________________
શ્રી રામચન્દ્રજીનો
વનવાસ
૧૨
વિવેકી જીવોને આસક્તિ ઘરવાસમાં રાખી શકે પણ તુચ્છ સ્વાર્થ ખાતર પ્રાયઃ અનીતિના માર્ગે એવા જીવો જાય નહીં એટલું જ નહીં માતા-પિતા આદિની શાંતિ માટે પોતાના પૌદ્ગલિક સ્વાર્થનો પરિત્યાગ કરવામાં આવા જીવો પ્રાય: સહેજપણ પાછા પડતા નથી.
શ્રી રામચન્દ્રજી આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય. ભરત પોતાની હાજરીમાં રાજ્ય નહીં સ્વીકારે અને તેથી પિતાજીને ઉભયલોકની હાનિ થશે એમ સમજીને શ્રીરામચન્દ્રજીએ વનવાસનો નિર્ણય કર્યો અને નિર્ણય જાહેર પણ કર્યો.
શ્રી રામનું પ્રયાણ, તેમની પાછળ શ્રીમતી સીતાનું પ્રયાણ, પછી શ્રી લક્ષ્મણજીનું પ્રયાણ, એક અપૂર્વઘટના સ્વરુપે રાજકુળ, રાજમાતાઓ અને પૌરજનોના ઉલ્લાપો આદિ સ્વરુપે શાંત ચિત્તે વાગોળવા જેવી ઘણી ઘણી વાતો અહીં રજૂ થઈ છે.
શ્રી દશરથજીની મોહવશતા, શ્રી ભરતજીનો વિવેક, શ્રી રામચન્દ્રજીની મક્કમતા આ બધું જ અપૂર્વ છે.
-શ્રી
૨૭૯