________________
સીત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
ત્યાં જઈને ચંદ્રગતિ રાજા શ્રી જનકરાજાને રાજમહેલમાં મૂકી આવ્યા અને પોતે પોતાના પરિવાર સાથે નગરીની બહાર પોતાનો વાસ કર્યો.
બની ગયેલા બનાવોનો બોધપાઠ
આપણે જોઈ ગયા કે શ્રી નારદજીએ પટ ઉપર આલેખીને બતાવેલી સ્ત્રીના દર્શનથી શ્રી ભામંડલ કામવશ બનીને ઘણો જ દુ:ખી થઈ ગયો. પોતાના પુત્રને દુ:ખી જોઈને ચંદ્રગતિ રાજાએ દુ:ખનું કારણ પૂછયું પણ લજ્જાને લીધે શ્રી ભામંડલ પોતાના પિતાને પોતાની વ્યથાનું એટલે કે કામાધીનતાથી થયેલી પીડાનું દુ:ખ જણાવી શક્યો નહિ. કારણકે કુલીન પુરુષો વડીલ પાસે કામની (વિષયની) વાત કરી શકતા નથી, એ કારણે ભામંડલના મિત્રોએ ચંદ્રગતિ રાજાને જણાવ્યું કે શ્રી નારદજીએ બતાવેલું સ્ત્રીનું ચિત્રપટ જોઈને એ સ્ત્રીને મેળવવાની થયેલી ઇચ્છા એ જ કુમારની પીડાનું કારણ છે. પુત્રના મિત્રો દ્વારા પુત્રની પીડાનું કારણ જાણીને તરત જ ચંદ્રગતિ રાજાએ, શ્રી નારદજીને બોલાવીને એ ચિત્રમાં આલેખેલી સ્ત્રી કોણ છે ? અને કોની ીકરી છે ? વગેરે સત્કારપૂર્વક પૂછ્યું.
ઉત્તરમાં શ્રી નારદજીએ પણ જણાવ્યું કે ચિત્રમાં આલેખેલી કન્યા શ્રી જનકરાજાની શ્રી વિદેહારાણીથી ઉત્પન્ન થયેલી પુત્રી છે. અને તેનું નામ સીતા છે. એનું રૂપ લોકોત્તર છે, એનું રૂપ આલેખવાને હું, અગર બીજો કોઈ પણ સમર્થ નથી. સીતાના જેવું રૂપ દેવીઓમાં, નાગ કન્યાઓમાં કે ગંધર્વની સ્ત્રીઓમાં પણ નથી. તો, માનુષી સ્ત્રીની તો વાત જ શી કરવી ? એના રૂપ જેવું યથાર્થ રૂપ બનાવવાને દેવતાઓ પણ તાકાત ધરાવતા નથી. એની આકૃતિ તથા વચનમાં અને કંઠમાં રહેલું માધુર્ય તથા હાથપગની રક્તતા, એ બધું જેવું છે તેવું કહેવાની શક્તિ મારામાં નથી, પણ એ કન્યા શ્રી ભામંડલને યોગ્ય છે. એવું વિચારીને સામાન્યરૂપે આ પટમાં આલેખી મેં કુમારને બતાવેલ છે. આ સમાચાર સાંભળીને તરત જ ચંદ્રગતિ રાજાએ શ્રી નારદજીને વિદાય કર્યા અને પુત્રને