________________
દશરથમહારાજાને ભરતની વિવેકભરી સલાહ
‘પઉમચરિયમ્'ના કર્તાએ આ વસ્તુને ઘણા જ વિસ્તારથી ત સંવાદરૂપે આલેખી છે. ‘પઉમચરિયમ્’ના કર્તા એ સંવાદનું આલેખન કરતાં ફરમાવે છે કે
શ્રીમતી કૈકેયીની માંગણીના સ્વીકાર કર્યા પછી શ્રીદશરથમહારાજાએ શ્રીલક્ષ્મણની સાથે શ્રીરામચંદ્રજીને બોલાવ્યા. વૃષભ જેવી ગતિવાળા શ્રી રામચંદ્રજી પણ આવ્યા અને પ્રણામ કરીને ઉભા રહ્યા, પ્રણામ કરીને ઉભા રહેલા શ્રી રામચંદ્રજીને ઉદ્દેશીને શ્રી દશરથમહારાજાએ ફરમાવ્યું કે, ‘હે વત્સ ! મહાસંગ્રામમાં શ્રીમતી કૈકેયીએ, મારું સારથિપણું કરેલું અને એથી તુષ્ટમાન થયેલાં મેં તેને એક વર (વરદાન) સર્વ નરેન્દ્રો સમક્ષ આપેલ. એ વરદાનના યોગે તેણે આજે આ સઘળુંયે રાજ્ય પોતાના પુત્ર માટે માગ્યું છે. હે વત્સ! આથી હવે હું શું કરું ? કારણકે હું તો આથી ચિંતારૂપ સમુદ્રમાં પડેલો છું. શ્રી ભરત દીક્ષા ગ્રહણ કરે છે, શ્રીમતી કૈકેયી તેના વિયોગથી મરે છે અને હું પણ નિશ્ચયપૂર્વક જગતમાં અલીકવાદી બનું છું.”
પિતાજીની આ ચિંતાને ટાળવા માટે શ્રી રામચંદ્રજી કહે છે કે “હે પિતાજી ! આપ આપના વચનની રક્ષા કરો. લોકમાં આપની અકીર્તિ થાય એવા ભોગના કારણરૂપ રાજ્યનું મારે પ્રયોજન નથી. જાતવાન્ પુત્રે નિરંતર પિતાના હિતની જ ચિંતા કર્યા કરવી જોઈએ કે જેથી પિતા એક મુહૂર્ત વાર પણ શોકને ભજનારા ન બને.” જ્યાં આવા પ્રકારની પરિષદને રંજન કરનારી કથા ચાલી રહી છે, એટલામાં જ જેનું મન સંવેગ રંગથી રંગાઈ ગયું છે. એવા શ્રી ભરતકુમાર પિતાની પાસે આવ્યા. શ્રી ભરતકુમારને પોતાની પાસે આવેલ જોઈને શ્રી દશરથમહારાજાએ શ્રી ભરતકુમારને ઉદ્દેશીને કહ્યું કે “હે વત્સ ! તું રાજ્યનો આધાર બન એટલે નિ:સંગ થયેલો હું શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલી દીક્ષાને અંગીકાર કરું.”
પિતાજીના આ કથનના ઉત્તરમાં વૈરાગ્યરંગથી અતિશય રંગાઈ
આદર્શ પરિવારની છે આદર્શ વાતો...૧૧