________________
8-cછે ......P)??
૨૯૮
..........મ-લક્ષ્મણન
આ તો ટેવની સરખામણી કરું છું. પણ એ બેયનાં પરિણામ જુદા છે. એક ટેવ તારનારી છે. અને એક ટેવ મારનારી છે. કારણકે ટેવ-ટેવમાં ફેર છે. એક ટેવ મોહને પોષનારી છે, ત્યારે બીજી ટેવ મોહને મારનારી છે. ધર્મને સમજનાર પતિએ તો પત્નીને એમ કહેવું જોઈએ કે 'અમે તો બહાર ફરનારા માટે વાસનાઓથી ભરેલા હોઈએ માટે અમને સુધારવાનું કામ તમારું છે.' પત્ની એવી જોઈએ કે અનીતિ કરીને ઘેર જતાં પતિ પણ ડરે. એને ઘરમાં પગ મૂકતાં પણ ભારે પડે. ક્ષત્રિયાણી તે જ કહેવાતી કે જે યુદ્ધમાંથી ભાગીને પાછા આવતા પતિને જાણે તો દ્વાર પણ ન ખોલે. યુદ્ધમાંથી પાછો આવનાર ક્ષત્રિય ઘેર આવતાં ડરે. એવા પતિ કરતાં વિધવા રહેવું સારું. એવી ક્ષત્રિયાણીઓની માન્યતા હતી. એ જ રીતે પતિ જો અનીતિ કરે તો એને ઘરે જતાં વિચાર થાય એવી પત્ની જોઈએ.
જૈન ક્ષત્રિયાણીના પણ આ આચાર. પતિ જો અનિતીથી હીરાનો હાર લાવે તો પણ પત્ની તેને ફેંકી દે. કારણકે એવા હારને તે સાપનો ભારો જ સમજે છે. ઘરમાં આવી એક-બે દેવી છે ? સંસારમાં પણ ધર્મ સાચવીને સુખી થવું હોય તો આવી દેવીઓ જ પેદા કરો. એ જો રાક્ષસીઓ બને તો બેયને દુ:ખ એક બને ભૂત અને બીજું બને રાક્ષસ તો મહાજૂલમ.
દેવીરૂપ બનેલી પત્નીઓ તો પતિને કહી દે કે ‘શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને પાળનાર અગર માનનાર પતિને અમે પૂએ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પગ મૂકનાર પાપી પતિની સેવા તો અમે શ્રી જિનશ્વરદેવને માનનારી શ્રાવિકાઓ ન જ કરીએ.' આમ કહેવામાં મર્યાદાભંગ નથી. પણ સંયમ લેવા જતા પતિને પત્ની રોકે એ મર્યાદાભંગ છે. અને પત્ની જાય તો પતિને પણ રોકવાનો હક્ક નથી. ધર્મરક્ષક શ્રાવકો ધર્મને માટે બધું ગુમ થાય તો પણ માને કે, ‘ભલું થયું ભાંગી જંજાળ.’ એ માને કે, ‘છોડવું હતું ને છૂટ્યુ' ખરેખર, ધર્મી આત્માઓની દશા જ અનુપમ હોય છે. પોતાનો ધર્મ સમજનાર શ્રીમતી સીતાદેવી શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળ્યાં. ચઢતી યુવાનીએ કોઈ દિવસ બહાર પગ નથી મૂક્યો અને શ્રી જનકમહારાજા જેમના પિતા છે એવાં સીતાદેવી રામચંદ્રજીની