________________
છે
પાછળ ચાલી નીકળ્યા. એ જોઈને નગરની સ્ત્રીઓને કંઈ કંઈ થઈ ગયું, પણ તે સઘળી જ સ્ત્રીઓએ સીતાદેવીની એકી અવાજે 4 છે પ્રશંસા કરી છે.
હક્કની કારમી મારામારી રાજ્યના હક્કાર શ્રી રામચંદ્રજી પોતાનો હક્ક જતો કરે છે અને જેને રાજ્ય આપવામાં આવે છે તે શ્રી ભરત રાજ્ય લેતા નથી એ આપણે જોઈ આવ્યા છીએ. બધાની જ આવી ઉત્તમ ભાવના હોય ત્યાં મેળવવાનો કજીઓ જ કેમ હોય ? પણ આજે તો માલિક કહે છે કે મૂકું નહિ અને લૂંટારો કહે કે હું છોડું નહીં. જ્યારે અહીં તો હક્કાર હક્ક છોડી દે છે અને જેને અપાય તે લેતા નથી આવો સમય હોય ત્યારે રસ્તામાં પડેલા હીરાને પણ કોઈ હાથ ન લગાડે. આજે ભાઈ-ભાઈ. બાપ-દીકરો અને પતિ-પત્ની લડે છે, કેમકે ધર્મ ગયો અને હક્કે ખોટું ભૂત વળગ્યું છે. હક્ની ખોટી મારામારી આજે કારમી રીતે વધી ગઈ છે. ખરેખર, દુર્ભાગ્યનો ઉદય આવે ત્યારે એક તસુ જમીન માટે પણ કજીયો કરવાનું મન થાય, જ્યારે પુણ્યવાન ચાર હાથ જમીન જાય તો પણ પરવા ન કરે. સંસારનું સ્વરૂપ સમજનારને આખી ઈમારત તૂટે કે જાત પર ભયંકર આપત્તિ આવે તો પણ ન લાગે અને ન સમજનારને ત્રણ પૈસાનું હાંલ્લું ફટે તો પણ ઘણું લાગે અને રૂએ. લાખ્ખો જાય તો પણ ધર્મીની પ્રસન્નતા કાયમ રહે. જ્યારે ધર્મહીન આત્મા એક નહીં જેવી વસ્તુના નાશથી પણ દુ:ખદ દશા અનુભવે.
આપત્તિ સમયે પોતાના દોષો ભૂલી પારકા ઉપર જ આરોપ ઓઢાડવાની અજ્ઞાનીઓની એ કારમી ટેવ છે. એ ટેવને લઈને સાચા-ખોટાનો વિવેક કરવાની તાકાત પણ નથી રહેતી. એ તાકાતના અભાવે આ દેશમાં રાજકારણમાં સ્વરાજ આદિના નામે શું-શું થઈ રહ્યાં છે ? એ તો તમે સૌ જાણો જ છો. કેટલાક કહે છે કે ઉદય નિકટ છે પણ અમને ઉદય આઘો લાગે છે. કારણકે પાપ, પ્રપંચ, અનીતિ અને અન્યાય ઘટે નહિ વધે ત્યાં સુધી પ્રાયઃ ઉદય થાય જ નહિ. ‘બળિયાના બે ભાગ' જેવી ખોટી માન્યતામાં જ
શ્રી રામચંદ્રજીનો વનવાસ...૧૨