________________
આદિ પરિવારની આદિ વાતો
૧૧ પ્રભુશાસનથી ભાવિત થયેલા મહાનુભાવો અને પરિવારો ખરેખર જ આદર્શ હોય છે. એ લોકોમાં પૌદ્ગલિક પદાર્થો લેવાની પડાપડી નથી હોતી, આપવાની કે છોડવાની પડાપડી હોય છે. શ્રી દશરથ મહારાજાનો પરિવાર એવો આદર્શ પરિવાર ગણાવી શકાય તેમ છે.
શ્રી સત્યભૂતિ સૂરિવરની દેશનાથી વિરક્ત બનેલા શ્રી દશરથ દીક્ષાની ભાવનાથી શ્રીરામને રાજ્ય આપવા ઘેર પહોંચે છે. ત્યાં થયેલો પરિવાર અને મત્રીવર્ગ આદિ સાથેનો વાર્તાલાપ ખૂબ જ મનનીય છે. શ્રી ભારતની ભવ્ય ભાવનાપ્રાર્થના વાગોળવા જેવી છે.
મોહવશ કેકેયીની વરદાન યાચના, શ્રી દશરથનું વરપ્રદાન, શ્રી રામચન્દ્રજીની મહાનતા, પિતાની આજ્ઞા સામે ભારતની વિવેકભરી સલાહ આદિ આદર્શ પરિવારની આદર્શ વાતો આ પ્રકરણને ખૂબ
સમૃદ્ધ બનાવે છે.
૨૪૫