Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 349
________________ છે છે રામચંદ્રજી કંઈપણ બોલે એ પહેલાં તો શ્રીમતી કૈકેયીમાતા જ શ્રી રામચંદ્રજીને કહેવા માંડે છે તેનું વર્ણન કરતાં ચરિત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરી મહારાજા ફરમાવે છે કે, एवं ब्रुवाणे भरते, कैकेय्यप्यब्रवीदिदम् । कुरु भ्रातुवचो वत्स ! सदासि मातृवत्सलः ॥११॥ अन न त्वत्पितुर्दोषो, न दोषो भरतस्य च । कैकेय्या एव दोषोऽयं, सुलभा स्त्रीस्वभावतः ॥२१॥ कौलट्यवर्जा ये केऽपि, ढोषाः स्त्रीणां पृथक पृथक् । તે સર્વે ઋતસંસ્થાની, મલય ઢોરનાવિવ ૩/૪ પત્યુ સુતાનાં તન્માતૃ-નર્ચ ઘ મા તમ્ ? इदं दुःखाकरं कर्म, तत्सहस्व सुतोऽसि यत् ॥४॥ “ભરત આ પ્રમાણે બોલતે છતે શ્રીમતી કૈકેયી પણ એમ બોલવા લાગી છે, હે વત્સ રામ! તું ભાઈના વચનનો સ્વીકાર કર, હે વત્સ ! તું સદાને માતૃવત્સલ છે, હે વત્સ ! આ બનાવમાં તારા પિતાનો શેષ નથી અને ભારતનો પણ દોષ નથી, પણ સ્ત્રી સ્વભાવથી સુલભ એવો આ દોષ કૈકેયીનો જ છે. હે વત્સ ! એક કુલટાપણાના દોષને ત્યજીને બાકીના સ્ત્રીઓના પૃથક્પૃથક્ જે કોઈપણ શેષો છે તે સઘળાંય દોષો, દોષની ખાણ જેવી મારામાં કાયમી સ્નાન કરીને રહેલા છે, હે વત્સ ! પતિને, પુત્રોને અને મારા પરિવારને દુ:ખોની ખાણ સમું મેં આ જે દુષ્કર્મ કર્યું છે. તેને તું સહન કર કારણકે તું પુત્ર છે." ભાગ્યવાનો ! વિચારો શ્રીમતી કૈકેયીમાતાની આ દશા ! એકવાર મોહાધીનતાના પ્રતાપે નહિ કરવા યોગ્ય માંગણી કરી તો દીધી, પણ એનું પરિણામ વિપરીત આવતું જોયું કે તરત જ હૃદય પલટાયું. ઉત્તમ આત્માઓમાં આવી જ ઉત્તમતા વસે છે કે જે ઉત્તમતા આવતા વિપરીત પરિણામોને એકદમ અટકાવી શકે છે અને અતિશય સુંદર પરિણામને આણી શકે છે. અનુપમ ઉત્તમતા વિના આ જાતનું કથન પોતાના પુત્રો અને પુત્રવધૂ સમક્ષ કરવું એ શું શક્ય છે? પણ ઉત્તમતા એ વસ્તુ જ એવી છે કે સત્ય એકરાર કરવા આત્માને પ્રેરે છે. એ ઉત્તમતાની પ્રેરણાથી કૈકેયીમાતાએ સાફ-સાફ શબ્દોમાં કહ્યું કે, ૧. હે વત્સ ! તું આ તારા ભાઈના વચનને માન ! ૨. હે વત્સ ! તું સદાય માતા પ્રત્યે સ્નેહાળ છે, શ્રી ભરતજીનો રાજ્યાભિષેક ૪ શ્રી દશરથજીની દીક્ષા....૧૩

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358