________________
સીતા... ભાગ-૨
૩૪
..........મ-લક્ષ્મણને
B
તમે એ તો નજરે જોઈ શકો છો કે જનસુખાકારી માટે સડકના બાંધનારાઓ સડકમાં પથરા ઉંચા થાય તો તરત જ એન્જીન લાવી તેને દબાવી દેવાના પ્રયત્નો આચરે છે, કારણકે તેમ કરવામાં ન આવે તો મોટર ભાંગે અને ઘોડા વગેરેને વાગે-આથી પણ સ્પષ્ટ છે કે જયારે આડખીલી આવે ત્યારે તો શાણાઓએ તેને દૂર કરવાના પ્રયત્નો કરવા જ જોઈએ તો વિરોધ થાય ત્યારે હાલ શાસનને આધું મૂકો-એમ કહેનારા જ નીકળે તો શાસન એકવીશ હજાર વરસ ન જ ચાલે, પણ વિરોધને ઉંચકીને આઘો ફેંકી દેનારા નીકળે તો શાસન ચાલે. રક્ષકનીતિ જ એ છે કે વિરોધને દૂર ફેંકવો. એ જ કારણે રેલ્વે કંપનીમાં પણ ડ્રાઈવરનું કામ જ એ કે લાઈન જોયા કરે અને પોર્ટ કે લારી માસ્તર વગેરે વચમાં આવતા પથરા વગેરે દૂર કરે તથા લાઈન ન તૂટે તેની કાળજી રાખ્યા કરે.
સભા પણ સાહેબ ! આજે તો માર્ગમાં પથરા મૂકનારા અને ચાલે તો માર્ગને ઉખેડી નાંખનાર પાક્યા છે ! તેનું કેમ ?
પૂજ્યશ્રી : માન્યું કે એવા પાક્યા છે, પણ એ તો માર્ગના દુશ્મનો છે એટલે એમની પાસે બીજી આશા રાખવી એ ફોગટ છે, પણ જેઓ માર્ગના રક્ષક હોવાનો દાવો કરે છે તેઓની ફરજ શી છે ? એ જ વાત વિચારવાની છે. જેમ રેલ્વેના રક્ષકો એ રક્ષા માટે સાવધ થઈ રેલ્વેના પાટાને હથોડા મારીને સીધા રાખનારા માણસો પણ કાયમ માટે રોક્યા છે કે નહિ ? એ રીતે શાસનના રક્ષકોએ પણ સાવધ થઇને એ જ રીતના સઘળાં સુપ્રયત્નો કરવા જોઇએ કે નહિ? સભા : જરૂર કરવા જ જોઈએ.
તમને ખબર જ હશે કે તોફાન વખતે કંઈક લોકો રેલના પાટા ઉખેડતા, પણ રેલવાળા કામ ચાલુ જ રાખતા એટલે નવા પાટા નંખાવાતા, પણ એમ નહિ કે વાત પડતી મૂકો, કારણકે એમ કરે તો કામ જ ન ચાલે. એ જ રીતે શાસનના પૂજારીઓએ પણ ગભરાયા