Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 330
________________ સીત.... ભાગ-૨ ૩૧૨ ..........મ-લક્ષ્મણને એવા શ્રી તીર્થંકરમહારાજાનું જીવન એ એવું જીવન હોય છે કે એ તારકના જીવનની ાનાદિ ધર્મક્રિયાઓ એવી છે કે જે તારકોએ આજ્ઞાથી વિહિત કરી છે અને એમાં જે-જે વિશિષ્ટતાઓ છે તે-તે, તે તારકના જેવા આત્માઓ સિવાય અન્ય માટે શક્ય નથી. તે તારકોના ગૃહવાસી જીવનમાં સંસારની અંદર બીજી પણ થતી. જે ઉચિત કરણીઓ છે તે ઉચિત કરણીઓમાં પણ એ જ સ્થિતિ છે કે સામાન્ય પ્રકારે તે સઘળી ઉચિત કરણીઓ તે તે અવસ્થામાં ઉચિત તરીકે વિહિત હોય છે. અને એમાં પણ જે વિશિષ્ટતા હોય છે તે અન્ય માટે લાવવી અશક્ય હોય છે. અનુકરણીયતાના વિષયમાં આટલો વિવેક અતિશય આવશ્યક છે. ઉપકારીઓએ એ વિવેક કરી શકાય એવી સઘળી જ સામગ્રી આપણને સમર્પી છે. શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ શ્રી આચારાંગ સૂત્રના નવમા અધ્યયનનો અર્થાધિકાર દર્શાવતા સાફ શબ્દોમાં ફરમાવ્યું છે કે ‘આઠ અધ્યયનોમાં પ્રતિપાદિત કરેલો અર્થ સારી રીતે આ પ્રમાણે શ્રી વર્ધમાન સ્વામીએ કરેલો છે અને તેનું પ્રદર્શન શેષ સાધુઓના ઉત્સાહ માટે જ છે. આજ કારણે સર્વત્ર શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાનું જ પ્રાધાન્ય વર્ણવ્યું છે. પણ કૃત્યનું નહીં.'અને એ કારણે જ તિથિની ચર્ચા કરતાં શ્રી તરંગિણી ગ્રંથમાં તેના રચયિતા મહોપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી ગણિવરે પણ અન્ય મહાપુરુષોની સાક્ષી સાથે આજ્ઞાનું પ્રાધાન્ય જ માનવા ફરમાવ્યું છે. એ મહર્ષિ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે, " न च तीर्थकृद्भिरेवं न कृतम् इति अस्माभिरप्येवं न क्रियते इति वाच्यम्, तेषां आज्ञाया प्रमाणत्वात् न तु तत्कृ त्यस्य, अन्यथा रजोहरणमुखवस्त्रिकाप्रतिलेखनादिक्रियाणां विलोपापत्तेः ग्रन्थादौ अपि મ મનાયા હવ પ્રાઘાન્ય ઝાં ન તુ ત્યસ્ય ’ અર્થાત્ “શ્રી તીર્થકર મહારાજાઓએ એ પ્રમાણે નથી કરેલું એ કારણથી અમે પણ એ પ્રમાણે નથી કરતાં.” એ પ્રમાણે તમારે કહેવું એ યોગ્ય નથી. કારણકે શ્રી તીર્થંકર મહારાજાઓની આજ્ઞાનું જ પ્રમાણપણું છે પણ કૃત્યનું પ્રમાણપણું નથી. અન્યથા એટલે જો આજ્ઞાનું પ્રમાણપણું માનવાને "

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358