Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ સીતાદેવી પણ પતિની પાછળ કોઈ પણ જાતના વિકલ્પ વિના આ વનમાં જવાને તૈયાર થાય. એ આફતને પણ ઘોળી પીને શ્રીમતી રિ અપરાજિતાદેવી ઉચિત ફરજનું શ્રીમતી સીતાદેવીને ભાન કરાવે, જે શ્રી લક્ષ્મણજી પણ વડીલ બંધુ પાછળ એકદમ જવા તૈયાર થાય. IS શ્રી લક્ષ્મણજીની માતા એમાં પ્રોત્સાહન આપે અને શ્રીમતી અપરાજિતાદેવીની પ્રેમ અને વાત્સલ્યભરી ના છતાં શ્રી લક્ષ્મણજી & એકદમ પ્રયાણ કરે. આ બધા બનાવો અનુપમ શાંતિથી અને કારમા ઘોંઘાટ સિવાય બનવા એ સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય કેમ જ બની શકે ? શ્રી રામચંદ્રજી, શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી એ ત્રણેય ભેગાં થઈ ગયા. ભેગા થઈને ત્રણેય જણ વનમાં જવા માટે કેવી રીતે નીકળ્યા એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે नयोऽपि निर्ययुः पुर्या, विकस्वर मुखांबुजाः । विलासोपवनायेव, वनवासाय सोद्यमाः ॥१॥ વિસ્કવર છે મુખરૂપ કમળ જેમનાં એવા અને વિકાસનાં ઉપવનમાં જવા માટે જેમ ઉઘમવાળા બને તેમ વનવાસ જવા માટે ઉદ્યમવાળા બનેલા એવા તે શ્રી રામચંદ્રજી, શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી ત્રણે અયોધ્યાનગરીથી નીકળ્યા. ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા વિચારો કે આવી દશા એ ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય શક્ય છે ? કહેવું જ પડશે કે કોઈપણ રીતે નહિ, ભોગાવલી કર્મના ઉદયથી સંયમી બનવા માટે અશક્ત એવા આત્માઓની દશા સંસારમાં પણ ઘણી બાબતમાં અનુકરણીય હોય છે. સંસારરસિક આત્માઓની આંખે આવી અનુકરણીય દશા પણ ન ચઢે એ સહજ છે. કલ્પાતીત પુરુષો સિવાયના દરેક ઉત્તમ પુરુષોનું જીવન પ્રાયઃ અનુકરણીય હોય છે. કલ્પાતીત પુરુષોની ધર્મપ્રવૃત્તિ અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં જ આવી જાય છે અને એમાં જે-જે વિશિષ્ટતાઓ હોય છે તેનું અનુકરણ અન્ય માટે અશક્ય જ હોય છે. કલ્પાતીતોમાં સર્વશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીનો વનવાસ..૧૨

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358