણા જાગૃત થવાથી દયાર્દ બનવા છતાં પણ બાળકને જયાંથી ઉપાડ્યો ત્યાં નહિ મૂકી આવતાં અન્યત્ર અને તે પણ અમુક જ સ્થાને મૂકી આવે છે, એ વસ્તુ વિના કારણ નથી બનતી પણ સકારણ જ બને છે. એમ સમજવું એ વિવેકી
આત્મા માટે કઠીન નથી. વસ્તુને એ રીતે વિચારનાર વિવેકી કર્મની ૧૯ વિષમતાને ઝટ સમજી શકે છે અને એ રીતની કર્મવિષમતાને
સમજનાર આત્મા માટે વૈરાગ્ય અને દુપ્રાપ્ય વસ્તુ નથી. વસ્તુનો વિવેક નથી થતો. એથી જ વૈરાગ્ય અપ્રાપ્ય અથવા દુષ્માપ્ય લાગે છે માટે કોઈ પણ વસ્તુને વિચારવામાં જે જાતની ગંભીરતાની જરૂર છે તે અવશ્ય પ્રાપ્ત કરવા જેવી છે. ગંભીરતાના અભાવે મહત્ત્વની વસ્તુ પણ શુદ્ર લાગે છે અને એ બહુ જ અહિતકર છે.
એક બાજુ આનંદ બીજી બાજુ શોક પાપના ઉદયે પ્રાપ્ત વસ્તુ જેમ ચાલી જાય છે તેમ પુણ્યના પ્રતાપે પુણ્યશાળી આત્માને અર્કિત રીતે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. અને જેનું પુણ્ય જાગતું હોય છે તે આત્માને દુશ્મન પણ મારી નથી શકતો તથા મળી હોય તેના કરતાં પણ અધિક સુંદર સામગ્રીનો સુયોગ થઈ જાય છે. આ વાત પણ આ પ્રસંગ આપણને સારી રીતે સમજાવે છે. કારણકે પુત્રની ઉત્પત્તિ થઈ જનકરાજાના અંતઃપુરમાં અને માતાપિતા કોઈ અન્ય જ બને છે, તથા મારવા લઈ જનાર દેવ ભૂચર રાજાના પુત્રને ખેચર રાજાના પુત્ર તરીકે બનાવી દે છે.
આપણે જોઈ આવ્યા છીએ કે વિદેહાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પુત્રને ઉપાડી જનાર દેવ, એકદમ સુંદર વિચારોને ધરાવનારો હું બની જવાથી વૈરવૃત્તિને વિસારી દઈને મારવાના વિચારથી પાછો
ફરી ગયો અને દિવ્ય અલંકારોથી વિભૂષિત બનાવી તે બાળકને જ્યાં
GIDEી
DHI
EDUI]\
Page #215
--------------------------------------------------------------------------
________________
ત્યાં અને જેમ-તેમ નહિ મૂકી આવતાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં આવેલાં રથનૂપુર નગરના નંદન નામના ઉદ્યાનમાં ધીમે રહીને એટલે તેને જરા પણ તકલીફ ન પડે તે રીતે મૂકી આવ્યો. દેવ મૂકીને ગયા પછી જાણે કોઈ જ્યોતિ જ ન પડતી હોય તેવા ભ્રમને કરાવનાર તે બાળકને જોઈને "આ શું ?" એ પ્રમાણે સંભ્રાન્ત બની ગયેલા ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજા તેના પ્રકાશને અનુસારે નંદન નામના ઉપવનમાં ગયા. ઉપવનમાં ગયેલા તે વિદ્યાધરોના ઇન્દ્ર, દિવ્ય અલંકારોથી વિભૂષિત થયેલા તે બાળકને ત્યાં જોયો. આવા સુંદર બાળકને જોઈને આનંદમાં આવી ગયેલા તે વિદ્યાધરોના ઈંન્દ્ર તે બાળકને પોતાના પુત્ર તરીકે કરીને પોતે જાતે જ ઉપાડી લીધો. કારણકે તે પુત્ર વિનાના હતા એવા સુંદર બાળકને પોતાની જાતે લાવીને તે વિદ્યાધરોના ઇન્દ્ર, પોતાની પુષ્પવતી નામની પ્રિયતમાને સમર્પણ કર્યો. એટલું જ નહિ પણ રાજાએ પોતાના નગરમાં ‘“àવ્યય સુષુને પુત્ર” આજે શ્રીમતી પુષ્પવતી નામની દેવીએ પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી.
એવા પ્રકારની ઉદ્ઘોષણા કરાવ્યા બાદ તે બાળકનો તે રાજાએ અને નગરના લોકોએ સુંદર જન્મોત્સવ ઉજવ્યો. ‘ભા’ એટલે કાંતિ તેના મંડલના સંબંધથી તે બાળક નામથી ભામંડલ કહેવાયો. અર્થાત્ તે બાળકનું નામ ભામંડલ પાડી તે રાજા રાણીએ સપુત્રીયા તરીકેનો આનંદ લૂંટવા માંડ્યો અને પુષ્પવતી તથા ચંદ્રગતિનાં નેત્રોરૂપ જે કમળો તેને વિકસિત કરવા માટે ચંદ્રમા સમાન એ જ કારણે વિદ્યાધરીઓના હસ્તથી લાલનપાલન કરાતો તે બાળક વધવા લાગ્યો.
જ્યારે એ બાજુએ આ રીતે ચંદ્રગતિ નામના વિદ્યાધરોમાં ઇન્દ્રસમા મહારાજાના અંત:પુર આદિમાં આનંદ મચી રહ્યો છે ત્યારે બીજી બાજુએ જનકમહારાજાના અંત:પુર આદિમાં શું બની રહ્યુ છે એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
આનંદ અને
૧૯૭
શોકના અવસરો તે સંસાર...૮
Page #216
--------------------------------------------------------------------------
________________
इसश्चापहृते पुत्रे, विदेहाकरुणस्वरा ।
ઢતીવાતામાસ, ધંધૂનું શોdvમહાઈવે ?????
આ બાજુ પુત્રનું અપહરણ થયું, એ જાણવાની સાથે જ કરૂણસ્વરે રૂદન કરતી વિદેહાદેવીએ બંધુઓને શોકરૂપ મહાસાગરમાં પટક્યા. અર્થાત્ - પુત્રના અપહરણથી કરૂણસ્વરે રોવા માંડ્યું અને એથી સઘળાય સ્વજન સંબંધીઓ શોકરૂપ મહાસાગરમાં એકદમ ડૂબી ગયા.
સતત ભગ-૨
૧૯૮
રામ-લક્ષ્મણને
II)Elle
Page #217
--------------------------------------------------------------------------
________________
કુલીન પરિવારોની
ખાનદાની ઝળકી ઉઠે છે.
ચન્દ્રગતિ વિદ્યાધરને ત્યાં ભા એટલે તેજના મંડળ વચ્ચે પહોંચેલા બાળકને ભામંડલ નામ મળ્યું. રાજા જનકપુત્ર વિરહથી ખૂબ દુઃખી થયાં, છેવટે દિકરીને ગુણરુપી ધાન્યના અનેક પ્રરોહ જેવી માની તેનું નામ સીતા પાડ્યું.
રૂપ અને ગુણથી અસમાન સીતાને માટે રાજા જનક વરની ચિતાથી ગ્રસ્ત થયા. એટલામાં મ્લેચ્છોનો ઉપદ્રવ થવાથી દશરથ રાજાની સહાય ઇચ્છી, શ્રી રામચન્દ્રજી પિતાજીને વિનવીને સહાયમાં આવ્યાં. એ દરમ્યાનમાં સીતાથી પોતાનું અપમાન માની નારદજીએ તેને સજા કરવાના ઇરાદાથી તેનો ચિત્રપટ ભામંડલને બતાવ્યો, ભામંડલ કામપીડિત બન્યો, પણ આવી વાત વડીલોને કહેવાય શી રીતે ? કુલીન પરિવારોની આ ખાનદાની છે ને ? છેવટે ચન્દ્રગતિએ જનકરાજાનું અપહરણ કરાવી તેમને પ્રતિજ્ઞાબદ્ધ બનાવ્યાં. જેથી રાજા જનક અને વિદેહા ફરી શોકગ્રસ્ત બન્યાં, આ પ્રસંગો આ પ્રકરણમાં
આપણે જોવાનાં છે.
-શી છે
૧૯૯
Page #218
--------------------------------------------------------------------------
________________
૨00
કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે
સીતાજીની વૃદ્ધિ અને જનકરાજાનો શોક અનાર્યોનો ઉપદ્રવ દશરથ મહારાજાની તૈયારી દશરથ મહારાજા પ્રત્યે રામચંદ્રજીની પ્રાર્થના
ધીરતાપૂર્વક વીરતાનું રામચંદ્રજીએ કરેલું પ્રદર્શન • સંસારની લાલસા હોય તો ચિંતા હોય જ
નારદજીની આવેશવશ વિલક્ષણ વિચારણા ભામંડલકુમારની કામાવસ્થાથી દુર્દશા કુલીનની કુલીનતા રાજાનો પ્રશ્ન અને નારદજીનો ઉત્તર
જનકરાજાને ચંદ્રગતિએ કરાવેલી પ્રતિજ્ઞા • બની ગયેલા બનાવોનો બોધપાઠ
મહારાણી વિદેહાનો વિલાપ : જનકરાજાનું આશ્વાસન
T TTT TT |
Page #219
--------------------------------------------------------------------------
________________
I કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે.)
પત્રનું અપહરણ થયું એમ જાણતાંની સાથે ઉજનક મહારાજાએ દરેકે દરેક દિશામાં માણસોને મોકલીને તે બાળકની શોધ કરાવી. ઘણો સમય શોધ કરાવી તે છતાં પણ તે બાળકના સમાચાર કોઈ પણ સ્થળેથી જનક મહારાજા મેળવી શક્યા નહિ.
અનેક પ્રકારે શોધ કરાવવા છતાં પણ જ્યારે પત્તો ન જ લાગ્યો ત્યારે જનકમહારાજાએ આ પુત્રીમાં અનેક ગુણોરૂપી સભ્યોના પ્રરોહો છે એ પ્રમાણે માનીને યુગલપણે ઉત્પન્ન થયેલી પોતાની દીકરીનું નામ સીતા પાડ્યું અને એ પછી જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ તેઓનો શોક મંદ થયો. કારણકે એમાં રાચીમાચીને રહેલા આત્માઓને કદી શોક તો કદી હર્ષ એમ ચાલ્યા જ કરે છે એ ઢંઢની ઉપાધિથી જો બચવું જ હોય તો સંસારની આસક્તિ ત્યજીને મોક્ષમાર્ગના ઉપાસક બનવું જ જોઈએ. કારણકે એ સિવાય શાશ્વત સુખનો અન્ય કોઈ ઉપાય જ નથી.
સીતાજીની વૃદ્ધિ અને જનકરાજાનો શોક ઉત્તમ માતા અને પિતાના સહવાસથી ઉછળતી સીતા, રૂપ અને લાવણ્યની સંપદા સાથે વૃદ્ધિ પામવા લાગી. વૃદ્ધિ પામતી તે ધીમે-ધીમે ચંદ્રલેખાની જેમ કલાપૂર્ણ બની ગઈ. પવિત્ર લાવણ્યરૂપી લહરીઓથી નદી જેવી અને કમળ જેવાં નેત્રોવાળી તે ક્રમે કરીને
કલીન ઘરિવારના 8 ખાનદાની ઝળકી ઉઠે છે...૯
Page #220
--------------------------------------------------------------------------
________________
8 સત... ભાગ-૨
રામ-લક્ષમણને
યૌવનને પામી ત્યારે સમુદ્રની પુત્રી લક્ષ્મી જેવી દેખાવા લાગી, અર્થાત્ કમળનાં જેવાં નેત્રોવાળી તે જ્યારે યૌવનને પામી ત્યારે તેના અંગ ઉપર પવિત્ર લાવણ્યની લહરીઓ એવી વહેતી હતી કે જેથી તે નદી જેવી લાગતી અને લોકોની દૃષ્ટિએ તે લક્ષ્મીના જેવી દેખાતી.
લક્ષ્મીના જેવી દેખાતી મારી પ્રાણપ્રિય પુત્રી સીતાને યોગ્ય એવો વર હૈ કોણ થશે? આ પ્રમાણે સીતાદેવીના પિતા જનક નામના પૃથ્વીપતિ
રાત-દિવસ ચિંતા કરતા હતા. આ ચિંતાને દૂર કરવા માટે જનક મહારાજાએ પોતાના મંત્રીઓ સાથે વિચાર કર્યો અને ચરચક્ષુ દ્વારા
રાજાઓના દરેક કુમારોને જોયા, પરંતુ તેમાંનો કોઈ પણ શ્રી જનક ૨૦૨ મહારાજાને રૂચિકર થયો નહિ.
અનાર્યોનો ઉપદ્રવ આ ચિતા ટળે તે પહેલાં શ્રી જનક મહારાજા ઉપર અન્ય ચિતાનો પ્રસંગ ઉભો થાય છે. અને તે અન્ય કોઈ જ નહીં, પણ અનાર્યોના ઉપદ્રવનો. એ પ્રસંગે શ્રી જનક મહારાજાને અન્ય કોઈ યાદ નથી આવતું પણ શ્રી દશરથ મહારાજ જ યાદ આવે છે. અને એ પ્રસંગ જ આપણને એ ઉભયની વચ્ચે કેવો મનોહર મૈત્રીભાવ છે એનો ખ્યાલ આપે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
तढार्यबर्बरैरात - रंगतमादिपार्थिवैः । दैत्यकल्पैरनल्यै-भू र्जनकस्योपदुद्रुवे ॥
“જે સમયે શ્રી જનકરાજાની પોતાની પ્રાણપ્રિય પુત્રીના વરની ચિંતામાં હતા, તે સમયે શ્રી જનક રાજાની ભૂમિ ઉપર અર્ધબર્બર દેશના આતરંગતમ આદિ દૈત્યો જેવા ઘણા રાજાઓએ ઉપદ્રવ આરંભ્યો.”
તે અનાર્ય રાજાઓના ઉપદ્રવનો ધસારો કારમો હતો. કલ્પાંત કાળે સમુદ્રનું જળ જે રીતે ધસી આવે તે રીતે અનાર્ય રાજાઓ શ્રી
જનકરાજાની ભૂમિ ઉપર ધસી આવતા હતા. એવી રીતે ધસી છે આવતા તેઓનો વિરોધ કરવાની શક્તિ શ્રી જનક મહારાજામાં ન
હતી. કલ્પાંત કાળના સમુદ્રજળોનો ધસારો ઘણો કારમો હોય છે. એના જેવા ધસારાથી ધસી આવતા અનાર્ય રાજાઓનો વિરોધ કરવાને અસમર્થ એવા શ્રી જનક મહારાજાએ શ્રી દશરથ મહારાજાને બોલાવવા માટે પોતાનો દૂત મોકલ્યો.
કારમી આફતના પ્રસંગે વિશ્વમાં સાચા સ્નેહીનું જ સ્મરણ
Page #221
--------------------------------------------------------------------------
________________
STUDIO
કરવામાં આવે છે. એ ન્યાયે શ્રી જનક મહારાજાએ પણ અન્ય છે કોઈનું સ્મરણ ન કરતાં શ્રી દશરથ મહારાજાનું જ સ્મરણ કર્યું. અને તે છે તેમને જ બોલાવવા માટે દૂત રવાના કર્યો શ્રી જનકરાજાનો દૂત G આવ્યો છે એમ જાણતાંની સાથે જ મોટા મનવાળા શ્રી દશરથ રાજાએ એકદમ સંભ્રમપૂર્વક તે દૂતને બોલાવી પોતાની સામે પ્રસન્નતાપૂર્વક બેસાડ્યો અને મનોહર મૈત્રીભાવનું પ્રકાશન કરવા ) પૂર્વક કુશળતાના પ્રશ્નો સાથે આગમનના કારણનો પ્રશ્ન કરતાં કહ્યું કે,
तस्यास्मत्सुहृदो दरस्थितस्यापि त्वदागमात् । मन्ये सौहार्दमन्द्वैतं, मयींदाविव वारिधेः ॥ कच्चिढ़ाष्ट्रे पुरे गौने, सैन्ये स्वांगेऽन्यतोऽपि च । gશાન મથનારૂં - હ્યાdીમનારમ્ ?
"હે દૂત! તારા આગમનથી હું માનું છું કે સાગરની જેમ ચંદ્રમા ઉપર અદ્વિતીય મિત્રાચારી છે, તેમ દૂર રહેલા એવા પણ અમારા સુહદ્વી મારી ઉપર 2, અદ્વિતીય મિત્રાચારી છે. એ અદ્વિતીય મિત્રાચારીના યોગે હું પ્રશ્ન કરું છું કે, મારા પરમમિત્ર શ્રી જનક મહારાજાના રાષ્ટ્રમાં, પુરમાં, ગોત્રમાં અને તેઓના પોતાના શરીરમાં તથા અન્યથી પણ સારી રીતે કુશળ છે ને ? વધુમાં તે દૂત ! તું જણાવ કે અહીં આવવાનું કારણ શું છે ?”
શ્રી દશરથ મહારાજા જે રીતે અદ્વિતીય મૈત્રીભાવને પ્રકાશિત કરવાપૂર્વક પ્રશ્ન કર્યો, તે જ રીતે શ્રી દશરથ મહારાજા પ્રત્યેનો જે મૈત્રીભાવ શ્રી જનકરાજાના અંતરમાં છે તેનું યથાસ્થિત પ્રકાશન કરવાપૂર્વક આગમનનું કારણ જણાવતાં દૂતે શ્રી દશરથ મહારાજાને પ્રત્યુત્તરમાં જણાવવા માંડ્યું કે,
दूतोऽप्यवाहीन्मभर्तुः सत्स्वप्याप्तेष्वनेकशः । सुहृदयमात्मा वा, त्वमेवासि महाभुज ॥११॥ जनकस्य सुखैर्दुखैर्यत्सदा गृह्यसे ततः । विधुरेऽद्य स्मृतस्तेन- त्वं यथा कुलदेवता ॥२॥ वैताढ्याद्वेर्दक्षिणतः, कैलासस्योत्तरेण च । संत्यनार्या जनपढा, भूयांसो भीषणप्रजाः ॥३॥
લાજ ઘરવારોને 8 ખાનદાની ઝળકી ઉઠે છે...૯
Page #222
--------------------------------------------------------------------------
________________
સતત.... ભાગ-૨
૭.
રિમ-લક્ષમણને
તેમ્બર્થવર્વરો નામ, સ્ટેશો ઘર્ઘરઝુનવત્ ? विद्यते दारुणाचारै - नरैरत्यन्तढारुणः ॥४॥ मयूरमालनगरे तस्य देशस्य भूषणे । માતરંવાતમાં નામ, સ્નેનોસ્ત ઢાળ: રાક શુdબંdhdhisોન - પ્રભૃતીનું વિષય નહિ ? भुंजते तनयास्तस्य, नृपीभ्य सहस्रशः ॥६॥ ઇંઢાનમાતરવર્તઃ પરિત પરિવારિતઃ ? મહાધ્યાક્ષીનાથે, રમલીનાdhક્ષતિમ્ પ્રતિસ્થાનં દૈત્યાન, ઘમંગુત્તે ટુરાવા ? તેષાં હીન સંપદ્મવો-SgAષ્ટ ઘહિCHવ: ૮ अनारतमभीष्टस्य, धर्मस्य जनकस्य च । તpઝપ્ત પરિત્રાળ, prળમૂતતૂયોરસ ?? ????
હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્તજનો હોવા છતાં પણ તેઓના મિત્ર, તેઓનું હદય અને તેઓનો આત્મા જો કોઈ હોય તો તે આપ જ છો જે કારણથી શ્રી જનક મહારાજાનાં સુખોથી અને દુ:ખોથી આપ ગ્રસિત થાઓ છો, તે જ કારણથી આજે આફતના સમયે દુઃખિત એવા શ્રી જનક મહારાજાએ, જેમ પોતાના કુળદેવતાનું સ્મરણ કરે, તેમ આપનું સ્મરણ કર્યું છે અર્થાત્ આ વિશ્વમાં શ્રી જનક મહારાજના સુખમાં કે દુ:ખમાં ભાગીદાર હો તો આપ છો અને આજે શ્રીજનક મહારાજા દુઃખી હાલતમાં છે, એ કારણે શ્રી જનક મહારાજાએ પોતાના કુળદેવતાની જેમ આપનું આજે સ્મરણ કર્યું છે કારણકે આફતના સમયે સાચા સ્નેહીને જ યાદ કરી શકાય છે અને એ જ ન્યાયે મારા સ્વામીએ આપને યાદ કર્યા છે. એ આફતનો પ્રસંગ એવો છે કે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં અને કેલાસ પર્વતની ઉત્તર દિશામાં ઘણાં જ અનાર્ય દેશો છે અને તે અનાર્ય દેશોમાં ભયંકર પ્રજાઓ વસે છે, તે અનાર્ય દેશોમાં બર્બરકુલ જેવો ‘અર્ધબર્બર' નામનો એક દેશ છે અને તે દેશ કૂર આચારવાળા મનુષ્યોના યોગે અત્યંત ક્રૂર છે. તે દેશના ભૂષણરૂપ મયૂરમાલ નામના નગરમાં આતરંગતમ નામનો ક્રૂર એવો મલેચ્છ રાજા છે. તે રાજાના હજારો પુત્રો રાજા બનીને શુક્ર, મંકન અને કાંબોજ વગેરે દેશોને પણ ભોગવે છે. તે રાજાઓ પણ ક્ષય ન પામે એવી સેનાના નાથ છે. તેઓના પરિવારથી ચારે બાજુએ પરિવરેલો આતરંગતમ નામનો રાજા, શ્રી જનક મહારાજાની ભૂમિને ભાંગી રહયો છે. દુષ્ટ આશયને ધરનારા તે રાજા સ્થાને સ્થાને રહેલાં ચૈત્યોને ભાંગી રહ્યો છે કારણ તે પાપાત્માને આજન્મ સંપત્તિઓ કરતાં પણ ધર્મમાં વિપ્લવ કરવો એ વધુ ઈષ્ટ છે. તે હેતુથી અતિશય ઈષ્ટ એવા ધર્મનું અને શ્રી જનક મહારાજાનું આપ રક્ષણ કરો. કારણકે આપ એ ઉભયના પ્રાણરૂપ છો.
iOSHI
Page #223
--------------------------------------------------------------------------
________________
દશરથ મહારાજાની તૈયારી છે શ્રી જનક મહારાજાના દૂત દ્વારા ધર્મ ઉપર અને શ્રી , જનકરાજા ઉપર નિરંતર ધર્મના નાશમાં જ રક્ત રહેતા અનાર્યો તરફથી કારમો ઉપદ્રવ થયાના સમાચાર સાંભળીને તે ને તે જ વખતે શ્રી દશરથ મહારાજાએ યાત્રાભેરી વગડાવી. કારણકે
"संतः सतां परित्राणे, विलंबते न जातुचित्' “સપુરુષો, સપુરુષોની રક્ષા કરવામાં કદીપણ વિલંબ કરતા નથી."
દશરથ મહારાજા પ્રત્યે રામચંદ્રજીની પ્રાર્થના યુદ્ધ માટે સ્વયં જ જવાને સજ્જ થતા શ્રી દશરથ મહારાજા પ્રત્યે સુવિનિત એવા શ્રી રામચંદ્રજીએ વિનિતભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે,
"रामोऽथोचे दशरथं, म्लेच्छोच्छेदाय चेत्स्वयम् । तातो यास्यति तद्वामः, सानुजः किं करिष्यति ॥११॥ पुत्रस्नेहाच्च तातेना-क्षमो वा तर्कितोऽस्म्यहम् । મમતાસિદ્ધ, નાન્વિટવાળુપુ પૌરુષન્ ૨/૪ प्रसीद विरम म्लेच्छानुच्छेत्तुं मां समादिश । અધિરાછુષ્ય સ્વામિ-દ્યવાર્તા સ્વનિર્મનઃ રૂ?”
પ્લેચ્છોનો ઉચ્છેદ કરવા માટે જો પિતાશ્રી પોતે જ પધારશે તો ? પછી પોતાના નાના બંધુ સાથે રામ શું કરશે? જો પિતાશ્રીએ પુત્રસ્નેહથી મને અસમર્થ કચ્યો હોય તો હું કહું છું કે ઇક્વાકુ વંશના પુરુષોમાં શ્રી ભરત મહારાજાથી આરંભીને પુરુષાર્થ જન્મથી જ સિદ્ધ છે. એ કારણે હે પિતાશ્રી ! આપ કૃપા કરો, વિરામ પામો અને પ્લેચ્છોનો ઉચ્છેદ કરવાની આજ્ઞા મને ફરમાવો. હે સ્વામિન્ ! આપ અલ્પ સમયમાં જ આપના પુત્રની જયવાર્તાનું શ્રવણ કરશો.”
સંસારમાં રહેલાં વિનીત પુત્રોની પિતા પ્રત્યે કેવી ફરજ હોય છે?' એ વિચારનાર આ પ્રસંગ ઉપરથી વિચારી શકે છે. સંસારમાં રહેવારો પુત્ર, પિતાની સેવાના એકપણ પ્રસંગને જતો કરે નહિ. પિતા પાસે ઉદ્ધતાઈ એ સુપુત્રને મરણ કરતાં પણ ભયંકર લાગવી જોઈએ. સુપુત્ર કોઈપણ વાત પિતા પાસે રજૂ કરે તે વિનયપૂર્વક જ કરે.
કુલજ વરિવારોની 3 ખાનદાની ઝળકી ઉઠે છે..૯
Page #224
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિમ-લક્ષમણને
શ્રી રામચંદ્રજી શ્રી દશરથ મહારાજાના પુત્ર છે. પુત્ર છે એટલું જ નહિ પણ સુપુત્ર છે, સુપુત્ર છે એટલું જ નહિ પણ ભવિષ્યમાં મોટા પુરુષ થનાર છે. અને અંતે કર્મરિપુનો નાશ કરી મુક્તિએ જનાર છે. આખા રામાયણમાં જો-જો કે શ્રી રામચંદ્રજીએ યુદ્ધ કર્યું છે તે આક્રમણ રૂપ નથી. પણ બચાવરૂપ છે. રામાયણ હવે જ શરૂ થાય છે.
અવસર આવ્ય શક્તિમાન ધર્મી ઓરડામાં પેસવાની વાત ન જ કરે, એને મરવાનો ભય અધર્મી જેટલો ન હોય, મરવાનો ખરો ભય તો અધર્મીને અને એથી પણ અધિક ધર્મના વિરોધીને હોય, 'પણ ધર્મીને તેવો મરણભય નથી હોતો. કારણકે ધર્મીએ તો શરીરને ત્યાજ્ય માન્યું છે. અને મરણ એટલે શરીરના ત્યાગ સિવાય બીજું છે. પણ શું? વસ્તુ સ્વરૂપને સમજનારો ધર્મી આક્રમણ વખતે દેવ, ગુરુ અને ધર્મ ઉપર આક્રમણ આવી રહ્યાં હોય તે વખતે ઘરમાં પેસી શકે જ નહિ. પોતાની ફરજ સમજનાર ફરજ અદા કરવાના સમયે શરીર આદિના મોહને આધીન ન જ થાય.
ફરજનું જ્ઞાન હોવાથી જ પિતાને તૈયાર થતાં જોતાની સાથે જ શ્રી રામચંદ્રજી ઉભા થઈ ગયા અને કહ્યું કે હે પિતાજી ! પ્લેચ્છોના ઉચ્છેદ માટે આપ પોતે જ જશો તો બંધુ સહિત રામ શું કરશે ? અર્થાત્ હે તાત ! હું તથા લક્ષ્મણ જેવા પત્રો વિદ્યમાન છતાં આ પરિશ્રમ આપને શા માટે હોય ?' આ વગેરે વાતો વિનયપૂર્વક જણાવી કોઈપણ રીતે અનુમતિ મેળવી અને બંધુ સાથે સેનાને લઈને મિથિલાનગરી તરફ શ્રી રામચંદ્રજીએ પ્રયાણ કરી દીધું.
શ્રી રામચંદ્રજી પોતાના બંધુઓ અને સેના સાથે મિથિલાનગરીની નિકટમાં પહોંચી જાય, તે પહેલાં જ તેમણે
મહાવનમાં જેમ ચમૂર એટલે એ જાતિનાં હરણીયાં, વાઘ, શાર્દુલ, છે અને સિંહો દેખાય તેમ મિથિલાનગરીના પ્રદેશમાં એટલે આ છે મિથિલાનગરીની પાસેની ભૂમિમાં મ્લેચ્છ મહાભટોને જોયા, SP કારણકે એ લોકો નગરીની બહાર નગરીને ઘેરીને જ પડેલા છે.
એ મ્લેચ્છોની ભુજાઓમાં યુદ્ધ કરવાની ચળ આવી રહેલી છે.
અને જયથી શોભી રહેલા તે મહાપરાક્રમીઓ એકદમ શ્રી B. રામચંદ્રજી ઉપર પણ ઉપદ્રવ કરવા પ્રવર્તમાન થઈ ગયા. રજને
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉડાડનારા મહાપવનો જેમ એક ક્ષણની અંદર જગતને અંધ કરી નાંખે છે. તેમ મહાપવનની જેમ ઉભ્રાન્ત બનેલા તે સ્વેચ્છાએ, એકદમ છોડેલાં અસ્ત્રો દ્વારા શ્રી રામચંદ્રજીના સૈન્યને આંધળું બનાવી દીધું. આ બનાવ બનવાથી શત્રુઓની સેવાઓ અને શત્રુઓ પોતાનો જય માનવા લાગ્યા. શ્રી જનકરાજા પોતાનું મરણ આવી લાગ્યું એમ માનવા લાગ્યા અને લોકોએ પણ એમ જ માની લીધું કે હવે આપણો સંહાર થઈ જ જવાનો.
ધીરતાપૂર્વક વીરતાનું રામચંદ્રજીએ કરેલું પ્રદર્શન અનાર્યો તરફથી થયેલા એકદમ હલ્લાથી સઘળાંએ મૂંઝાયા. પણ શ્રી રામચંદ્રજી તો શત્રુઓની ઘેલછા ઉપર હસવા લાગ્યાં અને હસતાં-હસતાં જ તે ધીરતાથી ભરેલા વીરે પોતાની ધીરતાપૂર્વકની વીરતાના પ્રદર્શન કરવા માટે ન જ હોય. તેમ એક લેશ પણ ક્ષોભ આદિથી રહિતપણે પોતાના ધનુષને પણછ ઉપર ચઢાવ્યું અને રણનાટકના વાજિંત્રરૂપ તે ધનુષની દોરીનો ટંકાર કર્યો. એ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક જ ટંકાર કરનાર અને ભૂમિ ઉપર રહેલા દેવની જેમ ભ્રકુટીના ભંગને નહિ કરનાર શ્રી રામચંદ્રજીએ, શિકારી જેમ - હરણીયાઓને વીંધી નાંખે તેમ અસ્ત્રો દ્વારા કોડો મ્લેચ્છોને વીંધી નાંખ્યા. આ પ્રમાણે અકસ્માત્ અસ્ત્રોના વરસાદથી “આ શ્રી જનકરાજા તો રાંક છે, તેનું સૈન્ય તો એક મશક જેવું છે. અને એની ? સહાય માટે આવેલું સૈન્ય તો શરૂઆતથી જ દીનતાને પામી ગયેલું છે.” આ પ્રમાણે હોવા છતાં પણ ‘અરે ! આકાશતળને આચ્છાદિત ૨૦૭ કરી નાંખતાં આ બાણો પક્ષીરાજોની જેમ ક્યાંથી આવે છે ?” આ છે પ્રમાણે પરસ્પર બોલતા અને કુપિત તથા વિસ્મિત થયેલા છે. આતરંગતમ આદિ મ્લેચ્છ રાજાઓ એકી સાથે અસ્ત્રોનો વરસાદ વરસાવતા શ્રી રામચંદ્રજીની તરફ ધસ્યા. એકી સાથે અસ્ત્રોને વરસાવવાપૂર્વક ધસી આવતા એવા પણ તે પ્લેચ્છોને દુરાપાતી, દઢાઘાતી અને શીઘ્રવેધી એવા શ્રી રામચંદ્રજીએ જેમ અષ્ટાપદ હાથીઓને સહેલાઈથી ભગાડે તેમ સહેલાઈથી ભગાડી મૂક્યા. શ્રી રામચંદ્રજી દુરાપાતી હોવા સાથે એવા દ્રઢાઘાતી અને શીઘવેધી હતા કે તેમની સામે પરાક્રમી એવા પણ મ્લેચ્છો લાંબો કાળ ટકી શક્યા નહિ અને જેમ કાગડાઓ ભાગે તેમ નાસીને દશે દિશાઓમાં એકદમ ભાગ્યાં.
કુલીન પરિવારોને 8 ખાનદાની ઝળકી ઉઠે છે...?
Page #226
--------------------------------------------------------------------------
________________
ભ૮૮-૨
સતત
શ્રી રામચંદ્રજીના ધીરતાપૂર્વકની વીરતાના પ્રદર્શનથી ત્રાસ પામી ગયેલા મ્લેચ્છ રાજાઓને નાશી છૂટેલા જોઈને દેશવાસી લોકોની સાથે શ્રી જનક મહારાજા પણ સ્વસ્થ બની ગયા.
જીતી ન શકાય એવા મ્લેચ્છોને શ્રી રામચંદ્રજીએ એક ક્ષણવારમાં જીતી લીધા એ જોઈને શ્રી જનકમહારાજાના હર્ષનો તો પાર જ ન રહો. અતિશય હર્ષને પામેલા શ્રી જનક મહારાજાએ સીતા નામની પોતાની દીકરી શ્રી રામચંદ્રજીને અર્પણ કરી. - આ રીતે શ્રી દશરથ મહારાજાને બદલે શ્રી રામચંદ્રજીના આગમનથી શ્રી જનક મહારાજાને તો ઉભય વસ્તુની પ્રાપ્તિ થઈ. એક તો પોતાની પુત્રી સીતાને માટે અનુરૂપ વરની પ્રાપ્તિ થઈ. અને પ્લેચ્છોની સામે જયની પણ પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે શ્રી જનક મહારાજાની બેય પ્રકારની ચિંતાઓ એકી સાથે જ નાશ પામી.
સંસારની લાલસા હોય તો ચિંતા હોય જ સુખી ગણાતા આત્માઓને પણ આ સંસારમાં અનેક પ્રકારની ચિંતાઓ આવ્યા જ કરે છે. કારણકે આધિ, વ્યાધિ અને ઉપાધિથી જ ભરેલા આ સંસારમાં ચિંતા એ કાંઈ અસહજ વસ્તુ નથી. હદયમાં સંસારની લાલસા જીવતી રહે અને ચિંતા આવે નહિ એ વસ્તુ જ અસંભવિત છે. જે આત્માઓએ ચિંતાથી બચવું હોય તે આત્માઓએ અનાદિથી આત્મા સાથે એકમેક થઈ ગયેલી સંસારની લાલસાને નિર્મળ કરવાના પ્રયત્નમાં જ મચી પડવું જોઈએ. અન્યથા આત્મા કોઈપણ રીતે આ સંસારમાં બચી જાય તેમ નથી જ. આત્મશાંતિનો નાશ કરનારી ચિંતાથી તે જ આત્માઓ બચી શકે છે કે જે આત્માઓ સંસારની લાલસા માત્રને પણ પાપ માની તેનાથી બચવા માટે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા એક મોક્ષમાર્ગની જ આરાધનામાં રક્ત બને છે. એ પુણ્યાત્માઓ છે સિવાયના આ સંસારમાં મોટા ચક્રવર્તી અને ચક્રવર્તીઓનાય તો મિત ચક્રવર્તીને પણ એ ચિંતા છોડતી નથી.
આ જ કારણે સંપૂર્ણ દશપૂર્વને ધરનારા વાચકચંદ્ર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા શ્રી પ્રશમરતિ (૧૨૮ ગાથા)નામના પ્રકરણમાં હું માને છે કે,
રિમ-લક્ષ્મણને
Page #227
--------------------------------------------------------------------------
________________
છે
છે
,
“નૈવારિત રાનપાનસ્ય, તસુરવં ટ્રેવરાસ્ય ? यत सुखमिदैव साधो - र्लोकव्यापाररहितस्य ॥१॥"
આ સંસારમાં જ જે સુખ લોકવ્યાપારથી રહિત સાધુને છે, તે સુખ રાજાઓનાં રાજા એટલે ચક્રવર્તીને અને દેવોના રાજા ઇન્દ્રને પણ નથી.
ખરેખરી વાત એ છે કે લોકવ્યાપારને તજ્યા વિના આત્મા ચિંતામુક્ત બની શકતો જ નથી. લોકવ્યાપાર એ વસ્તુ જ એવી છે કે જે ગમે તેવા આત્માને પણ ચિંતામાં પટક્યા વિના રહે નહિ. લોકવ્યાપાર એટલે કૃષિ આદિની પ્રવૃત્તિ અને કામભોગનાં સાધનોને ઉત્પન્ન કરવાની ઇચ્છા. આ વસ્તુને કરવામાંય ચિંતા, કરાવવામાંય ચિંતા અને કરનારાઓની અનુમોદના કરવામાં પણ ચિંતા, એ હેતુથી સાધુને એ વસ્તુનો ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ હોય છે. એ વસ્તુનો ત્રિવિધે- ત્રિવિધ ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી સાધુતા આવી પણ શકતી નથી. એ વસ્તુનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ એટલે મનથી, વચનથી અને કાયાથી એ વસ્તુને કરવાનો પણ ત્યાગ, કરાવવાનો પણ ત્યાગ એ કરતા હોય તેઓને અનુમોદવાનો પણ ત્યાગ. સાધુતાના સ્વીકારનું પચ્ચખાણ પણ એ જ છે.
એ જ કારણે પ્રશમસુખના સ્પષ્ટીકરણમાં કેવો સાધુ સુખપૂર્વક રહી શકે ? આ વસ્તુનું પ્રતિપાદન કરતાં એ જ વાચકડુંગવ પ્રરૂપે છે કે,
सन्तज्य लोकचिन्तां - आत्मपरिज्ञानचिन्तनेऽभिरतः। जितरोषलोभमदनः, सुखमास्ते निर्बरः साधुः ॥१॥
પ્રશમરતિ : ગાથા ૧૨૯ જેમ જ્વરથી પીડાતો પ્રાણી રતિને નહિ પામી શકવાથી દુ:ખપૂર્વક જ રહે છે, તેમ સ્વજન અને પરજનરૂપ જે લોક તેના સંબંધી દારિદ્રય અને દૌર્ભાગ્ય આદિની ચિંતા, એના યોગે ઉત્પન્ન થતા રોષ, લોભ અને મદન આદિના પંજામાં સપડાઈ ગયેલો સાધુ, સાધુ ગણાવા છતાં પણ સુખપૂર્વક નથી રહી શકતો, પણ તે જ સાધુ સુખપૂર્વક રહી શકે છે કે જે સાધુએ, સ્વજન-પરજનરૂપ જે લોક, તેના ઘરિદ્ર અને દૌર્ભાગ્ય આદિ સંબંધી ચિંતા, તેનો સંપૂર્ણપણે ત્યાગ કરીને, અનાદિ સંસારમાં શરીર સંબંધી અને મનસંબંધી
ફૂલીન ઘરેવારોની
ખાનદાની ઝળકી ઉઠે છે....૯
Page #228
--------------------------------------------------------------------------
________________
e-2000 JP)
રિમ-લહમણને
દુ:ખોનો અનુભવ કરતો અને કામભોગનાં સુખોથી તૃપ્તિને નહિ પામતો આ આત્મા ઘણી મુસીબતે મનુષ્ય જન્મને અને બોધિને
પામ્યો છે. તો હવે જેવી રીતે એ બહુ દુઃખોથી ભરેલા આ સંસારમાં જ ન ભટકે તેવી રીતનો પ્રયત્ન મારે કરવો જોઈએ. આવા પ્રકારના
આત્મપરિજ્ઞાનના ચિંતનમાં આસક્ત બનવા દ્વારા રોષ, લોભ અને મદન ઉપર વિજય મેળવી રોષ, લોભ અને મદન નામના જ્વરનો નાશ કર્યો છે.
આ વસ્તુને સમજનારો મુનિ સંસારીઓની જેમ લોકચિંતામાં કેમ જ પડે? લોકચિંતા અને સંસાર એ બંને લગભગ એક જ વસ્તુ ૨૧૦
છે લોકચિંતામાં પડેલો આત્મા કહો કે સંસારી આત્મા કહો એ બે એક જ વસ્તુ છે. લોકચિંતામાં પડેલા સાધુને પણ ચિંતા મૂંઝવે તો એમાં આશ્ચર્ય પણ શું છે?
સંસારના સ્વભાવરૂપ જે ચિંતામાં રક્ત શ્રી જનકરાજા પણ ચિત્તામાં અટવાય એ સહજ છે. ઈષ્ટના વિયોગરૂપ અને અનિષ્ટના સંયોગરૂપ પ્રસંગથી ઉત્પન્ન થયેલી બેય પ્રકારની ચિંતાઓ શ્રી રામચંદ્રજીના આગમનથી ટળી ગઈ, કારણકે પોતાની પ્રાણપ્રિય પુત્રી માટે જોઈતા યોગ્ય વરની પ્રાપ્તિ રૂપ જે ઈષ્ટનો વિયોગ હતો તે પણ ટળી ગયો. અને મ્લેચ્છ રાજાઓના ઉપદ્રવરૂપ જે અનિષ્ટનો સંયોગ હતો તે પણ પરાક્રમી શ્રી રામચંદ્રજીએ જોત-જોતામાં ટાળી નાંખ્યો. પણ સંસાર એટલે ચિંતાનું ઘર, એટલે એમાં એક જાય ને બીજી આવે એમાં કશું જ નવું નથી. એ ન્યાયે બીજી પણ ચિંતાજનક આફત શ્રી જનકમહારાજા ઉપર કેવા અને કોના નિમિત્તથી આવી પડે છે એ ખાસ જાણવા જેવું છે.
જે સમયે શ્રી રામચંદ્રજીને શ્રી જનકમહારાજાએ પોતાની છે પુત્રીનું પ્રદાન કર્યું, તે સમયે લોકથી શ્રીનારદજીએ શ્રીમતી
સીતાજીના રૂપનું શ્રવણ કર્યું. શ્રી નારદજી એટલે શુદ્ધ શીલને ધરનારા તેઓના માટે કોઈના પણ રાજ્યના અંત:પુરમાં પ્રવેશ કરવાની મનાઈ ન હતી. કૌતુકી શ્રી નારદજી કોઈ પણ નવી વસ્તુ જોવા ઝટ જતા. એ સ્વભાવ મુજબ શ્રીમતી સીતાના રૂપને સાંભળવાથી તેમને શ્રીમતી સીતાને પણ જોવાની ઈચ્છા થઈ. એ
A
Page #229
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાના યોગે કૌતુકથી શ્રી નારદજી શ્રીમતી સીતાને જોવા માટે ત્યાં છે આવ્યા અને કન્યાના ઘરમાં પ્રવેશ કર્યો.
પીળા કેશવાળા, પીળા નેત્રોવાળા, મોટા ઉદરને ધરનારા છે છત્રીને ધરવાવાળા, હાથમાં દંડને રાખનારા, કૌપીન એટલે લંગોટીને પહેરનારા, કૃશ અંગવાળા અને સ્કુરાયમાન શિખા એટલે ચોટલીના ધરનારા, એ જ કારણે ભયંકર દેખાતા એવા શ્રી નારદજીને જોઈને હું શ્રીમતી સીતા ધ્રુજતી-ધ્રુજતી “હે મા !' એ પ્રમાણેની ચીસને મારતી અંદરના ઓરડામાં પેસી ગઈ. શ્રીમતી સીતાની ચીસ સાંભળીને કોલાહલપૂર્વક દોડી આવેલ દાસીઓ અને દ્વારપાલો આદિએ શ્રી નારદજીને કંઠ, શીખા અને ભુજાઓથી પકડીને રોકી લીધા. અર્થાત્ કોઈએ તેમનો કંઠ પકડ્યો તો કોઈએ તેમની શિખા પકડી અને કોઈએ તેમનો જમણો હાથ પકડ્યો. તો કોઈએ ડાબો હાથ પકડ્યો. એ પ્રમાણે કોલાહલપૂર્વક આવી પહોંચેલ દાસીઓ અને દ્વારપાલો આદિએ શ્રી નારદજીને બરાબર રોકી લીધા. દાસીઓ અને 2, દ્વારપાલોના કોલાહલથી યમદૂતની જે મ કોપાયમાન થઈ ગયેલા અને એને મારો' એ પ્રમાણે બોલતાં શસ્ત્રધારી રાજપુરુષો દોડી આવ્યા. તેઓથી ક્ષોભ પામી ગયેલ શ્રીનારદજી પોતાને કોઈપણ પ્રકારે છોડાવીને અને ઉડીને વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચી ગયા.
નારદજીની આવેશવશ વિલક્ષણ વિચારણા મહામુસીબતે છૂટીને વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચી ગયેલા શ્રી નારદજીએ પોતાના હદયમાં વિચાર કર્યો કે, વાઘણોથી જેમ ગાય છૂટે તેમ હું ભાગ્યયોગે જ ઘસીઓથી જીવતો નીકળ્યો અને જે પર્વત ઉપર ઘણા વિદ્યાધરોના ઈશ્વરો વસે છે તે વૈતાઢ્ય પર્વત ઉપર આવી પહોંચ્યો છું. આ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં ચંદ્રગતિ વિદ્યાધરેન્દ્રનો બળવાન અને ઇંદ્રના જેવા પરાક્રમવાળો ભામંડલ . નામનો યુવાન પુત્ર છે. તેથી સીતાને એક પટ ઉપર ચીતરીને હું એ , વિદ્યાધર પુત્રને દેખાડું કે જેથી એ હઠથી પણ તેનું હરણ કરશે, આ રીતે પણ મારા ઉપર ગુજારાયેલા જુલમનો બદલો હું લઉં.'
કુલીન ઘરિવારો
,
ખાનદાન ઝળકી ઉઠે છે....૯
Page #230
--------------------------------------------------------------------------
________________
8-00 *.P???
..........મ-લક્ષ્મણને
ભાગ્યવાનો ! વિચારો કે કર્મ આત્મા ઉપર કેવી-કેવી અતર્કિત આફતો કેવા કેવા નિમિત્તે ઊભી કરે છે ? વિચાર કરવામાં આવ્યો હોત તો શ્રી નારદજી પણ સમજી શકે તેમ હતા કે શ્રી સીતાનો આમાં કશો જ અપરાધ ન હતો. પણ કર્મ એવો વિચાર કરવા જ શાનું દે ? ભયંકર દૈશ્યના દર્શનથી એક રાજપુત્રી ભય પામે અને ચીસ પાડી ઘરમાં પેસી જાય એમાં કોઈના ઉપર ઉપદ્રવ ગુજરાવવાની તેનામાં ભાવના હતી એવી કલ્પના કરવી એ કેટલું વિચિત્ર ! અને પોતે જેની રક્ષામાં યોજાયેલ છે, તેની ઉપર આફત આવી પડી છે એમ જાણે તો નોકર વર્ગ પણ પોતાની ફરજ બજાવવા દોડી આવે તથા પોતાના માલિકને આફતમાંથી બચાવી લેવા બનતું કરે. એમાં દુન્યવી દૃષ્ટિએ કંઈ જાતનો ગુનો છે ? પણ આ બધું શ્રી નારદજી જેવા સમજદાર પણ ન વિચારી શક્યા અને શ્રી સીતાને કોઈ વિલક્ષણ પ્રકારની આફતમાં નાંખવાનો વિચાર કરવા મંડી પડ્યા. એ કર્મની કેવી અકળ કળા છે, એ સમજવા માટે આ પ્રસંગ સારામાં સારું સાધન છે.
કર્મની અકળ કળાએ શ્રી નારદજીને પણ વિલક્ષણ વિચારમાં મૂક્યા અને વિલક્ષણ વિચારણાનો અમલ કરવાને પણ એકદમ પ્રેર્યા. એ કારમી પ્રેરણાના પ્રતાપે શ્રી નારદજી જેવા પણ પરિણામનો વિચાર ન કરી શક્યા અને સ્વાભાવિક બનાવને જાણે એ ઈરાદાપૂર્વક જ કરવામાં આવ્યો છે. એમ માની લઈને બદલો વાળવાના જ નિશ્ચય ઉપર આવી ગયા. આવેશ એ ખરખરે જ ઘણી ભયંકર વસ્તુ છે. આવેશમાં આત્મા કશો જ સુંદર વિચાર નથી કરી શકતો. આવેશવશ શ્રી નારદજી પણ વિચાર ન કરી શક્યા કે આ કારવાઈનું પરિણામ કેટલા આત્માઓને પાપના માર્ગે યોજશે. અને કેટલાય આત્માઓ ઉપર અકારણ દુ:ખદ આફત આવી પડશે ! યોગ્ય વિચારણા નહીં કરી શકવાથી જ શ્રી નારદજીએ પોતાની વિચારણા મુજબ તરત જ તેમ કર્યું એટલે શ્રી સીતાજીનું એક સુંદર ચિત્રપટ ચીતર્યું અને ત્રણેય જગતમાં પૂર્વે નહિ જોયેલું એવું શ્રી સીતાનું રૂપ ભામંડલકુમારને દેખાડ્યું.
Page #231
--------------------------------------------------------------------------
________________
ભામંડલકુમારની કામાવસ્થાથી દુર્દશા શ્રી સીતાજીના અનુપમ રૂપદર્શનથી શ્રી ભામંડલકુમારની દશા હતા? કેવી થઈ એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી રે હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે,
सद्यो भामंडलो भूते - नेवाकामि मनोभुवा । लेभे न जातुचिबिढ़ां, विंध्याकृष्ट इव द्धिपः ॥११॥ વુમુને નહિ મોન્યાન, વૈયન્તિલ પવી ન જ अवतस्थे च मौनेन, योगीव ध्यानतत्परः ॥२॥
“શ્રીમતી સીતાના રૂપ દર્શનની સાથે જ એકદમ ભૂત જેમ આક્રમણ કરે તેમ કામદેવે શ્રી ભામંડલકુમાર ઉપર આક્રમણ કર્યું. કામદેવના આક્રમણથી આક્રમિત થયેલા શ્રી ભામંડલને, વિધ્યાચલ ઉપરથી ખેંચી લાવેલા હાથીને જેમ નિદ્રા ન આવે તેમ નિદ્રા પણ આવતી બંધ થઈ ગઈ. કામદેવના આક્રમણથી શ્રી ભામંડલકુમારે ખાવાનું પણ બંધ કર્યું, અને પીવાનું પણ બંધ કર્યું, એટલું જ નહિ પણ એક કામદેવથી પરવશ બનેલો શ્રી ભામંડલકુમાર ધ્યાનમાં તત્પર એવા યોગીની જેમ બિલકુલ ચાલવું પણ બંધ કરીને મૌનપૂર્વક જ રહેવા લાગ્યો.”
કામાવસ્થા આત્માની કેવી દુર્દશા કરે છે ! આ વાત આ બનાવ ઉપરથી સારી રીતે સમજી શકાય તેમ છે. વિષયના વિષમ વિપાકને નહિ સમજી શકનારા આત્માઓ સમક્ષ કામોત્પાદક વસ્તુઓનું પ્રદર્શન કેટલું કારમું નિવડે છે ? એ વાત પણ આ પ્રસંગ ઉપરથી વિચારી લેવી જોઈએ એવી વસ્તુઓનાં દર્શન માત્રથી આવા આત્માઓ એવા પરાધીન બની જાય છે કે એ પરાધીનતાના પ્રતાપે તેઓ સર્વ આત્મભાન વિસરી જાય છે. કામાવસ્થાની પરાધીનતાના પ્રતાપે આત્મા કોઈ જુદી જ જાતનો યોગી બની જાય છે. શાસ્ત્ર વર્ણવેલા યોગીઓ જેમ મુક્તિની આરાધનામાં અર્પિત થઈ ગયેલા હોય છે, તેમ કામને પરવશ બનેલા આત્માઓ રમણીય રૂપની આરાધનામાં જ અનુરક્ત બની જાય છે એવા આત્માઓને એ જ સિવાયનું બોલવું-ચાલવું પણ નથી ગમતું. ખાવું પીવું પણ નથી ગમતું અને નિદ્રા પણ તેઓનો ત્યાગ કરી જાય છે. ખરેખર, આવી જાતની દશા એ આત્માને કારમી રીતે દુર્ગતિમાં ઘસડી જાય છે.
કુલીન ઘરબાર
ખાનદાન ઝળકી ઉઠે છે....૯
Page #232
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
२१
રિામ-લક્ષ્મણને
પોતાના પુત્ર શ્રી ભામંડલકુમારને તેવા પ્રકારની કારમી અવસ્થામાં જોઈને દુ:ખી બની ગયેલા ચંદ્રગતિ નામના નરપતિએ પોતાના તે પુત્રને આવું દુઃખનું કારણ શું આવી પડ્યું છે એ જાણવા માટે પૂછ્યું કે
X X X X X X X X X X X X X X 1 किमाधिर्बाधते कोऽपि, त्वामथ व्याधिवोद्धतः ॥१॥ किमानाखंडनं केना - प्यकारि भवतोऽथवा । अन्यदा हि हे वत्स ! यत्ते दुःखस्य कारणम् ॥२॥
“હે વત્સ ! શું તને કોઈ આધિ એટલે માનસિક પીડા બાધિત કરે છે કે કોઈ પણ ઉદ્ધત વ્યાધિ બાધિત કરે છે ? અથવા તો કોઈએ પણ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે કે કોઈ બીજું જ તારા દુઃખનું કારણ છે ? અર્થાત્ હે પુત્ર ! આ તારા દુઃખનું જે કંઈ કારણ હોય તે તું કહે.'
કુલીનની કુલીનતા પિતાના આ પ્રકારના પ્રશ્નથી શ્રી ભામંડલકુમાર લજ્જાથી બેય પ્રકારે અધોમુખ થઈ ગયો. પિતાના પ્રશ્નથી કુમારના મનમાં એક તો પોતાની આવી પરાધીનતાની પણ લજ્જા આવી અને પોતાના પિતા પોતાની આવી દશા જાણી ગયા એથી પણ લજ્જા આવી એટલે પિતાના પ્રશ્નનો ઉત્તર આપવાની તાકાત તો તેની હણાઈ જ ગઈ, પણ ઉંચુ મુખ કરીને પિતાના મુખ સામે જોવાની તાકાત પણ તેનામાં રહી શકી નહીં.
શ્રી ભામંડલકુમારની એવી સુલજ્જ દશાની પ્રશંસા કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
ગુરુ તારવ્યd, jનીની:” કુલીન આત્માઓ ગુરુઓની, વડિલોની સમક્ષ તેવા પ્રકારની વાત કહેવાને કેમ જ સમર્થ થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે.
055
Page #233
--------------------------------------------------------------------------
________________
વિચારો કે કુલીન આત્માઓની કુલીનતા કેવી હોઈ શકે ? કુલીન આત્માઓ પોતાના વડીલોની સમક્ષ પોતાની પામર દશાના પ્રલાપો કરવાની ધૃષ્ટતા કેમ જ કરી શકે ? કુલીનતાની આ જાતની મર્યાદા આત્માને અનાચારથી એકદમ બચાવી લે છે. સ્વતંત્રતાના નામે આજે જેઓ મર્યાદાનું લીલામ કરી-કરાવી રહ્યાં છે, તેઓ અનાચારને આમંત્રણ કરી પોતાની જાતનો પોતાના હાથે જ અધ:પાત કરી રહ્યા છે અને કરાવી રહ્યાં છે. કુલમર્યાદા છોડીને જેઓ વિષયાદિની સાધનામાં સ્વચ્છંદી બને છે, તેઓ તરફથી સદ્ધર્મના પાલનની આશા રાખવી એ તો આકાશ કુસુમને મેળવવાની આશા રાખવા બરાબર છે. પિતાદિ વડીલો સમક્ષ જેઓ કામની વિલાસની વાતો કરતાં ન શરમાય તેવા આત્માઓમાં અનાચારો આવતાં વાર જ કેટલી ? ઉત્તમકુળોમાં ઉત્તમ જાતના અંકુશો અવશ્ય હોવા જ જોઈએ. ઉત્તમ જાતના અંકુશો આત્માને અધોગતિગામી બનતાં અવશ્ય અટકાવે છે. ઉત્તમ કુળોની મહત્તા મોક્ષની સાધનામાં છે. પણ વિષયોની સાધનામાં નથી એટલે એવા કુળોમાં ઉત્તમ અંકુશો કેમ ન હોય ? અવશ્ય હોય જ અને હોવા જ જોઈએ.
ઉત્તમ કુળમર્યાદાના અખંડ પાલક શ્રી ભામંડલકુમારે જ્યારે પોતાના પિતાશ્રીને કશો જ ઉત્તર ન આપ્યો એટલે ચંદ્રગતિ નામના નરપતિએ પોતાના પુત્રના મિત્રો પ્રત્યે દૃષ્ટિ કરી એટલે તેઓએ શ્રી ભામંડલકુમારના દુ:ખનું કારણ જણાવતાં કહ્યું કે
‘‘ામના નાર¢ાનીત - ઘટાનિશ્ર્વિતયોધ્ધતિ ૫ XXXXXXXXX મામંડનસ્વાતિ ારનમ્''રો ‘નારદજીએ આણેલી પટમાં આલેખાયેલી જે સ્ત્રી, તેની કામના એ જ શ્રી ભામંડલકુમારની પીડાનું કારણ છે.'
રાજાનો પ્રશ્ન અને નારદજીનો ઉત્તર
પુત્રના મિત્રો દ્વારા પુત્રની પીડાનું કારણ જાણીને તરત જ રાજપુંગવ ચંદ્રગતિએ શ્રી નારદજીને ભક્તિપૂર્વક પોતાના ઘરમાં
કુલીન પરિવારોની
૨૧૫
ખાનદાની ઝળકી ઉઠે છે...૯
Page #234
--------------------------------------------------------------------------
________________
સીત..... ભાગ-૨
‘હે રાજન્ ! જે મેં પટમાં આલેખીને બતાવી છે તે શ્રીમતી વિદેહા નામની રાજરાણી અને શ્રી જનક નામના રાજાની દીકરી છે અને તેનું નામ સીતા છે. રૂપે કરીને જેવી છે તેવી ચીતરવાને માટે હું પણ સમર્થ નથી. અને અન્ય પણ સમર્થ નથી, કારણકે તે મૂર્તિએ કરીને લોકોત્તર જ સ્ત્રી છે. સીતામાં જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં ૨૧૭ પણ નથી. નાગકુમારીઓમાં અને ગંધર્વોની સ્ત્રીઓમાં પણ નથી. તો પછી મનુષ્યની સ્ત્રીઓમાં તેવા રૂપની કથા જ શી ? અર્થાત્ મનુષ્યની સ્ત્રીઓમાં તેવું રૂપ હોય જ શાનું ? તેના રૂપ જેવા યથાવસ્થિત રૂપને વિકુર્વી શકવાને દેવો, અનુકરણ કરવાને દેવનટો અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી, તેની આકૃતિમાં અને વચનમાં જે કાંઈ મધુરતા છે તથા કંઠમાં અને હાથપગમાં જે રક્તતા છે તે કોઈ અવર્ણનીય જ છે. અથવા તે જેવા સ્વરૂપમાં છે તેવા સ્વરૂપમાં યથાર્થ રીતે જેમ હું આલેખવાને સમર્થ નથી, તેવી જ રીતે કહેવાને માટે પણ સમર્થ નથી. એ જ કારણે પરમાર્થથી હું તમને કહું છું કે એ કન્યા શ્રી ભામંડલકુમાર માટે યોગ્ય છે. એ પ્રમાણે મનથી વિચારી મેં મારી બુદ્ધિ પ્રમાણે પટમાં આલેખીને આ સ્ત્રી બતાવી છે.
જનકરાજાને ચંદ્રગતિએ કરાવેલી પ્રતિજ્ઞા
શ્રી નારદજી પાસેથી આ પ્રમાણે એ પટમાં આલેખીને બનાવેલી સ્ત્રીનું સ્વરૂપ ચંદ્રગતિ રાજાએ જાણી લીધું કે તરત જ તેમણે પોતાના પુત્ર શ્રી ભામંડલકુમારને આ સીતા તારી જ પત્ની થશે તે કારણથી હે પુત્ર ! તું હવે ખેદ ન કર. આ પ્રમાણેનું આશ્વાસન આપીને શ્રી નારદમુનિને વિસર્જન કર્યા. પુત્રને આશ્વાસન આપીને અને શ્રી નારદજીને વિસર્જન કર્યા પછી તરત જ ચંદ્રગતિ રાજાએ ચપલગતિ નામના વિદ્યાધરને એ પ્રમાણેનો આદેશ કર્યો કે શ્રી જનકરાજાનું અપહરણ કરીને એકદમ તેમને અહીં લઈ
આવ.'
.........મ-લક્ષ્મણને
પધરાવ્યાં અને પટમાં ચીતરીને લાવેલી જે સ્ત્રી તેના સંબંધમાં કોણ છે અને કોની દીકરી છે ? ઇત્યાદિ પૂછ્યું એ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતાં શ્રી નારદજીએ પણ કહ્યું કે,
0 34.
Page #235
--------------------------------------------------------------------------
________________
IDT
આજ્ઞા મુજબ ચાલગતિ નામના વિદ્યાધરે કોઈ ન જાણી શકે છે એવી જ રીતે રાતના જઈ શ્રી જનકરાજાને હરી લાવીને ચંદ્રગતિ રતિ રાજાને અર્પણ કર્યા. રથનૂપુરના રાજા ચંદ્રગતિએ શ્રી જનકરાજાને શું બંધુની જેમ સ્નેહથી આલિંગન કરવાપૂર્વક બેસાડ્યા અને સ્નેહથી કહયું કે, આપની પુત્રી લોકોત્તર ગુણોવાળી છે, અને મારો પુત્ર શ્રી હું ભામંડલ પણ રૂપની સંપત્તિથી પરિપૂર્ણ છે. હાલમાં એ વધૂવરાણાએ કરીને સંયોગ પણ ઉચિત છે અને એ સંબંધથી આપણા બેની વચ્ચે પરસ્પર ઉત્તમ પ્રકારનું સૌહાર્દ થાઓ.’
ચંદ્રગતિના આ કથનની સામે શ્રી જનક મહારાજાએ કહ્યું, મેં મારી પુત્રી સીતા શ્રી રામચંદ્રજીને આપી છે, એટલે હવે હું અન્યને શી રીતે આપું ? કારણકે કન્યાઓ અનેકવાર નથી અપાતી પણ એક જ વાર અપાય છે.
શ્રી જનક મહારાજાના આવા પ્રકારના કથનની સામે ચંદ્રગતિએ કહયું કે, સ્નેહની વૃદ્ધિને માટે મેં આપને અહીં તેડાવ્યા છે. અને આ રીતની યાચના આપની પાસે કરી છે, બાકી તો હું આપને અને સીતાને હરવાને પણ સમર્થ છું. જો કે આપે આપની ઓર દીકરી સીતા શ્રી રામચંદ્રજીને આપી છે, તો પણ રામ અમારો પરાજય કરીને તેને પરણશે. અમારા ઘરમાં ગોત્ર દેવતાની જેમ હંમેશાં ૧-શ્રી વજાવર્ત અને ૨- અર્ણવાવર્ત નામનાં બે ધનુષ્યો સાય દેવતાની આજ્ઞાથી પૂજાય છે. એ બે ધનુષ્યો હજાર યક્ષોથી અધિષ્ઠિત છે. દુઃસહ તેજને ધરનારાં છે. અને ભવિષ્યમાં થનારાં બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાનાં છે. તો એ બે ધનુષ્યોને આપ ગ્રહણ કરો. આ બે ધનુષ્યોમાંથી એક પણ ધનુષ્ય જો શ્રી રામચંદ્રજી ચઢાવશે તો અમે જીતાઈ ગયા એમ માનશું. તે પછી શ્રી રામચંદ્રજી આપની પુત્રીને ખુશીથી પરણે એમાં અમને કશી જ હરકત નથી.”
આ પ્રમાણે કહીને ચંદ્રગતિ રાજાએ શ્રી જનક મહારાજની ઈચ્છા નહિ હોવા છતાં પણ બળાત્કારે તેમ કરવાની પ્રતિજ્ઞા તેમની પાસે ગ્રહણ કરાવી. તે પછી તે રાજા પોતાના પુત્રની સાથે શ્રી જનકરાજાને અને તે બંન્નેય બાણોને મિથિલાનગરીમાં લઈ ગયા.
ફૂલોન ઘરિવારની
બદદા
ઝળકી ઉઠે છે...૯
Page #236
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
ત્યાં જઈને ચંદ્રગતિ રાજા શ્રી જનકરાજાને રાજમહેલમાં મૂકી આવ્યા અને પોતે પોતાના પરિવાર સાથે નગરીની બહાર પોતાનો વાસ કર્યો.
બની ગયેલા બનાવોનો બોધપાઠ
આપણે જોઈ ગયા કે શ્રી નારદજીએ પટ ઉપર આલેખીને બતાવેલી સ્ત્રીના દર્શનથી શ્રી ભામંડલ કામવશ બનીને ઘણો જ દુ:ખી થઈ ગયો. પોતાના પુત્રને દુ:ખી જોઈને ચંદ્રગતિ રાજાએ દુ:ખનું કારણ પૂછયું પણ લજ્જાને લીધે શ્રી ભામંડલ પોતાના પિતાને પોતાની વ્યથાનું એટલે કે કામાધીનતાથી થયેલી પીડાનું દુ:ખ જણાવી શક્યો નહિ. કારણકે કુલીન પુરુષો વડીલ પાસે કામની (વિષયની) વાત કરી શકતા નથી, એ કારણે ભામંડલના મિત્રોએ ચંદ્રગતિ રાજાને જણાવ્યું કે શ્રી નારદજીએ બતાવેલું સ્ત્રીનું ચિત્રપટ જોઈને એ સ્ત્રીને મેળવવાની થયેલી ઇચ્છા એ જ કુમારની પીડાનું કારણ છે. પુત્રના મિત્રો દ્વારા પુત્રની પીડાનું કારણ જાણીને તરત જ ચંદ્રગતિ રાજાએ, શ્રી નારદજીને બોલાવીને એ ચિત્રમાં આલેખેલી સ્ત્રી કોણ છે ? અને કોની ીકરી છે ? વગેરે સત્કારપૂર્વક પૂછ્યું.
ઉત્તરમાં શ્રી નારદજીએ પણ જણાવ્યું કે ચિત્રમાં આલેખેલી કન્યા શ્રી જનકરાજાની શ્રી વિદેહારાણીથી ઉત્પન્ન થયેલી પુત્રી છે. અને તેનું નામ સીતા છે. એનું રૂપ લોકોત્તર છે, એનું રૂપ આલેખવાને હું, અગર બીજો કોઈ પણ સમર્થ નથી. સીતાના જેવું રૂપ દેવીઓમાં, નાગ કન્યાઓમાં કે ગંધર્વની સ્ત્રીઓમાં પણ નથી. તો, માનુષી સ્ત્રીની તો વાત જ શી કરવી ? એના રૂપ જેવું યથાર્થ રૂપ બનાવવાને દેવતાઓ પણ તાકાત ધરાવતા નથી. એની આકૃતિ તથા વચનમાં અને કંઠમાં રહેલું માધુર્ય તથા હાથપગની રક્તતા, એ બધું જેવું છે તેવું કહેવાની શક્તિ મારામાં નથી, પણ એ કન્યા શ્રી ભામંડલને યોગ્ય છે. એવું વિચારીને સામાન્યરૂપે આ પટમાં આલેખી મેં કુમારને બતાવેલ છે. આ સમાચાર સાંભળીને તરત જ ચંદ્રગતિ રાજાએ શ્રી નારદજીને વિદાય કર્યા અને પુત્રને
Page #237
--------------------------------------------------------------------------
________________
જણાવ્યું કે હે પુત્ર ! ખેદ ન કર, કારણકે જરૂર સીતા તારી છે પત્ની થશે.
સભા: આમ કહેવાથી શું પિતાએ મર્યાદાનો ભંગ કર્યો એમ ન હૈ કહેવાય ?
મોહનું સામ્રાજ્ય છે, મોહાધીન આત્માઓ ને મોહની માત્રા વધી જાય છે ત્યારે પોતાની સ્થિતિને પણ ભૂલી જાય છે. મોહના યોગે સ્વભાવને ભૂલવો એ સહજ છે. એ જ કારણે પરમ ઉપકારી જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે મોહથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. મોહમગ્ન આત્માઓ મર્યાદાને પણ ચૂકે અને મોહક કારવાઈઓમાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
સભા: તો શું લગ્ન અને લગ્નના વરઘોડામાં પાપ ખરું?
પૂજયશ્રી : જરૂર પાપ, ઓછો રાચે તો ઓછું પાપ અધિક રાચે તો અધિક પાપ.
સભા: જે લગ્ન વગેરેનાં વરઘોડામાં રાચે તેને ધર્મના એક-બે વરઘોડા નીકળે એમાં વાંધો હોય ?
પૂજયશ્રી: તેવા લોકોને, તેઓ સારું માને છે ત્યાં કશો જ વાંધો આવતો નથી. બીજે જ વાંધો છે. સરકસ કાઢે છે. મહાસભામાં જવા સ્પેશીયલ જોડાય છે, ત્યાં ખર્ચ કેટલો ? દેશનેતાના સરઘસમાં ખર્ચ, કેટલો ? એના અધિવેશનોમાં ખર્ચ કેટલું ? ઘણું ય. પણ એમાં એમને વાંધો નથી. પણ આત્મકલ્યાણની ક્રિયાઓમાં જે દ્રવ્ય ખર્ચાય તેમાં જ એ લોકોને વાંધો છે. મંદિર આવા સુંદર કેમ? એવા-એવા પ્રશ્નો નીકળ્યા પણ બંગલા આવા કેમ? સ્ત્રી-પુરુષ ફક્ત બે જણા હોય, ત્યાં સાત માળના મહેલનું કામ શું? આવા-આવા પ્રસ્નો એમાંના કોઈએ કર્યો?
સભા: એ બધું મોજમઝા અને લોકોને આંજવા માટે અવશ્ય જોઈએ જ !
પૂજ્યશ્રી અને એવાઓને પૂજા કરવામાં ઘરનું કેસર વાપરવાનું કહેવામાં આવે તો આર્થિક સ્થિતિ ખરાબ છે, એ બચાવ ઝટ લાવે ને ?
કુલીજ પરિવારના કે ખાનદાની ઝળકી ઉઠે છે..૯
Page #238
--------------------------------------------------------------------------
________________
સભાઃ અરે સાહેબ ! એવાઓ માટે પૂજાની વાત જ ક્યાં છે ?
પૂજ્યશ્રીઃ બસ, ત્યારે સમજો કે આત્માનંદી તથા ભવાભિનંદીના બે ફાંટા તો રહેવાના જ. ભવાભિનંદીને ધાર્મિક ક્રિયાઓમાં થતો લક્ષ્મીનો સદ્યય ખૂંચે જ. એને તો પાપક્રિયામાં જ લક્ષ્મીનો વ્યય સારો લાગે. એવાઓને દેશનેતાના સરકસ આદિમાં થતાં ખર્ચમાં વાંધો નહિ પણ મહાપુરુષોના પ્રવેશ મહોત્સવ આદિમાં થતા ખર્ચમાં જ વાંધો લાગે. ચાર ઠરાવ અગર જે ઠરાવ કરવા હોય તે કરીને બધે ફેલાવે, ‘અગર અમુક આગેવાનો ભેગા થાય પણ બધા ૨૨૦ શું કરવા પૈસા ખર્ચીને જાય છે ?' આવા પ્રશ્નના ઉત્તરમાં તો કહે છે કે જરૂર છે, જાય તો જાગૃતિ આવે, એ ખર્ચમાં વાંધો નથી લાગતો. એમાં કેટલું ખર્ચ ? એ સાહિત્યનો પ્રચાર પણ કેટલો ? પગાર કેટલા ? છાપા કેટલા ? દેશના ઉદય કરનારને આ બધું કરવાની જરૂર, તો ધર્મનો ઉદય કરવા માટે કંઈ જરૂર ખરી કે નહિ ? દેશના ઉદ્દયમાં આડખીલી કરનારા જેમ દેશદ્રોહી કહેવાય તેમ અહીં પણ તેવાઓ ધર્મદ્રોહી કહેવાય કે નહિ ? કહેવું જ પડશે કે જરૂર કહેવાય. કારણકે ધર્મના ઉદયમાં દુનિયાનો ઉદય છે, એની સામે એક પણ દલીલ ટકી શકે તેમ નથી. ધર્મનો ઉદય થયા વિના કદી દેશનો ઉદય થવાનો જ નથી. મોક્ષના ધ્યેયથી અહિંસક બન્યા વિના, સત્યવાદી બન્યા વિના, સંયમ, બ્રહ્મચર્ય, સહિષ્ણુતા વગેરે સદ્ગુણો કેળવ્યા વિના કોઈપણ કાળે દેશનો સાચો ઉદય થવાનો જ નથી અને કાચ ધાંધલથી આભાસરૂપ ઉદય થઈ જાય તો પણ શાંતિ તો ટકે જ નહીં.
સીત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
શાંતિ તો સાચા ધર્મથી, સાચી અહિંસાથી, સાચી સત્યવૃત્તિથી, અચૌર્યથી, બ્રહ્મચર્યથી, નિર્લોભતાથી, સંતોષથી અને સહિષ્ણુતા વગેરેથી જ ટકવાની. ધર્મની રક્ષા માટે ધર્મીઓએ દેશને છે પણ પાયમાલ થવા દીધો છે. પ્રતાપરાણાના ઇતિહાસને તો તેઓ માને છે ને ? એમને કહેવામાં પણ આવ્યું હતું કે દેશ પાયમાલ થશે. રાજ્ય ખેદાનમેદાન થશે. આવા બળવાન બાદશાહ સામે નેહિ ફ્લાય. તો પોતે માનેલા ધર્મના ટેકીલા એ મેવાડના મહારાણાએ કહ્યું કે અટવીમાં રખડીશ, ભૂખે મરીશ, ઝૂરી ઝૂરીને મરીશ પણ ધર્મની ટેક
Page #239
--------------------------------------------------------------------------
________________
નહીં મૂકવાનો તે નહિ જ મૂકવાનો. એ પ્રતાપ રાણાને એવાઓ ? આજે માને છે કે ગાળો દે છે ? કહેવું જ પડશે કે ઈતિહાસમાં પણ છે. એવાના ગૌરવ જ ગવાય છે. એ વખતે ધર્મને ત્યજી બાદશાહને આધીન થનારાઓને દેશદ્રોહીના અને ધર્મદ્રોહીના ચાંદ પણ મળ્યા છે છે. રાજા માનસિંહને માટે આજે પણ શું બોલાય છે ? એ રીતે અહીં પણ ધર્મના ઉદયની આડે આવે તે ધર્મદ્રોહી જ કહેવાય એમાં પ્રશ્ન જ શો?
સભા: સ્વરાજ્ય મળે તો ધર્મ સધાય ને?
પૂજ્યશ્રી શું ધર્મની પણ ખાણ સ્વરાજ્ય છે ? શું અમેરિકામાં સ્વરાજ્ય છે ત્યાં ધર્મ છે ? શું ધર્મ એ રાજ્ય, લક્ષ્મી,
સ્ત્રી પુત્ર અને પરિવારાદિમાં છે ? માનતા જ નહિ, કારણકે ધર્મ તો આત્માને જગાડનારી ચીજ છે. અને રાજ્યાદિ તો આત્માને દબાવનારી વસ્તુ છે. માટે રાજ્યાદિકથી ધર્મ મળે એમ માનતા જ નહિ મોહ ન જ છૂટતો હોય તો ધર્મ રાખીને જે ચીજ મળે તે લેવામાં તમે જાણો. પણ ધર્મ ગુમાવીને તો કંઈએ મેળવવાનું ન જ હોય. ધર્મ ગયો તો બધું જ ગયું સમજો. જો રાજ્યથી જ ધર્મ થતો હોત તો તો રાજા બધાએ ધર્માત્મા જ હોત અને આજે રાજાઓ સામે આટલો ઘોઘાટ છે તે ન હોત. પણ છે એ જ સૂચવે છે કે ધર્મવ્યવહાર અને રાજ્યાદિ વ્યવહાર એ જુદી ચીજ છે.
જણાવી ગયા તે પ્રમાણે પુત્રને આશ્વાસન આપ્યા પછી તરત ચંદ્રગતિ રાજાએ, ચપલગતિ નામના વિદ્યાધર દ્વારા શ્રી જનકરાજાનું અપહરણ કરાવીને પોતાની પાસે લાવ્યા અને તેમની પાસે બળાત્કારથી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવી કે આ બે ધનુષ્યો પૈકીના કોઈ પણ એક ધનુષ્યને ચઢાવીને શ્રી રામચંદ્રજી અમને હરાવે અને 2. તે પછી ખુશીથી સીતાનું પાણિગ્રહણ કરે પણ તે પૂર્વે તો નહિ.
એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવ્યા પછી જ ચંદ્રગતિરાજા, પોતાના પુત્ર ભામંડલની સાથે જનકરાજાને અને બન્ને ધનુષ્યોને લઈને મિથિલાનગરીમાં આવ્યા. મિથિલાનગરીમાં આવીને તે રાજાએ શ્રી જનકરાજાને તેમના પોતાના પ્રાસાદમાં મૂક્યા અને પોતે નગરીની બહારની ભૂમિમાં પોતાના પરિવારની સાથે નિવાસ કર્યો.
કુલજ વાર
, બદલી ઝળકી ઉઠે છે...૯
Page #240
--------------------------------------------------------------------------
________________
-c)
મહારાણી વિદેહાનો વિલાપ
જનકરાજાનું આશ્વાસન आचख्यौ जनकस्तच्च, वृत्तं निशि तदैव हि । महादेव्या विदेहायाः सद्यो हृदयशल्यदम् ॥१॥
ત્યારબાદ વિદેહા મહાદેવીના હૃદયમાં એકદમ શલ્ય દેનારું જે વૃત્તાંત રાત્રિમાં બન્યું હતું તે સઘળુંય શ્રી જનક મહારાજાએ તે જ સમયે શરૂથી માંડીને અંત સુધી કહી શૈધું.”
એ હૃદયમાં શલ્ય નાખનારું વૃત્તાંત સાંભળતાની સાથે જ દૈવ | ૨૨ર પ્રત્યે ઉપાલંભ આપતાં વિદેહાદેવીએ એ પ્રમાણે રોવા માંડ્યું કે હે
અત્યંત ઘાતકી દેવ શું તને મારા પુત્રનું હરણ કરવા છતાં પણ તૃપ્તિ નથી થઈ કે જેથી તું મારી પુત્રીનું હરણ કરશે ? લોકમાં પુત્રી માટે વરનો સ્વીકાર પોતાની ઈચ્છાથી કરવામાં આવે છે. પણ પારકાની ઈચ્છાથી નહિ, પરંતુ મારે માટે તો દેવયોગે પારકી ઇચ્છાથી વરનો સ્વીકાર કરવાનો અવસર આવ્યો છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞાત કરેલ આ ધનુષ્યનું આરોપણ જો રામ કરી શકે નહિ અને અન્ય કોઈ કરે તો જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય. આ દશામાં મારું અને મારી પુત્રીનું શું થાય ?'
આ પ્રમાણે કરુણાજનક વિલાપ કરતી વિદેહાદેવીને આશ્વાસન આપતાં જનક મહારાજાએ નિશ્ચયાત્મક શબ્દોમાં કહો કે “હે દેવી ! તું એક લેશ પણ ભયને ન પામ. કારણકે મેં શ્રી રામચંદ્રજીનું બળ જોયું છે. એટલે હું કહું છું કે તે ધનુષ્ય શ્રી રામચંદ્રજીને એક સામાન્ય લતા જેવું છે. અર્થાત્ શ્રી રામચંદ્રજી એવા પરાક્રમી છે કે એક લતાને જેમ સહેલાઈથી વાળી શકાય તેમ તે ધનુષ્યને વાળી શકશે. એટલે હે દેવી ! તારે તે સંબંધમાં કશી જ ભીતી રાખવાની નથી.'
આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના પરાક્રમનો ખ્યાલ આપીને જનક મહારાજાએ શ્રીમતી વિદેહાદેવીને સમજાવીને શાંત કરી દીધી.
રિામ-લક્ષમણ
INDI
Page #241
--------------------------------------------------------------------------
________________
સુખ દુખની
ઘટમાળ આવે. વિરક્ત શ્રી દશરથ
૧૦ શ્રી રામચન્દ્રજીને આપવા ધારેલી શ્રીમતી સીતાદેવી માટે, જનકરાજાને શ્રીચન્દ્રગતિના ઉપરોધથી સ્વયંવરમંડપ રચવો પડ્યો. દિકરી દેવામાં પણ પોતાની ઇચ્છા મુજબ ન કરી શક્યા તેથી જનક-વિદેહા દુ:ખી હતાં પણ જનકને શ્રી રામચન્દ્રજીના પરાક્રમથી વિશ્વાસ હતો. છેવટે સ્વયંવરની વર્ણવાયેલી ઘટનામાં શ્રીરામ-લક્ષ્મણના પરાક્રમો અને જનકકનકરાજાએ પોતાની કન્યાઓના દાન કર્યા આદિ વાતો આવો છે.
શ્રીદશરથ મહારાજા પોતાના પુત્રોના પરાક્રમથી અને કુલીન પરિવારોની વધૂઓની પ્રાપ્તિથી સુખમાં છે, અયોધ્યા પહોંચીને તેઓએ ચૈત્ય મહોત્સવ કર્યો. જેમાં શાંતિજળની ઘટનાએ નવો જ પ્રશ્ન ઉભો કર્યો. શ્રી દશરથમહારાજા વૈરાગ્ય પામ્યાં. થોડા જ વખતમાં શ્રી સત્યભૂતિ નામના સૂરિવરનો યોગ, ધર્મદેશનાનું શ્રવણ, પૂર્વભવોની વાતો, ભામંડલના સંતાપનો વિરામ આદિ અનુપમ ઘટનાઓ આ પ્રકરણમાં આપણે વાંચીએ.
-શ્રી
૨૨૩
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સુખ દુઃખની ઘટમાળ અને વિરક્ત શ્રી દશરથ
• સીતાનો સ્વયંવર મંડપ અને
દ્વારપાલની ઉદ્ઘોષણા
• મહારાણી કૌશલ્યાની માનના કારણે મૂંઝવણ • કંચુકીનું આગમન : દશરથરાજાનો પ્રશ્ન
• દશરથ મહારાજા કંચુકીને જોઈને વૈરાગ્ય પામ્યા
૭ શ્રી જિનેશ્વરદેવનાં શાસનની અનુપમ મહત્તા
• સુંદર સુયોગની સાર્થકતા માટે સુપ્રયત્ન
• ભામંડલનો સંતાપ દૂર થયો
• ચંદ્રગતિનો પ્રતિબોધ : દીક્ષા ગ્રહણ
• દશરથ મહારાજાના પૂર્વભવો
• સંસારનું વિચિત્ર નાટક
Page #243
--------------------------------------------------------------------------
________________
'સુખ દુઃખની ઘટમાળ અને વિરક્ત શ્રી દશરથ
સુખ દુઃખની ઘટમાળ છે
સીતાનો સ્વયંવર મંડપ અને દ્વારપાલની ઉદ્ઘોષણા
આપણે જોઈ ગયા કે શ્રી જનકમારાજાને ચંદ્રગતિ રાજાના બળાત્કારથી કારમી પ્રતિજ્ઞા લેવી પડી અને એ પ્રતિજ્ઞાના શ્રવણથી શ્રીમતી વિદેહાદેવીને કારમું દુઃખ થયું. એ કારમાં દુ:ખના યોગે કરૂણાજનક વિલાપ કરતી શ્રીમતી વિદેહાદેવીને સમજાવીને શ્રી જનકરાજાએ સવારના પહોરમાં જ બંનેય ધનુષ્યરત્નોની અર્ચના પૂજા કરીને મંચોથી મંડિત એવા મંડપમાં એ બંનેય ધનુષ્યરત્નોને મૂક્યાં. શ્રીમતી સીતાદેવીનાં સ્વયંવર માટે શ્રી જનક મહારાજાએ બોલાવેલા વિદ્યાધરોના અને મનુષ્યના રાજાઓ તે મંડપમાં આવીને મંચો ઉપર બેઠા.
વિદ્યાધરોના અને મનુષ્યોના અનેક રાજાઓથી સ્વયંવર મંડપ અલંકૃત થઈ ગયા બાદ સખીઓથી પરિવરેલી, દિવ્ય અલંકારોને ધારણ કરનારી અને ભૂમિ ઉપર ચાલનારી દેવીના જેવી શ્રીમતી સીતા તે સ્વયંવર મંડપમાં આવી. લોકોના નેત્રોના માટે સુધાની સરિતા જેવી શ્રીમતી સીતા, ધનુષ્યની પૂજા કરીને અને શ્રી રામચંદ્રજીને મનમાં રાખીને તે મંડપમાં આવી ઊભી રહી. મંડપમાં આવીને ઊભી રહેલી શ્રીમતી સીતાના દર્શનથી શ્રી ભામંડલને એમ
અને વિરકત શ્રી દશરથ...૧૦
Page #244
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
લાગ્યું કે શ્રી નારદજી કહેતા હતા તેવું જ શ્રીમતી સીતાનું રૂપ છે. શ્રી નારદજીના કહેવા પ્રમાણેનું જ શ્રીમતી સીતાનું રૂપ જોવાથી શ્રી ભામંડલકુમારને જીવલેણ શ્રી કામદેવ જાગૃત થયો.
સ્વયંવર મંડપમાં આવીને ઉભેલી શ્રીમતી સીતા, સૌના અંત:કરણને આકર્ષી રહી છે. શ્રીમતી સીતાને વરવા માટે આતુર બની રહેલા ખેચર અને ભૂચર રાજાઓને ઉદ્દેશીને શ્રી જનક મહારાજાના દ્વારપાલે કહ્યું કે “હે સઘળાંય ખેચર, અને ભૂમિચર રાજાઓ ! આપ દરેકને શ્રી જનકમહારાજા એમ ફરમાવે છે કે આ બે ધનુષ્ય દંડોમાંથી એક પણ ધનુષ્યને જે કોઈ આરોહણ કરે તે આજે જ અમારી પુત્રી શ્રી સીતાને પરણો.”
શ્રી જનકમહારાજના દ્વારપાલ દ્વારા કન્યાને પરણવાની શરત સાંભળીને પરાક્રમી ખેચરો અને ભૂચરો પણ ધનુષ્યને ચઢાવવાની કામનાથી ધનુષ્યની પાસે આવ્યા. પણ ભયંકર સર્પોથી વીંટળાયેલા અને તીવ્ર તેજસ્વી એવા તે ધનુષ્યોને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થઈ શક્યા નહીં. જ્યાં સ્પર્શ કરવાની પણ શક્તિ ન હોય ત્યાં ગ્રહણ કરવાની તો વાત જ શી ? ધનુષ્યમાંથી નીકળતા તણખાંઓની જ્વાળાથી દગ્ધ થયેલા અને લજ્જાથી અધોમુખ બની ગયેલા તે રાજાઓ પાછા ફરીને અન્ય બાજુએ ચાલ્યા ગયા.
જ્યારે આ રીતે નીચા મુખે પરાક્રમી વિદ્યાધરેન્દ્રો અને નરેંન્દ્રો પાછા ફર્યા ત્યારે ચલાયમાન, કંચનના કુંડલવાળા અને ગજેંદ્રની જેમ લીલાપૂર્વક ગમન કરતા શ્રી દશરથ મહારાજાના પુત્ર શ્રી (0 રામચંદ્રજી ધનુષ્યની પાસે આવ્યા. આવી રીતે ધનુષ્યની પાસે આવીને ઉભેલા શ્રી રામચંદ્રજીને ચંદ્રગતિ આદિ રાજાઓએ ઉપહાસપૂર્વક જોયા અને શ્રી જનકમહારાજાએ શંકાની દૃષ્ટિએ જોયા છતાં પણ નિ:શંક એવા શ્રી રામચંદ્રજીએ, જેની ઉપર સર્પો
Page #245
--------------------------------------------------------------------------
________________
અને અગ્નિ શાંત થઈ ગયેલ છે એવા શ્રી વજાવર્ત નામના છે મહાધનુષ્યને ઈંદ્ર જેમ શ્રી વજને સ્પર્શ કરે તેમ એકદમ હાથથી સ્પર્શ કર્યો. સ્પર્શ કર્યા બાદ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી રે રામચંદ્રજીએ લોઢાની પીઠ ઉપર સ્થાપીને અને નેતરની જેમ તેને નમાવીને તે ધનુષ્ય ઉપર પણછ ચઢાવ્યું. પણછ ચઢાવ્યા પછી કાન હૈ સુધી ખેંચીને એવું આસ્ફાલન કર્યું કે જેથી પોતાના યશ પટની ઉપમાને ધરતું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરનેમધ્યભાગને ભરી દેતું ગાજી ઊઠ્યું. એ ધનુષ્યનો એવો ટંકાર થતાની સાથે જ શ્રીમતી સીતાએ પોતાની મેળે જ સ્વયંવરમાળાને શ્રી રામચંદ્રજીના કંઠમાં નાખી અને શ્રી રામચંદ્રજીએ પણ ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી.
એ પછી બીજું ધનુષ્ય ચઢાવવાની આજ્ઞા શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણને કરી. પોતાના વડીલબંધુ શ્રી રામચંદ્રજીના શાસનને પામીને શ્રી લક્ષ્મણજીએ પણ અર્ણવાવર્ત નામના ધનુષ્ય ઊપર પણછ ચઢાવ્યું. જે વખતે શ્રી લક્ષ્મણજીએ અર્ણવાવર્ત નામના ધનુષ્યને શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી ચઢાવ્યું તે સમયે શ્રી લક્ષ્મણજીને લોકો વિસ્મયપૂર્વક જોઈ રહ્યાં. અર્ણવાવર્ત નામના ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યા બાદ શ્રી લક્ષ્મણજીએ તે ધનુષ્યનું એવું આસ્ફાલન કર્યું કે જેથી તે ધનુષ્યના નાદથી દિશાઓના મુખ બધિર-બહેરા બની ગયા. એવા પ્રકારનું આસ્ફાલન કરીને પણછને બાણ ઉપરથી ઉતારી નાંખીને શ્રી લક્ષ્મણજીએ તે બાણને પાછું તેના સ્થાને મૂકી દીધું.
શ્રી લક્ષ્મણજીના આવા પરાક્રમને જોઈને વિદ્યાધરો ચકિત અને વિસ્મિત થઈ ગયા. અનુપમ પરાક્રમના દર્શનથી ચકિત અને વિસ્મિત બની ગયેલા વિદ્યાધરોએ દેવકન્યાઓના જેવી અદ્ભુત એવી પોતાની અઢાર કન્યાઓનું શ્રી લક્ષ્મણજીને દાન કર્યું.
સુખ દુઃખની ઘટમાળ
૨ અને વિરક્ત શ્રી દશરથ..૧૦
Page #246
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
આ ઉપરથી સમજાશે કે વિશ્વમાં ભાગ્ય વિના મનોરથોથી સફળતા થતી નથી. ભાગ્ય વિનાના મનોરથો આત્માને ઉભય રીતે પીડનારા છે. વસ્તુની પ્રાપ્તિ નહિ અને પીડાનો પાર નહિ, દુર્ભાગ્યના યોગે વિદ્યાધરો અને અન્ય ભૂચર રાજાઓ તથા શ્રી સીતાનો એકદમ અર્થી બનેલો શ્રી ભામંડલ વગેરે પણ જે બાણોને સ્પર્શી ન શક્યા તે બાણોને શ્રી રામચંદ્રજીએ અને શ્રી લક્ષ્મણજીએ લીલાપૂર્વક સ્પર્ધા, નમાવ્યાં અને ચકિત તથા વિસ્મય બનાવે એવો ટંકાર પણ કર્યો. ધનુષ્ય ઉપર વીંટળાયેલા સર્પોથી અને બાણમાંથી નીકળતા તણખાઓની જ્વાળાઓથી જ્યારે અન્ય વિદ્યાધરો અને નરેશ્વરોને નાસવું પડ્યું. ત્યારે પુણ્યના પ્રતાપે શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીનાં દર્શન માત્રથી સર્પોને દૂર થવું પડ્યું. અગ્નિને શાંત થયું પડ્યું. લેવા આવેલાઓને કન્યાઓ ન મળી અને નહિ લેવા આવેલાઓને વિના શ્રમે તથા લીલામાત્રમાં બહુમાનપૂર્વક મળી. આવા બનાવથી વિલખા બની ગયેલા ચંદ્રગતિ આદિ વિદ્યાધરેન્દ્રો દુ:ખી થતાં શ્રી ભામંડલને સાથે લઈને પોતપોતાના નગર તરફ
રવાના થયા.
ચંદ્રગતિ આદિ વિદ્યાધરેન્દ્રો રવાના થઈ ગયા પછી તરત જ શ્રી જનક મહારાજાએ, શ્રી દશરથ મહારાજને સંદેશો મોકલ્યો, એ સંદેશો મળતાંની સાથે જ શ્રી દશરથ મહારાજા મિથિલાનગરીમાં આવ્યાં. પછી મહોત્સવપૂર્વક શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાનો વિવાહ થયો.
તે જ સમયે શ્રી જનક મહારાજાના ભાઈ કનકે પોતાની પત્ની સુપ્રભાની કુક્ષિથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. એ પછી શ્રી દશરથ મહારાજાએ પણ પોતાના પુત્રો અને પુત્રવધૂઓની સાથે પોતાની અયોધ્યા નામની નગરી કે જેમાં નગરના લોકોએ સુંદરમાં સુંદર ઉત્સવ ઉજવ્યો. તેમાં પ્રવેશ કર્યો.
Page #247
--------------------------------------------------------------------------
________________
MEIE
મહારાણી કૌશલ્યાની માતના કારણે મુંઝવણ છે? પુત્રો અને પુત્રવધૂઓની સાથે ભવ્ય ઉત્સાહપૂર્વક પોતાની જ છે. રાજધાનીમાં પધાર્યા બાદ એક દિવસે ધર્મરક્ત શ્રી દશરથ મહારાજાએ મોટી ઋદ્ધિથી ઠાઠમાઠ ભરેલો અને ભવ્યજીવોના અંત:કરણનું આકર્ષણ કરે એવો ચૈત્ય મહોત્સવ કર્યો. અને એ મહોત્સવમાં શાંતિસ્નાત્ર કર્યું. શાંતિસ્નાત્ર થઈ ગયા બાદ શ્રી દશરથ મહારાજાએ સ્નાત્રજલ કંચુકી મારફત પ્રથમ પોતાની પટ્ટરાણીને મોકલ્યું અને તે પછી દાસીઓ દ્વારા પોતાની અન્ય પત્નીઓને મોકલ્યું. યૌવનવયના કારણે શીધ્ર ગમન કરનારી તે ઘસીઓએ એકદમ આવીને તે સ્નાત્રનું જળ પ્રથમ જ અન્ય રાણીઓને આપ્યું, આવેલા તે સ્નાત્રજળને તે રાણીઓએ વંદન કર્યું.
અન્ય સઘળી જ રાણીઓ પાસે સ્નાત્રજળ આવી ગયું પણ પટ્ટરાણી પાસે સ્નાત્રજળ આવ્યું નહિ, કારણકે જે કંચુકી સાથે રાજાએ પટ્ટરાણી માટે સ્નાત્રજળ મોકલ્યું હતું. તે કંચુકી વૃદ્ધ હોવાના કારણે શનિ નામના ગ્રહની જેમ મંદગતિવાળો હતો. વૃદ્ધ કચુંકીની મંદગતિના કારણે જ પટ્ટરાણી પાસે સ્નાત્રજળ ન્હોતું આવી શક્યું પણ એ કારણને નહિ જાણનારી મહાદેવી અપરાજિતાના મનમાં તો જુદી જ ભાવના ઉત્પન્ન થઈ. શ્રી દશરથ મહારાજાની પટ્ટરાણીએ તો અન્ય રાણીઓની પાસે સ્નાત્રફળ આવેલું જોયું. અને પોતાની પાસે નથી આવ્યું એમ લાગ્યું કે તરત જ વિચાર્યું કે,
સર્વાસામેવ રાન, ઈજનેન્દ્રસ્સા નવા ? प्रसादो विदधे राजा, महिष्या अपि मे न हि ॥१॥ कृतं तु मंदभाग्या, जीवितेनाप्यतो मम । ध्वस्ते माने हि दुःखाय, जीवितं मरणादपि ॥२॥
મહારાજાએ શ્રી જિનેન્દ્રદેવના સ્નાત્રનું જળ મોકલીને અન્ય સઘળીય રાણીઓ ઉપર પ્રસાદ કર્યો. અને હું પટ્ટરાણી છતાં પણ મારી ઉપર મહારાજાએ એ પ્રસાદ ન કર્યો. અર્થાત્ શ્રી જિનેન્દ્રદેવના સ્નાત્રનું
સુખ દુઃખનો દટમળ છે અને વિરકત શ્રી દશરથ..૧૦
Page #248
--------------------------------------------------------------------------
________________
ભ(ગ-૨
રામ-લક્ષ્મણ
પાણી મહારાજાએ અન્ય સઘળીય રાણીઓ ઉપર મોકલ્યું અને હું પટ્ટરાણી હોવા છતાં પણ મારી ઉપર ન મોકલ્યું. એ સૂચવે છે કે મહારાજાની મહેરબાની અન્ય રાણીઓ ઉપર છે, પણ હું પટ્ટરાણી છું તે છતાંય મારી ઉપર નથી. તે કારણથી મંદભાગ્યવતી એવી મારે હવે જીવવાએ કરીને પણ સર્યું, અર્થાત્ મારા માટે હવે જીવવું એ પણ નકામું છે, કારણકે માનનો નાશ થયા પછી જીવવું એ મરણ કરતા પણ વધુ દુ:ખદાયી છે એટલે હવે તો જીવવા કરતાં પણ મરવું સારું છે.”
આ પ્રમાણે વિચારીને શ્રી દશરથ મહારાજાની પટ્ટરાણી ૨૩૦
કૌશલ્યાએ તો મરવાનો જ નિશ્ચય કર્યો, મરવાનો મજબૂત નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં પ્રવેશ કર્યો. વસ્ત્ર દ્વારા પોતાને ઉંચે બાંધવાનો એટલે કે ફાંસો ખાવાનો આરંભ કર્યો.
ભાગ્યવાનો ! વિચારો કે આ સંસારમાં વસતા આત્માઓ વિષય-કષાયના યોગે કેવી-કેવી અવસ્થામાં ક્ષણેક્ષણે અથડાઈ પડે છે ? એક માનના કારણે અત્યારે મહારાણીએ થોડી પણ ધીરજ ધર્યા વિના એકદમ કેવો કારમો આરંભ કરી દીધો છે ? જો કે ભાગ્યવાન્ આત્માઓ કદીપણ આવા અકાળ મરણ કરીને પ્રાય: મરતા નથી. પરંતુ આ પ્રયત્ન તો અકાળ મરણનો જ છે ને ? સમ્યગ્દષ્ટિ આત્માએ આવા કારણે સદાય મોહાદિકથી સાવધ રહેવાનું છે અન્યથા મોહાદિ શત્રુઓ પ્રસંગ પામીને સમ્યગ્દષ્ટિ આત્માને પણ છળ્યા
વિના રહેતા નથી. સમદષ્ટિ આત્માઓએ વિષય અને મ9િ કષાયથી ખૂબ જ સાવચેત રહેવાનું છે. અન્યથા એ શત્રુઓ છક્કડ (2 ખવડાવ્યા વિના રહે તેમ જ નથી. માન કષાયના કારણે આ પટ્ટરાણી R તો જાતે મરવાને તૈયાર થયેલ છે, પણ આપણે આજે એ પણ જોઈ ઉં રહો છીએ કે માન કષાયને આધીન થઈને મહાપુરુષ તરીકે
ગણાતાઓ પણ ભાવથી પોતે મરવા સાથે અનેકોના ભાવને મારી
Page #249
--------------------------------------------------------------------------
________________
રહ્યાં છે. સત્યનું ખૂન થવા દઈને પણ માનને સાચવવામાં પડેલાઓ પ્રભુશાસનને વફાદાર શી રીતે રહી શકે છે ? એ આજે વિચારણીય વસ્તુ છે. ‘સઘળાંય અમને માને' આ ભૂત નાનું સુવું નથી. એ ભૂતને શરણે થયેલાઓ સત્યનું પ્રકાશન શી રીતે કરી શકે ? એવાઓ પાસે સત્યને જાણવા જનાર નિરાશ થઈને જ પાછા ફરે એમાં આશ્ચર્ય પણ શું છે ? એવાઓને તો પ્રભુશાસન કરતાં પણ પોતાની જ ખૂબ પડી હોય છે. પ્રભુશાસનને માનો કે ન માનો એની પરવા એવાઓને નથી હોતી. એવાઓને તો માત્ર પોતાને જ મનાવવાની પડી હોય છે. પોતાને માને એ જ પરમેશ્વરને માનનારા હોય છે. એવી જ માન્યતામાં એવાઓ અથડાયા કરે છે. પોતાની માન્યતા આગળ એવાઓ તો પ્રભુશાસનની માન્યતાને પણ બાજુએ રાખે તેમ છે. એવાઓ તો પોતાની વાહ-વાહમાં જ પ્રભુશાસનની વાહ-વાહ સમજે છે. એવા આત્માઓ ગમે તેટલા મહાન ગણાતા હોય તો પણ વિવેકી આત્માઓની ષ્ટિએ તો એવાઓ કેવળ દયાપાત્ર જ છે. માન કષાયને યોગે ત્યાગીઓ પણ પટકાઈ જાય તો આ સંસારી આત્મા પટકાઈ જાય એમાં આશ્ચર્ય શું છે ? એક નજીવા કારણસર અને તે પણ માત્ર મનથી જ માની લીધેલા કારણસર દશરથ મહારાજાની પટ્ટરાણી કારમી રીતે મરવાનો પ્રયત્ન કરી રહેલ છે, એ કેવી કારમી અને દુ:ખજનક
ล
ઘટના ગણાય !
કંચુકીનું આગમન : દશરથ રાજાનો પ્રશ્ન
પણ એટલામાં તો તે જ સમયે શ્રી દશરથ નરેન્દ્ર ત્યાં આવી
પહોંચ્યા. અને પોતાની પટ્ટરાણીને તેવી અવસ્થામાં રહેલી જોઈ. એવી અવસ્થામાં જોવાથી શ્રી દશરથ રાજાને લાગ્યું કે આ હમણાં જ મરી જશે ! એટલે તેના મૃત્યુથી ભય પામેલા શ્રી દશરથ મહારાજાએ તે પોતાની પટ્ટરાણીને પોતાની પાસે બેસાડીને કહ્યું કે,
સુખ દુઃખની ઘટમાળ છુ અને વિરક્ત શ્રી દશરથ....૧૦
Page #250
--------------------------------------------------------------------------
________________
સીત..... ભાગ-૨
.........રામ-લક્ષ્મણને
कुतोऽपमानादारब्धं, दुःसाहसमिदं त्वया । વિં નામ હૈવાહિઘે, મયા વ્યવસાનના રો ‘હે દેવી ! કયા અપમાનથી તે આવું દુ:સાહસ આરંભ્યું છે ? શું દૈવયોગે મેં કાંઈપણ તારી અવમાનના કરી છે ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગદ્ગદ્ વાણીવાળી બની ગયેલી તે પટ્ટરાણી કૌશલ્યાએ પણ મહારાજાને કહ્યું કે, ‘વતા નિનસ્નાનવયઃ સર્વાસાં રાનીનાં पृथक् प्रैषि 'પુનઃ મન ન વૈધ્ધિ''
‘હે નાથ ! આપે શ્રી જિનેશ્વરદેવના સ્નાત્રનું જળ સઘળીયે રાણીઓને ભિન્ન-ભિન્ન મોકલી આપ્યું પણ મારા માટે જ આપે એ સ્નાત્રજળ ન મોકલી આપ્યું.'
આ પ્રમાણે જે સમયે બોલી તે જ સમયે ‘રાજાએ આ સ્નાત્રનું જળ મોકલાવ્યું છે.' આ પ્રમાણે બોલતાં કંચુકી ત્યાં આગળ આવ્યો. રાજાએ પણ પ્રથમ તો કાંઈ બોલ્યા વિના તે પવિત્ર સ્નાત્ર જલ દ્વારા સ્વયં પટ્ટરાણીના મસ્તક ઉપર અભિષેક કર્યો અને તે પછી રાજાએ તે કંચુકીને પૂછ્યું કે,
“વિનંઘેન વિનાનાÄ'’
“તું આટલા બધા વિલંબથી કેમ આવ્યો ?" આ પ્રમાણેના રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં કંચુકીએ પણ ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે
“હે સ્વામિત્ સર્વાર્વાક્ષમ, મે વાર્દ્ર અવરાઘ્ધતિ, स्वयमपि अमूं मां पश्य"
“હે સ્વામિન્ ! સર્વ કાર્યો માટે અસમર્થ એવું મારું વૃદ્ધપણું અપરાધી છે આપ પોતે પણ આ મને જુઓ.
આવી અવસ્થામાં રહેલાં મને આપ જોશો એટલે આપ જ કહેશો કે આ અપરાધ તારો નથી પણ તારા સર્વ કાર્યોમાં અસમર્થ એવા વૃદ્ધપણાનો જ અપરાધ છે. એમાં કશી જ શંકા નથી.”
Page #251
--------------------------------------------------------------------------
________________
DIET G
OID ]
દશરથ મહારાજા કંચુકીને જોઈને વૈરાગ્ય પામ્યા છે આ રીતે પોતાનો અપરાધ નથી પણ પોતાના વૃદ્ધપણાનો જ હારિત છે અપરાધ છે. એમ જણાવીને કંચુકીએ જ્યારે પોતાને જોવા જણાવ્યું ત્યારે શ્રી દશરથ મહારાજાએ પણ તેની સામે જોયું.
ખરેખર ! આ કહે છે તેમજ છે. કારણકે તેના શરીર ઉપર વૃદ્ધાવસ્થાએ કારમો હુમલો કર્યો હતો. વૃદ્ધાવસ્થાને અંગે તે ઘણો જ દયાજનક દેખાતો હતો. વૃદ્ધાવસ્થાને અંગે તે કંચુકી જાણે મરવાને ઈચ્છતો હોય તેમ પગલે-પગલે સ્કૂલના પામતો દેખાતો હતો, તેના મુખમાં જે દંતો હતા તે ઘંટની અંદર રહેલા લોલકની જેમ ચપળ હતા. તેના આખાએ શરીરની ચામડી એવી વળી ગયેલી હતી કે તે વળીઓનું ભાજન જ થઈ પડ્યો હતો. એના આખાએ અંગની રોમરાજી શ્વેત બની ગઈ હતી. ભ્રકુટીના લોમથી તેના નેત્રો તદ્દન ઢંકાઈ ગયેલા હતા. તેના શરીરમાંનું માંસ અને લોહી સૂકાઈ ગયેલું હતું અને તેના આખાએ અંગમાં ભારેમાં ભારે કંપ ઉત્પન્ન થઈ ગયો હતો. અર્થાત્ તેનું આખુંએ અંગ કાયમ કંપ્યા કરતું હતું.
આવી સ્થિતિમાં આવી પડેલા પોતાના કંચુકીને જોઈને શ્રી દશરથ મહારાજાએ પોતાના અંત:કરણમાં ચિંતવ્યું કે,
यावत् वयं दृशा न स्मः तावत् ।
हि वयं चतुर्थपुरुषार्थाय प्रयतामहे । જ્યાં સુધીમાં અમે પણ આ કંચકીના જેવી દશામાં ન આવી જઈએ ત્યાં સુધીમાં અમે, ચોથો પુરુષાર્થ જે મોક્ષ તેની આરાધના માટે પ્રયત્નશીલ બનીએ.
આવી ઉત્તમ વિચારણાના પ્રતાપે શ્રી દશરથ મહારાજા, પ્રતિ સમય એક જ પ્રકારના મનોરથોમાં મગ્ન રહેવા લાગ્યા. અને તે મનોરથો એ જ કે, કારમી વૃદ્ધાવસ્થાના પાશમાં સપડાઈ જઈએ તે છે પહેલા અમારે મોક્ષની આરાધના કરી જ લેવી જોઈએ. આવા મનોરથોના યોગે શ્રી દશરથ મહારાજા વિષયોથી પરામ્ખ બની
સુખ દુઃખની ઘટમાળ છે
અને વિરાટ શ્રી દશરથ....૧૦
Page #252
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
૨૩)
રામ-લઢમણને
ગયા. ઉત્તમ પ્રકારના મનોરથોના પ્રતાપે શ્રી દશરથ મહારાજાને વિષયો વિષમય લાગવા માંડ્યા. ઉત્તમ ભાવના આત્માને સંસારની કોઈ જ વસ્તુમાં લીન થવા દેતી નથી. ઉત્તમ ભાવનાના યોગે દશરથ
મહારાજા સંસાર ઉપર એવા વૈરાગી બની ગયા કે એમનો આત્મા ૐ એક માત્ર વૈરાગ્યમય જ બની ગયો. આમ વૈરાગ્યદશામાં શ્રી દશરથ મહારાજાએ કેટલોક સમય પસાર કર્યો.
શ્રી ક્લેિશ્વરદેવનાં શાસનની અનુપમ મહેતા વૈરાગ્ય એક એવી વસ્તુ છે કે જે અનેક નિમિત્તોથી ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ નિમિત્ત પામીને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ તો ઉપાદેય જ છે. વૈરાગ્યની ઉપાદેયતામાં બે મત છે જ નહિ. કોઈપણ પ્રકારે આત્માને સંસારની દુઃખમયતા ભાસવી જોઈએ. સંસારની અસારતાના દર્શનથી, સંસારની અસ્થિરતાના દર્શનથી, સંસારની અનિત્યતાના દર્શનથી કે સંસારની અશરણતાના દર્શનથી અર્થાત્ કોઈપણ પ્રકારે સંસારની હેયતા ત્યાજ્યતા આત્માને સમજાય એ પ્રભુશાસનને ઈષ્ટ છે. ભવની નિર્ગુણતા જોનાર મિથ્યાત્વષ્ટિમાં પણ વૈરાગ્યના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારે સંસાર ઉપરથી અરુચિ એનું નામ વૈરાગ્ય. સંસાર ઉપર અરૂચિ થવાના યોગે સંસારથી તારનાર જ્ઞાનીઓની આજ્ઞા મુજબ મુક્તિની સાધના માટે સજ્જ થવાની ભાવના એ જ એ વૈરાગ્યનો હેતુ છે. એવું ફળ આણનાર વૈરાગ્યની
અવગણના કયો ઉત્તમ આત્મા કરી શકે તેમ છે. છે એક સામાન્ય નિમિત્તને પામીને પણ પ્રભુમાર્ગના પ્રેમી તી. આત્માઓનું અંતઃકરણ વૈરાગ્યથી વાસિત થઈ જાય છે,એ વાતને
આ પ્રસંગ સારામાં સારી રીતે સમજાવે છે. નોકરના શરીરની
ક્ષીણતા જોવાથી સુખસંપત્તિમાં મહાલતા સ્વામિને વૈરાગ્ય થાય એ 3 પ્રભુશાસનની અનુપમ મહત્તા સૂચવે છે. પ્રભુશાસનને પામેલા
Page #253
--------------------------------------------------------------------------
________________
આત્માઓની મનોદશા જ જુદા પ્રકારની હોય છે. પ્રભુશાસનને પામેલા આત્માઓ કોઈ પણ પ્રસંગને આત્માના હિતમાં યોજીદે છે.
એક પોતાના કંચુકીના શરીરની દુ:ખદ દુર્દશાને દેખતાંની સાથે જ શ્રી દશરથ મહારાજાના હૃદયમાં એ ઊર્મિ ઉઠી કે જેટલામાં અમારી દશા આવા પ્રકારની ન થાય તેટલામાં અમારે ચોથા પુરુષાર્થની સાધના માટે સજ્જ થવું જોઈએ આ પ્રસંગની શ્રી દશરથ મહારાજાની ભાવનાને કંઈક વિસ્તારથી આલેખ શ્રી પઉમચરિયમ્ ના કર્તા શ્રી વિમલસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
પોતાના કંચુકી વિલમ્બથી આવી પહોંચવાનું કારણ જણાવતાં પોતાના શરીરની દુઃસ્થિતિનું જે વર્ણન કંચુકીએ કર્યું તેનું શ્રવણ કરીને શ્રી દશરથ મહારાજાએ પોતાના અંતરમાં એ ચિંતવ્યું
કે
" देहस्स कए पुरिसा, कुणन्ति पावं परिग्गहासत्ता । विसयविसमोहियमई, धम्मं दूरेण वज्जेन्ति ॥ ११ ॥ " पुण्णेण परिग्गहिया, ते पुरिसा जे गिहं पयहिऊणं । धम्मचरणोवएसं, कुणन्ति निच्चं दढधिईया ॥२॥ कइयाहं विसयसुहं, मोत्तूण परिग्वाहं च निस्संगो । काहामि નિતતં ટ્વિય,
સ્વસ્વયંવરગાહ}}}}
પરિગ્રહમાં આસક્ત અને વિષયોરૂપ વિષથી મોહિત મતિવાળા બનેલા કેટલાય પુરુષો દેહને માટે પાપ કરે છે ! અને ધર્મને દૂર ત્યજી દે છે. ખરેખર, તે
જ પુરુષો પુણ્યશાળી છે. કે જે પુરુષો ઘરનો ત્યાગ કરીને અને એના ત્યાગમાં સદાય દેઢબુદ્ધિવાળા થયા થકા ધર્મની આચરણાનો ઉપદેશ કરે છે. એ કારણે હું પણ વિષયસુખને અને પરિગ્રહને મૂકીને નિ:સંગ થયો થકો દુઃખક્ષયના કારણ માટે શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા તપને ક્યારે આચરીશ?
સુંદર સુયોગની સાર્થકતા માટે સુપ્રયત્ન
આવા પ્રકારની ભાવનાના યોગે વિષયોથી વિરક્ત બનીને ધર્મના અનુરાગમાં રક્ત બનેલા શ્રી દશરથ મહારાજાનો કેટલોક
સુખ દુઃખની ઘટમાળ હૈં અને વિરક્ત શ્રી દશરથ....૧
Page #254
--------------------------------------------------------------------------
________________
સિત... ભાગ-૨
રિામ-લક્ષ્મણને
સમય પસાર થયો. તે બાદ કોઈ એક દિવસે તે નગરીમાં મુનિસંઘથી પરિવરેલા એક સૂરિવર સમવસર્યા. તે સૂરિવરનું નામ સત્યભૂતિ હતું. તે સૂરિવર મહામુનિ હોઈ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાનને ધરનારાં હતાં.
પુણ્યશાળી આત્માઓને પુણ્યના પ્રતાપે સુયોગ મળતાં પણ વાર લાગતી નથી. વૈરાગ્યભાવને ઉત્તેજનાર અને સફળ કરનાર સદ્ગુરુનો યોગ શ્રી દશરથ મહારાજાને અલ્પ સમયમાં જ થયો અને ખરેખર પુણ્યનો પ્રતાપ છે. પુણ્યના પ્રતાપ વિના આવા પ્રકારનો ઈષ્ટયોગ નથી જ પ્રાપ્ત થઈ શકતો. પુણ્યશાળી આત્માઓને જ આવા યોગો સહજમાં પ્રાપ્ત થઈ શકે છે.
આવા સુંદર સુયોગોની પ્રાપ્તિ થવા છતાં પણ તેનો લાભ લેનારા આત્માઓ ઘણા જ અલ્પ હોય છે. સુંદર સુયોગો મળવા છતાંપણ પ્રમાદી આત્માઓ તેનો લાભ નથી જ લઈ શકતાં. પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીઓનો લાભ લેવા માંગનારાઓએ અવશ્ય પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. સૂરિવરની પધરામણી થવા છતાં પણ જો શ્રીદશરથ મહારાજા પ્રમાદી બની રહે, તે સૂરિવરની સેવામાં ઉપસ્થિત ન થાય તો તેમને પણ એ સુંદર સુયોગનો લાભ ન મળી શકે, પણ પ્રભુશાસનને પામેલા શ્રી દશરથ મહારાજા પ્રથમથી જ તેવા પ્રમાદી ન હોય તો પછી વૈરાગ્યવાસિત થયા પછી તો તેવા પ્રમાદી બને જ શાના ? સામાન્ય રીતે જ ધર્મના અર્થી આત્માઓના એ મનોરથો હોય
છે કે સદ્ગુરુનો યોગ ક્યારે થાય? ક્યારે ધર્મશ્રવણનો સુયોગ છે મળે ? અને ક્યારે ધર્મના આરાધક બનીએ ? સામાન્ય ધર્મના તો જ અર્થીઓની પણ જ્યારે આવા પ્રકારની મનોદશા હોય છે ત્યારે
સમ્યગદર્શનને પામેલા વૈરાગ્યવાસિત થયેલા આત્માઓ સદ્ગુરુનો યોગ મળ્યા પછી કેમ જ બેઠા રહે ? એવા આત્માઓથી ઉત્તમ સામગ્રીઓનો સુયોગ થયા પછી કોઈપણ
g
Page #255
--------------------------------------------------------------------------
________________
રીતે બેસી રહેવાય જ નહિ. એ જ કારણે સૂરિવરની પધરામણી છે થવાની જાણ થતાંની સાથે જ શ્રી દશરથમહારાજા પણ પોતાના હક પુત્ર આદિના પરિવાર સાથે, જે સ્થાને સૂરિવર પધાર્યા હતા તે થે સ્થાને પહોંચ્યા. ત્યાં જઈને તે સૂરિવરને શ્રી દશરથ ! મહારાજાએ પોતાના પરિવાર સાથે વંદન કર્યું અને દેશના સાંભળવાની ઈચ્છાવાળા શ્રી દશરથ મહારાજા પોતાના પરિવારની સાથે તે સૂરિવારની સેવામાં ત્યાં જ બેઠા.
એ જ અરસામાં અનેક વિદ્યાધરેન્દ્રોના પરિવારથી પરિવરેલા ચંદ્રગતિ નામના રાજા, સીતાની અભિલાષાથી સંતપ્ત હૃદયવાળા પોતાના શ્રી ભામંડલ નામના પુત્રની સાથે વૈતાઢ્યગિરિ ઉપરથી રથાવર્ત નામના પર્વત ઉપર શ્રી અરિહંત પરમાત્માઓને વંદન કરવા માટે ગયા હતા ને ત્યાં રહેલા શ્રી અરિહંત પરમાત્માઓને વંદન કરીને પાછા ફર્યા થકા તેઓ આવ્યા અને આકાશમાં રહેલાં તેમણે ત્યાં સમોસરેલા તે સૂરિવરને જોયાં. સૂરિવરને જોવાથી તે પણ પોતાના પરિવારની સાથે ત્યાં ઉતર્યા અને સૂરિવરને વંદન કર્યું. વંદન કર્યા પછી ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા તેઓ પણ પરિવારની સાથે ત્યાં બેઠા.
ચાર જ્ઞાનના ધણી સત્યભૂતિ નામના સત્યવાદી સૂરિવરે શ્રી ભામંડલના હૃદયમાં શ્રીમતી સીતાના અભિલાષથી ઉત્પન્ન થયેલા તાપને જાગ્યો એ તાપને જાણીને તે સૂરિવરે દેશના કર્યા બાદ ઇન્દ્ર તિ-પુષ્પવત્યો, સમર્મઠન-સતવઃ ? समाचख्यो पूर्वभवाँ - स्तेषां पापनिवृत्तये ॥ सीता-भामंडलयोश्च, भवेऽस्मिन् युग्मजातताम् । भामंडलापहारं च, यथावदवढन्मुनिः ॥
તે સઘળાંઓને પાપથી નિવૃત્ત બનાવવા માટે શ્રી ભામંડલ અને શ્રીમતી સીતા સાથે ચંદ્રગતિ અને પુષ્પવતીના પૂર્વભવો કહા. અર્થાત્ શ્રી
સુખ દુઃખદ ઘટમાળ છે અને વરઠત શ્રી દશરથ...૧૦
Page #256
--------------------------------------------------------------------------
________________
સંત.... ભાગ-૨
......રામ-લક્ષ્મણને
ભામંડલ અને શ્રી સીતા તથા ચંદ્રગતિ અને પુષ્પવતી આ ચારેના પૂર્વભવો કહ્યા. એટલું જ નહિ પણ એ પરમોપકારી સૂરિવરે આ ભવમાં શ્રી સીતા અને શ્રી ભામંડલની યુગલપણે થયેલી ઉત્પત્તિને અને શ્રી ભામંડલના થયેલ અપહરણને પણ યથાસ્થિતપણે કહ્યું."
ભામંડલનો સંતાપ દૂર થયો.
ઉપકારી સૂરિવરે કરેલા તે કથનને સાંભળીને શ્રી ભામંડલકુમારને પણ જાતિસ્મરણ થયું. મુનિવરના તે કથનને સાંભળીને ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને તેવો શ્રી ભામંડલકુમાર પણ મૂચ્છિત થઈને ભૂમિ ઉપર એકદમ પટકાઈ પડ્યો. સંજ્ઞા પામ્યા પછી શ્રી ભામંડલકુમારે પોતે પણ સત્યભૂતિ નામના સૂરિવરે કહેલા પોતાના પૂર્વભવના વૃત્તાંતને કહી બતાવ્યો.
શ્રી ભામંડલકુમારે પોતે પોતાના પૂર્વભવનો વૃત્તાંત કહેતા શું કહ્યું એનું વર્ણન કરતાં શ્રી પઉમચરિયમ્ ના રચયિતા શ્રી વિમલસૂરિમહારાજા જણાવે છે કે તે શ્રી ભામંડલકુમારે પોતાના પૂર્વભવના વૃત્તાંત કહેતા કહ્યું કે,
‘એક વિદર્ભા નામની નગરી હતી. તે નગરીમાં હું પહેલાં કુંડલમંડિત નામનો નરવરેન્દ્ર હતો. તે સમયે કામવશ બનેલા મેં એક બ્રાહ્મણની ભાર્યાનું અપહરણ કર્યું તે પછી શ્રી અનરણ્ય રાજાએ મને બાંધ્યો. ત્યાંથી છૂટીને ફરતા એવા મેં તપોલક્ષ્મીથી ભૂષિત શરીરવાળા એક શ્રમણને જોયા. તે મુનિવર પાસેથી ધર્મનું શ્રવણ કરીને હું ભાવિત મનવાળો થયો. પણ સ્વધર્મની આરાધનામાં મંદસત્ત્વવાળા મેં માત્ર માંસભક્ષણ નહિ કરવાનું જ વ્રત લીધું. આ 8 લોકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું જિનેશ્વરદેવના ધર્મનું એ માહાત્મ્ય છે કે ઘણા પાપોને કરનારો એવો પણ હું દુર્ગતિમાં ગયો નહિ. નિયમ અને સંયમે કરીને તથા અનન્ય દૃષ્ટિપણાએ કરીને ત્યાંથી મરીને હું અન્ય જીવની સાથે શ્રીવિદેહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. મેં જેની
Page #257
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીનું હરણ કર્યું તે મરીને સુરવર તરીકે ઉત્પન્ન થયો, તેણે મારું હરણ કર્યું મણિકુંડલ આપીને મને મૂક્યો.
આ વૃત્તાંત શ્રવણથી ચંદ્રગતિ આદિ સઘળાયે પરમસંવેગને પામ્યા. શ્રી ભામંડલ પણ કામનો સંતાપ ટળી જવાથી શાંત થયો અને શ્રીમતી સીતા એ મારી ભગિની છે. એમ જાણવાથી બુદ્ધિશાળી એવા તેણે શ્રીમતી સીતાને નમસ્કાર કર્યા. ઉત્પન્ન થવા માત્રથી જ જેનું હરણ કરવામાં આવ્યું હતું તે જ આ મારો સહોદર છે. એ પ્રમાણે જાણવાથી હર્ષને પામેલી મહાસતી સીતાએ પણ તેને આશિષ આપી એ પછી ઉત્પન્ન થયો છે સુંદર પ્રેમ જેને એવા અને વિનયવાન્ એવા શ્રી ભામંડલે લલાટથી ભૂમિને સ્પર્શ કરીને શ્રી રામચંદ્રજીને નમસ્કાર કર્યા.
ચંદ્રગતિ રાજાએ તે જ સમયે ઉત્તમ વિદ્યાધરોને મોકલીને શ્રી વિદેહાદેવીની સાથે શ્રી જનક મહારાજાને ત્યાં બોલાવ્યા અને ઉત્પન્ન થવા માત્રથી અપહાર થવા વગેરેનું વૃત્તાંત કહીને શ્રી જનકમહારાજાને કહ્યું કે, આ શ્રી ભામંડલ આપનો પુત્ર છે. ચંદ્રગતિના તે વચનથી મેઘના ગર્જારવથી જેમ મયૂરો હર્ષ પામે છે તેમ શ્રી જનકમહારાજા અને શ્રીમતી વિદેહાદેવી હર્ષને પામ્યા, એટલું જ નહિ પણ શ્રીમતી વિદેહાદેવીએ તો પોતાના સ્તનના દૂધને ઝરાવ્યું. અર્થાત્ શ્રી ભામંડલના દર્શનથી શ્રી વિદેહાદેવીના સ્તનમાંથી દૂધ ઝર્યું. આનંદમગ્ન બની ગયેલા શ્રી જનક મહારાજાએ અને શ્રી વિદેહારાણીએ અશ્રુનાં પાણીથી શ્રી ભામંડલને સ્નાન કરાવી દીધું અને મસ્તક ઉપર ચુંબન કર્યું. એ રીતે હર્ષાશ્રુથી સ્નાપિત કરાયેલા અને મસ્તક ઉપર ચુંબન કરાયેલા શ્રી ભામંડલે આ મારા માતાપિતા છે. એમ ઓળખીને શ્રી જનક મહારાજા અને શ્રીમતી વિદેહારાણીને નમસ્કાર કર્યા.
સુખ દુઃખની ઘટમાળ છે અને વિરક્ત શ્રી દશરથ....૧૦
Page #258
--------------------------------------------------------------------------
________________
- cી
રામ-લક્ષમણને
ચંદ્રગતિનો પ્રતિબોધ : દીક્ષા ગ્રહણ આ પછી સંસારથી ઉદ્વિગ્ન બનેલા ચંદ્રગતિ રાજાએ તો પોતાનું રાજ્ય પોતાના પુત્ર શ્રી ભામંડલ ઉપર સ્થાપન કરીને સત્યભૂતિ નામના સૂરિવરની પાસે દીક્ષા અંગીકાર કરી.
આ પ્રસંગનું વર્ણન કરતાં શ્રી પઉમચરિયના કર્તા તો કહે છે કે શ્રી ભામંડલ દ્વારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળતાની સાથે જ ચંદ્રગતિરાજા એકદમ વિસ્મિત હદયવાળા બની ગયા છે. અને મુખથી ધિક્કાર-ધિક્કાર શબ્દનો ઉચ્ચાર કરતા તે સંસારની સ્થિતિને ખૂબ-ખૂબ નિંદે છે અને સંસારથી અતિશય ભય પામેલા તે મુનિવરને ઉદ્દેશીને હે ભગવાન્ ! એક મનવાળા થઈને આપ મારા વચનને સાંભળો આ પ્રમાણે કહીને વિનવે છે કે,
"तुज्डा पसाएण अहं, जिणदिवखं गेण्हिऊण कयनियमो । $ચ્છામિ ળિadજું, મામો વઘરઘરાટો ટા”
“હે ભગવાન્ ! હું આપના પ્રસાદથી શ્રી જિનેશ્વર ભગવાનને અજોડ રીતે સેવીને શક્ય રીતે ઉપદેશેલી રીક્ષા ગ્રહણ કરીને કૃત નિયમ બનેલો આ સંસારપંજરરૂપ ઘરમાંથી સર્વ પ્રકારે નીકળી જવાને એટલે કે મુક્તિએ જવાને ઈચ્છું છું.”
ભાગ્યવાનો ! વિચારો કે સંસારના સ્વરૂપથી સુજ્ઞાત બનેલા ભવ્ય આત્માઓની સંસાર પ્રત્યે કેવી ભાવના થઈ જાય છે ? મુક્તિગમનને યોગ્ય આત્માઓ સંસારસ્વરૂપને યથાસ્થિત જાણ્યા પછી એક ક્ષણ પણ સંસારરૂપ કારાગારમાં રહી શકતા નથી. નિર્વેદ
અને વૈરાગ્ય એ આત્માઓને સંસારમાંથી એકદમ ઉદ્વિગ્ન બનાવી દે છે છે. એ આત્માઓને આખોય સંસાર ચારકના જેવો લાગે છે. જે સંસારમાં મનાતું એક પણ સુખ એ આત્માઓને સુખરૂપ લાગતું
નથી. સુરપણાનાં સુખો અને મનુષ્યપણાના સુખો એ આત્માઓને IN દુઃખરૂપ ભાસે છે. એવા આત્માઓને મન સંસાર એ હેય-ત્યાજ્ય
લાગે છે. અને મોક્ષ એ જ એક ઉપાદેય લાગે છે. એવા
Page #259
--------------------------------------------------------------------------
________________
છેTI)
આત્માઓ એક ચારિત્રમોહનીય કર્મના ઉદયથી જ સંસારમાં રહે છે છે પણ હૃદયથી નહિ. એવા આત્માઓનું હદય સંસારથી પર જ હતી રહે છે એવા આત્માઓને સંસારમાં એક ક્ષણ પણ કાઢવી એ ભારે થઈ પડે છે. એ જ કારણે ચંદ્રગતિ મહારાજાએ એકદમ સંસાર છોડીને સંયમનો સ્વીકાર કર્યો.
આ રીતે સત્યભૂતિ નામના સૂરિવરના પ્રતાપે ચંદ્રગતિ મહારાજાનો સંપૂર્ણ આત્મોદ્ધાર થયો અને શ્રી ભામંડલનો આત્મા પણ કામાગ્નિથી સળગતો હતો તે શાંત થયો. પોતાના પિતાની દીક્ષા થયા પછી, ભામંડલ સત્યભૂતિ નામના સૂરિવરને, ચંદ્રગતિ નામના રાજર્ષિને પોતાના માતા-પિતા શ્રી જનકરાજા તથા શ્રી વિદેહારાણીને, શ્રી દશરથ મહારાજાને અને શ્રીમતી સીતાદેવીને તથા શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરી પોતાના નગર પ્રત્યે ચાલ્યા ગયા.
દશરથમહારાજાના પૂર્વભવો ચંદ્રગતિ નામના રાજાને સંસારથી ઉદ્વિગ્ન બની સંયમધર બનતા જોઈને શ્રી દશરથમહારાજાએ પણ તે સત્યભૂતિ નામના મહર્ષિને નમસ્કાર કરીને પોતાના પૂર્વભવોને પૂછ્યા અને તે મુનિવરે તેમના પૂર્વભવોને કહાં.
હે રાજન્ ! આ સંસારમાં પરિભ્રમણ કરતો તું સેનાપુરમાં મહાત્મા ભાવન નામના વણિકની દીપિકા નામની પત્નીથી ઉપાસ્તિ નામની કન્યા તરીકે ઉત્પન્ન થયો હતો. એ ઉપાસ્તિ તે ભવમાં સાધુઓની ટ્રેષિણી થઈને ઘણા કાળ સુધી કષ્ટપૂર્વક તિર્યંચ આદિ યોનિઓમાં ભટકી. તેના જીવરૂપ તું ભવમાં ભ્રમણ કરીને તે પછી ચંદ્રપુર નામના પુરમાં ધન નામનાં ગૃહસ્થની સુંદરી નામની પત્નીથી વરુણ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ભવમાં તું પ્રકૃતિએ કરીને ઉઘર થયો અને તે ઉદારતાના યોગે તે ભવમાં તું શ્રદ્ધાપૂર્વક નિરંતર સાધુઓને અધિક દાન આપતો હતો. એ રીતે એ ભવમાં ધર્મનું આરાધન કરીને ત્યાંથી તું કાળધર્મ પામ્યો. અને તું ઘાતકીખંડ
સુખ દુઃખની ઘટમાળ
અને વિરકત શ્રી દશરથ.૧૦
Page #260
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સતત
રામ-લક્રમણને
નામના દ્વીપમાં આવેલા ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલીયા તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તું દેવલોકમાં ગયો. દેવલોકમાંથી પણ ચ્યવીને તું પુષ્કલાવતી નામના વિજયમાં આવેલી પુષ્કલા નામની પુરીમાં નંદીઘોષ નામના નરપતિ અને પૃથ્વીદેવી નામની રાણીના પુત્ર તરીકે નંદવર્ધન નામે ઉત્પન્ન થયો. એ નંદીઘોષ રાજા નંદીવર્ધન નામના પુત્ર એવા તને રાજ્ય ઉપર સ્થાપન કરી યશોધર નામના મુનિવર પાસે દીક્ષાગ્રહણ કરીને ગ્રેવેયેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં નંદિવર્ધન તરીકે ઓળખાતો તું શ્રાવકપણું પાળીને બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ તરીકે થયો. ત્યાંથી પણ ચ્યવીને તું પશ્ચિમ વિદેહમાં આવેલા વૈતાઢય નામના પર્વત ઉપર આવેલી ઉત્તર અને દક્ષિણ નામની બે શ્રેણીઓ પૈકીની જે ઉત્તરશ્રેણી તેમાં ભૂષણરૂપ શશિપુર નામના નગરમાં રત્નમાલી ખેચરપતિની વિશુલ્લતા નામની ધર્મપત્નીથી મહાપરાક્રમી એવા સૂર્યજય નામના પુત્ર તરીકે તું ઉત્પન્ન થયો. એક વાર એ ભવના તારા પિતા તે રત્નમાલી નામના ખેચરપતિ અહંકારી એવા શ્રી વજનયન નામના વિદ્યાધરેશ્વરને જીતવા માટે સિહપુર નામના નગરમાં ગયા. ત્યાં જઈને તે ખેચરપતિએ હઠથી બાલ અને વૃદ્ધોથી તથા સ્ત્રીઓના સમુદાયથી ભરેલા અને પશુઓ તથા ઉપવનોથી શોભતા એવા તે આખાએ સિંહપુર નામના ગામને સળગાવી દેવાનો આરંભ કર્યો.
તે અવસરે ઉપમન્યુ નામના પૂર્વ જન્મના પુરોહિતનો જીવ જે દેવ હતો તે સહસ્ત્રાર નામના દેવલોકમાંથી આવીને એ પ્રમાણે કહેવા
લાગ્યો કે “હે મહાનુભાવ ! તું આવા પ્રકારના ઉત્કટ પાપને ન કર. ધિ પૂર્વજન્મમાં તું ભૂરિનંદન નામનો રાજા હતો. તે અવસ્થામાં તે જ છે વિવેકના યોગે માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ ઉપમન્યુ
નામના પુરોહિતના કહેવાથી તેં પ્રતિજ્ઞાનો ભંગ કર્યો હતો. કોઈ એક દિવસે સ્કંદ નામના કોઈ પુરુષે તે પુરોહિતને મારી નાંખ્યો. મરીને તે પુરોહિતનો જીવ હાથી થયો અને તે હાથી ભૂરિબંદર રાજાએ ગ્રહણ
IIIIII
Page #261
--------------------------------------------------------------------------
________________
કર્યો. ભૂરિનંદન નામના ભૂપતિનો તે હાથી રણમાં માર્યો ગયો. રણમાં છે મરી ગયેલો તે હાથી મરીને તે જ ભૂરિનંદન રાજાની ગંધારા નામની પત્નીની કુક્ષિથી અરિસૂદન નામનો પુત્ર થયો. ત્યાં તેને જાતિસ્મરણ હૈ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા અંગીકાર કરી અને ધક્ષાનું પાલન કરી કાળધર્મ પામીને તે હું સહસ્ત્રાર કલ્પમાં દેવ થયો છું. આ રીતે તું મને જાણ. તે ભૂરિનંદન રાજા મરીને વનમાં અજગર થયો અને અજગરપણામાં દાવાનલથી દગ્ધ બની ગયેલો તે મરીને બીજી નરકમાં ગયો. પૂર્વના સ્નેહના યોગે નરકમાં પણ જઈને મેં તેને પ્રતિબોધ પમાડ્યો. ત્યાંથી નીકળીને તું અહીં રત્નમાલી નામના રાજા તરીકે થયો છે, માટે હું તને કહું છું કે તે વખતે જેમ માંસના પચ્ચકખાણનો ભંગ કર્યો હતો તેમ હાલ ભવિષ્યમાં જેના યોગે અનંત દુઃખો પ્રાપ્ત થાય એવા આ પુરદાહને તું ન કર.”
પોતાના પૂર્વભવનો જે પુરોહિત, તેના મુખથી પોતાના પૂર્વભવોને અને પૂર્વની કારવાઈને કહેનારા આ વચનને સાંભળીને, રત્નમાલી યુદ્ધથી નિવૃત્ત થયો અને કુલવંદન નામના સૂર્યજયના
એટલે તારા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પોતાના પુત્રના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને રત્નમાલી રાજાએ પોતાના સૂર્યજય નામના પુત્રની સાથે જ એટલે કે તારી જ સાથે તે જ સમયે તિલકસુંદર નામના આચાર્ય મહારાજાની પાસે દીક્ષા અંગીકાર કરી. રત્નમાલી અને સૂર્યજય એ બંનેય મુનિપણામાં જ કાળધર્મ પામીને મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઉત્તમ અમર તરીકે થયા.
હે રાજન્ ! તે દેવલોકમાંથી ચ્યવીને જે સૂર્યજયનો આત્મા તે તું દશરથ થયો. રત્નમાલી ચ્યવીને આ શ્રી જનક થયો. ઉપમન્યુ. નામનો જે પુરોહિત તે સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાંથી ચ્યવીને જનકનો નાનો ભાઈ કનક થયો. અને નંદિવર્ધન તરીકેના જન્મમાં જે તારા પિતા નંદિઘોષ કે જે તને ગાદી ઉપર બેસાડી મુનિ થઈને રૈવેયક નામના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા હતા, તે હું રૈવેયકમાંથી ચ્યવીને અહીં સત્યભૂતિ તરીકે થયો.'
સુખ દુઃખની ઘટમાળ
અને વિરક્ત શ્રી દશરથ....૧૦
Page #262
--------------------------------------------------------------------------
________________
-cી
સંસારનું વિચિત્ર નાટક ભાગ્યવાનો ! વિચારો કે આ સંસારનું નાટક કેવું અને કેટલું વિચિત્ર છે ? કર્મપરવશ આત્માઓ આ સંસારમાં કેવી કેવી રીતે
ભટકે છે એ ખૂબ વિચારવા જેવી વસ્તુ છે. આ શરણસહિત ૐ સંસારમાં નિરાધારપણે આત્માઓ પરિભ્રમણ કરે છે. વિષયકષાયને
વશ પડેલા આત્માઓ ધર્મથી પરાભુખ થઈ નહિ કરવા યોગ્ય અનેક કાર્યો કરે છે અને એના પરિણામે ચિરકાળ સુધી આ સંસારરૂપ
ભયંકર અટવીમાં એ બિચારાઓ અનેક પ્રકારની યાતનાઓને સહન ૨૪ો કરતા આથડ્યા કરે છે. પોતાની આવી દુર્દશાનો જ્યારે ભવ્ય
આત્માને ખ્યાલ આવે છે. ત્યારે તે આત્મા અનાદિકાળથી સંસારના રંગમાં રક્ત હોવા છતાં એકદમ ચોંકી ઉઠે છે અને પરિણામે એ આત્માઓને કારમાં સંસાર તરફ અવશ્ય ધૃણા ઉત્પન્ન થાય છે જ્યારે સામાન્ય ભવ્ય આત્માને પણ જેથી સંસાર ઉપર ધૃણા થાય તેવી વસ્તુના શ્રવણથી જેની ભવ્યતા ખૂબ જ ખીલી ઉઠી છે. તેવા શ્રી દશરથ મહારાજાને એ કારમા સંસાર ઉપર ઘણા આવે એમાં તો આશ્ચર્ય જ શું છે?
રામ-લક્ષ્મણને
Page #263
--------------------------------------------------------------------------
________________
આદિ પરિવારની આદિ વાતો
૧૧ પ્રભુશાસનથી ભાવિત થયેલા મહાનુભાવો અને પરિવારો ખરેખર જ આદર્શ હોય છે. એ લોકોમાં પૌદ્ગલિક પદાર્થો લેવાની પડાપડી નથી હોતી, આપવાની કે છોડવાની પડાપડી હોય છે. શ્રી દશરથ મહારાજાનો પરિવાર એવો આદર્શ પરિવાર ગણાવી શકાય તેમ છે.
શ્રી સત્યભૂતિ સૂરિવરની દેશનાથી વિરક્ત બનેલા શ્રી દશરથ દીક્ષાની ભાવનાથી શ્રીરામને રાજ્ય આપવા ઘેર પહોંચે છે. ત્યાં થયેલો પરિવાર અને મત્રીવર્ગ આદિ સાથેનો વાર્તાલાપ ખૂબ જ મનનીય છે. શ્રી ભારતની ભવ્ય ભાવનાપ્રાર્થના વાગોળવા જેવી છે.
મોહવશ કેકેયીની વરદાન યાચના, શ્રી દશરથનું વરપ્રદાન, શ્રી રામચન્દ્રજીની મહાનતા, પિતાની આજ્ઞા સામે ભારતની વિવેકભરી સલાહ આદિ આદર્શ પરિવારની આદર્શ વાતો આ પ્રકરણને ખૂબ
સમૃદ્ધ બનાવે છે.
૨૪૫
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૬
આદર્શ પરિવારની આદર્શ વાતો
સૂરિદેવનો મહાન ઉપકાર અજ્ઞાની જીવોને ત્યાગ વૈરાગ્યની કિંમત નહિ સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા સુપુત્ર ભરતની સુંદર વિચારણા મોહમગ્ન કૈકેયીની શોકભરી વિચારણા
કૈકેયીની યાચના અને સ્વીકાર • આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે. • રામચંદ્રજીનો ઉદાર પ્રત્યુત્તર • આજ્ઞાધીનતા કોણ દર્શાવી શકે ? • શ્રી ભરતના વ્રતના સ્વીકારની યાચના
• શ્રી દશરથમહારાજાની આજ્ઞા.
• દશરથમહારાજાને ભરતની વિવેકભરી સલાહ
• સંવાદ ઉપરથી સમજવા યોગ્ય વાતો
• શ્રી રામચંદ્રજીની સલાહ
હક્ક અને લાલસાના પ્રતાપે • ભરતની એકાંતે અનુકરણીય અનુપમ દશા. • પૌદ્ગલિક લાલસાના પાપે
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૧
આદર્શ પરિવારની આદર્શ વાતો
જ
પ્રથમથી જ વૈરાગ્યવાસિત બની ગયેલા શ્રી દશરથ મહારાજાએ સત્યભૂતિ નામના સૂરિવરના શ્રીમુખેથી પોતાના પૂર્વભવોને આ રીતે સાંભળ્યા કે તરત જ તે પુણ્યાત્માને એકદમ સંવેગ ઉત્પન્ન થાય છે. એ સંવેગના યોગે એ પુણ્યાત્મા તરત જ પ્રવ્રજ્યાના અભિલાષી બને છે સંવેગના પ્રતાપે પ્રવ્રજ્યાના અભિલાષી બનેલા તે મહારાજા શું કરે છે ? એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
આદર્શ પરિવારની
तच्छ्रुत्वा जातसंवेगस्तं वंदित्वानरण्यजः । प्रविव्रजिषुराधातुं, रामे राज्यं गृहं ययौ ॥
સત્યભૂતિ નામના સૂરિવરે કહેલા પોતાના તે પૂર્વભવોને સાંભળીને ઉત્પન્ન થયો છે સંવેગ જેમને અને એ સંવેગના પ્રતાપે પ્રવ્રજ્યાના અભિલાષી ૨૪૦ બનેલા એવા તે શ્રી અનરણ્ય મહારાજાના પુત્ર શ્રી દશરથ મહારાજા તે સૂરિવરને વંદન કરીને શ્રી રામચંદ્રજીઉપર રાજ્યને સ્થાપન કરવાને માટે ઘેર ગયા.
સૂરિદેવનો મહાન ઉપકાર પોતાના મહેલે પધાર્યા પછી શ્રી દશરથમહારાજાએ શું કર્યું એનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે લખ્યું છે કે,
આદર્શ વાતો...૧૧
Page #266
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
अथ राजीः सुतान्मन्त्रिमुख्यानाहूय पार्थिवः । आप्रपच्छे यथौचित्यं वृत्तालापसुधारसः ॥१॥
પોતાના પ્રાસાદે આવ્યા પછી શ્રી દશરથમહારાજાએ પોતાની રાણીઓને, પુત્રોને અને મુખ્યમંત્રીઓને બોલાવીને તે સઘળાંયની સાથે સુધારસ સમો આલાપ કરીને એટલે કે સૌને આનંદ થાય એવા પ્રકારની વાતચીત કરીને પોતાની ઘક્ષાની બાબતમાં ઔચિત્ય મુજબ પૂછ્યું, "
કારણકે મહારાજાને કોઈની આજ્ઞા તો માંગવાની હતી જ નહિ, એટલે મહારાજાએ સૌની સમક્ષ પોતાની દીક્ષા લેવાની | ૨૪ ભાવનાને પ્રકાશિત કરી.
આ જ વસ્તુનું વર્ણન કરતાં પઉમચરિયમુન્ના કર્તા જણાવે છે 8 કે સંસારના પરિભ્રમણથી ભય પામેલા શ્રી દશરથમહારાજા જ્યારે
દીક્ષા લેવાની ભાવનાવાળા બન્યા ત્યારે તેમણે એકદમ પોતાના સામંતોને અને મંત્રીજનોને બોલાવ્યા, તેઓ પણ એકદમ આવ્યા અને મસ્તક દ્વારા પ્રણામ કરીને સુંદર આસનો ઉપર બેઠા. એ વખતે શ્રી દશરથમહારાજાને તેઓના સુભટોએ વિનંતીપૂર્વક કહ્યું કે
“સામા ઢેઢાdiff” 'હે સ્વામિન્ ! આપ આજ્ઞા આપો કે શું કરણીય છે?'
આ વિનંતીના ઉત્તરમાં મહારાજાએ પોતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકાશિત કરતાં ફરમાવ્યું છે કે,
૨મ-લક્ષમણને
હે સુભટો ! મારે આજે તમને કશું જ કરણીય કહેવાનું નથી,
કારણકે અમે તો આજે દીક્ષા ગ્રહણ કરીએ છીએ.'
અજ્ઞાની જીવોને ત્યાગ વૈરાગ્યની કિંમત નહિ મહારાજાના શ્રીમુખેથી-અમે આજે દીક્ષા ગ્રહણ કરીએ છીએ-આવા પ્રકારના વાક્યને સાંભળીને ચોંકી ઉઠેલા મંત્રીરોએ મહારાજા પ્રત્યે અતિશય વિનીતભાવે પ્રશ્ન કર્યો કે
DEOD.)
Page #267
--------------------------------------------------------------------------
________________
'सामिय ! किं अज्ज कारणं जायं धणसयलजुवड़वग्गं
| નેન તુમં વવસમો મોડું
હે સ્વામિન્ ! આજે એવું શું કારણ બન્યું છે કે જેના યોગે આપ આ રીતે ધન અને સકળ યુવતિ વર્ગને મૂકવા માટે પ્રયત્નશીલ બન્યા છો ?'
ખરેખર જ, અજ્ઞાન અને સંસારરસિક આત્માઓની માન્યતા એવી જ હોય છે કે- “કંઈને કંઈ હદયદુ:ખ, વિગ્રહ કે અણબનાવ થયા વિના આ સંસારનો ત્યાગ કરવાને કોઈ તૈયાર થઈ શકે જ નહિ ! અને એમની અજ્ઞાનતા અને સંસારરસિકતાને પ્રતાપે એમને એમ લાગે એમાં નવાઈ પણ નથી. અજ્ઞાન અને સંસારરસિક આત્માઓને મન ત્યાગ અને વૈરાગ્યની વાતો કિંમત વગરની લાગે છે. એટલે એવા આત્માઓને એમ જ લાગે !
સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા પણ મંત્રીવરોના પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતાં સંવેગરંગમાં ઝીલતા અને વૈરાગ્યના વેગમાં તણાતાં તરવરેન્દ્ર શ્રી દશરથમહારાજાએ દીક્ષા લેવાનું કારણ દર્શાવતાં ઘણા જ સુંદર અને સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે,
तो भणडु नरवरिन्दो, पच्चक्खं वो जयं निरवसेसं । सुवर्क व तणमसारं, उज्डाड़ मरणलिंगणा निययं ॥१॥ भवियाण जं सुगिन्झं, अगिज्रं अभावियाण जीवाणं । તિવશાળ પત્થળvi, શિવમળસુહવિહં ઘર સારા तं अज्ज मुणिसयासे, धम्म सुणिउण जायसंवेगो। संसारभवसमुढ्ढ इच्छामि अहं समुत्तरिठं ॥३॥
(૫ઉમચરિયમ્ સંધિ ૩૧) હે મંત્રીવરો ! તમને પણ પ્રત્યક્ષ છે કે, આ આખોયે અસાર જગત્ સુકા ઘાસની જેમ નિશ્ચિતપણે મરણરૂપ અગ્નિ દ્વારા બળી જાય છે. અર્થાત્ સારું એ જગત્ મરણરૂપ અગ્નિથી સુકા ઘાસની નિયતપણે બળી રહ્યાં છે. આ વસ્તુ હું જાણું છું અને તમે નથી જાણતા એમ નથી. પણ મને અને તમને અર્થાત્ સૌને એ વસ્તુ પ્રત્યક્ષ છે. વળી મોક્ષગમનરૂપ જે સુખ તેને સારી રીતે
આદર્શ પરિવારને આદર્શ વહત....૧૧
Page #268
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
વહન કરનારો અર્થાત્ મોક્ષસુખને આપનારો જે ધર્મ ભવ્યજીવો માટે સુગ્રાહી છે. અભવ્ય જીવો માટે અગ્રાહી છે અને દેવા માટે પ્રાર્થનીય છે, તે ધર્મને મેં આજે મુનિવર પાસેથી સાંભળ્યો, એ સાંભળીને મને સંવેગ થયો છે. એ સંવેગના યોગે હું આ સંસારસમુદ્રને સુખપૂર્વક ઉતરી જવાને ઇચ્છું છું."
ભાગ્યવાનો ! વિચારો કે મંત્રી આદિના પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતાં શ્રી દશરથ મહારાજાએ સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા આદિની સુંદરતાનો કેવો સુંદરમાં સુંદર ખ્યાલ આપ્યો છે? જે
આત્માઓને જ્ઞાનથી અગર પૂર્વની આરાધના અગર તો ૨૫) લઘુકર્મિતાના પ્રતાપે સહેજે સહેજે પણ સંસારની અશરણતાનો તો
ધર્મની આવા પ્રકારની અનુપમતાનો ખ્યાલ આવે તે આત્માઓ માટે સંવેગ એ દુ:સાધ્ય વસ્તુ નથી જ અને સંવેગ આવ્યા પછી સંસારસાગરને તરવાની ભાવના અવશ્ય જાગે જ. અને એ જાગ્યા પછી ધક્ષાના સ્વીકાર તરફ જ હદય કળે, કારણકે એના વિના સંસારસાગરને તરવાનો અને મુક્તિપદે પહોંચવાનો એક પણ ઉપાય નથી. દીક્ષા તરફ અરુચિ ધરનારા અને એના વિના મુક્તિ સાધી શકાય છે એમ માનનારાઓ કોઈ પણ કાળે આ સંસારસાગરને તરી જઈ મુક્તિપદે પહોંચી શકતા જ નથી. એ જ કારણે શ્રી દશરથમહારાજા અન્ય કોઈ ઉપાય તરફ નહીં કળી પડતાં એ જ ઉપાય તરફ ધસી રહ્યાં છે.
આ સારું એ જગત નિશ્ચિતપણે સુકા ઘાસની જેમ મરણરૂપ અગ્નિથી બળી રહ્યા છે. એમ કહીને મહારાજાએ સંસારની અશરણતા સહેલાઈથી સમજાવી દધી. સંસારની આ અશરણદશાને શ્રીજિનેશ્વરદેવનું શાસન નિરંતર સમજાવે છે. સઘળા જ સંસારીઓ મરણ આગળ શરણસહિત છે એમ પ્રભુનું P શાસન સાફ શબ્દોમાં ફરમાવે છે. અશરણ ભાવનાનો ખ્યાલ આપતાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર ફરમાવે છે કે,
“રે પતંઠમહામહેનતેરસ, નિત્ય ઉમ્રાજ, 3 ये च स्वर्गभुजो भुजोनितमढा, मेदुर्मुढा मेदुराः ।
Page #269
--------------------------------------------------------------------------
________________
તેડરલ નતાન્તવવમઢને, ર્બિન્ધમાના હેઠ- જીરું હૃમાળઃ શરદય દ્રશ ઢિશર, બ્રેહાન્ત ઢીનાના: ૧ પતિ છે विद्यामंत्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥२॥
| (શાંતસુધારસભાવના : બીજો પ્રકાશ).
,
(શાંત સધામા ખરેખર કષ્ટની વાત છે કે પરિપૂર્ણ પ્રતાપે છ ખંડની પૃથિવીને પોતાના તાબે બનાવીને જેઓ નવ નિધાન અને ચૌદ રત્નો આદિથી શોભી રહ્યાં છે. એવા ચક્રવર્તી રાજાઓ અને ભુજાઓ દ્વારા વૃદ્ધિ પામતો છે મદ જેઓનો તથા વિમાન, ઋદ્ધિ અને દેવાંગના આદિ પદાર્થોના પ્રેમથી પુષ્ટ બનેલા તેમજ
સ્વર્ગને ભોગાવનારા સુરેન્દ્ર આદિ દેવો ખૂબ-ખૂબ વિલાસયુક્ત બની રહ્યા છે, તેઓ પણ પ્રાણાન્ત સમયે રક્ષણથી રહિત બન્યા થકા ક્રૂર કૃતાન્તના મુખમાં રહેલા દાંતો દ્વારા બળાત્કારથી નિર્દલિત થાય છે ત્યારે મરણથી બચવા માટે દીન મુખવાળા બનીને દશે દિશાઓમાં જોયા કરે છે.
વિશેષમાં રોહિણી અને પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ, શ્રી વજપંજર આદિ મંત્રો અને પ્રભાવશાળી મહૌષધિઓની સેવા કે જે વરુણ આદિ દેવોને વશ કરનારી છે, તેને કરો અથવા તો પુષ્ટિને કરનારા એવા રસાયણનું ભક્ષણ કરો તો પણ મરણ મૂકવાનું નથી.
આવી અશરણદશાથી બચવા માટે શરણરૂપ કોઈ પણ હોય તો એક ધર્મ જ છે. પણ એ ધર્મ ખરે જ અનુપમ છે. અને એ જ કારણે મોક્ષગમન માટે યોગ્ય આત્માઓથી જ સુગ્રાહી છે. એ પરમતારક ધર્મનો શુદ્ધ હદયથી સ્વીકાર ભવ્ય આત્માઓ સિવાય અન્ય માટે શક્ય જ નથી. દુર્ભવ્ય આત્માઓ એ ધર્મથી દૂર જ ભાગતા ફરે છે, અભવ્ય આત્માઓ માટે તો એ ધર્મ અગ્રાહી છે અને દેવતાઓ એ ધર્મનો સ્વીકાર કરવાને દેવભવના કારણે અશક્ત હોવાથી તેઓ માટે માત્ર એ પ્રાર્થનીય જ છે.
એ જ કારણે શ્રી દશરથ મહારાજાએ કહ્યું કે, ભવ્ય આત્માઓ માટે સુગ્રાહા, અભવ્ય આત્માઓ માટે અગ્રાહી અને દેવતાઓ માટે પ્રાર્થનીય એવા પ્રકારના ધર્મનું મુનિવર પાસેથી શ્રવણ કરવાના કારણે મને સંવેગ ઉત્પન્ન થયો છે અને એ સંવેગના પ્રતાપે હું આ સંસારસાગર તરી જવાને ઇચ્છું છું.
આદર્શ પરિવારને
આદર્શ વાતો..૧૧
Page #270
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૨૫
.........મ-લક્ષ્મણને
આ પ્રમાણે દીક્ષા લેવાના કારણોને જણાવ્યા બાદ શ્રી દશરથ મહારાજાએ પોતાના તે મંત્રીવરોને કહ્યું કે,
अहिसिञ्चह मे पुत्तं पढमं चिय रज्जपालणसमत्थम् । પવનામિ વિë, નેળાહં અન્ન વિસત્યો
“હે મંત્રિવરો ! રાજ્યનું પાલન કરવામાં સમર્થ એવા મારા પ્રથમ પુત્રને રાજ્ય ઉપર અભિષેક કરો કે જેથી વિશ્વસ્ત થયેલો હું આજે અવિઘ્નપણે પ્રવ્રજ્યાને અંગીકાર કરું.”
મહારાજાના એ પ્રકારના વચનને સાંભળીને, સુભટો, અમાત્યો, અને પુરોહિતે, નરવરેંન્દ્રને પ્રવ્રજ્યા લેવાના નિશ્ચયવાળા જાણ્યા અને એમ જાણવાથી તેઓ એકદમ શોકસાગરમાં ડૂબી ગયા. અંત:પુર પણ નરાધિપને દીક્ષાભિમુખ જોવાથી રોવા લાગ્યું. મોહાસક્ત આત્માઓ આવા પ્રસંગે અવશ્ય મૂંઝાય છે. આવા પ્રસંગે નહિ મૂંઝાનારા આત્માઓ વિરલ હોય છે. મૂંઝાવા છતાં પણ ધર્મી કુટુંબોની દશા કોઈ જુદી જ હોય છે. એ વસ્તુ આપણને આ પ્રસંગમાં આગળ વધવાથી આપોઆપ જણાશે. હાલ તો આપણે એટલું જ જાણ્યું કે મહારાજાએ દીક્ષા લેવાની ભાવના પોતાના પરિવારને જણાવી અને એથી પરિવાર ઉદ્વિગ્ન બન્યો.
સુપુત્ર ભરતની સુંદર વિચારણા
ખરેખર, મોહરાજાનું સામ્રાજ્ય જ કોઈ વિલક્ષણ છે. મોહરાજાની જ રાજધાનીમાં રક્ત બનેલા આત્માઓ સ્નેહી આદિના વાસ્તવિક હિતને જોવા માટે સદાય અશક્ત જ હોય છે. કારણકે એ આત્માઓના સ્નેહ વગેરે પોતાના સ્વાર્થ માટે જ હોય છે. પણ આ શ્રી દશરથમહારાજાનું કુટુંબ તો પ્રભુશાસનથી સુવાસિત કુટુંબ છે. છે એટલે એ કુટુંબમાં મોહરાજાના સામ્રાજ્યની અસર વધુ સમય ટકતી જ નથી અને બન્યું પણ તેમ જ.
અનેક રોઈ રહ્યાં હતા એમાંથી એક ભરત કે જે શ્રી દશરથ મહારાજાના ત્રીજા પુત્ર છે અને શ્રી કૈકેયી માતાના એકના એક જ
Page #271
--------------------------------------------------------------------------
________________
પુત્ર છે તે એકદમ આગળ આવ્યા અને પોતાના પૂજ્ય પિતાને નમસ્કાર કરીને વિનંતી કરતા કહ્યું કે,
नत्वा बभाषेऽथ भरतोऽहं सर्वविरतिं प्रभो ! ત્વયા સમભુપાદ્રાસ્યું, વસ્થાો, ત્યાં વિના નહિ ????? ममान्यथा हि द्वे कष्टे, स्वामिन्नत्यंतदुःसहे । एकं त्वत्पादविरहो, ऽपरं संसारतर्पणम् ॥२॥
“હે પ્રભો ! હું ભરત તો આપ પૂજ્યની સાથે સર્વવિરતિને અંગીકાર કરીશ આપ પૂજ્યના વિના હું આ સંસારમાં અવસ્થાન કરીશ નહિ. મારી આ વિનંતીનો આપ પૂજ્ય જો સ્વીકાર નહિ કરો તો હે સ્વામિન્ ! મને અત્યંત દુઃસહ એવા બે કષ્ટો થશે. એમાં એક તો આપ પૂજ્યનો વિરહ અને બીજું આ સંસારનું તર્પણ કરવું તે.’
ભાગ્યવાનો ! વિચારો કે ભરતની પુત્રતા કેવી સુવિશિષ્ટ છે ? આવા સુપુત્રથી કયા પિતાને સંતોષ ન થાય ? પૂજ્ય પિતાનો વિરહ સાલવા છતાં પોતે, પોતાના પિતાને પોતાની ખાતર સંસારમાં રહેવાનું નહિ કહેતાં પિતાની સાથે સર્વવિરતિનો સ્વીકાર કરવા પોતે જ સજ્જ થવું, એ શું સામાન્ય કોટિની સુપુત્રતા છે ? પિતાનો વિરહ એ નહિ ખમી શકનાર પુત્ર પિતાની સાથે સંયમ લેવા સજ્જ થઈ પિતાના કલ્યાણકાર્યને સરળ બનાવે એ એક અનુપમ બનાવ છે. પણ પ્રભુધર્મથી વાસિત પુત્રો માટે એમાં કશી જ અનુપમતા નથી. પ્રભુશાસનમાં એવા સંખ્યાબંધ પુત્રો થઈ ગયા છે કે જેમણે પિતાને કલ્યાણની પ્રવૃત્તિમાં પરિપૂર્ણ સહાય કરી છે. અને પિતાની સાથે અગર તો પાછળ પોતે પણ કલ્યાણ પ્રવૃત્તિની સાધના કરી છે.
આ જ વસ્તુ ‘શ્રી પઉમચરિયમ્'ના કર્તા કોઈ જુદી જ રીતે વર્ણવે છે. અને કઈ રીતે વર્ણવે છે એ ખાસ જાણવા જેવું છે. પોતાના પિતા શ્રી દશરથ મહારાજાને તેવા પ્રકારથી વિરક્ત દશામાં આવી ગયેલા જોઈને તેમના ભરત એક ક્ષણમાં પ્રતિબુદ્ધ બની જાય છે અને પ્રતિબુદ્ધ અવસ્થામાં આવી ગયેલા ભરત વિચારે છે કે,
05830
આદર્શ પરિવારની
૨૫૩
આદર્શ વાતો...૧૧
Page #272
--------------------------------------------------------------------------
________________
સીતા ભાગ-૨
રામ-લક્ષમણને
नेहबन्धो ढुच्छेज्जो जीवलोगम्मि “ખરેખર આ જીવલોકમાં સ્નેહનો બંધ દુ:ખપૂર્વક છેદી શકાય તેવો છે.” નહિતર,
तायस्स किं व कीरड़, पवज्जाववसियस्स पुढईए । पुत्तं ठावेड रज्जे, जेणं चिय पालवठाए ॥१॥ आसलेण किमत्थं, इमेण खणभंगुरेण देहेण । डुरट्ठिएसु अहियं, कावत्था बंधवेसु भवे ।। एक्कोऽत्थ एस जीवो, दुहपायवसंकुले भवारण्णे । भमड़ च्चिय मोहन्धो, पुणरवि तत्थेव तत्थेव ।।
પ્રવ્રજ્યા લેવાને સજ્જ એવા પિતાશ્રીને પૃથ્વીનું શું કરવું છે કે જેથી પિતાશ્રી તેનું પાલન કરવા માટે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરે છે ? અર્થાત્ આ રીતે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરવાનો પ્રયત્ન પ્રવ્રજ્યા માટે સજ્જ થયેલા પિતાને કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. પણ થાય શું? કારણકે સ્નેહનું બંધન ખરે જ દુરુચ્છેદ છે.” વળી પાસે રહેવા છતાં પણ ક્ષણભંગુર એવા આ દેહથી પણ શું છે? કે જેથી એની ચિંતા કરવી પડે? શરીરથી અધિક દૂર રહેલા એવા બંધુઓની પણ આ સંસારમાં કેવી અવસ્થા છે? અર્થાત્ આ એકદમ પાસે રહેલા શરીરની ચિંતા કરવી એ પણ ફેગટ છે, કારણકે એ ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે એમાં પરિવર્તન થયા કરે છે અને રક્ષણ કરવા છતાં પણ એ નાશ જ પામવાનું છે. એ જ રીતે શરીર કરતાં આત્માથી અધિક દૂર રહેલા બંધુઓ કે જેઓની અવસ્થા કર્મના પ્રતાપે આ સંસારમાં વિચિત્ર થઈ રહી છે, એટલે તેઓની પણ તુચ્છ સ્વાર્થમય ચિંતા કરવી એ સર્વથા વ્યર્થ છે. અને આત્મહિતની દૃષ્ટિએ હાનિકારક છે. કારણકે મોહથી અંધ બનેલો આ જીવ દુઃખરૂપ પાદપોથી અવિરતપણે ભરેલા આ સંસારરૂપ અરણ્યમાં ફરીફરીને પણ ત્યાંને ત્યાં જ ભ્રમણ કર્યા જ કરે છે.
શ્રી ભરતની આ વિચારણા ખૂબ જ વિચારણીય છે. વિરક્ત ® આત્મા પણ ત્યાજ્ય વસ્તુઓની વ્યવસ્થાનો વિચાર કરે છે. એ પણ
મોહનો જ વિલાસ છે. આ વાત શ્રી ભારતની વિચારણા સ્પષ્ટ કરે ૩ છે. મોહ આત્માને ક્યાં સુધી મૂંઝવે છે? એ વસ્તુ આ શ્રી ભરતની
વિચારણાથી ખૂબ-ખૂબ ખુલ્લી થઈ જાય છે. મોહની સત્તા આત્મા
Page #273
--------------------------------------------------------------------------
________________
છે થઈ છે.
ઉપર અનાદિથી છે એટલે એ સત્તા છેક છેલ્લી ઘડી સુધી આત્માને દબાવ્યા જ કરે છે. એ જ કારણે જ્ઞાનીઓ આત્માને સદાય સાવધ રહેવાનું ફરમાવે છે.
“સમર્વ કાયમ મા પમાયણ' હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કરે. આ ઉપદેશ પણ એને જ આભારી છે અસાવધ આત્માને મોહ ફસાવ્યા વિના રહેતો જ નથી. એ જ કારણે અન્ય દર્શનો પણ વૈરાગ્યના પરિણામનો અમલ ઝટ કરવાનું કહે છે. વધુમાં શ્રી ભરતની વિચારણા એ પણ સમજાવે છે કે આ શરીરની રક્ષાના મનોરથો પણ વ્યર્થ છે. કારણકે એ ક્ષણભંગુર છે અને બંધુઓની ચિંતા પણ ફોગટ છે. કેમકે તેઓ પણ કર્મવશવતિપણાને લીધે આ સંસારમાં વિવિધ પ્રકારની અવસ્થાઓનો અનુભવ કર્યા જ કરે છે. તથા મોહથી અંધ બનેલો આત્મા આ દુઃખરૂપી વૃક્ષોથી વ્યાપ્ત એવા આ ભવરૂપ અરણ્યમાં ને અરણ્યમાં જ આથડ્યા કરે છે. માટે જ મોહવશ આત્માને અનેક આપત્તિઓથી ભરેલા આ ભવારણ્યમાં ભટક્યા સિવાય અન્ય કશું જ કરવાનું નથી હોતું. આ જ હેતુથી ઉપકારીઓ ફરમાવે છે કે કલ્યાણની કામનાવાળા આત્માઓએ મોહને આધિન થઈ શરીર અને સંબંધીઓની મમતામાં ફ્રાઈ નહિ પડતા આત્મહિતની સાધનામાં જ સજ્જ બનવું જોઈએ અને અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ મોક્ષમાર્ગની આરાધનામાં એકાંતે સમર્પિત થઈ જવું જોઈએ.
મોહમશ્ન કેકેયીની શોકભરી વિચારણા પ્રવ્રયા માટે ઉત્સુક બનેલા પોતાના પિતાના દર્શન માત્રથી પ્રતિબદ્ધ બનીને વિચારમગ્ન બનેલા શ્રી ભરતને જોઈને સર્વ કળાઓમાં કુશળ શ્રીમતી કૈકેયીદેવી સમજી ગયા કે ખરેખર, જ ભરત પ્રતિબોધ પામ્યો છે. એ પ્રમાણે સમજવાથી મોહમગ્ન શ્રીમતી કૈકેયીદેવીના હૃદયમાં એકદમ શોક ઉત્પન્ન થયો. શોકથી ભરાઈ ગયેલા હદયે શ્રી કૈકેયીદેવીએ મોહની પરાધીનતાના કારણે વિચાર્યું કે,
આદર્શ યરિવારને
૮દર્શ વ
...૧૧
Page #274
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
-રામ-લ૯મણને
न य मे पड़ न पुत्तो, ढोणि वि दिवखाहिलासिणो जाया । चिन्तेमि तं उवायं, जेण सुयं वो नियत्तेमि ॥१॥
“મારે તો પતિ પણ નહિ રહેવાના અને પુત્ર પણ નહિ રહેવાનો, કારણકે પતિ અને પુત્ર બંનેય દીક્ષાના અભિલાષી થયેલા છે, એ કારણે હું તે રૂ ઉપાયને ચિંતવું કે જે ઉપાય દ્વારા પુત્રને હું દીક્ષાના વિચારથી પાછો ફેરવું.”
શ્રી ભારતે પોતાના પિતાને કરેલી પ્રાર્થનાના સંદર્ભમાં શ્રી કૈકેયી માતાના વિચારને વર્ણવતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન વર્ણવે
છે કે૨૫૩ તકૃત્વા ઘાથ વેચા, કિશ્વિતં કાવ્યતઃ ઘરમ્ ?
न पतिर्न च मे सुनुरिति ध्यात्वा ब्रवीदिदम् ॥११॥
“આજથી માંડીને મારે તો હવે પતિ પણ નહિ રહે અને પુત્ર પણ નહિ રહે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાના પતિ શ્રી દશરથ મહારાજ પ્રત્યે કહેવા માંડ્યું.”
કેકેયીની યાચના અને સ્વીકાર એ પ્રમાણેનો વિચાર આવવાથી, મોહમગ્ન બની ગયેલ કૈકેયીદેવીએ પોતાના પતિદેવ શ્રી દશરથ મહારાજા પ્રત્યે વિનયપૂર્વક પોતાના વરદાનની યાદ કરાવીને તેની માંગણી કરતાં કહ્યું કે
स्वामिन् स्मरसि योऽदत्त-स्त्वया मह्यं स्वयंवरः । स्वयंवरोत्सवे तत्र, तेन सारर्थ्यकर्मणा ॥११॥ તં પ્રથચ્છાઘુના મä, નાથ ! સત્યપ્રતિશ્રવ છે ? પ્રસ્તરોdatળરàવ, પ્રતિજ્ઞા &િ મહીના સારા
હે સ્વામિન્ ! આપને સ્મરણ છે કે તે મારા સ્વયંવરના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત થયેલા યુદ્ધમાં મેં કરેલા તે સારથિપણાના કર્મથી તુષ્ટમાન થયેલા છે આપે પોતે જ મને એક વરદાન સમર્પણ કર્યું હતું અને તે વખતે વરઘનને મેં હતી. મારા થકું આપની પાસે રાખી મૂક્યું છે?' હે સત્યપ્રતિજ્ઞાને ધરનારા નાથ ! તે
મારું વરદાન હાલમાં આપ મને આપો. મહાત્ આત્માઓની પ્રતિજ્ઞા પાષાણમાં કોતરેલી રેખા જેવી હોય છે.'
કૈકેયીદેવીએ પોતાના વરઘનની માંગણી બરાબર યોગ્ય આ અવસરે જ કરી અને સૂચવ્યું કે મહાપુરુષોની પ્રતિજ્ઞા “અબી
Page #275
--------------------------------------------------------------------------
________________
બોલ્યા તે અબી ફોક' જેવી નથી હોતી. પણ પત્થર ઉપર કોતરેલી રેખા જેવી એટલે કે કદી ન એવી હોય છે.' જેમ શ્રીમતી કૈકેયીદેવીએ ખરે અવસરે વરદાનની માંગણી કરી, તેમ મહારાજાએ પણ પોતે આપેલા વરદાનને કબૂલ કરવા પૂર્વક શ્રીમતી કૈકેયીદેવીની માંગણીનો સ્વીકાર પણ ખૂબ વિચારપૂર્વક કર્યો. તે અંગે કહ્યું છે કે, अथावदद्दशरथः, प्रतिपन्नं स्मराम्यहम् । याचस्व यन्ममाधीनं, विना व्रतनिषेधनम् ॥
કૈકેયીદેવીએ જાણવા માંગેલી અને યાદ કરેલી માંગણીનો સ્વીકાર કરતા શ્રી દશરથમહારાજા બોલ્યા કે, “જે મેં વચન આપ્યું છે તે બરાબર મારી સ્મૃતિમાં છે. હું તેને સ્હેજ પણ ભૂલ્યો નથી અને તે હું આપવાને પણ તૈયાર છું. માટે એક વ્રત લેવાનો નિષેધ કરવા સિવાય બીજું જે કાંઈ મારે આધીન હોય તેને તું માંગ.”
પોતાના પતિદેવના મુખથી નીકળેલો અનુકૂળ ઉત્તર સાંભળીને શ્રીમતી કૈકેયીદેવીએ પણ યાચના કરતાં કહ્યું કે, ततो ययाचे कैकेयी, त्वं चेत्प्रव्रजसि स्वयम् । स्वामिन् विश्वंभरामेतां भरताय प्रयच्छ तत् ॥ “હે સ્વામિન્ આપ પોતે જો પ્રવ્રજ્યા અંગીકાર કરતા હો તો આ પૃથ્વી ભરતને આપો.”
આ આખાયે પ્રસંગને પઉમચરિયમ્ના કર્તા ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવે છે. શ્રીમતી કૈકેયીદેવીએ જ્યારે એમ જાણ્યું કે મારે તો પતિ અને પુત્ર બંનેય જવા બેઠા, ત્યારે તેણે ભરતને રોકવા માટેનો ઉપાય ચિંતવીને વિનયપૂર્વક શ્રી દશરથમહારાજા પ્રત્યે કહ્યું કે, “તું મે વરું પયચ્છન્નુ, નો મળિો સુહઠસામરવું” “હે નાથ ! મારા તે વરાનને આપો, કે જે વરદાન આપે મને સુભટોની સમક્ષ આપવાને ફરમાવ્યું છે.”
આ માંગણીનો ઉત્તર આપતાં પુરુષોમાં વૃષભ સમા શ્રી દશરથરાજાએ તરત સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે,
આદર્શ પરિવારની 2 આદર્શ વાતો...૧૧
Page #276
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
"
રિામ-લક્ષ્મણને
भणड़ तओ नरवसभो, दिवखं मोत्तूण जं पिए भणसि । तं अज्ज तुझा सुंदरि!, सव्वं संपाडइस्सामि ॥१॥
‘હે પ્રિયે ! દીક્ષાને મૂકીને તું જે કહે તે સર્વ હે સુંદરી ! આજે હું તને સંપાદન કરી આપીશ.' પોતાના પતિદેવના આ નિશ્ચયાત્મક ઉત્તરને સાંભળીને શ્રીમતી કૈકેયીદેવીનું હૃદય ખળભળી ઊઠે છે. પતિના સંયમનો નિશ્ચય દઢ જાણી રોઈ જાય છે અને તે રોતા-જોતા તેણે પોતાના પતિદેવને કહ્યું કે,
ढढनेहबंधण चिय, विरागखग्गेण छिन्नं ते ॥१॥ एसा दुद्धरचरिया, उवट्ठा जिणवरेहि सव्वेहिं । dhહું અને તવFai ધિર, ધ્વની સંનને યુદ્ધ સારા सुरवइसमेसु सामिय ।, निययं भोगेसु लालियं देहं । ઘર- સ-daddhસયર, dhહે હસે રહે નેરૂા.
હે નાથ ! આપે સ્નેહના મજબૂત બંધનને વૈરાગ્ય રૂપ ખન્ને છેદી નાખ્યું પણ હે નાથ ! સર્વ શ્રી જિનેશ્વરદેવોએ આ દીક્ષાને દુ:ખે કરીને ધરી શકાય એવા ચારિત્રવાળી ઉપદેશી છે. એમાં એક લેશ પણ શંકા નથી, માટે જ હું આપને પ્રશ્ન કરું છું કે આજે જ કેમ આપને સંયમ અંગીકાર કરવાની બુદ્ધિ એકદમ ઉત્પન્ન થઈ છે. વળી તે સ્વામિન્ ! આપનો આ દેહ નિરંતર સુરપતિ સરખા ભોગો દ્વારા લાલનપાલન કરાયેલો છે. આ કારણે આપ તીણ, કઠોર અને કર્કશતર પરિષહોને જીતવા માટે કઈ રીતે યોગ્ય થઈ શકશો? અર્થાત્ આવા સુકોમળ દેહ દ્વારા આપ અતિશય કઠોર અને કઠોરતર એવા પરિષહોને કોઈ પણ રીતે સહી શકશો નહિ.”
આટલું-આટલું કહેવા છતાં પણ જ્યારે શ્રી દશરથમહારાજાને પોતાના નિશ્ચયમાં મલ્મ જ જોયા ત્યારે શ્રીમતી કૈકેયીદેવીને લાગ્યું
કે હવે મારે મારા સ્વાર્થની માંગણી કર્યા વિના છૂટકો જ નથી. આ એ પ્રમાણે લાગવા છતાં પણ એવી માંગણી કરવી એ શ્રીમતી
કૈકેયીદેવીને ઘણું જ દુ:ખકર અને શરમભર્યું લાગતું હતું. પણ મોહ,
દુઃખ અને શરમને ધકેલીને એ માંગણી કરવાની ફરજ પાડતો હતો. હું એ જ કારણે શ્રીમતી કૈકેયીદેવીએ ચરણની અંગુલી દ્વારા ભૂમિને
ખણતા-ખણતા પોતાના પતિદેવને કહ્યું કે,
-
Page #277
--------------------------------------------------------------------------
________________
પુત્તર મક્લ સામર, ટેઢિ સમર્થંડુગંર” છે
હે સ્વામિન્ ! આપ જ્યારે આપના નિશ્ચયમાં મક્કમ જ છો તો આપ હશે મારા પુત્ર ભરતને આ સમસ્ત રાજ્યનું સમર્પણ કરો.'
શ્રીમતી કૈકેયીદેવીની માંગણીનો સ્વીકાર કરતાં શ્રી દશરથમહારાજાએ પ્રસન્ન હૃદયે ફરમાવ્યું કે,
“ ટૂરિડ દુર દુFI રજાં, ते दिन्नं मए समत्थं गेण्हसु मा चिरावेहि"
“હે સુંદરી ! હું તારા પુત્રને સમગ્ર રાજ્ય સમર્પણ કરું છું. માટે તું તે રાજ્યને ગ્રહણ કર અને તે કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કર !”
આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે. ભાગ્યવાનો ! આ આખોએ પ્રસંગ અનુપમ હોઈ ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે. મોહવશ બનેલ શ્રીમતી કૈકેયીદેવી પણ પોતાની વસ્તુની માંગણી કરતાં કેટલાં કચવાય છે ? એ માંગણીનો સ્વીકાર કરવામાં પણ શ્રી દશરથ મારાજા જેવો અને કેટલો વિવેક જાળવે છે? અને આવી કારમી માંગણીનો એકદમ સ્વીકાર કરવામાં શ્રી દશરથમહારાજા કેટલા નિર્ભય છે? આ બધી જ બાબતો આપણને અનેક શંકાઓના સમાધાનો આપે છે.
૧. શ્રીમતી કૈકેયી મોહને આધીન થાય છે. એ વાત સાચી પણ એમાંય પોતાની કુલીનતાનું દર્શન અવશ્ય કરાવે છે. એ દર્શાવવા સાથે શ્રીમતી કૈકેયીદેવીની માંગણી એ પણ સમજાવે છે કે મોહ એ ઘણો જ ભયંકર છે અને તેની ભયંકરતા ભલભલાને મૂંઝવવાને સમર્થ છે તથા એની ભયંકરતાથી કોઈ વિરલ આત્માઓ જ બચી શકે છે.
૨. બીજી વાત એ છે કે મોહવિકલ બનેલી શ્રીમતી કૈકેયીની સામે પોતાના વૈરાગ્યને શ્રી દશરથમહારાજા અખંડિતપણે જાળવી રાખે છે. શ્રીમતી કૈકેયીની માંગણીના સ્વીકારમાં પોતાની વસ્તુ શ્રી દશરથમહારાજા નથી વિસરતા. 8
આદર્શ પરિવાર
9 આદર્શ વાતો..૧૧
Page #278
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
૨૬૦
..........મ-લક્ષ્મણને
શ્રી દશરથમહારાજાની આ સાવધાની વિરક્ત આત્માઓને સમજાવે છે કે વિરક્ત આત્માઓએ સ્નેહીઓની માંગણી સ્વીકારતા પોતાની કલ્યાણકર વસ્તુનું નિકંદન ન નીકળી જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સ્નેહીઓની ઇચ્છાઓ પૂર્ણ કરવામાં પોતાની સંસારસાગર તરવાની ઇચ્છા ન દબાઈ જાય એ વસ્તુ વિરક્ત આત્માઓએ ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ અને વિરક્ત આત્માઓએ એવા ઉદાર ન જ બનવું જોઈએ કે જેથી એ ઉદારતા પોતાના હિતકર માર્ગનો જ ઘાત કરનારી નીવડે. કારણકે એવી ઉદારતા ધર્માત્માઓ માટે જ્ઞાનીપુરુષોએ વિહિત નથી કરી.
૩. ત્રીજી વાત એ છે કે બે-બે મોટા અને સમર્થ પુત્રો વિદ્યમાન છતાં ત્રીજા પુત્રને આખાએ રાજ્યનું સમર્પણ કરવામાં શ્રી દશરથમહારાજા નિર્ભય છે. એનું કારણ ખાસ સમજવા જેવું છે. પોતાનો પરિવાર કેવો છે ? એની શ્રી દશરથમહારાજાને પૂરેપૂરી પ્રતીતિ છે. એ પ્રતીતિ વિના એકદમ આવી માંગણીનો સ્વીકાર થાય પણ કેમ? મહારાજાએ એવી માંગણીનો પણ એકદમ નિર્ભયપણે કરેલો સ્વીકાર આપણને સમજાવે છે કે મહારાજાએ પોતાના કુળને કેળવવામાં કશી જ કમીના રાખી નથી અથવા તો એ કુળના સંસ્કાર જ એવા અપૂર્વ છે કે દીકરાઓ તુચ્છ વસ્તુ માટે વિગ્રહ કરે જ નહિ.
સભા : સાહેબ ! વડિલોપાર્જિત મિલકત આવી રીતે કેમ આપી દેવાય ? એવો પ્રશ્ન શ્રી રામચંદ્રજી કેમ ન ઉઠાવે ?
એવા-એવા પ્રશ્નો જ્યાં સંસ્કાર રસિકતાનું સામ્રાજ્ય હોય 4) ત્યાં જ ઉઠે છે. ગૃહવાસમાં રહેવું એ જ જ્યાં પાપ મનાતું હોય ત્યાં એવા-એવા પ્રશ્ન ઉઠતા જ નથી, એ જ કારણે હું કહું છું કે કાં તો સંસાર તજવો જોઈએ અને કદાચ પ્રયત્ન કરવા છતાં પણ અશુભ કર્મના કઠીન ઉદયથી સંસાર ન જ તજાય, તો સંસારમાં પણ એવા
Page #279
--------------------------------------------------------------------------
________________
બનો અને સાથીઓને પણ એવા બનાવો કે જેથી કદી જ મૌદ્ગલિક
બાબતોના વિગ્રહ થાય નહિ. અને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને R_0
સર્વથા તજીને આત્મશ્રેય માટે ચાલી નીકળાય. એમ કરવું એમાં જ શ્રી જૈનશાસન પામ્યાની સાર્થકતા છે.
શ્રીમતી કૈકેયીએ કરેલી માગણીના જવાબમાં શ્રી દશરથમહારાજા એકદમ શ્રીમતી કૈકેયીદેવીને ઉદ્દેશીને બોલ્યાં કે, 'अद्यैव गृह्यतामेषा मभूः ।
આજે જ આ મારી પૃથ્વીને ગ્રહણ કર !”
આ પ્રમાણે તે શ્રીમતી કૈકેયીદેવીને કહીને તરત જ શ્રી દશરથમહારાજાએ શ્રી રામચંદ્રજીને અને શ્રી લક્ષ્મણજીને સાથે બોલાવ્યા. બંનેને બોલાવીને શ્રી રામચંદ્રજીપ્રત્યે કહ્યું કે
""
अस्याः सारथ्यतुष्टेन, दत्तः पूर्वं मया वरः । सोऽयं भरतराज्येन, कैकेय्या याचितोऽधुना ॥
આ તારી માતા શ્રીમતી કૈકેયીના સારથિપણાથી તુષ્ટમાન થયેલા મેં પ્રથમ આ શ્રીમતી કૈકેયીને એક વર આપેલું હતું. એ વર આજે શ્રીમતી કૈકેયીએ ભરતના રાજ્યે કરીને માંગ્યું છે. અર્થાત્ એ વરની માંગણીમાં આજે શ્રીમતી કૈકેયી કહે છે કે આ આપનું રાજ્ય મારા પુત્ર ભરતને આપો.”
રામચંદ્રજીનો ઉદાર પ્રત્યુત્તર
પોતાના પિતાએ કહેલી તે વાત સાંભળીને શ્રી રામચંદ્રજી પ્રસન્ન થયા. આવી વાતથી હર્ષ કેવા પુત્રને થાય ? એ ખૂબ વિચારવા જેવું છે. સુસંસ્કારિતા વિના અને હૃદયની અનુપમ ઉદારતા વિના આવી વાતના શ્રવણથી હર્ષ થવો એ અતિશય અસંભવિત છે. ૨૦૧ પોતાની જ માલિકીનું રાજ્ય એક અપરમાતા આવી રીતે પિતા પાસે માંગી લે અને પિતા આપવાને તૈયાર થઈ જાય, એ સુસંસ્કારી અને પરમ ઉાર પુત્ર સિવાય અન્ય કોણ સહી શકે ? પણ અહીં તો સહેવાની વાત જ નથી ! કારણકે અહીં ઉલ્ટી શ્રી રામચંદ્રજીને એ ચિંતા થાય છે કે આવી આવી વાતમાં પિતાજી મને પૂછે એ જ મારા
આદર્શ પરિવારની
આદર્શ વાતો...૧૧
Page #280
--------------------------------------------------------------------------
________________
-c)).
૨ ૬૨
રામ-લઢમણને
માટે ઠીક નથી કારણ કે વાત વાતમાં પિતાજીએ મને પૂછવાનું હોય જ નહિ ! માલિક પિતાજી છે કે હું? પિતાજી મને આ પ્રમાણે પૂછે એમાં જ મારી અવિનયશીલતાનું દર્શન થઈ જાય છે. આવી આવી અનેક ભાવનાઓ શ્રી રામચંદ્રજીના હૃદયમાં ઉત્પન્ન થાય છે. એ જ હેતુથી પિતાજી દ્વારા, પોતાની અપરમાતાએ વરઘનના બદલામાં કરેલી માંગણીને જાણીને શ્રી રામચંદ્રજી એકદમ હર્ષ પામ્યા અને એકદમ બોલ્યા કે
रामोऽपिः हृष्टोऽभाषिष्ट, मात्रेढं साधु याचितं । यन्मदात्रे भरताय, राज्यदानं महौजसे ॥१॥ માપuછે પ્રસાન્નિા-મદ્રે તતિસ્તથાથä ? दुनोति मामविनय - सूचनाकारणं जने ॥२॥ अप्येकबंदिने राज्यं, तुष्टस्तातो ढढात्यदः । निषेधेऽनुमतौ वा मे, न स्वाम्यं पत्तिमानिनः ॥३॥ મરતોડગ્યમેવાગ્નિ, નિર્વિઘોષવુિ તવ ? अतोऽभिषिच्यतां राज्ये, भरतः परया मुढा ॥४॥
“હે પિતાજી ! મારી માતાએ મહાપ્રરાક્રમી એવા મારા ભાઈ ભરતને રાજ્ય આપવાની જે માંગણી કરી તે ઘણી જ સારી માગણી કરી છે. વળી પિતાજી ! આપ તો મને આ વાતમાં મારી ઉપર રહેલાં આપના પ્રસાદથી પૂછો, છો પણ આ પ્રમાણે આપનું મને પૂછવું એ લોકમાં મારા અવિનયને સૂચવવાનું કારણ થાય છે અને એ મને ખૂબ દુઃખ કરે છે. તુષ્ટમાન થયેલા પિતાજી આ રાજ્ય એક બંધને પણ આપી શકે છે. એમાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો પોતાને આપના એક સેવક તરીકે માનતા મને અધિકાર નથી. ભરત પણ હું જ છું અને આપને મન હું અને ભરત બેય સરખા છીએ એ કારણથી આપ અતિહર્ષપૂર્વક ભરતનો રાજ્ય ઉપર અભિષેક કરો.”
ભાગ્યવાનો ! વિચારો શ્રી રામચંદ્રજીનો ઉત્તર ! આ ઉત્તરમાં કેટલા-કેટલા અને કયા-કયા ગુણો આવિર્ભાવ પામી રહ્યા છે? એ પણ વિચારો અને એ પણ વિચારો કે આવા ઉમદા ગુણોથી ભરેલ પુત્ર કેવા કુળમાં હોઈ શકે ? પોતાની અપરમાતા પ્રત્યે પણ પોતાના
ETTIOD)
Page #281
--------------------------------------------------------------------------
________________
અંતરમાં કોઈ જાતનો દુર્ભાવ છે ? રાજ્યની લાલસાને પણ હૃદયમાં
સ્થાન છે ? બંધુપ્રેમ અને પિતૃભક્તિ પણ હૃદયમાં કેવા ઉછાળા મારી મ રહી છે ? ઉદારતા, બંધુપ્રેમ, પિતૃભક્તિ અને નિ:સ્વાર્થવૃત્તિની વાતો કરનારાઓએ આવા મહાપુરુષના જીવનનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.
એક ધર્મી કુટુંબનું સંસ્કારી જીવન શું શું કામ કરે છે અને જીવનને કેવું નિ:સ્વાર્થી, ઉદાર અને વંઘ બનાવે છે ? એ આ ઉત્તર ઉપરથી કળી શકાય છે. જે દિવસે પોતે રાજ્ય ઉપર આરુઢ થવાના હોય તે જ દિવસે અપરમાતા આવા પ્રકારની માગણી કરે, એ અવસરે જો હૃદય ક્ષુદ્ર હોય તો શું થાય ? પણ ઉદારતા અને નિ:સ્વાર્થવૃત્તિથી છલકાતા હૃદયના ધણી શ્રી રામચંદ્રજીએ જ્યારે જાણ્યું કે મારી અપર માતા લઘુબંધુ ભરત માટે રાજ્યની માંગણી કરે છે, ત્યારે તેમના હૃદયમાં હર્ષ ઉભરાય છે. એ હર્ષના યોગે તેઓ પોતાની અપર માતાની માંગણીની પ્રશંસા કરે છે. આવી કારમી માગણી કરનાર અપરમાતા તરફ સદ્ભાવ રહેવો એ શું નાનીસૂની વાત છે ?
સભા : ના રે સાહેબ ! આવી માગણીનું પરિણામ તો ઘણું ભયંકર આવે !
પૂજ્યશ્રી : તમે કહો છો એવું ભયંકર પરિણામ તે જ કુળોમાં આવે કે જે કુળોમાં જેવો જોઈએ તેવો પ્રભુશાસનનો વાસ ન હોય. પ્રભુશાસનથી સુવાસિત કુળોમાં પૌદ્ગલિક સ્વાર્થના વિગ્રહોને સ્થાન પ્રાય: હોતું જ નથી. પૌદ્ગલિક વસ્તુઓને પર માનનાર આત્માઓ તીવ્ર કર્મના ઉદયથી પૌદ્ગલિક વસ્તુઓનો પરિત્યાગ ન કરી શકે એ બને. પણ એની ખાતર મનુષ્યપણાને ન છાજે એવા વિગ્રહો એવાઓ કરે જ નહિ, પ્રભુશાસનથી પરિણત થયેલા આત્માઓનું હૃદય એટલું અને એવું ઉદાર હોય છે કે એના યોગે માંગણીઓ સતાવતી નથી પણ સંતોષે છે.
આદર્શ પરિવારની છ આદર્શ વાતો...૧૧
Page #282
--------------------------------------------------------------------------
________________
જીત.... ભાગ-૨
રામ-લક્ષ્મણને
જે શ્રી રામચંદ્રજીને અપરમાતાની માંગણીથી સંતોષ થયો, તે શ્રી રામચંદ્રજીને પિતાએ આ વાતમાં પોતાને પૂછ્યું એથી ઘણું દુ:ખ થયું કારણકે એથી શ્રી રામચંદ્રજીને એમ લાગ્યું કે આથી જનતાને એમ માનવાનું કારણ મળશે કે ‘રામ અવિનીત હશે ?' આવા કાર્યમાં પણ પિતા પુત્રને પૂછે એમાં પુત્રની અવિનયશીલતા જાહેર
થઈ જાય એમ ઉત્તમપુત્રો માનતા. પિતાએ પુત્રને પૂછવાનું હોય જ ઝું શાનું? પુત્ર તો પિતાને આધીન જ હોય, એટલે પિતાજી પોતાને
પૂછે, એમાં પણ જે શ્રી રામચંદ્રજીને દુઃખ થાય એ કઈ જાતની વિનયશીલતા એ વિચારો ! જે રાજ્ય ઉપર રાજ્યનીતિને અનુસરીને પોતાની માલિકી છે. તે છતાં પણ આ દશા. એ શું ઓછી પિતૃભક્તિ છે ? આવી પિતૃભક્તિ તેઓ જ કરી શકે કે જેઓ ત્યાગમય સંસ્કારમાં ઉછરવાથી અનુપમ ઉદારતાના ઉપાસક બનેલા હોય.
પુત્ર એ તો પિતાનો એક અદનો સેવક છે, એ સેવકપણાના યોગે પિતાની કોઈ પણ આજ્ઞા માત્ર તે ધર્મની ઘાત કરનારી ન હોવી જોઈએ તે માનવાને બંધાયેલો છે. એથી જ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે પિતાજી ! આ રાજ્ય પોતાની સત્તાથી એક બંદીને આપી દે તો પણ મારા જેવા એક અદના સેવકને એમાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો અધિકાર નથી.'
આજ્ઞાધીનતા કોણ દર્શાવી શકે ? આ જાતની આજ્ઞાધીનતા સુસંસ્કારી અને ઉદાર દીકરાઓ જ દર્શાવી શકે છે. સંસ્કારહીન અને શુદ્ર દીકરાઓ આવી આજ્ઞાધીનતા
કોઈપણ કાળે દર્શાવી શકતા નથી. આવી આજ્ઞાધીનતા કેળવ્યા દિ વિના પિતૃભક્ત હોવાનો દાવો કરવો. એ પિતૃભક્તપણાનું અપમાન
છે. ધર્મઘાતક આજ્ઞાની સામે થવાનો પુત્રને જેમ અધિકાર છે. તેમ ધર્મનો ઘાત નહિ કરનારી જે આજ્ઞાઓ તે આજ્ઞાઓને આધીન
થવાની જ છે. એ ફરજનું પાલન નહિ કરનારા પુત્રો પિતાના 8. વૈરીની જ ગરજ સારે છે. એવા વૈરી પુત્રોના પિતા બનવા કરતાં
Page #283
--------------------------------------------------------------------------
________________
પિતાપણાની કિંમત સમજનારા પિતાઓ વાંઝીયા રહેવાનું પસંદ કરે છે. આ વાતને તેઓ જ સમજી શકે છે કે જેઓ પિતાપણાની અને પુત્રપણાની કિંમતને સમજતા હોય, જે કુળોમાં પિતા પિતાપણાની ફરજને નથી સમજતા અને પુત્રો પુત્રપણાની ફરજને નથી સમજતા તે કુળોની કેવી દુર્દશા હોય છે એ આજે અપ્રત્યક્ષ-અજાણ્યું નથી.
એ જ રીતે ભાતૃભાવ માટે સમજવાનું છે. એક ભાઈ બીજા ભાઈનો ઉત્કર્ષ ન સહી શકે એ ભાતૃભાવનું ખૂન નહિ તો બીજું શું ? સંસારમાં પણ સુખી રહેવા ઇચ્છતા આત્માઓએ નિ:સ્વાર્થવૃત્તિ કેળવ્યા વિના છૂટકો જ નથી જીવનમાંથી જરૂરી ઉદારતાથી પણ પરવારી બેઠેલાઓ કદી પણ સુખી થઈ શકતા નથી. જીવનમાં જોઈતી ઉદારતાને ધરનારા આત્માઓ અવસરે ફરજનું પાલન સુંદરમાં સુંદર રીતે કરી શકે છે.
ફરજનું સારામાં સારી રીતિનું પાલન કરાવનારી સુસંસ્કારિતા, નિ:સ્વાર્થવૃત્તિ અને અવશ્ય જોઈતી ઉઘરતાનો એ પ્રતાપ છે કે અપરમાતાની આવી કારમી માંગણી જાણવા છતા પણ નારાજ થવાને બદલે પ્રફુલ્લિત થઈને પ્રસન્ન વદને આપને પૂછવાની જરૂર પણ ન હતી કારણકે આપ માલિક છો અને હું આપનો એક અદનો સેવક છું, તથા એ જ કારણે આપની ઇચ્છામાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો મને અધિકાર નથી. આપે તો મારા ઉપરની કૃપાથી પૂછ્યું પણ આજથી જનતામાં હું અવિનીત ઠરીશ એથી મને દુ:ખ થાય છે.' આ પ્રમાણે પોતાના પિતા સમક્ષ કહીને શ્રી રામચંદ્રજીએ વિનવ્યું કે, “હે પિતાજી ! ભરત પણ હું જ છું અને હું અને શ્રી ભરત બંનેય આપને મન એકસરખા જ છીએ. માટે આપ ઘણા જ આનંદપૂર્વક ભરતને રાજ્ય ઉપર અભિષિક્ત કરો.”
આ પ્રમાણેના શ્રી રામચંદ્રજીના વચનને સાંભળીને શ્રી દશરથ મહારાજા પરમ પ્રીતિને પણ પામ્યા અને વિસ્મયપણાને પણ પામ્યા. એક રાજગાદી હાર, સર્વ રીતે યોગ્ય અને સર્વમાન્ય એવો
આદર્શ પરિવારની
આદર્શ વાતો...૧૧
Page #284
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિઅમ-મણને
પુત્ર કે જે સંસારનો વિરાગી નથી તે છતાં પણ રાજગાદી સમર્પિ દેવાને આનંદપૂર્વક સજ્જ થાય એ કાંઈ સામાન્ય પ્રીતિ કે સામાન્ય વિસ્મયનું કારણ નથી જ.
શ્રી ભરતના વ્રતના સ્વીકારતી યાચના આ પ્રમાણેના શ્રી રામચંદ્રજીના વચનને સાંભળીને પ્રીતિ તથા વિસ્મયને પામેલા શ્રી દશરથ મહારાજાએ જેટલામાં પોતાના
મંત્રિવરોને ભરતને અભિષેક કરવાનો આદેશ કર્યો તેટલામાં જ શ્રી તે ભરત બોલ્યા કે,
“સ્વામિન્ સહ તાઢિાન-માઢવિધ્યાર્થિત મયા ? તાત તન્યથા »[, ચાવિ વસર્વિસ માટે
“હે સ્વામિન્ ! મેં તો શરૂઆતથી જ આપની સાથે વ્રતના સ્વીકારની યાચના કરેલી છે. તે યાચનાને હે તાત ! આપે કોઈના પણ વચનથી અન્યથા કરવી એ યોગ્ય નથી.”
શ્રી દશરથમહારાજાની આજ્ઞા ભરતની આ યાચનાનો અસ્વીકાર કરતાં શ્રી દશરથમહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં શ્રી ભરત પ્રત્યે આજ્ઞાના રૂપમાં ફરમાવ્યું કે
રા_વાવ મા વડે મસ્તૃતિ મુઘા શુ ? वरो मया हि त्वन्मातु - इत्तो न्यासीकृतश्विरम् ।।१।। સોડ તે રાજ્યાનેન, વૈવેધ્યા યાતોડના ! आज्ञा मम च मातुश्च, नान्यथा कर्तुमर्हसि ॥२॥
હે વત્સ ! તું મારી પ્રતિજ્ઞાને ફોગટ ન કર, મેં તમારી માતાને એક ( Roછે વર' (વરઘન) આપેલું છે અને તે ચિરકાળ સુધી મારી પાસે થાપણ તરીકે
રાખેલું છે. તે આજે તારી માતા શ્રીમતી કૈકેયીએ તને રાજ્ય આપવારૂપે માંગેલ છે તે કારણથી હે વત્સ ! મારી અને તારી માતાની આજ્ઞાને અવ્યથા કરવાને તું યોગ્ય નથી અર્થાત્ તેમ કરવું એ તારા માટે યોગ્ય નથી. એ કારણે તું તારી અનિચ્છા છતાં પણ મારી આજ્ઞાથી તું આ રાજ્યને ગ્રહણ કર.”
IDEIR
Page #285
--------------------------------------------------------------------------
________________
દશરથમહારાજાને ભરતની વિવેકભરી સલાહ
‘પઉમચરિયમ્'ના કર્તાએ આ વસ્તુને ઘણા જ વિસ્તારથી ત સંવાદરૂપે આલેખી છે. ‘પઉમચરિયમ્’ના કર્તા એ સંવાદનું આલેખન કરતાં ફરમાવે છે કે
શ્રીમતી કૈકેયીની માંગણીના સ્વીકાર કર્યા પછી શ્રીદશરથમહારાજાએ શ્રીલક્ષ્મણની સાથે શ્રીરામચંદ્રજીને બોલાવ્યા. વૃષભ જેવી ગતિવાળા શ્રી રામચંદ્રજી પણ આવ્યા અને પ્રણામ કરીને ઉભા રહ્યા, પ્રણામ કરીને ઉભા રહેલા શ્રી રામચંદ્રજીને ઉદ્દેશીને શ્રી દશરથમહારાજાએ ફરમાવ્યું કે, ‘હે વત્સ ! મહાસંગ્રામમાં શ્રીમતી કૈકેયીએ, મારું સારથિપણું કરેલું અને એથી તુષ્ટમાન થયેલાં મેં તેને એક વર (વરદાન) સર્વ નરેન્દ્રો સમક્ષ આપેલ. એ વરદાનના યોગે તેણે આજે આ સઘળુંયે રાજ્ય પોતાના પુત્ર માટે માગ્યું છે. હે વત્સ! આથી હવે હું શું કરું ? કારણકે હું તો આથી ચિંતારૂપ સમુદ્રમાં પડેલો છું. શ્રી ભરત દીક્ષા ગ્રહણ કરે છે, શ્રીમતી કૈકેયી તેના વિયોગથી મરે છે અને હું પણ નિશ્ચયપૂર્વક જગતમાં અલીકવાદી બનું છું.”
પિતાજીની આ ચિંતાને ટાળવા માટે શ્રી રામચંદ્રજી કહે છે કે “હે પિતાજી ! આપ આપના વચનની રક્ષા કરો. લોકમાં આપની અકીર્તિ થાય એવા ભોગના કારણરૂપ રાજ્યનું મારે પ્રયોજન નથી. જાતવાન્ પુત્રે નિરંતર પિતાના હિતની જ ચિંતા કર્યા કરવી જોઈએ કે જેથી પિતા એક મુહૂર્ત વાર પણ શોકને ભજનારા ન બને.” જ્યાં આવા પ્રકારની પરિષદને રંજન કરનારી કથા ચાલી રહી છે, એટલામાં જ જેનું મન સંવેગ રંગથી રંગાઈ ગયું છે. એવા શ્રી ભરતકુમાર પિતાની પાસે આવ્યા. શ્રી ભરતકુમારને પોતાની પાસે આવેલ જોઈને શ્રી દશરથમહારાજાએ શ્રી ભરતકુમારને ઉદ્દેશીને કહ્યું કે “હે વત્સ ! તું રાજ્યનો આધાર બન એટલે નિ:સંગ થયેલો હું શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલી દીક્ષાને અંગીકાર કરું.”
પિતાજીના આ કથનના ઉત્તરમાં વૈરાગ્યરંગથી અતિશય રંગાઈ
આદર્શ પરિવારની છે આદર્શ વાતો...૧૧
Page #286
--------------------------------------------------------------------------
________________
&-0:00
રામ-લક્ષમણને
ગયેલા શ્રી ભરતજી, પોતાના પિતાજી પ્રત્યે પ્રેમ ભરેલા શબ્દોમાં કહે છે કે,
सो भणड़ नत्थि कज्ज, रज्जेणं महं करेमि पव्वज्जं । मा तिव्वदुक्खपउरे, ताय ! भमिस्सामि संसारे ॥१॥
હે તાત ! મારે રાજ્યનું કામ નથી, હું તો પ્રવ્રજ્યા અંગીકાર કરું છું. જેથી તીવ્ર દુઃખોથી ભરેલા સંસારમાં હું ભમીશ નહિ.”
પુત્રના આવા સ્પષ્ટ ઉત્તરથી પણ રાજ્યની વ્યવસ્થાના વિચારને વિવશ બનેલા શ્રી દશરથમહારાજા ઉપર કશી જ અસર ન થઈ. ખરેખર, મોહની પરાધીનતા અજબ છે. મોહને વશ બનેલા આત્મા આત્મભાન ભૂલી જાય છે. સંયમ લેવાને સજ્જ બનેલા મહારાજા પણ મોહના પ્રતાપે પુત્રને ઉલ્ટી સલાહ દેવાનું સાહસ કરતાં અચકાયા નહિ અને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે
"अणुभवसुपुत्त सोक्खं, सारं अणुस्सयस्स जम्मस्स। તેં પચ્છિન્ન ઋનેિ, નિવિરહિi fસ ?????”
હે પુત્ર ! મનુષ્યજન્મના સારભૂત વિષયસુખનો તું પ્રથમ અનુભવ કર અને તે પછીના કાળમાં તું શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી દીક્ષા ગ્રહણ કરજે !”
પિતાની આવી કારમી સલાહથી ભરત ઘણા જ તાજુબ થઈ ગયા અને તાજુબીના યોગે તેમણે પોતાના પિતાને પણ સુંદર ચેતવણી આપતા ફરીથી પણ એ પ્રમાણે કહેવા માંડ્યું કે,
tā તાર: મોહસ Adooને, ન ય ઘન-વિદ્ધ-તળ, मच्चू पडिवालड़ कोई।
“હે પિતાજી! આપ શા માટે આવા અકાર્યમાં મોહ પામો છો ? કારણકે બાળ, વૃદ્ધ કે તરૂણ કોઈના પણ મરણને કોઈ (કોઈપણ કાળે અને કોઈપણ એ પ્રકારે) રોકી શકતું નથી.” RD2 અર્થાત્ હે પિતાજી ! મરણને પરાધીન આત્માઓને સંસારમાં
રહેવાની સલાહ આપવી એ આપ જેવાને કોઈપણ રીતે યોગ્ય નથી. આપ જેવા પણ આવા કાર્યમાં મૂંઝાશો તો અન્યનું શું થશે ? આપે કોઈપણ રીતે આવા કાર્યમાં મૂંઝાવું જોઈએ નહીં, કારણકે આ
Page #287
--------------------------------------------------------------------------
________________
HINDIDDL)
સંસારમાં મરણ કોઈને પણ તે ચાહે તો બાળ હોય, ચાહે તો વૃદ્ધ છે હોય. કા ચાહે તો તરૂણ હોય. છોડતું નથી. એ વાત સર્વ પ્રકારે છે કે સુનિશ્ચિત છે. માટે આવા કારમાં સંસારમાં રહેવાની અને હું વિષયસુખમાં ફસાઈ સર્વસ્વ હારી જવાની સલાહ આપવા જેવી છે મોહાધીનતા આપે સ્વીકારવી એ કોઈપણ પ્રકારે વ્યાજબી નથી.
શ્રી ભરતના મુખેથી આવી વાત સાંભળવા છતાં પણ = વ્યવસ્થા આદિના મોહમાં મૂંઝાયેલા શ્રી દશરથમહારાજાએ રાજ્ય લેવાની સલાહ આપતા શ્રી ભરતને કહ્યું કે,
गेहासमे वि धम्मो, पुत्त ! महागुणयरो समक्खाओ । तम्हा गिहधम्मरओ, होहि तुमं सयलरज्जवई ॥
“હે પુત્ર ! ઘરરૂપ આશ્રમમાં પણ મહાગુણને કરનારો ધર્મ શ્રી જિનેશ્વરદેવોએ કહેલો છે. તે કારણથી ગૃહસ્થ ધર્મમાં રક્ત બનીને તું કોઈ પણ જાતના સંકોચ વિના સકળ રાજ્યના અધિપતિ થા.”
શ્રી દશરથ મહારાજાના આ કથનની સામે પણ ભરતે સ્પષ્ટ શબ્દોમાં વિનયપૂર્વક કહી દીધું કે,
जड़ लहड़ मुत्तिसोक्खें, पुरिसो गिहधम्मसंठिओ सन्तो। तो कीस मुञ्चसि तुमं, गेहं संसारपरिभीओ ॥ मोत्तूण सयणवग्गं, धणधन्वं मायरं च पियरं च । સુહૃદુવવ્ર વેન્તો, હાઈ હિ8$ નવો રે
હે પિતાજી ! જો પુરુષ ગૃહસ્વધર્મમાં રહા છતાં મુક્તિના સુખને પામે છે, તો પછી આપ શા માટે એકદમ સંસારથી ભયભીત થઈ ઘરને છોડી દે છો ? બાકી તો હે પિતાજી ! સુખ અને દુઃખને એકાકીપણે ભોગવતો જીવ ૨૩, સ્વજનવર્ગને, ધનને અને ધાન્યને તથા માતાને અને પિતાને મૂકીને એકલો જ આ સંસારમાં ભ્રમણ કરે છે.”
શ્રી ભરતના આવા પ્રકારના કથનથી શ્રી દશરથ મહારાજા ઘણો જ સંતોષ પામ્યા. અને એ સંતોષના યોગે ભરતની પ્રશંસા પણ કરી, પરંતુ વ્યવસ્થાના મોહમાં પડેલા તેમણે પુન: પણ એ જ ફરમાવ્યું કે, "હે પુત્ર ! તું પ્રતિબોધ પામ્યો છે. એ વાત સાચી, તો
આદર્શ યરિવારની આદર્શ વાત....૧૧
Page #288
--------------------------------------------------------------------------
________________
-cી
રિમ-લક્ષ્મણને
પણ તારું મન ન હોય તો પણ તે પુત્ર ! તારે મારા વચન મુજબ જ કરવું એ જ યોગ્ય છે. કારણકે સંગ્રામમાં તારી માતાના સારથીપણાથી તુષ્ટમાન થયેલાં મેં તારી માતાને એક વરદાન આપેલ અને એ વરદાન આજે તારી માતાએ મારી પાસે માંગતાં તને રાજ્ય ઉપર સ્થાપન કરવાનું માંગેલ છે. એ કારણે હું તને કહું છું કે તું રાજ્યગાદી ઉપર બેસીને આ પૃથ્વીને પાલન કર."
સંવાદ ઉપરથી સમજવા યોગ્ય વાતો ર૦ આ આખોએ પિતા-પુત્રનો સંવાદ ઘણી-ઘણી વાતો સમજાવે છે જેમકે
૧. પ્રથમ તે સંવાદ : વડીલો, પોતાના વડીલપણાને કઈ રીતે સાચવે છે? એ સમજાવે છે. વડીલોએ વડીલપણાના મદને આધીન થઈ જઈને આશ્રિતો ઉપર કારમાં હુકમો ફરમાવવા એ પોતાના વડીલપણાનો નાશ પોતાના હાથે જ કરવાની કારવાઈ છે. એવી કારવાઈ ખાસ કારણ વિના કોઈપણ વિવેકી વડીલ કરે જ નહિ. શ્રી દશરથ મહારાજા શ્રી રામચંદ્રજીને ફરમાવી શકતા હતા કે આ રાજ્ય તને આપવાનું નથી પણ શ્રી ભરતને આપવાનું છે. પણ આ પ્રમાણે નહિ કહેતા શું કરવું એ કહેવાની ફરજ શ્રી રામચંદ્રજી ઉપર જ નાંખી. આવી સ્થિતિમાં ઔચિત્યવાદી, આશ્રિત, વડીલની ઇચ્છાથી વિપરીત તો બોલી શકતો જ નથી અને બન્યું પણ તેમ જ. વડીલ જો વિવેકી અને વિચક્ષણ બને તો આશ્રિતોને મોટે ભાગે નમ્ર તથા આજ્ઞાપાલક બચે જ છૂટકો છે. આજ્ઞા કરનારે આજ્ઞા પાળવા ઇચ્છનારને આજ્ઞાપાલનની સામગ્રી પૂરી પાડવી જ જોઈએ. પ્રભુનું શાસન જો બરાબર સમજવામાં આવે તો સમજી શકાય તેમ છે કે પ્રભુનું શાસન એટલે કલ્યાણના અથ આત્માઓને આજ્ઞાપાલનની અનુપમ સામગ્રી. પ્રભુએ સૌ સૌની ભૂમિકાને
ઉચિત જ આજ્ઞા ફરમાવી છે. કોઈપણ આત્મા અશક્તિના યોગે ૯ આજ્ઞાનો વિરાધક બને એવી એક પણ આજ્ઞા પ્રભુએ ફરમાવી નથી.
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રભુના શાસનની આરાધના કરવા ઈચ્છનારે આજ્ઞા કરવાના છે મનોરથોનો પરિત્યાગ કરી આજ્ઞાના પાલનમાં જ અર્પાઈ જવું છે જોઈએ. એ આજ્ઞાપાલનના પ્રતાપે કદાચ આજ્ઞા કરવા જેવી દશાએ છે આત્મા પહોંચી જશે. તો પણ હરકત નહિ આવે, કારણકે એ પણ આજ્ઞાનું પાલન જ આત્માને સમજાવશે કે કઈ આજ્ઞા કેવી રીતે કરી ? શકાય ? આજ્ઞાપાલનમાં જ ધર્મ માનનાર સાચો પૂજક પણ બની શકે છે. અને સાચો પૂજ્ય પણ બની શકે છે. જે આત્માઓ આજ્ઞાપાલનમાં ધર્મ નહિ માનતાં પોતાની મતિકલ્પનામાં ધર્મ માને છે તે આત્માઓ તો સાચા પૂજક પણ નથી બની શકતા એટલે પૂજ્ય બનવા માટે તો તેઓ સર્વ પ્રકારે અયોગ્ય જ છે.
૨. બીજી વાત એ સમજાવે છે કે પુત્ર જો પોતે સંસારનો પરિત્યાગ કરવા જેવી દશા ન પામ્યો હોય તો તેણે એવા સંસારરસિક ન જ બનવું જોઈએ કે જે રસિકતાના યોગે માતાપિતાને અનેક પ્રકારની આફતો કચવાતે મને પણ ભોગવવી જ પડે. પુદ્ગલ રસિકતાના યોગે માતા-પિતાને દુ:ખી કરવા એ સુપુત્ર માટે કોઈપણ રીતે યોગ્ય નથી. સુપુત્રની ફરજ છે કે વિષયાદિ ઉપર નિયમન મૂકનારી માતા-પિતાની એકેએક આજ્ઞાનો પૂરેપૂરો અમલ કરવો. વ્યવહારને ઉચિત અને ધર્મને બાધ નહિ પહોંચાડનારી એવી પણ માતા-પિતાની આજ્ઞાનો અમલ નહિ કરનારો પુત્ર સુપુત્ર નથી ગણાતો. તથા એ કારણે તે પ્રભુશાસનની આરાધના માટે પણ અયોગ્ય છે. આથી પ્રભુધર્મની આરાધના કરવા ઈચ્છનાર પુત્રને ફરજ છે કે તેણે પોતાની પૌદ્ગલિક અનુકૂળતાઓના કારણે માતાપિતાને એક સ્ટેજ પણ આર્તધ્યાન આદિ અશુભ કારવાઈનું નિમિત્ત જ ન જ આપવું જોઈએ. આ વસ્તુ સર્વ કોઈ સંસારમાં રહેનાર આશ્રિત આત્માને લાગુ પડે છે અર્થાત્ કોઈએ પણ પૌદ્ગલિક કારણે વડીલોના હૃદયને નહિ દુભાવવાની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. એ કાળજી સર્વ પ્રકારે આત્માને ઉન્નતગામી બનાવનારી છે.
આદર્શ પરિવારના ૪ આદર્શ વાતો...૧૧
Page #290
--------------------------------------------------------------------------
________________
સિત... ભાગ-૨
રિઅમ-લક્ષ્મણને
૩. ત્રીજી વાત એ સમજાવે છે કે જેમ સંસારને નહિ ત્યજી શકનાર પુત્ર, પૌદ્ગલિક અનુકૂળતા ખાતર માતા-પિતાના અંતરને આઘાત નહિ પહોંચાડવો જોઈએ તેમ સંસારથી વિરક્ત બનેલા આત્માએ પણ મોહવશ બની માતા-પિતાની મોહક આજ્ઞાને આધીન બનીને પ્રભુધર્મને અગર તો પ્રભુધર્મની આરાધનાને બાધ પહોંચે એવી કારવાઈ કોઈપણ પ્રકારે ન કરવી જોઈએ. પ્રભુશાસનને પામેલા આત્માએ, મોહવશપણાના પ્રતાપે માતા-પિતાની મોહજન્ય
આજ્ઞાને આધીન બનીને પ્રભુધર્મને અગર તો પ્રભુધર્મની ૨૭૨
આરાધનાને બાધ પહોંચે એવી કારવાઈ કોઈપણ પ્રકારે ન કરવી જોઈએ. પ્રભુશાસનને પામેલા આત્માઓએ પોતાના વડીલો પણ ધર્મ પામે અથવા તો ધર્મની સામે ન થાય એ માટે કરવા જોઈતા સઘળાં જ ઉચિત પ્રયત્નો નિર્ભીકપણે કરવા જોઈએ. ખોટી ભીતિ, ખોટી મર્યાદા કે ખોટી નમ્રતા અગર અયોગ્ય વિનયને આધીન થઈ જઈને વડીલોની ધર્મ અને નીતિથી વિપરીત કારવાઈઓને અનુકૂળતા કરી આપવી એ વિવેકી આત્મા માટે કોઈપણ પ્રકારે ઉચિત નથી. વિવેકી આત્માએ વડીલોનું પણ હિત જ કરવાનું છે. એ કારણે મોહવશ વડીલોની અહિતકર આજ્ઞાઓને મોહના કારણે આધીન થઈ જવું એ પણ વડીલોનું અહિત કરવા બરાબર છે. માટે એમ ન બની જાય એની કલ્યાણકાંક્ષી આત્માએ પૂરેપૂરી સાવચેતી રાખવી જોઈએ.
૪. ચોથી વાત એ સમજાવે છે કે મોહવશ બનેલો આત્મા વિવેકી હોવા છતાં પણ જો સાવધ ન રહે તો તે અવિવેકી આત્મા થી કરતાં પણ સ્વપરનું કઈગણું અહિત કરી નાંખે છે. એ કારણે વિવેકી (8 આત્માએ મોહવશ ન બની જવાય એ માટે પૂરતા સાવધ રહેવું
જોઈએ. અસાવધ આત્મા પામેલા ગુણોને પણ કારમી રીતે હારી હું જાય છે. એ જ કારણે જ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારના પ્રમાઘને 8 આત્માના પરમરિપુ તરીકે ઓળખાવ્યા છે. જે આત્મા પાંચ પ્રકારના
[(CCCOUR TRUS
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રમાદો પૈકીના કોઈ એક પ્રમાદને આધીન થઈ જાય છે તે આત્મા છે સ્વપરનું સાધવા યોગ્ય હિત નથી સાધી શકતો. કોઈ પણ આત્માથી હાર પર એવી જે કોઈ પણ વસ્તુને આધીન થવું, તેની વ્યવસ્થા આદિના વિચારો કરવા એ વગેરે સઘળું જ પ્રમાદમાં આવી જાય છે. આત્માથી પર વસ્તુને આધીન બનનારો આત્મા પોતાના મન, વચન કે કાયા ઉપર કાબૂ રાખી શકતો જ નથી. માટે કલ્યાણકાંક્ષી આત્માએ આત્મસ્વરૂપ ખીલવવાનું ધ્યાન રાખી આત્મસ્વરૂપને ખીલવવામાં સાક્ષાપણે સાધનરૂપ થનારી વસ્તુઓ સિવાયની વસ્તુને આધીન ન થઈ જવાય એવી જ દશામાં રહેવું જોઈએ. એ જ દશાનું નામ અંતરાત્મદશા કહેવાય છે. એ દશા આત્માને પરમાત્મા બનાવનારી દશા છે. અને એથી ઉલ્ટી દશા એ આત્માને અધમ બનાવનારી દશા છે. અંતરાત્મ દશાથી ઉલ્ટી દશા પોતાના આત્માની ન થઈ જાય એ વાતનો મુમુક્ષુ આત્માએ હરહંમેશા ખ્યાલ રાખવો જોઈએ.
શ્રી રામચંદ્રજીની સલાહ આપણે એ જોઈ ગયા કે શ્રી દશરથમહારાજાનો ઘણો ઘણો આગ્રહ છતાં પણ શ્રી ભરત રાજ્ય લેવાને સંમત ન થયા તે ન જ થયા. શ્રી દશરથ મહારાજાએ ભરતને રાજ્ય લેવાની બાબતમાં છે. જેટલી જેટલી દલીલો કરી તે સઘળી જ દલીલોમાં શ્રીભરત સંમત ન થયા. એટલું જ નહિ પણ એ સઘળી જ દલીલોનો તેમણે સામનો કર્યો. શ્રીભરતને રાજ્યગાદી ઉપર આરૂઢ કરવા માટે અંતે શ્રીદશરથરાજાને એક આજ્ઞાનો જ અમલ કરવો પડ્યો અને એથી એ સંબંધમાં આજ્ઞા કરતાં શ્રી દશરથમહારાજાએ સ્પષ્ટ શબ્દમાં ? એમ જ ફરમાવ્યું કે
હે પુત્ર ! તું મારી પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કર, કારણકે મેં તારી માતાને એક વરદાન આપેલ અને તે તેના કહેવાથી મેં મારી પાસે રાખી મૂકેલ, તે આજે તારી માતાએ તને રાજ્ય આપવારૂપે માંગેલ છે અને મેં તે આપેલ છે. મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા
આદર્શ પરિવારને
આદર્શ વાત...૧૧
Page #292
--------------------------------------------------------------------------
________________
'સત....
૨૭
રિામ-લઢમણને
કરવા માટે તું યોગ્ય નથી. એ કારણે તારી ઇચ્છા વિના પણ તું રાજ્યને ગ્રહણ કર. રાજ્ય લેવાની તારી ઇચ્છા નથી એ હું સારી રીતે જાણું છું અને એથી ખુશ થાઉં છું, છતાં પણ હું તને કહું છું કે મારી પ્રતિજ્ઞાને નિષ્ફળ ન થવા દેવા માટે અને તારી માતાને સુખી કરવા ખાતર તું તારી ઈચ્છા ન હોય તે છતાં પણ આ રાજ્યનો સ્વીકાર કર.”
આવા પ્રકારની સ્પષ્ટ આજ્ઞા કરવા છતાં પણ વૈરાગ્યસભર ઝીલતા શ્રી ભરત સ્તબ્ધપણે જ ઉભા રહ્યા છે. સ્તબ્ધપણે ઉભા રહેલા શ્રી ભરતને હૃદયપૂર્વકની સલાહ આપતાં શ્રી રામચંદ્રજીએ કહ્યું કે,
रामो भरतमिच्युचे, न ते गर्वोऽस्ति यद्यपि । तथापि सत्यापयितुं, तातं त्वं राज्यमुद्धह ॥
હે બધુ ! જો તને ગર્વ નથી અર્થાત્ રાજ્યના અધિપતિ બનવાને તું આતુર નથી એ વાત તદ્દત જ સત્ય છે. તો પણ પિતાને સત્યવાદી બનાવવા માટે તું રાજ્યને અંગીકાર કર.”
હક્ક અને લાલસાના પ્રતાપે ભાગ્યવાનો ! આ પ્રસંગ અવશ્ય વિચારણીય છે. વડીલ ભાઈ પિતાના વચન ખાતર પોતાના હક્કે જતો કરે છે. અને લઘુભાઈ વિના હક્ક મળતા રાજ્યને લેવાનો સર્વથા ઈન્કાર કરે છે. આવી જાતના પ્રસંગ સંસારમાં ઘણા જ વિરલ બને છે. પ્રભુશાસનની પ્રાપ્તિ પૌદ્ગલિક પદાર્થોના સંબંધમાં આત્માને નિરર્થક હક્કા હડકવાથી બચાવે છે અને સદાય ખોટી પૌદ્ગલિક
લાલસાથી અલિપ્ત રાખે છે. આજનો આખોય વિશ્વવિગ્રહ જ છે પ્રભુશાસનની પ્રાપ્તિના અભાવને આભારી છે. હક્કના નામે અને પી લાલસાના પ્રતાપે આજે વિશ્વમાં વિચિત્ર પ્રકારના વિગ્રહ ચાલી
રહી છે. વિશ્વમાં આજે હક્કના નામે રાજ્ય લેવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે અને તેમાં ધર્મ મનાવવાની ધૃષ્ટતા ચાલી રહી છે ત્યારે શ્રીરામચંદ્રજી કે જેઓ પાટવી હોઈને રાજ્યના ખરા હક્કદાર હોવા
Page #293
--------------------------------------------------------------------------
________________
છતાંપણ પોતાના પિતાના વચનની ખાતર પિતાના કહેવા છતાં પણ છે વિના શ્રમે મળી જતા રાજ્યનો અસ્વીકાર કરતા પોતાના બંધુને તિ રાજ્ય લેવાની સલાહ આપે છે. સાચો વિવેક પ્રગટ્યા વિના આ છે ઉભય બનાવમાં રહેલું અંતર સમજવું કઠીન છે. પ્રભુશાસનની પ્રાપ્તિ માટે પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેના હક્કથી પર રહેવાની અને પૌદ્ગલિક પદાર્થો ઉપરની લાલસાને કાપવાની જ પ્રવૃત્તિ નિરંતર કરવી જોઈએ. એ વિના પરમ વીતરાગ પરમાત્માની ઉપાસના થવી અને એ પરમતારકની આજ્ઞા પ્રત્યે આંતરિક સદ્ભાવ થવો એ અશક્ય છે. પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં જ શ્રેય માનવું અને પરમાત્માએ મને એમ કરવાની પ્રેરણા કરી. એમ કહેવું એ તો પરમાત્માને નામે પોતાની અહંતાને પોષવાનો જ કુટ વ્યાપાર છે.
અજ્ઞાનીઓ એ કુટ વ્યાપારમાં ફસે અને પાગલ બની પ્રપંચીની પણ જય બોલાવે એ તદ્દન સહજ છે. પણ એ રીતે પરમ વીતરાગ પરમાત્માની આશાતના કરવી એનું પરિણામ ઘણું જ વિકટ છે, એ વાત કદી જ ન ભૂલાવી જોઈએ. આ લોકની લાલસાથી પરલોકના ખ્યાલને વિસારી બેઠેલા નાસ્તિકોને ભલે આ વાત ઉપવસનીય લાગે પણ આ એક ઉઘાડું સત્ય છે. આવા બુદ્ધિમાં પણ બેસે તેવા સત્યનો ખોટા ઘમંડથી સ્વીકાર નહિ કરનારા આત્માઓનું ભવિષ્ય ઘણું જ ભયંકર છે, એ વાતમાં વિચક્ષણ આત્માઓના બેમત નથી જ. જે આત્મા એક પરમાત્માની આજ્ઞા ઉપર જ નિર્ભર છે. તે તો પોતાને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર રાખે છે અને જનતાને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર રહેવાનો જ ઉપદેશ આપે છે. એવા આત્માઓ અનેક પ્રકારની આપત્તિઓને આનંદ અને ઉલ્લાસપૂર્વક સહે છે અને અન્યને એ રીતે સહવાનું શીખવે છે. પણ તે દુન્યવી હિત માટે નહિ કેવળ આત્મિક હિત માટે જ. પણ એ બિચારાઓ ગાઢ અજ્ઞાનતાના યોગે દુન્યવી હિત માટે નહિ પણ કેવળ આત્મિક હિતનો વિવેક જ ન કરી શકતા હોય તેઓને આ
આદર્શ પરિવારના ૪ આદર્શ વાત....૧૧
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉઘાડું સત્ય પણ કેમ જ સમજાય ? આજે દુન્યવી હિત માટે જેટલું સહન થાય છે તેટલું જ જો સ્વ-પરના આત્મિક હિત માટે સહન થાય તો ધાર્યું કાર્ય સિદ્ધ થાય અને દુનિયા અનેક ખોટી આફતમાંથી બચે તથા તેનું ભવિષ્ય રૂડું બને પણ શુભોદય અને તથાવિધ ભવ્યતાનો પરિપાક થયા વિના એ બને જ શાનું ?
ભરતની એકાંતે અનુકરણીય અનુપમ દશા
જેનો શુભોદય હોય છે અને જેની તથાવિધ ભવ્યતાનો ૨૭ પરિપાક થયો હોય છે. તે આત્માની દશા જ કોઈ અનુપમ હોય છે. આ વાત સમજવા માટે શ્રી ભરતનું ઉદાહરણ અનુપમ છે. ખરેખર શ્રીભરતજીની દશા એકાંતે અનુકરણીય છે. જે શ્રીભરતજીને રાજ્ય અપાવવા માટે તેની માતા પોતાના વરદાનનો વ્યય કરે છે. તેના પિતા આજ્ઞા કરે છે અને રાજ્યના હાર મોટાભાઈ પણ આનંદ અને ઉલ્લાસથી સદ્ભાવપૂર્વક રાજ્ય લેવાની સલાહ આપે છે. આટલુંઆટલું છતાં પણ તેનું હૃદય રાજ્ય લેવા તરફ ઢળતું નથી. એટલું જ નહિ પણ જ્યારે તેણે પોતાના વડીલબંધુની પણ રાજ્ય લેવાની જ સલાહ સાંભળી ત્યારે તેનું હૃદય ભરાઈ આવે છે અને હૃદય ભરાઈ આવવાથી તેની આંખો પણ અશ્રુથી ઉભરાઈ જાય છે. એ અવસ્થામાં એ પોતાના વડીલબંધુના ચરણમાં ઢળી પડે છે અને તેની વાણી પણ ગદ્ગદ્ શબ્દોવાળી બની જાય છે.
સંત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણ
ત્યારબાદ અશ્રુથી ભરેલી દષ્ટિવાળા શ્રી ભરતે પગમાં પડી અંજલી જોડી ગદ્ગદ્ અક્ષરે શ્રી રામચંદ્રજીને કહ્યું કે,
तातपादार्यपादानां, महेच्छानामदः खलु ઘિત હળતાં રાખ્ય-માલ્હાનસ્ય મે ન તુ રી तातस्य सुनुः किं नाहं, किं वा नार्यस्य चानुजः । सत्यं मातृमुखोऽस्म्येष, गर्वमेवं करोमि चेत् ॥ २ ॥
ܐ
Page #295
--------------------------------------------------------------------------
________________
ELI.
મહાન આશયને ઘરનારા અને એ જ કારણે અનુપમ ઉઘરતાને છે ધરનારા તથા રાજ્યનું ઘન કરતા એવા પૂજ્ય પિતાજીને અને ઉદાર ચરિત એવા હૈ આપ પૂજ્યને માટે આ કહેવું અને દેવું એ બધું જ ખરેખર ઉચિત છે. પણ જણ રાજ્યનો સ્વીકાર કરતા મારા માટે આ કોઈપણ રીતે ઉચિત નથી." તેમજ હે પૂજ્ય ! શું હું પિતાનો પુત્ર નથી અને ઉદારચરિત સર્વશ્રેષ્ઠ એવા આપ પૂજ્યનો લઘુબંધુ નથી, કે જેથી આવા પ્રકારે થતી રાજ્યની પ્રાપ્તિનો ગર્વ કરું? ખરેખર, જો ) આવી રીતે પ્રાપ્ત થતા રાજ્યનો હું આ પ્રમાણે ગર્વ કરું તો સત્ય છે કે આ શ્રી ભરત પિતાનો પુત્ર નથી અને પૂજ્ય એવા આપનો બંધુ પણ નથી, કિંતુ કેવળ માતૃમુખ એટલે માવડીમુખ મૂર્ખ-બેવકૂફ છું. એટલે હજુ સુધી મારામાં એવી બેવકૂફી આવી નથી કે જેથી હું માતૃમુખ બનીને આ રાજ્યનો સ્વીકાર કરીને હું રાજા છું એવી જાતના અહંકારથી અક્કડ બનું.”
પોદ્ગલિક લાલસાના પાપે શ્રીભરતની આ દશા શું કલ્યાણના કામીઓ માટે ઓછી અનુકરણીય છે ? આવી દશા જે આત્મામાં આવે એ આત્માને પૌદ્ગલિક સામગ્રી કઈ રીતે મૂંઝવે ? આવા પુત્રની પ્રાપ્તિ કોઈ ભાગ્યશાળી પિતાને જ થઈ શકે છે. રાજ્યની જ લાલસામાં સબડી રહેલા આજના જમાનામાં આવી વાત પણ રૂચિકર થાય તેમ નથી તો અનુકરણીયની તો વાત જ શી ? ખરેખર, આ જમાનામાં જન્મેલાઓનું એ કમનસીબ જ છે કે જેઓના કાને કેવળ રાગની વાત જ સાંભળવા મળે છે. એવાઓના પ્રતાપે સાચા ત્યાગનો વિરોધ એ જ આ જમાનાનું એક ભૂષણ થઈ પડ્યું હોય એમ લાગે છે. નહિ તો દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ ખાતર કહેવાતા ત્યાગ માટે જે જમાનો ધસે છે તે જમાનો, આત્મિક લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઉપદેશાતા ત્યાગથી પરાક્ષુખ બની તેની ઘોર ખોદવા માટે કેમ જ કમ્મર કસે? મેં ‘જમાનો' એટલે કાળ એમ કહેવાનો અહીં આશય નથી પણ , ‘જમાના' શબ્દથી અહીં જમાનાના પૂજારી બનેલા માનવીઓ લેવાના છે. કારણકે આ જમાનો કંઈ સાચા ત્યાગથી પ્રતિકૂળ નથી. આ ”િ જમાનો પણ શ્રી વીતરાગ પરમાત્માએ અખંડિત રીતે સેવીને છે.
આદર્શ પરિવારના 8 આદર્શ વાત....૧૧
Page #296
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
R
યથાશક્ય રીતે ઉપદેશેલા ત્યાગમાર્ગના ઉપાસક પુણ્યશાળી આત્માઓ માટે અનુકૂળ જ છે. એ જ કારણે જેઓને એ ત્યાગ નથી રુચતો તેઓ જ ખરા કમનસીબ છે. આજની દુનિયાને તેના નાયકોએ કેવળ આ લોકની જ ઉપાસક બનાવી છે અને સમજાવ્યું છે કે ‘સુખ સત્તામા' છે. એવા કારમા નેતાઓની ઉપાસનામાં પડેલાઓ નાસ્તિક બનીને ત્યાગના વિરોધને જ પોતાનું ભૂષણ બનાવી લે એમાં આશ્ચર્ય પણ શું છે?
હૃદયના નાસ્તિક હોવા છતાં પણ પૌદ્ગલિક લાલસાના યોગે અહિંસા આદિ સિદ્ધાંતોનો ઇચ્છા મુજબ ઉપયોગ કરવામાં કુશળ બનેલાઓ બહારથી પરમ આસ્તિક અને પરમાત્માના ઉપાસક હોવાનો આડંબર કરી સારીએ દુનિયાને ઉન્માર્ગરૂપ ગર્તામાં ગબડાવી મૂકે છે.
એવાઓના પ્રતાપે અજ્ઞાન જનતા ઉન્માર્ગે ચઢી જાય એમાં કશું જ આશ્ચર્ય નથી. અહિંસા આદિ મોક્ષસાધક સિદ્ધાંતોનો સંસારની સાધનામાં જ ઉપયોગ કરવાની વૃત્તિ વિલક્ષણ જાતની નાસ્તિકતા છે અને તે એક રીતે આત્મા આદિને નહિ માનવાની નાસ્તિકતા કરતા ભૂંડી છે. એ ભૂંડી નાસ્તિકતાના પાશથી બચવા માટે આવા કથાનકો અંતર્પટમાં કોતરી રાખવા જોઈએ. વીતરાગપરમાત્માના શાસનથી સુવાસિત થયેલ શ્રી રામચંદ્રજી અને શ્રી ભરતજી આદિ જેવાનાં દૃષ્ટાંતો ઘણા જ વિરલ હોય છે. અને એવાં વિરલ દૃષ્ટાંતો પણ પ્રાય: પ્રભુશાસનમાં જ મળી શકે તેમ છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રી રામચન્દ્રજીનો
વનવાસ
૧૨
વિવેકી જીવોને આસક્તિ ઘરવાસમાં રાખી શકે પણ તુચ્છ સ્વાર્થ ખાતર પ્રાયઃ અનીતિના માર્ગે એવા જીવો જાય નહીં એટલું જ નહીં માતા-પિતા આદિની શાંતિ માટે પોતાના પૌદ્ગલિક સ્વાર્થનો પરિત્યાગ કરવામાં આવા જીવો પ્રાય: સહેજપણ પાછા પડતા નથી.
શ્રી રામચન્દ્રજી આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય. ભરત પોતાની હાજરીમાં રાજ્ય નહીં સ્વીકારે અને તેથી પિતાજીને ઉભયલોકની હાનિ થશે એમ સમજીને શ્રીરામચન્દ્રજીએ વનવાસનો નિર્ણય કર્યો અને નિર્ણય જાહેર પણ કર્યો.
શ્રી રામનું પ્રયાણ, તેમની પાછળ શ્રીમતી સીતાનું પ્રયાણ, પછી શ્રી લક્ષ્મણજીનું પ્રયાણ, એક અપૂર્વઘટના સ્વરુપે રાજકુળ, રાજમાતાઓ અને પૌરજનોના ઉલ્લાપો આદિ સ્વરુપે શાંત ચિત્તે વાગોળવા જેવી ઘણી ઘણી વાતો અહીં રજૂ થઈ છે.
શ્રી દશરથજીની મોહવશતા, શ્રી ભરતજીનો વિવેક, શ્રી રામચન્દ્રજીની મક્કમતા આ બધું જ અપૂર્વ છે.
-શ્રી
૨૭૯
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી રામચન્દ્રજીનો વનવાસ
0 શ્રી રામચંદ્રજીનો અપૂર્વત્યાગ • સ્નેહાધીનતાનું કારમું પરિણામ • ભક્તિ અને વિનયથી ભરેલી વિનંતી. • પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા છે માતાની મોહવિકલતા • પુત્રનું માતાને પ્રેરણાભર્યું સાત્ત્વના • શ્રી રામચંદ્રજીની અજબ પિતૃભક્તિ • મહાસતીઓની ઉત્તમતા • વાત્સલ્યભરી સાસુની વાણી • પ્રભુશાસનની સુવાસનો પ્રતાપ
વાત્સલ્યની અવધિ • મહાસતીની વિનયશીલતા • સીતાદેવીનું વનવાસગમન અને લોકોની વાણી. • ફરજનો ખ્યાલ હોય તો હક્કની વાત ન જ હોય • જૈન શાસનની કેવી સુંદર મર્યાદા ! • ધર્મી આત્માની અનુપમ દશા • હક્કની કારમી મારામારી
ઉત્તમ આચારની ઉત્તમ અસર હોય છે. • લક્ષ્મણજીની વિચારણા ૦ આવેશમાં પણ વિચારશીલતા • કુળને ત્યાગધર્મથી સુવાસિત બનાવો ૯ શ્રી લક્ષ્મણજીની પ્રાર્થના
ઉત્તમ માતાનું પુત્રને પ્રોત્સાહન • સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદૃષ્ટિ • લક્ષ્મણજીનું કૌશલ્યાદેવીને આશ્વાસન 0 ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા.
અયોધ્યા નગરીના લોકોની મનોદશા • પરિવાર સાથે મહારાજા પણ પાછળ
સુંદર અને સુર્દઢ દયનું ઉત્તમ કાર્ય
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રી રામચન્દ્રજીનો વનવાસ
શ્રી રામચંદ્રજીનો અપૂર્વ ત્યાગ શ્રી ભરતજીના શબ્દોમાં શ્રી રામચંદ્રજીને ખાત્રી થઈ ગઈ કે શ્રી ભરત મારી હાજરીમાં રાજ્યાગાદીનો સ્વીકાર કદી કરે જ નહિ. શ્રી ભરત રાજ્યગાદીનો સ્વીકાર ન કરે એ અત્યારે પિતા માટે બે પ્રકારની આફતરૂપ છે. એક તો વચનબદ્ધ પિતા શ્રી ભરત સિવાય અન્યને રાજગાદી આપી શકે તેમ નથી. અને બીજી આફત એ છે કે આ રાજ્યગાદી શ્રી ભરત ન સ્વીકારે ત્યાં સુધી પિતાજીને સંયમના માર્ગની સાધનામાં અંતરાય થાય છે. આ બંને પ્રકારની આફતોમાંથી પિતાજીને મારે કોઈપણ પ્રકારે બચાવી લેવા જ જોઈએ. બેય પ્રકારની આફતોમાંથી પિતાજીને બચાવી લેવા માટે શ્રી રામચંદ્રજી માટે એક જ ઉપાય હતો. અને તે એ જ કે પોતાને વનવાસનો સ્વીકાર કરવો. આવો ઉપાય પણ આચરવા આ પિતૃભક્ત પુત્ર સજ્જ હતા. આસક્તિ આદિના યોગે સંસારમાં રહેવા છતાં પણ પ્રભુશાસનને પામેલા પુત્રો, તુચ્છ સ્વાર્થના પૂજારી કે પૌદ્ગલિક પાર્થો ખાતર અનીતિના માર્ગે પ્રાય: જતા જ નથી. અને માતા-પિતા આદિની શાંતિ વગેરે ખાતર પોતાના પૌદ્ગલિક સ્વાર્થોનો પરિત્યાગ કરવામાં તેઓ હેજ પણ પાછા નથી પડતા.
આ વાતનું જીવતું અને જાગતું ઉદાહરણ રજુ કરવા માટે જ જાણે ન હોય તેમ શ્રી રામચંદ્રજીએ, ‘મારી હાજરીમાં ભારત રાજ્યાગાદીનો સ્વીકાર ન જ કરે. અને એથી પિતાજી ઉભયલોકને
મચન્દ્રજીનો ૪ વનવાસ...૧૨
Page #300
--------------------------------------------------------------------------
________________
સતત ભાગ-૨
રિામ-લક્ષ્મણને
હાનિ પહોંચવા રૂપ ઉભય આફતમાંથી ઉગરી શકે તેમ નથી.' આ વાતની પોતાને ખાત્રી થઈ કે તરત જ પોતાના હૃદયમાં વનવાસ સ્વીકારવાનો સુદઢ નિશ્ચય કરી લીધો અને એ નિશ્ચયને જાહેર કરતાં તે શ્રી દશરથમહારાજાને ઉદ્દેશીને એ પ્રમાણે બોલ્યાં કે
रामो राजानमित्यूचे, भरतो मयि सत्यसौ । राज्यं नादास्यते, तस्माद्वनवासाय याम्यहम् ॥
“હે પિતાજી ! એ વાત સુનિશ્ચિત છે કે આ ભરત મારી હાજરીમાં રાજ્યનો સ્વીકાર નહીં કરે, તે કારણથી હું રાજધાની આદિનો પરિત્યાગ કરી
વનવાસ માટે જાઉં છું.” આ પ્રમાણે જણાવવા માત્રથી જ પિતાની અનુજ્ઞા ૨૮૨
લઈને અને ભક્તિપૂર્વક રાજાને નમસ્કાર કરીને ધનુષ્ય અને બાણોને રાખવાનું ભાથું ધરનારા શ્રી રામચંદ્રજી, ઉચ્ચ સ્વરે શ્રી ભરત રોતો હતો તેની પણ પરવા કર્યા વિના એકદમ ચાલી નીકળ્યા.
| સ્નેહાધીનતાનું કારમું પરિણામઃ આવું અતકિત પરિણામ આવેલું જોઈને શ્રી દશરથમહારાજા સ્નેહની આધીનતાના પ્રતાપે આકુળ-વ્યાકુળ બની ગયા. શ્રી રામચંદ્રજીને વનવાસ માટે જતા જોઈને શ્રી દશરથમહારાજાની કેવી દશા થઈ એનું વર્ણન કરતાં કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે :
वनवासाय गच्छन्तं, दृष्ट्वा दशरथः सुतम् । भूयो भूयो ययौ मूर्छा-मतुच्छां स्नेहकातरः ॥
“શ્રી રામચંદ્રજી જેવા પુત્રને વનવાસ માટે જતો જોઈને સ્નેહથી અવૈર્યવાન બની ગયેલા શ્રી દશરથમહારાજા વારંવાર ભારે મૂર્છાને પામવા લાગ્યા.” સ્નેહરાગ વિરક્ત આત્માને પણ કેવો સતાવે છે એ જોવા અને સમજવા માટે આ પ્રસંગ અનુપમ છે. સ્નેહરાગને આધિન બનેલા આત્માઓ અવસરે ધીરતાને નથી જ ધરી શકતા. સ્નેહરાગની વિવશતા આત્માને વિહ્વળ બનાવ્યા વિના રહેતી જ નથી. સ્નેહરાગ આત્માને સંસારમાં જકડી રાખનાર છે. એ સ્નેહરાગને ત્યજ્યા વિના સંયમની આરાધના થવી એ ઘણું જ કઠણ કામ છે. સ્નેહરાગ આત્માને એવી રીતે સતાવ્યા કરે છે કે જેના પરિણામે આત્મા મૂંઝવણમાં મૂકાયા વિના રહેતો જ નથી. શ્રી
Page #301
--------------------------------------------------------------------------
________________
દશરથ મહારાજા સંવેગના ઉપાસક બનેલા હોવા છતાં પણ સ્નેહરાગની આધીનતાના પરિણામે વારંવાર ભયંકર મૂચ્છિત થવા d જેવી દશાને પામ્યા. સ્નેહરાગની આવા પ્રકારની વિષમતા કયા વિવેકીને ન સાલે ? સ્નેહરાગની વિષમતા હરકોઈ વિવેકીને સાલે તેવી જ છે.’ ભક્તિ અને વિનયથી ભરેલી વિનંતી
પિતા પાસેથી નીકળેલા શ્રી રામચંદ્રજી પોતાની માતા પાસે જાય છે. માતા પાસે જઈને શ્રી રામચંદ્રજી માતાને નમસ્કાર કરે છે. અપરાજિતા દેવી કે જે પોતાની માતા થાય છે. તેને નમસ્કાર કરીને શ્રી રામચંદ્રજી વિનય ભરેલી ભક્તિથી પોતાની માતા પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા કે
X X X X X X X X માતર્યથાહું તનયો, તોપ તથૈવ તે स्वां सत्यापयितुं संधां, तस्मै राज्यमदात् पिता, मयि सत्येषः नादत्ते तद् गन्तव्यं मया वने ॥२॥ तदशा भरतं पश्येः सविशेषप्रसादया ન્હાüિવિ મા મુસ્તું મહિયોનેન વાતના 1311 “હે માતાજી ! જેવી રીતે હું આપનો પુત્ર છું તે જ રીતે ભરત પણ આપનો પુત્ર છે. પિતાજીએ પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે રાજ્ય ભરતને અર્પણ કર્યું છે. મારી હયાતિમાં આ ભરત રાજ્યને ગ્રહણ નથી કરતો તે કારણથી મારે વનમાં જવું એ યોગ્ય છે. વળી તે જ કારણથી મારી ગેરહાજરીમાં આપ ભરતને મારા કરતાં પણ વિશેષ પ્રસન્નતાભરી દૃષ્ટિથી જોજો. અને કોઈપણ સમયે મારા વિયોગથી અધીર ન બનશો.” આવા પ્રકારની ભક્તિ અને વિનયથી ભરપૂર વાણી પુત્ર પાસેથી સાંભળવાને કઈ માતા આજે ભાગ્યશાળી છે ?
સભા : સાહેબ ! આજે તો અસંભવિત છે.
ܐ
ܐ
પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા
આ અસંભવિત ગણાતી વસ્તુને પણ પ્રભુનું શાસન સંભવિત બનાવી શકે છે. આ પ્રતાપ પ્રભુશાસનની સુસંસ્કારોનો છે. પ્રભુશાસનની પ્રાપ્તિ વિના આવી જાતના ઉદ્ગારો નીકળવા એ
શ્રી રામચન્દ્રજીનો
૨૮
વનવાસ...૧૨
Page #302
--------------------------------------------------------------------------
________________
સીતા... ભાગ-૨
૨૮૪
........રામ-લક્ષ્મણને
અશક્ય પ્રાય: છે. પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા જીવન ઉપર આવા પ્રકારની સુંદર અસર નીપજાવે છે. પ્રભુશાસનની ત્યાગ પ્રધાનતાને ગોપવનારાઓ અર્થી આત્માઓનો પણ પ્રભુમાર્ગથી વંચિત રાખે છે અને અન્ય આત્માઓને પ્રભુશાસન તરફ જે જાતનો સદ્ભાવ પેદા કરવો જોઈએ તે નથી કરી શકતા. એટલું જ નહિ પણ ઈતર શાસનોના જેવું જ આ પણ એક શાસન છે એવી છાપ એવા આત્માઓના અંતરપટ ઉપર પાડે છે. આ બેય વસ્તુ ભયંકર પાપરૂપ છે. આવું પાપ પ્રભુશાસનના સાચા પૂજારીઓ કદી જ ન આચરે પણ પ્રભુશાસનના નામે આજીવિકા ચલાવવા અથવા તો નર્યુ માનસન્માન અને અનેક પ્રકારની અનુકૂળતાઓને મેળવવા ઇચ્છતા વેખધારીઓએ આ પાપોને સારી રીતે આચર્યા છે. એના જ પરિણામે આજે તેવા પ્રકારના માતા-પિતા અને તેવા પ્રકારના સુપુત્રો તૈયાર થતા અટકી ગયા છે. આ નુકશાન જૈન સંઘને માટે નાનું-સુવું નથી. પ્રભુશાસનની ત્યાગ પ્રધાનતા સૌને સૌની ફરજ સારામાં સારી રીતે સમજાવે છે. શ્રી રામચંદ્રજી રાજ્યગાદીનો હક્ક છોડી ભરતને પોતાના જેવો માનવાનો માતાને આગ્રહ કરે છે અને પોતે વનવાસ સ્વીકારવાની મરજી સદ્ભાવપૂર્વક દર્શાવે છે. એ પ્રતાપ પ્રભુશાસનની ત્યાગપ્રધાનતાનો જ છે.
માતાની મોહવિકલતા
ખરેખર, આ સંસારમાં મોહનું સામ્રાજ્ય પણ સામાન્ય પ્રકારનું નથી. મોહનું સામ્રાજ્ય સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ અવસરે-અવસરે અવશ્ય સતાવે છે. દૃઢ સમ્યગ્દષ્ટિ આત્માઓ જ એના સામ્રાજ્યમાં સ્વસ્થપણે રહી શકે છે. મોહના એ કારમા સામ્રાજ્યના પ્રતાપે પુત્રની તે વાણીને સાંભળી અપરાજિતાદેવી મોહવિકલ બનીને ભૂમિ ઉપર પટકાઈ પડ્યા. મૂચ્છિત થયેલ તે દેવીને દાસીઓએ ચંદનના પાણીથી સિંચ્યાં. અને એના પરિણામે સ્વસ્થ બનીને ઉઠ્યા અને આ પ્રમાણે બોલવા લાગ્યા કે,
आः केन जीवितास्म्येषा, मूर्च्छा हि सुख मृत्यवे । સહિષ્ણે રામવિરહ - દ્રુવં નીવંત્યતં થમ્
Page #303
--------------------------------------------------------------------------
________________
કું
वनं व्रजिष्यति सुतः, पतिश्च प्रव्रजिष्यति । श्रुत्वाप्येतन यहीर्णा, कौशल्ये ! वज्रमय्यसि ॥२॥
ખેદની વાત છે કે આ મને કોણે જીવાડી ? ખરેખર, મૂચ્છ સુખમૃત્યુ માટે હતી. હવે જીવતી હું રામના વિરહ દુ:ખને કેવી રીતે સહન કરીશ ? હે કૌશલ્ય ! ખરે જ તું વજમી છો, કારણકે પુત્ર વન પ્રત્યે જશે અને પતિ પ્રવ્રજ્યા અંગીકાર કરશે” આ સાંભળીને પણ તું ભૂદાઈ ન ગઈ.”
પુત્રનું માતાને પ્રેરણાભર્યું સાત્વત માતાની આવી દશા જોઈને પ્રેરણાભર્યું સાત્ત્વન આપતાં રામચંદ્રજી ફરીથી પણ પોતાની માતાની પ્રત્યે કહાં કે “હે માતાજી ! આપ મારા પિતાની પત્ની છો તો પછી અધીર સ્ત્રીજનને ઉચિત એવું આ આપે શું આરંખ્યું છે? સિંહણનો પુત્ર વનમાં અટન કરવા માટે એકલો જાય છે અને સિંહણ તો સ્વસ્થ રહે છે. પણ જરાય દુઃખ નથી પામતી પિતાનું ઋણ મોટું છે કારણકે પિતાજીએ આ વર અંગીકાર કરેલું છે, હે માતા ! મારા અહીં રહેવાથી પિતાનું ઋણરહિતપણું શી રીતે થાય?”
અર્થાત્, XXXXXX માતઃ પાસ મug: ? ततः किमिदमारब्धं, कातरस्त्रीजनोचितम् ॥११॥ વનાન્યતુમેatt, યાતિ સાસુતઃ ? स्वस्था तु केसरिण्यास्ते, न ताम्यति मनागपि ॥ तातस्य ऋणमस्त्युच्चैः, प्रतिपन्नवरो ह्ययम् । अत्र स्थिते च मय्यंब ! तस्यानृण्यं भवेत्कथम् ११३॥
હે માતાજી ! મારા પિતાની પત્ની થઈને આપે પામર સ્ત્રીઓની જેમ આ પ્રમાણે મોહવિકલ બનવું એ કોઈપણ રીતે યોગ્ય નથી. સિંહણના દિકરા તો એકલા અટવીમાં ભટકે તે છતાં પણ સિંહણ પોતાના પુત્રના પરાક્રમથી પરિચિત હોવાને કારણે સ્ટેજ પણ દુઃખી નહિ થતાં સ્વસ્થ જ રહે તો પછી મારા જેવો પુત્ર વનમાં જાય એથી તારા જેવી માતાને દુ:ખ કેમ જ થાય ? હે માતા ! મારા વનમાં જવાથી તને દુઃખ ન જ થવું જોઈએ, તો પછી આ બધી વિહ્વળતાનું પ્રયોજન શું ? બીજું હે માતા ! જો હું આ સમયે વનવાસનો સ્વીકાર ન કરું તો પિતાનું ઋણ પતે શી રીતે ? શું પિતાનું આ ઋણ નાનું
શ્રી રામચંદ્રજીનો
૨૮૫
વનવાસ...૧૨
Page #304
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રામ-મણને
સૂનું છે ? નહિ જ, કારણકે પિતાએ આ વરદાન અંગીકાર કરેલું છે એટલે પિતાજીને આ વરદાનને આપવું જ જોઈએ. મારી હાજરીમાં પિતાજી આ વરદાન કોઈ રીતે આપી શકે તેમ નથી, કારણકે મારી હાજરીમાં પિતાજી આપવા ધારે તો પણ ભરતને રાજ્ય આપી શકે તેમ નથી, જ્યાં સુધી શ્રી ભરત રાજ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી પિતાજી આ મોટા ઋણથી છૂટી શકે તેમ નથી. અને મારી હાજરીમાં શ્રીભરત રાજયનો સ્વીકાર કરે તેમ નથી. એ કારણે મારે વનમાં જવું
જ જોઈએ અને મારા જેવા પુત્રના વનમાં જવાથી તારા જેવી | માતાએ દુ:ખ કરવું એ યોગ્ય નથી. મારી માતા એ કોની પત્ની ?
પિતા શ્રી દશરથમહારાજાની પત્ની આવી વિકલતા કરે જ કેમ? ત જ કરે છે માતા ! શાંત થાઓ.
શ્રી રામચંદ્રજીની અજબ પિતૃભક્તિ આ વગેરે અનેક પ્રકારના યુક્તિપૂર્વકના વચનો દ્વારા શ્રીમતી અપરાજિતા દેવીને શ્રી રામચંદ્રજીએ અનેક રીતે સમજાવી. એક પુત્ર હાથે કરીને આપત્તિ વ્હોરી લે એમ કરતાં અટકાવનારી માતાને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે એ પુત્રમાં કેવા પ્રકારની સુપુત્રતા? ખરેખર, શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ અને માતૃભક્તિ અજબ છે. પિતાનું ઋણ ફેડવા રાજ્યનો હક્ક જતો કરે અને તેમ કરવા છતાં પણ ઋણ ન ફેલાય તો વનવાસ સ્વીકારે એ પિતૃભક્તિ સામાન્ય કોટિની ન જ હોઈ શકે. પોતાના ઉપરના પ્રેમથી વિહ્વળ બનતી માતાને આવી જાતનું સાંત્વન આપવાનું સામર્થ્ય પણ માતૃભક્ત પુત્રમાં જ હોઈ શકે છે. સુપુત્રના પ્રેરણાભર્યા સાંત્વનથી માતા શાંત બની ગઈ. શાંત કરવાની પોતાની ફરજ બજાવીને તરત જ કોઈની
પણ રાહ જોયા વિના વનવાસમાં જવાની પોતાની પ્રતિજ્ઞાનું પાલન છે કરવા ખાતરહn “તાં નવ્વાડજ્યારä નનનનું નિર્યો નહગાન? ”
તે પોતાની શ્રીમતી અપરાજિતા નામની માતાને અને અન્ય માતાઓને નમસ્કાર કરીને શ્રી લક્ષ્મણજીના મોટાભાઈ શ્રીરામચંદ્રજી ચાલી ઉં નીકળ્યા.”
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રી રામચંદ્રજીનું આ રીતે નીકળવું એ કાંઈ સામાન્ય બનાવ છે નથી. પિતાના વચન ખાતર રાજ્યનો હક્ક જતો કરી, માતા આદિનો છે ? મોહ ત્યજી, એકાકીપણે વનમાં ભટકવા ચાલી નીકળવું, એ સહજ અg કાર્ય નથી. એવું દુષ્કર કાર્ય પણ શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન હદયે કરી બતાવ્યું. આવા આત્માઓ કુળમાં તૈયાર કરવા માટે કુળના વૃદ્ધોએ શું શું કરવું જોઈએ ? એ વાતને ખૂબ વિચારો. જૈનકુળમાં આવા હું આત્માઓ તૈયાર કરવા એ અશક્ય વસ્તુ નથી. જૈનકુળ ધારે તો પોતાના આશ્રયમાં ઉત્પન્ન થયેલા આત્માઓને દુનિયાના સાચા આદર્શો બનાવી શકે. પણ શરત એટલી કે એ કુળો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઓતપ્રોત હોવા જોઈએ. શ્રીજિનેશ્વર દેવની આજ્ઞામાં જ આત્મસર્વસ્વ માનનારા કુળો માટે કાલાનુસારી ઉત્તમ આત્માઓ બનાવવા એ કશું જ મુશ્કેલ નથી. પણ જૈનકુળના નાયક બનેલા વૃદ્ધો જૈનકુળની ઉત્તમતાના હેતુઓ ન સમજે, ન વિચારે અને ન પ્રચારે ત્યાં એવી ઉત્તમ આશા રાખવી એ વ્યર્થ છે.
મહાસતીઓની ઉત્તમતા શ્રી રામચંદ્રજી પિતાજીની માત્ર કહેવારૂપ આજ્ઞા લઈ અને પોતાની માતાને સમજાવીને તથા સઘળીય માતાઓને નમસ્કાર કરીને પિતાજીની પ્રતિજ્ઞાના પાલન માટે વનવાસ કરવા ચાલી નીકળ્યા શ્રીમતી સીતાદેવીએ શું કર્યું એ વાતનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે
इरादशरथं नत्वा, सीतोपेत्यापराजिताम् । नत्वा चायाचतादेशं, रामानुगमनं प्रति ॥
ત્યારે દૂરથી શ્રી દશરથરાજાને નમસ્કાર કરીને અને શ્રીમતી અપરાજિતા દેવીની પાસે આવીને તથા નમીને શ્રીમતી સીતાદેવીએ શ્રીરામચંદ્રજીની પાછળ જવા માટેના આદેશને યાચ્યો-માંગ્યો.”
આર્ય લલનાની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? એ સમજવા માટે આવી દેવીઓના જીવન અને એ જીવનમાં આવતા-આવા આવા પ્રસંગોનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. સ્ત્રીસમાજમાં જો આવી મહાસતીઓના જીવનનો પ્રચાર કરવામાં આવે તો પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી રામચંદ્રજી પોતાના પિતાશ્રીની પ્રતિજ્ઞાના
શ્રી રામચંદ્રજીનો : વનવાસ..૧૨
Page #306
--------------------------------------------------------------------------
________________
-cી) *
.રામ-લક્ષમણને
પાલન માટે વનવાસ સ્વીકારે છે. તે સમયે પોતાને પૂછતા સરખા પણ નથી.' એવો વિચાર સરખો પણ શ્રીમતી સીતાદેવીના અંત:કરણમાં નથી આવતો એટલું જ નહિ પણ ઉલ્ટાં તે પોતાની ફરજ બજાવવાને સજ્જ થાય છે. પતિ વનવાસ સ્વીકારે તો મારે પણ એ સ્વીકારવો જ જોઈએ.’ આવી ફરજ સમજનાર સ્ત્રીઓ જે કુળમાં હોય ત્યાં તે કુળમાં નાશકારક કલેશને સ્થાન જ ક્યાં મળે તેમ છે? પણ જ્યાં સ્ત્રીરાજ્યનું સામ્રાજ્ય વર્તતું હોય ત્યાં થાય શું? મહાસતીઓ આજની સ્વાર્થોધતા અને સ્વચ્છંદતાથી સર્વથા અલિપ્ત જ હતી. એના પરિણામે તેઓને સ્વપરની ફરજનું પૂરેપૂરું જ્ઞાન હતું. એ જ્ઞાનના યોગે તે મહાસતીઓ દ્વારા અછાજતું કશું બનતું જ ન હતું. પોતાની ફરજના ખ્યાલનો જ એ પ્રતાપ હતો કે શ્રીમતી સીતાદેવી કોઈપણ જાતનો બીજો વિચાર કર્યા વિના સીધા જ પોતાના શ્વસુરને નમીને સાસુની પાસે ગયા. સાસુ પાસે જઈને તે પોતાની સાસુના ચરણોમાં ઢળી પડ્યાં. અને પોતાના પતિની પાછળ જવાના આદેશની યાચના કરી.
વાત્સલ્યભરી સાસુની વાણી પોતાની દીકરી ઉપર જેટલું હેત હોય તેટલું જ પોતાની પુત્રવધૂ શ્રીમતી સીતાદેવી ઉપર શ્રીમતી અપરાજિતાદેવીને હેત હતું. પુત્રવધૂ ઉપર આ જાતનું હેત એ સુયોગ્ય સંસારમાં અસંભવિત નથી. કેવળ સ્નેહરાગ અને કામરાગથી જ ઊભરાતા સંસારમાં એવું હેત જોવામાં ન આવે એ સહજ છે. એવા સુંદર વાત્સલ્યભાવથી ભરેલા હદયવાળા શ્રીમતી અપરાજિતાદેવીએ જ્યારે શ્રીમતી સીતાદેવીને પોતાના પતિની પાછળ વનમાં જવાનો આદેશ માંગતી જોઈ કે તરત જ તેમનું
હદય ભરાઈ ગયું અને આંખોમાંથી ઉષ્ણ અશ્રુની ધારા વરસવા જ લાગી. કંઈક ઉષ્ણ એવા આંસુથી શ્રીમતી સીતાદેવીને સ્નાન R. કરાવતાં શ્રીમતી અપરાજિતાદેવી, જેમ પોતાની દીકરીને ખોળામાં
બેસાડે તેમ શ્રીમતી સીતાદેવીને પોતાના ખોળામાં બેસાડીને કહેવા લાગ્યા કે,
वत्से ! वत्सो रामभद्रो, विनयी पित्रनुज्ञया । 3 वनं प्रयाति तस्यत, नृसिंहस्य न दुष्करम् ॥
Page #307
--------------------------------------------------------------------------
________________
હેવીવ નાનતાસ -માનન્નોત્તમવી નૈઃ ? सहिष्यसे कथं वत्से ! पादचंक्रमणव्यथाम् ॥ तवांगं सौकुमार्येण, कमलोढरसोढरम् । क्लिष्टं तापाढिना कुर्यात् क्लेशं दाशरथेरपि ।। स्वभर्तुरनुयानेना - निष्टकष्टागमेन च । ન જપેયં ન વાળુ, વાજ્યાન્ત »ગુજહે
હે વત્સ ! મારો વિનયી પુત્ર શ્રી રામચંદ્ર પિતાની અનુજ્ઞાથી વનમાં જાય છે એ તે નૃસિંહ માટે દુષ્કર નથી જ પણ હે વત્સ ! તું તો પટ્ટરાણીની જેમ જન્મથી આરંભીને આજ સુધી ઉત્તમ પ્રકારનાં વાહનોથી લાલનપાલન કરાયેલી છો, એટલે પગે ચાલવાની વ્યથાને કેમ કરીને સહી શકશે ? વળી હે વત્સ ! તારું અંગ સુકુમારપણાને કરીને કમળના ઉદર જેવું છે. તે જ્યારે તાપાદિકથી કલેશને પામશે ત્યારે તે શ્રીરામચંદ્રને પણ કલેશ કરનારું નીવડશે. બીજું એક બાજુ તારી માંગણી પતિની પાછળ જવાની છે તે કારણે અને બીજી એમ કરવાથી તારી ઉપર અનિષ્ટકારી કષ્ટનું આગમન થયું છે. તે કારણે શ્રી રામચંદ્રની પાછળ જતી તને નિષેધ કરવાને કે અનુજ્ઞા કરવાને હું ઉત્સાહવતી નથી બનતી.”
પ્રભુશાસનની સુવાસનો પ્રતાપ ‘સાસુ ! અને આવું વાત્સલ્યભર્યું હદય' કેવી ભાવના હોય ત્યારે હોઈ શકે એ ખૂબ જ વિચારણીય છે. આવા સુંદર પ્રસંગે એટલે કે પુત્રને રાજ્યારૂઢ થવાનું હોય તો તે જ પ્રસંગે વનમાં જવાનો પ્રસંગ ઉભો થાય એવાં પ્રસંગે પુત્રવધૂને જોઈને સાસુને શું થાય છે અને એના મુખમાંથી કેવી-કેવી સરસ્વતીઓનું પ્રકાશન થાય ? એ તો કહે !
સભા સાહેબ ! પૂછો જ મા.
તો વિચારો કે પ્રભુશાસનની સુવાસ પણ સંસારને કેવો સુંદર અને અનુકરણીય બનાવે છે ? સંસારનો સર્વ રીતે ત્યાગ થાય એ તો ઈષ્ટ જ છે, અને એવી દશા આવી જાય તો તો આ સંસારમાં એક ક્ષણ પણ રહેવું એ યોગ્ય નથી, કારણકે સંસારની કોઈપણ કરણી આત્મા માટે હિતાવહ તો નથી પણ કંઈકને કંઈક હાનિ કરનારી તો અવશ્ય છે જ. એ જ કારણે વિવેકી આત્મા માટે સંસાર
શ્રી રામચંદ્રજી
૨ વનવ...૧૨
છે
Page #308
--------------------------------------------------------------------------
________________
સત.... ભાગ-૨
રિમ-લઢમણો
સર્વ પ્રકારે હેય જ છે. અને એક પણ પ્રકારે ઉપાદેય નથી, પણ જો એ દશા ન જ હોય તો આવા ઉત્તમ પ્રસંગો અવશ્ય અનુકરણીય જ છે. કે જેથી અન્ય આત્માઓને પ્રભુધર્મ પ્રત્યે બહુમાન જન્મે. પ્રભુશાસનની સુવાસના પ્રતાપે હદય સુંદર ન બન્યું હોય તો આવે અવસરે પોતાની પુત્રવધૂને ખોળામાં બેસાડવાની અને આ રીતનું આશ્વાસન આપવાની ઉદારતા અને સહદયતાની આશા સાસુ પાસેથી કેમ જ રાખી શકાય ? આવા દુ:ખદ પ્રસંગમાં પણ પુત્રવધૂને નિતરતી આંખે આશ્વાસન આપતાં શ્રીમતી અપરાજિતાદેવીએ અનેક વસ્તુઓનું સુંદરમાં સુંદર ઉદ્ધોધન કર્યું છે.
વાત્સલ્યની અવધિ આપણે જોયું કે શ્રીમતી સીતાદેવીએ વનમાં જવાની આજ્ઞા માંગી એ વાત શ્રીમતી અપરાજિતાદેવીથી સહન ન થઈ શકી અને એથી જ એ દેવીનાં નેત્રોમાંથી કંઈક ઉષ્ણ આંસુઓ ધારારૂપે વરસ્યા. એ આંસુઓથી શ્રીમતી અપરાજિતાદેવીએ પોતાની પુત્રવધૂને ખોળામાં બેસાડીને નવરાવી દીધી અને રોતાં-રોતાં પુત્રી તરીકે સંબોધીને કહયું કે, “મારો દીકરો રામભદ્ર, પોતાના પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, એ એને માટે દુષ્કર નથી પણ સહજ છે, પણ તારા માટે એ કોઈપણ રીતે શક્ય નથી : વનમાં જવું તારા માટે યોગ્ય નથી. એનું કારણ એ પણ છે કે તું જન્મથી આરંભીને આજ દિન સુખી ઉત્તમ વાહનો દ્વારા લાલનપાલન કરાયેલી છો. એથી તારા જેવી માટે પગે ચાલવાનું કામ ઘણું જ કષ્ટકારી છે. વધુમાં તારું અંગ પણ કમળના ઉદર જેવું સુકુમાર છે અને અવશ્ય તે તાપાદિકથી ફલેશ પામવાનું જ અને એના યોગે રામભદ્રને પણ ફલેશ થવાનો.
ખરેખર, આ પ્રમાણે કહીને તો શ્રીમતી અપરાજિતાદેવીએ જે વાત્સલ્યની અવધિ બતાવી દીધી છે, કારણકે સાસુ અને પુત્રવધૂની ( હરિ સુખી દશાનો, કષ્ટમય દશાનો અને સુકુમારતાનો વિચાર વિશ્વમાં પ્રાય: અસંભવિત મનાયેલી વસ્તુ છે.
સભા સાહેબ !ખરેખર, એમ જ છે ! એ અસંભવિત મનાયેલી વસ્તુને શ્રીમતી અપરાજિતાદેવીએ
-IIી -
Page #309
--------------------------------------------------------------------------
________________
સંભવિત જ નહિ પણ સુસંભવિત બનાવી દીધી એ આપણે જોયું. આ પ્રભુશાસનમાં આવી સાસુઓના દૃષ્ટાંતો એક નહીં પણ અનેક છે. Ro_ જેના હૃદયમાં પ્રભુશાસન વસે તેના હૃદયમાં ઉચિત અને આવશ્યક છે સદ્ભાવના આવતા વાર લાગતી જ નથી. એટલી જ કે પ્રભુશાસન હૃદયમાં વસવું જોઈએ.
પ્રભુશાસન જેઓના હૃદયમાં વસેલું હોય છે તેઓના હદયમાં આવશ્યક વાત્સલ્ય જેમ સદાસ્થાયી રહે છે તેમ વિવેક પણ તેની સાથે જ રહે છે. એવા પુણ્યાત્માઓ વાત્સલ્યના મોહમાં વિવેકને કદી વિસરતા જ નથી. જે હેતુથી પુત્ર અને પુત્રવધૂ પ્રત્યે અસાધારણ વાત્સલ્ય હોવા છતાંપણ પિતાની આજ્ઞા પાળવા માટે વનવાસ સીધાવતા પુત્રને અને પતિની પાછળ જવા સજ્જ થયેલ પુત્રવધૂને અટકાવી જ રાખવાના અવિવેકને આધીન શ્રીમતી અપરાજિતાદેવી ન જ થયા. જેમ પુત્રને મૂંગી અનુમતી આપી તેમ પુત્રવધૂને પણ એ જ કહ્યું કે તારી માંગણીના ઉત્તરમાં હું ના પણ નથી પાડી શકતી અને હા પણ નથી પાડી શકતી. કારણકે ના પાડવામાં હું તારી ફરજનો ભંગ કરાવવાના પાપની ભાગીદાર થાઉં છું અને હા કહેવામાં અનિષ્ટ એવા તારા કષ્ટમાં અનુમોદન આપનારી થાઉં છું. તારી આ માંગણી એવી છે કે જે મને “ના' અગર ‘હા’ બેમાંથી એક પણ કહેવા માટે ઉત્સાહ નથી થવા દેતી.
મહાસતીની વિનયશીલતા એ પ્રમાણે કહીને પોતાના સાસુ જ્યાં મૌન થયાં કે તરત જ અસ્થિમજ્જા બની ગયેલ પતિભક્તિ અને વિનયશીલતાના યોગે શોકરહિત અવસ્થાને ભોગવતા શ્રીમતી સીતાદેવી એકદમ ફરીને પણ પોતાની સાસુને નમી પડ્યા. પોતાની સાસુમા વાત્સલ્યથી ભરેલાં અને ફરજનું સુંદર રીતે ભાન કરાવનારા વચનો સાંભળીને શ્રીમતી સીતાદેવીનું મુખ પ્રાતઃ કાળમાં કમળ જેમ ખીલે તેમ ખીલી ગયું પ્રાત:કાળના વિકસીત કમળની જેમ વિકસિત મુખવાળા બનેલ અને એ જ કારણે પ્રસન્નતા ભરેલી અવસ્થાને ભોગવતા શ્રીમતી સીતાદેવીએ પણ નમસ્કાર કરીને પોતાના સાસુ શ્રીમતી અપરાજિતાદેવી પ્રત્યે કહ્યું કે,
શ્રી રામચંદ્રજીતે
વાવ(..૧૨
Page #310
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રામ-લક્ષ્મણને
अधित्ववस्तु मे भक्ति -नित्यं क्षेमंकरा पथि ।
एषाहमनुयास्यामि, रामं विद्युढिवांबुदम् ।। “હે પૂજ્ય ! આપવા ઉપરની મારી ભક્તિ સદાય મારા માર્ગમાં કલ્યાણ કરનારી થશે. એ જ કારણે વીજળી જેમ મેઘની પાછળ જાય છે તેમ હું શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ.”
આ કથનથી એ પણ સમજાશે કે કુલવધૂઓની વૃત્તિ પોતાના પતિની માતા માટે કેવા પ્રકારની હોવી જોઈએ? પતિભક્તા સ્ત્રીઓ પતિના વડીલો પ્રત્યે સન્માનબુદ્ધિ ન ધરી શકે એ વસ્તુ શક્ય જ નથી. પતિના દુ:ખે દુ:ખી અને સુખે સુખી મહાસતીઓ પતિના પૂજ્યો પ્રતિ પૂજ્ય દૃષ્ટિ, મિત્રો પ્રત્યે મિત્રતાભરી, દુશ્મનો પ્રત્યે દુશ્મનતા ભરેલી દૃષ્ટિને જ ધરનારી હોય છે. એવી દૃષ્ટિ આવ્યા વિના સાચુ સતિપણું આવે એ વસ્તુ સંભવિત જ નથી. મન, વચન, અને કાયા આ ત્રણે યોગોનું સમર્પણ એવી દશા વિના થઈ શકતું જ નથી. એ ઉત્તમદશાના યોગે જ શ્રીમતી સીતાદેવીના હદયમાં સાસુનું કથન અંકાઈ ગયું અને એથી પ્રસન્નતા ખૂબ જ વધી. એ જાતની પ્રસન્નતાના પ્રતાપે જ આપના ઉપરની મારી ભક્તિ એ હંમેશા મારા માર્ગમાં મારું કલ્યાણ કરનારી થશે. આવા ઉદ્ગારો શ્રીમતી સીતાદેવીના મુખમાંથી નીકળી પડે છે.
સીતાદેવીનું વનવાસગમન અને લોકોની વાણી એવા ઉમદા ઉદ્ગારો કાઢવાપૂર્વક પતિની પાછળ જવાનું કહીને શ્રીમતી સીતાદેવી કે જે શ્રી જનકરાજાની પુત્રી થાય છે તે ફરીથી તે શ્રીમતી અપરાજિતા નામના પોતાનાં સાસુને નમસ્કાર કરીને આત્મારામી આત્મા જેમ આત્માના ધ્યાનમાં જ રહે તેમ હદયમાં શ્રી રામચંદ્રજીનું જ ધ્યાન કરતાં-કરતાં ચાલી નીકળ્યાં.
આ રીતે પતિની પાછળ વનવાસ સ્વીકારતાં શ્રીમતી સીતાદેવીને જોઈ અયોધ્યામાં રહેનારી સ્ત્રીઓને શું થયું? અને તેઓ શું-શું તથા કેવી રીતે બોલી ? એ વિગેરે વાતોનું વર્ણન કરતાં વર્ણવ્યું છે કે,
અઢો અત્યંતમનવા, પતિભવન્ચી નાખવી ? आद्योढाहरणं जजे, पतिदैवतयोषिताम् ।।
IDBI
) IID)
Page #311
--------------------------------------------------------------------------
________________
(OILOL
कष्टादभीता सीतेयं, सतीजनमतल्लिका । अहो शीलेन महता, पुनीतं स्वं कुलद्वयम् ॥ ડ્રતિ વ્યવર્ઝન્તtt , શોdoઢયા (મરા ? વીરતt: Hથમૌહિ, સીતા થતી વનં પ્રતિ ?
“અહો ! આવા પ્રકારની અત્યંત ભક્તિના યોગે શ્રી જનકરાજાની પુત્રી સીતાદેવી પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આજે પ્રથમ દૃષ્ટાંતરૂપ થયા. અહો ! સતી સ્ત્રીઓમાં ઉત્કૃષ્ટ અને કષ્ટથી નહિ ભય પામતા આ શ્રીમતી સીતાદેવી મોટા શીલથી પોતાના પતિ સંબંધી અને શ્વસુર સંબંધી બંને કુળને પવિત્ર કરે છે. આ પ્રમાણે શોકથી ગદ્ગદ્ બનેલી વાણી દ્વારા વર્ણન કરતી નગરની સ્ત્રીઓ દ્વારા વન તરફ જતાં સીતાદેવી ઘણી જ મુસીબતથી જોવાયાં.”
અર્થાત્ આ રીતે કોઈ પણ પ્રકારના કષ્ટની પરવા કર્યા વિના પતિની પાછળ વનવાસ માટે ચાલી નીકળેલાં શ્રીમતી સીતાદેવીને જોતાં નગરની સ્ત્રીઓ સમસમી ગઈ. નગરની સ્ત્રીઓનું હદય એવી દશામાં શ્રીમતી સીતાદેવીને જોઈ શોકમય બની ગયું. એ શોકના યોગે નગરની સ્ત્રીઓ એ રીતે વનમાં જતાં શ્રીમતી સીતાદેવીને ઘણી જ મુસીબતે જોવા લાગી, કારણકે એમનામાં સીતાદેવીને એવી અવસ્થામાં જોવાની તાકાત જ ન હતી. છતાં તેઓથી જોયા વિના રહેવાનું પણ નહોતું. એટલે તેઓ જોતી જોતી શોકથી ગદ્ગદ્ બની ગયેલી વાણી દ્વારા બોલતી હતી કે
ખરેખર, આ શ્રીમતી સીતાદેવી પોતાની આવા પ્રકારની અત્યંત પતિ ભક્તિ દ્વારા આજે પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આદ્ય ઉદહરણ રૂપ બન્યાં છે. ખરેખર, સતિપણાનું પાલન કરતાં આવી પડતાં કોઈપણ કષ્ટથી નહિ ડરતાં અને સતી સ્ત્રીઓમાં ઉત્કૃષ્ટ પદે બિરાજતાં એવા શ્રીમતી સીતાદેવી, આવા ઉત્તમ પ્રકારના શીલ દ્વારા પોતાના બંને કુળોને એટલે પિતાના અને શ્વસુરના એમ ઉભયના કુળને પવિત્ર કરે છે અર્થાત્ ખરેખર, ધન્ય છે આવી મહાસતીને !'
ફરજનો ખ્યાલ હોય તો હક્કની વાત ન જ હોય શ્રી ભરત ગાઈ લે, પિતાનું ઋણ ટળે અને પિતાજી વિવિખે
શ્રી રામચન્દ્રજીનો
વિદવસ..૧૨
Page #312
--------------------------------------------------------------------------
________________
-)c)
.
(સાત.
૨૯
રિમ-લક્ષમણને
સંયમ લે, એટલા માટે શ્રી રામચંદ્રજી રાજપાટનો ત્યાગ કરી તથા દેશનો પણ ત્યાગ કરી વનમાં જવાને ચાલી નીકળે એ નાનીસૂની વાત નથી. પિતાની અનુજ્ઞા લઈ અને માતાને નમી શ્રી રામચંદ્રજીને જતા જોયા કે શ્રીમતી સીતાદેવી પણ સસરાજી શ્રી દશરથરાજાને નમી સાસુ અપરાજિતા પાસે પોતાના પતિદેવ શ્રી રામચંદ્રજીની પાછળ જવાની રજા લેવા આવ્યાં. પણ મને પૂછે કેમ નહિ ?” એ વિચાર સરખો પણ શ્રીમતી સીતાદેવીને ન આવ્યો.
આ પ્રસંગે વર્તમાનમાં ચાલી રહેલા સ્ત્રીના હક્વી કારમી ચર્ચાને પણ જરા ચર્ચીએ. ‘મને પૂછ્યા વગર ગયા ? જાઉં છું એમ પણ કેમ ન કહાં ? હિસાબમાં જ નહિ ?” આ બધા વિચાર શ્રીમતી સીતાદેવીને ન થયા. શ્રીમતી સીતાદેવીની વય નાની હતી. પરણીને આવ્યા બાદ થોડા જ સમયમાં આ ઉત્પાત થયો છે. એટલે એમને લાગી આવવાનો સંભવ ખરો, પણ એમને એવું કંઈ પણ થતું જ નથી શ્રીમતી સીતાદેવીને તો એમ કહેવાનો હક્ક પણ હતો કે મને પૂછતા કેમ નથી ? કેમ કે એમની પતિ પ્રત્યેની ભક્તિ અનુપમ હતી. આજ્ઞાપાલન અદ્વિતીય હતું. પણ એમને પોતાની ફરજનો ખ્યાલ હતો. જેથી એવા હક્કે એમને ઉન્માર્ગે ન જ દોર્યા. જ્યારે આજની ભક્તિ અને આજ્ઞાપાલનથી પણ પરવારી બેઠેલી સ્ત્રીઓને એવું કશું જ કહેવાનો અધિકાર નથી. કારણકે જેમ અણીના સમયે હાજર ને હાજર ઉભા રહેનાર નોકરને પોતાનો અણીનો સમય સાચવવાનું શેઠને કહેવાનો અધિકાર છે, પણ શેઠના અણીના સમયે ભાગી જનાર નોકરને એ અધિકાર નથી. અને એ છતાં પણ જો નોકર અધિકાર મેળવ્યા વિના રહે તો શેઠ
પણ કહી દે કે હું તને ઓળખું છું.' તારી ભક્તિ, આજ્ઞાપરાયણતા હ છે તથા એક નિષ્ઠાને હું જાણું છું. આ છતાં પણ અધિકાર બહારનું
કહેવાનો હક્ક આજની સ્ત્રીઓ માંગે છે. જ્યારે શ્રીમતી સીતાદેવીને આજની સ્ત્રીઓની જેમ એવો કશો વિચાર જ ન આવ્યો. એ તો ઉલ્ટા આનંદ પામે છે કે મારા પતિ વીરપુરુષ છે અને પિતાના વચનપાલન ખાતર જે રાજપાટ તથા દેશનો ત્યાગ કરે એવા પતિને મેળવનાર હું કેટલી ભાગ્યશાળી ! આ રીતનો શ્રીમતી સીતાદેવીનો
[
Page #313
--------------------------------------------------------------------------
________________
તો ઉલ્ટો આનંદ થયો. ત્યારે આજની સ્ત્રીઓ તો કહે છે કે અમને છે પૂછે કેમ નહિ ?” જોઈએ કે હવે શું થાય છે? હું બતાવી દઉં ત્યારે જ છે ખરી !'
જૈનશાસનની કેવી સુંદર મર્યાદા | વિચારો કે પિતાની આજ્ઞા પાળવામાં પત્નીને પૂછાય ખરું કે ? હું પિતા પહેલાં પત્ની ? પિતા પત્નીને લાવ્યા કે પત્ની પિતાને લાવી ? ? ખરેખર, વિચાર અને વિવેકહીન જમાનામાં આજે તો પત્ની ખાતર પિતાને પણ ભૂલી જવાય છે. ખરે જ એ લક્ષણ નરાધમોનું છે. કલ્પસૂત્રમાં આવે છે કે તિર્યંચોને મા-બાપનો ખપ, ગરજ હોય ત્યાં સુધી અને મનુષ્યોમાં પણ એવા અધમ હોય છે કે પત્ની મળે કે માબાપને ભૂલી જાય. અન્યથા પિતાની આજ્ઞાને પાળવામાં જ પત્નીની આજ્ઞા લેવાની ન જ હોય. પહેલી વાત તો એ જ છે કે પત્નીની આજ્ઞા જ ન હોય એટલું જ નહિ પણ પિતાની આજ્ઞાના પાલનમાં તો પત્નીની અનુમતિ પણ લેવાની ન હોય. તેમજ ગુરુની આજ્ઞાપાલનમાં અવરોધ કરતી માતા-પિતાની આજ્ઞાનું પાલન પણ જરૂરી નથી. કારણકે એકાંત કલ્યાણકારી ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં માતા-પિતાની એવી આજ્ઞા માનવાને આત્મા બંધાયેલો નથી. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી ગુરુની આજ્ઞા માનવાને પણ કોઈ બંધાએલા નથી. કેવી સુંદર મર્યાદા !
આથી સમજો કે માતા-પિતાની આજ્ઞા પાળવા ખાતર પત્નીની ૨ અનુમતિની જરૂર નથી. અનુમતિ મળે તો સારી વાત કે જે વિધ્વ આવે અને કામ સારું થાય. એ જ રીતે ગુરુની આજ્ઞાના પાલનમાં , માતા-પિતાની આજ્ઞાની આવશ્યકતા નહિ. મળે તો સુંદર. સોનું ને સુગંધ બે ય મળ્યાં. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાથી જો ગુરુની આજ્ઞા આઘી જાય તો એ ગુરુપણ આઘા. ખરેખર, આ શ્રી જૈનશાસન છે. જે જે જૈન, જિનની આજ્ઞાથી આઘે જતા ગુરુને પણ ન માને અને ગુરુની આજ્ઞાના પાલનમાં વાંધો આવતો હોય તો મા-બાપની જે આજ્ઞાની પણ દરકાર ન કરે. એ વળી મા-બાપની આજ્ઞાના પાલન ખાતર પત્નીને પૂછે ? વળી પત્નીધર્મને સમજનારી પત્ની, પતિ સંયમ લેવા જાય ત્યાં વચ્ચે આવે ? શાસ્ત્ર કહે છે કે પતિ ઉન્માર્ગે
શ્રી રામચંદ્રજીનો
વનવાસ...૧૨
Page #314
--------------------------------------------------------------------------
________________
->c)
"))
રામ-લક્ષ્મણને
જતો હોય તો પત્ની બધું કરે અને જો પતિ સન્માર્ગે જતો હોય તો જો તાકાત હોય તો પૂંઠે જાય, નહિ તો તિલક કરી ઘેર આવે. આ બધી જૈનકુળની મર્યાદા છે. મર્યાદા માનનાર માટે આ બધી વાત છે. મર્યાદાહીન માટે તો કાયદો જ હોતો નથી. આવા પ્રકારની મર્યાદાને સમજનાર શ્રીમતી સીતાદેવી આવા પતિથી આનંદ પામ્યાં અને એથી જ શ્રી દશરથમહારાજાને નમીને શ્રીમતી કૌશલ્યાદેવી પાસે આવ્યા અને પોતાના પતિદેવ શ્રી રામચંદ્રજીની પાછળ જવાની રજા માંગી.
શ્રીમતી સીતાદેવીએ રજા માંગી એટલે શ્રીમતી કૌશલ્યાને શું થાય ? એમને તો ઘા પર ઘા છે. પણ રામ કહી ગયા છે કે, શ્રી દશરથ મહારાજાની પત્નીથી કાયર સ્ત્રી જેવી આચરણા ન કરાય.' એટલે શ્રીમતી કૌશલ્યાદેવીએ શ્રીમતી સીતાદેવીને ના તો ન કહી પણ પોતાના ખોળામાં બેસાડી આંસુથી નિતરતી આંખે કહ્યું કે, “હે વત્સ! શ્રી રામચંદ્ર તો વિનીત પુત્ર છે એટલે પિતાના વચનનું પાલન કરવા ખાતર અને પિતાનું ઋણ ફેડવા ખાતર એ વનવાસ જાય છે. પણ એ તો પુરુષસિંહ છે. એને માટે કશું જ દુષ્કર નથી. એને તો અટવી તથા નગર બેય સમાન છે. એની સામે કોઈ ઉંચી આંખ કરી શકે તેમ નથી. પણ તું જન્મથી માંડીને ઉત્તમ રીતે લાલનપાલન થયેલી છો. વાહન વિના તું એક કદમ પણ ચાલી નથી. એવી તું શ્રી રામચંદ્રજીની સાથે અટવીના પ્રયાણની વ્યથા કઈ રીતે સહીશ. તારા યોગે ઉલટી શ્રી રામચંદ્રને પણ તકલીફ થશે. પણ તે પતિની પાછળ જાય છે. માટે હું નિષેધ કરી શકતી નથી. અને અનિષ્ટ કષ્ટની ક્રિયા તરફ હું હા પણ પાડી શકતી નથી.'
વિચારો આ મર્યાદા ! જો ના કહે તો પતિ પાછળ પત્ની જાય
એ ફરજનો નિષેધ કરવાનું કલંક લાગે અને હા કહે તો સાસુ તરીકે _RA ખોટું થાય છે કે આવી નાની વહુને અટવીમાં કાઢી, એટલે ના તથા
હા ન કહેતાં શ્રીમતી કૌશલ્યાદેવી મૌન જ રહતાં. આવું કરતાં તો શીખો. પ્રભુના માર્ગે જતાને ના ન કહેવાય માટે ના ન કહો, અને
મોહવશાત્ હા ન કહી શકો તો મૌન રહો. શ્રીમતી સીતાદેવી સમજી કે ગયાં કે સાસુજી હા ન કહે એ વ્યાજબી છે. અને ના ન કહે એ પણ
Page #315
--------------------------------------------------------------------------
________________
વ્યાજબી છે. એટલે તરત જ પોતાની સાસુના ચરણમાં માથું નમાવીને અને આપના ઉપરની મારી ભક્તિ, માર્ગમાં પણ મારું મ કલ્યાણકારી નીવડશે આ પ્રમાણે કહીને હૃદયમાં શ્રી રામચંદ્રજીનું જ ધ્યાન કરતાં પોતાના પતિદેવની પાછળ જવા માટે ચાલી નીકળ્યા.
ધર્મી આત્માની અનુપમ દશા
જો એ વખતે આજની સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ હોત તો શ્રી અયોધ્યાના બજારમાં ભવાઈ થાત, પણ પુણ્યાનુબંધી પુણ્યવાળા આત્માને એવી સ્ત્રી મળે જ નહીં. શ્રી શાલીભદ્રજીને બત્રીસ સ્ત્રીઓ હતી પણ માતાએ દીક્ષાની રજા આપ્યા પછી એક પણ વચ્ચે ન આવી. કારણકે સન્માર્ગે જતા પતિની વચ્ચે આવવાનો પત્નીને અધિકાર જ નથી, તેમજ ઉન્માર્ગે જતા પતિ માટે બધું જ કરવાની છૂટ છે. એમ જૈનશાસન કહે છે. આ છતાં પણ આજે કઈ દશા છે ? એ વિચારો. પતિ ઘરમાં અનંતકાય વગેરે લાવે તો પત્ની કંઈ કહે છે ? નહિ જ. પણ ઉલટું પકાવી આપે છે કારણ કે પોતે પણ ખાતી હોય ને ! કદાચ ખાતી ન હોય તો પણ ‘આ જોઈએ ને
તે જોઈએ.' એ કહેવામાંથી પરવારે ત્યારે ઉંચી આવે ને ? સ્ત્રી જો ખાતી વખતે કહે કે ‘આ અનંતકાય ન ખવાય.' તો શું અસર ન થાય ? પહેલે દિવસે નહિ તો બીજે દિવસે, ત્રીજે કે ચોથે દિવસે પણ અસર જરૂર થવાની જ. ધર્મપ્રેમી પત્ની પીરસનારી હોય એનો પતિ અભક્ષ્ય ખાય ? પણ આજની દશા કેવી છે ? પુરુષોને બજારમાં વેપારી કરડી ખાય અને ઘેર આવે ત્યાં સ્ત્રી “આ જોઈએ ને, તે જોઈએ.' એમ માંગણી કરી-કરીને કરડી ખાય. આ સંયોગોમાં શાંતિ ક્યાં છે ? તમને શાંતિ ક્યાં લાગે છે તે સમજાતું નથી. સ્મશાનમાં રહેનારને ભડકા જોવાની ટેવ પડી જાય છે, એવા માણસો ભડકાથી બીએ નહિ તેમ તમે પણ એવાં છમકલાંથી ટેવાયેલા છો એટલે તમને કંઈ લાગતું નથી. એવી જ રીતે જો તમે આત્મકલ્યાણની સાધનાની સામે થતાં મોહાંધોના ઉત્પાતોથી ટેવાઈ જાઓ તો આજે કહેવાતા દીક્ષાના ઉધમાતોની તમારા હૃદય ઉપર કશી જ અસર નહિ થાય.
શ્રી રામચન્દ્રજીનો
૨૯૭
વનવાસ...૧૨
Page #316
--------------------------------------------------------------------------
________________
8-cછે ......P)??
૨૯૮
..........મ-લક્ષ્મણન
આ તો ટેવની સરખામણી કરું છું. પણ એ બેયનાં પરિણામ જુદા છે. એક ટેવ તારનારી છે. અને એક ટેવ મારનારી છે. કારણકે ટેવ-ટેવમાં ફેર છે. એક ટેવ મોહને પોષનારી છે, ત્યારે બીજી ટેવ મોહને મારનારી છે. ધર્મને સમજનાર પતિએ તો પત્નીને એમ કહેવું જોઈએ કે 'અમે તો બહાર ફરનારા માટે વાસનાઓથી ભરેલા હોઈએ માટે અમને સુધારવાનું કામ તમારું છે.' પત્ની એવી જોઈએ કે અનીતિ કરીને ઘેર જતાં પતિ પણ ડરે. એને ઘરમાં પગ મૂકતાં પણ ભારે પડે. ક્ષત્રિયાણી તે જ કહેવાતી કે જે યુદ્ધમાંથી ભાગીને પાછા આવતા પતિને જાણે તો દ્વાર પણ ન ખોલે. યુદ્ધમાંથી પાછો આવનાર ક્ષત્રિય ઘેર આવતાં ડરે. એવા પતિ કરતાં વિધવા રહેવું સારું. એવી ક્ષત્રિયાણીઓની માન્યતા હતી. એ જ રીતે પતિ જો અનીતિ કરે તો એને ઘરે જતાં વિચાર થાય એવી પત્ની જોઈએ.
જૈન ક્ષત્રિયાણીના પણ આ આચાર. પતિ જો અનિતીથી હીરાનો હાર લાવે તો પણ પત્ની તેને ફેંકી દે. કારણકે એવા હારને તે સાપનો ભારો જ સમજે છે. ઘરમાં આવી એક-બે દેવી છે ? સંસારમાં પણ ધર્મ સાચવીને સુખી થવું હોય તો આવી દેવીઓ જ પેદા કરો. એ જો રાક્ષસીઓ બને તો બેયને દુ:ખ એક બને ભૂત અને બીજું બને રાક્ષસ તો મહાજૂલમ.
દેવીરૂપ બનેલી પત્નીઓ તો પતિને કહી દે કે ‘શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને પાળનાર અગર માનનાર પતિને અમે પૂએ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પગ મૂકનાર પાપી પતિની સેવા તો અમે શ્રી જિનશ્વરદેવને માનનારી શ્રાવિકાઓ ન જ કરીએ.' આમ કહેવામાં મર્યાદાભંગ નથી. પણ સંયમ લેવા જતા પતિને પત્ની રોકે એ મર્યાદાભંગ છે. અને પત્ની જાય તો પતિને પણ રોકવાનો હક્ક નથી. ધર્મરક્ષક શ્રાવકો ધર્મને માટે બધું ગુમ થાય તો પણ માને કે, ‘ભલું થયું ભાંગી જંજાળ.’ એ માને કે, ‘છોડવું હતું ને છૂટ્યુ' ખરેખર, ધર્મી આત્માઓની દશા જ અનુપમ હોય છે. પોતાનો ધર્મ સમજનાર શ્રીમતી સીતાદેવી શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળ્યાં. ચઢતી યુવાનીએ કોઈ દિવસ બહાર પગ નથી મૂક્યો અને શ્રી જનકમહારાજા જેમના પિતા છે એવાં સીતાદેવી રામચંદ્રજીની
Page #317
--------------------------------------------------------------------------
________________
છે
પાછળ ચાલી નીકળ્યા. એ જોઈને નગરની સ્ત્રીઓને કંઈ કંઈ થઈ ગયું, પણ તે સઘળી જ સ્ત્રીઓએ સીતાદેવીની એકી અવાજે 4 છે પ્રશંસા કરી છે.
હક્કની કારમી મારામારી રાજ્યના હક્કાર શ્રી રામચંદ્રજી પોતાનો હક્ક જતો કરે છે અને જેને રાજ્ય આપવામાં આવે છે તે શ્રી ભરત રાજ્ય લેતા નથી એ આપણે જોઈ આવ્યા છીએ. બધાની જ આવી ઉત્તમ ભાવના હોય ત્યાં મેળવવાનો કજીઓ જ કેમ હોય ? પણ આજે તો માલિક કહે છે કે મૂકું નહિ અને લૂંટારો કહે કે હું છોડું નહીં. જ્યારે અહીં તો હક્કાર હક્ક છોડી દે છે અને જેને અપાય તે લેતા નથી આવો સમય હોય ત્યારે રસ્તામાં પડેલા હીરાને પણ કોઈ હાથ ન લગાડે. આજે ભાઈ-ભાઈ. બાપ-દીકરો અને પતિ-પત્ની લડે છે, કેમકે ધર્મ ગયો અને હક્કે ખોટું ભૂત વળગ્યું છે. હક્ની ખોટી મારામારી આજે કારમી રીતે વધી ગઈ છે. ખરેખર, દુર્ભાગ્યનો ઉદય આવે ત્યારે એક તસુ જમીન માટે પણ કજીયો કરવાનું મન થાય, જ્યારે પુણ્યવાન ચાર હાથ જમીન જાય તો પણ પરવા ન કરે. સંસારનું સ્વરૂપ સમજનારને આખી ઈમારત તૂટે કે જાત પર ભયંકર આપત્તિ આવે તો પણ ન લાગે અને ન સમજનારને ત્રણ પૈસાનું હાંલ્લું ફટે તો પણ ઘણું લાગે અને રૂએ. લાખ્ખો જાય તો પણ ધર્મીની પ્રસન્નતા કાયમ રહે. જ્યારે ધર્મહીન આત્મા એક નહીં જેવી વસ્તુના નાશથી પણ દુ:ખદ દશા અનુભવે.
આપત્તિ સમયે પોતાના દોષો ભૂલી પારકા ઉપર જ આરોપ ઓઢાડવાની અજ્ઞાનીઓની એ કારમી ટેવ છે. એ ટેવને લઈને સાચા-ખોટાનો વિવેક કરવાની તાકાત પણ નથી રહેતી. એ તાકાતના અભાવે આ દેશમાં રાજકારણમાં સ્વરાજ આદિના નામે શું-શું થઈ રહ્યાં છે ? એ તો તમે સૌ જાણો જ છો. કેટલાક કહે છે કે ઉદય નિકટ છે પણ અમને ઉદય આઘો લાગે છે. કારણકે પાપ, પ્રપંચ, અનીતિ અને અન્યાય ઘટે નહિ વધે ત્યાં સુધી પ્રાયઃ ઉદય થાય જ નહિ. ‘બળિયાના બે ભાગ' જેવી ખોટી માન્યતામાં જ
શ્રી રામચંદ્રજીનો વનવાસ...૧૨
Page #318
--------------------------------------------------------------------------
________________
સંત.... ભાગ-૨
ખોટી રીતના હક્ક અને નામના ઉદયથી માયામાં નહી ફસાયેલા શ્રી રામચંદ્રજી આપણે જોઈ ગયા તે રીતે ચાલી નીકળ્યા અને એમની પાછળ શ્રીમતી સીતાદેવી પણ ચાલી નીકળ્યાં. આ ઉપરથી સમજો કે પિતાની યોગ્ય આજ્ઞાનું પાલન ન કરે, તે સાચો પુત્ર નથી અને પિતાની સાચી, સારી અને કલ્યાણકર આજ્ઞાના ૩૦૦ પાલનમાં જે પત્ની સહાય ન કરે, પણ ઉલ્ટી આડખીલી કરે તે પત્ની પત્નીપદને લાયક નથી. પતિની પાછળ જવા માટેની આજ્ઞા માંગતા શ્રીમતી સીતાદેવીને આફત આદિ જણાવી પણ સાસુ શ્રીમતી કૌશલ્યાદેવીએ હા કે ના ન કહી. ત્યારે શ્રીમતી સીતાદેવીએ જણાવ્યું કે આપના પ્રત્યેની મારી ભક્તિ મને માર્ગમાં કલ્યાણકારી નીવડશે. અર્થાત્ આપ મારી કોઈપણ જાતની ચિંતા ન કરો. આપની કૃપાથી અટવીની વ્યથા મને કંઈ જ નુકશાન નહિ કરી શકે. યાદ રાખજો કે આ પ્રમાણે બોલનાર શ્રીમતી સીતાદેવીની વય ચઢતી છે, જેને તમે ભોગ વય માનો છો તે વય છે. મનુષ્ય ભોગવયમાં ભોગ ભોગવવા જ જોઈએ, એમ શ્રી વીતરાગ પરમાત્માનું શાસન નથી કહેતું પણ તમે માની લીધેલું શ્રીમતી સીતાદેવી શ્રી રામચંદ્રજીના પત્ની છે. અને શ્રી જનકમહારાજા જેવાની પુત્રી છે. કદી એક પગ પણ જમીન ઉપર મૂક્યો નથી છતાં પતિની પાછળ અટવીમાં જીવન ગુજારવા ચાલી નીકળે છે. એ ઓછું સત્ત્વશાળીપણું નથી. કહેવું જ પડશે કે મહાસત્ત્વશાળીપણું છે. પોતાની ફરજનું જેને સાચું ભાન થઈ જાય છે તેને આવું સહેલાઈથી પ્રાપ્ત થાય છે. ફરજના ભાનનો પ્રતાપ એવો છે કે એના યોગે નિર્બળ આત્મા પણ સબળ બની જાય છે. એ ફરજના ભાનને લઈને અન્ય કોઈપણ જાતના અણછાજતા વિકલ્પોને કર્યા વિના મેઘની પાછળ જેમ વિજળી નીકળે તેમ પતિરૂપ મેઘની પાછળ વિજળીની જેમ શ્રીમતી સીતાદેવી અટવીમાં જવા માટે ચાલી નીકળ્યા.
માનતા હો તો યે ઉદય તમારા ભાગ્યમાં દેખાતો નથી. માટે આવી જાતના ઉધમાતો કરવો એ હક્ક અને ઉદયનાં કેવળ ફાંફાં મારવા બરાબર છે.
..........મ-લક્ષમણ
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ આચારની ઉત્તમ અસર હોય છે ? ખરેખર, ફરજનું ભાન આત્માને ઉન્માર્ગે નહિ જવા દેતા નઈ ઘસડીને સન્માર્ગે લઈ જાય છે. ફરજના ભાવને લઈને શ્રીમતી રે સીતાદેવીએ સંસારદષ્ટિએ પોતાની ભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. પતિની પાછળ વિષયઘેલી બનીને ફરનારી તે ઘણીએ
સ્ત્રી હોય છે. પણ ધર્મની રક્ષા અને ધર્મના પાલન માટે પતિની પાછળ જનારી તો કોઈક જ. શ્રીમતી સીતાદેવી તેમાંનું એક દૃષ્ટાંત છે. સતીપણાના આદર્શને નહિ જાણતી સ્ત્રીઓમાં, 'મને પૂછ્યા વિના કેમ ગયા ?' ઘેર ગયા એવા પતિ, મરશે ! મારે શું ? આવા પ્રકારની ભાવના હોય છે. પણ મહાસતીઓમાં એવી ભાવના નથી જ હોતી. એ જ કારણે તેઓ પોતાની ફરજનું ભાન કદી જ ગુમાવતી નથી અને એથી જ મહાસતીઓ હેરત પમાડે તેવી રીતે પોતાની ફરજનું પાલન કરી બતાવે છે. ફરજના ભાગના પ્રતાપે જ કષ્ટથી ભય નહિ પામેલા અને એ જ કારણે સતીજનમાં મુકુટ સમાન શ્રીમતી સીતાદેવી પોતાના ઉત્તમ શીલથી પિતા તથા શ્વસુર અને બેયના કુટુંબને પવિત્ર કરનારી બની શકી. આ બનાવથી આખી નગરીની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ. અને ગદ્ગદ્ કંઠે તેઓથી બોલાઈ ગયું કે “અહો ! આ અત્યંત ભક્તિના પ્રતાપે શ્રીમતી સીતાદેવી આજે પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આદ્ય ઉદાહરણરૂપ બન્યાં. કષ્ટથી નહિ ? ડરનારાં અને સતીજનોમાં શિરોમણી એવાં આ શ્રીમતી સીતાદેવી પોતાના સુંદરતર શીલથી પોતાના કુળને અને શ્વસુરના કુળને પવિત્ર કરે છે. આ રીતે ઉત્તમ આચાર દ્વારા ઉત્તમ છાપને પાડતા પિતૃભક્ત શ્રી રામચંદ્રજી અને પતિભક્તા શ્રીમતી સીતાદેવી એ બંનેય જણ વનવાસ માટે ચાલી નીકળ્યા.
લક્ષ્મણજીની વિચારણા શ્રી લક્ષ્મણજીએ પણ તે જ ક્ષણે સાંભળ્યું કે મારા વડીલબંધુ શ્રી રામચંદ્રજી વનવાસ માટે ચાલી નીકળ્યા. આ સમાચાર
રામચન્દ્રજીનો
'૩૦૧
dGtવસ...૧૨
Page #320
--------------------------------------------------------------------------
________________
Bilde
/
રામ-લક્ષમણને '
સાંભળીને શ્રી લક્ષ્મણજી એકદમ કોપાયમાન થઈ ગયા. એ કારમાં સમાચારના અચાનક શ્રવણથી, શ્રી લક્ષ્મણજીના હૃદયમાં ક્રોધરૂપ અગ્નિ એકદમ સળગી ઉઠ્યો. ‘વડીલ બંધુ વનવાસ માટે ચાલી નીકળ્યા.' આવા પ્રકારના દુઃખદાયક સમાચાર સાંભળીને જેમને અંતરમાં એકદમ ક્રોધરૂપ અગ્નિ સળગી ઉઠ્યો છે. એવા શ્રી લક્ષ્મણજી હૃદયમાં એ વિચારવા લાગ્યા કે,
ऋजुस्तात: प्रकृत्यापि, प्रकृत्यानृजवः स्त्रियः । इयच्चिरं वरं धृत्वा, याचते सान्यथा कथम् ।। ढत्तमेतावता राज्य, भरताय महीभुजा । અવનીતળ સ્વસ્થ, તા નચ્છ f / निर्भयः सांप्रतं हृत्वा, भरतात् कुलपांसनात् । नस्यामि राज्यं किं रामे, विरामाय निजक्रुधः ।। अथवासौ महासत्त्व - स्तृणवढ़ाज्यमुज्झितम् । रामो नादास्यते दुःखं, तातस्य तु भविष्यति । तातस्य च मा भूढ्ढुःखं, राजास्तु भरतोऽपि हि । अहं त्वनुगामिष्यामि रामपादान पदातिवत् ।।
પિતાજી પ્રકૃતિથી સરળ છે અને સ્ત્રીઓ સ્વભાવથી જ વક્ર હોય છે, અન્યથા તે ભારતની માતા કૈકેયી આટલા લાંબા સમય સુધી વરદાનને ધરી રાખીને બરાબર આ જ સમયે કેમ માંગે ? આટલા માત્રથી મહારાજાએ ભરતને રાજ્ય આપ્યું એટલે પિતાજીએ પોતાનું ઋણ દૂર કરી નાખેલું હોય છે. અને અમારી પણ પિતાની ઋણની ભીતી નષ્ટ થઈ ગઈ છે. આથી હાલમાં નિર્ભય બનેલો હું મારા પોતાના ક્રોધના વિરામ માટે શું કુલામ ભારત પાસેથી રાજ્યને હરી લઈને શ્રી રામચંદ્રજી ઉપર સ્થાપન કરું ? અથવા મહાસત્ત્વશાળી શ્રી રામચંદ્રજી તૃણની જેમ તજી ઘધેલા રાજ્યને ગ્રહણ નહીં કરે અને પિતાજીને તો અવશ્ય દુ:ખ થશે જ. માટે પિતાજીને દુઃખ ન થાઓ અને ભારત પણ રાજા હો તથા હું તો એક પઘતિની જેમ પૂજ્ય એવા શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ."
એકદમ ક્રોધાયમાન થઈ ગયેલ શ્રીલક્ષ્મણજી ક્રોધના 9 આવેશમાં શ્રીમતી કૈકેયી ઉપર તો કોપાયમાન થઈ ગયા પણ શ્રી ઉં ભરત ઉપર કોપાયમાન થઈ ગયા. એ ખરે જ આવેશની અનિષ્ટતા
Page #321
--------------------------------------------------------------------------
________________
જ સૂચવે છે. મોહવશ બનેલી શ્રીમતી કૈકેયી તુચ્છ સ્વાર્થના પ્રતાપે છે શ્રી લક્ષ્મણજી જેવા માટે અવશ્ય કોપનું પાત્ર હતી. પણ શ્રી ભરત 99 તો કોઈપણ રીતે કોપનું પાત્ર હતા જ નહિ, પણ આવેશના અનિષ્ટને તાબે થયેલા શ્રી લક્ષ્મણજી એ વાતનો વિચાર ન કરી શક્યા એ જ કારણે શ્રીલક્ષ્મણજીને કુળમાં અધમ એવા શ્રી ભરત પાસેથી રાજ્યને પડાવી લઉં અને શ્રી રામચંદ્રજીને તે રાજ્ય સોંપી છે દઉં.' આવા પ્રકારનો વિચાર આવ્યો. અન્યથા કદી જ ન આવત. કારણકે શ્રી ભરતે તો હજુ રાજ્યનો સ્વીકાર જ કર્યો નથી એટલું જ નહિ પણ સ્વીકારવાની ઈચ્છા સરખી પણ પુણ્યશાળી શ્રી ભરતના અંત:કરણમાં ઉત્પન્ન નથી થઈ. પણ આ બધી વિચારણાને અવકાશ આવેશવશ બનેલા શ્રી લક્ષ્મણજીના અંતઃકરણમાં ન જ મળ્યો. તેઓ તો શ્રીમતી કૈકેયી સાથે ભારત ઉપર પણ ગુસ્સે જ થઈ ગયા અને એ ગુસ્સાના નિવારણ માટે તેઓના હૃદયમાં એ જ ભાવના ઉત્પન્ન થઈ કે રાજ્યને લઈ બેઠેલા એ જ કારણે કુલાયમ એવા ભરત પાસેથી રાજ્યને ઝૂંટવી લઉં ! અને વડીલબંધુ શ્રી રામચંદ્રજીની સેવામાં એ રાજ્ય સમર્પી દઉં.
આ ભાવના એ ક્રોધના આવેશનું જ પરિણામ હતું. એમાં કોઈથી જ ના કહી શકાય તેમ નથી. આવા મોટા અને વિવેકી માણસ પણ જ્યારે ક્રોધના આવેશમાં આવી અનિષ્ટ ભાવનાના છે ઉપાસક બની જાય તો પછી સામાન્ય કોટીના આત્માઓ માટે તો હું પૂછવું જ શું? માટે ગમે તેવા પ્રસંગે પણ કલ્યાણની કામનાવાળાએ કોઈ પણ જાતના આવેશના અનિષ્ટથી બચવું જ જોઈએ.
આવેશમાં પણ વિચારશીલતા વધુમાં એ વાત પણ નિશ્ચિત છે કે કોઈક સમયે મહાપુરુષો પણ સામાન્ય માણસની જેમ આવેશની અનિષ્ટતાને આધીન બની જાય છે. પણ મહાપુરુષોની વિચારશીલતા તેમને કદી જ અનિષ્ટ પરિણામ આવે એટલી હદ સુધી નથી પહોંચવા દેતી. એના જ પ્રતાપે ! એવો અનિષ્ટ વિચાર આવતાની સાથે જ બીજો આવશ્યક વિચાર પણ શ્રી લક્ષ્મણજીના હૃદયમાં ઉદ્ભવ્યો. અને તે એ કે, ‘મહાસત્ત્વશાળીતાના પ્રતાપે રાજ્યને તરણાની જેમ તજીને ચાલી
રામચન્દ્રજીતે છે વનવાસ. ૧૨
Page #322
--------------------------------------------------------------------------
________________
સિત.... ભાગ-૨
રામ-લ૯મણને
નીકળેલા શ્રી રામચંદ્રજી, રાજ્યનો સ્વીકાર કોઈ પણ રીતે નહિ કરે. અને મારી આ પ્રવૃત્તિથી પિતાજીને અવશ્ય દુ:ખ થશે.' આવા પ્રકારની વિચારશીલતાના પરિણામે શ્રી લક્ષ્મણજીનો ક્રોધાવેશ પોતાની અનિષ્ટતાનું પ્રદર્શન કરે તે પહેલાં જ શમી ગયો અને એ આવેશના પ્રતાપે આવનારું અનિષ્ટ પરિણામ વગર પ્રયાસે અટકી ગયું. ખરે જ મહાપુરુષોની વિચારશીલતા જ એવી સુંદર હોય છે કે સદાય તેમને પ્રાય: અનિષ્ટ પરિણામના ઉત્પાદક નથી બનવા દેતી. વિચારશીલતા એ એવી વસ્તુ છે કે કલ્યાણના કામીએ એને એક ક્ષણ પણ દૂર ન રાખવી જોઈએ. જેઓ વિચારશીલતાને દૂર રાખે છે તેઓ કલ્યાણથી સદાય દૂર જ હોય છે.
પણ મહાપુરુષોની વિચારશીલતા મહાપુરુષોથી કદી જ દૂર રહેતી નથી. એ વિચારશીલતાના પ્રતાપે જ શ્રી લક્ષ્મણજી એકદમ શાંત થઈ ગયા અને જે નિશ્ચય કરવો તેઓ માટે આવશ્યક હતો તે તેઓએ કરી લીધો. અને તે નિશ્ચય એ જ કે, ‘હું ધારું તે કદી જ બની શકવાનું નથી. માટે પિતાજીને દુઃખ ન થાઓ અને શ્રી ભરત રાજા પણ ભલે થાઓ. આ સમયે મારી ફરજ એ છે કે વડીલ બંધુની સેવા માટે મારે તેમની સાથે જ વનવાસ જ ભોગવવો. એ ફરજને અદા કરવા માટે હું તો હવે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વિના એકદમ પદાતિની જેમ પૂજ્ય શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ.'
કુળને ત્યાગ-ધર્મથી સુવાસિત બનાવો ઉત્તમ કુળોની આ ઉત્તમતા છે ત્યાગ ધર્મની છાયાના પ્રતાપે જ આવા વિરલ પ્રસંગો બને છે. શ્રી લક્ષ્મણજીમાં પણ એ છાયા હતી. આ કેવું કુળ ? તમારાં કુળો આવાં થાય તો ? મારા આ પ્રશ્નથી ગભરાશો નહિ કે બધા સાધુ થાય તો શું થાય ? કારણકે બધા સાધુ થાય એ બને જ નહિ. આજે ઘણા અજ્ઞાનીઓને એ ગભરામણ થાય છે કે બધા સાધુ થાય તો શું થાય ? પણ ગભરામણ ખોટી છે. છતાંય ચોમાસાની વનરાજી જોઈ જ્વાસો
સુકાય, કારણ કે એ એનો સ્વભાવ છે. એ જ રીતે બનાવટી હું ઉપકારના નામે ગામની ચિંતા રાખનારા ઘણા છે એમને એ
ગભરામણ થઈ છે કે આવા ત્યાગનો ઉપદેશ બધા દે અને બધા સાધુ
Page #323
--------------------------------------------------------------------------
________________
થાય તો સંસારનું શું થાય ? પણ એ દયાળુઓને હું કહું છું કે, આ ગભરાઓ મા ! નાહક બળી મરવાનું કામ નથી. કોડો ત્યાગના ( Roછે ઉપદેશકો થાય તો પણ એ બનવાનું નથી. એની ખાત્રી આપું છું. # શ્રી તીર્થકર જેવાના ઉપદેશ છતાંએ નથી બન્યું. અમે તો એ તારકની રજ પણ નહીં, એ તારકની આજ્ઞા પળાય તો યે અમારા ઉં માટે ઘણું. નહિ તો અમે પણ ક્યાંએ આથડી મરવાના. શ્રીતીર્થંકરદેવ, દરરોજ બબ્બે પ્રહર દેશના દેતા હતા અને શ્રીગણધરદેવની સાથે ગણીએ તો દરરોજ ત્રણ-ત્રણ પ્રહર ત્યાગની ધોધમાર દેશના ચાલતી હતી તોયે બધાયે ન નીકળ્યા. માટે ગભરાવાની જરૂર નથી. આથી ગભરાયા વિના કુળોને સુંદર રીતે પ્રભુએ પ્રરૂપેલા ત્યાગધર્મથી સુવાસિત બનાવો. એના જ પ્રતાપે તમે સાચી શાંતિ પામી શકશો.
શ્રી દશરથ મહારાજા કોઈ પણ જાતના સંકોચ વિના શ્રીમતી કૈકેયીની માંગણી મુજબ શ્રી ભરતને રાજ્ય આપી શક્યા. શ્રી ભરત ગાદી લઈ શકે અને પિતાજીનું ઋણ ટળે એ માટે પિતા અને માતાની આજ્ઞા મેળવી શ્રી રામચંદ્રજી વનવાસ માટે ચાલી નીકળ્યા. શ્રીમતી સીતાજી પણ કોઈ જાતનો અયોગ્ય વિચાર કર્યા વિના પાછળ વનવાસ માટે ચાલી નીકળ્યાં. અને શ્રી લક્ષ્મણજીને આવેલો ક્રોધ એકદમ શમી ગયો. તથા એ વડીલબંધુની પાછળ વનવાસમાં જવાનો નિશ્ચય કરી શક્યા.
આ દરેકેદરેક બનાવમાં છૂપો-છૂપો પણ ત્યાગધર્મનો પ્રભાવ છે જ. જો એની સહજ પણ છાયા ન હોત તો આવું પરિણામ હૈ, આવવું એ શક્ય નહોતું. સંસારના પિપાસુઓ આવું પરિણામ કદી જ ન લાવી શકે. આથી સમજો કે ત્યાગધર્મના પ્રતાપે જેમ મુક્તિ સહજ છે. તેમ સંસારમાં પણ તેના પ્રતાપે શાંતિ સહજ છે. જે આત્માઓ એ ધર્મથી પરાક્ષુખ છે તેઓ કદી જ શાંતિનો અનુભવ કરી શકવાના નથી અને જેઓને એ પરમધર્મ સામે વૈરભાવ જાગ્યો છે તેઓ તો ખોટી ગભરામણમાં પડી નિષ્કારણ અશાંતિના દાવાનળમાં સળગ્યા જ કરવાના છે. માટે આ પરમ પવિત્ર અને એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરનારા ત્યાગધર્મના પ્રભાવને સમજો
૨મચન્દ્રજી
S
વાવ(..૧૨
Page #324
--------------------------------------------------------------------------
________________
ભાગ-૨
સત...
રિામ-લઢમણને
અને શક્તિ મુજબ તેની ઉપાસનામાં રક્ત બનો, કે જેથી જીવનમાં સાચી શાંતિનો અનુભવ થાય તથા પરિણામે શાશ્વતી શાંતિ પણ પ્રાપ્ત થાય. ધ્યાન રાખજો કે ધર્મના સ્વીકાર સિવાય કોઈ શાંતિ પામ્યું ય નથી. પામતું ય નથી. અને પામશે પણ નહીં. શાંતિ માટે તો એ જ એક શરણરૂપ છે. એનો ઈન્કાર કોઈ પણ સમજુથી થઈ શકે તેમ નથી.
શ્રી લક્ષ્મણજીની પ્રાર્થના શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ. એ પ્રમાણે વિચારીને શ્રી ૩૦) લક્ષ્મણજી શ્રી દશરથમહારાજાને નમીને અને તેમને પૂછીને પોતાની
માતા શ્રીમતી સુમિત્રાદેવીને પૂછવા માટે ગયા. માતા પાસે જઈને તે નમી પડ્યા. માતાના નમસ્કાર કરીને તેમણે એ પ્રમાણે કહ્યું કે,
"गमिष्यति वनं रामोऽनुगमिष्यामि तं त्वहम् । માધ્ધિવિના હ્યા, ન થતું ના હતી. રાજા
“હે માતાજી ! આપ જાણો છો કે પિતાજીના વચનનું પાલન કરવા ખાતર શ્રી રામચંદ્રજી વનમાં જશે. એ વનમાં જશે એટલે હું પણ એમની પાછળ વનમાં જઈશ. કારણકે સાગર વિના જેમ મર્યાઘ રહેવાને સમર્થ નથી તેમ પૂજ્ય એવા શ્રી રામચંદ્રજી વિના રહેવાને હું પણ શક્તિમાન નથી.”
જેમ સાગર વિના મર્યાદા નથી રહી શકતી તેમ શ્રી રામચંદ્રજી વિના શ્રી લક્ષ્મણ ન રહી શકે એવા છે. જેવો સંબંધ મર્યાદાનો સાગર સાથે છે. તેવો સંબંધ શ્રી લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજી સાથે છે. એ ઉભયનો પ્રેમ અજબ કોટિનો છે. વાસુદેવ અને બળદેવનો પ્રેમ એવો જ હોય છે.
જેમ શ્રી રામચંદ્રજીની પ્રાર્થના નિશ્ચયરૂપ હતી તેમ શ્રી છે લક્ષ્મણજીની પ્રાર્થના પણ નિશ્ચયરૂપ જ હતી. આવા નિશ્ચય
પ્રાર્થના એટલા માટે જ કહેવાય છે કે એ માતાની આગળ જાહેર કરવામાં આવે છે. એ સિવાય બીજું કશું જ કારણ નથી. આ પ્રાર્થના આગળ માતાએ હા જ કહેવાની હોય અગર તો મૂંગી પણ
અનુમતિ જ આપવાની હોય. આવી પ્રાર્થના સામે વાસ્તવિક રીતે છે મનાઈ કરવાની માતાને સત્તા જ નથી હોતી. સુજ્ઞ માતા આવા
Page #325
--------------------------------------------------------------------------
________________
સમયે ધીરતા ધરીને સ્પષ્ટ શબ્દમાં અનુમતિ આપી પોતાના પુત્રને છે તેની ફરજમાં ઉત્સાહિત બનાવે છે. જ્યારે સમજુ પણ કાયર માતા હતી, મૂંગી થઈ પુત્રની ફરજના પાલનમાં સહમત નથી થતી પણ આડે તો છે નથી જ આવતી ત્યારે કાયર અને અજ્ઞાન માતા ફરજના પાલનની આડે આવવાને પણ ઉધમાત અવશ્ય કરે છે. પણ એથી સુપુત્ર કદી જ પોતાની ફરજ બજાવવામાં પાછો પડતો નથી. કાયર અને અજ્ઞાન માતાના ઉધમાતથી ફરજ બજાવવામાં પાછું હઠવું એ પુત્રની સુપુત્રતા નથી. પણ કાયરતા છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉંમરલાયક થયા પછી હિતની પ્રવૃત્તિ માટે માતા-પિતા સમક્ષ આવા પ્રકારની જ પ્રાર્થના કરવાની છે. અને સમજે તો સમજાવીને કાર્ય કરવાનું છે. પણ ન જ સમજે તો પોતાની પવિત્ર ફરજથી ચૂકવાનું નથી. આજ હેતુથી શ્રી લક્ષ્મણજી પોતાની માતા સમક્ષ માત્ર પોતાની સ્થિતિનું જ સ્પષ્ટીકરણ કરે છે.
ઉત્તમ માતાનું પુત્રને પ્રોત્સાહન પોતાના પુત્રની સ્થિતિ અને ફરજને સમજનારી માતા શ્રીમતી સુમિત્રા પણ આવા દુઃખદ પ્રસંગે ધીરતાનું જ અવલંબન કરે છે. શ્રી રામચંદ્રજીના ગયા પછી શ્રી લક્ષ્મણજીને પણ જવા તૈયાર થયેલ જોઈને શ્રીમતી સુમિત્રા માતાને આઘાત તો ઘણો જ , થાય છે, પણ એ આઘાતને સમાવીને અને ધીરતાને અવલંબીને શ્રીમતી સુમિત્રામાતાએ પણ શ્રી લક્ષ્મણજી પ્રત્યે એમ જ કહ્યું. XXXXXXXXXXXXXXXX ? साधु वत्साऽसि मे वत्सो, ज्येष्ठं, यहनुगच्छसि ॥१॥ मां नमस्कृत्य वत्सोऽद्य रामभश्चीरं गतः । अतिरे भवति ते, मा विलंबस्व वत्स ! तत् ॥२॥
“હે વત્સ ! સાચે જ તું મારો સુપુત્ર છે કારણકે તું જ્યેષ્ઠની પાછળ જાય છે. હે વત્સ ! લક્ષ્મણ ! પુત્ર રામભદ્ર આજે મને નમસ્કાર કરીને ગયો 8 અને તેને ગયાને ઘણીવાર થઈ માટે તે તારાથી અતિ દૂર થઈ જશે તે કારણથી તું હવે વિલંબ ન કર ઝટ જા.”
શ્રી રામચન્દ્રજીતે છે વાવ...૧૨
Page #326
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
વિચારો ! આ સુમાતાની ધીરતા અને વિવેકભરી વાણી તથા પ્રેરણાભરી આજ્ઞા. આવી માતા ઉત્તમ પુણ્ય વિના નથી મળતી. આવે સમયે સપત્નીના પુત્રની પાછળ જવા માટે આ પ્રમાણે બોલનારી માતા લાવવી ક્યાંથી ? પ્રભુમાર્ગે જતા આત્માના જીવનને પણ બરબાદ કરવા સજ્જ થયેલા આ જમાનામાં આવા પ્રકારની માતાઓ પ્રાય: ન મળી શકે એમાં કશી જ શંકા નથી. જે સમયમાં ધર્મગુરુઓ પણ પોતાની ફરજને માન આદિના કારણે ભૂલે તે સમયમાં સૌ કોઈ પોતાની ફરજ ભૂલે એમાં આશ્ચર્ય શું છે ? ખરેખર, મોહનું સામ્રાજ્ય જ કોઈ અજબ છે, ધર્મગુરુઓ પણ ત્યાગજીવનથી વિરુદ્ધ બોલે અને આચરે એ પણ મોહનો જ ચાળો છે. એવાઓને પણ એવો મોહનો ચાળો કરવાનું મન થાય તો પછી માતા-પિતા આદિને થાય એમાં નવાઈ પણ શી છે? ખરેખર, જેઓ પ્રભુશાસનથી પરવારી બેસે છે તેઓ સઘળી જ સુંદર વસ્તુઓથી પરવારી બેસે છે. માતા સુમિત્રા પ્રભુશાસનથી સુવાસિત હતા એટલે કોઈપણ ઉચિત આચારને કેમ જ લંઘે ? વડીલ બંધુ વનવાસ સ્વીકારે એ વખતે લઘુબંધુઓ પણ તેની સેવા માટે વનવાસ સ્વીકારવો જોઈએ, આવી વ્યવહારિક ફરજને પણ શ્રીમતી સુમિત્રામાતા ન સમજે એ બને જ કેમ?
સભા : ન જ બને.
આ ઉત્તર બરાબર હદયમાં કોતરી રાખજો. જે વિવેકપૂર્વક વ્યાવહારિક ફરજને પણ ન ભૂલે તે ધાર્મિક ફરજ તો ભૂલે જ કેમ? પોતાના કર્તવ્યને સમજતાં શ્રીમતી સુમિત્રામાતાએ પોતાના પુત્રને તેની ફરજના પાલન માટે પૂરતું પ્રોત્સાહન સમપ્યું.
માતા તરફથી મળેલ પ્રોત્સાહનના પ્રતાપે શ્રી લક્ષ્મણજીના છે અંતરમાં પરિપૂર્ણ તોષ થયો. એ તોષને લઈને શ્રી લક્ષ્મણજીના
હતોમુખમાંથી
“$ઢ સાધ્વવ સાáë ! મäવાસ ” હે માતા ! આ આપ સારું બોલ્યાં ખરેખર, આપ મારા માતાજી છો !”
આ પ્રમાણેના ઉદ્ગારો નીકળી પડ્યા. આવા પ્રકારના છ ઉદ્દગારો પોતાની માતાને સંભળાવીને અને નમસ્કાર કરીને ભાઈને
Page #327
--------------------------------------------------------------------------
________________
મળવાની ઉતાવળથી શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા માતાને નમસ્કાર કરવા માટે ગયા.
શ્રીમતી અપરાજિતા દેવી પાસે પહોંચી ગયેલા શ્રી લક્ષ્મણજીએ તે શ્રીમતી અપરાજિતા દેવીને નમીને કહ્યું કે, 'આર્ય : હવાજ્યાધ્દિરમ્
66
त्वामाप्रष्टुमहं त्वागामार्यानुगमनोत्सुकः ।। "
‘પૂજ્ય શ્રી રામચંદ્રજી એકલા લાંબા સમયથી ગયા અને પૂજ્યની પાછળ જવાને ઉત્સુક એવો હું આપને પૂછવાને આવ્યો છું.' સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદ્રષ્ટિ
ધ્યાનમાં રાખજો કે આ પૂછવા આવનાર શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા દેવીના પુત્ર નથી પણ તેમની સપત્નીના પુત્ર છે અને તે પોતાના પુત્રની સેવામાં જવા માટે પૂછવા આવેલ છે. આથી તો શ્રીમતી અપરાજિતાદેવીને હર્ષ થવો જ જોઈએ, પણ એ ત્યારે જ બને કે જ્યારે શ્રીમતી અપરાજિતા દેવીની દૃષ્ટિમાં પોતાના પુત્ર પ્રત્યેની અને સપત્નીના પુત્ર પ્રત્યેની દૃષ્ટિમાં ફેર હોય. ઉત્તમ આત્માઓ એવી વિષમ દૃષ્ટિના ઉપાસક હોતા જ નથી. જેમ શ્રી રામચંદ્રજી વનમાં જવા માટે પૂછવા આવ્યા હતા અને શ્રીમતી અપરાજિતા દેવીને આઘાત થયો તેમ શ્રી લક્ષ્મણજીને પણ એ માટે આવેલા જોવાથી આઘાત થયો. ફરક એટલો જ કે આ વાત નવી ન હતી. નવી વાતના શ્રવણથી આઘાત થાય એ કારમો થાય અને એની એ વાત બીજીવાર-ત્રીજીવાર સાંભળવામાં આવે ત્યારે આઘાતની માત્રા અવશ્ય ઘટે જ. એટલો ફેરફાર શ્રીમતી અપરાજિતાદેવીના આઘાતમાં હતો એમ આપણને દેખાઈ આવે છે. શ્રી લક્ષ્મણજી પણ વનમાં જવાને તૈયાર થાય છે. એ જાણીને શ્રીમતી અપરાજિતાદેવી દેવીના નેત્રોમાંથી અશ્રુની ધારા વરસી. અશ્રુવાળા બનેલા શ્રીમતી કૌશલ્યાદેવીએ શ્રી લક્ષ્મણજી પ્રત્યે કહ્યું કે,
X X X X X X X X X X X X ? મંઢાયાસ્મિ हा हता वत्स ત્વમવિ માં મુતૃત્વા, પ્રસ્થિતોસિ વનાય યંત્
ܐ
શ્રી રામચન્દ્રજીન
૩૦૯
વનવાસ...૧૨
Page #328
--------------------------------------------------------------------------
________________
8-200
રામ-લક્ષમણને
ત્વમેવોમાવતિન્દ્ર નિદાન ? ? ममाश्वासकृते राम-विरहार्दित तचेतसः ११२॥
હા ! હે વત્સ ! મંદભાગ્ય એવી હું હણાઈ ગયેલી છું. કારણકે તું પણ મને મૂકીને વનમાં જવાનો પ્રયાણ કરી રહયો છે. લક્ષ્મણ ! એક તું અહીં રહે. રામના વિરહથી પીડિત ચિત્તવાળી બનેલી મારા સાત્ત્વન માટે તું ન જા."
લક્ષ્મણજીનું કૌશલ્યાદેવીને આશ્વાસન શ્રીમતી અપરાજિતાદેવી એટલે પોતાના પૂજ્ય શ્રી રામચંદ્રજીની માતા, તેમની આ દશાથી શ્રી લક્ષ્મણજીને ઘણું જ લાગી આવ્યું અને તેથી જ તે પોતાના પૂજ્યની માતા એ પોતાની માતા જ છે. એવા હદયથી આશ્વાસન આપતા વિનયપૂર્વક બોલ્યા કે ,
X x x x x x x x x x ? માતા રામચ નન્દાસ ? मात ! कृतमधैर्येणा-hण सामान्ययोषिताम् ॥१॥ दरे गच्छति मे बन्धु-रनुयास्यामि तं द्रुतम् । તદ્ધિ મા વૃધ્યા . રામMઃ સઢાવ્યહમ્ ૨૮
“હે માતાજી ! આપ શ્રી રામચંદ્રજીના માતા છો એ કારણથી સામાન્ય સ્ત્રીઓ માટે યોગ્ય એવા અઘેર્યો કરીને આપને સર્યું. મારા બંધુ શ્રી રામચંદ્રજી દૂર જાય છે. હું જલ્દી તે પૂજ્યની પાછળ જઈશ, કારણકે હું સદાને માટે શ્રી રામચંદ્રજીને આધિન છું. તે કારણથી હે દેવી ! આપ મને આ કાર્યમાં વિઘ્ન ન કરો.'
આ પ્રમાણે શ્રીમતી અપરાજિતાદેવીને કહીને અને નમીને ધનુષ્ય અને બાણના ભાથાને ધારણ કરનારા બની શ્રી લક્ષ્મણજી એકદમ પાછળ દોડીને શ્રી રામચંદ્રજી અને શ્રીમતી સીતાજીની પાસે પહોંચી ગયા.
શ્રીમતી કૈકેયીની માંગણી પછીના સઘળા જ બનાવોમાં શ્રી દશરથ મહારાજના આખાએ કુટુંબની સુસંસ્કારિતા અને અનુપમ સુંદરતાનું જ દર્શન થાય છે. એમ હરકોઈ વિચારકને લાગ્યા વિના રહે તેમ નથી. સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય આ બધા બનાવો આવી રીતે બનવા એ જ અસંભવિત છે. ભારત રાજ્ય
લેવાનો ઇનકાર જ કરે. શ્રી રામચંદ્રજી એ ખાતર વનવાસ સ્વીકારે, 5 શ્રી રામચંદ્રજીની માતા એ આફતને મૂંગે મોઢે સ્વીકારી લે. શ્રીમતી
Page #329
--------------------------------------------------------------------------
________________
સીતાદેવી પણ પતિની પાછળ કોઈ પણ જાતના વિકલ્પ વિના આ વનમાં જવાને તૈયાર થાય. એ આફતને પણ ઘોળી પીને શ્રીમતી રિ અપરાજિતાદેવી ઉચિત ફરજનું શ્રીમતી સીતાદેવીને ભાન કરાવે, જે શ્રી લક્ષ્મણજી પણ વડીલ બંધુ પાછળ એકદમ જવા તૈયાર થાય. IS શ્રી લક્ષ્મણજીની માતા એમાં પ્રોત્સાહન આપે અને શ્રીમતી અપરાજિતાદેવીની પ્રેમ અને વાત્સલ્યભરી ના છતાં શ્રી લક્ષ્મણજી & એકદમ પ્રયાણ કરે. આ બધા બનાવો અનુપમ શાંતિથી અને કારમા ઘોંઘાટ સિવાય બનવા એ સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય કેમ જ બની શકે ?
શ્રી રામચંદ્રજી, શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી એ ત્રણેય ભેગાં થઈ ગયા. ભેગા થઈને ત્રણેય જણ વનમાં જવા માટે કેવી રીતે નીકળ્યા એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
नयोऽपि निर्ययुः पुर्या, विकस्वर मुखांबुजाः । विलासोपवनायेव, वनवासाय सोद्यमाः ॥१॥
વિસ્કવર છે મુખરૂપ કમળ જેમનાં એવા અને વિકાસનાં ઉપવનમાં જવા માટે જેમ ઉઘમવાળા બને તેમ વનવાસ જવા માટે ઉદ્યમવાળા બનેલા એવા તે શ્રી રામચંદ્રજી, શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી ત્રણે અયોધ્યાનગરીથી નીકળ્યા.
ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા વિચારો કે આવી દશા એ ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય શક્ય છે ? કહેવું જ પડશે કે કોઈપણ રીતે નહિ, ભોગાવલી કર્મના ઉદયથી સંયમી બનવા માટે અશક્ત એવા આત્માઓની દશા સંસારમાં પણ ઘણી બાબતમાં અનુકરણીય હોય છે. સંસારરસિક આત્માઓની આંખે આવી અનુકરણીય દશા પણ ન ચઢે એ સહજ છે. કલ્પાતીત પુરુષો સિવાયના દરેક ઉત્તમ પુરુષોનું જીવન પ્રાયઃ અનુકરણીય હોય છે.
કલ્પાતીત પુરુષોની ધર્મપ્રવૃત્તિ અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં જ આવી જાય છે અને એમાં જે-જે વિશિષ્ટતાઓ હોય છે તેનું અનુકરણ અન્ય માટે અશક્ય જ હોય છે. કલ્પાતીતોમાં સર્વશ્રેષ્ઠ
શ્રી રામચંદ્રજીનો
વનવાસ..૧૨
Page #330
--------------------------------------------------------------------------
________________
સીત.... ભાગ-૨
૩૧૨
..........મ-લક્ષ્મણને
એવા શ્રી તીર્થંકરમહારાજાનું જીવન એ એવું જીવન હોય છે કે એ તારકના જીવનની ાનાદિ ધર્મક્રિયાઓ એવી છે કે જે તારકોએ આજ્ઞાથી વિહિત કરી છે અને એમાં જે-જે વિશિષ્ટતાઓ છે તે-તે, તે તારકના જેવા આત્માઓ સિવાય અન્ય માટે શક્ય નથી. તે તારકોના ગૃહવાસી જીવનમાં સંસારની અંદર બીજી પણ થતી. જે ઉચિત કરણીઓ છે તે ઉચિત કરણીઓમાં પણ એ જ સ્થિતિ છે કે સામાન્ય પ્રકારે તે સઘળી ઉચિત કરણીઓ તે તે અવસ્થામાં ઉચિત તરીકે વિહિત હોય છે. અને એમાં પણ જે વિશિષ્ટતા હોય છે તે અન્ય માટે લાવવી અશક્ય હોય છે. અનુકરણીયતાના વિષયમાં આટલો વિવેક અતિશય આવશ્યક છે. ઉપકારીઓએ એ વિવેક કરી શકાય એવી સઘળી જ સામગ્રી આપણને સમર્પી છે.
શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ શ્રી આચારાંગ સૂત્રના નવમા અધ્યયનનો અર્થાધિકાર દર્શાવતા સાફ શબ્દોમાં ફરમાવ્યું છે કે ‘આઠ અધ્યયનોમાં પ્રતિપાદિત કરેલો અર્થ સારી રીતે આ પ્રમાણે શ્રી વર્ધમાન સ્વામીએ કરેલો છે અને તેનું પ્રદર્શન શેષ સાધુઓના ઉત્સાહ માટે જ છે. આજ કારણે સર્વત્ર શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાનું જ પ્રાધાન્ય વર્ણવ્યું છે. પણ કૃત્યનું નહીં.'અને એ કારણે જ તિથિની ચર્ચા કરતાં શ્રી તરંગિણી ગ્રંથમાં તેના રચયિતા મહોપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી ગણિવરે પણ અન્ય મહાપુરુષોની સાક્ષી સાથે આજ્ઞાનું પ્રાધાન્ય જ માનવા ફરમાવ્યું છે. એ મહર્ષિ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે,
" न च तीर्थकृद्भिरेवं न कृतम् इति अस्माभिरप्येवं न क्रियते इति वाच्यम्, तेषां आज्ञाया प्रमाणत्वात् न तु तत्कृ त्यस्य, अन्यथा रजोहरणमुखवस्त्रिकाप्रतिलेखनादिक्रियाणां विलोपापत्तेः ग्रन्थादौ अपि મ મનાયા હવ પ્રાઘાન્ય ઝાં ન તુ ત્યસ્ય ’
અર્થાત્ “શ્રી તીર્થકર મહારાજાઓએ એ પ્રમાણે નથી કરેલું એ કારણથી અમે પણ એ પ્રમાણે નથી કરતાં.” એ પ્રમાણે તમારે કહેવું એ યોગ્ય નથી. કારણકે શ્રી તીર્થંકર મહારાજાઓની આજ્ઞાનું જ પ્રમાણપણું છે પણ કૃત્યનું પ્રમાણપણું નથી. અન્યથા એટલે જો આજ્ઞાનું પ્રમાણપણું માનવાને
"
Page #331
--------------------------------------------------------------------------
________________
બદલે જો કૃત્યનું જ પ્રમાણપણું માનીએ તો રજોહરણ અને મુખવસ્ત્રિકા તથા પ્રતિલેખના આદિ ક્રિયાઓના વિલોપની આપત્તિઓ આવશે. કારણકે શ્રી તીર્થંકર મહારાજાઓ રજોહરણ અને મુખવસ્ત્રિકા રાખતા નથી અને પડિલેહણા આદિ ક્રિયાઓ કરતા નથી. એ કારણે કૃત્યને પ્રમાણરૂપ માનનારાઓએ રજોહરણ અને મુહપત્તિને તજી દેવી પડશે. અને પ્રતિલેખના આદિ ક્રિયાઓને કરવાનું માંડી વાળવું પડશે. શાસ્ત્રોમાં પણ આજ્ઞાનું જ પ્રાધાન્ય ફરમાવ્યું છે, પણ (તેમનાં) કૃત્યનું પ્રાધાન્ય ફરમાવ્યું નથી.
આ ઉપરથી સ્પષ્ટ કહે છે કે શ્રી તીર્થંકર મહારાજાઓની આજ્ઞા એ જ પ્રધાન છે. અને પ્રમાણરૂપ છે. પણ કૃત્ય નહિ. કૃત્ય અયોગ્ય છે માટે પ્રધાન અને પ્રમાણરૂપ નથી એમ નથી. પણ અન્ય આત્માઓ માટે એ અશક્ય અને હિતકર ન નીવડે એમ હોવાથી પ્રધાન અને પ્રમાણરૂપ નથી. આ જ હેતુથી ઉત્તમ પુરુષોના જીવનની કરણીયતામાં કલ્પાતીત અને કલ્પયુક્તને લગતો વિવેક અવશ્ય કરણીય છે.
ઉત્તમ સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતાના યોગે વનમાં પ્રયાણ કરવા છતાં પણ શ્રી રામચંદ્રજી આદિ ત્રણે સહજપણે ગ્લાનિને પામ્યા વિના વિકસિત વદને જેમ વિલાસના ઉપવનમાં જવાને નીકળે તેમ વનમાં જવા માટે અયોધ્યામાંથી નીકળ્યા.
અયોધ્યા નગરીના લોકોની મનોદશા
આ રીતે સર્વસ્વનો પરિત્યાગ કરી પિતૃભક્તિ, પતિભક્તિ અને વડીલની સેવા માટે નીકળવું એ સહજ નથી. સુસંસ્કારિતા અવસ્થામાં જ આ વસ્તુ સંભવી શકે છે. આવા પુણ્યાત્માઓનું અનુકરણ કરવું એ આવા પુરુષોના જીવન શ્રવણનું ફ્ળ છે. આવા અનુકરણીય જીવનને ધરનારા આત્માઓ જે નગરીમાંથી નીકળે તે નગરીના લોકોને કેટલું દુ:ખ થાય એ કલ્પનામાં ન આવી શકે એમ નથી. એ છતાં પણ એ ત્રણેના નીકળવાથી નગરીના લોકોને શું થયું એનું વર્ણન કરતા કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
પ્રાગૈરવ વિનર્યમિ मैथिली राम-लक्ष्मणैः
વૈષ્ટાં નરાશ્વ નાર્યશ્વ, નાર્યા નેમિરે હામ્
-
2
શ્રી શમચન્દ્રજીનો
૩૧૩
વનવાસ...૧૨
Page #332
--------------------------------------------------------------------------
________________
શત... ભાગ-૨
રિઅમ-લક્ષ્મણને
“ જેમ પ્રાણો નીકળતા હોય તે વખતે પ્રાણીઓ જેવી કષ્ટકારી દશાને પામે છે, તેવી દશાને અયોધ્યાનગરીના પુરુષો અને સ્ત્રીઓ શ્રી સીતાજી, શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીના નીકળવાથી પામ્યા."
ખરેખર, આવા પુણ્યાત્માઓના આવી રીતના પ્રયાણથી નગરીના લોકો આવી દશાને પામે એ કાંઈ આશ્ચર્યરૂપ નથી. સજ્જન આત્માઓનો વિરહ સૌ કોઈને સાલે એ સ્વાભાવિક છે. આવા આત્માઓનું આવી રીતનું પ્રયાણ કોઈને પણ સાલ્યા વિના રહે જ નહીં. જે ત્રિપુટીને સૌ કોઈ માને તે ત્રિપુટી આ રીતે ચાલી
નીકળે એ સૌથી કેમ જ ખમાય ? શ્રીમતી સીતાદેવી જેવી મહાસતી ૩૧છે અને શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી જેવું અજોડ બાંધવયુગલ
એકાકીપણે સર્વસ્વ તજીને વનવાસ માટે નીકળે એ જોઈને પાષાણ હદય પણ પીગળ્યા વિના કેમ જ રહે ? નગરીના પ્રત્યેક નાનું અને પ્રત્યેક નારીનું હૃદય આ ત્રણેય પુણ્યાત્માઓના આ જાતના પ્રયાણથી કારમી રીતે ઘવાયું અને એથી નગરના નરો અને બારીઓ કષ્ટમય દશાનો અનુભવ કરવા લાગ્યા અને આ રીતે અયોધ્યા નગરીના લોકો એ ત્રણ શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રીમતી સીતાદેવીના પ્રયાણથી કષ્ટમય દશાને પામીને બેસી જ રહી એમ ન બન્યું પણ
વેચાત્તાનત્ત્વઘાવ-ગુરાવા વારીયસ ? નારા: odય-વિધ્યોરાશાય: ૪
ફર શ્રીમતી કૈકેયી અને વિધિ ઉપર આક્રોશ કરતા થકા તે લોકો ભારે રાગથી તે ત્રણેની પૂંઠે વેગપૂર્વક ઘડવા લાગ્યા.”
લોકોનો સ્વભાવ છે કે દુઃખી થવાના પ્રસંગે વસ્તુસ્થિતિનો વિચાર નહિ કરતા દુઃખમાં નિમિત્તરૂપ થયેલી વસ્તુ અને વિધિ પ્રત્યે ગુસ્સે થવું એ સ્વભાવને અનુસરીને અયોધ્યા નગરીના લોકો પણ છે આ બનાવમાં તો તે આત્માઓના પૂર્વે પ્રમાદ આદિ તરફ લક્ષ્ય નહિ ( પી. દેતા સીધા જ નિમિત્તરૂપ બનેલી શ્રીમતી કૈકેયી ઉપર પણ આક્રોશ અન્ન કરવા લાગ્યા. આક્રોશ કરવા છતાં પણ એ ત્રણે પુણ્યાત્મા ઉપરના આ ભારે અનુરાગે તેઓને બેસવા ન દીધા પણ વેગપૂર્વક તે ત્રણેની પૂંઠે
દોડતા બનાવ્યા. આથી નગરીના લોકો ક્રૂર શ્રીમતી કૈકેયી અને વિધિ હૈઉપર આક્રોશ કરતાં કરતાં વેગપૂર્વક એ ત્રણેની પાછળ દોડ્યાં.
Page #333
--------------------------------------------------------------------------
________________
પરિવાર સાથે મહારાજા પણ પાછળ રિ વાપ્પાથમાળો રાના, સાંત:પુરવરિષ્ઠ 2 द्रुतमन्वसरदाम-माकृष्टः स्नेहरज्जुभिः ।।
આ બનાવ બનવાથી અશ્રુ ઝરતા શ્રી દશરથમહારાજા પણ પોતાના અંત:પુરને પરિવારની સાથે સ્નેહરૂપ રજુથી ખેંચાયા અને એકદમ શ્રી 8 રામચંદ્રજી પાછળ ચાલ્યા.
ખરેખર મોહનું સામ્રાજ્ય ભયંકર છે. સંયમને સાધવા માટે સંવેગરસમાં ઝીલતા બનેલા શ્રી દશરથ મહારાજા પણ વ્યવસ્થા કરવાની કારવાઈમાં આ દશાને પામ્યા. પોતાના વચન પાલન ખાતર બંને પુત્રોને અને પુત્રવધૂને વનમાં જવું પડે છે, એ બનાવને સ્નેહવશ નહિ જોઈ શકવાથી એમનાં નેત્રોમાંથી પણ નીરધારા વહી રહી છે. સ્નેહરજ્જુના કારમાં આકર્ષણથી એ પણ નીતરતી આંખે શ્રી રામચંદ્રજીની પાછળ નીકળ્યાં. ખુદ શ્રી દશરથ મહારાજાને પણ શ્રી રામચંદ્રજીની પાછળ ચાલતા જોઈને તે મહારાજાનું અંતઃપુર અને પરિવાર પણ તેમની સાથે શ્રી રામચંદ્રજીની પાછળ જવા નીકળ્યો.
આ રીતે સૌ કોઈ શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળવાથી અયોધ્યાનગરીનો દેખાવ કેવો થઈ ગયો એનું વર્ણન કરતાં પણ ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે :
द्रुतं राजि जने चापि, रामभदानुगामिनि । नगर्ययोध्या समभू- दुद्धसेव समंततः ।।
એકદમ રાજા અને લોક પણ રામભદ્ર એટલે શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળવાથી ચારે બાજુથી અયોધ્યા નગરી જનરહિત ઉજ્જડ જેવી બની ગઈ.”
૩૧૫ વિચારો કે આ સમયે એ આખીય મનોહર નગરી કેવી અને કેટલી ભયાનક ભાસતી હશે ? બિચારી શ્રીમતી કૈકેયીને તો ખબર પણ નહિ હોય કે મારી એક માગણીથી આવું ભયંકર પરિણામ આવશે ? આખી નગરીની હાલત ખાવા ધાય એવી બની ગઈ છે. આખી અયોધ્યા નગરીમાં કોઈ પણ આદમી દૃષ્ટિગોચર ન થાય એટલે એ સુંદર નગરી પણ ખાવા ન થાય તો કરે પણ શું?
શ્રી રામચન્દ્રજીતે ?
વનવસ...૧૨
Page #334
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિામ-લઢમણને
બીજું સારીએ નગરી અને પિતા-માતા સુદ્ધાંય પુત્રની પાછળ જાય છે એમાં ત્યાગના પ્રભાવ સિવાય છે પણ શું ? આ જ શ્રી રામચંદ્રજી કોઈ પોતાના જ સ્વાર્થની સિદ્ધિ માટે આ રીતે વનમાં જવા નીકળ્યા હોત તો આ રીતે આપીએ નગરી એમની પૂંઠે કદી પણ ન દોડત. શ્રી રામચંદ્રજી વનમાં જાય છે તો કોઈ પોતાના તુચ્છ કારણે નહિ પણ પિતાજીના વચનનું પાલન કરવા ખાતર અને એ
જ કારણે આખી નગરીના લોકોએ તેમની પૂંઠે દોડીને નગરીને જે ઉજ્જડ જેવી બનાવી દીધી. ૩૧૩
સુંદર અને સુદઢ હદયનું ઉત્તમ કાર્ય આ રીતે સૌ કોઈને પોતાની પાછળ આવતું જોઈને શ્રી રામચંદ્રજી એકદમ ઉભા રહી ગયા. ઉભા રહીને એ અપૂર્વ દઢતાના ઘણીએ શું કર્યું? એનું વર્ણન કરતાં પણ ચરિત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
अथावस्थाय काकुत्स्थ- पितरं जननीरपि । न्यवत यक्तत कथमपि, गिरा विनयसारया ॥१॥ તથાયથોધિતાના ઘરનાથ ધન્ય છે ? સીતા-સૌમિAિસહિત, - ત્ત્વરિત - ત્વરિત થયી રા
“પિતા, માતાઓ અને સઘળાંય નગરજનને પોતાની પાછળ-પાછળ આવતા જોઈને શ્રી રામચંદ્રજીએ ઉભા રહીને વિનયથી સારવાળી બનેલી વાણી દ્વારા પોતાના પિતાને અને માતાઓને ઘણી જ મુસીબતે પાછા વાળી તથા નગરના લોકોને પણ યથોચિત આલાપો દ્વારા વિસર્જન કરીને પોતે શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી સાથે જલ્દી-જલ્દી ચાલી નીકળ્યા.”
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા
૧૩
સુંદર અને સુદૃઢ હૃદયના સ્વામી શ્રીરામચન્દ્રજી બધાના પ્રેમ-સ્નેહને છોડી-તરછોડી નીકળી પડે છે. ગામનગરોના વૃદ્ધો આદિ રોકાઈ જવાની પ્રાર્થના કરે છે પણ સ્વીકારે કોણ ? હવે શ્રી ભરતજી રાજ્ય તો ગ્રહણ કરતા નથી પણ માતા ઉપરે આક્રોશ કરે છે, કૈકેયીને પણ પોતાની ભૂલ સમજાય છે. ભરતજીની સાથે શ્રી રામચન્દ્રજીને પાછા લેવા જાય છે. પણ આ તો હતા શ્રી રામ ! એ પ્રતિજ્ઞા લોપ કરે ?
શ્રી સીતાદેવીએ પત્રપુટમાં લાવેલા પાણી દ્વારા શ્રી રામચન્દ્રજી શ્રી ભરતજીનો રાજ્યાભિષેક કરી દે છે. અહીં રાજ્ય લેવાનો નહીં દેવાનો ઝઘડો છે. શ્રી જૈનશાસનને પામેલા
મહાનુભાવોનું હૈયું કેવું હોય તેને માટે આ કેવું અદ્ભૂત દૃષ્ટાંત છે ?
શ્રી ભરતજીની અખંડ આજ્ઞા પ્રવર્તાયા પછી તેઓ દ્વારા કરાયેલા મહાભિનિષ્ક્રમણ મહોત્સવપૂર્વક શ્રી દશરથ મહારાજા દીક્ષાના પંથે પ્રયાણ કરે છે. એ વાત આ પ્રકરણમાં પ્રવચનકાર મહર્ષિના શબ્દોમાં આપણે વાંચીએ.
-શ્રી
૩૧૭
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા
•ભરતજીનો આક્રોશ
પ્રતિજ્ઞાની અચળતાથી નિષ્ફળતા
૦ અજ્ઞાનીઓના ઘોંઘાટની દરકાર ન હોય
• ભરતજીની અપૂર્વ નિર્મમતા
• રાજ્ય ન લેવાની અહીં હરિફાઇ છે
પશ્ચાત્તાપ પૂર્વકની યાચના
૭ ઉત્તમ આત્માની ઉત્તમતા
પરસ્પરનું વાત્સલ્ય અને અપૂર્વ સદ્ભાવ
• ઉત્તમ યોગનું ઉત્તમ ફળ
૭ ઉપાલંભ અને યાચના
♦ ઉભયપક્ષની ઉત્તમતાનું સુંદર પરિણામ
•શાન્તિ અને સદ્ભાવભર્યો જવાબ
• રામચંદ્રજીના શુભહસ્તે રાજ્યાભિષેક
• ભરતે સ્વીકારેલું રાજ્ય
• દશરથ મહારાજાની દીક્ષા
શ્રી રામચંદ્રજી અવંતિ દેશમાં
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા
આવા પ્રકારના પ્રેમ અને સ્નેહને છોડી ચાલી નીકળવું એ અપૂર્વ જાતની દઢતા સિવાય શક્ય જ નથી. મહાપુરુષોનું હદય પણ કોઈ જુદી જ જાતનું હોય છે. સુંદરની સાથે સુદઢ હૃદય સિવાય આવા મહાભારત કાર્યોની સિદ્ધિ કદી પણ કરી શકાતી નથી. વાતવાતમાં કળી પડતા અને રડી ઉઠતા હદયવાળા આત્માઓથી મહત્ત્વનાં કાર્યો કદી જ સાધી શકાતાં નથી. આવે સમયે જો અપૂર્વ દઢતા ન હોય તો કદી જ આ બધાયના સ્નેહને તજી શકાય નહિ. અને આગળ ચાલી શકાય નહિ પણ અપૂર્વ દૃઢતાના સ્વામી એવા શ્રી રામચંદ્રજીએ પિતા અને માતાઓને વિનય ભરેલી વાણીથી સમજાવીને પાછા વાળી અને નગરના લોકોને ઔચિત્યભરી વાણીથી વિસર્જિત કર્યા. એ રીતે સૌને પાછા વાળીને પોતે શ્રી સીતાદેવીને અને શ્રી લક્ષ્મણજીને સાથે લઈને ઘણી જ ત્વરાથી ચાલી નીકળ્યાં.
આ રીતે એકદમ તરાપૂર્વક ચાલ્યા જતા શ્રી રામચંદ્રજીને દરેકેદરેક ગામના વૃદ્ધોએ અને નગરના મહાશ્રેષ્ઠિઓએ રહેવાની પ્રાર્થના કરી. એવું એક પણ ગામ ન હતું અને એવું એકપણ નગર ન હતું કે જે ગામમાં અને જે નગરમાં તે-તે ગામના વૃદ્ધો દ્વારા અને તે-તે નગરના મોટા શેઠીઆઓ દ્વારા પોતાના ગામમાં અને પોતાના નગરમાં શ્રી રામચંદ્રજીને રહેવાની પ્રાર્થના ન થઈ હોય, તે છતાં પણ કોઈનીય પ્રાર્થનાનો સ્વીકાર નહિ કરતાં શ્રી રામચંદ્રજીએ પોતાનું
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક છે, શ્રી દશરથજીની દીક્ષા૧૩
Page #338
--------------------------------------------------------------------------
________________
8-20).
રિમ-લક્ષમણને
પ્રયાણ ચાલુ જ રાખ્યું. અને તેઓએ કોઈ પણ સ્થાને પોતાની સ્થિરતા કરી નહિ. એ જ કારણે ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે
ग्रामे ग्रामे ग्रामवृ? - महेभ्यैश्च पुरे पुरे । प्रार्थ्यमानोऽप्यवस्थातुं, काकुत्स्थो न ह्यवास्थित ॥
અર્થાત્ ગામમાં વૃદ્ધ પુરુષો દ્વારા, દરેકે દરેક, ગામમાં, અને મહેલો દ્વારા દરેકે દરેક પુરમાં રહેવાને માટે પ્રાર્થના કરાતા એવા પણ શ્રી રામચન્દ્રજીએ, કોઈપણ ગામમાં કે કોઈપણ પુરમાં અવસ્થિતિ કરી નહિ.”
ભરતજીનો આક્રોશ આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ચાલ્યા જવા પછી શ્રી દશરથ ૩૨૦ મહારાજાએ શ્રી ભરતને રાજ્ય દેવા માંડ્યું પણ શ્રી ભરતે રાજ્યને ગ્રહણ ન કર્યું.
इतश्च भरतो राज्यं, नाढढे किंतु प्रत्युत । कैकेयी स्वं च चुक्रोश, स्वभ्रातृविरहासहः ॥
“અર્થાત્ એકબાજુએ શ્રી રામચન્દ્રજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીની સાથે વનવાસ સીધાવી ગયા અને બીજી બાજુએ શ્રી ભરતે, રાજ્યને ગ્રહણ ન કર્યું. કિંતુ પોતાના બંધુના વિરહને નહિ સહી શકતા તે ઉલટા પોતાની માતા કૈકેયી ઉપર અને પોતાની જાત ઉપર આક્રોશ કરવા લાગ્યા.”
શ્રી ભરતજીની આ દશા ઉપર ખૂબ જ વિચાર કરવાની આવશયકતા છે. આ રીતે પોતાના પૂજ્ય પિતાશ્રીની આજ્ઞાથી રાજ્યનો સ્વીકાર નહિ કરતા અને પોતાની માતા ઉપર આક્રોશ કરતા શ્રી ભરતજી ઉપર આજ્ઞાભંજકપણાનો કે અવિનિતપણાનો આરોપ કોઈ મૂકી શકે તેમ છે? અજ્ઞાન આત્માઓ ભલે જ એવો આરોપ મૂકવાની ઉતાવળ કરે. પણ વસ્તુમાત્રનો વિવેકબુદ્ધિથી વિચાર કરનારા વિચક્ષણ આત્માઓએ શ્રી ભરતજી ઉપર એવી જાતનો આરોપ મૂક્યો પણ નથી, મૂકતા પણ નથી અને મૂકશે પણ
નહિ. અકર્તવ્ય કરવામાં તત્પર થયેલી માતા ઉપર સુપુત્રને આક્રોશ ” કરવાનું મન થાય એ સહજ છે. સુપુત્ર જેમ માતાની યોગ્ય આજ્ઞાના 22 પાલન માટે મરી ફીટવાને તૈયાર હોય તેમ અયોગ્ય આજ્ઞાનું પાલન 8 તાકાત હોય તો પ્રાણાંતે પણ ન કરે. સાચી સુપુત્રતા ત્યારે જ બને છે છે કે માતા-પિતાની હિતકર આજ્ઞાનું પાલન કરવું અને અહિતકર હું આજ્ઞાથી બચતા રહેવું. પુત્રોએ સુપુત્ર બનવા માટે શ્રી ભરતજીનું - દૃષ્ટાંત પણ હૃધ્યપટ ઉપર કોતરી રાખવા જેવું છે. ભરતજી સુપુત્ર
Page #339
--------------------------------------------------------------------------
________________
હતા. એ જ કારણે માતા અને પિતા ઉભયની આજ્ઞા છતાં રાજ્યનો સ્વીકાર નથી કરતા અને વડીલ બંધુનો વિરહ નહિ સહી શકવાથી તે પોતાની જાત ઉપર અને પોતાની માતા ઉપર ઉલ્ટા આક્રોશ કરે છે. શ્રી ભરતજીની આવી દશા જોવાથી
परिव्रज्योत्सुको राजा, सामंतान् सचिवानपि । प्राहिणोद्राममानेतुं, राज्याय सहलक्ष्मणम् ॥
“દીક્ષાગ્રહણ માટે ઉત્સુક બનેલા શ્રી દશરથમહારાજાએ રાજ્ય ખાતર શ્રી રામચંદ્રજીને શ્રી લક્ષ્મણજીની સાથે પાછા આવવા માટે સામંતોને અને સચિવોને પણ મોકલ્યાં."
મહારાજાની આજ્ઞાથી શ્રી રામચંદ્રજીને પાછા લાવવા માટે નીકળેલા તે સામંતો અને સચિવો પશ્ચિમ દિશામાં ગમન કરી રહેલા શ્રી રામચંદ્રજી પાસે જલ્દીથી જ પહોંચી ગયા અને તેમની પાસે પહોંચી જઈને ભક્તિથી રાજાની આજ્ઞાનું કથન કરવાપૂર્વક પાછા ફરવાને કહ્યું, તેઓએ પોતાના તરફથી પણ સઘળી હકીકત જણાવીને દીનતાપૂર્વક ઘણી ઘણી પ્રાર્થના કરી. એ રીતે,
તૈનિ પ્રાર્થમાનોડાવ, ન ક્યવર્તત રાયવઃ
મહતાં હિ પ્રતિજ્ઞા તુ, ન ઘનત્યદ્રિવાહવત્ રી
દીન એવા તે સામંતો અને સચિવો દ્વારા પ્રાર્થના કરાવા છતાં પણ
..
શ્રી રામચંદ્રજી પાછા ન ફર્યા. કારણકે મહાપુરુષોની પ્રતિજ્ઞા પર્વતના મૂળની જેમ ચલાયમાન થતી નથી.”
પ્રતિજ્ઞાની અચળતાથી નિષ્ફળતા
પોતાની પ્રતિજ્ઞા અચળ હોવાના કારણે પાછા ફરવાની ના પાડીને શ્રી રામચંદ્રજીએ, પાછા જવા માટે વારંવાર કહેવાં છતાં પણ તેમને પાછા ફેરવવાની આશા કરી રહેલા તે સામંતો અને સચિવો શ્રી રામચંદ્રજીની સાથે જ ચાલવા લાગ્યા. આગળ ચાલતાં શ્રીમતી સીતાદેવી, શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી ઉગ્ર શ્વાપોની નિવાસ ભૂમિ, મનુષ્યો વિનાની, મોટા વૃક્ષોથી ભરેલી એવી પરિયાત્રા નામના કુલાચલની અટવીમાં પહોંચ્યા. તે પછી માર્ગમાં તેઓએ ગંભીર આવર્તોએ કરીને ભયંકર અને મોટા પ્રભાવવાળી ગંભીરા નામની નદીને જોઈ. એ નદીની પાસે ઉભા રહીને શ્રી રામચંદ્રજીએ સાથેસાથે ચાલતાં સામંતો આદિને આ પ્રમાણે કહ્યું કે,
શ્રી ભરતજીનો શબ્યાભિષેક
૩૨૧
શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #340
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
20-08
X X X X X X X X X X X X X X X X 1 ડૂત: સ્થાનાભિવર્તā - મધ્ય ઝષ્ટો દ્વત: ઘરમ્ ? अस्माकं कुशलोदंतं, गत्वा तातस्य शंसत । सेवध्वं भरतं मद्धत्, तातवद्वाप्यतः परम् ॥२॥
“હવે આ સ્થાનથી તમે પાછા ફરો, કારણકે અહીંથી આગળનો માર્ગ કષ્ટકારી છે. તે અહીંથી પાછા જઈને અમારા કુશળ સમાચાર પિતાજીને કહો અને આજથી માંડીને શ્રી ભારતની મારી જેમ અથવા તો પિતાજીની જેમ સેવા કરજો."
શ્રી રામચંદ્રજીની આવા પ્રકારની આજ્ઞાના શ્રવણથી ૩રર સામંતાદિની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. એ આંસુના પાણીથી
સામંતો આદિના વસ્ત્રો ભીંજાઈ ગયા. તેઓ પોતાની જાતને પૂજ્ય શ્રી રામચંદ્રજી માટે અયોગ્ય એવા અમને ધિક્કાર હો.' આવા પ્રકારના શબ્દથી ધિક્કારવા લાગ્યા અને ખૂબ-ખૂબ રોવા લાગ્યા પણ થાય શું?
સ્વામીની આગળ ઉપાય શું ? આજ્ઞા પ્રમાણે ચાલે પણ શું ? સખ્ત આજ્ઞાથી જવું પડતું હોવાના કારણે પોતાને ધિક્કારતા, ખૂબ રોતા અને આંસુના પાણીથી ભીંજાઈ ગયેલા વસ્ત્રોવાળા તેઓ પાછા ફર્યા. એ પછી આંસુથી સહિત અને તટ ઉપર ઉભા રહેલા તે સામંતો અને સચિવો દ્વારા જોવાતા એવા શ્રી રામચંદ્રજી, શ્રી સીતાદેવી અને શ્રી લક્ષ્મણજીની સાથે તે દુસ્તર એવી નદીને ઉતરી ગયા. એ પછી શ્રી રામચંદ્રજી દૃષ્ટિથી આગળ થયા બાદ સામંતો, સચિવો આદિ ઘણી જ મુસીબતથી અયોધ્યાનગરીમાં ગયા અને મહારાજા શ્રી દશરથની આગળ સઘળી હકીકત કહેવાપૂર્વક શ્રી રામચંદ્રજીના કુશળ સમાચાર કહા.
અજ્ઞાનીઓના ઘોંઘાટની દરકાર ન હોય શું શ્રી રામચંદ્રજી પિતૃભક્ત નહોતા ? આ પ્રશ્તના ઉત્તરમાં છે કોઈથી જ ના કહી શકાય તેમ નથી. કારણકે પિતૃભક્ત માટે તો Rછે તેમણે રાજ્ય છોડ્યું છે અને વનવાસ સ્વીકાર્યો છે. જે પિતા માટે આ હું બધું કર્યું. તે જ પિતા માટે શ્રી રામચંદ્રજી પોતાની પ્રતિજ્ઞા તોડવાને
તૈયાર નથી થતા. એનું કારણ જ એ છે કે મહાપુરુષો પોતે હું સ્વીકારેલી પ્રતિજ્ઞાને પોતાનું સર્વસ્વ સમજે છે. જેમાં કારમી
Page #341
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનતા જીવતી ને જાગતી બેઠી હોય તેઓ જ પ્રતિજ્ઞા તોડે. શ્રી જૈનશાસનમાં માતા-પિતાની સંતાન પ્રત્યેની અને સંતાનની માતાપિતા પ્રત્યેની, પતિની પત્ની પ્રત્યેની, અને પત્નીની પતિ પ્રત્યેની એમ સૌ કોઈને કોઈ પ્રત્યેની ફરજ ખુલ્લી કહેલી છે. આ ફરજને સમજનારા પુણ્યશાળીઓ આશાના નામે ખોટી ધાંધલ નથી મચાવતા અને પ્રભુધર્મની આરાધના માટે પ્રયત્નશીલ થયેલા આત્માઓને ખોટી રીતે ઉતારી પાડવાનો ધંધો પણ નથી આદરતા. વળી જેઓ એ ફરજને સમજે છે તેઓને અજ્ઞાનીઓના ઘોંઘાટની પણ દરકાર નથી હોતી.
જ્યાં સુધી શ્રી રામચંદ્રજી દેખાયા ત્યાં સુધી સામંતાદિએ જોયા અને છેવટે પાછા ફર્યા. પણ પ્રતિજ્ઞાના પાલન માટે જ સજ્જ થયેલા શ્રી રામચંદ્રજીએ તો પાછું સરખું પણ ન જોયું. દેખાય ત્યાં સુધી જોઈને પાછા ફરેલા સામંતો અને મંત્રીઓ પણ જેમ ગયા હતા તેમજ અયોધ્યામાં પાછા આવ્યા. પાછા આવીને તેઓએ સઘળા જ સમાચાર શ્રી દશરથ મહારાજાને જણાવ્યા.
ભરતજીની અપૂર્વ નિર્મમતા જયારે બોલાવવા છતાં પણ શ્રી રામચંદ્રજી પાછા ન જ આવ્યા ત્યારે શ્રી દશરથ મહારાજાએ પણ ભરતને કહ્યું કે, XXXXXXX, નાવાતી રામનમાળો,
राज्यं गृहाण मम, तदीक्षाविघ्नाय मा भूः ॥ “વત્સ ભરત ! રામ અને લક્ષ્મણ આવ્યા નહિ તે કારણથી હવે તું રાજ્યને ગ્રહણ કર અને મારી દીક્ષામાં વિઘ્ન થાય તેવું ન કર.'
પિતાજી મહારાજા શ્રી દશરથના આ કથનના ઉત્તરમાં પણ શ્રી ભરતે મક્કમતાથી કહ્યું કે,
XXXXXXX, રાન્ય નાટ્ટાસ્યહં થંઘન માનવ્યે તુ સ્વયં ત્વા, પ્રસાદ નિનમગ્રનમ્
“હે પિતાજી ! હું તો કોઈપણ રીતે રાજ્યને ગ્રહણ કરીશ નહિં. પરંતુ સ્વયં જઈને મારા પોતાના વડીલ બંધુ શ્રી રામચંદ્રજીને પ્રસન્ન કરી અહીં પાછા લાવીશ.”
ܐ
આ પ્રકારની પોતાના પુત્રની આ અનુપમ નિર્મમ દશા અને કુટુંબની દુ:ખદ અવસ્થા આદિ જોઈને શ્રીમતી કૈકેયી પણ કંપી
ઉઠ્યા.
#
શ્રી ભરતજીનો રજ્યાભિષેક ? / શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #342
--------------------------------------------------------------------------
________________
સિત... ભાગ-૨
રિમ-લક્ષ્મણ
રાજ્ય ન લેવાની અહીં હરિફાઈ છે. શ્રી દશરથ મહારાજાના સંયમ પ્રસંગે પિતાના વચન ખાતર રામચંદ્રજીએ રાજ્ય, દેશ, નગરી અને કુટુંબ-પરિવાર વગેરે સઘળું જ છોડ્યું ! આનું નામ પિતૃભક્તિ છે ! પતિ વગર પૂછ્યું ગયા તો પણ મહાસતી શ્રીમતી સીતાદેવીએ આ વીસમી સદીમાં ચાલતા હક્કો સવાલ ન કર્યો. નાનો ભાઈ શ્રી લક્ષ્મણ કે જેને શ્રી રામચંદ્રજી ઉપર પૂરેપૂરો પ્રેમ છે. તેને પણ હદયમાં એમ નથી આવતું કે મને કેમ કહે નહિ? આ બધું જાણ્યા પછી વિચારો કે આજે ભાઈ-ભાઈના અને પિતા-પુત્ર આદિના સંબંધ કેવા વિલક્ષણ છે ? સાધુપણું નહિ પણ સાચા પિતા આદિ તો બનવું છે ને ? આજે તમે ઘરબારી છતાં તમે
છતી સામગ્રીએ પણ જેવા સુખી દેખાવા જોઈએ તેવા દેખાતા નથી. છે કારણકે ઘરના પાંચ માણસોમાં પણ પરસ્પર વિશ્વાસ અને જે પરસ્પરના કલ્યાણની ભાવના નથી. એટલું જ નહિ પણ સૌ સૌના
સ્વાર્થમાં ચકોર બનીને બેઠા છે, જ્યારે અહીં એ ખૂબી છે કે રાજ્ય કોઈ લેતું નથી. એટલે કે રાજ્ય ન લેવાની મારામારી છે અને એની હરિફાઈ છે, બોલાવવા છતાંપણ રામ ન આવવાથી શ્રી દશરથ મહારાજા ભરતને કહે છે કે, “રામ-લક્ષ્મણ ન આવ્યા તે કારણથી તું રાજ્ય લે અને દક્ષાના વિદ્ગ માટે ન થા.' આના ઉત્તરમાં શ્રી ભરત કહે છે કે, “કોઈપણ ભોગે આ રાજ્ય હું નહિ લઉં. પણ જાતે જઈને પણ મારા મોટાભાઈને પ્રસન્ન કરીને અહીં લાવીશ.” આ રીતે શ્રી ભરત માતાની ઈચ્છાથી વિરુદ્ધ થાય છે અને પિતાશ્રી કહે છે તો પણ રાજ્ય લેવાનો ઈન્કાર કરે છે.
શ્રી ભરતની આ પ્રવૃત્તિને શાસ્ત્રવિરુદ્ધ કહી શકાય તેમ નથી. કારણકે જિનેશ્વરદેવના શાસનમાં ગમે તેની અને ગમે તેવી આજ્ઞા
માનવી એવો આગ્રહ છે જ નહિ. માતા-પિતાની ભક્તિનું વિધાન છે કરનાર જૈન શાસ્ત્રોમાં માતાપિતાની પાપાજ્ઞા માનવાનો નિષેધ છે. Ro_માતાપિતાનું બહુમાન, સન્માન, સેવા, ભક્તિ કરવાની આજ્ઞા છે. હ પણ તે આત્મહિતની વચમાં ન આવે ત્યાં સુધી. આ જ કારણે આવી
અનિષ્ટ પરિસ્થિતિ ઉભી કરનાર માતા શ્રીમતી કૈકેયી પ્રત્યે શ્રી કું ભરતને આક્રોશ આવે છે અને એમના મનમાં એમ થાય છે કે, મને રએમ થાય છે કે આવી માતા ક્યાંથી મળી ?”
[( BAUG
Page #343
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપપૂર્વકની યાચના જી પોતાના પુત્રની આ દશા જોવાથી શ્રીમતી કૈકેયીદેવીને પણ _ _ પોતાની ભૂલનો સંપૂર્ણ ખ્યાલ આવ્યો અને તેનું હદય પશ્ચાતાપથી “R પૂર્ણ બની ગયું. એટલે એ શ્રીમતી કૈકેયીદેવી તે જ વખતે ત્યાં આવ્યા અને મહારાજા શ્રી દશરથને આ પ્રમાણે કહે છે કે,
X X X X X X X X X X X X X X X X 1 भरताय त्वया राज्यं, दत्तं सत्यप्रतिश्रव ! ॥१॥ પરમેષ ન ગૃહસ, રસવં તે વિનયી સુતઃ ? अन्यासां चास्य मातृणां, महदुःखं ममापि च ॥२॥ अविमृष्य विद्यायिन्या, पापीयस्या मया कृतम्। सति त्वयि सुपुत्रेऽपि, हहा राज्यमराजकम् ॥३॥ कौशल्यायाः सुमित्रायाः, सुप्रभायश्च दुःश्रवम् । रदितं ममः श्रुण्वंत्या, हृदयं भवति द्विधा ॥४॥ भरतेन रामं गत्वा, तौ वत्सौ रामलक्ष्मणौ । अनुनीय समानेष्या-म्यनुजानीहि नाथ ! माम् ॥७॥
“પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરનારા હે નાથ ! આપે તો ભરતને રાજ્ય આપ્યું. પરંતુ આ આપનો વિનયી પુત્ર ભરત રાજ્યને ગ્રહણ કરતો નથી. આ ભરતની અન્ય માતાઓને પણ ઘણું દુ:ખ થઈ રહ્યાં છે. વગર વિચાર્યું કરનારી અને પાપિણી એવી મેં એવું કર્યું કે જેથી આપ અનેક પુત્રોવાળા હોવા છતાં પણ આજે આપનું રાજ્ય રાજા વિનાનું થઈ રહ્યાં છે. ખરેખર, હે નાથ ! કૌશલ્યા, સુમિત્રા, અને સુપ્રભાના દુ:ખે કરીને સાંભળી ન શકાય એવા રુદનને સાંભળતાં મારી એવી દશા થઈ રહી છે કે જેથી મારા હદયના બે ટુકા થઈ જાય છે માટે હે નાથ ! આપ મને આજ્ઞા આપો કે જેથી હું ભારતની સાથે જઈને મારા તે રામ અને લક્ષ્મણ નામના પુત્રોને સમજાવીને પાછા લાવીશ.”
ઉત્તમ આત્માની ઉત્તમતા આ ઉપરથી તમે સમજી શકશો કે ઉત્તમ આત્માઓથી પણ કદાચ સંયોગવશાત્ ભૂલ થઈ જાય છે. પણ જો ચેતવનાર સંયોગો મળે તો તેની ઉત્તમતા ઝળક્યા વિના રહેતી જ નથી. સ્ત્રીસ્વભાવથી અને પુત્ર પ્રત્યેની મમતાથી કૈકેયીએ વિલક્ષણ માંગણી કરી તો દીધી પણ તેનું પરિણામ તેમનાથી ન સહાયું. છેક છેવટ સુધી પોતાના પુત્ર ભારતનું એક સરખું જ વલણ જોવાથી તેનું હદય પણ હાથમાં ન જ રહતું. અને પોતાની ભૂલ સુધારવાની તૈયારી પોતે જ બતાવી. ઉત્તમ
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #344
--------------------------------------------------------------------------
________________
&-0:00
?
આત્માઓની ઉત્તમતા ખરેખર, હેરત પમાડનારી હોય છે. પોતાની ભૂલનું પરિણામ આવું જ આવશે એમ જો કૈકેયી જાણત તો તે આવું
આચરત જ નહિ, પણ નહિ જાણવાથી આચરાઈ ગયું છે. અને જ પરિણામ જોવાથી ભૂલ સમજાઈ. સમજાવાની સાથે જ પશ્ચાતાપ
થયો અને એના પરિણામે તેણે હું વગર વિચાર્યું કરનારી અને પાપિણી છું. એવો એકરાર પણ કર્યો. એ એકરાર બનાવટી નહોતો પણ સાચો હતો. કારણકે તે પોતે ભરતની સાથે જઈ રામ-લક્ષ્મણને પાછા લાવવાની આજ્ઞા માંગે છે. આવી ઉત્તમતા પણ જો માનવીમાં
આવી જાય તો યે ઘણો લાભ થાય. પણ આવી ઉત્તમતા આવવી એ ૩૨૩ સહજ નથી. પરના દુઃખે સુખી થવાની ઈચ્છા એ કારમી અધમતા છે.
અને એ અધમતા કૈકેયીદેવીમાં ન જ હતી. પોતાની માંગણી અનેકને 'S દુ:ખરૂપ થઈ એ જોઈને એ કૈકેયીદેવીનું હદય પીડાવા લાગ્યું. અને એ
પીડાથી તે પોતાની ભૂલને જાતે જ સુધારવા તૈયાર થયા. આ ઉત્તમતા પણ કાંઈ સામાન્ય કોટીની નથી. આવી ઉત્તમતા પણ જગતના માનવીઓમાં આવી જાય તો અનાયાસે અનેક ઉપાધિઓ ટળી જાય.
પરસ્પરનું વાત્સલ્ય અને અપૂર્વ સદ્દભાવ પોતાની ધર્મપત્ની શ્રીમતી કૈકેયીને આ પ્રકારની માંગણી કરતી જોઈને શ્રી દશરથમહારાજા ઘણા જ ખુશ થયા. ખુશ થયેલા મહારાજાએ શ્રીમતી કૈકેયીદેવીને માંગણી મુજબ કરવાની આજ્ઞા આપી. પતિની આજ્ઞા પામીને અતિશય ઉતાવળ કરીને શ્રીમતી કૈકેયીદેવીએ પોતાના પુત્ર શ્રી ભરત અને અન્ય મંત્રીઓની સાથે શ્રી રામચંદ્રજી પાસે જવાને માટે ચાલી નીકળ્યા. વેગબંધ પ્રયાણ કરતાં શ્રીમતી કૈકેયીદેવી અને શ્રી ભરત બંનેય, છ દિવસની અંદર જે વનમાં શ્રી રામચંદ્રજી છે તે વનમાં પહોંચી ગયા અને એક વૃક્ષના મૂળમાં બેઠેલ શ્રીમતી સીતાદેવીને, શ્રીરામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીને એમ
રિમ-લઢમણને
છે ત્રણેયને જોયાં.
શ્રીમતી કૈકેયીમાતાને શ્રી રામચંદ્રજી પ્રત્યે કેટલું વાત્સલ્ય છે? UP અને શ્રી રામચંદ્રજીને શ્રીમતી કૈકેયીમાતા પ્રત્યે કેટલો સદ્ભાવ છે ? R એ બેય વસ્તુ આ પ્રસંગે ખાસ જોવા જેવી છે. શ્રીમતી કૈકેયીદેવીએ E વૃક્ષ નીચે બેઠેલા શ્રી રામચંદ્રજીને જોયા કે તરત જ તે 'હે વત્સ ! હે B વત્સ !” આ પ્રમાણે બોલતાં એકદમ રથમાંથી ઉતરીને શ્રી રામચંદ્રજી
Page #345
--------------------------------------------------------------------------
________________
તરફ ધસ્યા અને શ્રીમતી કૈકેયીમાતાને જોઈને શ્રી રામચંદ્રજી પણ છે ઉઠીને દોડ્યા અને માતાના ચરણોમાં ઢળી પડ્યાં. આ જ વાતનું છે ? નિરુપણ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજા શ્રી R હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
રથાટુર્ય વૈવેયી, વત્સ વત્સરિ માહિ ? प्रणमन्तं रामभद्रं चुचुंबोपरि मूर्धनि ॥१॥ પઢાવોઃ પ્રમિન્ત, વૈદેહી-નહમવિધિ ? आक्रम्योपरि बाहुभ्यां तारं तारं रुरोद सा ॥२॥
રથથી ઉતરીને “હે વત્સ ! હે વત્સ !” આ પ્રમાણે બોલતાં કૈકેયીદેવી પ્રણામ કરતાં શ્રી રામચંદ્રજીને મસ્તક ઉપર ચુંબન કરવા લાગ્યા અને તે કૈકેયીદેવીને પાદકમળમાં પ્રણામ કરતાં શ્રીમતી સીતાદેવી અને શ્રી લક્ષ્મણજીને પણ પોતાની ભુજાથી આક્રમણ કરીને એટલે વળગી પડીને અતિ ઉચ્ચ સ્વરે રોવા લાગ્યા.”
વિચારો કે આ જાતનું વાત્સલ્ય અને આ જાતનો સદ્ભાવ એ દરેકના હદયની કેવી અને કેટલી ઉત્તમતા વ્યક્ત કરે છે. ઓરમાન પુત્રો અને પુત્રવધૂ પ્રત્યે ઓરમાન માતાનું આવું વાત્સલ્ય તથા ઓરમાન અને વળી પાછા વનવાસમાં જવાનું નિમિત્ત ઊભું કરનારા માતા પ્રત્યે પુત્રોનો અને પૂત્રવધૂનો આવો સદ્ભાવ એ હૃદયની ઉચ્ચ કક્ષામાં આવી શકે એવી ઉત્તમતા વિના કેમ જ સંભવે ? જેઓ હદયની આવી દશા કેળવે તેઓ દુ:ખના પ્રસંગોને પણ સુખમય બનાવી શકે છે.
ઉત્તમ યોગનું ઉત્તમ ફળ પોતાના પુત્રને માટે રાજ્ય માગવામાં ભૂલ થઈ છે અને એ ભૂલ જ આ બધાય ઉલ્કાપાતનું મૂળ છે.” એમ શ્રીમતી કૈકેયીદેવીને જે સમજાયું તે શાથી સમજાયું ? એ વિચારો. જો એ વસ્તુ ન ૩૨૭ સમજાઈ હોત તો આ પ્રસંગ આપણને જાણવા ન મળત. માટે ભૂલ સમજાવનાર કોણ? એ ખાસ વિચારો. વિચારને અંતે કહેવું જ પડશે ? કે એ ભૂલ સમજાવનાર અન્ય કોઈ જ ન હતું પણ એ માતાનો શ્રી ભરત નામનો નિર્મમ અને વિનીત પુત્ર હતો. જો એ પુત્ર વિનીત, નિર્લોભી અને નિર્મમ ન હોત તો માતા આ વસ્તુ ન સમજી શકત. આ વસ્તુ સાથે માતાની ઉત્તમતા અવશ્ય વિચારણીય છે. જો આ માતાના
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #346
--------------------------------------------------------------------------
________________
સત... ભાગ-૨
રિામ-લક્ષ્મણને
સ્થાને કો'ક બીજી માતા હોત તો પોતાના ઉપર આક્રોશ કરનાર પુત્રને એમ કહી દેત કે, “તો તારા માટે ગાદી માંગી હતી છતાં મારા ઉપર દોષારોપણ કરે છે, તો જા મારે તારા જેવા દીકરા ન જોઈએ.' પણ એમ બને જ કેમ? કારણકે આ માતા અને દીકરા જુદા જ હતા.
આ સ્થળે એ સમજી લેવું જોઈએ કે જે પુત્ર માતાની હિતશિક્ષાને ન માને તે કપુત અને પુત્રની સારી ક્રિયા જોઈને જે માતા આનંદ ન પામે તથા આવા ઉત્તમ પુત્રની ઉત્તમતા
જાણીને સંતોષ અને આનંદ પામવાને બદલે સંતાપ પામે તથા A સારી ક્રિયામાં વિધ્ધ કરે તે માતા પણ કુમાતા. જે માતા-પિતા
પોતાના સંતાન પ્રત્યેની ફરજ ચૂકે તે પોતાનું માતા-પિતાપણું ગુમાવે છે અને જે સંતાનો શિરસાવંઘ કરવા જેવી માતા-પિતાની આજ્ઞા ન માને તો પોતાનું પુત્રપણું ગુમાવે છે. કપુત અને કુમાતા તથા કુપિતાનો યોગ જેમ ખરાબ ફળને પેદા કરે છે તેમ ઉત્તમપુત્ર અને ઉત્તમ માતા-પિતાનો યોગ ઉત્તમ ફળને પેઘ કરે છે. આ ઉત્તમ યોગનો જ પ્રતાપ છે કે આવી સ્થિતીમાં ભેગા થયેલ માતા આદિ આ રીતે પરસ્પર ભેટી શકે છે. દરેકના અંતરમાંથી સૌજન્યનો પ્રવાહ રેલાય છે. આ ઉત્તમ ફળ ઉત્તમ યોગનું જ છે. એમાં કોઈથી ઈન્કાર થઈ શકે તેમ નથી.
ત્યારબાદ, भरतोऽपि नमश्चक्रे, रामपाढावुढश्रुदक् । प्रत्यपद्यत मुच्छौँ च, मूर्च्छत्वेदमहाविषः ॥११॥
જેની આંખોમાં અશ્રુઓ ઉભરાઈ રહ્યાં છે, એવા શ્રી ભરત પણ તે સમયે શ્રીરામચંદ્રજીના ચરણોમાં નમસ્કાર કરે છે, અને જેનામાં ખેદરૂપી મહાવિષ વ્યાપ્ત થઈ રહ્યાં છે એવા તે મૂર્છાને પામ્યા.”
વિચારો ! આ અવસ્થા અને આ અવસ્થાનું કારણ, વિના પ્રયાસે વડીલબંધુ ચાલ્યા જાય છે અને વગર માંગ્યે રાજ્ય મળી છે જાય છે એ છતાં પણ શ્રી ભારતની આ દશા થાય છે. એ કેવી Roઉત્તમ દશાનું સૂચન કરે છે. એ અવશ્ય વિચારણીય છે. પારકા * રાજ્યને પડાવી લેવા મથનારાઓએ આ પ્રસંગ અવશ્ય વિચારવા યોગ્ય છે. આ મૂચ્છનું હાર્દ તો આપણને ત્યારે જ સમજાશે કે
જ્યારે શુદ્ધિમાં આવ્યા બાદ શ્રી ભરત પોતાનું હૃદય પોતાના વડીલબંધુ સમક્ષ ખુલ્લું કરશે.
Page #347
--------------------------------------------------------------------------
________________
ઉપાલંભ અને યાચના
પોતાના લઘુબંધુ શ્રી ભરતને મૂર્છિત થયેલ જોઈને શ્રી રામચંદ્રજી સ તેમને સાવધ કરે છે. શ્રી રામચંદ્રજી પ્રત્યે મૂńરહિત બનેલા અને વિનયી એવા શ્રી ભરતે વડીલ પ્રત્યે દઈ શકાય એવા ભક્તિભર્યા ઉપાલમ્ભપૂર્વક પોતાની માંગણીઓ રજૂ કરતાં કહેવા માંડ્યું કે
X X X X X X X X X X X X X X મમમિવ માં ત્યક્ત્વા, થમત્ર ત્વમાનમાં શી राज्यार्थी भरत इति, मातृदोषेण योऽभवत् । મનાવવાઢો હર ત-માત્મના સહ માં નયન્ જી निवृत्त्य यद्वायोध्यायां गत्वा राज्यश्रियं श्रय । વૌનીનશળ્યું મે ભ્રાત-રેવમવ્યયસ્થતિ નગસ્મિમં હિ સૌમિત્રિ-સ્તવામાત્યો મવિષ્યતિ । અ નનઃ પ્રતીહાર, શત્રુઘ્નસ્ત્વાતવપ્રભૃત્ ૪
3
“હે પૂજ્ય ! અભક્તની જેમ ત્યજી દઈ આપ અહીં કેમ પધાર્યા ? મારી માતાના દોષથી મારા ઉપર ‘શ્રી ભરત રાજ્યનો અર્થી છે.' આ પ્રમાણે જે અપવાદ આવ્યો છે તેને આપ પોતાની સાથે લઈ જઈને હરો અથવા તો અહીંથી પાછા ફરીને અયોધ્યામાં જઈને રાજ્યલક્ષ્મીનો આશ્રય કરો. હે બંધો ! એ પ્રમાણે કરવાથી મારી ઉપર આવેલું કુળનાશકપણાનું કલંક પણ ચાલ્યું જશે. હે બંધો ! આપ રાજ્યના સ્વામી બનો એટલે નિશ્ચિત છે કે જગતના મિત્ર એવા શ્રી લક્ષ્મણજી આપના અમાત્ય થશે. આ જન એટલે ભરત આપનો પ્રતીહાર થશે અને શત્રુઘ્ન આપનો છત્રધર બનશે."
ભાગ્યવાનો ! વિચારો ભાગ્યશાળી શ્રી ભરતનાં હૃદયની સુવિશુદ્ધ દશાને ! પોતાની માતાએ પોતાના માટે રાજ્યની માગણી કરી એથી પોતે માને છે કે મારી ઉપર ‘શ્રી ભરત રાજ્યનો અર્થ છે.' આવી જાતનું કલંક આવ્યું. એક રાજપુત્ર રાજ્ય ઇચ્છે એમાં કલંક શાનું ? એવો વિચાર શ્રી ભરતને નથી આવતો. પણ ઉભું શ્રી ભરત રાજ્યનો અર્થ છે એવું લોકો માને એ પોતાના ઉપરનું કલંક છે. એમ પોતે માને છે ! ખરેખર, આ વિચારણા વિવેકીને જ શક્ય છે પણ પૌદ્ગલિક લાલસામાં સેલા માટે શક્ય નથી. વડીલ બંધુ પ્રત્યે તે મહાનુભાવના હૃદયમાં કેટલી ભક્તિ ભરી હશે કે જેથી તે ઉપાલમ્ભપૂર્વક પોતાની માંગણીઓ વડીલ બંધુના ચરણે ધરી શકે છે. જીંદગી સુધી સ્વાર્થમાં રક્ત રહેનારા વડીલને આવી જાતનો
.
ܐ
| 2010
શ્રી ભરતજીનો શજ્યાભિષેક
શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #348
--------------------------------------------------------------------------
________________
સંત.... ભાગ-૨
૩૩૦
........રામ-લક્ષ્મણને
ઉપાલમ્ભ પણ નથી આપી શકતા અને આવી માંગણીઓ પણ નથી કરી શકતાં. નિ:સ્વાર્થી અને સાચા ભક્ત હોવાના કારણે ઉપાલમ્ભ આપતાં કાલુી ભરેલા શબ્દોથી શ્રી ભરતજી પોતાના વડીલબંધુ શ્રી રામચંદ્રજી પ્રત્યે કહે છે કે “હે પૂજ્ય ! એક અભક્તને ત્યજીને ચાલ્યા જાઓ, તેમ મારા જેવા ભક્તને ત્યજીને આપ અહીં સુધી પધાર્યા જ કેમ ?"
આ પ્રશ્નનો શ્રીરામચંદ્રજી ઉત્તર આપે તે પહેલાં શ્રી ભરતજી પોતાના તે પૂજ્ય પ્રત્યે પોતાની માગણીઓ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરતાં કહે છે કે, “હે ભાઈ ! આ આપના પરમભક્ત એવા લઘુબંધુ ઉપર તેની માતાના દોષથી રાજ્યના અર્થીપણાનો કારમો અપવાદ આવ્યો છે અને એ કારમા અપવાદને હરવો એ આપની ફરજ છે. એ હરવા માટે આપ મારી બે માંગણીઓ પૈકીની એક માંગણી સ્વીકારો.”
"આ
બે માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે : (૧) સેવકને આપ આપની સાથે વનમાં લઈ જાઓ.”
આ માંગણીનો જો સ્વીકાર ન કરી શકો તો બીજી માંગણી એ છે કે- (૨) “કૃપા કરીને આપ પાછા ફરી અયોધ્યામાં પધારીને રાજ્યલક્ષ્મીનો આશ્રય કરો.”
આ બેય માંગણીઓ રજૂ કર્યા બાદ પોતાની માંગણીઓનો, પોતાના પૂજ્ય ઇન્કાર ન કરે એથી શ્રી ભરતજી પોતાના બંધુ પ્રત્યે કહે છે કે “હે પૂજ્ય ! આ બેમાંથી એક પણ માંગણીના સ્વીકારથી આ સેવક ઉપરનો અપવાદ સહેલાઈથી ટળી જશે અને પરમકૃપાળુ આપ જો રાજ્યનો સ્વીકાર કરશો તો-તો આ જગતના મિત્ર શ્રી લક્ષ્મણજી આપના અમાત્ય બનશે, આ સેવક આપનો પ્રતિહાર બનશે અને શત્રુઘ્ન આપનો છત્રધર બનશે.”
આ રીતની ઉપાલપૂર્વકની યાચનાઓના-માંગણીઓના ઉત્તરમાં શ્રી રામચંદ્રજી કંઈપણ બોલે એ પહેલાં તો શ્રીમતી RA કૈકેયીદેવી શ્રી રામચંદ્રજી આગળ સહજ પણ અચકાયા વિના પોતાના કારમા દોષોના એકરાર સાથે પોતાના પુત્રના વચનને માનવાની માંગણી દીનતાભર્યા શબ્દોથી ક્ષમા યાચનાપૂર્વક કરે છે. ઉભયપક્ષની ઉત્તમતાનું સુંદર પરિણામ આવા પ્રકારની ઉપાલમ્ભપૂર્વકની માંગણીઓના ઉત્તરમાં શ્રી
Page #349
--------------------------------------------------------------------------
________________
છે છે
રામચંદ્રજી કંઈપણ બોલે એ પહેલાં તો શ્રીમતી કૈકેયીમાતા જ શ્રી રામચંદ્રજીને કહેવા માંડે છે તેનું વર્ણન કરતાં ચરિત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરી મહારાજા ફરમાવે છે કે,
एवं ब्रुवाणे भरते, कैकेय्यप्यब्रवीदिदम् । कुरु भ्रातुवचो वत्स ! सदासि मातृवत्सलः ॥११॥ अन न त्वत्पितुर्दोषो, न दोषो भरतस्य च । कैकेय्या एव दोषोऽयं, सुलभा स्त्रीस्वभावतः ॥२१॥ कौलट्यवर्जा ये केऽपि, ढोषाः स्त्रीणां पृथक पृथक् । તે સર્વે ઋતસંસ્થાની, મલય ઢોરનાવિવ ૩/૪ પત્યુ સુતાનાં તન્માતૃ-નર્ચ ઘ મા તમ્ ? इदं दुःखाकरं कर्म, तत्सहस्व सुतोऽसि यत् ॥४॥
“ભરત આ પ્રમાણે બોલતે છતે શ્રીમતી કૈકેયી પણ એમ બોલવા લાગી છે, હે વત્સ રામ! તું ભાઈના વચનનો સ્વીકાર કર, હે વત્સ ! તું સદાને માતૃવત્સલ છે, હે વત્સ ! આ બનાવમાં તારા પિતાનો શેષ નથી અને ભારતનો પણ દોષ નથી, પણ સ્ત્રી સ્વભાવથી સુલભ એવો આ દોષ કૈકેયીનો જ છે. હે વત્સ ! એક કુલટાપણાના દોષને ત્યજીને બાકીના સ્ત્રીઓના પૃથક્પૃથક્ જે કોઈપણ શેષો છે તે સઘળાંય દોષો, દોષની ખાણ જેવી મારામાં કાયમી સ્નાન કરીને રહેલા છે, હે વત્સ ! પતિને, પુત્રોને અને મારા પરિવારને દુ:ખોની ખાણ સમું મેં આ જે દુષ્કર્મ કર્યું છે. તેને તું સહન કર કારણકે તું પુત્ર છે."
ભાગ્યવાનો ! વિચારો શ્રીમતી કૈકેયીમાતાની આ દશા ! એકવાર મોહાધીનતાના પ્રતાપે નહિ કરવા યોગ્ય માંગણી કરી તો દીધી, પણ એનું પરિણામ વિપરીત આવતું જોયું કે તરત જ હૃદય પલટાયું. ઉત્તમ આત્માઓમાં આવી જ ઉત્તમતા વસે છે કે જે ઉત્તમતા આવતા વિપરીત પરિણામોને એકદમ અટકાવી શકે છે અને અતિશય સુંદર પરિણામને આણી શકે છે. અનુપમ ઉત્તમતા વિના આ જાતનું કથન પોતાના પુત્રો અને પુત્રવધૂ સમક્ષ કરવું એ શું શક્ય છે? પણ ઉત્તમતા એ વસ્તુ જ એવી છે કે સત્ય એકરાર કરવા આત્માને પ્રેરે છે. એ ઉત્તમતાની પ્રેરણાથી કૈકેયીમાતાએ સાફ-સાફ શબ્દોમાં કહ્યું કે,
૧. હે વત્સ ! તું આ તારા ભાઈના વચનને માન ! ૨. હે વત્સ ! તું સદાય માતા પ્રત્યે સ્નેહાળ છે,
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક ૪
શ્રી દશરથજીની દીક્ષા....૧૩
Page #350
--------------------------------------------------------------------------
________________
8-cd ""P???
૩૩૨
.........મ-લક્ષ્મણન
૩. આ જે કારમો બનાવ બની ગયો તેમાં તારા પિતાનો કે ભરતનો દોષ નથી, પણ સ્ત્રીસ્વભાવથી સુલભ એવો આ દોષ આ તારી માતા કૈકેયીનો જ છે.
૪. ખરેખર, હું દોષની ખાણ જ છું. એ જ કારણે એક કુલટાપણાના દોષને છોડીને જેટલા ઘેષો ભિન્ન ભિન્નપણે સ્ત્રીઓમાં રહેલા હોય છે. તે સઘળાં દોષો મારા પોતામાં પણ વાસ કરીને રહેલાં છે.
૫. પતિને, પુત્રોને અને માતાઓને આ અતિશય દુ:ખ ને કરનારું જે કાર્ય છે, તે હે વત્સ ! તું સહન કર, કારણકે તું સમજુ ને ઉઘર છે.
શાન્તિ અને સદ્ભાવભર્યો જવાબ
નીતરતી આંખે એવું-એવું બોલતાં શ્રીમતી કૈકેયીમાતા પ્રત્યે એક સુપુત્રને છાજતો શાંત અને સદ્ભાવપૂર્વક જવાબ આપતા શ્રી રામચંદ્રજીએ કહ્યું કે,
X X X X X X X X X X X X X ?
તાતસ્ય સુનુ મ્રૂત્વાä, પ્રતિજ્ઞાત ત્યનાભિ વમ્ શ્ર तातेन दत्तमेतस्मै, राज्यं हानुमतं मया अस्त्वन्यथा कथंकारं, वाग् द्वयोर्जीवतोरपि ॥२॥
‘હે માતાજી ! હું શ્રી દશરથમહારાજા જેવા પિતાનો પુત્ર થઈને મેં સ્વીકારેલી પ્રતિજ્ઞાને કેમ ત્યજું ? પિતાજીએ આ શ્રી ભરતને રાજ્ય આપ્યું છે અને મેં વનવાસ માંગેલ છે. તો એ વાણી અમારા બેના જીવતાં છતાં અન્યથા કઈ રીતે થાય ?
ܐ
શ્રી રામચંદ્રજીએ આવા પ્રકારનો જવાબ દઈ પોતાને લેવા માટે આવેલા માતા અને ભાઈને એકદમ મૂક જ બનાવી દીધા. આ જવાબમાં શ્રીરામચંદ્રજીએ સાફ-સાફ સૂચવી દીધું કે, દશરથ રાજાનો દીકરો પોતાની પ્રતિજ્ઞાને તજે એ કલંક છે. અને શ્રી દશરથમહારાજાની અને પુણ્ય પિતાના પુત્ર રામની વાણી એ ઉભયના જીવતાં તો અન્યથા ન જ થાય.
પોતાની પ્રતિજ્ઞા અને પોતાની વાણીનો જેને ખ્યાલ હોય એવા આત્માઓ પ્રાણાન્તે પણ પોતે જ સ્વીકારેલું હોય તેને અન્યથા નથી કરી શકતાં. પિતાનું વચન સફળ કરવા માટે વનવાસ સ્વીકારવાનું બોલીને ચાલી નીકળેલા શ્રીરામચંદ્રજી અયોધ્યામાં પાછા ફરીને
Page #351
--------------------------------------------------------------------------
________________
W
રાજ્યનો આશ્રય કેમજ કરે ? પિતાનું અને પોતાનું એમ ઉભયનું વચન ફોગટ જાય એવું વર્તન શ્રી રામચંદ્રજી જેવાથી કેમ જ થઈ શકે RA ? અને શ્રી રામચંદ્રજીના આ જવાબની સામે કુળધર્મને સમજનાર શ્રીમતી કૈકેયીદેવી અને ભરત બોલે પણ શું ? વ્યવહારમાં પણ આવું શુદ્ધ જીવન ગુજારનાર આત્માઓ અવસર આવ્યે અને ઉલ્લાસ જાગ્યે પ્રભુધર્મની આરાધનામાં કમીના પણ શું રાખે ? વ્યવહારની ઉચિત આચરણાઓ પણ આત્માને ધર્મની આરાધનામાં સહાયક છે. આવા બનાવોનું દર્શન ઉત્તમ આત્માઓના જીવનમાં જ શક્ય છે. શ્રી રામચંદ્રજીના શાંત અને સદ્ભાવભર્યા જવાબથી વાતાવરણમાં મૌન છવાઈ ગયું અને સૌ સ્તબ્ધ બની ગયા.
રામચંદ્રજીનાં શુભહસ્તે રાજ્યાભિષેક
આવા પ્રકારના પ્રશ્નાત્મક પ્રત્યુત્તરમાં શ્રીમતી કૈકેયી માતા પાસે બોલવાનું કંઈ જ નહિ હોવાથી તે સ્તબ્ધપણે જ ઊભા રહ્યાં. પોતાના જવાબનું ધારેલું પરિણામ આવેલું જોઈને શ્રી રામચંદ્રજીએ વધુમાં વધુ કહ્યું કે,
तदस्तु भरतो राजा, व्हयोरपि निदेशतः । अस्यास्म्यहमनुल्लंघ्यो, मम तात इवाम्बिके ! ||१||
‘હે માતાજી ! હું મારી પ્રતિજ્ઞાને ત્યજી શકું તેમ નથી. પિતાજીનાં જીવતાં અને મારા જીવતાં અમારા ઉભયની વાણી અન્યથા થઈ શકે તેમ નથી. તે કારણે અમારા બેયની આજ્ઞાથી પણ શ્રી ભરત રાજા હો, વળી હે માતાજી ! આ શ્રી ભરતને માટે મારા પિતાજીની જેમ હું અનુલ્લંઘ્ય છું. એટલે કે જેમ મારા પિતાજીની આજ્ઞા ભરત માટે ન ઉલ્લંઘી શકાય તેવી છે, તેમ મારી આજ્ઞા પણ ભરતને માટે ન ઉલ્લંઘી શકાય તેવી છે."
શ્રી રામચંદ્રજીના આ જવાબનો ઉત્તર આપવાની તાકાત નહોતી માતાશ્રીમતી કૈકેયીમાં કે નહોતી બંધુ ભરતમાં. એટલે એ બંને તો સ્તબ્ધ થઈને મૌનપણે સ્થિત હતાં અને શ્રી રામચંદ્રજી પણ કરવા યોગ્ય કાર્ય એકદમ આટોપવા માગતા હતા. એટલે इत्युक्त्वोत्थाय काकुत्स्थः, सीतानीतजलैः स्वयम् । રાન્ટેડક્ષ્યબિંઘમત, સર્વસામંતસાક્ષિકૢ ૨૨}
“એ પ્રમાણે કહીને શ્રી રામચંદ્રજીએ પોતે શ્રીમતી સીતાએ લાવેલા જળથી સર્વ સામંતોની સાક્ષીમાં શ્રી ભરતનો રાજ્ય ઉપર અભિષેક કર્યો.” વિચારો કે ઉત્તમ આત્માઓનાં અંતરમાં કેવા પ્રકારની ઉદારતા
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
૩૩:
શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #352
--------------------------------------------------------------------------
________________
હોય છે. અનુપમ કોટિની ઉદારતા વિના આ કાર્ય કોઈ પણ રીતે
શક્ય નથી. પતિ વન વેઠે અને દેવર રાજા બને એ કંઈ સ્ત્રી સહન કરે ? શ્રી રામચંદ્રજી સમજાવવાના કાર્યમાં સફળ થયાં તો શ્રીમતી સીતાદેવીએ અભિષેક જરૂરી પાણી લાવીને રજૂ કર્યું. સમજાવવા માટે જરૂરી કથન પૂર્ણ કરીને તરત જ શ્રી રામચંદ્રજી ઉઠ્યા અને એકદમ શ્રીમતી સીતાદેવીએ લાવેલા પાણીથી સઘળાય સામંતોની હાજરીમાં પોતાના લઘુબંધુ શ્રી ભરતને રાજ્ય ઉપર અભિષિક્ત કરી દીધા. જોતજોતામાં બની ગયેલો આ બનાવ કોને આશ્ચર્ય ઉત્પન્ન ન કરે ? શ્રી રામચંદ્રજીને પાછા લાવવા માટે ઉત્સાહભેર આવેલ ૩૩૪ શ્રીમતી કૈકેયીમાતા, શ્રી ભરત અને અમાત્યો આદિ તો એકદમ વાતમાં જ બની ગયેલા આ બનાવથી ચકિત જ થઈ ગયા.
સીત.... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
रामः प्रणम्य कैकेयीं, संभाष्य भरतं यथा । વિસસનું વ્રતસ્થે જ્ઞ, વ્રુક્ષ્મ હાિળાં પ્રતિ રો “પિતાજીના વચન પાલન ખાતર રાજ્યથી પણ નિ:સ્પૃહ બનેલા શ્રી રામચંદ્રજીએ અભિષેક કર્યા બાદ પ્રેમપૂર્વક શ્રીમતી કૈકેયીમાતાને પ્રણામ કરીને અને શ્રી ભરતને સંભાષણ કરીને વિસર્જન કર્યા અને પોતે દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું."
ભરતે સ્વીકારેલું રાજ્ય પ્રતિજ્ઞાનું પાલન કરવાની દૃઢતા આત્માને ગમે તેવા પ્રસંગમાં પણ ચલિત થવા દેતી નથી. એનું આ પ્રસંગ સુંદરમાં સુંદર પ્રતિપાદન કરે છે. પિતાની આજ્ઞાથી વનમાં જવાનો પ્રસંગ ઉભો કરનાર માતા પોતે જ બોલાવવા આવે, પિતાએ જેને રાજ્ય આપ્યું હતું તે જ ભાઈ પાછા અયોધ્યા પધારવાની ન ઠેલી શકાય એવી આજીજીભરી અભ્યર્થના કરે, પિતાજી પણ પોતાનું પાછા ફરવું હૃદયથી ઇષ્ટ ગણે અને સારીએ પ્રજા પોતાને ઝંખે એવી દશામાં પણ આ રીતે નાના ભાઈને રાજ્ય આપીને ચાલ્યા જવું એ નાનીસૂની વાત નથી જ.
ભલે એ વાત નાનીસૂની ન હોય પણ શ્રી રામચંદ્રજીએ તો પોતાની વાતને તદ્દન નાનીસૂની બનાવી દીધી અને એથી નિરૂપાય બનેલા શ્રી ભરતજી પણ એ વાતનો ઇન્કાર ન કરી શક્યા. પોતાના વડીલબંધુએ ત્યાં જ કરેલા રાજ્યાભિષેકથી
ययावयोध्यां भरतस्तत्र चाखंडशासनः રીવદ્રે રાક્ષાર, વિતíતુશ્વ શાસનાત્ જર
ܐ
Page #353
--------------------------------------------------------------------------
________________
છે R.
જેનું શાસન અખંડ છે એવા શ્રી ભરતજી અયોધ્યા નગરીમાં પાછા ગયા અને તેમણે પિતા શ્રી દશરથમહારાજાની તથા વડીલ ભાઈ શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી રાજ્યભારનો સ્વીકાર ક્ય.”
આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી ભરતજીએ પોતે સ્વીકાર નથી ક્ય પણ નિરુપાયે પિતા તથા વડીલબંધુના હુકમથી તેમને રાજ્યનો સ્વીકાર કરવો પડ્યો છે. આવા પુત્ર અને આવા બંધુ વિશ્વમાં વિરલ જ હોય છે. આવા વિરલ આત્માઓનું જીવન ખૂબ-ખૂબ વિચારણીય હોય છે. આવી સ્થિતિમાં પણ હૃદયને નિર્લેપ રાખવું એ સહજ નથી. ઉત્તમ આત્માઓ જ આવી સ્થિતિમાં નિર્લેપ રહી શકે છે.
દશરથ મહારાજાની દીક્ષા આ રીતે પોતાના વચનનું પાલન પૂર્ણ થવાથી શ્રી દશરથમહારાજાએ શું કર્યું એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
महामुनेः सत्यभूतेः, पाचे दृशरथोऽप्यथ । મૂસા પરિવાર, સમં ઢામુપાદે રાતે
પોતાના વચનનું પાલન થયા પછી શ્રી દશરથ રાજાએ પણ ઘણા પરિવારની સાથે શ્રી સત્યભૂતિ નામના મહામુનિની પાસે દીક્ષા અંગિકાર કરી.”
પુણ્યપુરુષો છતી સામગ્રીએ આત્મકલ્યાણની સાધનાને કદી ચૂકતા જ નથી. જીવનસાધનાના ઉપાય અવસરે આરાધી લેવો તે કલ્યાણના કામી ની અનિવાર્ય ફરજ છે. એવી ફરજને સામગ્રીના સદ્ભાવમાં પણ તેઓ જ અદા ન કરે જેઓ મનુષ્યભવની મહત્તાને ન સમજ્યા હોય. મનુષ્યભવની મહત્તાને સમજનાર દશરથ મહારાજા જીવનને સફળ બનાવનારી દીક્ષાને છતી સામગ્રીએ અવસરે પણ આરાધ્યા વિના કેમ જ રહે ?
શ્રી રામચંદ્રજી અવંતિ દેશમાં સ્વ-શ્રવનવાસેન, મરત: શાન્વિતો હરિ ? अर्हत्पूजोद्यतोऽरक्षढ़ाज्यं, यामिकवत्सुधीः१११॥
પિતાજીના દીક્ષિત થયા બાદ પોતાના ભાઈના વનવાસથી હૃદયમાં દુઃખી અને શ્રી અરિહંત પરમાત્માની પૂજામાં ઉઘત અને સુંદર બુદ્ધિને ધરનારા શ્રી ભરતજી યામિકતી - દ્વારપાળની જેમ રાજ્યનું રક્ષણ કરવા લાગ્યા.”
આવી દશામાં રહેતો આત્મા સંસારના કારમાં બંધનોથી પર
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
શ્રી દશરથજીની દીક્ષા...૧૩
Page #354
--------------------------------------------------------------------------
________________
સતત ભાઇ-૨
રહે એમાં આશ્ચર્ય શું છે ? લઘુવયમાં રાજ્યનું સ્વામિત્વ મળતા છતાં મદાવિત ન બનવું અને ઉદાસીનભાવે રાજ્યનું રક્ષણ કરવામાં દત્તચિત્ત રહેવું એ સંસાર પ્રત્યે ઉદાસીનતા વિના શક્ય જ નથી.
જ્યારે આ બાજુ શ્રી ભરતમહારાજા રાજ્યશાસન કરી રહેલા છે ત્યારે આ બાજુ
सोमिनिमैथिलसुतासहितोऽथ रामो । गच्छ बतीत्य गिरिमध्वनि चित्रकूटम् । आसाढयत्कतिपयैर्दिवसैरवंति-। देशैकदेशमवनि स्थित देवढेश्यः ॥१॥
શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને મહાસતીજીની સાથે વનવાસના પ્રમાણમાં આગળ વધતાં વધતાં ક્રમે કરીને માર્ગમાં ચિત્રકૂટ પર્વતને લંઘીને કેટલાક દિવસો બાદ અવંતિદેશના એક પ્રદેશમાં પહોંચ્યા.
-શ્રી દ્વિતીય ભાગ સમાપ્ત -
() ) હજી
o
Page #355
--------------------------------------------------------------------------
________________
S
સૂરિમંત્ર સમારાધન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થમાળા • ગૌતમૈ937 સ્ટીરું • ક્રેન ત્રિ • નૈપુત્ર ત્રિમ્ ટીફ્ટ • સર્સ્ટટ્ટશિફ્ટ • ਦ ਕੈਦਹਬ ਦੇਹਿ • 877ધ્યયન થસંગ્રહ •जीतकल्पसूमम् कल्प व्यवहार-निथिसूत्राणि च • ઉદ્દે કરીર (). • ਕਰਥ ਕੇਵਕ ਝਝਦੁਧਾਰੂ ਸਟੀਕਰ • વરૂણને સ્પ્રંગ્રહ • रत्नपाल नृपचारित्रम् • ગૌત* $cરુન્ •पंचस्तोत्राणि • કૃઢ રજૂ • 27ઢને વિવરણ - ટીરું - ભારત प्रश्नपद्धति-सानुवाद
શ્રી મુક્તિ-મહોદય ગ્રન્થમાળા • યોગદષ્ટિ સક્ઝાય (સાર્થ) • જીવન જ્યોતના અજવાળા સૂરિરામ સક્ઝાય સરિતા સાધના અને સાધક સુપાત્રદાન મહિમા વિધિ • પ્રશ્ન પદ્ધતિ
પાપમુક્તિ અર્થાત્ ભવ આલોચના-૧-૨ • અબ મોહે સમ્યગદર્શન દીજીએ... પંચ પ્રતિક્રમણ સૂત્ર
હું તો માંગુ સમ્યગ્દર્શન • બાલ રામાયણ • જન 87Rાય? •पापमुक्ति अर्थात् भव आलोचना १-२ - પાપમુ&િ – મર 7ોરના ૧• છું રે મ »ë ? • શ્રી દયપ્રદીપ ષિિત્રશિકા • શ્રી વીશસ્થાનક તપ મહાપૂજા
વ્યાખ્યાન વાચસ્પતિ ગ્રન્થમાળા ૧. ધોધ ધર્મ દેશનાનો. ૨. પરમગુરુની જીવન સંધ્યા
(ઢળતી સાંજની દ્વિતિયાવૃત્તિ ૩. બોધદાયક કથાઓ. ૪. સાધુવેશનો મહિમા ૫, જગગુરુ આચાર્ય ભગવાન વિજય
હીરસૂરીશ્વરજી મહારાજ ૬. પરિચય પુસ્તિકા ૭. કરાલ કલિકાળ. • ૨૪R ી નીવજ#Q7
મુક્તિકિરણ હિન્દી-ગુજરાતી ગ્રંથમાળા ૧. ગુણ ગાવે સો ગુણ પાવે ૨. સાગરકાંઠે છબછબીયા ૩. વાણીવર્ષા ૪. કરીએ પાપ પરિહાર ૫. મનના ઝરુખે ૬. પ્રભુવીર અને ઉપસગો. ૭. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રમ્ ભાગ-૧ ૮. પ્રભુવીરના દશ શ્રાવકો ૯. નવપદ શરણા ૧૦. ભગવાન શ્રી વવામીજી ૧૧. ગાગરમાં સાગર, ૧૨. હું આત્મા ૧૩. મન પૂરું કોગ્રી ૧૪.રભુવીર છે ટૂe? શ્રાવ ૧૫. મુવીર પુર્વે ૩૨w ૧૬. નવરઃ હી હારી છે ૧૭. ૨૬ સૌર
પ્રકાશિત થનારા પુસ્તકો. શ્રી જયાનંદકેવલી ચરિત્ર
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્મૃતિમંદિર પ્રકાશનના સદસ્યોની દ મુખ્ય આધારસ્તંભ: *શ્રી દિનેશકુમાર અચલદાસ શાહ, અમદાવાદ આધારસ્તંભ :
* શાહ ચીમન પોપટલાલ પીલુચાવળા (સુરત) $ * સદૈવ સ્મરણીય સહયોગી :
* શાહ હસમુખભાઈ અમૃતલાલ, લાડોલ * શ્રેષ્ઠિવર્ય શ્રી કેસરીચંદ મોતીચંદજી શાહ, દમણ મોભી:
*પૂ. મુનિરાજ શ્રી ચારિત્રસુંદર વિજયજી મ. સ્મૃતિ & * શ્રી સમરથમલજી જીવાજી વિનાકીયા પરિવાર - પૂના
* શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ, સુભાનપુરા-બરોડા * પ્રેમિલાબેન વસંતલાલ સંકલેચા પરિવાર, સેલવાસ-વાપી સહાયક : * પરમગુરુ સૂરિત્રય સંયમસુવર્ણોત્સવ સ્મૃતિ * પૂ.સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજીની સ્મૃતિ નિમિત્તે હ.કૈલાસબેન *પૂ.સા.શ્રી ચારિત્રરત્નાશ્રીજી મ. વર્ધમાન તપ સ્મૃતિ * શ્રીમતી શોભનાબેન ચંપકલાલ કોઠારી, મુંબઈ *શ્રીમતી ગુલાબબેન નવિનચંદ્ર શાહ, મુંબઈ * શેઠશ્રી પન્નાલાલ ઝુમખરામ, મુંબઈ * શેઠશ્રી ગેનમલજી ચુનીલાલજી બાફના, કોલ્હાપુર * શ્રી સંભવનાથ વાંચના સમિતિ, મુંબઈ * શેઠશ્રી તરુણભાઈ પોપટલાલ, લાડોલ * મીનાક્ષીબેન સાકરચંદ હ. કુંજેશ, મુંબઈ * શેઠશ્રી જેસીંગલાલ ચોથાલાલ મેપાણી, મુંબઈ * શ્રીમતી વિમલાબેન રતિલાલ વોરા, મુંબઈ * શેઠશ્રી પ્રવિણકુમાર વાલચંદ શેઠ, નાસિક * શેઠશ્રી બાબુલાલ મંગળજી ઉંબરીવાલા, મુંબઈ * શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, આણંદ * તૈનાબેન રમેશચંદ્ર કાન્તીલાલ ચોક્સી * શ્રી મહેન્દ્રભાઈ મગનલાલ શાહ, અમદાવાદ *માતુશ્રી લક્ષ્મીબેન કેશવજી છેડા, મુંબઈ (ગામ-ભચાઉ) * શ્રીમતી રૂક્ષ્મણીબેન પ્રાણલાલ છગનલાલ શેઠ પરીવાર, મલાડ-મુંબઈ * શ્રીમતી કલાવતીબેન કીર્તિકુમાર શાહ, લોદ્રા
આofજીujરાણાનો ઉજાસ અને મુક્તિપથ પર
H2o
( હિન્દી માસિક/ગુજરાતી પાક્ષિક
આજીવન લવાજમ રૂ. ૭૫૦ પ્રકાશક :શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન અમદાવાદ
Page #357
--------------------------------------------------------------------------
________________
રામયણ અને રેશમ
સિદ્ધહસ્તલેખક પૂ.આ.શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય-વિરચિત ૧૦ પર્વો/વિભાગોમાં વિસ્તૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રનાં સાતમાં પર્વમાં રામાયણ તરીકે પ્રસિદ્ધ કથાવસ્તુ વર્ણિત છે. શલાકા-પુરુષનો અર્થ ઉત્તમ પુરુષ થાય. એથી સાર્થક નામ ધરાવતાં આ ચરિત્રમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, નવનવની સંખ્યા ધરાવતા બળદેવો-વાસુદેવો અને પ્રતિવાસુદેવોનાં જીવન રજૂ થયાં છે. શ્રી મુનિસુવ્રત સ્વામીજી ભગવાનના કાળમાં થઈ ગયેલા આઠમાં બળદેવ રામચન્દ્રજી, વાસુદેવ રાવણ અને પ્રતિવાસુદેવ લક્ષ્મણજીની જીવન-કથા એટલે જ રામાયણ !
રામાયણ એટલે રજોહરણની ખાણ ! આ જાતનો સૌ પ્રથમ પરિચય જૈન જગતને કરાવનારા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ હતા. વિ.સં. ૧૯૮૫/૧૯૮૬ની સાલમાં મુંબઈ લાલબાગ ભૂલેશ્વરના આંગણે આ જ પૂજ્યશ્રીએ જૈન રામાયણના આધારે આપેલાં પ્રવચનોના પ્રભાવે જ જૈન જગતને એવો ખ્યાલ આવવા પામ્યો હતો કે, જૈન રામાયણ એટલે જ રજોહરણની ખાણ ! જેમાં પાને પાને અને પાત્ર પાત્ર જોવા મળે દીક્ષાનું સન્માન !
રામાયણની રસધારાના સૌ પ્રથમ ઉદ્ગાતા બનવાનું શ્રેય જેમના શિરે અભિષેકી શકાય, એવા આ પૂ. પ્રવચનકારશ્રી જ આગળ જતાં વ્યાખ્યાન વાચસ્પતિ પ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ આ રીતની અનોખી ઓળખાણ અજૈનોને પણ આપવાના યશભાગી બનવા સફળ રહ્યા હતા. વિ.સં. ૨૦૦૭માં અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં પ્રતિ રવિવારે જાહેર પ્રવચનો રુપે પૂ. પ્રવચનકારશ્રીએ રામાયણના માધ્યમે સંસ્કૃતિનો સંદેશ સુણાવ્યો અને અમદાવાદનાં અનેક દૈનિકોએ સ્વયંભૂ પ્રેરણાથી પ્રેરિત બનીને એ સંદેશનો જે રીતે વ્યાપક ફેલાવો કર્યો, એના પ્રતાપે જ અજૈન જગતને પણ એ વાતનો ખ્યાલ આવવા પામ્યો કે, જૈનોનું પણ એક અદભુત રામાયણ છે અને સંસ્કૃતિના અજોડ આદર્શથી એ સમૃદ્ધ છે.
આમ, જૈન-અજૈન જગતમાં રામાયણના પ્રથમ પ્રવક્તા- પ્રવચનકાર તરીકેનાં માનસન્માનના એકમાત્ર અધિકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં શ્રીમુખે વિવેચિત જૈન રામાયણની પુસ્તક શ્રેણીને વાંચીશું, તો રામાયણ એટલે રજોહરણની ખાણ અને રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ-આ જાતનો પરિચય કેટલો બધો યથાર્થ છે, એ સમજાઈ ગયા વિના નહીં જ રહે. આ શ્રેણીનું આકર્ષક સંપાદન-સંકલન કરીને પ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજીએ તથા પ્રકાશનલાભ લઈને પિંડવાડા નિવાસી લાલચંદજી છગનલાલજી પરિવારે અદ્દભુત ગુરુભક્તિ અદા કર્યાનો અહેસાસ પણ સાથે સાથે થશે જ. (જૈન રામાયણ: રજોહરણની ખાણ : ભાગ-૧
પ્રસ્તાવનામાંથી)
Page #358
--------------------------------------------------------------------------
________________ PAo . સાંસારિ ઉપર અરવિ વૈરાગ્ય કે | વેરાગ્ય એ એવી વસ્તુ છે ? ના જે અને નિમિતોથી ઉત્પન્ન થાય છે. અને કોઈ પણ નિમિત્ત પામીને ઉત્પન્ન થયેલો T કરો ય ઉપાદેય જ છે.) ન ભ વતી નિર્ગુણતા જોનાર કે leahThe] રિટ છે A ને ન રા યના અસ્તિત્વનો કરી ! આ (3ીર કે વામાં આવ્યો છે. તીખારામ ના નારા સારા ties s ની ઓ ii આશાબુજંલ E 1. Gરા ધ 1 એકી જ વાત =ાની ના પાકો ની કે ઉં તો લ 2c1 - વ્યારા 6 I