________________
સીતા... ભાગ-૨
૨૮૪
........રામ-લક્ષ્મણને
અશક્ય પ્રાય: છે. પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા જીવન ઉપર આવા પ્રકારની સુંદર અસર નીપજાવે છે. પ્રભુશાસનની ત્યાગ પ્રધાનતાને ગોપવનારાઓ અર્થી આત્માઓનો પણ પ્રભુમાર્ગથી વંચિત રાખે છે અને અન્ય આત્માઓને પ્રભુશાસન તરફ જે જાતનો સદ્ભાવ પેદા કરવો જોઈએ તે નથી કરી શકતા. એટલું જ નહિ પણ ઈતર શાસનોના જેવું જ આ પણ એક શાસન છે એવી છાપ એવા આત્માઓના અંતરપટ ઉપર પાડે છે. આ બેય વસ્તુ ભયંકર પાપરૂપ છે. આવું પાપ પ્રભુશાસનના સાચા પૂજારીઓ કદી જ ન આચરે પણ પ્રભુશાસનના નામે આજીવિકા ચલાવવા અથવા તો નર્યુ માનસન્માન અને અનેક પ્રકારની અનુકૂળતાઓને મેળવવા ઇચ્છતા વેખધારીઓએ આ પાપોને સારી રીતે આચર્યા છે. એના જ પરિણામે આજે તેવા પ્રકારના માતા-પિતા અને તેવા પ્રકારના સુપુત્રો તૈયાર થતા અટકી ગયા છે. આ નુકશાન જૈન સંઘને માટે નાનું-સુવું નથી. પ્રભુશાસનની ત્યાગ પ્રધાનતા સૌને સૌની ફરજ સારામાં સારી રીતે સમજાવે છે. શ્રી રામચંદ્રજી રાજ્યગાદીનો હક્ક છોડી ભરતને પોતાના જેવો માનવાનો માતાને આગ્રહ કરે છે અને પોતે વનવાસ સ્વીકારવાની મરજી સદ્ભાવપૂર્વક દર્શાવે છે. એ પ્રતાપ પ્રભુશાસનની ત્યાગપ્રધાનતાનો જ છે.
માતાની મોહવિકલતા
ખરેખર, આ સંસારમાં મોહનું સામ્રાજ્ય પણ સામાન્ય પ્રકારનું નથી. મોહનું સામ્રાજ્ય સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ અવસરે-અવસરે અવશ્ય સતાવે છે. દૃઢ સમ્યગ્દષ્ટિ આત્માઓ જ એના સામ્રાજ્યમાં સ્વસ્થપણે રહી શકે છે. મોહના એ કારમા સામ્રાજ્યના પ્રતાપે પુત્રની તે વાણીને સાંભળી અપરાજિતાદેવી મોહવિકલ બનીને ભૂમિ ઉપર પટકાઈ પડ્યા. મૂચ્છિત થયેલ તે દેવીને દાસીઓએ ચંદનના પાણીથી સિંચ્યાં. અને એના પરિણામે સ્વસ્થ બનીને ઉઠ્યા અને આ પ્રમાણે બોલવા લાગ્યા કે,
आः केन जीवितास्म्येषा, मूर्च्छा हि सुख मृत्यवे । સહિષ્ણે રામવિરહ - દ્રુવં નીવંત્યતં થમ્