________________
સીતા... ભાગ-૨
૧૫૩૭
........રામ-લક્ષ્મણન
ભક્ષણથી જીવવાની આશા રાખનારા છે. પુણ્યનો પ્રતાપ વિના પ્રયત્ને આપત્તિથી બચવાનાં સાધનો ઉભા કરે છે. એ વસ્તુનો સાક્ષાત્કાર આપણને શ્રી રાવણની રાજસભામાં શ્રી નારદજીની હાજરી કરાવે છે. વિચારકને એમ લાગે કે આવા સમયે શ્રીરાવણની રાજસભામાં શ્રી નારદજીની હાજરી રાખનાર, શ્રી દશરથ અને શ્રી જનકનો પુણ્ય પ્રતાપ જ હોવો જોઈએ. આ ઉપરથી એમ પણ સમજી શકાય તેમ છે કે પુણ્યવાન્ આત્માઓનો નાશ કરવા ઇચ્છનારાઓ વિના કારણ પોતાના નાશની જ તૈયારી કરનારા છે, કારણકે તેઓની ઇચ્છા ફળતી નથી અને પાપનો બંધ અવશ્ય થાય છે. સામાનું બૂરું કરવા ઇચ્છનારાઓ જો સામાનું પુણ્ય જાગતું હોય તો કદી જ બૂરું કરી શકતાં નથી પણ એ બૂરી ભાવનાના યોગે પાપકર્મ તો જરૂર બાંધે જ છે. કોઈના પણ પુણ્ય પ્રતાપની સામે કરડી દૃષ્ટિએ જોનારા ફોગટ જ પોતાની દૃષ્ટિને મલિન કરે છે. પુણ્યશાળીઓના પુણ્યપ્રતાપને નહિ સહી શકનારા નિરર્થક જ હૃદયમાં બળ્યા કરે છે અને પોતાને મળેલી સારી સામગ્રીઓનો પણ સદુપયોગ નહિ કરતાં કારમો દુરુપયોગ કરે છે, એ બિચારાઓ એટલું બધું કરે છે તે છતાં પણ સામાનો પુણ્ય પ્રતાપ જ તેઓને કોઈપણ રીતે ફાવવા દેતો નથી. એટલું નહિ પણ ભયંકર નિષ્ફળતા સમર્પે છે. એ વસ્તુ પણ આપણે શ્રી નારદજીની પ્રવૃત્તિથી જોઈ શકીએ છીએ. કારણકે પોતાની પ્રતિજ્ઞાને સફળ કરવા માટે બિભીષણ પહોંચી જાય તે પહેલાં તો એ કારમી પ્રતિજ્ઞા માત્ર પ્રતિજ્ઞારૂપે જ રહે એમ કરવા માટે એ બંનેય મહારાજાનો પુણ્યપ્રતાપ શ્રી નારદજી પાસે દોડાદોડી કરાવે છે.
ત્યારે નારદજીની સદ્ભાવનાનું શું ?
સભા : જ્યારે શ્રી નારદજીની દોડાદોડમાં શ્રી દશરથ મહારાજાનો અને શ્રી જનક મહારાજાનો પુણ્યપ્રતાપ જ કાર્ય કરે છે. તો પછી શ્રીનારદજીની સદ્ભાવનાનું શું ?
પુણ્યશાળીના પુણ્યપ્રતાપનું વર્ણન કરવાથી પુણ્યપ્રવૃત્તિ કરનાર પુણ્યાત્માની કિંમત એક સ્હેજ પણ ઘટતી નથી. એ વાત પણ જો ધ્યાનમાં રાખવામાં આવશે તો આપોઆપ જ આ પ્રશ્નનો