________________
એકની લાલસાથી અનેકો આપત્તિમાં
કામાતુર કયાનકે સરસાનું હરણ કર્યું તે પછી અતિભૂતિ છ નામનો તેનો પતિ દુ:ખિત હૃદયે તેને શોધવા નીકળ્યો. અને તેની શોધ માટે તે બિચારો એક ભૂત ભમે તેની જેમ પૃથ્વી ઉપર ખૂબ જ ભટક્યો. પણ તેને તેનો કશોજ પત્તો મળ્યો નહીં. સરસા નામની પત્નીને પોતાના ઘરમાં નહિ જોવાથી તેની શોધમાં જેમ અતિભૂતિ નીકળ્યો તેમ અતિભૂતિ નામના પુત્રને અને સરસા નામની પુત્રવધુને નહિ જોવાથી એ ઉભયની શોધ માટે અતિભૂતિની માતા અનુકોશા અને પિતા વસુભૂતિ એ બંને પણ પૃથ્વી ઉપર ખૂબ જ ફર્યા.
વિચારો કે એક આત્માને કામ લાલસાએ અનેક આત્માઓને કેવી અને કેટલી આપત્તિમાં મૂક્યાં ? પત્નીની પાછળ પતિ ભટકે, અને પુત્ર તથા પુત્રવધુ માટે માતા-પિતા પણ આથડે અને એ રીતે ત્રણે આત્માઓ કારમી વિયોગ વેદના સહે એ સઘળાયમાં હેતુ એ કયાનની કામલાલસા જ છે કે બીજું કંઈ છે અર્થ અને કામની આસક્તિનો એ પ્રભાવ જ છે કે એના ઉપાસક આત્માઓ અનેકને આફતમાં મૂક્યા જ કરે છે.
પુણ્યશાળી આત્માઓને અચાનક હિતકર વસ્તુનો યોગ થઈ જાય છે. પુત્ર અને પુત્રવધૂની શોધ માટે નીકળેલ વસુભૂતિ અને અનુકોશા ખૂબ જ ભટક્યા. પણ તેઓને પુત્ર કે પુત્રવધૂ ઉભયમાંથી
એકનું પણ દર્શન થયું નહીં. આથી ઉદ્વિગ્ન હૃદયે ભટકતાં તેઓને કોઈ એક દિવસ સાધુમહારાજાનું દર્શન થયું. સાધુના દર્શનથી તે બંને પુણ્યાત્માઓને અંત:કરણમાં ભક્તિ જાગી. હૃદયમાં જાગેલી ભક્તિના યોગે તે બંને પુણ્યાત્માઓએ સાધુ મહારાજને વંદન કર્યું.
દુઃખીને પણ ધર્મનું જ દાન આપણે જાણીએ છીએ કે આ વસુભૂતિ અને અનુકોશા બંને દુ:ખી અવસ્થામાં ભટકે છે. અને તેઓના મુખ ઉપર છવાયેલી ઉદ્વિગ્નતાના દર્શનથી સાધુ મહારાજા પણ આત્માઓ દુ:ખી છે તેમ
આનંદ અને
૧૮૧/
શોકના અવસરો તે સંસાર...૮