________________
ભાગ-૨
સતત
| છ
રિમ-લક્ષ્મણને
કર્મરૂપ ઉપાધિથી ઘેરાયેલો આત્મા વેદ પારગામી હોવા છતાં ચંડાળ થાય છે, સ્વામી, સેવક થાય છે અને બ્રહ્મા, કૃમિ થાય છે. વળી સંસારી જીવ ચોરાશી લાખ યોનિઓ પૈકીની કંઈ યોનિમાં જતો નથી અને કંઈ યોનિને મૂકતો નથી? અર્થાત્ સઘળી યોનિઓમાં જાય છે અને સઘળી યોનિઓને મૂકે છે, એટલે કે જેમ કોઈ ગૃહસ્થ કોઈ કારણસર એક ભાડાની કોટડીમાં પેસે છે. અને કારણ ન હોય ત્યારે તેને મૂકી દે છે. અને વળી બીજા કારણસર બીજી કોટડીનો સ્વીકાર કરે છે અને કારણ પૂર્ણ થયે તે બીજીનો પણ ત્યાગ કરે છે, તેમ સંસારી આત્મા પણ નિયત કર્મોના ભોગ માટે એક યોનિમાં પ્રવેશ કરે છે અને તે યોનિને યોગ્ય એવા કર્મોનો ઉપભોગ થઈ ગયા પછી તે યોનિને મૂકી દે છે, એ જ રીતે બીજી યોનિમાં પ્રવેશ કરે છે અને ફરી તેને મૂકી દે છે, પરંતુ સંસારી આત્માઓને કોઈ પણ યોનિનો નિયત સ્વીકાર નથી, કારણ કે-સંસારી આત્માનો યોનિનો સ્વીકાર કે ત્યાગ તેને સ્વાધીન નથી, પણ તેના કર્મને આધીન છે. એ જ હેતુથી સમસ્ત લોકાકાશને વિષે એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થાન એવું નથી કે જે સ્થાનને પોતાના કર્મના પ્રતાપે સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક અને સાધારણ એકૅન્દ્રિય તથા બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય ભેદથી નાના પ્રકારના રૂપોને ધરી-ધરીને ઉત્પન્ન થતા તથા મરતા એવા જીવોએ ન સ્પર્યું હોય !
આ ઉપરથી તમે સમજી શકશો કે સંસારની સ્થિતિ જ ભયંકર છે અને તેમાં મોહમગ્ન થઈને પડેલા આત્માઓ જે-જે અને જેટલા-જેટલા અનર્થો ન કરે, તે-તે અને તેટલા-તેટલા ઓછાં છે, માટે સગી અને પ્રેમવતી માતા પણ મોહના યોગે મોહને છાજતું પોતાનું ઈષ્ટ ન થવાથી, આર્તધ્યાનવશ બને એ પણ સંભવે, આર્તધ્યાનના યોગે વાઘણ બને એ પણ સંભવે, અને એક તો જાતિસિદ્ધ ક્રૂરતા અને બીજી વૈર વૃત્તિજનિત ક્રૂરતા, એ બેયના યોગે આવા મહામુનિઓનાં દર્શન માત્રથી મારી નાખવા માટે ધસી આવે, આપણે જોઈ ગયા તેવો જુલમ ગુજારે એ પણ સંભવે, છતાં એમાં કશું જ આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય તો એ છે કે ઉત્કટ ઉપસર્ગના પ્રસંગે પણ આ રાજર્ષિ મુનિઓ પોતાની આરાધનાના માર્ગથી સ્ટેજ પણ ચસકતા નથી.
સિંહાવલોકન પરથી મળતો બોધપાઠ ' આપણે જોઈ ગયા કે શ્રી કીર્તિધર મહારાજાએ દૂધ પીતા પોતાના બાળકને ગાદી ઉપર બેસાડી દીક્ષા લીધી અને પોતાની માતા
સહદેવીના અનેક પ્રયત્નો છતાં પણ પોતાની ગર્ભવતી પત્નીનો પણ 8 પરિત્યાગ કરી, શ્રી સુકોશલ મહારાજાએ પણ દીક્ષા લીધી. આમાં