Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 341
________________ અજ્ઞાનતા જીવતી ને જાગતી બેઠી હોય તેઓ જ પ્રતિજ્ઞા તોડે. શ્રી જૈનશાસનમાં માતા-પિતાની સંતાન પ્રત્યેની અને સંતાનની માતાપિતા પ્રત્યેની, પતિની પત્ની પ્રત્યેની, અને પત્નીની પતિ પ્રત્યેની એમ સૌ કોઈને કોઈ પ્રત્યેની ફરજ ખુલ્લી કહેલી છે. આ ફરજને સમજનારા પુણ્યશાળીઓ આશાના નામે ખોટી ધાંધલ નથી મચાવતા અને પ્રભુધર્મની આરાધના માટે પ્રયત્નશીલ થયેલા આત્માઓને ખોટી રીતે ઉતારી પાડવાનો ધંધો પણ નથી આદરતા. વળી જેઓ એ ફરજને સમજે છે તેઓને અજ્ઞાનીઓના ઘોંઘાટની પણ દરકાર નથી હોતી. જ્યાં સુધી શ્રી રામચંદ્રજી દેખાયા ત્યાં સુધી સામંતાદિએ જોયા અને છેવટે પાછા ફર્યા. પણ પ્રતિજ્ઞાના પાલન માટે જ સજ્જ થયેલા શ્રી રામચંદ્રજીએ તો પાછું સરખું પણ ન જોયું. દેખાય ત્યાં સુધી જોઈને પાછા ફરેલા સામંતો અને મંત્રીઓ પણ જેમ ગયા હતા તેમજ અયોધ્યામાં પાછા આવ્યા. પાછા આવીને તેઓએ સઘળા જ સમાચાર શ્રી દશરથ મહારાજાને જણાવ્યા. ભરતજીની અપૂર્વ નિર્મમતા જયારે બોલાવવા છતાં પણ શ્રી રામચંદ્રજી પાછા ન જ આવ્યા ત્યારે શ્રી દશરથ મહારાજાએ પણ ભરતને કહ્યું કે, XXXXXXX, નાવાતી રામનમાળો, राज्यं गृहाण मम, तदीक्षाविघ्नाय मा भूः ॥ “વત્સ ભરત ! રામ અને લક્ષ્મણ આવ્યા નહિ તે કારણથી હવે તું રાજ્યને ગ્રહણ કર અને મારી દીક્ષામાં વિઘ્ન થાય તેવું ન કર.' પિતાજી મહારાજા શ્રી દશરથના આ કથનના ઉત્તરમાં પણ શ્રી ભરતે મક્કમતાથી કહ્યું કે, XXXXXXX, રાન્ય નાટ્ટાસ્યહં થંઘન માનવ્યે તુ સ્વયં ત્વા, પ્રસાદ નિનમગ્રનમ્ “હે પિતાજી ! હું તો કોઈપણ રીતે રાજ્યને ગ્રહણ કરીશ નહિં. પરંતુ સ્વયં જઈને મારા પોતાના વડીલ બંધુ શ્રી રામચંદ્રજીને પ્રસન્ન કરી અહીં પાછા લાવીશ.” ܐ આ પ્રકારની પોતાના પુત્રની આ અનુપમ નિર્મમ દશા અને કુટુંબની દુ:ખદ અવસ્થા આદિ જોઈને શ્રીમતી કૈકેયી પણ કંપી ઉઠ્યા. # શ્રી ભરતજીનો રજ્યાભિષેક ? / શ્રી દશરથજીની દીક્ષા...૧૩

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358