________________
પ્રભુના શાસનની આરાધના કરવા ઈચ્છનારે આજ્ઞા કરવાના છે મનોરથોનો પરિત્યાગ કરી આજ્ઞાના પાલનમાં જ અર્પાઈ જવું છે જોઈએ. એ આજ્ઞાપાલનના પ્રતાપે કદાચ આજ્ઞા કરવા જેવી દશાએ છે આત્મા પહોંચી જશે. તો પણ હરકત નહિ આવે, કારણકે એ પણ આજ્ઞાનું પાલન જ આત્માને સમજાવશે કે કઈ આજ્ઞા કેવી રીતે કરી ? શકાય ? આજ્ઞાપાલનમાં જ ધર્મ માનનાર સાચો પૂજક પણ બની શકે છે. અને સાચો પૂજ્ય પણ બની શકે છે. જે આત્માઓ આજ્ઞાપાલનમાં ધર્મ નહિ માનતાં પોતાની મતિકલ્પનામાં ધર્મ માને છે તે આત્માઓ તો સાચા પૂજક પણ નથી બની શકતા એટલે પૂજ્ય બનવા માટે તો તેઓ સર્વ પ્રકારે અયોગ્ય જ છે.
૨. બીજી વાત એ સમજાવે છે કે પુત્ર જો પોતે સંસારનો પરિત્યાગ કરવા જેવી દશા ન પામ્યો હોય તો તેણે એવા સંસારરસિક ન જ બનવું જોઈએ કે જે રસિકતાના યોગે માતાપિતાને અનેક પ્રકારની આફતો કચવાતે મને પણ ભોગવવી જ પડે. પુદ્ગલ રસિકતાના યોગે માતા-પિતાને દુ:ખી કરવા એ સુપુત્ર માટે કોઈપણ રીતે યોગ્ય નથી. સુપુત્રની ફરજ છે કે વિષયાદિ ઉપર નિયમન મૂકનારી માતા-પિતાની એકેએક આજ્ઞાનો પૂરેપૂરો અમલ કરવો. વ્યવહારને ઉચિત અને ધર્મને બાધ નહિ પહોંચાડનારી એવી પણ માતા-પિતાની આજ્ઞાનો અમલ નહિ કરનારો પુત્ર સુપુત્ર નથી ગણાતો. તથા એ કારણે તે પ્રભુશાસનની આરાધના માટે પણ અયોગ્ય છે. આથી પ્રભુધર્મની આરાધના કરવા ઈચ્છનાર પુત્રને ફરજ છે કે તેણે પોતાની પૌદ્ગલિક અનુકૂળતાઓના કારણે માતાપિતાને એક સ્ટેજ પણ આર્તધ્યાન આદિ અશુભ કારવાઈનું નિમિત્ત જ ન જ આપવું જોઈએ. આ વસ્તુ સર્વ કોઈ સંસારમાં રહેનાર આશ્રિત આત્માને લાગુ પડે છે અર્થાત્ કોઈએ પણ પૌદ્ગલિક કારણે વડીલોના હૃદયને નહિ દુભાવવાની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. એ કાળજી સર્વ પ્રકારે આત્માને ઉન્નતગામી બનાવનારી છે.
આદર્શ પરિવારના ૪ આદર્શ વાતો...૧૧