________________
રહ્યાં છે. સત્યનું ખૂન થવા દઈને પણ માનને સાચવવામાં પડેલાઓ પ્રભુશાસનને વફાદાર શી રીતે રહી શકે છે ? એ આજે વિચારણીય વસ્તુ છે. ‘સઘળાંય અમને માને' આ ભૂત નાનું સુવું નથી. એ ભૂતને શરણે થયેલાઓ સત્યનું પ્રકાશન શી રીતે કરી શકે ? એવાઓ પાસે સત્યને જાણવા જનાર નિરાશ થઈને જ પાછા ફરે એમાં આશ્ચર્ય પણ શું છે ? એવાઓને તો પ્રભુશાસન કરતાં પણ પોતાની જ ખૂબ પડી હોય છે. પ્રભુશાસનને માનો કે ન માનો એની પરવા એવાઓને નથી હોતી. એવાઓને તો માત્ર પોતાને જ મનાવવાની પડી હોય છે. પોતાને માને એ જ પરમેશ્વરને માનનારા હોય છે. એવી જ માન્યતામાં એવાઓ અથડાયા કરે છે. પોતાની માન્યતા આગળ એવાઓ તો પ્રભુશાસનની માન્યતાને પણ બાજુએ રાખે તેમ છે. એવાઓ તો પોતાની વાહ-વાહમાં જ પ્રભુશાસનની વાહ-વાહ સમજે છે. એવા આત્માઓ ગમે તેટલા મહાન ગણાતા હોય તો પણ વિવેકી આત્માઓની ષ્ટિએ તો એવાઓ કેવળ દયાપાત્ર જ છે. માન કષાયને યોગે ત્યાગીઓ પણ પટકાઈ જાય તો આ સંસારી આત્મા પટકાઈ જાય એમાં આશ્ચર્ય શું છે ? એક નજીવા કારણસર અને તે પણ માત્ર મનથી જ માની લીધેલા કારણસર દશરથ મહારાજાની પટ્ટરાણી કારમી રીતે મરવાનો પ્રયત્ન કરી રહેલ છે, એ કેવી કારમી અને દુ:ખજનક
ล
ઘટના ગણાય !
કંચુકીનું આગમન : દશરથ રાજાનો પ્રશ્ન
પણ એટલામાં તો તે જ સમયે શ્રી દશરથ નરેન્દ્ર ત્યાં આવી
પહોંચ્યા. અને પોતાની પટ્ટરાણીને તેવી અવસ્થામાં રહેલી જોઈ. એવી અવસ્થામાં જોવાથી શ્રી દશરથ રાજાને લાગ્યું કે આ હમણાં જ મરી જશે ! એટલે તેના મૃત્યુથી ભય પામેલા શ્રી દશરથ મહારાજાએ તે પોતાની પટ્ટરાણીને પોતાની પાસે બેસાડીને કહ્યું કે,
સુખ દુઃખની ઘટમાળ છુ અને વિરક્ત શ્રી દશરથ....૧૦