________________
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
આ ઉપરથી સમજાશે કે વિશ્વમાં ભાગ્ય વિના મનોરથોથી સફળતા થતી નથી. ભાગ્ય વિનાના મનોરથો આત્માને ઉભય રીતે પીડનારા છે. વસ્તુની પ્રાપ્તિ નહિ અને પીડાનો પાર નહિ, દુર્ભાગ્યના યોગે વિદ્યાધરો અને અન્ય ભૂચર રાજાઓ તથા શ્રી સીતાનો એકદમ અર્થી બનેલો શ્રી ભામંડલ વગેરે પણ જે બાણોને સ્પર્શી ન શક્યા તે બાણોને શ્રી રામચંદ્રજીએ અને શ્રી લક્ષ્મણજીએ લીલાપૂર્વક સ્પર્ધા, નમાવ્યાં અને ચકિત તથા વિસ્મય બનાવે એવો ટંકાર પણ કર્યો. ધનુષ્ય ઉપર વીંટળાયેલા સર્પોથી અને બાણમાંથી નીકળતા તણખાઓની જ્વાળાઓથી જ્યારે અન્ય વિદ્યાધરો અને નરેશ્વરોને નાસવું પડ્યું. ત્યારે પુણ્યના પ્રતાપે શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીનાં દર્શન માત્રથી સર્પોને દૂર થવું પડ્યું. અગ્નિને શાંત થયું પડ્યું. લેવા આવેલાઓને કન્યાઓ ન મળી અને નહિ લેવા આવેલાઓને વિના શ્રમે તથા લીલામાત્રમાં બહુમાનપૂર્વક મળી. આવા બનાવથી વિલખા બની ગયેલા ચંદ્રગતિ આદિ વિદ્યાધરેન્દ્રો દુ:ખી થતાં શ્રી ભામંડલને સાથે લઈને પોતપોતાના નગર તરફ
રવાના થયા.
ચંદ્રગતિ આદિ વિદ્યાધરેન્દ્રો રવાના થઈ ગયા પછી તરત જ શ્રી જનક મહારાજાએ, શ્રી દશરથ મહારાજને સંદેશો મોકલ્યો, એ સંદેશો મળતાંની સાથે જ શ્રી દશરથ મહારાજા મિથિલાનગરીમાં આવ્યાં. પછી મહોત્સવપૂર્વક શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાનો વિવાહ થયો.
તે જ સમયે શ્રી જનક મહારાજાના ભાઈ કનકે પોતાની પત્ની સુપ્રભાની કુક્ષિથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. એ પછી શ્રી દશરથ મહારાજાએ પણ પોતાના પુત્રો અને પુત્રવધૂઓની સાથે પોતાની અયોધ્યા નામની નગરી કે જેમાં નગરના લોકોએ સુંદરમાં સુંદર ઉત્સવ ઉજવ્યો. તેમાં પ્રવેશ કર્યો.