Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 346
________________ સત... ભાગ-૨ રિામ-લક્ષ્મણને સ્થાને કો'ક બીજી માતા હોત તો પોતાના ઉપર આક્રોશ કરનાર પુત્રને એમ કહી દેત કે, “તો તારા માટે ગાદી માંગી હતી છતાં મારા ઉપર દોષારોપણ કરે છે, તો જા મારે તારા જેવા દીકરા ન જોઈએ.' પણ એમ બને જ કેમ? કારણકે આ માતા અને દીકરા જુદા જ હતા. આ સ્થળે એ સમજી લેવું જોઈએ કે જે પુત્ર માતાની હિતશિક્ષાને ન માને તે કપુત અને પુત્રની સારી ક્રિયા જોઈને જે માતા આનંદ ન પામે તથા આવા ઉત્તમ પુત્રની ઉત્તમતા જાણીને સંતોષ અને આનંદ પામવાને બદલે સંતાપ પામે તથા A સારી ક્રિયામાં વિધ્ધ કરે તે માતા પણ કુમાતા. જે માતા-પિતા પોતાના સંતાન પ્રત્યેની ફરજ ચૂકે તે પોતાનું માતા-પિતાપણું ગુમાવે છે અને જે સંતાનો શિરસાવંઘ કરવા જેવી માતા-પિતાની આજ્ઞા ન માને તો પોતાનું પુત્રપણું ગુમાવે છે. કપુત અને કુમાતા તથા કુપિતાનો યોગ જેમ ખરાબ ફળને પેદા કરે છે તેમ ઉત્તમપુત્ર અને ઉત્તમ માતા-પિતાનો યોગ ઉત્તમ ફળને પેઘ કરે છે. આ ઉત્તમ યોગનો જ પ્રતાપ છે કે આવી સ્થિતીમાં ભેગા થયેલ માતા આદિ આ રીતે પરસ્પર ભેટી શકે છે. દરેકના અંતરમાંથી સૌજન્યનો પ્રવાહ રેલાય છે. આ ઉત્તમ ફળ ઉત્તમ યોગનું જ છે. એમાં કોઈથી ઈન્કાર થઈ શકે તેમ નથી. ત્યારબાદ, भरतोऽपि नमश्चक्रे, रामपाढावुढश्रुदक् । प्रत्यपद्यत मुच्छौँ च, मूर्च्छत्वेदमहाविषः ॥११॥ જેની આંખોમાં અશ્રુઓ ઉભરાઈ રહ્યાં છે, એવા શ્રી ભરત પણ તે સમયે શ્રીરામચંદ્રજીના ચરણોમાં નમસ્કાર કરે છે, અને જેનામાં ખેદરૂપી મહાવિષ વ્યાપ્ત થઈ રહ્યાં છે એવા તે મૂર્છાને પામ્યા.” વિચારો ! આ અવસ્થા અને આ અવસ્થાનું કારણ, વિના પ્રયાસે વડીલબંધુ ચાલ્યા જાય છે અને વગર માંગ્યે રાજ્ય મળી છે જાય છે એ છતાં પણ શ્રી ભારતની આ દશા થાય છે. એ કેવી Roઉત્તમ દશાનું સૂચન કરે છે. એ અવશ્ય વિચારણીય છે. પારકા * રાજ્યને પડાવી લેવા મથનારાઓએ આ પ્રસંગ અવશ્ય વિચારવા યોગ્ય છે. આ મૂચ્છનું હાર્દ તો આપણને ત્યારે જ સમજાશે કે જ્યારે શુદ્ધિમાં આવ્યા બાદ શ્રી ભરત પોતાનું હૃદય પોતાના વડીલબંધુ સમક્ષ ખુલ્લું કરશે.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358