________________
સીત.... ભાગ-૨
૨૬૦
..........મ-લક્ષ્મણને
શ્રી દશરથમહારાજાની આ સાવધાની વિરક્ત આત્માઓને સમજાવે છે કે વિરક્ત આત્માઓએ સ્નેહીઓની માંગણી સ્વીકારતા પોતાની કલ્યાણકર વસ્તુનું નિકંદન ન નીકળી જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સ્નેહીઓની ઇચ્છાઓ પૂર્ણ કરવામાં પોતાની સંસારસાગર તરવાની ઇચ્છા ન દબાઈ જાય એ વસ્તુ વિરક્ત આત્માઓએ ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ અને વિરક્ત આત્માઓએ એવા ઉદાર ન જ બનવું જોઈએ કે જેથી એ ઉદારતા પોતાના હિતકર માર્ગનો જ ઘાત કરનારી નીવડે. કારણકે એવી ઉદારતા ધર્માત્માઓ માટે જ્ઞાનીપુરુષોએ વિહિત નથી કરી.
૩. ત્રીજી વાત એ છે કે બે-બે મોટા અને સમર્થ પુત્રો વિદ્યમાન છતાં ત્રીજા પુત્રને આખાએ રાજ્યનું સમર્પણ કરવામાં શ્રી દશરથમહારાજા નિર્ભય છે. એનું કારણ ખાસ સમજવા જેવું છે. પોતાનો પરિવાર કેવો છે ? એની શ્રી દશરથમહારાજાને પૂરેપૂરી પ્રતીતિ છે. એ પ્રતીતિ વિના એકદમ આવી માંગણીનો સ્વીકાર થાય પણ કેમ? મહારાજાએ એવી માંગણીનો પણ એકદમ નિર્ભયપણે કરેલો સ્વીકાર આપણને સમજાવે છે કે મહારાજાએ પોતાના કુળને કેળવવામાં કશી જ કમીના રાખી નથી અથવા તો એ કુળના સંસ્કાર જ એવા અપૂર્વ છે કે દીકરાઓ તુચ્છ વસ્તુ માટે વિગ્રહ કરે જ નહિ.
સભા : સાહેબ ! વડિલોપાર્જિત મિલકત આવી રીતે કેમ આપી દેવાય ? એવો પ્રશ્ન શ્રી રામચંદ્રજી કેમ ન ઉઠાવે ?
એવા-એવા પ્રશ્નો જ્યાં સંસ્કાર રસિકતાનું સામ્રાજ્ય હોય 4) ત્યાં જ ઉઠે છે. ગૃહવાસમાં રહેવું એ જ જ્યાં પાપ મનાતું હોય ત્યાં એવા-એવા પ્રશ્ન ઉઠતા જ નથી, એ જ કારણે હું કહું છું કે કાં તો સંસાર તજવો જોઈએ અને કદાચ પ્રયત્ન કરવા છતાં પણ અશુભ કર્મના કઠીન ઉદયથી સંસાર ન જ તજાય, તો સંસારમાં પણ એવા