________________
८
આનંદ અને શોકના અવસરો તે સંસાર
શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીનો જન્મ રાજગૃહીમાં રાજધાની સ્થાપીને આનંદ કરતા શ્રી દશરથ મહારાજાની મુખ્ય પટ્ટરાણી શ્રીમતી અપરાજિતા-કૌશલ્યાદેવીએ એક દિવસે રાત્રી બાકી હતી ત્યારે એક સ્વપ્ન નિશાશેષમાં જોયું એ સ્વપ્નમાં બળદેવના જન્મને સૂચવનાર ૧-હાથી, ૨-સિંહ, ૩-ચંદ્ર, ૪-સૂર્ય, આ ચાર જોયા. કારણકે તે સમયે પુષ્કરિણીંમાં જેમ મરાલ એટલે હંસ ઉતરે તેમ તે અપરાજિતા દેવીની કુક્ષિમાં બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકથી ચ્યવીને એક મહર્ધિક દેવ અવતર્યો હતો. શ્રી બળદેવનો આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા સ્વપ્નમાં ચાર વસ્તુ જુએ છે. અને એથી શાસ્ત્ર એમ ફરમાવે છે કે શ્રી બળદેવની માતા ચાર સ્વપ્નો જુએ છે. બ્રહ્મલોકથી આવીને જે એક મહદ્ધિક દેવ શ્રીમતી અપરાજિતા દેવીની કુક્ષિમાં અવતર્યો, તે શ્રી બલદેવ થનારો હોવાથી શ્રીમતી અપરાજિતા દેવીએ પણ ચાર સ્વપ્નો જોયા. તેમાં પ્રથમ હતો હસ્તિ. બીજામાં હતો સિંહ, ત્રીજામાં હતો ચંદ્ર, અને ચોથામાં હતો સૂર્ય.
ચાર સુંદર સ્વપ્નોનાં દર્શનથી શ્રી બળદેવ ગર્ભમાં આવેલ છે. એમ જાણીને આનંદ પામતી શ્રીમતી અપરાજિતા માતાએ ગર્ભનું સુંદર રીતે પાલન કરતી અપરાજિતા માતાએ વર્ષે કરીને
આનંદ અને
૧૭૩
શોકના અવસરો તે સંસાર...૮