________________
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક : શ્રી દશરથજીની દીક્ષા
આવા પ્રકારના પ્રેમ અને સ્નેહને છોડી ચાલી નીકળવું એ અપૂર્વ જાતની દઢતા સિવાય શક્ય જ નથી. મહાપુરુષોનું હદય પણ કોઈ જુદી જ જાતનું હોય છે. સુંદરની સાથે સુદઢ હૃદય સિવાય આવા મહાભારત કાર્યોની સિદ્ધિ કદી પણ કરી શકાતી નથી. વાતવાતમાં કળી પડતા અને રડી ઉઠતા હદયવાળા આત્માઓથી મહત્ત્વનાં કાર્યો કદી જ સાધી શકાતાં નથી. આવે સમયે જો અપૂર્વ દઢતા ન હોય તો કદી જ આ બધાયના સ્નેહને તજી શકાય નહિ. અને આગળ ચાલી શકાય નહિ પણ અપૂર્વ દૃઢતાના સ્વામી એવા શ્રી રામચંદ્રજીએ પિતા અને માતાઓને વિનય ભરેલી વાણીથી સમજાવીને પાછા વાળી અને નગરના લોકોને ઔચિત્યભરી વાણીથી વિસર્જિત કર્યા. એ રીતે સૌને પાછા વાળીને પોતે શ્રી સીતાદેવીને અને શ્રી લક્ષ્મણજીને સાથે લઈને ઘણી જ ત્વરાથી ચાલી નીકળ્યાં.
આ રીતે એકદમ તરાપૂર્વક ચાલ્યા જતા શ્રી રામચંદ્રજીને દરેકેદરેક ગામના વૃદ્ધોએ અને નગરના મહાશ્રેષ્ઠિઓએ રહેવાની પ્રાર્થના કરી. એવું એક પણ ગામ ન હતું અને એવું એકપણ નગર ન હતું કે જે ગામમાં અને જે નગરમાં તે-તે ગામના વૃદ્ધો દ્વારા અને તે-તે નગરના મોટા શેઠીઆઓ દ્વારા પોતાના ગામમાં અને પોતાના નગરમાં શ્રી રામચંદ્રજીને રહેવાની પ્રાર્થના ન થઈ હોય, તે છતાં પણ કોઈનીય પ્રાર્થનાનો સ્વીકાર નહિ કરતાં શ્રી રામચંદ્રજીએ પોતાનું
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક છે, શ્રી દશરથજીની દીક્ષા૧૩