________________
પતિનો દાહજવર શમ્યો, એટલું જ નહિ પણ તે મહાસતીના ઇ મહાસતીપણાથી તુષ્ટમાન થયેલા દેવો શું કરે છે આનું વર્ણન કરતાં ફરમાવે છે કે,
सिंहिकाया उपरिष्टात्, पुष्पवृष्टिं सुरा व्यधुः । તે સિંહિકા મહારાણી ઉપર પુષ્પોની વૃષ્ટિ વરસાવી.
સતીપણાના સાક્ષાત્કારથી અને પોતાની પત્નીના સતીપણાનો પ્રભાવ પ્રત્યક્ષપણે નિહાળીને શ્રી નઘુષ મહારાજા પણ ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યારથી આરંભીને પૂર્વની જેમ જ પોતાની તે પટ્ટદેવીનું તેમણે બહુમાન કરવા માંડ્યું.
સુંદર શીલનું પાલન શું શું કરે છે? એ અનિર્વચનીય વસ્તુ છે, સતીઓનું જીવન શીલના પ્રતાપે જ વિશ્વમાં નામાંકિત છે એ કદી જ ભૂલવા જેવું નથી. એક શીલના પ્રતાપે આત્મા આલોક અને પરલોક એમ ઉભયલોકને સુધારી પરંપરાએ સિદ્ધિસુખનો ભોક્તા કઈ રીતે થઈ શકે છે ? એનું વર્ણન અનંતજ્ઞાનીઓના અનુપમ શાસનમાં અનુપમ રીતે કરવામાં આવ્યું છે. શિવસુખના અર્થી આત્માઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કદાચ ન બની શકે તેમ હોય તો પણ આવું શીલપાલન તો અતિશય આવશ્યક વસ્તુ છે. સર્વથા શીલહીન આત્માઓ માટે ધર્મનું આરાધન પણ પ્રાય: દુષ્કર છે. માટે જીવનનું સાચું સૌંદર્ય સુંદર શીલનું પાલન છે. એ વાત એકે એક કલ્યાણકાંક્ષી આત્માએ પોતાના હૃદયપટ ઉપર અવશ્ય કોતરી રાખવા જેવી છે.
પુત્રોત્પત્તિ અને પરિવ્રજ્યાનો સ્વીકાર હવે શ્રી નઘુષ મહારાજા અને મહાસતી સિંહિકાદેવી ઉભય આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. કેટલોક કાળ વીત્યા પછી તેમને સોદાસ નામનો પુત્ર થયો.અને ત્યાર પછી નઘુષ મહારાજા પણ પોતાના આત્મકલ્યાણની સાધના માટે વધુ ઉઘુક્ત બન્યા. એના યોગે સંવેગમાં પરાયણ બનેલા તે મહારાજાએ શું કરીને શ્રી સિદ્ધિપદની સાધના માટે એકના એક જ ઉપાય સમી શ્રી ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
શક, દુર્ઘન અને 9 ધર્મધ્યાનું કારણ...૪