________________
સીતા... ભાગ-૨
૧૭૦
........રામ-લક્ષ્મણને
__0
શ્રીમતી કૈકેયીના સારથિપણાથી રંજિત થયેલા અને રથી એવા શ્રી દશરથ રાજાએ પોતાની તે નવોઢા પત્ની કૈકેયીને કહ્યું કે वरं याचस्व देवि ! त्वत्सारथ्येनास्मि रंजितः । याचिष्ये समये स्वामि- न्न्यासीभूतोऽस्तु मे वरः ॥
‘હે દેવી ! હું તારા સારથિપણાથી રંજિત થયો છું. માટે તું વરદાનની માંગણી કર.' આના ઉત્તરમાં હોંશિયાર એવી શ્રીમતી કૈકેયીએ પણ માત્ર એટલું જ કહ્યું કે, ‘હે સ્વામિન્ ! આપ આપો છો એ વરદાન હાલમાં આપની પાસે થાપણ રૂપે રહો. હું એ વરદાનને યોગ્ય સમયે આપની પાસેથી યાચીશ.' બંનેય પુનઃ રાજ્યારૂઢ પોતાની પ્રિયાના આ કથનનો રાજાએ આનંદપૂર્વક સ્વીકાર કર્યો. આ પછી બળાત્કારથી આણેલા પારકા સૈન્યોથી અસંખ્યાત પરિવારવાળા બનેલા શ્રી દશરથ રાજા લક્ષ્મીના જેવી શ્રીમતી કૈકેયીની સાથે રાજગૃહ નગરમાં ગયા. જનક રાજા પણ તે પછી પોતાની નગરીમાં ગયા કારણકે સમયને જાણનારા બુદ્ધિશાળીઓ જેમ તેમ રહેતા નથી. શ્રી દશરથ રાજા તો ત્યાં મગધેશ્વર ઉપર વિજય મેળવીને રાજગૃહ નગરમાં જ રહ્યા. પણ શ્રી બિભીષણ આવે અને કદાચ ઉપદ્રવ મચાવે તેવી શંકાથી અયોધ્યામાં ગયા નહી. રાજગૃહ નગરમાં જ રહેલા શ્રી દશરથ પૃથિવીપતિએ અપરાજિતા આદિ સ્ત્રીપરિવારવાળા અંત:પુરને રાજગૃહમાં જ બોલાવી દીધું. કારણકે પરાક્રમીઓનું રાજ્ય સર્વત્ર હોય છે. રાણીઓની સાથે રમતા દશરથ મહારાજા તે રાજગૃહ નગરમાં ચિર સમય સુધી રહ્યાં. કારણકે સ્વયં પ્રાપ્ત કરેલી પૃથ્વી રાજાઓને વિશેષ પ્રીતિ માટે થાય છે.