________________
ઉત્તર સમજાઈ જશે. જો સામાના પુણ્યપ્રતાપની પ્રશંસાથી સામાની ? પુણ્યપ્રવૃત્તિ નિષ્ફળ બની જતી હોય તો તો પાપના ઉદયવાળા 4 R. આત્માઓને પીડનારા પાપાત્માઓને પાપ પણ ન લાગવું જોઈએ. 8 પણ એમ બની શકે જ નહિ, અને જો એમ બને તો પુણ્ય અને પાપની આખી વ્યવસ્થા જ ઊડી જાય તથા આપોઆપ જ નાસ્તિકતા પ્રસરી જાય.
હવે સમજી શકાશે કે શ્રી નારદજીની હાજરી અને શ્રી નારદજીની દોડાદોડ, એમાં શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક મહારાજાનો પુણ્યપ્રતાપ કામ કરે છે એમાં કશી જ શંકા નથી. પરંતુ એથી શ્રી નારદજીની સાધર્મિક ભક્તિનું મૂલ્ય કોઈપણ રીતે ઓછું આંકી શકાય તેમ નથી. શ્રી નારદજીની સદ્ભાવના, નારદજીના આત્માનું શ્રેય સાધવા સાથે શાસનરસિક આત્માઓ માટે આદર્શરૂપ નીવડે તેમ છે. શ્રી તીર્થંકરદેવોના પુણ્યપ્રતાપથી ઈન્દ્રાદિ દેવોને પણ દોડાદોડ કરવી પડે છે. પણ જે જે એમાં ભક્તિભર હદયે કાર્ય કરે છે તેઓ જે આત્મશ્રેય સાધી જાય છે, તેની કોઈપણ વસ્તુ સાથે સરખામણી થઈ શકે તેમ નથી. એક સાધર્મિકપણાની પ્રિતીથી દોરાઈને શ્રી નારદજી બીજી કોઈપણ પોતાની પ્રવૃત્તિમાં સમય નહિ વિતાવતા સીધા શ્રી દશરથ મહારાજા પાસે અને શ્રી જનક મહારાજા પાસે પહોંચી ગયા એ કાંઈ સામાન્ય વાત નથી.
ધર્મી આત્માઓને માટે અનુકરણીય શ્રી નારદજી શ્રી રાવણની રાજસભામાંથી ઊઠીને સીધા શ્રી દશરથ મહારાજાની પાસે પહોંચી ગયા અને ત્યાં જઈને જણાવવાના સમાચાર જણાવતાં શું શું જણાવી ગયા એ તો આપણે જોઈ ગયા. છતાં શ્રી નારદજીની શ્રેયસ્કર પ્રવૃત્તિનું પુનઃ પુનઃ સ્મરણ કરવાનું મન થાય તેમ છે. શ્રી નારદજીની જિંદગી જ મોટેભાગે આત્મહિત સાધક પ્રવૃત્તિઓ માટે નિર્ણાયેલી હોય એવી છે. પોતાને મળેલી શક્તિઓના ઉપયોગ મોટેભાગે એ પુણ્યાત્મા તરફથી પુણ્યપ્રવૃત્તિઓમાં જ થાય છે.
થયોદય
રે અભય-કવચન પ્રભ૭