________________
ભાગ-૨
સતત
સુંદર મર્યાદાશીલતા આ રીતે શ્રી દશરથ મહારાજા એક સુંદર સામ્રાજ્યના અને આવા સુંદર રમણીરત્નોના સ્વામી છતાં પણ વિષયસુખના ભોગવટામાં કેવા મર્યાદાશીલ હતા ? એનો ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
सुखं वैषयिकं ताभि र्बुभुजे भूभुजां वरः ।
अबाधमानो धर्मार्थी, स विवेकिशिरोमणिः । ૧૪૩ “ભૂમિને ભોગવનારાઓમાં શ્રેષ્ઠ અને તેમ છતાં પણ વિવેકીઓમાં
શિરોમણી સમા શ્રી દશરથ મહારાજા તે ત્રણેય રમણીઓ સાથે વિષય સંબંધી સુખને એવી રીતે ભોગવતા હતા કે જેનો ભોગવટો કરતા ધર્મ અને અર્થને બાધા ન પહોંચે.”
આથી સમજી શકાશે કે ભોગનો ત્યાગ ન જ કરી શકાય અને ભોગોને ભોગવવા જ પડે, તો ભોગોના ભોક્તાએ ધર્મ અને અર્થને બાધ ન જ થવા દેવો જોઈએ. જે આત્માઓ ભોગાસક્ત બનીને અર્થના ઉપાસક અને ધર્મના ઘાતક બને છે તે આત્માઓ સભ્ય દુનિયામાં પણ ફીટકાર પાત્ર બને છે. વિવેકી આત્માઓ માટે ભોગોનો ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, છતાં પણ જો કર્મની પરાધીનતા આદિના કારણે ભોગોનો ત્યાગ ન જ બની શકે તો મર્યાદાશીલ તો અવશ્ય બનવું જ જોઈએ. મર્યાદાહીન ભોગીઓ પ્રભુશાસનમાં નિર્વિવેકી ગણાય છે. અને એવા વિવિવેકી આત્માઓ પ્રાય: ધર્મને પામવા માટે પણ અધિકારી ગણાય છે. ભોગોના ભોગવટામાં અર્થ અને કામને બાધ નહિ લગાડવારૂપ મર્યાદાશીલતા
એ ધર્મના અધિકારીપણાના ગુણો પૈકીનો એક ગુણ છે. એ ગુણ છે. પ્રત્યેક ધર્મના અર્થીએ અવશ્ય આદરવો જોઈએ.
રામ-લક્ષમણને