________________
દૃષ્ટિએ એક જાતનો રંગમંડપ ગણાય. પણ એ રંગમંડપ, રંગમંડપ છે મટીને યુદ્ધમંડપ બની ગયો. હરિયાણ આદિ રાજાઓ વિના કારણે તેની ક્રોધાવેશમાં આવી જઈને યુદ્ધ માટે તૈયાર થવા લાગ્યા. એટલે હું શ્રીમતી કૈકેયી કન્યારત્નના પિતા તે શુભમતિ મહીપતિ પણ શ્રી છે દશરથના પક્ષમાં મહાન ઉત્સાહને ધરનાર થઈને ચાર અંગવાળી ઉં સેનાથી સજ્જ થયા. જ્યારે આવો બનાવ બનતાં જોયો ત્યારે – એકાકી એવા રઘુવંશી શ્રી દશરથે પણ શ્રીમતી કૈકેયીને કહ્યું કે, कुरु प्रिये ! सारथित्वं यथा मथ्नाम्यमून द्विषः ।
“હે પ્રિયે ! તું મારું સારથિપણું કર કે જેથી હું આ દુમનોનું મથન કરી નાંખું !”
પોતાના પતિની આવા પ્રકારની આજ્ઞાનું શ્રવણ કરતાંની સાથે જ શ્રીમતી કૈકેયી એકદમ ઘોડાનો દોર પકડીને મહારથ ઉપર આરુઢ થઈ ગઈ. કારણકે તે બુદ્ધિશાલિની ચોસઠ કલાઓમાં હોંશિયાર હતી. પોતાની પ્રિયા શ્રીમતી કેકેયીએ આજ્ઞા મુજબ સારથિપણું સ્વીકાર્યું કે તરત જ ધવી, નિષગી અને સત્તાહી એવો શ્રી દશરથ પણ પોતે એકલો હતો તે છતાં પણ દુશ્મનોને તૃણની જેમ ગણતો તે રથ ઉપર આરુઢ થઈ ગયો. શ્રીમતી કૈકેયી એકલી પોતાની સારથિપણાની કળાના પ્રતાપે હરિયાણ આદિ રાજાઓના રથોની સાથે વેગથી પોતાના રથને એકી સાથે યોજતી હોય તેમ 6 પ્રત્યેકની સાથે યોજવા લાગી. શીઘવેધી અને અખંડ પરાક્રમી બીજા ઈન્દ્રના જેવા શ્રી દશરથે પણ એક એક કરીને તેઓના રથને ખંડિત ૧૯૯ કરી નાંખ્યા.
વિજય, પાણિગ્રહણ અને વર પ્રદાન આ પ્રકારના પરાક્રમ દ્વારા સઘળાય રાજાઓને ભગાડ્યા. અને જંગમ જગતી જેવી શ્રીમતી કૈકેયી સાથે પાણિગ્રહણ કર્યું. પરાક્રમી એક હોવા છતાં પણ પરાક્રમ દ્વારા હજારો દુશ્મનોને હરાવી શકે છે. સમર્થ પરાક્રમીને સારો સારથિ મળી જાય પછી પૂછવું જ શું? કલાસંપન્ન સ્ત્રી, પરાક્રમી રાજા માટે જંગમ પૃથ્વીની ઉપમાને પામે એમાં પણ આશ્ચર્ય શું?
પુણ્યોદયના
અભય-કવચન, પ્રભવે...૭