________________
ELI.
મહાન આશયને ઘરનારા અને એ જ કારણે અનુપમ ઉઘરતાને છે ધરનારા તથા રાજ્યનું ઘન કરતા એવા પૂજ્ય પિતાજીને અને ઉદાર ચરિત એવા હૈ આપ પૂજ્યને માટે આ કહેવું અને દેવું એ બધું જ ખરેખર ઉચિત છે. પણ જણ રાજ્યનો સ્વીકાર કરતા મારા માટે આ કોઈપણ રીતે ઉચિત નથી." તેમજ હે પૂજ્ય ! શું હું પિતાનો પુત્ર નથી અને ઉદારચરિત સર્વશ્રેષ્ઠ એવા આપ પૂજ્યનો લઘુબંધુ નથી, કે જેથી આવા પ્રકારે થતી રાજ્યની પ્રાપ્તિનો ગર્વ કરું? ખરેખર, જો ) આવી રીતે પ્રાપ્ત થતા રાજ્યનો હું આ પ્રમાણે ગર્વ કરું તો સત્ય છે કે આ શ્રી ભરત પિતાનો પુત્ર નથી અને પૂજ્ય એવા આપનો બંધુ પણ નથી, કિંતુ કેવળ માતૃમુખ એટલે માવડીમુખ મૂર્ખ-બેવકૂફ છું. એટલે હજુ સુધી મારામાં એવી બેવકૂફી આવી નથી કે જેથી હું માતૃમુખ બનીને આ રાજ્યનો સ્વીકાર કરીને હું રાજા છું એવી જાતના અહંકારથી અક્કડ બનું.”
પોદ્ગલિક લાલસાના પાપે શ્રીભરતની આ દશા શું કલ્યાણના કામીઓ માટે ઓછી અનુકરણીય છે ? આવી દશા જે આત્મામાં આવે એ આત્માને પૌદ્ગલિક સામગ્રી કઈ રીતે મૂંઝવે ? આવા પુત્રની પ્રાપ્તિ કોઈ ભાગ્યશાળી પિતાને જ થઈ શકે છે. રાજ્યની જ લાલસામાં સબડી રહેલા આજના જમાનામાં આવી વાત પણ રૂચિકર થાય તેમ નથી તો અનુકરણીયની તો વાત જ શી ? ખરેખર, આ જમાનામાં જન્મેલાઓનું એ કમનસીબ જ છે કે જેઓના કાને કેવળ રાગની વાત જ સાંભળવા મળે છે. એવાઓના પ્રતાપે સાચા ત્યાગનો વિરોધ એ જ આ જમાનાનું એક ભૂષણ થઈ પડ્યું હોય એમ લાગે છે. નહિ તો દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ ખાતર કહેવાતા ત્યાગ માટે જે જમાનો ધસે છે તે જમાનો, આત્મિક લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઉપદેશાતા ત્યાગથી પરાક્ષુખ બની તેની ઘોર ખોદવા માટે કેમ જ કમ્મર કસે? મેં ‘જમાનો' એટલે કાળ એમ કહેવાનો અહીં આશય નથી પણ , ‘જમાના' શબ્દથી અહીં જમાનાના પૂજારી બનેલા માનવીઓ લેવાના છે. કારણકે આ જમાનો કંઈ સાચા ત્યાગથી પ્રતિકૂળ નથી. આ ”િ જમાનો પણ શ્રી વીતરાગ પરમાત્માએ અખંડિત રીતે સેવીને છે.
આદર્શ પરિવારના 8 આદર્શ વાત....૧૧