Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ હતા. એ જ કારણે માતા અને પિતા ઉભયની આજ્ઞા છતાં રાજ્યનો સ્વીકાર નથી કરતા અને વડીલ બંધુનો વિરહ નહિ સહી શકવાથી તે પોતાની જાત ઉપર અને પોતાની માતા ઉપર ઉલ્ટા આક્રોશ કરે છે. શ્રી ભરતજીની આવી દશા જોવાથી परिव्रज्योत्सुको राजा, सामंतान् सचिवानपि । प्राहिणोद्राममानेतुं, राज्याय सहलक्ष्मणम् ॥ “દીક્ષાગ્રહણ માટે ઉત્સુક બનેલા શ્રી દશરથમહારાજાએ રાજ્ય ખાતર શ્રી રામચંદ્રજીને શ્રી લક્ષ્મણજીની સાથે પાછા આવવા માટે સામંતોને અને સચિવોને પણ મોકલ્યાં." મહારાજાની આજ્ઞાથી શ્રી રામચંદ્રજીને પાછા લાવવા માટે નીકળેલા તે સામંતો અને સચિવો પશ્ચિમ દિશામાં ગમન કરી રહેલા શ્રી રામચંદ્રજી પાસે જલ્દીથી જ પહોંચી ગયા અને તેમની પાસે પહોંચી જઈને ભક્તિથી રાજાની આજ્ઞાનું કથન કરવાપૂર્વક પાછા ફરવાને કહ્યું, તેઓએ પોતાના તરફથી પણ સઘળી હકીકત જણાવીને દીનતાપૂર્વક ઘણી ઘણી પ્રાર્થના કરી. એ રીતે, તૈનિ પ્રાર્થમાનોડાવ, ન ક્યવર્તત રાયવઃ મહતાં હિ પ્રતિજ્ઞા તુ, ન ઘનત્યદ્રિવાહવત્ રી દીન એવા તે સામંતો અને સચિવો દ્વારા પ્રાર્થના કરાવા છતાં પણ .. શ્રી રામચંદ્રજી પાછા ન ફર્યા. કારણકે મહાપુરુષોની પ્રતિજ્ઞા પર્વતના મૂળની જેમ ચલાયમાન થતી નથી.” પ્રતિજ્ઞાની અચળતાથી નિષ્ફળતા પોતાની પ્રતિજ્ઞા અચળ હોવાના કારણે પાછા ફરવાની ના પાડીને શ્રી રામચંદ્રજીએ, પાછા જવા માટે વારંવાર કહેવાં છતાં પણ તેમને પાછા ફેરવવાની આશા કરી રહેલા તે સામંતો અને સચિવો શ્રી રામચંદ્રજીની સાથે જ ચાલવા લાગ્યા. આગળ ચાલતાં શ્રીમતી સીતાદેવી, શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી ઉગ્ર શ્વાપોની નિવાસ ભૂમિ, મનુષ્યો વિનાની, મોટા વૃક્ષોથી ભરેલી એવી પરિયાત્રા નામના કુલાચલની અટવીમાં પહોંચ્યા. તે પછી માર્ગમાં તેઓએ ગંભીર આવર્તોએ કરીને ભયંકર અને મોટા પ્રભાવવાળી ગંભીરા નામની નદીને જોઈ. એ નદીની પાસે ઉભા રહીને શ્રી રામચંદ્રજીએ સાથેસાથે ચાલતાં સામંતો આદિને આ પ્રમાણે કહ્યું કે, શ્રી ભરતજીનો શબ્યાભિષેક ૩૨૧ શ્રી દશરથજીની દીક્ષા...૧૩

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358