________________
પુણ્યોદયના
અભયકવચના
પ્રભાવે
૭
ત્રિખંડાધિપતિ રાજા રાવણ નિર્મળ સમ્યગ્
દર્શનના પ્રભાવે પ્રભુ વચનથી ભાવિત છે, તેથી જ એક નૈમિત્તિકને તેમણે જે પ્રશ્ન કર્યો છે તે તેઓના વિવેકને છાજતો પ્રશ્ન છે. પણ તેનો જવાબ સાંભળીને બંધુસ્નેહથી મોહિત બિભીષણે જે પ્રલાપ કર્યો, જે પ્રતિજ્ઞા કરી અને જે કારમું કૃત્ય કર્યું છે તે નર્યો મોહનો વિલાસ છે એમ સ્વીકાર્યા સિવાય ક્યાંથી ચાલે ?
જો કે રાવણની સભામાં બનેલી આ આખી જ ઘટના ત્યાં હાજર શ્રીનારદજીએ જાણી, તેઓ સાધર્મિક એવા શ્રી દશરથ અને શ્રી જનકરાજાને ચેતવી ગયા, તેઓ ગૂઢમત્રણાકુશળ મન્ત્રીઓના બુદ્ધિબળે બાલ-બાલ બચી ગયાં. બિભીષણની પ્રતિજ્ઞા-પ્રવૃત્તિ નિષ્ફળ જ રહી. પુણ્યોદયનું અભયકવચ શું કામ કરે છે તેનું પ્રત્યક્ષદર્શન અને મોહવિલાસની વિવશતા આ ઘટનામાં જોવા મળે છે. અયોધ્યાપતિ શ્રી દશરથરાજાના રાજગૃહીમાં નિવાસ સુધીની વાત આ પ્રકરણમાં પૂજ્યપાદશ્રીના શબ્દોમાં આપણે જોઈએ.
-શ્રી
૧૪૭