________________
અને અગ્નિ શાંત થઈ ગયેલ છે એવા શ્રી વજાવર્ત નામના છે મહાધનુષ્યને ઈંદ્ર જેમ શ્રી વજને સ્પર્શ કરે તેમ એકદમ હાથથી સ્પર્શ કર્યો. સ્પર્શ કર્યા બાદ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી રે રામચંદ્રજીએ લોઢાની પીઠ ઉપર સ્થાપીને અને નેતરની જેમ તેને નમાવીને તે ધનુષ્ય ઉપર પણછ ચઢાવ્યું. પણછ ચઢાવ્યા પછી કાન હૈ સુધી ખેંચીને એવું આસ્ફાલન કર્યું કે જેથી પોતાના યશ પટની ઉપમાને ધરતું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરનેમધ્યભાગને ભરી દેતું ગાજી ઊઠ્યું. એ ધનુષ્યનો એવો ટંકાર થતાની સાથે જ શ્રીમતી સીતાએ પોતાની મેળે જ સ્વયંવરમાળાને શ્રી રામચંદ્રજીના કંઠમાં નાખી અને શ્રી રામચંદ્રજીએ પણ ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી.
એ પછી બીજું ધનુષ્ય ચઢાવવાની આજ્ઞા શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણને કરી. પોતાના વડીલબંધુ શ્રી રામચંદ્રજીના શાસનને પામીને શ્રી લક્ષ્મણજીએ પણ અર્ણવાવર્ત નામના ધનુષ્ય ઊપર પણછ ચઢાવ્યું. જે વખતે શ્રી લક્ષ્મણજીએ અર્ણવાવર્ત નામના ધનુષ્યને શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી ચઢાવ્યું તે સમયે શ્રી લક્ષ્મણજીને લોકો વિસ્મયપૂર્વક જોઈ રહ્યાં. અર્ણવાવર્ત નામના ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યા બાદ શ્રી લક્ષ્મણજીએ તે ધનુષ્યનું એવું આસ્ફાલન કર્યું કે જેથી તે ધનુષ્યના નાદથી દિશાઓના મુખ બધિર-બહેરા બની ગયા. એવા પ્રકારનું આસ્ફાલન કરીને પણછને બાણ ઉપરથી ઉતારી નાંખીને શ્રી લક્ષ્મણજીએ તે બાણને પાછું તેના સ્થાને મૂકી દીધું.
શ્રી લક્ષ્મણજીના આવા પરાક્રમને જોઈને વિદ્યાધરો ચકિત અને વિસ્મિત થઈ ગયા. અનુપમ પરાક્રમના દર્શનથી ચકિત અને વિસ્મિત બની ગયેલા વિદ્યાધરોએ દેવકન્યાઓના જેવી અદ્ભુત એવી પોતાની અઢાર કન્યાઓનું શ્રી લક્ષ્મણજીને દાન કર્યું.
સુખ દુઃખની ઘટમાળ
૨ અને વિરક્ત શ્રી દશરથ..૧૦