________________
-)cD).
૧૯
રિમ-લઢમણને
જનક મહારાજાની વિદેહા નામની ભાર્યાએ, યોગ્ય સમયે એકી સાથે પુત્ર અને કન્યા ઉભયને જન્મ આપ્યો. જે સમયે શ્રીમતી વિદેહા દેવીએ પુત્ર અને કન્યાને જન્મ આપ્યો તે સમયે સાધુપણાને પામવા છતાં અને પાળવા છતાં પણ અતિસુંદરી ઉપરના પ્રેમને નહિ તજી શકેલા પિંગલ નામના ઋષિ મરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાંની સાથે જ તે દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ જોયો. પૂર્વજન્મમાં પોતે પોતાના દુશ્મન તરીકે માનેલા કુંડલમંડિતને તે સમયે શ્રી જનક રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયેલો જોયો. પોતાના વૈરીને રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયેલો જોઈને પૂર્વના વૈરથી તે દેવને એકદમ રોષ ઉત્પન્ન થયો. એ રોષના પ્રતાપે તે દેવે તેને જન્મ પામતાંની સાથે જ હરી લીધો. અને હરી લીધા પછી તેણે વિચાર કર્યો કે શું આને હું શિલાના તલ ઉપર અફાળીને એકદમ મારી નાંખ્યું?
ભાગ્યવાનો ! વિચારો આ અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણવાનું પરિણામ? કુંડલમંડિતને શત્રુ તરીકે જાણનાર એ અવધિજ્ઞાની દેવ, પોતાની જાતને શત્રુ તરીકે ન જોઈ શક્યો, સંયમમાં સેવાયેલી દુર્ભાવનાને પણ ન જોઈ શક્યો, અને એક કંડલમંડિતને શત્રુ તરીકે જોઈને તેને શિક્ષા કરવા જતાં એના માતાપિતા આદિ અનેકને શિક્ષા થઈ જાય છે. એનું ભાન પણ તેને ન રહો. આ બધાયમાં આપણને આવેશજન્ય અજ્ઞાનના ઉત્પાત વિના બીજું શું દેખાય છે ? એવા કારમા અજ્ઞાનના પરિણામે જ્ઞાન પણ અકાર્યના ઉપયોગમાં ઉપયોગી થઈ જાય છે, એવી દુર્દશા ન થઈ જાય એ કારણે પ્રતિસમય જ્ઞાનના ફળને લક્ષ્યમાં રાખવું જોઈએ.
આવેશથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનના પરિણામે અવધિજ્ઞાની દેવમાં દુર્બુદ્ધિ જાગી અને અકાર્ય કરી પણ દીધું પણ દેવને પોતાના જ્ઞાનનો સદુપયોગ કરવાનું મન થઈ આવ્યું. એના પરિણામે એ દેવના હદયમાં એવા પ્રકારની સભાવના જન્મી કે જેથી આખીએ દશા જ ફરી ગઈ. એવી શુદ્ધ દશાનો આર્વિભાવ થવાના કારણે શુદ્ધ
અને શાન્તહદયી બનેલા તે દેવે વિચાર્યું કે “પૂર્વભવમાં મેં જે દુષ્કર્મને SIP આચર્યું હતું તેનું ફળ તો મેં ઘણા કાળ સુધી ઘણા ભવોમાં અનુભવ્યું I અને દેવયોગે શ્રમણપણાને પામીને આ ભવમાં આટલી ભૂમિને હું
પામ્યો છું. તો હવે ફરીને આ બાળકને હણવાનું પાપકર્મ કરીને શા માટે હું અનંતભવ કરનારો થાઉં?"
SAID)