Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 347
________________ ઉપાલંભ અને યાચના પોતાના લઘુબંધુ શ્રી ભરતને મૂર્છિત થયેલ જોઈને શ્રી રામચંદ્રજી સ તેમને સાવધ કરે છે. શ્રી રામચંદ્રજી પ્રત્યે મૂńરહિત બનેલા અને વિનયી એવા શ્રી ભરતે વડીલ પ્રત્યે દઈ શકાય એવા ભક્તિભર્યા ઉપાલમ્ભપૂર્વક પોતાની માંગણીઓ રજૂ કરતાં કહેવા માંડ્યું કે X X X X X X X X X X X X X X મમમિવ માં ત્યક્ત્વા, થમત્ર ત્વમાનમાં શી राज्यार्थी भरत इति, मातृदोषेण योऽभवत् । મનાવવાઢો હર ત-માત્મના સહ માં નયન્ જી निवृत्त्य यद्वायोध्यायां गत्वा राज्यश्रियं श्रय । વૌનીનશળ્યું મે ભ્રાત-રેવમવ્યયસ્થતિ નગસ્મિમં હિ સૌમિત્રિ-સ્તવામાત્યો મવિષ્યતિ । અ નનઃ પ્રતીહાર, શત્રુઘ્નસ્ત્વાતવપ્રભૃત્ ૪ 3 “હે પૂજ્ય ! અભક્તની જેમ ત્યજી દઈ આપ અહીં કેમ પધાર્યા ? મારી માતાના દોષથી મારા ઉપર ‘શ્રી ભરત રાજ્યનો અર્થી છે.' આ પ્રમાણે જે અપવાદ આવ્યો છે તેને આપ પોતાની સાથે લઈ જઈને હરો અથવા તો અહીંથી પાછા ફરીને અયોધ્યામાં જઈને રાજ્યલક્ષ્મીનો આશ્રય કરો. હે બંધો ! એ પ્રમાણે કરવાથી મારી ઉપર આવેલું કુળનાશકપણાનું કલંક પણ ચાલ્યું જશે. હે બંધો ! આપ રાજ્યના સ્વામી બનો એટલે નિશ્ચિત છે કે જગતના મિત્ર એવા શ્રી લક્ષ્મણજી આપના અમાત્ય થશે. આ જન એટલે ભરત આપનો પ્રતીહાર થશે અને શત્રુઘ્ન આપનો છત્રધર બનશે." ભાગ્યવાનો ! વિચારો ભાગ્યશાળી શ્રી ભરતનાં હૃદયની સુવિશુદ્ધ દશાને ! પોતાની માતાએ પોતાના માટે રાજ્યની માગણી કરી એથી પોતે માને છે કે મારી ઉપર ‘શ્રી ભરત રાજ્યનો અર્થ છે.' આવી જાતનું કલંક આવ્યું. એક રાજપુત્ર રાજ્ય ઇચ્છે એમાં કલંક શાનું ? એવો વિચાર શ્રી ભરતને નથી આવતો. પણ ઉભું શ્રી ભરત રાજ્યનો અર્થ છે એવું લોકો માને એ પોતાના ઉપરનું કલંક છે. એમ પોતે માને છે ! ખરેખર, આ વિચારણા વિવેકીને જ શક્ય છે પણ પૌદ્ગલિક લાલસામાં સેલા માટે શક્ય નથી. વડીલ બંધુ પ્રત્યે તે મહાનુભાવના હૃદયમાં કેટલી ભક્તિ ભરી હશે કે જેથી તે ઉપાલમ્ભપૂર્વક પોતાની માંગણીઓ વડીલ બંધુના ચરણે ધરી શકે છે. જીંદગી સુધી સ્વાર્થમાં રક્ત રહેનારા વડીલને આવી જાતનો . ܐ | 2010 શ્રી ભરતજીનો શજ્યાભિષેક શ્રી દશરથજીની દીક્ષા...૧૩

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358