________________
શ્રી રામચંદ્રજીનું આ રીતે નીકળવું એ કાંઈ સામાન્ય બનાવ છે નથી. પિતાના વચન ખાતર રાજ્યનો હક્ક જતો કરી, માતા આદિનો છે ? મોહ ત્યજી, એકાકીપણે વનમાં ભટકવા ચાલી નીકળવું, એ સહજ અg કાર્ય નથી. એવું દુષ્કર કાર્ય પણ શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન હદયે કરી બતાવ્યું. આવા આત્માઓ કુળમાં તૈયાર કરવા માટે કુળના વૃદ્ધોએ શું શું કરવું જોઈએ ? એ વાતને ખૂબ વિચારો. જૈનકુળમાં આવા હું આત્માઓ તૈયાર કરવા એ અશક્ય વસ્તુ નથી. જૈનકુળ ધારે તો પોતાના આશ્રયમાં ઉત્પન્ન થયેલા આત્માઓને દુનિયાના સાચા આદર્શો બનાવી શકે. પણ શરત એટલી કે એ કુળો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઓતપ્રોત હોવા જોઈએ. શ્રીજિનેશ્વર દેવની આજ્ઞામાં જ આત્મસર્વસ્વ માનનારા કુળો માટે કાલાનુસારી ઉત્તમ આત્માઓ બનાવવા એ કશું જ મુશ્કેલ નથી. પણ જૈનકુળના નાયક બનેલા વૃદ્ધો જૈનકુળની ઉત્તમતાના હેતુઓ ન સમજે, ન વિચારે અને ન પ્રચારે ત્યાં એવી ઉત્તમ આશા રાખવી એ વ્યર્થ છે.
મહાસતીઓની ઉત્તમતા શ્રી રામચંદ્રજી પિતાજીની માત્ર કહેવારૂપ આજ્ઞા લઈ અને પોતાની માતાને સમજાવીને તથા સઘળીય માતાઓને નમસ્કાર કરીને પિતાજીની પ્રતિજ્ઞાના પાલન માટે વનવાસ કરવા ચાલી નીકળ્યા શ્રીમતી સીતાદેવીએ શું કર્યું એ વાતનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે
इरादशरथं नत्वा, सीतोपेत्यापराजिताम् । नत्वा चायाचतादेशं, रामानुगमनं प्रति ॥
ત્યારે દૂરથી શ્રી દશરથરાજાને નમસ્કાર કરીને અને શ્રીમતી અપરાજિતા દેવીની પાસે આવીને તથા નમીને શ્રીમતી સીતાદેવીએ શ્રીરામચંદ્રજીની પાછળ જવા માટેના આદેશને યાચ્યો-માંગ્યો.”
આર્ય લલનાની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? એ સમજવા માટે આવી દેવીઓના જીવન અને એ જીવનમાં આવતા-આવા આવા પ્રસંગોનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. સ્ત્રીસમાજમાં જો આવી મહાસતીઓના જીવનનો પ્રચાર કરવામાં આવે તો પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી રામચંદ્રજી પોતાના પિતાશ્રીની પ્રતિજ્ઞાના
શ્રી રામચંદ્રજીનો : વનવાસ..૧૨