________________
૧૧
આદર્શ પરિવારની આદર્શ વાતો
જ
પ્રથમથી જ વૈરાગ્યવાસિત બની ગયેલા શ્રી દશરથ મહારાજાએ સત્યભૂતિ નામના સૂરિવરના શ્રીમુખેથી પોતાના પૂર્વભવોને આ રીતે સાંભળ્યા કે તરત જ તે પુણ્યાત્માને એકદમ સંવેગ ઉત્પન્ન થાય છે. એ સંવેગના યોગે એ પુણ્યાત્મા તરત જ પ્રવ્રજ્યાના અભિલાષી બને છે સંવેગના પ્રતાપે પ્રવ્રજ્યાના અભિલાષી બનેલા તે મહારાજા શું કરે છે ? એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
આદર્શ પરિવારની
तच्छ्रुत्वा जातसंवेगस्तं वंदित्वानरण्यजः । प्रविव्रजिषुराधातुं, रामे राज्यं गृहं ययौ ॥
સત્યભૂતિ નામના સૂરિવરે કહેલા પોતાના તે પૂર્વભવોને સાંભળીને ઉત્પન્ન થયો છે સંવેગ જેમને અને એ સંવેગના પ્રતાપે પ્રવ્રજ્યાના અભિલાષી ૨૪૦ બનેલા એવા તે શ્રી અનરણ્ય મહારાજાના પુત્ર શ્રી દશરથ મહારાજા તે સૂરિવરને વંદન કરીને શ્રી રામચંદ્રજીઉપર રાજ્યને સ્થાપન કરવાને માટે ઘેર ગયા.
સૂરિદેવનો મહાન ઉપકાર પોતાના મહેલે પધાર્યા પછી શ્રી દશરથમહારાજાએ શું કર્યું એનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે લખ્યું છે કે,
આદર્શ વાતો...૧૧