Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 326
________________ સત... ભાગ-૨ વિચારો ! આ સુમાતાની ધીરતા અને વિવેકભરી વાણી તથા પ્રેરણાભરી આજ્ઞા. આવી માતા ઉત્તમ પુણ્ય વિના નથી મળતી. આવે સમયે સપત્નીના પુત્રની પાછળ જવા માટે આ પ્રમાણે બોલનારી માતા લાવવી ક્યાંથી ? પ્રભુમાર્ગે જતા આત્માના જીવનને પણ બરબાદ કરવા સજ્જ થયેલા આ જમાનામાં આવા પ્રકારની માતાઓ પ્રાય: ન મળી શકે એમાં કશી જ શંકા નથી. જે સમયમાં ધર્મગુરુઓ પણ પોતાની ફરજને માન આદિના કારણે ભૂલે તે સમયમાં સૌ કોઈ પોતાની ફરજ ભૂલે એમાં આશ્ચર્ય શું છે ? ખરેખર, મોહનું સામ્રાજ્ય જ કોઈ અજબ છે, ધર્મગુરુઓ પણ ત્યાગજીવનથી વિરુદ્ધ બોલે અને આચરે એ પણ મોહનો જ ચાળો છે. એવાઓને પણ એવો મોહનો ચાળો કરવાનું મન થાય તો પછી માતા-પિતા આદિને થાય એમાં નવાઈ પણ શી છે? ખરેખર, જેઓ પ્રભુશાસનથી પરવારી બેસે છે તેઓ સઘળી જ સુંદર વસ્તુઓથી પરવારી બેસે છે. માતા સુમિત્રા પ્રભુશાસનથી સુવાસિત હતા એટલે કોઈપણ ઉચિત આચારને કેમ જ લંઘે ? વડીલ બંધુ વનવાસ સ્વીકારે એ વખતે લઘુબંધુઓ પણ તેની સેવા માટે વનવાસ સ્વીકારવો જોઈએ, આવી વ્યવહારિક ફરજને પણ શ્રીમતી સુમિત્રામાતા ન સમજે એ બને જ કેમ? સભા : ન જ બને. આ ઉત્તર બરાબર હદયમાં કોતરી રાખજો. જે વિવેકપૂર્વક વ્યાવહારિક ફરજને પણ ન ભૂલે તે ધાર્મિક ફરજ તો ભૂલે જ કેમ? પોતાના કર્તવ્યને સમજતાં શ્રીમતી સુમિત્રામાતાએ પોતાના પુત્રને તેની ફરજના પાલન માટે પૂરતું પ્રોત્સાહન સમપ્યું. માતા તરફથી મળેલ પ્રોત્સાહનના પ્રતાપે શ્રી લક્ષ્મણજીના છે અંતરમાં પરિપૂર્ણ તોષ થયો. એ તોષને લઈને શ્રી લક્ષ્મણજીના હતોમુખમાંથી “$ઢ સાધ્વવ સાáë ! મäવાસ ” હે માતા ! આ આપ સારું બોલ્યાં ખરેખર, આપ મારા માતાજી છો !” આ પ્રમાણેના ઉદ્ગારો નીકળી પડ્યા. આવા પ્રકારના છ ઉદ્દગારો પોતાની માતાને સંભળાવીને અને નમસ્કાર કરીને ભાઈને

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358