________________
સંત.... ભાગ-૨
ખોટી રીતના હક્ક અને નામના ઉદયથી માયામાં નહી ફસાયેલા શ્રી રામચંદ્રજી આપણે જોઈ ગયા તે રીતે ચાલી નીકળ્યા અને એમની પાછળ શ્રીમતી સીતાદેવી પણ ચાલી નીકળ્યાં. આ ઉપરથી સમજો કે પિતાની યોગ્ય આજ્ઞાનું પાલન ન કરે, તે સાચો પુત્ર નથી અને પિતાની સાચી, સારી અને કલ્યાણકર આજ્ઞાના ૩૦૦ પાલનમાં જે પત્ની સહાય ન કરે, પણ ઉલ્ટી આડખીલી કરે તે પત્ની પત્નીપદને લાયક નથી. પતિની પાછળ જવા માટેની આજ્ઞા માંગતા શ્રીમતી સીતાદેવીને આફત આદિ જણાવી પણ સાસુ શ્રીમતી કૌશલ્યાદેવીએ હા કે ના ન કહી. ત્યારે શ્રીમતી સીતાદેવીએ જણાવ્યું કે આપના પ્રત્યેની મારી ભક્તિ મને માર્ગમાં કલ્યાણકારી નીવડશે. અર્થાત્ આપ મારી કોઈપણ જાતની ચિંતા ન કરો. આપની કૃપાથી અટવીની વ્યથા મને કંઈ જ નુકશાન નહિ કરી શકે. યાદ રાખજો કે આ પ્રમાણે બોલનાર શ્રીમતી સીતાદેવીની વય ચઢતી છે, જેને તમે ભોગ વય માનો છો તે વય છે. મનુષ્ય ભોગવયમાં ભોગ ભોગવવા જ જોઈએ, એમ શ્રી વીતરાગ પરમાત્માનું શાસન નથી કહેતું પણ તમે માની લીધેલું શ્રીમતી સીતાદેવી શ્રી રામચંદ્રજીના પત્ની છે. અને શ્રી જનકમહારાજા જેવાની પુત્રી છે. કદી એક પગ પણ જમીન ઉપર મૂક્યો નથી છતાં પતિની પાછળ અટવીમાં જીવન ગુજારવા ચાલી નીકળે છે. એ ઓછું સત્ત્વશાળીપણું નથી. કહેવું જ પડશે કે મહાસત્ત્વશાળીપણું છે. પોતાની ફરજનું જેને સાચું ભાન થઈ જાય છે તેને આવું સહેલાઈથી પ્રાપ્ત થાય છે. ફરજના ભાનનો પ્રતાપ એવો છે કે એના યોગે નિર્બળ આત્મા પણ સબળ બની જાય છે. એ ફરજના ભાનને લઈને અન્ય કોઈપણ જાતના અણછાજતા વિકલ્પોને કર્યા વિના મેઘની પાછળ જેમ વિજળી નીકળે તેમ પતિરૂપ મેઘની પાછળ વિજળીની જેમ શ્રીમતી સીતાદેવી અટવીમાં જવા માટે ચાલી નીકળ્યા.
માનતા હો તો યે ઉદય તમારા ભાગ્યમાં દેખાતો નથી. માટે આવી જાતના ઉધમાતો કરવો એ હક્ક અને ઉદયનાં કેવળ ફાંફાં મારવા બરાબર છે.
..........મ-લક્ષમણ