________________
સીતા... ભાગ-૨
૧૭૮
........રામ-લક્ષ્મણને
આવા પ્રકારના પરાક્રમી એવા તે બંનેય સાક્ષાત્ અંગધારી પુણ્યના પુંજ જેવા શ્રી દશરથ પુત્રો, કલાચાર્યને માત્ર સાક્ષીરૂપ જ બનાવીને ક્રમસર સઘળી જ કલાઓને શીખી ગયા. અર્થાત્ તે બાળકો એવા પુણ્યશાળી હતા કે જેથી કલાભ્યાસ કરવામાં તેઓને કશી જ મુશ્કેલી ન પડી અને કલાભ્યાસ કરાવવામાં કલાચાર્યને પણ કશી જ મુશ્કેલી ન નડી. કિંતુ કલાચાર્ય તો માત્ર એક સાક્ષીરૂપ જ રહ્યા અને કલાચાર્યના સાક્ષીપણામાં વિના પ્રયાસે પણ પોતાની પૂર્વની આરાધનાના પ્રતાપે સકળ કળાઓના તે બંનેય પારગામી થયા. કલાના પારગામી બનવા સાથે તેઓ બળવાન પણ એવા જ બન્યા કે મહાપરાક્રમી એવા તે બંનેય જેમ લીલામુષ્ટિના પ્રહારથી જેમ લીલામાત્રથી હિમના કર્પરને ભાંગી નાખે તેમ પર્વતોને પણ દળી નાંખતા હતા. અર્થાત્ જેમ હિમપાત્રોને લીલાપૂર્વક એક સામાન્ય મુષ્ટિના પ્રહારથી ભેદી નખાય તેમ તે પરાક્રમી બાળકો મુષ્ટિના પ્રહારથી પર્વતોને પણ લીલાપૂર્વક દળી નાખતા હતા. શ્રમના સ્થાનમાં પણ જ્યારે તેઓ બાણને ધનુષ્ય ઉપર ચઢાવતા ત્યારે સૂર્ય પણ ખૂબ કંપતો અને બિચારો તે વિંધાઈ જવાની શંકાથી ઉંચે જ રહેવા લાગ્યો. પરાક્રમી એવા પણ દુશ્મનોના બળને તેઓ તૃણના જેવું માનતા અને પોતાના શસ્ત્ર કૌશલ્યને તેઓ કૌતુકને માટે જ હોય તેમ માનતા. અર્થાત્ દુશ્મનોને જીતવા એ પણ એ પરાક્રમીઓને મન સરળ હતું. અને શાસ્ત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી એ પણ એ બુદ્ધિશાળીઓને મન સહેલું હતું.
દશરથની નિર્ભયતા અને રાજગૃહથી અયોધ્યા આવા પ્રકારે સર્વ રીતે વૃદ્ધિને પામતા પોતાના તે બાળકોના શસ્ત્ર અને અસ્ત્રના કૌશલ્યથી અને ઉંચામાં ઊંચી કોટીના ભુજાબળથી શ્રી દશરથ મહારાજા પોતાને દેવો અને અસુરોથી પણ અજય્ય માનવા લાગ્યા. પોતાના પુત્રોની શસ્ત્રો અને અસ્ત્રોની કુશળતાથી અને અજોડ ભુજાબળથી દશરથ મહારાજાને ખાત્રી થઈ ગઈ કે હવે