________________
8-00 *.P???
..........મ-લક્ષ્મણને
ભાગ્યવાનો ! વિચારો કે કર્મ આત્મા ઉપર કેવી-કેવી અતર્કિત આફતો કેવા કેવા નિમિત્તે ઊભી કરે છે ? વિચાર કરવામાં આવ્યો હોત તો શ્રી નારદજી પણ સમજી શકે તેમ હતા કે શ્રી સીતાનો આમાં કશો જ અપરાધ ન હતો. પણ કર્મ એવો વિચાર કરવા જ શાનું દે ? ભયંકર દૈશ્યના દર્શનથી એક રાજપુત્રી ભય પામે અને ચીસ પાડી ઘરમાં પેસી જાય એમાં કોઈના ઉપર ઉપદ્રવ ગુજરાવવાની તેનામાં ભાવના હતી એવી કલ્પના કરવી એ કેટલું વિચિત્ર ! અને પોતે જેની રક્ષામાં યોજાયેલ છે, તેની ઉપર આફત આવી પડી છે એમ જાણે તો નોકર વર્ગ પણ પોતાની ફરજ બજાવવા દોડી આવે તથા પોતાના માલિકને આફતમાંથી બચાવી લેવા બનતું કરે. એમાં દુન્યવી દૃષ્ટિએ કંઈ જાતનો ગુનો છે ? પણ આ બધું શ્રી નારદજી જેવા સમજદાર પણ ન વિચારી શક્યા અને શ્રી સીતાને કોઈ વિલક્ષણ પ્રકારની આફતમાં નાંખવાનો વિચાર કરવા મંડી પડ્યા. એ કર્મની કેવી અકળ કળા છે, એ સમજવા માટે આ પ્રસંગ સારામાં સારું સાધન છે.
કર્મની અકળ કળાએ શ્રી નારદજીને પણ વિલક્ષણ વિચારમાં મૂક્યા અને વિલક્ષણ વિચારણાનો અમલ કરવાને પણ એકદમ પ્રેર્યા. એ કારમી પ્રેરણાના પ્રતાપે શ્રી નારદજી જેવા પણ પરિણામનો વિચાર ન કરી શક્યા અને સ્વાભાવિક બનાવને જાણે એ ઈરાદાપૂર્વક જ કરવામાં આવ્યો છે. એમ માની લઈને બદલો વાળવાના જ નિશ્ચય ઉપર આવી ગયા. આવેશ એ ખરખરે જ ઘણી ભયંકર વસ્તુ છે. આવેશમાં આત્મા કશો જ સુંદર વિચાર નથી કરી શકતો. આવેશવશ શ્રી નારદજી પણ વિચાર ન કરી શક્યા કે આ કારવાઈનું પરિણામ કેટલા આત્માઓને પાપના માર્ગે યોજશે. અને કેટલાય આત્માઓ ઉપર અકારણ દુ:ખદ આફત આવી પડશે ! યોગ્ય વિચારણા નહીં કરી શકવાથી જ શ્રી નારદજીએ પોતાની વિચારણા મુજબ તરત જ તેમ કર્યું એટલે શ્રી સીતાજીનું એક સુંદર ચિત્રપટ ચીતર્યું અને ત્રણેય જગતમાં પૂર્વે નહિ જોયેલું એવું શ્રી સીતાનું રૂપ ભામંડલકુમારને દેખાડ્યું.