________________
સભાઃ અરે સાહેબ ! એવાઓ માટે પૂજાની વાત જ ક્યાં છે ?
પૂજ્યશ્રીઃ બસ, ત્યારે સમજો કે આત્માનંદી તથા ભવાભિનંદીના બે ફાંટા તો રહેવાના જ. ભવાભિનંદીને ધાર્મિક ક્રિયાઓમાં થતો લક્ષ્મીનો સદ્યય ખૂંચે જ. એને તો પાપક્રિયામાં જ લક્ષ્મીનો વ્યય સારો લાગે. એવાઓને દેશનેતાના સરકસ આદિમાં થતાં ખર્ચમાં વાંધો નહિ પણ મહાપુરુષોના પ્રવેશ મહોત્સવ આદિમાં થતા ખર્ચમાં જ વાંધો લાગે. ચાર ઠરાવ અગર જે ઠરાવ કરવા હોય તે કરીને બધે ફેલાવે, ‘અગર અમુક આગેવાનો ભેગા થાય પણ બધા ૨૨૦ શું કરવા પૈસા ખર્ચીને જાય છે ?' આવા પ્રશ્નના ઉત્તરમાં તો કહે છે કે જરૂર છે, જાય તો જાગૃતિ આવે, એ ખર્ચમાં વાંધો નથી લાગતો. એમાં કેટલું ખર્ચ ? એ સાહિત્યનો પ્રચાર પણ કેટલો ? પગાર કેટલા ? છાપા કેટલા ? દેશના ઉદય કરનારને આ બધું કરવાની જરૂર, તો ધર્મનો ઉદય કરવા માટે કંઈ જરૂર ખરી કે નહિ ? દેશના ઉદ્દયમાં આડખીલી કરનારા જેમ દેશદ્રોહી કહેવાય તેમ અહીં પણ તેવાઓ ધર્મદ્રોહી કહેવાય કે નહિ ? કહેવું જ પડશે કે જરૂર કહેવાય. કારણકે ધર્મના ઉદયમાં દુનિયાનો ઉદય છે, એની સામે એક પણ દલીલ ટકી શકે તેમ નથી. ધર્મનો ઉદય થયા વિના કદી દેશનો ઉદય થવાનો જ નથી. મોક્ષના ધ્યેયથી અહિંસક બન્યા વિના, સત્યવાદી બન્યા વિના, સંયમ, બ્રહ્મચર્ય, સહિષ્ણુતા વગેરે સદ્ગુણો કેળવ્યા વિના કોઈપણ કાળે દેશનો સાચો ઉદય થવાનો જ નથી અને કાચ ધાંધલથી આભાસરૂપ ઉદય થઈ જાય તો પણ શાંતિ તો ટકે જ નહીં.
સીત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
શાંતિ તો સાચા ધર્મથી, સાચી અહિંસાથી, સાચી સત્યવૃત્તિથી, અચૌર્યથી, બ્રહ્મચર્યથી, નિર્લોભતાથી, સંતોષથી અને સહિષ્ણુતા વગેરેથી જ ટકવાની. ધર્મની રક્ષા માટે ધર્મીઓએ દેશને છે પણ પાયમાલ થવા દીધો છે. પ્રતાપરાણાના ઇતિહાસને તો તેઓ માને છે ને ? એમને કહેવામાં પણ આવ્યું હતું કે દેશ પાયમાલ થશે. રાજ્ય ખેદાનમેદાન થશે. આવા બળવાન બાદશાહ સામે નેહિ ફ્લાય. તો પોતે માનેલા ધર્મના ટેકીલા એ મેવાડના મહારાણાએ કહ્યું કે અટવીમાં રખડીશ, ભૂખે મરીશ, ઝૂરી ઝૂરીને મરીશ પણ ધર્મની ટેક