________________
બનો અને સાથીઓને પણ એવા બનાવો કે જેથી કદી જ મૌદ્ગલિક
બાબતોના વિગ્રહ થાય નહિ. અને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને R_0
સર્વથા તજીને આત્મશ્રેય માટે ચાલી નીકળાય. એમ કરવું એમાં જ શ્રી જૈનશાસન પામ્યાની સાર્થકતા છે.
શ્રીમતી કૈકેયીએ કરેલી માગણીના જવાબમાં શ્રી દશરથમહારાજા એકદમ શ્રીમતી કૈકેયીદેવીને ઉદ્દેશીને બોલ્યાં કે, 'अद्यैव गृह्यतामेषा मभूः ।
આજે જ આ મારી પૃથ્વીને ગ્રહણ કર !”
આ પ્રમાણે તે શ્રીમતી કૈકેયીદેવીને કહીને તરત જ શ્રી દશરથમહારાજાએ શ્રી રામચંદ્રજીને અને શ્રી લક્ષ્મણજીને સાથે બોલાવ્યા. બંનેને બોલાવીને શ્રી રામચંદ્રજીપ્રત્યે કહ્યું કે
""
अस्याः सारथ्यतुष्टेन, दत्तः पूर्वं मया वरः । सोऽयं भरतराज्येन, कैकेय्या याचितोऽधुना ॥
આ તારી માતા શ્રીમતી કૈકેયીના સારથિપણાથી તુષ્ટમાન થયેલા મેં પ્રથમ આ શ્રીમતી કૈકેયીને એક વર આપેલું હતું. એ વર આજે શ્રીમતી કૈકેયીએ ભરતના રાજ્યે કરીને માંગ્યું છે. અર્થાત્ એ વરની માંગણીમાં આજે શ્રીમતી કૈકેયી કહે છે કે આ આપનું રાજ્ય મારા પુત્ર ભરતને આપો.”
રામચંદ્રજીનો ઉદાર પ્રત્યુત્તર
પોતાના પિતાએ કહેલી તે વાત સાંભળીને શ્રી રામચંદ્રજી પ્રસન્ન થયા. આવી વાતથી હર્ષ કેવા પુત્રને થાય ? એ ખૂબ વિચારવા જેવું છે. સુસંસ્કારિતા વિના અને હૃદયની અનુપમ ઉદારતા વિના આવી વાતના શ્રવણથી હર્ષ થવો એ અતિશય અસંભવિત છે. ૨૦૧ પોતાની જ માલિકીનું રાજ્ય એક અપરમાતા આવી રીતે પિતા પાસે માંગી લે અને પિતા આપવાને તૈયાર થઈ જાય, એ સુસંસ્કારી અને પરમ ઉાર પુત્ર સિવાય અન્ય કોણ સહી શકે ? પણ અહીં તો સહેવાની વાત જ નથી ! કારણકે અહીં ઉલ્ટી શ્રી રામચંદ્રજીને એ ચિંતા થાય છે કે આવી આવી વાતમાં પિતાજી મને પૂછે એ જ મારા
આદર્શ પરિવારની
આદર્શ વાતો...૧૧